ભુત-પ્રેત વીશેની ભ્રાન્તીઓ છોડીએ

ભુત-પ્રેત વીશેની ભ્રાન્તીઓ છોડીએ

–રોહીત શાહ

આપણે ત્યાં એવી માન્યતા છે કે કોઈ વ્યક્તીની ઈચ્છા અધુરી રહી ગઈ હોય અને તેનું મૃત્યુ થાય તો તેનો જીવ અવગતીયો બને છે. તેનો આત્મા, પ્રેતાત્મા કે વન્તરરુપે ભટકતો રહે છે. અધુરી ઈચ્છા જ અવગતીનું કારણ હશે ? એ સીવાય બીજાં પણ કારણો હશે ખરાં ? સપોઝ, જંગલમાં કોઈ સીંહ, માદા હરણનો શીકાર કરે છે. એ માદા હરણે તાજા બચ્ચાને જન્મ આપેલો છે. તો એનો જીવ એના બચ્ચામાં રહી ગયો હોવાની સંભાવના સ્વીકારવી જોઈએ કે નહીં ? કતલખાને કપાતાં પ્રાણીઓની કોઈ ઈચ્છા અધુરી રહી નહીં જતી હોય ? ગુનેગારને ફાંસીની સજા કરતાં પહેલાં તેની આખરી ઈચ્છા પુછવામાં આવે છે, એ રીતે કસાઈ તો કોઈ પણ પ્રાણીની કતલ કરતાં પહેલાં એની ઈચ્છા પુછતો જ નથીને ? તો પછી એવા લાખો જીવો અવગતીયા થઈને ભુતપ્રેત કેમ બનતા નહીં હોય ?

કોઈને એમ કહેવાનું મન થાય કે પશુ–પંખીઓ વગેરે જીવોને કશી ઈચ્છા જ નથી હોતી. એમની પાસે આપણા જેવો જીવનવૈભવ નથી, ભાષા નથી, વીચાર નથી તેમ ઈચ્છા પણ ન જ હોય. તો તેને આપણે પુછવું પડે કે ભાઈ, જીવવાની ઈચ્છા તો દરેક જીવને હોય છે. સુખ પામવાની ઝંખનાય દરેક જીવને હોય છે. તડકામાંથી ઉઠીને ગધેડુંય છાંયડામાં જઈને બેસે છે. આહાર–પાણી માટે, સેક્સ–સંવનન વગેરે માટે પારાવર સંઘર્ષ વેઠતાં પશુ–પંખીઓને આપણે ક્યાં નથી જોયાં ? કેટલાંક પંખીઓ તો ખાસ મોસમ કે ઋતુમાં હજારો કીલોમીટરનો પ્રવાસ કરીને દુર–દુર પહોંચતાં હોય છે. પોતાને જીવવું છે એટલું જ નહીં; સુખપુર્વક જીવવું છે. આ બધું ઈચ્છા વગર પૉસીબલ નથી. હા, એ જીવોને સક્સેસ–તરક્કી માટેની ભવ્ય ઝંખનાઓ નહીં હોય કે ઘડપણમાં પોતાનાં સંતાનો દ્વારા સેવા–ચાકરી મેળવવાનાં વળગણોય એમને નહીં હોય. શક્ય છે કે પોતાનાં પૌત્ર–પૌત્રીઓનાં મોઢાં જોઈને જવાની ઝંખનાઓ પણ તેમને નહીં હોય. પરંતુ જીવવાની અને સુખપુર્વક જીવવાની ઈચ્છાઓ–ઝંખનાઓ તો એમને હોય જ છે. એટલું જ નહીં, પોતાનાં સંતાનોને ઉછેરવાનો ઉમળકો તથા તલસાટ પણ એમને ભરપુર હોય જ છે. એ બધું અધુરું છુટી ગયું હોય અને કમોતે મરવાનું બન્યું હોય ત્યારે એ જીવો અવગતીયા કેમ નહીં થતા હોય ?

એક બીજી વાત પણ ભુતપ્રેતના અનુસંધાનમાં વીચારવી જરુરી છે. અત્યાર સુધીમાં જે જે લોકોને ભુતપ્રેત વળગ્યાં છે એ પણ; માત્ર અને માત્ર માણસને જ વળગ્યાં છે ! એનું શું રહસ્ય હશે ? ભુતપ્રેત બનવાના કૉપીરાઇટ્સ માત્ર માણસને જ મળેલા હોવા જોઈએ. કદી કોઈ ગાય–ભેંસનો પ્રેતાત્મા કોઈએ જોયો નથી. કદી કોઈ માખી–મચ્છરનું ભુત થયાનું જાણ્યું કે સાંભળ્યું નથી. ભુત–પ્રેત શા માટે પશુ–પંખીઓને વળગતાં–પજવતાં નહીં હોય ? વીચાર તો કરો કે હાથીને કોઈ ચુડેલ વળગે તો શું પરીણામ આવે ? પતંગીયાને કોઈ પ્રેતાત્મા પજવે તો એ શું કરે ? વીંછીને કેમ કોઈ ભુત કદી વળગતું નહીં હોય ?

મને લાગે છે કે ભુતપ્રેત વગેરે આપણી મનઘડંત વાહીયાત કથાઓ જ છે. એ વીશેના ખ્યાલો અને જાતજાતના ભય આપણા અસમ્પ્રજ્ઞાત ચીત્તમાં સતત ભરાતા રહે છે એટલે કદાચ સાઈકોલૉજીનો એ પ્રભાવ હોઈ શકે. ભુત–પ્રેત વીશેની કેટકેટલી કલ્પનાઓ આપણે કરી રાખી છે ! એ અદૃશ્ય હોવાનુંય કહેવાય છે અને એ આકારો બદલી શકે છે એમ પણ કહેવાય છે. આવી અસંખ્ય ભ્રાંતીઓને કારણે આપણને વીવીધ સ્વરુપે અથવા અદૃશ્યરુપે એવા પ્રેતાત્માઓ દેખાતા હોય છે. ઘણા લોકો એમ પણ કહે છે કે જ્યાં ભુતપ્રેત હોય ત્યાં ભડકા થાય, મોટા ભાગનાં ભુત આમલીના વૃક્ષ પર જ રહે છે. આપણી આવી એન્ડલેસ ભ્રાંતીઓનાં કુંડાળાં ખુદ આપણે જ પેદા કર્યાં છે અને ખુદ આપણે જ એની સાઈકોલૉજીક્લ ઉપાધીઓથી પીડાતા રહીએ છીએ. એમાં પાછા ભુવાઓ અને મન્ત્ર–તન્ત્રનાં જુઠાણાં પણ જોડતા રહીએ છીએ. એક ગેરસમજ કે અન્ધશ્રદ્ધા પેદા કરીએ, એટલે એની પાછળ આખી માયાવી–કાલ્પનીક દુનીયા પણ રચવી પડે. જો આવા વાહીયાત ખ્યાલો–ભ્રાંતીઓના ચક્કરમાંથી છુટી શકાય તો નો પ્રૉબ્લેમ.

રોહીત શાહ

લેખકસંપર્ક : 

શ્રી. રોહીત શાહ ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ–380 013 ફોન : (079) 2747 3207 મેઈલ : rohitshah.writer@gmail.com

મુમ્બઈના મીડડેદૈનીકમાં પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર નો પ્રૉબ્લેમ (18 એપ્રીલ, 2015)માંથી.. લેખકશ્રીના અને મીડડેના સૌજન્યથી સાભાર…

‘અભીવ્યક્તીઈ.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અક્ષરનાદ http://aksharnaad.com/downloads  વેબસાઈટ તેમ જ ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન  http://www.gujaratilexicon.com/ebooks/  પર મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચકમીત્રો મને govindmaru@yahoo.co.in પર, પોતાનાં નામ–સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 22/01/2016

11 Comments

  1. રોહીતભાઇ,
    ભૂત, પ્રેત…..ડાકણ, શાકણ,….જેટલાં યાદ આવે તે બઘા નામો લખી શકાય.
    પ્રાણિઓને માટેની ચર્ચા પછી કરાય પરંતુ…..આખા લેખમાં…..માણસોનું મરવું…નીચે કહેલાં કારણોનું ડીસ્કશન નથી…તેવી પરિસ્થિતિનું ડીસ્કશન નથી.
    ૧. વિમાનના અેક્સીડન્ટમાં માણસો , અંતિમ ઇચ્છા તો બાજુ પર રહી પરંતુ ગભરાટ અને વિચિત્ર વિચારો સાથે અેકી સાથે ૫ઈ..૧૦૦…૨૦૦….૩૦૦ મરે છે, તેમાં અઘૂરી ઇચ્છા બઘાની જ હોય…..
    ૨. રસ્તા ઉપર કાર અેક્સીડન્ટમા બે પાંચ અઘૂરી ઇચ્છાથી મરે છે….
    ૩. કુદરતી હોનારત…વાવાઝોડુ, ડુંગરોનું ખરવું….દરિયાના પ્રકોપમાં મરવું……
    ૪. ખૂન, રાજકારણની લડાઇઓમાં મરવું….તે પણ અઘુરી ઇચ્છાઓવાળી જ વાતો છે…..
    મગજના ડોક્ટરોને બતાવો, સીકાેસ્ટને બતાવો તો ખબર પડશે કે …ભૂત, પ્રેત, ડાકણ, સાકણ… બઘું મગજના રોગોના પરિણામો છે. ભૂઆ, બામણો, ….સારવાર કરીને ,ઉલ્લુ બનાવીને પેટીયુ કમાનારાઓ ખાનગીમાં સાચુ બોલે તો ખબર પડે.
    મારા મિત્ર, સાહિત્યકાર, મીડીયામેન…શ્રી કૌશિક અમીને મોરબીની હોનારતમાં શ્મશાનમા બેસીને લાશોની અંતિમ ક્રિયા કરેલી અને પેટપૂજા પણ સાથે સાથે કરેલી…ઠંડો ખોરાક પણ ગરમ કરીને આરોગેલો. અઘૂરી ઇચ્છાવાળા મરેલાઓઅે તેમને હજી હાથ પણ નથી લગાડયો. બીજી વખત ભૂતિયા ઘરમાં રાત..દિવસ રહીને પણ સાબિત કરેલું કે…ભૂત, પ્રેત, ડાકણ જેવું કાંઇ જ નથી.

    દરેક જીવિત માણસનો રોજીંદો સ્વભાવ…રોજીંદી રહેણીકરણીમાં બીજાઓ સાથેની વર્તણુક, વ્યાખ્યામાં ભૂત, પ્રેત કે ડાકણ જેવી હોય છે તેને આપણે આપણા લેખોમાં ઉઘાડા પાડવાની જરુરત છે. મરીને તો કોઇ ભૂત, પ્રેત કે ડાકણ નથી બનતાં પરંતુ જીવતાં જીવત ભૂત, પ્રેત કે ડાકણ ,

    ‘અેક ઢૂંઢો હજાર મીલે…દૂર ઢૂંઢો પાસ મીલે‘

    ….જેવી હાલની પરિસ્થિતિ છે.

    ૨૧મીસદી….ઇલેક્ટરોનીક યુગમાં આવા વિષયોની ચર્ચા પણ……..???????
    અસ્થાને………
    અમૃત હઝારી.

    સોરી….વઘુ અયોગ્ય કોમેંટ માટે…….

    Liked by 2 people

  2. સોરી…..
    ટેરરીસ્ટોને હાથે મરનારાઓનું શું થતું હશે ?
    ISIS………
    ચર્ચા ચાલુ રાખીઅે…….
    અમૃત હઝારી.

    Like

  3. પૃથ્વિ ઉપર જીવો…પ્રણિઓ…પ્રણિઓમાં માનવો કેટલાં કરોડો વરસોથી જન્મયા અને મર્યા…..પૃથ્વિનો અેક અેક ઇંચનો ભાગ કરોડો વરસોથી મરેલા જીવોથી બનેલો છે. તેજ જમીનમાંથી નિકળતા કૂવાના પાણી બઘાઅે પીઘા છે…ઉગાડેલા ખોરાકો…અનાજ…ખાઇઅે છીઅે. તે જ જમીન ઉપર ઘર બાંઘીને રહીઅે છીઅે. મુંબઇમાં જમીન…માણસની વસ્તીના પ્રમાણમાં ઓછી છે. કેટલાં કબ્રસ્તાનો ઘરો બાંઘવામાં વપરાઇ ગયા હશે તેની કોને ખબર છે ?….ઘર મળ્યાનો અાનંદ…….ગામમાં રહેલાં મા, બાપને હસી ખુશીના સમાચાર મોકલતાં કેટલો આનંદ……કોઇઅે સવાલ પૂરૂયો છે કે તે ઘરવાળી જમીન ૧૦૦ વરસ પહેલાં કબ્રસ્તાન હતી કે નહિં તેની ચકાસણી કરી હતી કે???????
    મહાભારતનું, કુરુક્ષેત્રનું યુઘ્ઘ આજના દિલ્હીની આસપાસ થયેલું અેવું કહેવાય છે. જો આવું બનેલું જ હોય તો પાંડવો અને કૌરવોના અને તેમના લશ્કરોના સૈનિકોનાં શબો ત્યાંજ ડાટેલાં હશે કે બાળેલાં હશે….( વિચારવા માટે જ દાખલો આપ્યો છે.)….
    ભાઇ, કહતે ભી દીવાને અૌર સુનતા ભી દીવાને જેવી પરિસ્થિતિ છે….મુરખોને માટે ભૂત, પ્રેત અને ડાકણ હજરા જૂર હોય છે…પોતાને જે મુરખ નથી માનતા તેમને માટે નહિ…..
    આનંદ કરો…મઝા કરો……
    અમૃત હઝારી.

    Liked by 1 person

  4. ભુતપ્રેત વગેરે આપણી મનઘડંત વાહીયાત કથાઓ જ છે. એ વીશેના ખ્યાલો અને જાતજાતના ભય આપણા અસમ્પ્રજ્ઞાત ચીત્તમાં સતત ભરાતા રહે છે એટલે કદાચ સાઈકોલૉજીનો એ પ્રભાવ હોઈ શકે. ભુત–પ્રેત વીશેની કેટકેટલી કલ્પનાઓ આપણે કરી રાખી છે Very true.

    I strongly believe that every living thing is renting apartment known as Body. Once soul depart (regardless how) Apartment is vacant, it is unusable. Nor soul recognize anyone nor we recognize departed soul.

    I have had privileged to managed hotel which was built on land that used to be cemetery. Now my friend (Of course Patel) who bought land did not know it was cemetery land where all resident has been moved in to box and then land was sold to him. If he had know, chances are he would not had invest his money on this land. Needless to say, in my 5 years of service, I have not seen or heard any Ghost (bhoot-pret).

    Yet, Human nature been brain-washed from childhood regarding bhoot-pret. Every culture (Indian or American, eastern or westerner), there are plenty of story book contain ghost story for child to read, listen, and get their brain washed.

    We are feeding our kids in early age making them believe that there is a such thing as Ghost (bhoot-pret).

    Like

  5. મિત્રો,
    બળાત્કારનો ભોગ બનેલી નિર્દોષ, મોતને ભેટેલી, બાલીકાઓઅે ગુંડાગીરી બતાવનારા બળાત્કારીઓને સજા કરવા શું કરવું જોઇઅે ? ભૂત કે ડાકણ બનવું જોઇઅે ? સરકાર અને તેના કાયદાઓ તો નપુંસક સાબિત થયેલાં છે.
    ભૂત ડાકણ તો બની શકાય નહિ….તો…પછી…….
    નાગરીકોઅે કાયદા હાથમાં લઇને ભૂત કે ડાકણના માનવીય રુપ લઇને તુરંત સજા કરી લેવી જોઇઅે. રાજકરણીઓ ગમે તે ઉમરનાં હોય…બળાત્કારી તો હોવાના જ ( જેને લાગુ નહિ પડતું હોય તેમણે સ્વિકારવું નહિં.) આ બળાત્કારનો પ્રકાર જુદો જુદો હોય શકે છે. તેમને પણ પાઠ ભણાવવો તો પડે જ ને ?
    વઘુ વિચારવા વિનંતિ છે…….
    અમૃત હઝારી

    Liked by 1 person

  6. PAISO PARMESHVAR ANE PISHACH ( bhut / pret / dakan / shakan vigere ) aaj sudhi manav shivai koi prani ni jaruriyat ke dar rahyo nathi manav bahadur prani chhe pan andhshraddha sabandhit dhandhari lokoe tene mansik rite nabdo padva ubha karela tut shivai biju kashuj nathi evu maru manvu chhe.

    Liked by 1 person

  7. રોહિતભાઇ, ભૂત પ્રેત વિશેની ભ્રાંતીઓ અન ઍમના કિસ્સા કહાણિઑ નો વિષય બાવા આદમના જમાણાંનો છે. ‘ભૂત-પ્રેત જેવું કશું નથી. તદ્દન વાહિયાત છે. ઍમનુ અસ્તિત્વજ નથી. હું કૈં ભૂત-પ્રેત થી ડરતો નથી.’ જીવનમા કદી ભૂત-પ્રેત ના જોયા હાય કે અનુભવ્યા હોય ઍવા સેંકડો લોકોને ભૂત-પ્રેતની વાતો સાંભળવામા અને કહેવામા ખુબજ રસ લેતા મેં અનેક વખત જોયા છે.

    ભૂત-પ્રેતનુ અસ્તિતવા છે કે નહીં. કે પછી આ બધું કપોળ કલપિતજ ઍનાઇ ચર્ચામા ના ઉતરતાં ઍક વાત તો નક્કી છે કે આ વિષય પર ચર્ચા વર્ષો સુધી ચાલવનિજ. યૂ ટ્યૂબ પર ઘણા બધાં ઍવા વીડિયો જોવા મળશે ક જેમાં લોકો ઍ વિશેષ કેમરથી ભૂત-પ્રેતને કેદ કર્યા છે.

    અમેરિકા અને કેનેડામા ઍક તહેવાર હેલોવીંન ખાસ ભૂત-પ્રેત માટે ઉજવય છે. અહીના ખેડૂતો ઍમ માને છે ક ભૂત-પ્રેત ઍમની ફસલોની રક્ષા કરે છે. આવા સુશિક્ષિત દેશોમા જો લોકો આવું માનતા હોય તો પછી ભારત નુ તો પુછવૂંજ શું?
    ફિરોજ ખાન
    ટોરોઁટો, કેનેડા

    Liked by 1 person

  8. भुतप्रेतमां एटला बधा एटलेके लाखो करोडो माणसो माने छे. पहेलां वीजळीनी सगवड न हती एटले ठेक ठेकाणे वास हतो हवे दुर दुर जंगलमां वास थयी गयो छे. आमतो भुतनुं आयुस्य 500 वरस मनाय छे पण अमुक भुत हजारो वरस सुधी जीवी शके. जेमके पृथ्वी राज चौहाणनुं मृत्यु पछी जे भ्त धुण्युं ए हजी सुधी जीवीत छे. मुहम्मद गजनवीए जे पुजारीओनी कतल करी ए भुत पण जीवीत छे जेने हजारथी वधु वरस थयी गया.

    महाराष्ट्रमां बाळ ठाकरेनुं नाम मतदार यादीमांथी दुर करवा कानुनी कार्यवाही थयेल अने पुरा छ वरस नाम दुर करी नाखवामां आवेल. मारा हीसाबे ए भुत पण 300 वरस चालशे.

    यादी लांबी बनी शके एम छे. मारा गाममां राजईमा मने कहेता एक झाड नीचेथी एमने बाळक मली गयुं ए गाममां लई आवता एनुं वजन वधतुं गयुं अने पाछळ जोयुं तो बाळकना पग त्यां ज झाड नीचे हता अने दरेक गाममां आवुं बनतुं.

    साचुं खोटुं तो वाल्मीकना रामजी जाणे. आमतो सीता अने रामना मृत्यु पण अपमृत्यु ज कहेवाय अने हीन्दु वीधी प्रमाणे मृत्यु संस्कार थयेल नथी अने हवे करे पण कोण?

    Liked by 2 people

  9. If at all ghosts exist, I want to be a ghost after my death so that I can scare the bad people off to stop their bad deeds.

    Liked by 2 people

  10. અમદાવાદમાં એક સ્થળનું નામ ભૂતની આંબલી છે કોઈ ઠેકાણે ભૂત બંગલો પણ છે , મેં આતાવાણી માં 2012 નવેમ્બર 30ની આજુ બાજુ મેં “ગોમ્તીમાનો લાલો ગાંડો થયો “લખાણ લખ્યું છે એ બાપડો વહેમને લીધે ગાંડો થઇ ગએલો . .

    Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s