ચાર્વાકદર્શનની વીશીષ્ટતાઓ

એન. વી. ચાવડા

ચાર્વાકદર્શનના પ્રચલીત સોળ શ્લોકોમાં પણ બે શ્લોકોમાં પુરોહીતોની, વીના પુરુષાર્થની આજીવીકાની, તેમણે કટુ ટીકા કરી છે, જેમ કે, ‘એટલા માટે એ સર્વ બ્રાહ્મણોએ પોતાની આજીવીકાનો ઉપાય કર્યો છે, જે દશગાત્રાદી મૃતક ક્રીયાઓ કરે છે, એ સર્વ તેમની આજીવીકાની લીલા છે અને બીજા એક સુત્રમાં તેઓ કહે છે કે ‘અગ્નીહોત્ર, ત્રણ વેદ, ત્રણ દંડ અને ભસ્મ લગાવવા એને, બુદ્ધી અને પુરુષાર્થ રહીત પુરુષોએ પોતાની આજીવીકા બનાવી છે.’

આ સુત્રમાં ખાસ ધ્યાનાકર્ષક બાબત એ છે કે બૃહસ્પતીએ અગ્નીહોત્ર, ત્રણ દંડ અને ભસ્મ લગાવવાની સાથે ત્રણ વેદ (ઋક્, સામ, યજુર્) વેદોને પણ આજીવીકાના સાધનો બતાવ્યાં છે. બૃહસ્પતીએ વેદોનો કરેલો વીરોધ ખુબ જાણીતો છે. જેનું મુખ્ય કારણ વેદો દ્વારા પણ પુરોહીતોએ, પોતાની વીના પરીશ્રમની આજીવીકાનું છેતરપીંડીયુક્ત કરેલું નીર્માણ, તે મુખ્ય છે.

આર્યો પ્રારમ્ભમાં ચોરી, લુંટ અને ધાડ પાડીને જ પોતાનો જીવનનીર્વાહ કરતા હતા. જેના પુરાવા ઋગ્વેદાદી ગ્રંથોમાં મોજુદ છે. વેદોમાં સંખ્યાબંધ ઋચાઓમાં ઈન્દ્રને એવી પ્રાર્થનાઓ કરવામાં આવી છે, તેમાં અનાર્યો – દસ્યુઓની જમીન, ગાયો, ધન–સમ્પત્તી આદી લુંટીને આર્યોને વહેંચી આપવાની વીનન્તીઓ કરવામાં આવી છે. પરીણામે આર્યો–અનાર્યો વચ્ચે હજારો વર્ષ સુધી ઘનઘોર સંધર્ષો થયાં છે. જેમ જેમ આર્યોની જીત થતી ગઈ તેમ–તેમ તેમનાં રાજ્યો સ્થપાતાં ગયાં તથા આર્યો–અનાર્યો વચ્ચે સમન્વય પણ થતો ગયો. સમ્બન્ધો સ્થપાતાં ગયાં. તેથી અગાઉ જેવી ખુલ્લી ચોરી અને લુંટ બંધ કરવાની જરુર પડી. આર્યો પુર્વસંસ્કારવશ શારીરીક પુરુષાર્થનાં કામો તો કરવા માગતા જ નહોતા, તેથી ચોરી અને લુંટના ધન્ધાને તેમણે નવું જુદું સ્વરુપ આપ્યું. આ જુદા સ્વરુપનું નામ તે ‘યજ્ઞ’. વેદો દ્વારા યજ્ઞોને ધર્મનું સ્વરુપ આપ્યું. વેદોને ઈશ્વરકૃત ઘોષીત કર્યા, તેથી યજ્ઞો ઈશ્વરકૃત બની ગયા અને યજ્ઞની આહુતીઓ ઈશ્વરને ખુશ કરનારી બની ગઈ. આમ, ધર્મ અને ઈશ્વરના નામે યજ્ઞમાં માંસ, મદીરા અને મૈથુન મોજમજા સાથે આજીવીકાની સુવીધાઓ વીના પરીશ્રમે પ્રાપ્ત કરી લીધી. તેથી જ પ્રસીદ્ધ ઈતીહાસકાર, રોમીલા થાપર લખે છે કે, ‘યજ્ઞ એ લુંટેલા માલના બંટવારા સીવાય કશું જ નથી.’ અશ્વમેધ યજ્ઞોમાં ખંડીયા રાજાઓ પાસેથી ઉઘરાવેલ ધનસમ્પત્તી, સ્ત્રીઓ, ગાયો, દાસો વગેરે બધા પુરોહીતો પોતાના સ્થાન પ્રમાણે વહેંચી લેતા હતા.

તેથી બૃહસ્પતીએ યજ્ઞોના વીરોધની સાથે, આજીવીકામાં સંજોગવશાત કોઈક મુશ્કેલીઓ આવી પડી હોય તો પણ; ચોરી કે લુંટ જેવા અસામાજીક રસ્તાઓ અપનાવવાને બદલે, થોડા સમય પુરતું દેવું કરી લેવાની હીમાયત કરી છે. દેવું એ કોઈ ખરાબ બાબત નથી. પરન્તુ અર્થવ્યવસ્થાનું એ અનીવાર્ય અને અતી ઉપયોગી પાસું છે. દેવું કોને મળી શકે છે ? કોઈ આળસુ અને રખડેલ માણસને કોઈ પૈસા ધીરે ખરું ? ઉછીના કે વ્યાજે પૈસા તેને જ મળે છે, જે ઉદ્યમી હોય, કામકાજ કરતો હોય, પુરુષાર્થમાં વીશ્વાસ રાખતો હોય; એવા સ્વસ્થ અને સબળ માણસને જ દેવું મળે છે. આજે આખી દુનીયા દેવાં ઉપર યાને લોન ઉપર ચાલે છે. નાના દેશ મોટા દેશો પાસેથી લોન લે છે, નાના ઉદ્યોગકારો મોટા ઉદ્યોગપતીઓ પાસેથી અને સરકાર પાસેથી લોન લે છે, કુટુમ્બ કબીલાવાળાં પોતાનું ઘર વસાવવા બૅન્કો પાસેથી લોન લે છે. અરે, તેજસ્વી વીદ્યાર્થીઓ વધુ અભ્યાસઅર્થે લોન મેળવે છે. આમ, દેવું કરવાની પ્રથા વેદકાળની પહેલાના સમયથી આપણા દેશમાં અને આજે આખા વીશ્વમાં પ્રચલીત છે. સીંધુઘાટીમાં વસનારાં આપણા પુર્વજો 5000 વર્ષ પહેલાં પણ વેપાર–વાણીજ્યમાં કુશળ હતા, તેથી ધીરધારની પ્રથા તે સમયમાં પણ હોઈ શકે છે. જે વેપાર–વાણીજ્ય સહીત જીવનના એક ધન્ધા માટે પોષક અને પ્રોત્સાહક પ્રથા છે, તેથી બૃહસ્પતીએ દેવું કરીને ઘી પીવાની જે વાત કરી છે, તે માણસને પુરુષાર્થ અને પરાક્રમને પ્રેરણા આપનારી છે. ચાર્વાકદર્શનના વીરોધીઓએ બૃહસ્પતીના આ સુત્રનું સમસામયીક, સાચું અને વીધાયક વીશ્લેષણ કરવાને બદલે સ્વાર્થવશ તેની હાંસી ઉડાવવાનો શરમજનક અને હાસ્યાસ્પદ પ્રયાસ કર્યો છે. યજ્ઞોમાં આચરવામાં આવતી માંસ, મદીરા અને મૈથુનની મહેફીલો વીશે આ લોકો તદ્દન મૌન રહે છે.

આમ, ચાર્વાકદર્શનના આ સોળ સુત્રોનું જો ઐતીહાસીક દૃષ્ટીએ વીશ્લેષણ કરવામાં આવે તો ચાર્વાકદર્શનની અનેક મહત્ત્વની વીશીષ્ટતાઓનું આપણને દર્શન થાય છે. આ વીશીષ્ટતાઓ આ પ્રમાણે છે :

(01)   લોકસીદ્ધી અર્થાત્ લોકો દ્વારા ચુંટાયેલો રાજા એ જ ઈશ્વર છે.

(02)   ચૈતન્યયુક્ત દેહ એ જ આત્મા છે.

(03)   અર્થ અને કામ એ બે જ પુરુષાર્થને તે માને છે. (ધર્મ અને મોક્ષને તે માનતું નથી)

(04)   પૃથ્વી પરનાં સુખો એ જ સ્વર્ગ અને પૃથ્વી પરનાં દુ:ખો એ જ નરક.

(05)   પરતન્ત્રતા એ જ બન્ધન અને સ્વતન્ત્રતા એ જ મોક્ષ.

(06)  વાસ્તવવાદી દૃષ્ટીકોણ યાને ઈહલોકના જીવનની જ ચીન્તા. પરલોકના – સ્વર્ગ,   નરકના જીવનનો ઈનકાર.

(07)   પુનર્જન્મ, કર્મસીદ્ધાન્તનો ઈનકાર.

(08)   શારીરીક શ્રમ અને પુરુષાર્થ પર વીશ્વાસ.

(09)   અલૌકીક ઈશ્વરનો ઈનકાર અને સ્વ–ભાવવાદની સ્થાપના.

(10)   વેદપ્રમાણનો ઈનકાર અને તર્ક તથા અનુભવ એ જ પ્રમાણનો સ્વીકાર.

સારાંશ એ છે કે આપણે આપણા ઘરમાં દરરોજ ધુળ, કચરો, કરોળીયાનાં જાળાં–બાવાં વગેરેને દુર કરી ઘરને સ્વચ્છ, સુઘડ, રળીયામણું અને સુવાસીત રાખવા માટે અશુદ્ધીઓને કાયમ બહાર ફેંકતા રહીએ છીએ તેને નકારાત્મક કે ખંડનાત્મક પ્રવૃત્તી કહીએ છીએ ખરાં ? તો પછી ભારતીય સંસ્કૃતીમાં વર્ણાશ્રમધર્મનો વીદેશી કુડો–કચરો કે જે ફક્ત આર્યપંડીતોની શ્રેષ્ઠતા અને ‘વીના પરીશ્રમની આજીવીકા’ માટે ઘુસાડવામાં આવ્યો હતો; તેને ચાર્વાકે ફેંકી દેવાની હીમાયત કરી હોય તો તેને ચાર્વાકની નકારાત્મક અને ખંડનાત્મક પ્રવૃત્તી કેવી રીતે કહી શકાય ? વળી ઘરની સાફ–સુફી કરતી વખતે ઘરવપરાશનાં અને સુખ–સુવીધાનાં સાધનો જે હોય છે, તે તો તેના યથાસ્થાને અગાઉથી હોય જ છે. એવાં સાધનો કંઈ દરરોજ બહાર ફેંકીને નવાં લાવવાનાં નથી હોતાં. એ જ રીતે ભારતીય સીંધુઘાટીના ઉમદા માનવીય ધર્મ અને સંસ્કૃતીનાં તત્ત્વો તો ભારતીય સમાજમાં અગાઉથી વીદ્યમાન હતાં જ. તેનો કંઈ નાશ થઈ ગયો હતો જ નહીં; તેથી ચાર્વાકે એની સ્થાપના કરવાની તો હતી જ નહીં. ચાર્વાકે તો ફક્ત વર્ણાશ્રમધર્મકૃત કચરો જ સાફ કરવાનો હતો. તેથી જ ચાર્વાકસુત્રમાં એની અશુદ્ધીઓનું જ ખંડન મુખ્ય માત્રામાં જોવા મળે તે સ્વાભાવીક છે. તેમ છતાંય એ સુત્રોનું સમસામયીક, પુર્વગ્રહરહીત અને વૈજ્ઞાનીક ઢબે વીશ્લેષણ કરવામાં આવે તો તો એ સોળ શ્લોકોમાં પણ વીધાયક, રચનાત્મક તથા હકારાત્મક અભીગમના આપણને અવશ્ય દર્શન થાય છે.

‘દેવું કરીને ઘી પીઓ’ ખોટું અર્થઘટન કરી ચાર્વાકને ભોગવાદી અને કામચોર ગણાવી લોકોને ગુમરાહ કરનારા વર્ણવાદી તત્ત્વોને સ્વામી સદાનંદે, પોતાની લાક્ષણીક ધારદાર શૈલીમાં જે પ્રત્યુત્તર આપ્યો છે અને તેમને ઉઘાડા પાડ્યા છે; તે આપણને આનન્દાશ્ચર્યમાં ડુબાનારી બાબત છે. વર્ણવાદીઓને સત્ય સમજાવવા માટે તેમણે મનુસ્મૃતીમાંથી કેટલાક શ્લોકો ટાંક્યા છે, જે આ પ્રમાણે છે :

‘યજમાનનો, વીશેષત: બ્રાહ્મણોનો યજ્ઞ એકબાજુથી અટકી રહ્યો હશે અને ત્યાંનો રાજા ધાર્મીક હશે, તો યજમાને તે યજ્ઞ પુર્ણ કરવા માટે ખુબ પશુધનવાળા, યજ્ઞ ન કરનારા અને સોમપાન ન કરનારા વૈશ્યના કુટુમ્બમાંથી તેની સમ્પત્તીનું હરણ કરવું… શુદ્રોના ઘરમાંથી પણ સમ્પત્તીનું હરણ કરવું; કારણ શુદ્રોનો યજ્ઞ સાથે કોઈ સમ્બન્ધ હોતો નથી.’ (મનુસ્મૃતી : 11–11)

‘જે એકસો ગાયોનું ધન હોવા છતાં અગ્નીહોત્ર કરતો નથી, હજાર ગાયોનું ધન હોવાં છતાં સોમ યાગ કરતો નથી, તેના કુટુમ્બનો પણ વીચાર કર્યા વીના તેના ધનનું હરણ કરવું.’ (મનુસ્મૃતી : 11–14)

‘હંમેશાં દાન લેનારે પણ દાન ન આપનાર માણસે, યજ્ઞ માટે ધન આપ્યું નહીં; તો તે બળજબરીથી લઈ લેવું.’ (મનુસ્મૃતી : 11–15)

‘બ્રાહ્મણોએ યજ્ઞ માટે ક્યારેય શુદ્ર પાસે ધનની યાચના કરવી નહીં.’ (મનુસ્મૃતી : 11–15)

(અર્થાત્ યાચના કર્યા વીના લુંટીને – બળજબરીથી લઈ લેવું.)

‘દાસને સમ્પત્તી પર અધીકાર હોતો નથી, તે જે કંઈ પ્રાપ્ત કરે તે તેના માલીકનું યાને બ્રાહ્મણનું હોય છે. માલીકને તેના ધનનું અપહરણ કરવાનો અધીકાર હોય છે.’ (મનુસ્મૃતી : 08–416–17)

‘ધન મેળવવાનું સામર્થ્ય હોવા છતાં; શુદ્રે ધન સંચય કરવો નહીં.’ (મનુસ્મૃતી : 10–12–09)

મનુસ્મૃતીના ઉપરોક્ત શ્લોક ટાંક્યા પછી સ્વામી સદાનંદજી જે પ્રશ્નો પુછે છે તે ભારે વેધક અને વર્ણવાદીઓના જુઠ અને દમ્ભનો પર્દાફાશ કરનારા છે. તેઓ કહે છે કે :

  • કરજ લઈને ઘી પીવાનું કહેનારો માણસ અને બીજાની સમ્પત્તી લુંટીને યજ્ઞ પુર્ણ કરવાનું કહેનારો માણસ એ બેમાં હીન માણસ કોણ ?
  • કરજ લઈને ઘી પીવા કરતાં ધાડ પાડીને ઘી બાળવું વધુ સારું છે ?
  • (અન્યના ધનને લુંટીને) યજ્ઞ કરીને સ્વર્ગ મેળવવાનું કહેનારા કરતાં; દેવું કરી ઘી પીને બળવાન બની, પૃથ્વી પરના જીવનને સ્વર્ગ બનાવવાનું કહેનારા વધારે સાચા અને સારા કહેવાય કે નહીં?

વાસ્તવીકતા એ છે કે ચાર્વાક અને ચાર્વાકદર્શન જેવા મહાન માનવવાદી દર્શનની અજ્ઞાન અને ભોળા લોકો સામે જુઠી અને અઘટીત નીન્દા કરનારા વીદ્વાનો મનુસ્મૃતીના અમાનુષી કાયદા–કાનુનો પ્રત્યે ઘોર આંખમીંચામણાં કરી સમાજમાં ચાર્વાકદર્શન વીરુદ્ધ અજ્ઞાન ફેલાવે છે. મનુસ્મૃતીના જે અમાનવીય દંડ વીધાનો દ્વારા તમામ વર્ણની સ્ત્રીઓ અને આજના OBC, ST, SC વર્ગના શીક્ષણ, સમ્પત્તી અને હથીયારના અધીકારો છીનવી લઈને બે હજાર વર્ષ સુધી પશુથીયે બદતર પરીસ્થીતીમાં જીવવાની ફરજ પાડી હતી, તે આ વર્ણવાદીઓ બદઈરાદાપુર્વક ભુલી જાય છે.

એન. વી. ચાવડા

ભાઈ ચાવડા પોતે તો આસ્તીક, શ્રદ્ધાળુ, ભક્ત, યોગ ઉપાસક, ભજન–કીર્તન, પુજા–પાઠ, ધ્યાન, ગાયત્રી મન્ત્રજાપ, ગુરુભક્તી આદીમાં જેને પુર્ણશ્રદ્ધાયુક્ત પ્રેમ, ગણેશપુરીના મુક્તાનન્દ બાબાના અનુયાયી હતા. પરન્તુ આયુષ્યના 45મે વરસે અનેક અનુભવ, ગહન અભ્યાસ, ચીન્તન–મનન અને સંશોધનને અન્તે આસ્તીકમાંથી નાસ્તીક થયેલા. એવા આ નીવૃત્ત શીક્ષક, વીદ્વાન, ચીન્તક, અને લેખક શ્રી. એન. વી. ચાવડાના પુસ્તક ‘ચાર્વાક દર્શન’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલીની વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત – 395 001 ફોન : (0261) 259 7882/ 2592563 ઈમેલ : sahityasangamnjk@gmail.com પાનાં : 72, મુલ્ય : રુ.50/-)માંનો આ 07મો લેખ, પુસ્તકનાં પાન 33 થી 36 ઉપરથી, લેખક અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : 

શ્રી. એન. વી. ચાવડા, શીક્ષક સોસાયટી, કડોદ394 335 જીલ્લો : સુરત ફોન  : (02622) 247 088 સેલફોન : 97248 08239

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.com/વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે,  વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 29/01/2016 

15 Comments

  1. It is a very good article for reading and thinking also. The author is 100% truthful. We all will be better off if we do not follow any rituals in our life.

    A honest life is far better than doing rituals.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Liked by 1 person

  2. મિત્રો,
    અેન.વી. ચાવડા સાહેબ પાસે ભારતીય સમાજ વ્યવસ્થાના ઇતિહાસના પૃથ્થકરણ માટે અભ્યાસના અેક્ષ રે અને અેમ.આર.આઇ મશીનો છે. જેમ ‘ આયના જૂઠ ના બોલે કહેવાયુ છે તેમ જ અા મશીનો પણ જૂઠ ના બોલે ‘ અેક સત્ય હકીકત બની જાય છે.

    પ્રશ્ન અે થાય છે કે….‘ મનુના વંશજો…જેને માનવ તરીકે ઓળખવામાં આવ્યા…..તે બઘા અેટલે કે અાપણે બઘા…..માનવ ઉર્ફે માણસ કહેડાવીને શું પોતાની જાતને નીચા નથી પાડતાં ?

    આજે ૨૦૧૬ અેટલે કે વિક્રમ સંવત ૨૦૭૨ના વરસમાં પણ ભગવદ્ ગીતામાં કૃષ્ણઅે કહેલી ચાર વર્ણોની સામાજીક વ્યવસ્થા (જે અઘ્યાય ૪, ૧૦ અને ૧૮ માં કહ્યુ છે તે) મનુસ્મૃતિમાં પણ જોવા મળે છે….. ઇક્ષવાકુઅે મનુને કહેલી સમાજ વ્યવસ્થા…..આર્યો દ્વારા અમલમાં મુકાયેલી સમાજ વ્યવસ્થા…..જેને ચાવડા સાહેબે ઉઘાડી પાડી છે.

    ટૂંકમાં ચાર્વાક દર્શન કે બ્રુહસ્પતિના વિચારો અાજના મનુષ્યોને માટે યોગ્ય છે. પાળવા કે માનવા માટે યોગ્ય છે.

    મનુના વશંજ તરીકે ઓળખાવવા માટે હું મારી જાતને ઘીક્કારું છું.

    અમૃત હઝારી.

    Liked by 1 person

  3. “मा गृध: कस्यस्विद्धनम् કોઈનું પણ ધન ના લઈશ” એવો ઇશાવાસ્ય ઉપનિષદનો આદેશ ક્યારે અને કેવી રીતે ભુલાઈ ગયો?
    “માનવ” એટલે જેને મન હોય તે. મનુના વંશજ એમ નહીં. બીજો, મેં ઉપજાવી કાઢેલો, અર્થ છે “માન નવ” માનીશ નહીં , જે ન માને તે માનવ.

    Liked by 1 person

  4. “અભિવ્યક્તિ” અભિયાનને ને સમર્થન આપતો સરસ લેખ અને સરસ કોમેન્ટસ.ધર્મ-અધર્મ, આસ્તિક-નાસ્તિક, નાચૂથણાંમાંથી આપણે ક્યારે બહાર નીકળીને વાસ્તવિક વિશ્વમાં જીવતા થઈશું.
    એક આડવાત….
    ગયે મહિને સ્વજનના લગ્ન પ્રસંગે ગયો હતો. સવારે ધમાકેદાર લગ્ન. ઢોલ બગી સાથેનો વરઘોડો. બ્રાહ્નણના થોડા શ્લોક પછી સાવધાન સાવધાન થઈને ધાર્મિક વીધિ પૂરી થઈ. બધું કરવા પૂરતું કર્યું. ડિજે લન્ચ, પછી રિસેપ્શન, પાર્ટી ડિનર, ડિજે ડિસ્કો.

    આમાં ધર્મને નામે પેલો “બામણ” એના ધંધામાં કેટલું કમાયો? વર કન્યા “બામણ” ના બબડાટને ધર્મ તરીકે શું સમજ્યા હશે?

    પંજાબી શબ્દો પર નાચતા યુવક યુવતીઓ શબ્દો સમજ્યા હશે કે માત્ર તાલ પર જ નાચતા હશે. ધર્મ પણ એક એન્ટરટેઇન્મેન્ટ બિઝનેસ જ છે. આંતરિક મહત્વ રહ્યું જ નથી. કર્મકાંડ ઘટતાં જાય છે. એ વાસ્તવિક હકીકત છે. બ્રાહ્મણો મંદિર બાંધતા નથી. બ્રાહ્મણ પૂજારીઓ નોકરી કરે છે. ખરે ખર તો એઓ મંદિરની રખેવાળી અને સાફસૂફી કરતા બિલ્ડિંગના જેનીટર છે. મેં જાતે જોયું અનુભવ્યું છે. એમાં પણ સમયનો ભોગ અને પુરુષાર્થ છે. કમાય તો મંદિરના ટ્રસ્ટીઓ જ. આ માત્ર હિન્દુ ધર્મ માટે જ નથી, વિશ્વના દરેક ધર્મને લાગુ પડતી વાત છે. નોકરી-ધંધા તરીકે જ ધર્મને સામાજીક વ્યાપાર સમજીએ તો એક સેક્ટર એનો પ્રચાર કરતો હોય તો તેમાં ખોટું શું છે?
    (ક્રિયાકાન્ડો ઓછા તો થયા જ છે પણ નાબુદ થયા નથી અને થવાના પણ નથી. ન જ થવા જોઈએ. થઈ જાય તો પછી આપણે શું કરીશું? તદ્દન નવરા!)

    હું તો માનું છું કે ૫૦૦૦ હજાર વર્ષના ઈતિહાસને જાણીયે પણ દુનિયા એની મેળે જ બદલાઈ રહી છે એ જોવા સમજવાનું પણ ચૂકવું ન જોઈએ.
    લેખ દ્વારા ન જાણતો હતો તે જાણતો થયો. અભિવ્યક્તિનો હું વાંકો વાચક અને મિત્ર છું. માફ કરશોને?

    Liked by 2 people

    1. ન્યુ જર્સીના એક મંદિરના કાર્યકર્તા વણિક મિત્રે મને કહેલું કે તેમના મંદિરના પુજારી પદ માટે એક પછી એક એમ છ બ્રાહ્મણોને સ્પોન્સર કરેલા. બધા આવી આવીને બીજી સારી નોકરી મળતા વેંત મંદિર સંસ્થાને જાણ કર્યા વિના જતા રહ્યા. સાતમાને સ્પોન્સર કરવાની મંજુરી મળતી નહોતી. મેં કહ્યું, “તમે જ પુજા કરો ને! વણિક વૃત્તિ વાળા બ્રાહ્મણો કરતાં બ્રાહ્મણ વૃત્તિ વાળા તમે પોતે શું ખોટા?”

      Like

      1. રશ્મિકાન્ત ભાઈ તમે ખૂબ સરસ વાત કરી.આજના સમામાં જોશો તો કેટલું બધું પરિવર્તન આવી ગયું છે. ઘર્મ એ માત્ર બ્રાહ્મ્ણોનો જ ઈજારો કે ધંધો રહ્યો નથી. બ્રાહ્મણો કર્મકાંડને બદલે અન્ય ક્ષેત્રમાં વળ્યા છે. “બામણો” જ વધુ અધર્મીઓ થતા અાય છે. કોઈ પણ મંદિરમાં જઈને મંદિર માટે દાન ફાળો આપનારના લિસ્ટમાં ફાળો આપનાર દાતાઓના નામો જોશો તો ખબર પડશે કે દાન આપનાર માં બ્રાહ્મણો કેટલા? મારું કહેવાનું જ આપે જરા જૂદી રીતે અને સરસ રીતે કહ્યું કે ધર્મને નામે બ્રાહ્મણો ને જવાબદાર ગણીને તેની ધોલાઈમાં જ ધોકો માર્યા કરવાની જરૂર નથી. જેઓ હિન્દુત્વનો પ્રચાર પ્રસાર કરે તેઓ બધા જ બ્રાહ્મણો નથી જ. આજે કેટલાક બુઠ્ઠાઓ થઈ રહેલા વૈશ્વિક પરિવર્તનને જોતા જ નથી. આજે વર્ણાશ્રમો તૂટી રહ્યા છે, અરે જ્ઞાતિબાદ પણ તૂટી રહ્યો છે. બ્રાહ્મણો બ્રાહ્મણ રહ્યા જ નથી. બધા જ વાણીયાઓ વેપાર જ કરે એવું નથી. કેટલાઓ ક્ષત્રિયો લડવાને બદલે રિક્ષા કે ખટારાઓ ચલાવે છે અને કેટલાઓ શૂદ્રો ત્રણે વર્ગ પર સાહેબદીરી કરી રાજ ચલાવે છે તે જોયા વગર હજોરો વર્ષ પહેલાની સંસ્કૃતિની મેથી માર માર કરે ત્યારે મારું માથું ફરીરી જાય છે. વર્તમાન જોવા માણવાની વૃતિ જ નથી. વિદ્વત્તાનું પ્રદર્શન કરવાની મનો વૃત્તિ સિવાય મને ખાસ દેખાતું નથી.

        Like

  5. શક્તી અને સત્તાવાળા અલ્પસંખ્યક લોકોએ જ્ઞાતીપ્રથાના હથીયાર વડે બહુમતી લોકોને પણ બધી રીતે કંગાલ અને નમાલા કરી દીધા. એ નમાલા લોકો પછી પોતાને કોઈ દોરે તેમ દોરવાવાની મનોવૃત્તીવાળા થઈ ગયા. આથી જ તો કહેવાતા ગુરુઓનો ધંધો ધમધોકાર આજે ચાલે છે. ગાંધીજીનો રાજકારીણીઓ પોતાના લાભ માટે ઉપયોગ કરતા રહે છે, અને આજે પણ કહેવાતા પછાત વર્ગના લોકોનો ખાતમો થતો રહે છે, કે કરાતો રહે છે.

    Liked by 1 person

  6. A suggestion as a correction to Charvak:
    प्रतिचार्वाकम्
    यावज्जीवेत्सुखं जीवेत् ॠणं घृतं द्वयं त्यजेत् ।
    एकं यच्छति दारिद्र्यं द्वितीयं मेदकारणम् ॥1
    यावज्जीवेत्सुखं जीवेत् कथां पौराणिकां त्यजेत् ।
    भस्मीभूतस्य देहस्य कुत्र हि गमनं कुतः ॥2

    પ્રતિ-ચાર્વાક
    જીવન હોય ત્યાં સુધી સુખથી જીવવું. ઋણ અને ઘી, બન્નેને છોડવાં.
    એક ગરીબાઈ આપે છે, બીજું મેદનું કારણ બને છે. —૧.

    જીવીએ ત્યાંસુધી સુખથી જીવીએ. પૌરાણિક કથાનો ત્યાગ કરીએ.
    (બળીને) રાખ થઈ ગયેલું શરીર ક્યાંય પણ જાય કેવી રીતે ? —૨
    —Subodh Shah —

    Liked by 1 person

  7. According to text available, RigVed did not believe in Re-Birth and Heaven-Hell. The offering of eatables to Fire, is having a base of Fire is the mouth of God. The body of the God is Universe (Vishva Deva) Rudra.
    Ishavasyam Idam Sarvam.

    maa nah stenena ishatah. Means We should not be ruled by thief. (RigVed.).

    I am sure that this is from RigVeda. This was told by my father who was a Sanskrit Scholar who wrote Indian Constitution in Sanskrit. Now since he is not alive, I am unable to quote the reference. I wanted some good saying in Sanskrit in 1972. The above hymn I had displayed as a good saying in my office, when one Sanskrit loving GM was posted in Ahmedabad in 1972.
    One more saying was “Aatmanah Pratikulaani, Pareshaam na Samaacharet” (Kurma Puran). The things which are not convenient to us we should not apply on others.

    It is desirable if the reference of asking Indra to distribute the property of Anarya and Dasyus is given. (This is because, Aryan Invasion Theory is a dead theory). I would like to check it up in RigVeda.

    Like

    1. To Shri SM Dave:
      The Indian constitution in Sanskrit? Great idea !
      Please help me get it, if you can. Thank you. — Subodh Shah, NJ, USA.

      Liked by 1 person

  8. ખુબ જ સુંદર લેખ !! ચાવડા સાહેબનિ કલમમાંથી હંમેશા જડબેસલાક અને વાસ્તવિકતા
    સભર લેખ!!!
    એક સાયન્ટીફીક સ્તેસ્તિક અંદાજે હિન્દુસ્તાનમાં ૭૦ થી ૭૫ લાખ આવા સાધુ ,બાવાઓ.કથાવાર્તા કરનારા અને બામણો છે. જેઓ ક્રિયા કાંડ અને જુદા જુદા કારણપરસંગે કોઈપણ જાતનું પ્રોડક્તીવ કામ કર્યા વિના કામ કરનારા વર્ગના સમયનાં નર્યા બગાડ સાથે એમનેજ સદીઓથી ભારરૂપ છે. જેમનો દૈનિક ફક્ત ૧૦૦ રુપિયા જીવનનિર્વાહ નો ખર્ચ ગણતા. ૭૫ લાખ X ૧૦૦ રૂ.X૩૬૫ દિવસ તો વર્ષના = કેટલા થાય??????
    દેશને અધોગતિની ગર્તામાં ધકેલતી ચોકાવનારી, ધર્મના નામે ડરાવી ગભરાવીને આડે ધડ થતી ખુલ્લી લુટમાંથી હિંદુઓ ક્યારે બહાર આવશે ??????

    Liked by 1 person

  9. સુબોઘભાઇ,
    મઝા આવી ગઇ. આજના આપણા જમાનાને ઉદ્દેશીને સુંદર રચના બનાવી. દરેકે વર્તમાનમાં જીવવું રહ્યુ. ભૂતકાળ સ્મૃતિમાં રહીને સમયે સમયે માર્ગદર્શન અાપે અને ભવિષ્યને જીવવા લાયક બનાવવા આજે વર્તમાનને શરીર ( હૃદય ઇન્ક્લુડેડ) અને મનને તંદુરસ્ત બનાવીઅે.
    સંસ્કૃત ભાષા ઉપરની તમારી પ્રવિણતા માટે અભિનંદન.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  10. Saras lekh chavda saheb ne jivan na 45 varas pachhi jat anubhav ane abhyas thi rationalist thaya mota bhage aaj thatu hoi chhe pan jemne gnyan thayu chhe mane khatri chhe teo temna parivarmathi to ANDHSHRADDHA dur karij hase dakhla tarike BHAGVAN ISHVAR MATAO DAKAN BHUT vagere nathi evu ratiolal vyaktij samjavi sake rational thavathi be jat na kalpanik dar thi bachi sakai ( kahevati ) daivi shakti ane asuri shakti rationalism manavjat upar bahu moto upkar chhe maro potano dakhlo aapu to jivan na 35 ma varas sudhi hu pote bhagvan nu nam lidha vagar dhandha ni sharuaat ke driving na karto pan raman pathak ne vanchya pachhi aa badhu tut chhodyu chhe chhata mara dhandha ke driving ma koij farak padyo nathi have samjai chhe ke BHAGVAN na name aapna ne dar ane karmakand badha manta vagere ne lidhe lalchu aapna ma bap ane vadiloj banave chhe koi pan dharma na koi pan balak ne puchhaso ke taro dharma su to kahese falano dharma puchho kem to kahese mane khabar nathi mara purvajo manta hata mate khare khar to rajnish kahe tem balak ne 18 varse gnyan aave sagir mukti thai pachhi tene dharma su chhe te jate samje ane apnavava nu kahe to tene sachu gnyan thai ane maru manvu chhe tene darek dharma na abhyas pachhi teni badio vanchya pachi rationalism uttam lagse.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s