આપણું અવતારકાર્ય

– પ્રા. જગદીશ બારોટ

આપણાં ધર્મશાસ્ત્રો અવતારવાદનો ખુબ મહીમા કરે છે. ભગવાન વીષ્ણુના દશ અવતાર ‘દશાવતાર’ તથા ઈશ્વરના ‘ચોવીસ અવતાર’ વીશે આપણે સૌ જાણીએ છીએ. કથા અને શ્રદ્ધા એમ કહે છે કે યુગે યુગે પ્રભુ અવતાર લે છે અને તેનાં સન્તાનો એવાં આપણી મદદ કરે છે તથા સૃષ્ટીનું રક્ષણ કરે છે. ભગવદ્ગીતા કહે છે ‘દુષ્ટોના સંહાર માટે અને સજ્જનોના રક્ષણ માટે પ્રભુ યુગે યુગે પધારે છે.’

અવતારવાદમાં શ્રદ્ધા રાખનાર લોકો એમ માને છે કે આપણી બધી જ તકલીફો, સંકટો કે વીધ્નો માત્ર પ્રભુ જ દુર કરશે અને એ માટે પ્રભુ અવતાર લે ત્યાં સુધી રાહ જોવાની એટલે કે રીબાવાનું કે હેરાન થવાનું, કોઈ બહેન–દીકરીને ગુંડાઓ હેરાન કરતા હોય તો આપણે આંખો બંધ કરી, હાથ જોડી પ્રભુને પ્રાર્થના કરવાની કે ‘હે, દ્રૌપદીની લાજ રાખનાર પ્રભુ આપ પધારો અને આ ગુંડાઓને શીક્ષા કરો.’ પ્રભુ કદાચ પધારે પણ ખરા; પરન્તુ તકલીફ એક જ છે. સંતો કહે છે કે હાલ કળીયુગ ચાલે છે અને પ્રભુ તો કળીયુગ પુરો થાય પછી સતયુગમાં પધારશે. તપાસ કરી તો જાણવા મળ્યું કે કળીયુગના હજુ તો લગભગ 3,400 વર્ષ પુરાં થયાં છે અને કળીયુગ તો ચાર(04) લાખ વર્ષનો છે એટલે કે પ્રભુને પધારવાની હજુ 3,96,600 વર્ષ બાકી છે તો પછી ત્યાં સુધી ધીરજથી રાહ જોવાની ને ! બધું સહન કરવાનું અને પ્રાર્થના કરતા રહેવાનું!

આપણી જીન્દગી પુરી થાય ત્યાં સુધી તો પ્રભુ પધારવાના નથી ફ્રાન્સના ફીલસુફ રોમાં રોલાં યોગ્ય જ કહે છે કે ‘દુષ્ટોનું રાજ સ્થાપવા માટેની એક જ શરત છે કે : તમારે કંઈ કરવાનું નહી !’

મારે કોઈની શ્રદ્ધાને દુ:ખ પહોંચાડવું નથી. માત્ર એટલું જ પુછવું છે કે જો બધું જ પ્રભુએ કરવાનું હોય તો પછી આપણા અવતારનું શું પ્રયોજન ? પ્રભુ એવા નવરા છે કે આપણને અહીં હેરાન–પરેશાન થવા અને દુષ્ટોના ત્રાસ સહન કરવા મોકલી આપ્યા છે ? કરુણાનો સાગર પ્રભુ પોતાનાં બાળકોને આવી રીતે રીબાતાં જોઈ શકે નહીં. એટલે મારી શ્રદ્ધા એમ કહે છે કે પ્રભુ પોતે કદાચ યુગે યુગે પધારતા હશે તો પણ; વચ્ચે વચ્ચે આપણને સૌને નાના નાના અવતાર તરીકે મોકલી આપે છે. વેદ પણ કહે છે કે, ‘તમે અમૃત–પુત્રો છો’ (તમે અમૃત છો, તમે અમર છો.) સ્વામી વીવેકાનન્દજી પણ કહે છે કે, ‘તમે સીંહના પુત્રો છો.’ (તમે સીંહ છો, હીમ્મ્તબાજ છો.) આમ, આપણે જ અમર હોઈએ અને સીંહ હોઈએ તો પછી દુષ્ટોના સંહાર માટે પ્રભુને શા માટે તકલીફ આપવી ? આ કામ તો અર્જુન જેવા આપણે બહાદુરો પણ કરી જ શકીએ ! માટે આપણે સૌએ આપણી જાતને પુછવાનું કે મારું અવતારકાર્ય (ફરજો) શું છે અને તે હું સારી રીતે નીભાવું (અદા કરું) છું ? ગીતામાં કૃષ્ણ કહે છે કે ‘ઋતુઓમાં હું વસન્ત છું’, ‘નદીઓમાં હું ગંગા છું’, ‘વૃક્ષોમાં હું પીપળો છું’ અને ‘માનવોમાં હું અર્જુન છું’, આનો અર્થ હું એમ કરું છું કે સજીવ અને નીર્જીવ બધામાં પ્રભુ વસે છે એટલું જ નહીં; જે કંઈ ઈચ્છે તે શ્રેષ્ઠ છે. આનો અર્થ એ થાય કે પ્રભુ આપણામાં પણ વસે છે અને તેની સાક્ષીએ આપણે આપણી ફરજો શ્રેષ્ઠરુપે બજાવવાની છે. મહાભારતનો સન્દેશ છે કે પ્રભુ પોતે તો લડવાના નથી. લડવું તો અર્જુન એવા આપણે જ લડવું પડશે. સમાજના પડકારો, તકલીફો, ફરજો અદા કરવાની જવાબદારી આપણી જ છે.

જે લોકો પોતાની તકલીફો, મર્યાદાઓ કે દુ:ખોનાં ગાણાં ગાતા ફરે છે તેમની પર મને દયા ઉપજે છે. કારણ દુ:ખોનાં રોદણાં રોવાથી દુ:ખો દુર થઈ જવાનાં નથી. ‘વીપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વીપતને ખાય.’ હકીકતે તો આપણી તકલીફો લોકો આગળ રોવાથી આપણી નબળાઈઓ ખુલ્લી થાય છે અને લોકો તેનો ફાયદો ઉઠાવે છે. માટે જ હું તો માનું છું કે ‘બધો આધાર ઈશ્વર ઉપર છે, તેમ માની પ્રાર્થના કરો; પરન્તુ બધો આધાર તો તમારા ઉપર છે, તેમ માની કામ કરો’ અને વેદ આપણને યાદ દેવડાવે છે કે ‘તમે સીંહ છો, તમે અમર છો.’ આનો અર્થ એમ થાય છે કે તમારી પાસે શક્તી છે, હીમ્મત છે અને અભય છે. પ્રભુનો આપણામાં વાસ છે. એટલે કે આપણે પ્રભુની નાની આવૃત્તી છીએ. એટલે આપણે પ્રભુનાં સન્તાન છીએ અને સીંહનું સન્તાન તો સીંહ જ હોય ને ! વેદ પણ કહે છે કે ‘તત્ ત્વમ અસી’, ‘તું તે જ છે’ તો પછી પ્રભુ અવતાર લે ત્યાં સુધી રાહ શા માટે જોવી છે ?

ચતુર્ભુજધારી વીષ્ણુ અને અષ્ટભુજાધારી અંબામાની મુર્તીઓ એવો સન્દેશ આપે છે કે આપણી પાસે ચાર કે આઠ હાથે થઈ શકે તેટલું કામ કરવાની શક્તી છે. બહેન, દીકરી, માતા, પત્ની, મીત્ર, શીક્ષીકા જેવી અનેક ફરજો અદા કરતી નારી એકલપંડે આઠ હાથનું કામ કરે જ છે જે આની સાબીતી છે. એટલે દયાળુ પ્રભુએ આપણને આઠ હાથની શક્તી આપી જ છે. આવું ના હોત તો ગત વીશ્વ ઓલમ્પીક્સમાં માઈકલ ફેલ્પ એકલો આઠ સુવર્ણચન્દ્રકો જીતી ના શક્યો હોત.

ગીતાનો મુખ્ય ધ્યેય કે સાર છે : ‘કર્મણ્યે વાધીકારસ્તે’ અને ‘યોગ: કર્મષુ કૌશલમ્.’ એટલે કે તારે તારા ભાગે આવેલાં કર્મો (ફરજો) બજાવવાનાં છે અને ‘કર્મ એ જ ભક્તી છે.’ માટે ઘરમાં, ગામમાં, સમાજમાં, દેશમાં કે સૃષ્ટીમાં આપણે ભાગે આવેલી ફરજો, કર્તવ્યો અને જવાબદારીઓ નીભાવવાની છે અને તે પણ શ્રેષ્ઠ રીતે નીભાવવાની છે. અમારા પરીચીત એક ભાઈ છે. ત્રણ બાળકોના બાપ છે; પણ આર્થીક સ્થીતી ખુબ નબળી છે. કારણ કે કંઈ કામધન્ધો કરતા નથી. ભોજનનાં પણ ઘણી વખત ફાંફાં પડી જાય. છોકરાંને પણ ભણાવી શકતા નથી. સગા કે ઓળખીતાને શરમમાં નાખી ઉછીના પૈસા (કદી પાછા નહીં આપવાની શરતે સ્તો !) લઈ દુ:ખમાં દીવસો વીતાવે છે. કામ કરી શકે તેવા છે અને મીકેનીકનું કામ જાણે છે; પરન્તુ કામ કરવાની દાનત નથી. આળસુના પીર છે. પંચાતમાંથી ઉંચા આવતા નથી. તમે સમજાવવા જાવ તો કહેશે, મને સંસારમાં સાર દેખાતો નથી. ભક્તી કરતા હોય તેવો દેખાડો કરે છે; પણ કામ કરવું નથી. શીવલીંગને જળ અને બીલીપત્ર ચઢાવવાં છે; પણ ઘંટીએ જઈ અનાજ દળાવવા માટે રુચી નથી. પછી પ્રભુને તકલીફો દુર કરવા પ્રાર્થના કરવાનો શો અર્થ ? અનાજ દળી આપવા પ્રભુ તો આવવાના નથી ! મારે મન પ્રાર્થના એટલે કે ‘તમારી બધી જ શક્તી અને સાધનો કામે લગાડ્યા પછી; ખુટતી શક્તી કે સાધનો માટે પ્રભુને કરેલી ‘વીનન્તી’ એ ‘પ્રાર્થના’ છે. ‘બધું જ પ્રભુ તું કરી દે’ એમ નહીં; આપણથી બનતું બધું કરી છુટવું અને બાકીના માટે પ્રભુને પ્રાર્થના કરવી. સાથે સાથે ગીતાનો સાર યાદ રાખવાનો છે કે ‘જે કંઈ કરીએ તે શ્રેષ્ઠ રીતે કરવાનું છે. વેઠ ઉતારવાની નથી. કારણ કે પ્રભુને શ્રેષ્ઠ જ ગમે છે.’ એટલે તો એ રોજ ગુલાબની પાંખડીઓને, ઝાકળનાં પાણીથી સાફ(સ્વચ્છ) રાખે છે. પ્રભુને સ્વચ્છતા ગમે છે, શ્રેષ્ઠતા ગમે છે માટે જ કહેવાય છે કે ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા.’ ગન્દુ કામ પ્રભુને ગમતું નથી માટે કામમાં વેઠ ઉતારવાની નથી.

આપણા આ જગતમાં અવતારવાદનો આ જ સાચો અર્થ કે સાર છે : ‘તમારે ભાગે આવેલાં કામો (ફરજો) પુરેપુરી નીષ્ઠાથી અને શ્રેષ્ઠ રીતે બજાવો.’ ગીતામાં અર્જુન શરુઆતમાં બહાનાં બતાવતો હતો કે ‘આ તો મારા સગા છે, મને જીવહીંસાનું પાપ લાગશે, અમારી પ્રજા વર્ણશંકર પાકશે.’ તેની જેમ આપણે પણ બહાનાં બતાવવાનાં નથી ને ! તકલીફો ગણાવવાની નથી. ફરીયાદો કરવાની નથી. માત્ર અને માત્ર કામ કરવાનું છે. ઈશ ઉપનીષદ પણ આ જ કહે છે ‘કામ કરતાં કરતાં તું સો વરસ જીવવાની આશા રાખ’ અને ‘ચાલતો જ રહે, ચાલતો જ રહે !’ યુગપુરુષ રવીન્દ્રનાથ ટાગોર કહે છે કે ‘કોઈ તારો સાથ ના નીભાવે તો તું એકલો જ ચાલજે.’ એટલે કોઈનો સાથ મળે, મદદ મળે તો ભલું. પણ તેમ ના થાય તો મદદની રાહ જોવામાં આયખું પુરું ના થઈ જાય તેની કાળજી લેવાની છે.

સાડીને છેડે ગાંઠ

‘જગતને ગીતાનો કર્મયોગનો સન્દેશ આપનાર મારા દેશના લોકોને, કામચોરી કરતા જોઈને હું ખુબ શરમ અને વેદના અનુભવું છું. અને તેથી જ આ લેખ લખવા પ્રેરાયો છું.‘

        –જગદીશ બારોટ

લેખક સમ્પર્ક :  

Jagdish Barot, Ph.D.

1745, California Avenue, Windsor, Ontario state, Canada, Post code – N9B3T5 TEL : 001 – 519 254 6869     eMail :  jagdishbarot@yahoo.com

વંચીતલક્ષી, વીકાસપ્રવૃત્તી, વૈજ્ઞાનીક અભીગમ અને શોષણવીહીન સમાજરચના માટે પ્રતીબદ્ધ પાક્ષીક ‘નયા માર્ગ’ (‘નયા માર્ગ’ ટ્રસ્ટ, નયા માર્ગ કાર્યાલય, ખેતભવન, ગાંધી આશ્રમની બાજુમાં, અમદાવાદ 380 027 ફોન : (779) 2755 7772 વાર્ષીક લવાજમ : રુપીયા 150/-) ના 2015ના નવેમ્બર માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રી અને ‘નયા માર્ગ’ના તંત્રી શ્રી. ઈન્દુકુમાર જાનીની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ.. …ગોવીન્દ મારુ..

 ♦ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો,પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે,મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર – 396 450 ઈ.મેલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 05/02/2016

32 Comments

  1. Dear Jagdishbhai,

    You have said 100% correct. I fully agree with your thoughts and analysis.

    Work is worship. Without doing any efforts, nothing is possible in this world.

    I have enjoyed your article. Thanks so much to you.

    Thanks,
    Pradeep H. Desai

    USA

    Liked by 1 person

      1. Dear Jagdish,
        I know you are a hard working gentleman. I have seen you working selflessly with me on holidays and up to 2 am in the office. You are a source of inspiration for others for karmayog. Great. Congrats.

        Liked by 1 person

    1. Dear Pradeepbhai,
      Thanks for your appreciation. Let’s hope the article helps our fellow brethren in coming out of the misconception and apathy towards performing their duties.

      Liked by 1 person

  2. ‘બધો આધાર ઈશ્વર ઉપર છે, તેમ માની પ્રાર્થના કરો; પરન્તુ બધો આધાર તો તમારા ઉપર છે, તેમ માની કામ કરો’ સરસ સુચન છે, પણ ઈશ્વર છે જ નહીં એમ માનનારાઓ માટે નહિ.

    Liked by 1 person

    1. Dear Rashmibhai,
      The suggestion is for those who believe in God. They are in majority as you know. And my efforts are oriented towards awakening them. The rationalists already know the contents of the article. They will do their duties not to please God but themselves. Thanks for your comments. JB

      Liked by 1 person

  3. સ્નેહી જગદીશભાઇ અને મિત્રો,
    લેખ સુંદર બન્યો છે. રેફરન્સોના સથવારે ખરું શું અને ખોટું શું તે સમજાવવાનો પ્રયત્ન કર્યો. તમે અેક છો જેને આ સમજ છે જે તમે લોકોમાં વહેંચવા માંગો છો….ખાસ કરીને હિન્દુઓને આપવા માંગો છો.
    તમારા મારા કે પ્રદિપભાઇ કે રશ્મિકાંતભાઇ કે મુરજીભાઇ કે ગોવિંદભાઇ કે સંજય અને સ્મિતા જેવા….ગણત્રીના અભિવ્યક્તિના ચાહકોની સામે પેલાં રોજીંદા , રસ્તે ચાલતાં અેક ઢૂંઢો હજાર મીલે તેવાં કથાકારો…સાઘુઓ….સ્વામીજીઓ….ભગવાનો…..અને લાખો અને કરોડો આંઘળા બુઘ્ઘિ ભાડે આપનાર ઘેંટાઓ ભેગા મળીને આ ‘ હિંદુ ઘર્મ ‘ ? ચલાવે છે. તમારી ગાજરની પીપુડી…છેવટે ખાઇ જવી પડે.
    આ સમજ લોકોને આપવા અને ગઢેરમાંથી બહાર કાઢવા માટે ખૂબ મોટા પાયા પર અભિયાન ચલાવવા પડે. રામાયણના કે મહાભારતના કે ગીતાના કથાકારોની સામે ઉભા તો રહી જુઓ…અને તેમના ફોલોઅર્સની આંખમાં આંખ મેળવી તો જુઓ….
    સ્વામી સચ્ચિદાનંદજીના પુસ્તકો વાંચો…સાઘુ થયાં છતાં સત્ય સમજાયુ તો સત્યનો સાથ આપ્યો….છે કોઇ રામાયણ કે મહાભારત કે ગીતાના ઉપદેશકોમાં અે હિંમત ? ઉલ્લુઓ સામે બેઠેલાં હોય…સ્પેલબાઉંડ થયેલાં હોય…અરે જેને કોલેજોમાં ભણેલાં કહેવાય તેઓ પણ…જ્યારે માથુ હકારમાં જ હલાવતાં હોય ત્યારે ગાજરની પીપુડી વગાડતાં વગાડતાં થાકી જશો ત્યારે ભૂખ ભાંગવા ખાવી જ પડશે……..
    આશારામ…તેનો દિકરો….કે તેના જેવા બીજા…ચાલુ ભગવાનોની આ દુનિયા છે….પ્રલયની પણ રાહ જોવાશે નહિ…..અને તે પણ ફક્ત હિંદુઓ માટે ? આ આખો લેખ ફક્ત હિંદુઓની ચિંતામાં લખાયેલો લાગે છે….બીજા બે મોટા ઘર્મોને તો આ ચિંતાની જરુરત નથી અને તેઓ માનવાના પણ નથી……
    માટે જ મારે ના છુટકે કહેવું પડે છે કે ભગવાન તમારું…આપણું… અેટલે કે બઘા હિંદુઓનું ભલું કરે. ભારતમાં આજે હિંદુ ઘર્મને લગતાં પ્રવચનો રોજ થાય છે તેનાં પ્રમાણમાં વિજ્ઞાનને લગતાં સેમીનારો નહિવત્ થતાં કહેવાય છે.
    ભારતના લોકોઅે, ખાસ કરીને હિંદુઓઅે, બે જ સંસ્થાઓ ઉપર પોતાની જાતને સોંપી દેવાની રહે છે….ઘર્મ અને સરકાર…..ગાતા રહેવાનું કે….મારજે કે તારજે..નહિ અઘવચ્ચે રાખજે….છતાં ભારતની પ્રજા ત્રીશંકુના કઝીન્સના અવતારી જ લાગે છે….ખાસ કરીને હિંદુઓ……
    વઘુ હવે પછી………
    દુ:ખની લગણીઓ સહ…..
    તમારો પોતાનો…..સહભાગી…..
    અમૃત હઝારી.

    Liked by 2 people

    1. “ગાજરની પીપુડી” પરથી જૂની વાર્તા યાદ આવી જેમાં “તું નહીં તો તારો બાપ હશે” એમ કહીને વરુ ઘેંટાને ખાઈ જાય છે. આધ્યાત્મ, ધર્મ, તર્ક, વિજ્ઞાન, ન્યાય, કાયદો, નૈતિકતા વગેરે બધી જ ગાજરની પીપુડીઓ છે. દરેક વ્યક્તિ પોતાને ગમતું (અથવા ગમાડવામાં આવેલું) કે ફાવતું હોય તે જ કરીને તેને વ્યાજબી ઠેરવવા માટે પીપુડી વગાડે છે. પણ સૌથી વધારે દુરુપયોગ ‘શ્રધ્ધા’ નામની પીપુડીનો થાય છે. કારણ કે સાચી શ્રદ્ધા કોને કહેવાય તેની સમજણ બહુ ઓછાને હોય છે.

      Liked by 1 person

    2. Dear Amrutbhai,
      Thanks for your comments and sharing your views. I agree with you. What is the solution to all these problems narrated by you? We have to contribute our little might in the efforts with the hope that situation will change slowly. My article has received appreciation from my circle. They have conveyed me that it has appealed them. Likewise the circle will go on getting bigger and bigger.
      Warm regards
      JB

      Liked by 1 person

  4. 1. Forget for a moment the controversies about God, religion, scriptures— everything. Is it not common practical knowledge that self help and hard work help us more than prayers in daily life?
    2. What about others (billions of people) who do not believe in re-incarnation of God? Are we Hindus the only wise guys in the world?
    3. Jagdishbhai : You say: “મારે કોઈની શ્રદ્ધાને દુ:ખ પહોંચાડવું નથી.” Why?
    When Shraddhaa encourages laziness, dependence, and all sorts of vices in society, why should intellectuals like you keep silently looking at it? Don’t you think our wise men are not doing their duty?
    Thank you for giving a nice article, doing your duty, as preached by God himself in the Geeta ! —Subodh Shah —

    Liked by 2 people

    1. Dear Subodhbhai,
      I have used that sentence deliberately keeping in mind the 90% lot believing in Shraddha. I wish to give them a sugar coated dose so that they start thinking and gradually come out from the clutches of misconceptions. I agree with you about the negative effects of it, but reforms are very slow you know and we have to work with patience. My understanding is scolding, threats or criticism will not help much to cure the age-old problems. Hope you understand and excuse me for my approach.
      Kind regards,
      JB

      Liked by 1 person

  5. Geeta etle karma evu bharat ma fakt updesh maj chhe deshna dharmaguruo no rafdo fatyo chhe ane te badha prajane karma vimukh banave chhe kharekhar to gita lakhai bharat ma ane jivai chhe paschimma ane etlej paschim ni praja sukhi chhe. aapna dha dhu pa pu o prajane je kharo updesh karma ( kam dhandho) karvane badle hathno upyog tali padvama karave chhe.

    Liked by 1 person

  6. I totally agreed with Amrutkaka. Yes, Jagdishbhai article is written with all the example of Hindu relate, however, this is a story of all religion. And every religion where men has found ‘easy money’ in name of Dharma instead of ‘Karma’.

    I know it is finding ‘needle in hay stack’ however, each and every one of us must continue to do what we can. If we can get one men get change per week, and then hope that changed person will help us changed other person to be changed….. Someday we may see changes…… Start with your own spouse and kids……

    I only can hope………

    Liked by 1 person

    1. Thanks for your comments. I agree with you. I am doing my duty to awaken as many people as possible. If our intentions are good, the result is bound to be good.
      Warm regards
      JB

      Liked by 1 person

  7. Kudos to Shri Jagdishbhai Barot for reflecting our heart. I have continued my selfless requests to my Ahmedabad Muni corporation and Govt of Gujarat for so many wrongdoings, indecencies and Improprieties to make better desirable living conditions for tax paying citizens and stopping hypnotizing and misguiding elements in the religiously crazy society.

    Liked by 1 person

  8. સ્નેહિ જગદીશભાઇ,
    જે પ્રોબલેમ્સની ચર્ચા આપણે કરી રહ્યા છીઅે, તે બઘાના મુળીયા હિંદુઓની જીન્સમાં પેસારો કરીને બેઠેલા છે. તરતના જન્મેલા બાળકના વિચારો પણ ‘ઘર્મ‘, ‘પાપ‘, ‘પુણ્ય‘ ‘ સ્વર્ગ‘ ‘ નર્ક ‘ માં ડૂબેલા હોય છે.
    સત્યને ઓળખો. સત્યને પોતાના કર્મ તરીકે સ્થાપો….અાટલું કરીશું તો માનવતા,સત્ય, ઓનેસ્ટી….અપણા આચરણમાં આવશે. અને સમાજના બઘા જ પ્રશ્નો દૂર થઇ જશે…..પરંતુ આ કહેવાય કે લખાય અેટલું સહેલું નથી. તમે કહો છો કે ટીંપે ટીંપે સરોવર ભરાય. શું આપણે પેલા વચનના પૂરનારાની જે રીતે રાહ જોઇ રહ્યા છીઅે તે રીતે રાહ જોતા રહીશું ?
    સૌઅે સાથે મળીને ઓનેસ્ટીથી, સ્વાર્થને છોડીને, વિચારીને આપણા ઘર્મના અેકે અેક પાળનારને આ અસત્યમાંથી બહાર કાઢવાના રહેશે. આ પણ અશક્ય છે કારણ કે સ્વાર્થ….સ્વાર્થ આપણો મોટામાં મોટો દુ:શ્મન છે.
    મારી પાસે તેનો કોઇ સચોટ ઉપાય નથી. ઘર્મના દરેક સભ્યઅે અસભ્યતાને છોડીને સત્ય અને ઓનેસ્ટી આચરીને પોતાના પ્રશ્નો સોલ્વ કરવા રહ્યા.
    અેક અકેલા ઠક જાયેગા….મીલકર બોજ ઉઠાના……
    મૂળીયા ખૂબ ઉંડા છે..સ્વાર્થીઓ તેને પોષે છે…કન્ટીન્યુઅસ પાણી અને ખાતરથી મજબુત બનાવે છે…..
    સોલ્યુસન લાવવાના વિચારવાળાઅે પ્રવાહની સામે તરવાનું છે……
    જગદીશભાઇ, ચાલો આપણે સૌ સાથે મળીને નિરાકરણ શોઘીઅે.
    આભાર.
    અમૃત હઝારી.
    ન્યુ જર્સી, અમેરિકા.

    Liked by 1 person

  9. I agree with you Amrutbhai. The challenge is big but we have courage to swim in opposite direction. It will take time but ultimately we will win. Adi – Sankaracharya is believed to had said, ” I will tell people, what what I have to say. If they do not listen, I will tell again. I will tell again and again till they listen to me. May be I have to tell it thousand times.” We need to have that patience.
    JB

    Liked by 1 person

  10. સ્નેહિ જગદીશભાઇ,
    વિચારો, ડીશ્કશન વઘુ વિચારવાનું કહે છે. થોડી માહિતિ છે જે આ પ્રશ્નના મુળીયામાં છે….રુટ કોઝ……( મારા વિચારો) જેને કારણે અા મૂળ સવાલો ઉભાથયા છે અને યાવત્ચંન્દ્ર દિવાકરો રહેશે અેવું હું માનુ છું…..
    રેફરન્સ : ૧ :સ્વામી સચ્ચિદાનંદજીની બુક : ‘ અઘોગતીનું મૂળ…વર્ણવ્યવસ્થા‘
    રેફરન્સ. ૨ : ભગવદ્ ગીતા.
    અઘ્યાય : ૪ :
    શ્રી કૃષ્ણ કહે છે…‘ ઘર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રકટ થાંઉ છું.

    શ્લોક ૧૩ : ગુજરાતી અર્થ :
    ગુણો તથા કર્મોના વિભાગ પ્રમાણે મેં ચાર વર્ણો ઉત્પન્ન કર્યા છે. તેના કર્તા છતાં તું મને અકર્તા ને અઘિકારી જાણ.

    અઘ્યાય ૧૮ : શ્લોક ૪૧ : ગુજરાતી અર્થ :
    હે પરંતપ ! બ્રાહ્મણો , ક્ષત્રિયો, વૈશ્યો અને શુદ્રોના પણ કર્મ સ્વભાવથી ઉત્પન્ન થયેલા ગુણો અનુસાર વિભાગ કરવામાં અાવ્યા છે.
    તે પછીના શ્લોકો દરેક વિભાગના સ્વભાવજન્ય કર્મોની વિગતો આપી છે જે વિગતે વાંચવા તમને મારી વિનંતિ છે.
    પછીની વાત આ પ્રમાણે થયેલી કહેવાય છે….આ જ્ઞાન શ્રી કૃષ્ણઅે ઇક્ષ્વાકુને આપ્યુ અઅને તેમણે મનુને. અહિં મનુસ્મૃતિનો જન્મ થયો અને હિંદુઓના ચાર વિભાગો, સ્ત્રીઓ અને બીજા બઘાના જીવનના નિયમો ઘડાયા. જે સીવીલાયઝેશનના દુ:શ્મન જેવા ગણાય છે.
    ટૂંકમાં ભગવદ્ ગીતાઅે કહેલાં જ્ઞાનને કયો હિંદુ નકારી શકે ? બ્રાહ્મણ પોતાને સોંપેલા કર્મો કરે છે અને તેજ રીતે બીજા વિભાગો પોતાના કર્મો કરે છે.
    આ વિભાગો આજે પણ મજબુત રીતે સમાજ ને ચલાવે છે.
    અને તેના પ્રવાહની વિરુઘ્ઘ દિશામાં તરવાનું છે….
    અમૃત હઝારી.

    Liked by 1 person

    1. ઈક્ષ્વાકુથી અર્જુન સુધીના સમય ગાળા દરમ્યાન આપણી સંસ્કૃતિએ યોગ જેવા યોગને પણ નષ્ટ થવા દીધો એમ તો સ્વયં શ્રીકૃષ્ણએ ભગવદ્ગીતાના ચોથા અધ્યાયના બીજા શ્લોકમાં કહ્યું છે. ભારતમાં જ્યારે બીજા ધર્મો તો હતા પણ નહીં ત્યારે જે સંસ્કૃતિ પોતાની વિદ્યા તથા યોગને સાચવી ન શકી તેની મહાનતાના પોકળ મિથ્યાભિમાનમાં રાચવાને બદલે તેને સુધારવી જોઈએ. સંસ્કૃતિના અધઃપતન માટે જવાબદાર ઋષિમુનિઓને તેમની નિષ્ફળતાનો દોષ આપી શકાય તેમ તો રહ્યું નથી પણ તેમની પ્રસંશા કરવાનું બંધ કરીને તેમની ભૂલો સુધારવા પ્રયત્નશીલ થવું આવશ્યક છે. ભૂલોને સુધારવી તો જોઈએ જ ને?

      Liked by 1 person

  11. “જો બધું જ પ્રભુએ કરવાનું હોય તો પછી આપણા અવતારનું શું પ્રયોજન ?” પ્રશ્ન ખુબ મુદ્દાનો છે. જેને માટે પ્રેમ હોય તેના અનેક કામો આપણે હોંશે હોંશે કરવા જોઈએ, નહીં કે આપણા કામ તેની પાસે કરાવવા જોઈએ. બધા જ બ્રહ્મનિર્વાણ પામે તો ઈશ્વરના નાના કામો કોણ કરે? ઘડીઘડી અવતાર થોડા જ લેવાય છે? તેથી સાચા ઈશ્વરપ્રેમીઓ તો અનેક જન્મોમાં તેના કાર્યો કરવા તત્પર રહે, મોક્ષ ન વાંછે. તેને બદલે આપણા ઉપદેશકો તો સૌને મુમુક્ષુ બનવા કહે છે તે ખોટું છે.

    Liked by 1 person

    1. Very correct Rashmibhai. Narsinh Mehta has said in a bhajan- હરિના જન તો મુક્તિ ન માગે, માગે જનમોજનમ અવતાર રે;
      My understanding says, we are sent here to do work. As quoted in my article, the Ish Upanishad also says – “Kurvaneh karmani jijivishet satam sama”. That means while doing your work hope to live hundred years. That is why Bhagvadgita also says- Work is worship. Do your duties. That is Dharma.

      Liked by 1 person

      1. નરસિંહ મહેતાએ કહ્યું શું અને કર્યું શું? ‘પરધન નવ ઝાલે હાથ રે’ ગાનાર નરસિંહ મહેતા પોતે કયું સ્વધન કમાયા હતા? આખી જિંદગી પરધન જ નહોતું ખાધું? કોઈ પ્રવાસીના પૈસા લઈને વાપરી ખાધા પછી હૂંડી સ્વીકારવાની ફરજ ભગવાનને પાડી. ભગવાન પાસે વારંવાર પોતાના કામ કરાવ્યા. સાચો ભક્ત ભગવાનના કામ કરે કે પોતાના કામ ભગવાન પાસે કરાવે? સાચા ભક્તો તો તે હતા જેમણે મહેતાજીને મદદ કરી પણ યશ પરમેશ્વરને આપ્યો, પોતાના નામ પણ જણાવ્યા નહીં. તેઓ તો પત્નીને ‘જંજાળ’ ન કહેનારા આપણા જેવા સંસારીઓ જ હતા ને?

        Like

  12. જો પ્રભુ જ બધું કરતો હોય તો આપણે શું કરવાનું? મંદિરો બાંધતા રહેવાનું!!!
    પેલો મહમદ ગીઝ્ની એના(પ્રભુના) ૧૭-૧૭ વાર મંદિરો તોડી ફોડી ને લુટી ગયેલો. ભજન કીર્તન કરતા હજારો બામણો, શંકર એનું ત્રીજું નેત્ર ખોલશે અને ગઝનીની શેનાને ભસ્મીભુત કરશે એવું અંધશ્રદ્ધામાં અક્કલ વગરનું વિચારતા રહ્યા જેમાં જાન સુધ્ધા ખોયેલા આ સત્યઘટનાને કોઈ નકારી કે ચેલેન્જ કરી શકે એમ નથી.
    જો કોઈ સામાન્ય ગુરખો મિલકતની રખેવાળી માં ૧ કે ૨ વાર ચૂક કરે તો એને પાણીચું આપી દેવાય. જયારે આતો સર્વ શકિતમાન -કર્તાહર્તા -સર્વજ્ઞ ૧૭-૧૭ વાર એનું ઘર નાં સાચવી શક્યો!! એને આ ૨૧મિ સદીમાં ધર્માંધો પાણીચું આપતા કેમ ગભરાય છે ????

    Liked by 2 people

    1. “ગુરખો” તો શેષશય્યા પર વિશ્રામ કરે છે ને લક્ષ્મીજીની પગચંપી માણે છે.

      Liked by 1 person

  13. રશ્મિકાંતભાઇ,
    પેલો મહમદ ગઝની ફક્ત ૧૭, ૧૭ વાર મંદિર લુટી જ નથી ગયેલો. તે લુટ ચલાવી ગયેલો તેની પ્રુફ છે..તે સાચુ..થયેલી..હકીકત હતી. આપણા જૂના ઘાર્મિક પ્રસંગો ભયેલાની સચ્ચાઇ પણ ચેક કરવાની બાકી છે. ‘ ઘર્મની કથાઓ‘ કહે છે અેટલે વગર આર્ગ્યુમેંટ માની લેવાનું. તો ફરી..મહમદ ગઝનીની વાત…..તેણે અને તેની સેનાના સૈનિકોઅે કેટલી હિંદુ સ્ત્રીઓને અભડાવી હતી અને કેટલાં હિંદુઓને મુસલમાન બનાવ્યા હતાં ? તેનો કોઇ હિસાબ છે ? મંદિરો અને ઘર્મના ( કહેવાતા) રક્ષકોઅે જે રીતે પોતાની જાતને પ્રભુને સમર્પી દીઘી હતી તે આજે વખોડાય છે. આટલા અનુભવ પછી પણ આજે ૨૦૭૨ / ૨૦૧૬ના વરસોમાં કથાકારો, સાઘુઓ, ઘર્મના વાહકો પ્રભુને પોતાની જાતને હવાલે કરવાની શીખામણ આપે છે.
    કેટલાં બઘા પ્રેમ જ્યોતીષો….વાસ્તુ અેક્ષપર્ટો( પી.અચ. ડીઓ ? ) ભગવાન ભરોસે જીવવાની અને તેમની સલાહ માનીને , પૂજા પાઠ કરીને પ્રોબ્લેમ સોલ્વ કરવાની સલાહ આપે છે. મતલબ અે કે, (‘ તમને અમે ઉલ્લુ બનાવીઅે..હે દુ:ખી આત્મા, તારું ઘર ખાલી કર અને મારું ઘર ભર…ભગવાન તારું ભલું કરશે..‘)
    ભારતમાં રહેતાં મારાં ભાઇઓને કે જેઓ પોતાની દરેક સવારનો પહેલો સુરજ અમેરિકા તરફ મોઢું રાખીને જોતો હોય તેણે ઘર્મના કર્મકાંડી બનીને સૂર્યદર્શન કરવા…ભગવાન તેને અમેરિકા પહોંચાડીને…વગર મહેનતે પૂજારી, કથાકાર, કર્મકાંડી બનાવશે., જેમાં કોઇ કોલેજ ડીગ્રીની જરુરત નથી રહેતી. કામમાં ભૂલ થાય તો નોકરીમાંથી કાઢી નથી મુકતાં. રેગ્યુલર કમાણીની ગેરંટી……..રહે છે.
    જેનું હ્રદય અને મન….(મન અેટલે મગજ માનવું..) ખૂલ્લા અને સત્યને ઓળખવાવાળા હશે તેઓ પોતે ‘ કર્મણયવાઘિકારસ્તે મા ફલેષુ કદાચન‘ શું છે તે જાણશે. તું તારું કર્મ કર્યે જા……તું જ અવતારી પુરુષ છે…..બીજો કોઇ નથી…તું જ તારો તારક અને તારો પોતાનો મારક છે. બીજા જન્મની વાત છોડ અને જે હાથમાં છે તેને જાત મહેનતે સુઘાર……

    Liked by 2 people

  14. I have read all comments by different readers. I really appreciate Jagdishbhai’s article.

    My only comment is that there is no alternative for hard work and honesty in life. If we understand the importance of these two basic rules in life then, you will be successful in your life.

    Thanks,

    Pradeep H. Desai

    USA

    Liked by 1 person

  15. પ્રિય ગોવિંદ ભાઈ જગદીશ બારોટનો લેખ ઘણો ગમ્યો પરમેશ્વરે તમને ઘણું આપ્યું છે .એનો ઉપયોગ કરો પરમેશ્વરે તમને ઘણું આપી દીધું છે દુષ્ટોનો સંહાર કરવા તમે જાતેજ કમર ક્સોને પરાધીનતા ન ભોગવો।

    Liked by 2 people

  16. हारवर्ड अने एवी अनेक वीद्यापीठना नीष्णातोए अभ्यास करीने जणावेल छे के भारतमां गरीबाई, कामचोरी अने भृष्टाचार छे एमां रामायण अने महाभारतनी कपोळ कल्पीत कथाओए भाग भजवेल छे. आ कथाओने कारणे महीला अने बाळको उपर अत्याचार थाय छे अने गरीब लोको वधु गरीब बने छे. प्रा. जगदीश बारोटे अवतारनी पोस्ट मुकी कथाओनी पोल खुली करेल छे…

    Liked by 1 person

  17. જગદીશભાઇ, આપણા રુષિ મુનિઓએ અકર્મણ્યનો ઉપદેશ આપ્યો હોય એવુ મને લાગતુ નથી. આપણા મનીષીઓ સંસારી હતા. વનમાં સહકુટુંબ રહેતા હતા.એટલે ચુસ્ત બ્રહ્મચર્યનો ઉપદેશ એનો ન હોય.એ ભિક્ષા નહોતા માગતા. મતલબ સ્વાવલંબી હતા.આશ્રમોમા ખેતી ને પશૂપાલન થતુ હશે.એમની ગાયો રસ્તાપર નહિ રખડતી હોય કે કચરો,પ્લાસ્ટીકની બેગો ખાઇને નહિ પેટ ભરતી હોય.એલોકો સત્ય ને સ્પષ્ટવકતા હશે કેમકે એપોતાના ભરણપોષણ માટેકોઇના ઓશીયાળા નહિ હોય.સો વરસ જીવવાની કામના. પણ પથારીમા પડી, સડી કે રિબાઇને કે બીજા પર બોજા રુપ બનીને નહી. એવા આપણા સંસારીસાધૂઓ આપણને નસીબવાદી કે પ્રારબ્ધવાદી બનવાનો રાહ બતાવે જ નહી.હા, બાળક જેવી અસહાય હાલતમા માબાપની માફક જતન કરે પણ બાળક જેમ વયમા વધે એમ માબાપ પરનુ એનુ અવલંબન ઓછુ થતુ જાય એ પ્રમાણે આપણે દરેક વખતે હાથ જોડીને ઉભા રહીએ ને કશુ કર્યા વિના માગ માગ કરીએતો ભગવાનને પણ નગમે એ જ વિમલા હિરપારા

    Liked by 1 person

Leave a comment