ભગવાન કે નામ પે એક ‘બાબા’ દે દે !

–સંજય છેલ

ટાઈટલ્સ

દુનીયાના પાગલો ‘શુદ્ધ પાગલો’ છે;

પણ ભારતમાં તો ‘આધ્યાત્મીક પાગલો’ છે !

પરસાઈ

સન્ત કબીરે એક બકરી પાળેલી. બકરી બાજુના મન્દીરમાં જતી ને પ્રસાદ ખાઈ જતી. મન્દીરના મહન્તે કબીરજીને ફરીયાદ કરી કે બકરી મન્દીરમાં આવીને ત્રાસ કરે છે. કબીરે શાન્તીથી કહ્યું, ‘બકરી જાનવર છે, એ જતી હશે મન્દીર કે મસ્જીદમાં.. હું તો નથી જતો !આ કટાક્ષ મન્દીર–મસ્જીદ પર નથી; પુજારીઓ–મૌલવીઓ–સાધુ–બાબાઓ પર છે. હમણાં બીહાર ચુંટણી વખતે જેડીયુ નેતા નીતીશ કુમારનો એક વીડીયો ફરી રહ્યો છે, જેમાં તાન્ત્રીક–ઓઘડબાબા સાથે નીતીશ કુમારને દેખાડ્યા. નીતીશના વીરોધી એટલે કે બીજેપીવાળાઓએ બાબાકાંડની વાત બહુ ચગાવી. પણ જે નેતાઓ આજે નીતીશ કુમારની ટીકા કરે એ ભુતકાળમાં આસારામબાપુ જેવા રેપના આરોપીને પગે પડતા હોય એવા ફોટો–વીડીયો પણ રેકોર્ડ પર છે.. કારણ કે આ દેશમાં દરેક પૈસાવાળી ફેમીલી કે સત્તાશાળી માણસ પાસે પોતાનો પર્સનલસાધુ–બાબા હોય જ છે. આ આજની વાત નથી. ઈન્દીરા ગાંધી પણ સ્વામી ધીરેન્દ્ર બ્રહ્મચારીથી લઈને ચન્દ્રાસ્વામી જેવાઓના ચક્કરોમાં હતાં.

બાબાઓ માટેની શરણાગતીનું સર્ટીફીકેટ સમાજ આપે છે. આમ પણ ઈશ્વર વીશે અમે ‘પાર્ટટાઈમ’ શ્રદ્ધાળુ છીએ એટલે ચમત્કારો, પરચાં વગેરે સમજવું એ અમને ઈન્કમટેક્સ રીટર્નફોર્મ ભરવા જેવું અઘરું લાગે છે. મરાઠી વ્યંગલેખક પુ. લ. દેશપાંડેએ એમના નાટકમાં પાખંડી સાધુ માટે શબ્દ વપરાયેલો : ‘ધ.ધુ.પ.પુ.’ એટલે કે ‘ધર્મ–ધુરંધર–પરમ–પુજ્ય’ આપણને 21મી સદીમાં પણ ધધુપપુઓની હજી જરુર કેમ પડે છે ?

કહે છે સૃષ્ટીની શરુઆતમાં, એક તળાવમાં ઘણા બધા દેડકાઓ હતા અને આપસમાં બહુ લડતા–ઝઘડતા. તો એક બુઢ્ઢા દેડકાએ કહ્યું કે આપણાં સૌ પર ભારી થાય એવી એક શક્તીની જરુર છે, જે ઈશ્વરનું પ્રતીનીધીત્વ કરે. બધા દેડકા પ્રાર્થના કરવા માંડયા. એવામાં તળાવમાં ઝાડ પરથી એક ડાળી પડી અને બધા દેડકા એમ માની બેઠા કે ‘લો, ભગવાન ને હમારી સુન લી. એક પ્રતીનીધી મોકલી આપ્યો.’ પછી તો એ ડાળખીને રાજા માનીને દેડકા શાન્તીથી જીવવા માંડ્યા. આપણને સૌને પણ કદાચ ડોકી નમાવવા કોઈક બાબા નામની ડાળખીની જરુર પડે છે.

થોડાં વરસ અગાઉ સત્યસાંઈબાબાના મૃત્યુ પછી ધર્મ, ચમત્કાર અને સમાજસેવા વગેરે વીશે બહુ બાલીશ વકીલાતો કૉલમોમાં, મીડીયામાં ચાલેલી કે એમણે બહુ સારાં કામ કરેલાં. ચલો, માન્યું કે જેવી જેની શ્રદ્ધા; પણ આ સાધુ–બાબાઓ એટલે કોણ ? જે હાથમાંથી રાખ કે મોંમાંથી સોનાનાં શીવલીંગ કાઢે એ ? પછી એ ચમત્કારોમાંથી પેદા કરેલા અરબો રુપીયામાંથી થોડુંક આપીને હૉસ્પીટલો બનાવે એટલે એમનાં ધતીંગો માફ ?

ઈન્ટરવલ

એવી અસર જોઈ નથી વર્ષોની ઈબાદતમાં,

બે જામમાં તુર્ત જ જીવન બદલાય છે, સાકી !

…મરીઝ…

એક પ્રખર ઋષી હતા. તપનું બળ એવું કે તપ કરતી વખતે ઝાડ પરની ચકલીએ અવાજ કર્યો કે આંખો વડે ચકલીને ભસ્મ કરી નાખી. એ ઋષી એક વાર એક ગામમાં ભીક્ષા માગવા ગયા. એ ઘરમાં પતીવ્રતા સ્ત્રી, વર્ષોથી બીમાર પડેલાં પતીની સેવા કરી રહી હતી. એણે ઋષીને બે મીનીટ રોકાવા કહ્યું. ઋષીને ગુસ્સો આવ્યો, આંખો ખોલીને પેલીને ભસ્મ કરવા ગયો કે તરત સ્ત્રી બોલી, ‘જુઓ, હું મારું કર્મ કરું છું, મારા પર ક્રોધ ના કરો. હું કાંઈ જંગલની ચકલી નથી કે ભસ્મ થઈને રાખ થઈ જાઉં !’ ઋષીનો અહંકાર જ રાખ થઈ ગયો ! અમને આવી ‘રાખ’વાળી વાર્તાઓમાં વધુ મજા પડે છે; કારણ કે પેલી સ્ત્રીમાં ‘કર્મના તપ’ની શુદ્ધ રાખ છે, જે બાબાઓનાં હાથમાંથી નીકળતી રાખમાં નથી.

એક જમાનામાં પુરાણોમાં દાનવો, દેવતાનું રુપ લઈને આવતા અને માણસોને ઠગી જતા.. હવે માણસો દેવતાઓનું રુપ લઈને આવે છે ને ઠગે છે. કાળાનાણાંની વાત ભુલી જાવ; પણ એ બાબાએ કેવાં સારાં કામ કર્યાં છે, બોલો ? એવું આ ગરીબ દેશના ગરીબ લોકોનું ગરીબ લોજીક છે. ચમત્કારોમાં શ્રદ્ધા છે એવું કબુલવાની હીમ્મત નથી; એટલે ઉલટા લોજીકથી કેટલાંક પાખંડને બીરદાવે છે ! ચતુર લોકોનો આત્મા ફોલ્ડીંગ ખુરશી જેવો હોય છે; ગમે ત્યારે સંકેલી લે અથવા ખોલીને દલીલો કરે. અહીંયાં દરેકને શોર્ટકટથી સુખ મેળવવા એક ધધુપપુ જોઈએ જ છે. સૌ મનોમન ભીખ માગે છે કે, ‘ભગવાન કે નામ પે એક ‘બાબા’ દે દે !’

સત્યસાંઈબાબા જેવા ચમત્કારીઓ મોંઘી રોલેક્સ ઘડીયાળો પોતાના હાથમાંથી કાઢતા ! અમને આપી હોત તો અમે કહ્યું હોત કે, સોરી બાબા, ઘડીયાળ નથી જોઈતી. એમ પણ અમે ટાઈમ પર પહોંચી નથી શકતાં. વળી આ મોંઘી રોલેક્સ ઘડીયાળ બગડશે તો રીપેર કરાવવા તમારે ત્યાં જ આવવું પડશે; કારણ કે જો તમારા શરીરમાંથી ઘડીયાળ નીકળે તો એનું સર્વીસ સેન્ટર પણ તમારી અન્દર જ હોવું જોઈએ ને ? કહે છે બાબા, મોંમાંથી સોનાનું શીવલીંગ પણ કાઢતા. અમે હોત તો કહેત કે મને 24 કેરેટનું નોર્મલ સોનાનું બીસ્કીટ જ કાઢી આપોને ! ગોલ્ડ બીસ્કીટમાંથી મારે જે ઘરેણું બનાવવું હશે એ બનાવી લઈશ ! થાય છે કે બાબાએ ગોલ્ડ બીસ્કીટને બદલે ગ્લુકોઝ બીસ્કીટો કાઢ્યાં હોત તો આ દેશનાં કેટલાં ભુખ્યાંઓને પેટ ભરવા કામ આવત ! ખરું ને ? અને એ, સાવ રાખ શા માટે કાઢી બતાડતાં ? રોલેક્સ ઘડીયાળ પહેરી શકાય, વેચી શકાય, સોનાનું શીવલીંગ પુજી શકાય; પણ રાખનો શો ઉપયોગ ? અગાઉ રાખ, વાસણ માંજવા કામ આવતી; પણ આજે એનો શો ઉપયોગ ? આવા બાબા અને આવા ચમત્કારો તો ઠીક; પણ અમને તો ખુદ ઈશ્વર પોતે પણ સમજાતો નથી ! એ પોતે ડાયરેક્ટ આવીને લોકોને કેમ મળતો નથી ? જ્યારે જ્યારે ધર્મની ગ્લાની થશે ત્યારે આવીશ એમ કહીને પ્રભુજી ગયા તે ગયા ! હવે સ્વીસ બૅંકના પૈસાની જેમ પાછાં આવતાં જ નથી !

લોકો કહે ઘણાં બાબા લોકો સમાજમાં બહુ કલ્યાણનું – ડોનેશનનું કામ કરે છે. 1975માં ઈમરજન્સી વખતે કવી નાગાર્જુન જેવા અનેકોએ ઈંદીરા ગાંધી વીરુદ્ધ ખુબ લખેલું, જેમ કે ‘ઈંદીરાજી, ક્યા હો ગયા હૈ આપ કો? ક્યા ભુલ ગઈ અપને બાપ કો ?’ ઈંદીરાજીને ‘ડીક્ટેટર, ખુની, હત્યારીન’ વગેરે વગેરે કહેલું.. પણ પછી જેવાં ઈંદીરાજી ફરીથી પ્રધાનમન્ત્રી બન્યાં, ત્યારે એ જ બધા કવીઓએ, એમને હાથે, રોકડા અને પુરસ્કારો સ્વીકારી લીધાં અને તર્ક આપ્યો, ‘ક્યું ન લે ભાઈ, યે તો જનતા કા પૈસા હૈ !’ આવા બાબાઓ કે ધ.ધુ.પ.પુ.ઓનાં દાન પાછળ પણ એજ તર્ક ઉંધી રીતે લાગુ પડે છે. બાબાઓ જનતાનાં પૈસા જનતાને પાછા વાળે છે અને લેખકો જેવા લોકો પણ અંજાઈ જાય છે. મોટા નેતાઓ, ક્રીકેટરો કે ફીલ્મસ્ટારો બાબાઓને પુજતાં હોય તો એ મહાન હશે જ ને ? એવી દલીલો થાય છે. કોઈ પણ રસ્તે કમાયેલા પૈસાને સમાજસેવામાં આપવાની જ વાત હોય તો બીલ ગેટ્સે કે વોરન બફેએ તો પોતાની કમાણીમાંથી દુનીયાભરમાં અગણીત ડૉલરોનું દાન કર્યું છે. તો શું હવે બીલ ગેટ્સનેય આપણે ‘બાબા બીલ ગેટ્સ’ કહીશું?

હા, ‘પત્થર પુજે દેવ મીલૈ તો મૈં પુજું સારા પ્હાડ’વાળી થીયરીને અમે સલામ કરીએ છીએ. પથ્થર પર, બાવળ પર, બુલંદી પર, મન્દીર પર, દરગાહ પર ક્યાંય પણ કોઈનેય શ્રદ્ધા હોઈ શકે છે. પણ અમને તો અમારી ખોવાઈ ગયેલી પેન કે પાસબુક કે પેનકાર્ડ નથી મળતાં તો ઈશ્વર શું ખાખ મળવાનો ? પણ આ ખાખ કે રાખ કાઢવી, સોનાની આઈટેમો કાઢવી, હવામાં ઉડવું આ બધી સ્પેશ્યલ ઈફેક્ટો સમજાતી નથી. સત્તાધારીને તો છોડો; પણ આપણે બધાય ઈશ્વરના એડ્રેસની ખોજમાં છીએ. ખબર નહીં કેમ, ઈશ્વરે એડ્રેસ છુપાવી રાખ્યું છે. આપણે સૌ આટલા યુગોથી ભટકીએ છીએ પણ થાક્યા નથી.

એન્ડ ટાઈટલ્સ

ઈવ : તેં ઈશ્વરને જોયો છે ?

આદમ : મને શી ખબર ? હું તો હમણાં જ ઉઠ્યો છું !

–સંજય છેલ

‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની તા. 01 નવેમ્બર, 2015ની રવીવારીય પુર્તીમાં, પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘મોજ મસ્તી’માંથી, લેખકશ્રીના અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : શ્રી. સંજય છેલ    –મેઈલ :  sanjaychhel@gmail.com

અભીવ્યક્તી.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads  વેબસાઈટ તેમ જ ગુજરાતી– ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/ પર મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉન લોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચકમીત્રો મને  govindmaru@yahoo.co.in  પર, પોતાના નામ સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… 

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ,  નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. નવસારીપોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 12/02/2016

15 Comments

  1. It is a very good article for reading and thinking too. Nobody wants to know the truth in life. No wonder they get cheated by these people.

    Thanks,

    Pradeep H. Desai

    USA

    Liked by 2 people

  2. As usual, it is an eye opening article and food for thought. This scenario is not limited to India only, but worldwide, including most advanced and educated countries of the world. Hindus, Muslims, Christians etc. religious mafias,- all are involved in this “baba bakhad jantar”. All these dramas are for money sake i.e. “Sabka Sapna, Money Money.”

    Qasim Abbas

    Liked by 4 people

  3. આર્ટીકલ વાંચવા પહેલાં જે યાદ અાવ્યુ તે લખી નાંખું અેમ લાગ્યુ….‘ મંદિર અેક યુનિક જગ્યા છે કે જ્યાં મંદિરની બહાર ગરીબ, ભૂખ્યા ભીખ માંગે છે અને મંદિરની અંદર પૈસાદાર ભીખ માંગે છે.‘
    વઘુ લેખ વાંચ્યા બાદ….
    અમૃત હઝારી.

    Liked by 2 people

  4. લોભીયા હોય ત્યાં ઘૂતારા ભૂખે ના મરે. લોભનો પ્રકાર જુદો જુદો હોય પરંતુ ઘૂતારાની જમાત ઉલ્લુ બનાવવામાં અેક્ષપર્ટ હોય છે. પેલાં લોભીયાને પોતાને જ જો ઉલ્લુ બનવું હોય તો પછી બીચારો ઘૂતારો શું કરે ? ‘ આજા ફસા જા ?‘
    પેલા વચન આપનારના વચન પાળવાની રાહ જોતાં જોતા યુગો વિતી ગયા પરંતુ લોભીયાઓને અક્કલ ના આવી તે ના જ આવી. હજી કેટલાઅે સલાહ આપનારા જન્મી જન્મીને મરી ગયા કે, ‘ પરકી આશ સદા નિરાશ‘ પરંતુ રામ ભરોશે ….હોટેલમાં ઘરાકોની…ભૂખ્યાની , લોભીયાની આવન જાવન ચાલુ જ છે. કથાકારો હઠેળીમાં ચાદ બતાવે છે. વિજ્ઞાને કેટલાંઅે પ્રશ્નોના સચોટ જવાબો આપ્યા છે.
    પોતામા હાથે જ પોતાનું ભલુ કરી શકાય જેવી ફીલોસોફી કરનારા પણ ….ડોક્ટરો, અેન્જીનીયરો, સાયન્ટીસ્ટો, વેપારીઓ, પોલીટીશીયનો….‘ ચાવવાના અને દેખાડવાનાં‘ હંમેશા જુદા રાખીને ફરતાં હોય છે.
    પરદેશમાં કે બીજા ઘર્મોમાં શું થાય છે તેની ચિંતા પછી કરીઅે પહેલાં પોતાનું બળતું ઘર બચાવીઅે.
    મ્યુઝીયમ જેવાં મંદિરો બાઘીને ચાર દિવાલોમાં અને દરવાજામાં બંઘ પથ્થરના કહેવાતા ભગવાનને નામે મંદિરો બાંઘનાર વેપારીઓ અને પુજારીઓ ભગવાનના આશિર્વાદથી માલેતુજાર બને છે અને લોભીયા ભૂખીઅાગજવા ખાલી કરીને આશાના વોટરબબલમાં ફસીને ઓક્ષીજન મળવાની રાહ જોતો જોતો આ ફાની દુનીયાને છોડી જાય છે અને જતીવેળા તે પોતાના છોકરાઓને અા આશાની હવાઇ મીલ્કત જાગીરીમાં આપતો જાય છે.

    કટાક્ષમાં મારે કહેવું છે કે ‘ પ્રભુ સૌ લોભીયાનું ભલુ કરે‘ અને જ્યારે તે લોભીયાની ભૂખ સંતોષાય ત્યારે તેને સદબુઘ્ઘિ પણ આપે. કારણ કે ભગવાન બુઘ્ઘ કહી ગયા છે કે ‘ ભૂખ્યાને સલાહ અાપવી નહિ.‘

    ‘ તું જ તારો મારક અને તું જ તારો તારક. ‘
    ‘ જબ અપને હાથ હો તકદીર કી કિતાબ, ક્યા ક્યા લીખા કરેંગે વો અબ આપ સોચીયે.‘
    ‘ તું જ તારો મારક અને તું જ તારો તારક.‘

    અમૃત હઝારી.

    Liked by 4 people

  5. Tame game te lakhya karo..Surat jilla ne emne mathe ek Babo kayam joie ne joie j!..Maro 50 varsh no anubhav chhe ,karan hun tyano j vatani chhu.

    Liked by 1 person

  6. Aa Duniya ma Paisaa vara thavoo hoi to BABA bani jaav. No education, no degree, and fiker of anything… Na aage na pichhe, na uper na koi niche….. Lage raho. Prajaa to zakh maari ne namvaa ni j chhe….

    Kiyaare aa badhu atakse? Saachoo poochho to aa Baba o ye to Jadoogar na pet per pan chhoori fervi didhi….. Koi jadoogar shanti thi be paisaa kamaai sakto nathi kem ke Baba o na jadooaval thai giya chhe…..

    Liked by 2 people

  7. ખુબ સુંદર લેખ. એકે એક વાક્ય સોંસરું ઉતરી જાય તેવું છે, ફરીથી અહીં ટાંકવાં જેવાં છે. પણ માત્ર એકબે ફરીથી લખું છું: “દુનીયાના પાગલો ‘શુદ્ધ પાગલો’ છે; પણ ભારતમાં તો ‘આધ્યાત્મીક પાગલો’ છે !” “આપણને સૌને પણ કદાચ ડોકી નમાવવા કોઈક ‘બાબા’ નામની ડાળખીની જરુર પડે છે.” “એક જમાનામાં પુરાણોમાં દાનવો, દેવતાનું રુપ લઈને આવતા અને માણસોને ઠગી જતા.. હવે માણસો દેવતાઓનું રુપ લઈને આવે છે ને ઠગે છે.”
    હાર્દીક આભાર અને ધન્યવાદ ભાઈશ્રી સંજય છેલને તથા ગોવીંદભાઈ તમને પણ મહત્ત્વના લેખની પસંદગી કરી અમને પહોંચાડવા બદલ.

    Liked by 2 people

  8. Updesh nahi sachot ane gale utare tevi rite jagruti mate no abhinadniy prayash, lekh ni vedhakta hurgay sosari utari jay tevi chhe samaj mate jaggrutini mashalchi banva khuddari sathe taiyari joyiye je aaj ni pethi ma nathi vada mathi bahar avvu nathi matra dol karvo chhe sanjay chel ni vato vicharva mate nathi jivanma utarava mate chhe…
    Aa blog na jagruti mate na prayas ne Abhinadan sathe birdavu chhu…
    Jitendra Padh
    USA

    Liked by 2 people

  9. Saras lekh parcha ma mannari praja ne hajupan yada yada hi…………tadatmanam sujamyaham. Par shradhdha chhe ane tethij temne aava dhongi bavtaoma bhagvan dekhai chhe. Pan jate koiye krushna banvu nathi.

    Liked by 2 people

  10. very true fact, but still simple matter regarding God can not be understood even after AKHO, KABIR, CHARVAK and many more have said in this regard.
    Required to find out the way to convince people. Perhaps we all living life like ” Folding Chair ” So desired result can not be brought?
    M D Maurya,

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s