ધર્મ અને ધાર્મીકતા વચ્ચેનો ભેદ સમજવો જરુરી છે

–બીરેન કોઠારી

2016ના આગમન સાથે એક તરફ એકવીસમી સદી સોળ વર્ષની નવયૌવના બની હોવાની મુગ્ધ, ગળચટ્ટી વાત કરવામાં આવે છે. એ રીતે આપણે આગળ વધ્યા હોવાનું ગૌરવ પણ લેવામાં આવે છે. બીજી તરફ એવા સમાચાર જાણવા મળે છે કે આપણને થાય કે એકવીસમી સદીના દોઢ દાયકાની સમાપ્તી પછી પણ આપણી ગતી ખરેખર કઈ તરફની છે ? એ જાણીને નવાઈ લાગે, ચીન્તા થાય અને પુનર્વીચાર કરવા જેવો પણ લાગે.

એક અહેવાલ મુજબ તમીલનાડુનાં મંદીરોમાં 2016ના નવા વર્ષથી ડ્રેસ કોડ લાગુ પાડવામાં આવ્યો છે. એ મુજબ સ્કર્ટ, લેગીંગ કે હાફ પેન્‍ટ જેવાં એટલે આધુનીક ગણાતાં વસ્ત્રો પહેરેલી મહીલાઓ પ્રવેશને પાત્ર ગણાશે નહીં. ખરેખર તો વરસોથી ત્યાંનાં મોટાં ભાગનાં મન્દીરોમાં એ કાયદો છે કે પુરુષોએ ધોતી અને મહીલાઓએ સાડી પહેરીને જ પ્રવેશ કરવો. હવે આ નીયમના અમલ માટે ચુસ્તી દેખાડવાનો આદેશ હાઈકોર્ટની બેન્‍ચ દ્વારા આપવામાં આવ્યો છે. નાગરીકોને સ્પર્શતા, તેમના મુળભુત હકો કે સવલતો સાથે સંકળાયેલા અનેક મુદ્દાઓને બદલે મન્દીરોમાં ડ્રેસ કોડ જેવી બાબતોમાં હાઈ કોર્ટે દરમીયાનગીરી કરવી પડે એ કેવી વક્રતા !

આ સમાચાર વાંચીને વીચારવું રહ્યું કે શું આપણી ધાર્મીકતા હજી સુધી વસ્ત્રોમાં જ અટવાયેલી રહી છે ? સૌન્દર્ય માટે કહેવાય છે કે એ જોનારની આંખોમાં હોય છે. પવીત્રતા અને ભક્તીભાવ બાબતે પણ એમ જ કહી શકાય. એ જે તે વ્યક્તીના મનમાં હોય છે. વસ્ત્રો સાથે તેને શી લેવાદેવા ?

મન્દીર એક જાહેર સ્થળ છે અને ત્યાં અનેક લોકોની આવનજાવન રહેતી હોય છે. સમયના બદલાવાની સાથે વસ્ત્રપરીધાનની શૈલી પણ બદલાતી રહે એ સ્વાભાવીક છે. રોજબરોજનાં વસ્ત્રોમાં ફેશનની સાથેસાથે હલનચલનની અનુકુળતા મુખ્ય હોય છે. વીસમી સદીના છેલ્લા દાયકામાં વૈશ્વીકીકરણ પછી દરેક ક્ષેત્રે પરીવર્તન અકલ્પનીય રીતે ઝડપી બન્યું છે, જેની અસર જીવનશૈલીનાં અનેક પાસાંઓ પર પડી રહી છે. ઘણાં પરીવર્તનોને લોકો છુટથી અપનાવતા અને સ્વીકારતા થયા છે. આવા માહોલમાં કેવળ વસ્ત્રોના પ્રકારને લાયકાત ગણીને પકડી રાખવામાં આવે ત્યારે થાય કે આપણે બે ડગલાં આગળ વધીને ચાર ડગલાં પાછળ જઈ રહ્યા છીએ.

વસ્ત્રોની સાથેસાથે બીજી પણ ઘણી બાબતોની ચુસ્તતા, અનેક સમ્પ્રદાયોના અભીન્ન ભાગ અને ઓળખ જેવી છે. તમીલનાડુનાં મન્દીરોની એકલાંની વાત શા માટે કરવી ? લગભગ દરેક મન્દીરમાં મહીલાઓને માસીકચક્ર દરમીયાન દર્શનનો નીષેધ કરવાથી લઈને તેમણે ગાઉન, સ્કર્ટ જેવાં વસ્ત્રો પહેરીને દર્શન માટે ન આવવું, જેવી હાસ્પાસ્પદ લાગતી; પણ આદેશાત્મક સુચનાઓ લખાયેલી જોવા મળે છે. આ સુચનાઓ વાંચીને એમ જ લાગે કે મન્દીરો આપણા દેશના બંધારણથી પર છે. આવી સુચનાઓ વાંચીને નહીં; પણ તેના ભંગથી કોઈની ધાર્મીક લાગણી દુભાઈ જતી હોય તો એવી વ્યક્તીઓએ ધર્મ અંગેની પોતાની સમજણને નવેસરથી કેળવવી રહી.

ઘણા સમ્પ્રદાયોમાં મહીલાઓ સાથે કશા વ્યવહારનો તો ઠીક; તેમને જોવાનો પણ બાધ હોય છે. અને આ મહીલાઓમાં એક મહીનાની બાળકીથી લઈને સો વર્ષની વૃદ્ધા સુધીની ઉંમરની શ્રેણીનો સમાવેશ થાય છે. આ વીભાવના પાછળ મુળભુત રીતે સમ્ભવીત વીજાતીય આકર્ષણને ટાળવાનો હેતુ હોય છે, જેથી ધર્મના મુળભુત હેતુમાંથી નીષ્ઠા ચલીત ન થાય. પણ આનો અમલ એ હદે જડતાપુર્વક કરવામાં આવે છે કે હસવું આવે. જે તે સમ્પ્રદાયના સાધુઓનું આગમન યજમાનના ઘરે થાય ત્યારે ઘરની તમામ ઉંમરની મહીલાઓ રસોડામાં પુરાઈ જાય છે અને રસોડામાંથી વીવીધ ખાદ્ય ચીજો સમયાન્તરે મોકલતી રહીને સન્તોની આગતાસ્વાગતા કરે છે. આ વ્યવહાર એટલો સ્વીકૃત અને સાહજીક બની ગયો છે કે બન્ને પક્ષોમાંથી કોઈને આમાં કશું અજુગતું લાગતું નથી. અને છતાં પોતાનો સમ્પ્રદાય અત્યન્ત પ્રગતીશીલ તેમ જ સમય સાથે તાલ મીલાવનારો હોવાનો મીથ્યા સન્તોષ ગૌરવની હદે લેવામાં આવે છે. જે તે સમ્પ્રદાયના સાધુઓ પોતે પોતાના સમ્પ્રદાયના આદેશ મુજબ સંયમ ભલે પાળે ! પણ તે બીજાઓ પર લાદવાની શી જરુર ? એટલો સાદો વીચાર તેઓ કરતા નથી. પોતાના વ્રતપાલનને કારણે અન્યોએ કોઈક ઓરડામાં પુરાઈ રહેવાનું ! અને એમ હોય તો એ વ્રતના પાલનમાં ખુદને શંકા કે અવીશ્વાસ છે, એમ આપોઆપ પુરવાર થાય. સૌથી નવાઈની, અને આજના જમાનામાં તો આઘાતની લાગે એવી બાબત એ છે કે, પોતાને કેવળ મહીલા હોવાને નાતે અન્દર ફરજીયાત પુરાઈ રહેવાનું આવે છે એની મહીલાઓની ખુદની સ્વીકૃતી. બીજી અનેક બાબતોમાં સ્વતન્ત્રતા ઈચ્છતી મહીલાઓને આમાં ધાર્મીકતાનું અનુસરણ દેખાય છે; જાતીભેદ કે લીંગભેદ નહીં.

ધર્મ અને ધાર્મીકતા બન્ને અલગ બાબતો છે. આપણે ધાર્મીકતાને ધર્મ સમજીને જીવી કાઢીએ છીએ. તેને પરીણામે અનેકાનેક બાહ્યાચાર, તેનું જડતાપુર્વકનું પાલન અને તેમાંથી શોધેલી છટકબારીઓ દ્વારા કરાતાં સગવડીયાં અર્થઘટનો થકી, ધર્મપાલનનો સન્તોષ લેતા રહીએ છીએ. આ બાબત, ખરું જોતાં મોટા ભાગના ધર્મોને લાગુ પાડી શકાય. કેમ કે, છેવટે જે તે ધર્મ તેના હાર્દને બદલે તેના બાહ્યાચાર થકી જ ઓળખાતો રહે છે. આવા બાહ્યાચાર, મોટે ભાગે સ્વઓળખનો હીસ્સો બની રહેતા હોવાથી તેને વળગી રહેવાનું ઝનુન પણ વધુ હોય છે. ક્યાંક એ ઝનુન સાત્ત્વીક રીતે પ્રગટે, ક્યાંક તામસી રીતે કે ક્યાંક રાજસી રીતે; પણ તેની આક્રમકતામાં ભાગ્યે જ કશો ફરક હોય છે.

ધર્મને સ્પર્શતા તમામ મુદ્દા એ હદે સંવેદનશીલ હોય છે કે તેની યોગ્યાયોગ્યતા વીશે ખુલ્લી ચર્ચા ભાગ્યે જ કરી શકાય. અને હવે તો ગમે એ બાબતને ધર્મ સાથે સાંકળીને તેને સંવેદનશીલ બનાવી દેવામાં આવે છે. આવા સંજોગોમાં સમુહને અનુસરવાને બદલે, વ્યક્તીગત સ્તરે ધર્મ વીશેની સાચી સમજણ કેળવીએ અને તેનો અમલ કરી શકીએ તોય ઘણું ! સમાજ પુરુષપ્રધાન છે એ હકીકત છે; પણ ધર્મ પુરુષપ્રધાન ન હોઈ શકે. સૌ માટે સમાન હોય એ જ ખરો ધર્મ. આટલી પાયાની સમજણ કેળવાય, દૃઢ થાય અને તેના અમલીકરણ તરફ પ્રયત્ન થાય ત્યારે ધર્મની સમજણ તરફની ગતી યોગ્ય દીશાએ છે એમ મનાય.

–બીરેન કોઠારી

‘ગુજરાતમીત્ર’, દૈનીકમાં દર ગુરુવારે ચીન્તક–લેખક શ્રી. બીરેન કોઠારીની લોકપ્રીય કટાર ‘ફીર દેખો યારોં’ નીયમીત પ્રગટ થાય છે. તા. 07 જાન્યુઆરી, 2016ની એમની કટારમાંનો એમનો આ લેખ, લેખકશ્રીના અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર… ..ગોવીન્દ મારુ..

લેખક–સમ્પર્ક : 

Biren Kothari, A/403, Saurabh Park, B/h Samta Flats, Subhanpura, Vadodara-390 023.  Mobile : +91 98987 89675

બ્લૉગ :  Palette – (અનેક રંગોની અનાયાસ મેળવણી) http://birenkothari.blogspot.in  ઈ.મેલ : bakothari@gmail.com

અભીવ્યક્તી.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads  વેબસાઈટ તેમ જ ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/   પર  મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચકમીત્રો મને  govindmaru@yahoo.co.in  પર, પોતાના નામ સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ  https://govindmaru.wordpress.com/   વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… 

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 26/02/2016

25 Comments

 1. કાચા મનોબળવાળા ગુરુઓ અને શિષ્યો વડે ચલાવાતા સંપ્રદાયોના અનુયાયીઓને લાગતું હશે કે ભગવાનનું મનોબળ પણ તેમના મનોબળ જેવું કાચું હશે? તેથી તેઓ ભગવાનને બચાવવા આવા બેહુદા નિયમો બનાવતા હશે?

  Liked by 2 people


 2. ધર્મ” અત્યારે તો ઍક બજારૂ, વેપારી, ધન્ધાર્થી અને પૈસા કમાવવાનું સાધન બની ગયેલ છે. કોઈ પણ ધર્મના આ કરોડપતી વેપારીઑને ઍટલે કે તેમના કહેવાતા ધર્મગુરૂઓને જુઓ, તો રંગબેરંગી કપડાઓ નો ભન્ડાર લાગે છે, કારણકે તેઓ બીજા સામાન્ય મનુષ્યો કરતા અલગ દેખાવાનું પસંદ કરે છે. તેઓ પોતાને સૌ થી ઉત્તમ મનુષ્ય સમજે છે.

  રહી ધાર્મિકતા, તો ઍ તો મનુષ્ય ના હ્રદય માં વસે છે. તેના માટે મંદિર મસ્જીદ કે ચર્ચમાં જવાની જરૂરત નથી.

  કાસીમ અબ્બાસ

  Liked by 3 people

 3. મિત્રો,
  ફરી પાછુફરી ફરીને ઘર્મના નામને વાગોળવાનું ચક્ર ઉભુ થયુ. બીરેનભાઇ કહે છે કે ઘર્મ અને ઘાર્મિકતા , બન્ને અલગ બાબતો છે.. ઘર્મ અે નામ (નાઉન) છે. અને ઘાર્મિકતા અે ઘર્મને નામે શ્રઘ્ઘાથી ક્રિયાનું….. ક્રિયાપદ તરીકે કર્મ કરવાની ક્રિયા છે.
  થોડા બીજા શબ્દો આ વાત સમજાવવા માટે મદદરુપ થઇ શકે. દા.ત. ઘર્માંઘતા, ઘર્મભિરુતા, ઘર્માચરણ, ઘર્માત્મા, ઘર્માઘ્યક્ષ, ઘર્માઘિકારી, ઘર્માલય, ઘર્માશન, ઘર્મોપદેશ, ઘર્માંતર…..વિ…વિ…
  ઘર્મ અને ઘાર્મિકતા કરતાં પૂજા, પાઠ પણ અેકદમ ભિન્ન વસ્તુ છે. પૂજા,પાઠ વિ…ઘર્મ નથી…તે ઘર્મના નામ હેઠળ ‘ ભગવાનને‘ પૂજવાની…અને રિઝવીને શુભફળ પામવાની પ્રવૃત્તિ છે. અહિં શ્રઘ્ઘા હોવી જરુરી છે. ફળ મળે કે નહિ તે પછીની વાત છે.

  http://WWW.gotquestions.Org gives following details for the words, Religion, Religiosity or Religiousness……
  Religiosity: Religiosity can mean “piety” or ” the state of being religious”, however, for the purpose of this articles, we will consider the secondary definition of ” the exaggerated embodyment of certain aspects of religious activity.” To be religious is to be ” excessively or sentimentally religious.” or ” to practice one’s religion in a middlesome way. Thus religiosity is characterized by excessive involvement in religious activity.”
  ( ઘર્માંઘતા કહેવાય ?)
  What is true religion ? : Religion can be defined as ” belief in God or gods to be woreshipped, usually expressed in conduct and ritual, or ” any specific system of belief, woreship etc,often involving a code of ethics….”

  આ વ્યાખ્યાઓ અંગ્રેજીમાં છે જે ગુજરાતીમાં અપાયેલી વ્યાખ્યા સાથે સરખાવવા માટે જ મેં આપી છે.

  ગાંઘીજીની આત્મકથા : અઘ્યાય: ૩: કર્મયોગ : શ્લોક: ૩૫. ગુજરાતીમાં. : બીજાના ઘર્મને આચરવો સહેલો હોય અને પોતાનો ઘર્મ વિગુણ હોય,……..
  અઘ્યાય: ૪ : કર્મબ્ર્હમાપણ યોગ: શ્લોક ૭ : યદા યદા હિ ઘર્મસ્ય……..
  અઘ્યાય: ૧૦ : ઘર્મની ઝાંખી : અહીં ઘર્મનો ઉદાર અર્થ કરવો જોઇઅે. ઘર્મ અેટલે આત્મભાન, આત્મજ્ઞાન….મારો જન્મ વૈષ્ણવ સંપ્રદાયમાં, અેટલે હવેલીઅે જવાનું વખતો વખત બને. પણ તેને વિષે શ્રઘ્ઘા ઉત્પન્ન ન થઇ. હવેલીનો વૈભવ મને ન ગમ્યો. હવેલીમાં ચાલતી અનીતિનિ વાતો સાંભળતો તેથી તેને વિષે મન ઉદાસ થઇ ગયું. ત્યાંથી મને કંઇ જ ન મળ્યુ…….

  આટલા રેફરન્સીસ બાદ બીરેનભાઇઅે કહ્ય છે તેને જોઇઅે. મહિલા કે સ્ત્રી..પછી તે બાળકી હોય કે ઘરડી મહીલા….અલગ…તેમની નજરથી દૂર રાખવી…..વાહ ભાઇ…સીઘી સાદી વાત છે કે તે પોતે પણ અેક માતાની કૂખે જન્મેલો હતો….જન્મ લીઘા પછી કેટલે વરસે ડહાપણ આવ્યુ ?….સાયકોલોજીનો સીઘો સાદો નિયમ છે….જે અહિં લાગુ પડે છે…‘ જે વિષયને અેક માનવી પોતાનાથી કાયમ માટે દૂર રાખવા માંગતો હોય તેના મગજમાં તે વસ્તુ ચોવીસ કલાક, સાતે દિવસ રમતી રહે છે…તો જ તેને કોન્સટન્ટ યાદ રહે ંે કે તેણે આ વસ્તુથી દૂર રહેવાનું છે. ‘
  ટેસ્ટોસ્ટેરોનને જો કોઇ પુરુષ અેક સેકન્ડ માટે પણ પોતાનાથી દૂર રાખી શકે તો ચેલેંજ.

  હિંદુઓના ક્યા દેવ પરણેલા નથી ? દેવીઓની પૂજા કોણ નથી કરતું ?

  માણસને બદલે માનવ બનો…માનવતાને પોતાનો ઘર્મ બનાવો……..

  ગાંઘીજીની જેમ ખોટાને ખોટું કહેતા શીખો……સત્યના પુજારી બનો……

  આભાર….
  અમૃત (સુમન) હઝારી.

  Liked by 3 people

 4. Dress Code being enforced in Mandir….. Is people going to Mandir for sarvice or Fashion show? And why there are always people known as “Naga Baavaa” ?
  Is there also “Nagi Baavi’? Has any one has seen ‘Nagi Baavi’ in same concept as Naga Baavaa?

  First off: We Human totally misled by word “Dharm” (Religion). Everyone claim as Maro Dharm or my religion but do not know ‘Jack-shit’ about it.

  I do not believe that one needs to enforce dress code for Mandir- Masjid- Gurudhwara- or church. As a common sense, if you dress up ‘decent’ then it should be acceptable however, High-court or any legal authority has no right to enforce as such…..

  Liked by 2 people

 5. “સૌથી નવાઈની, અને આજના જમાનામાં તો આઘાતની લાગે એવી બાબત એ છે કે, પોતાને કેવળ મહીલા હોવાને નાતે અન્દર ફરજીયાત પુરાઈ રહેવાનું આવે છે એની મહીલાઓની ખુદની સ્વીકૃતી. બીજી અનેક બાબતોમાં સ્વતન્ત્રતા ઈચ્છતી મહીલાઓને આમાં ધાર્મીકતાનું અનુસરણ દેખાય છે; જાતીભેદ કે લીંગભેદ નહીં” એકદમ સાચી વાત..

  Liked by 2 people

 6. મિત્રો,
  ગાંઘીજીની આત્મકથાનું પ્રકરણ : ૧૦ છે..અઘ્યાય નહિ. મારી ભૂલ સુઘારીને વાંચજો. બીજુ કહેવાનું મન થાય છે કે સ્ત્રીઓ પોતે જ પોતાની દુ:શ્મન છે. કારણ કે તેઓ ઘર્મભીરુ છે અને પોતાના મનની વાત કરતાં બીઅે છે. તે સાઘુડાઓને કેમ કહેતી નથી કે તમે તમારા મન ઉપર કાબુ રાખી ના શકો તેમાં તમારી મા, બહેન, દિકરીને શા માટે સજા કરો છો ? ભગવાન બુઘ્ઘે પત્નિ અને દિકરાને ત્યાગેલાં..સંસાર અસાર સમજીને, પરંતુ જયારે જ્ઞાની થયા ત્યારે સ્ત્રીઓને અલાયદા સ્થાને ન્હોતી બેસાડી….જેઓ સ્ત્રીઓથી દૂર રહેવાની વાતો કરે છે તેઓમાંથી જ સ્ત્રીસંગ અને તેના પરિણામોના (?) સમાચારો પેપરમાં કાયમ આવતા રહે છે.
  ‘ સંસાર સે ભાગે ફીરતે હો , ભગવાનકો તુમ ક્યા પાઓગે…યે ભોગ ભી અેક તપસ્યા હૈ તુમ ત્યાગ કે મારે, ક્યા જાનો…..‘ અા ગીત પુરે પુરું વાંચીને સમજવા જેવું છે.
  ભારતમાં મહિલાઓ હવે નીડર અને પ્રગતિકારક બની રહી છે…મહિલા જાગૃતિ કેમ નથી શરુ થતી ? કારણ કે હિંદુઓ ઘર્મભીરુ છે. તેમને ડર રહે છે…..બીઅે છે. અને પોતાની જાતને સમર્પી દે છે….ખોટા કર્મો કરે છે…ચલાવી લે છે….ભારતમાં ખોટું કરવાની પરવાનગી તેઓ આપે છે…….
  અમૃત હઝારી.

  Liked by 1 person

 7. બીજી ભૂલ. ગાંઘીજીની આત્મકથા નહિ પરંતુ ભાગવદ્ ગીતાનો અઘ્યાય : ૩ અને અઘ્યાય ; ૪ વાચવા.
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 8. “લગભગ દરેક મન્દીરમાં મહીલાઓને માસીકચક્ર દરમીયાન દર્શનનો નીષેધ” શા માટે? સદા યૌવના દેવી માતાઓને માસીકચક્ર નહિ આવતું હોય?

  Liked by 2 people

 9. મોટે ભાગના લોકો આવા સુંદર લેખો ફક્ત વાંચનભૂખ માટે વાચતા હોય છે- અમલમાં મોટું મીંડું. મહિલાઓનિ બન્નાવેલી રસોઈ સંતો જમે છે. સંતોને દેશ દેશાવરની મુસાફરીનિ કોઈ નવાઈ નથી. વિમાનામાં મહિલા સ્ટુઅરડેસીસ હોય તેનું શું ??? મેં લગભગ ૨૦-૨૫ લોકોને પૂછેલું કે તમે ૪૦-૪૫ વર્ષની હવાઈ મુસ્સાફરીમાં કે એરપોર્ટ ઉપર આ સંપ્રદાયના ભગવ્વાધારી ઇસમોને જોયેલા ? હજી સુધી કોઈએ જોયા નથી.
  કેરોલીના સ્ટેટમાં એક ભાઇ સંતો એમની મોટેલ ઉપર આવનાર હોય એમની મહિલા કર્મચારીને એ દિવસે રજા આપતા મોટા બદનક્ષીના દાવામાં હજારો ડોલર ચુકાવવા પડેલા.
  એક વાતે એ સંપ્રદાય દુનિયાભરમાં કાઠું કાઢી શક્યો છે ટે મહિલાઓને દુર રાખવાથી. નહિ તો આશારામ કે બીજા એવા કેટ કેટલાઢોગીનિ માફક આ સમ્ર્દયનાપણ ચીરે ચીરા ઉડી ગયા હોત. હું કોઈ સંપ્રદાયનો અનુયાય્યી કે હિમાયતી નથી. પરંતુ મહિલાઓના હલકા દિમાગને લીધે જ આવી લંપટ લીલા ધર્મના ઓથા હેઠળ ચાલે છે.

  Liked by 1 person

  1. Yes karshanbhai. America ma banelo banav sacho chhe ane te gujaratna newspaper ma pan aavyu hatu ane bhogbanel vyakti khapariya ( matvad) gamni hati tenu nam dipakbhai hatu evu mane yaadrchhe ane temne America ni courte 55000 $ mahila karmacharine aapva no hukam karyo hato mr patele je sampradai na sant aavela teno sampark karine temne dand ni rakam ma sahai karva pan janavyu hatu pan teoe inkar karyo hato ane mr patel ne pote dand bharvo padyohato.

   Liked by 1 person

   1. “લ્યો, ધરમ કરતાં ધાડ પડી ! પધરામણી પચ્ચીસ લાખમાં પડી !!”

    ‘વૈશ્વીક માનવવાદ’ નામના પાક્ષીકમાં પ્રગટેલો એક કીસ્સો જાણવા જેવો છે. ગણદેવી (નવસારી જીલ્લો)ના ખાપરીયા ગામના વતની દીપકભાઈ પટેલ વર્ષોથી અમેરીકાના ફ્રેંકલીનમાં રહે. બન્યું એવું કે ગુજરાતથી અમેરીકા ગયેલા સ્વામીનારાયણ સંસ્થાના એક સન્તે દીપકભાઈની મૉટેલમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. દીપકભાઈએ તેમને પોતાની મૉટેલમાં ઉતારો આપવા આમંત્ર્યા. સંતોની કાર પાર્કીંગ પ્લોટમાં આવી ત્યારે તેમની જોડેના સેવકે દીપકભાઈને કહ્યું, ‘સન્તો સ્ત્રીઓનું મોઢું જોતા નથી એથી કાઉન્ટર પરની સ્ત્રીઓને થોડીવાર માટે દુર જવા કહો.’દીપકભાઈ જરા મુંઝાયા. પછી એમણે મૉટેલની ડેસ્ક ક્લાર્ક (અમેરીકન ગોરી સ્ત્રી)ને થોડો સમય માટે કાઉન્ટર પરથી દુર જવા વીનંતી કરી. તે સ્ત્રી ખુબ ગુસ્સે થઈ. તે મૉટેલ છોડીને જતી રહી. એટલેથી જ ના અટક્યું. તે સ્ત્રીએ ત્યારબાદ ‘હ્યુમન રાઈટ કમીશન’માં દીપકભાઈ પર કેસ કર્યો. કેસ ચાર વર્ષ સુધી ચાલ્યો. સ્વામીનારાયણ સંસ્થા તરફથી દીપકભાઈને કોઈ કાનુની મદદ કે આર્થીક સહાય મળી નહીં. દીપકભાઈને કુલ પંચાવન હજાર ડૉલર (આશરે 25 લાખ રુપીયા) નો ખર્ચ થયો.

    દીપકભાઈ અમેરીકાથી નવસારી આવ્યા ત્યારે તેમણે સ્વામી નારાયણના મુખ્ય સન્ત અને આચાર્યને પોતાની સઘળી આપવીતી જણાવી; પરન્તુ તેમના તરફથી પણ કોઈ મદદ મળી ના શકી. (દીપકભાઈએ અમદાવાદના એક અખબારમાં પણ આ વીતક જાહેર કરી હતી).

    અત્રે પ્રશ્ન એ ઉદભવે છે કે[…………………………………….]

    આખી પોસ્ટ માટે લીન્ક નીચે આપી છે…

    https://govindmaru.wordpress.com/2010/06/03/dinesh-panchal-2/

    Like

 10. જે સાચું છે તે ચાલશે જે ખોટું છે તેમાંથી પણ ઘણું ચાલશે. નવું ખોટું પણ આવશે અને આવે છે પણ ખરું. મનમાં કશો બળાપો રાખવો નહીં.

  કેરાલાના એક શિવ મંદિરમાં મને રોકવામાં આવ્યો. મને કહેવામાં આવ્યું કે મારે શર્ટ કાઢી નાખવું. મારા પાટલુન સાથે તેમને વાંધો ન હતો. પણ મેં જવાનું ટાળ્યું.

  વિનોબા ભાવેએ કહ્યું હતું કે જે મંદિરોમાં હરિજનોને પ્રવેશ નહીં મળતો હોય ત્યાં હું જવાનું ટાળીશ. કશી બળજબરી ન કરવી.

  Liked by 1 person

 11. मंदीरना ड्रेस कोड के शुं खावुं कहो ए बधामां कोर्टनी दखलगीरी नवाई जेवी होय छे.

  कल्पना करो बंधारणमां गौमांस बाबत स्पष्ट उल्लेख छे. आ उल्लेखने कारणे गौमांस राखेल छे एवी अफवा फेलाय तो बीचाराने मारी नाखवामां आवे छे.

  भारतमां हीन्दु वीधवा पुनः लगन बाबत अंग्रेजोए 1856मां कायदो बनावेल. वीधवा लगन करे अने कोई मारी नाखे ए गुनो हतो ज नहीं.

  राजेन्द्र प्रसाद राष्ट्रपती हता त्यारे हीन्दुओना जन्म, लगन, वारसदारो, वगेरे बाबत कायदा बनवा लाग्या. ए अगाउ कोने केटली पत्नीओ राखवी ए बाबत कोई रोकटोक ज न हती अने घणीं वखत 100-200 महीलाओ साथे वीधवा बनी जती.

  हीन्दुओ गमे एटली फांकी मारे पण धर्म जनुनमां ओछा उतरे एम नथी. बाबरी मस्जीदनो ढांचो तोडता पहेलां सुपरीम कोर्टमां एफीडेवीट करी बाहेंधरी आपवामां आवेल छतां 4-6 कलाकमां मस्जीद तोडी पाडवामां आवेल.

  बीरेन भाईए ड्रेस कोड, धर्म धार्मीकता वगेरेमां समजावेल छे के આપણે બે ડગલાં આગળ વધી ચાર ડગલાં પાછળ જઈ રહ્યા છીએ. पोस्ट बरोबर वांचो ए ज सत्य छे…

  Liked by 1 person

 12. ખોટું હોય તેનો વિરોધ કરવો. તે બાબત બરાબર છે.

  જેમણે પોતે કશું કર્યું નથી તેમને માટે કડવાશ રાખવી અને તેમને માટે અપમાન જનક શબ્દો વાપરવા તે બરાબર નથી.

  આજે જે બ્રાહ્મણો છે તેમણે હાલના દલિતોના પિતૃઓને કનડ્યા ન હતા. એટલે તેમના પ્રત્યે કડવાશ રાખવી અને વડવાઓને વગોવવા એટલે એક ઋણાત્મક વાતાવરણ બનાવવું. આ સારું નથી.

  હિન્દુઓએ અન્યાય પોતાના જાતભાઈઓને કર્યા હશે. પણ જત્થાબંધ ખૂનામરકી તો કરી નથી. એટલે સાપેક્ષે તો હિન્દુઓ સહિષ્ણુ જ છે.

  આજે શું છે?

  કેટલાક પંથ ભૂલ્યા લોક પોતાની જ્ઞાતિને જીવતી રાખવા માગે છે પણ તેમની પાછળ કોણ છે તે આપણે જાણીએ છીએ.

  હવે આપણે શું કરવું છે તે જ વિચારો.

  જો આપણને આપણી ભૂલ સમજાઈ હોય તો તે પૂરતું છે.

  હિન્દુઓ બેડગલા આગળ અને ચાર ડગલા પાછળ જતા નથી. પણ કેટલાક પંથ ભૂલ્યા લોકો વિભાજનવાદી પરિબળો જેમકે દંભીઓના હાથા બનીને જાતિવાદને ઉશ્કેરે છે. તેઓ પોતાની જાતિને બદનામ કરે છે. પણ બાકીનાઓએ સમજવું જોઇએ કે આ લોકો તેમની જાતિનું બહુમતિનું પ્રતિનિધિત્વ કરતા નથી. હા એટલું ખરું કે જ્યારે સહિષ્ણુ એવી હિન્દુ સમાજને અસહિષ્ણુનું રાજકીય લેબલ લગાવવામાં આવે તો તેવો પ્રત્યાઘાત આપે તો ખરા જ. પણ તે તેમનો અધિકાર છે. તે તેમની અસહિષ્ણુતા નથી જ નથી.

  હિન્દુ સમાજમાં ફેરફારો થતા જ રહ્યા છે. કયા કારણ થી ભીન્ન ભીન્ન સમયે ફેરફારો થતા રહ્યા તે અલગ ચર્ચાનો વિષય છે. પણ કોઈપણ સમાજમાં તે સમાજના નેતાઓના સહકાર વગર ફેરફાર થઈ શકતા નથી આ વાત ટીકાકારોએ સમજવી જોઇએ.

  Like

 13. મને પણ એ મંદિરમાં ખમીશ કાઢવા કહેલું. મેં કહેલું ઉપરના વસ્ત્ર સામે અંદરના શંકરને શું તકલીફ છે?? જો તેમ જ હોય તો મહિલાઓને કેમ ઉપરના વસ્ત્રો સાથે પ્રવેશવા દો છો.??? પુજારી પાસે કોઈ સંતોષકારક જવાબ ના હતો.જેથી મંદિરોમાં જવાનું બંધ.

  Liked by 1 person

 14. પત્ની સાથે ના જવા જેવા સ્થળો શૌચાલય, ગણિકાલય અને (કોઈ કોઈ) દેવાલય!

  Liked by 1 person

 15. હાલમા મેં અેક નાનુ વાક્ય ફેસબુકમાં વાંચ્યું. શ્લેશ અને હાસ્યના ઓઠા હેઠળ ખૂબ સીરીયસ વાત તેમાં મને વાંચવા મળી. થયું ચાલો શેર કરીઅે….આપણા સમાજ અને અે સમાજને બનાવનાર ( યુનીટ) સ્ત્રી, પુરુષને લાગુ પડતું હોય તેવું લાગ્યુ …આખી પૃથ્વિ ઉપરના માણસોને માટે સત્ય લાગ્યુ…..

  મરચાં લાગવાની સીઝન કઇ ?
  અેની કોઇ પર્ટીક્યુલર સીઝન નથી હોતી……પરંતુ…….
  …………જ્યારે જ્યારે સત્ય બોલવામાં આવે છે ત્યારે ત્યારે જરુર લાગે છે……..

  મિત્રો, કેવી લાગી આ વાત ?
  મને તો વિચારતો કરી દીઘો. મારા જીવનના અનુભવો આંખ અને મગજ સામે ઉભા થઇ ગયા.
  તમારા વિચારો શેર કરીઅે.

  અમૃત હઝારી.

  Like

 16. I Just visited Trivendram and Kanyakumari. I just refused to go in the temple because of the dress code. I agree that reasonable dress code is ok but what they want is unreasonable.

  Like

 17. Good article. Thanks.
  “તેમના મુળભુત હકો કે સવલતો સાથે સંકળાયેલા અનેક મુદ્દાઓને બદલે મન્દીરોમાં ડ્રેસ કોડ જેવી બાબતોમાં હાઈ કોર્ટે દરમીયાનગીરી કરવી પડે એ કેવી વક્રતા !”
  Everybody knows that in India, people and priests both can be stupid.
  But I am worried more about the learned judges of the High Courts in India.
  Do they have nothing better to do or offer ?
  If the facts mentioned above are true, even God cannot save this country.
  Sorry to be blunt. — Subodh Shah —

  Liked by 1 person

 18. સાઉથ ઇન્ડીયાના… લુંગી માસ્ટરો અહિં અમેરિકામા.. ન્યુ જર્સીમાં દિકરા…દિકરીને ત્યાં ઉનાળામાં અાવે છે. પતિ સફેદ લુંગી અડઘી કમરે વિટાળીને અડઘા પગ ખૂલ્લા રાખીને પગમાં ચંપલ પહેરીને પત્નિથી પાંચ ફૂટ આગળ ચાલતો હોય અને પત્નિ પાછળ પાછળ નીચુ માથુ રાખીને ચાલતી હોય ત્યારે લગ્નની વેદીમાં ફેરા ફરતા હોય તેવું દ્રશ્ય હાજરાહજૂર થાય છે…….
  ભારતમાં દેશના પ્રઘાન છે… તે હંમેશા લુંગી પહેરીને બઘાને.. પરદેશીઓને પણ મળે છે. ભારતમાં પ્રઘાનો જે જે રાજ્યમાંથી અાવતાહોય તેતે રાજ્યને રીપ્રેઝન્ટ કરતાં કપડાં પહેરે છે…તેઓ ભારતને નહિ પરંતુ તેમના રાજ્યને રીપ્રેઝન્ટ કરતાં હોય છે…. ભારત કદાપી યુનાઇટેડ રહ્યુ નથી અને રહેશે નહિ…. તેની ૧૦૦ ટકાની ખાત્રી…..
  અમૃત હઝારી.

  Liked by 1 person

 19. Samjo jano, buddhijivi prani cho, yogya lage to shuddh darmni shadhna shu che e smjay pchij aagal vadho 💐Message💐

  The crux of Buddha’s teaching is the necessity of understanding the truth not merely at the intellectual level, but by direct experience.

  For this reason, vedanā is defined as follows—

  Yā vedetī ti vedanā, sā vedayati lakkhanā, anubhavanarasā…

  “That which feels the object is vedanā; its characteristic is to feel, it is the essential taste of experience…”

  However, merely to feel the sensations within is not enough to remove our delusions.

  Instead, it is essential to understand ti-lakkhanā (the three characteristics) of all phenomena.

  🌷 We must directly experience anicca (impermanence), dukkha (suffering), and anatta (substancelessness) within ourselves.

  Of these three, the Buddha always gave importance to anicca because the realisation of the other two will easily follow when we have experienced deeply the characteristic of impermanence.

  [Vipassana newsletter. Jan’93]

  Like

 20. દરેક રાજ્યના લોકો પોતાને મનગમતો ડ્રેસ પહેરે તેમાં કદાચ કોઈ તેમનો ટ્રેડીશનલ ડ્રેસ પહેરે તેમાં કંઈ એમ તારવણી ન થાય કે હિંદુસ્તાન ક્યારેય એક ન હતું. ઐતિહાસિક રીતે પણ આ એક ખોટું તારણ છે. સૌ સૌને પોતાના રાજ્યની કુદરતને હિસાબે વસ્ત્રો પહેરશે. શું કોઈ શુટબુટમાં હોય તો તે ખ્રીસ્તીઓને રેપ્રેઝેન્ટ કરે છે? હિંદુસ્તાન હજારો વર્ષથી ભારતવર્ષ તરીકે ઉલ્લેખાયેલું છે. અને બૃહદ ભારતવર્ષ જંબુદ્વિપ તરીકે ઉલ્લેખાયેલું છે.

  Like

 21. પ્રિય ગોવિંદભાઈ મારુ
  તમો બહુ ઉત્તમ મને ગમે એવા લેખો મોકલો છો ; તમારો આભાર અને બીરેન કોઠારીનો પણ આભાર
  મને એક મિત્ર પોતાના ઘરે મહાત્મા પધાર્યા છે . તેના દર્શન કરવા આવવા આગ્રહ કર્યો . હું અને મારી પત્ની ભાનુમતી મિત્રને ઘરે ગયા તુર્ત મારી વાઈફને કહેવામાં આવ્યું કે બેન આ તરફ આવતા રહો . તમારો પડછાયો મહાત્મા ઉપર પડી જશે . મારી અભણ વાઈફ કહે અહીંથી ભાગો આવા મહાત્માના દર્શનથી આપણે અપવિત્ર થઇ જઈશું . હું મંદીર માં જાઉં છું પણ મંદિરમાં પૂરેલી મૂર્તિઓ કરતા દર્શનાર્થી લોકોના દર્શન કરી રાજી થાઉં છું .मंदर मस्जिद इमामखाना चर्च गुरु द्वारा मेंतो सबमे जाता हुँ .. मिलता हुँ जब में मर्दुमको तब मसरूर होजाता हुँ દરેક ભાઈ બહેનોને આતા તરફથી સન્માન

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s