‘ચાર્વાકદર્શન’ સામેના આક્ષેપો

ખુશ ખબર

મુમ્બઈના પ્રતીષ્ઠીત ગુજરાતી દૈનીક ‘મીડ–ડે’માં અત્યન્ત લોકપ્રીય થયેલા શ્રી. રોહીત શાહના લેખો, ‘અભીવ્યક્તી’ બ્લોગ ​પર ​પણ ​ધુમ મચાવે છે. ‘અભીવ્યક્તી’ બ્લોગ પર પ્રગટ થયેલા તેમના 25 લેખોની ઈ.બુક, ‘અધ્યાત્મના આટાપાટા’નું પ્રકાશન ભારતીય બંધારણના શીલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મજયન્તીએ કરવામાં આવશે.

તા. 14 એપ્રીલ, 2016ને ગુરુવારે સવારે 10.00 કલાકે ‘અભીવ્યક્તી’ બ્લોગના  મથાળે ‘ઈ.બુક્સ’ વીભાગ ( https://govindmaru.wordpress.com/e-books )  પર આ ઈ.બુક ‘અધ્યાત્મના આટાપાટા’નું પ્રકાશન થશે. ત્યાંથી વાચકમીત્રોને ઈ.બુક ડાઉનલોડ કરવા વીનન્તી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને  govindmaru@yahoo.co.in પર, પોતાનાં નામ–સરનામા સાથે મેલ લખશે તો હું તે વાચકમીત્રને તે ઈ.બુક સપ્રેમ મોકલી આપીશ.

અમે​ પ્રકાશીત કરેલી સઘળી ઈ.બુક્સની જેમ જ, આ ઈ.બુક પણ વાચકોનો આવકાર અને સ્નેહ પામશે એવી આશા સાથે..

ધન્યવાદ..

–ગોવીન્દ મારુ

લો, હવે વાંચો આજની પોસ્ટ શ્રી. એન. વી. ચાવડાનો લેખ ‘ચાર્વાકદર્શન’ સામેના આક્ષેપો. લેખ માણી, મમળાવી, નીચે કૉમેન્ટ મુકવાનું ચુકશો નહીં. આભાર….

‘ચાર્વાકદર્શન’ સામેના આક્ષેપો

એન. વી. ચાવડા

અનેક ભાષ્યકારોએ અને ચીન્તકોએ ચાર્વાકદર્શન સામે અનેક આક્ષેપો કર્યા છે અને આક્ષેપો લગાવ્યા છે. કોઈકે નીન્દા યા ઠેકડી ઉડાવવાના પ્રયાસો પણ કર્યા છે, જેમાંના મુખ્ય આ પ્રમાણે છે.

 ચાર્વાકદર્શન વીધાયક એવું કંઈ કર્તવ્ય કહેતું નથી. –જયંત ભટ્ટ

ચાર્વાકે સારી, ઉચ્ચ અને શુદ્ધ એવી પ્રત્યેક વાતમાં અવીશ્વાસ દર્શાવ્યો. –ડૉ. રાધાકૃષ્ણન્

બ્રહ્મસુત્રકાર બાદરાયણ મહર્ષીએ આ દર્શનનો (ખંડનીય) પુર્વપક્ષ તરીકે પણ આદર કર્યો નથી. – વાસુદેવશાસ્ત્રી અભ્યંકર

ચાર્વાકદર્શનના સંસ્થાપકના સુત્રો સર્વત્ર ખંડનાત્મક છે.

ચાર્વાકદર્શન કોઈ જ મુલ્ય માનતું નથી, તે સમાજવ્યવસ્થાનો નાશ કરવા બેઠેલું વીષમય તત્ત્વજ્ઞાન છે, તેથી તે સર્વથા ત્યાજ્ય છે.

ચાર્વાકદર્શન વીશે ઉપરોક્ત મન્તવ્યો આપનાર મહાનુભવોની પ્રથમ ભુલ એ છે કે તેમણે આપેલાં આ મન્તવ્યો, તેમને ઉપલબ્ધ ફક્ત સોળેક સુત્રોને આધારે આપ્યાં છે. જે સુત્રો વીવીધ ભાષ્યકારોએ તેનું ખંડન કરવા માટે પોતપોતાના ભાષ્યોમાં લીધાં છે. ચાર્વાકદર્શનના આ સોળ સીવાયના સુત્રો કયાં છે ? શું  ચાર્વાકદર્શનમાં માત્ર સોળ જ સુત્રો હોઈ શકે ? ચાર્વાકદર્શનના જે સુત્રો ઉપલબ્ધ નથી એ કેમ અને શા માટે? એ વીશે તેઓ મૌન શા માટે છે ? ખંડન કરવા માટે લીધેલાં ફક્ત સોળ સુત્રોને આધારે ચાર્વાકદર્શનનું મુલ્યાંકન કરવું શું ન્યાયી છે ? ચાર્વાકદર્શનનાં તમામ સુત્રો ઉપલબ્ધ ન હોય ત્યારે તેના વીશે તેમાં વીધાયક કે રચનાત્મક એવું કશું જ નથી અને તેમાં માત્ર નકારાત્મક તથા ખંડનાત્મક વીચારો જ ભર્યા છે, એમ કેવી રીતે કહી શકાય ?

ડૉ. રાધાકૃષ્ણન્ જ્યારે એમ કહે છે કે ‘ચાર્વાકે સારી, ઉચ્ચ અને શુદ્ધ એવી પ્રત્યેક વાતમાં અવીશ્વાસ દર્શાવ્યો’ ત્યારે પ્રશ્ન એ ઉપસ્થીત થાય છે કે એ સારી, ઉચ્ચ અને શુદ્ધ વાતો કઈ છે કે જેમાં ચાર્વાકે અવીશ્વાસ દર્શાવ્યો ? પ્રચલીત ચાર્વાકદર્શનના સોળેક જેટલા શ્લોકોમાં જોઈ શકાય છે કે તેમાં ચાર્વાકે આત્મા–પરમાત્મા, પરલોક, સ્વર્ગ–નરક, પાપ–પુણ્ય, વર્ણવ્યવસ્થા, પશુબલીવાળાં યજ્ઞો અને મરણોત્તર ક્રીયાકાંડો આદીનો ઈનકાર અને વીરોધ કરેલો જણાય છે. એ સંજોગોમાં ચાર્વાકે પ્રત્યેક ‘સારી, ઉચ્ચ અને શુદ્ધ’ બાબતોનો ઈનકાર કરેલ એવું કેવી રીતે કહી શકાય ? વાસ્તવીકતા તો એ છે કે આત્મા–પરમાત્મા અને સ્વર્ગ–નરક આદીનો પ્રાચીનકાળથી આજપર્યન્ત કોઈને અનુભવ થયો નથી; તેમ જ એનો અનુભવ થયાનો દાવો કરનારાઓ બીજાને એની ખાતરી કરાવી શક્યા નથી. વળી, આ કલ્પનાઓ સારી, ઉચ્ચ અને શુદ્ધ છે જ એવું પણ નથી. કારણ કે તે વીવાદાસ્પદ છે એટલું જ નહીં; કોઈ એના ફાયદા ગણાવે, તો કોઈ એના ગેરફાયદા પણ ગણાવી શકે છે. ઉપરાન્ત વર્ણવ્યવસ્થા, પશુબલીવાળા યજ્ઞો અને મરણોત્તર ક્રીયાકાંડો તો સ્પષ્ટરુપથી વ્યર્થ, હાનીકારક અને અધ:પતન નોતરનારાં છે, એવું ઐતીહાસીક અને વૈજ્ઞાનીક દૃષ્ટીએ પુરવાર થયેલું સત્ય છે. એ સંજોગોમાં ચાર્વાકે જો આ બધી બાબતોનો વીરોધ કર્યો હોય તો તે વીરોધ એક ઉમદા ક્રાન્તીકારી બાબત છે. ચાર્વાકના આ વીરોધને ખંડનાત્મક કે નકારાત્મક બાબત હરગીજ કહી શકાય નહીં; બલકે વાસ્તવમાં ચાર્વાકની એ હકારાત્મક વાત છે. કારણ કે આત્મા–પરમાત્મા અને સ્વર્ગ–નરક જેવી નીરાધાર કલ્પનાઓને સ્થાને તેઓ વાસ્તવીકતાને સ્થાન આપે છે. ચાર્વાક પૃથ્વી પરની નક્કર હકીકત દર્શાવે છે. તે કહે છે કે ‘ચેતનયુક્ત દેહ એ જ આત્મા છે. દેહ અને આત્મા એક જ છે, ભીન્ન નથી’ તથા ‘રાજા એ જ ઈશ્વર છે’; કારણ કે આપણો ન્યાય રાજા જ આપે છે અને રાજા જ આપણા યોગક્ષેમનું રક્ષણ કરે છે. કાલ્પનીક અલૌકીક ઈશ્વર આપણને કંઈ કામનો નથી. ચાર્વાક અહીં શાસન અને પ્રશાસનના કાયદા–કાનુનોને પાળવાની અને તેના દ્વારા જ આપણું ભલું થશે અને આપણી સમસ્યાઓ હલ થશે એમ કહી, સામાજીક–રાજકીય નીતી–નીયમોને વળગી રહેવાની સલાહ આપે છે. ચાર્વાકની આ સલાહમાં ખંડનાત્મક કે નકારાત્મક એવું શું છે ?

વાસ્તવીકતા એ છે કે ચાર્વાકની આ વાત વીધાયક યા રચનાત્મક તથા ઉમદા સામાજીક સુવ્યવસ્થા સ્થાપવા માટેની છે.

ઈશ્વરવાદીઓ આત્મા–પરમાત્માને અગમ્ય, અગોચર, નીરાકાર અને અલક્ષ્ય તત્ત્વ માને છે. માત્ર પંચેન્દ્રીય દ્વારા જ નહીં; પરન્તુ મન અને બુદ્ધી દ્વારા પણ તે જાણી શકાતો નથી અને વળી, તે તર્કનો વીષય તો છે જ નહીં. આવું કહેનાર ઈશ્વરવાદીઓને આવા ઈશ્વરની જાણ શેના વડે થઈ હશે ? તે પ્રશ્ન આજપર્યંત અનુત્તર રહ્યો છે. ઈશ્વરવાદીઓ કહે છે કે ઈશ્વર આસ્થાનો વીષય છે; પરન્તુ તો પછી પ્રશ્ન એ ઉપસ્થીત થાય છે કે ઈશ્વર તર્ક અને બુદ્ધીનો વીષય શા માટે નથી ? ઈશ્વર જો આસ્થાથી બંધાઈ જતો હોય તો તર્ક અને બુદ્ધી દ્વારા બાંધવામાં એને કઈ આપત્તી છે ? આખરે આ આસ્થા વળી શું છે ? આ સવાલનો પ્રતીસવાલ એ છે કે આ જગતનો કર્તા અને સંચાલક ઈશ્વર છે, એવું વીના સાબીતીએ સ્વીકારી લેવું તેને શું આસ્થા કહેવાય ? પરન્તુ એમ તો કોઈ એમ કહે, કે આ જગતની રચના કરનાર કોઈ શયતાન છે, તો એની પણ એને સાબીતી આપવાની કોઈ જ જરુર નથી; કારણ કે એ પણ એની શ્રદ્ધા–આસ્થાનો વીષય છે. કોઈ એમ કહે કે આ જગત ખુબ વ્યવસ્થીત રીતે ચાલી રહ્યું છે, માટે તે ઈશ્વરની રચના હોઈ શકે. તેના પ્રત્યુત્તરમાં કોઈ એમ કહે કે આ જગતમાં પ્રત્યેક પળે હીંસા, ક્રુરતા, અન્યાય, અત્યાચાર અને બળાત્કાર ચાલી રહ્યાં છે, માટે તે કોઈક શયતાનની રચના છે. સ્પષ્ટ છે કે શ્રદ્ધા અને આસ્થા પણ ભારે વીવાદાસ્પદ છે તથા સચ્ચાઈથી ખુબ દુર છે. આવી આસ્થા યા શ્રદ્ધા, અન્ધશ્રદ્ધા સીવાય કશું જ નથી. સ્પષ્ટ છે કે આસ્થા દ્વારા સ્વીકારેલ આત્મા–પરમાત્મા, સ્વર્ગ–નરક, પરલોક, મોક્ષ, પાપ–પુણ્ય આદી કેવળ અન્ધશ્રદ્ધાઓ છે. આ બધી કલ્પનાઓ અવાસ્તવીક અને અસત્ય છે. આવાં અસત્યોને સહારે, સ્થાપીતહીતો જ્યારે આમજનતાને વીવીધ ક્રીયાકાંડો દ્વારા લુંટીને વીના પરીશ્રમે ધન કમાઈ મોજમજા કરતા હોય ત્યારે સત્યનું પ્રતીસ્થાપન કરી સમાજને અન્ધશ્રદ્ધાઓમાંથી છોડાવી, શોષણમાંથી છોડાવનાર ચાર્વાકને ખંડનાત્મક કહેવાય કે રચનાત્મક ?

ઈશ્વરની પુજા–પ્રાર્થના–બંદગી તથા યજ્ઞાદી ક્રીયાકાંડો કરવાથી ઈશ્વર ખુશ થાય અને પુણ્ય પ્રાપ્ત થાય તેથી સ્વર્ગ અને મોક્ષ મળે અને એવું ન કરનાર ઉપર ઈશ્વર નાખુશ થાય અને તેને પાપ લાગે તેથી તે નરકમાં જાય. આવી છેતરપીંડીને ખુલ્લી કરતાં જો ચાર્વાક એમ કહે કે ‘કોઈ સ્વર્ગ નથી, કોઈ નરક નથી, કોઈ પરલોકમાં જનારો નથી અને વર્ણાશ્રમની ક્રીયા ફળદાયક નથી’ તો આવું માનવહીતકારી સત્ય ઉચ્ચારનાર ચાર્વાકને ઉચ્ચ અને ઉદાત્ત મુલ્યોમાં નહીં માનનાર કેવી રીતે કહી શકાય ? આશ્ચર્યની વાત એ છે કે આત્મા–પરમાત્મા આદીને આધારે જુઠું બોલનારાં અને છેતરીને ફોલી ખાનારાં તત્ત્વોની અધમતા વીશે ચાર્વાકના ટીકાકારો બહુધા મૌન રહે છે.

એક સુત્રમાં ચાર્વાકે ‘વર્ણાશ્રમધર્મની કોઈ ક્રીયાઓ ફળદાયક નથી’ એવી જે ટીકા કરે છે, તે ખાસ વીચારણીય છે. અત્રે ખાસ નોંધનીય બાબત એ છે કે આજથી 3000 વર્ષ પર ઋગ્વેદકાળમાં બૃહસ્પતીએ વર્ણાશ્રમધર્મની કોઈ જ ક્રીયાઓ આવકારદાયક નથી એવું સ્પષ્ટરુપથી કહ્યું છે. જેમાં એમનું કહેવાનું છે કે આ બધા અન્ધવીશ્વાસોનું મુળ વર્ણાશ્રમધર્મ છે.

ચાર્વાક કહે છે  ‘જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખેથી જીવો, દેવું કરીને ઘી પીઓ, મૃત્યુ પછી ભસ્મીભુત થઈ ગયેલો દેહ પાછો આવવાનો નથી.’ આ સુત્ર ઉપરથી ચાર્વાક ઉપર એવો આક્ષેપ છે કે તેઓ ફક્ત ભોગવાદી છે. તેઓ બસ ખાઈ–પીને મોજ કરવામાં જ માને છે. કામકાજ કરવામાં માનતા નથી, તેથી દેવું કરીને ઘી પીવાની અર્થાત્ મેવા–મીઠાઈ ઉડાવવાની સલાહ આપે છે.

અલબત્ત, અહીં ખાઈ–પીને મોજ કરવાની બૃહસ્પતીની વાત જરા પણ અનુચીત નથી જ. પરન્તુ વાસ્તવીકતા તો એ છે કે ખાઈ–પીને આનન્દ કરવાનો મનુષ્યનો સહજ સ્વભાવ છે જ. મનુષ્યને એવી સલાહ આપવાની કોઈ આવશ્યક્તા જ નથી. એવી સલાહ વીના પણ દરેક મનુષ્ય ખાઈ–પીને મોજ કરવાનો જ છે. તો પછી પ્રશ્ન એ ઉપસ્થીત થાય છે કે બૃહસ્પતી જેવા મહર્ષી મનુષ્યને આવી સામાન્ય સલાહ આપવાની કેમ આવશ્યક્તા ઉભી થઈ ? વાસ્તવીકતા એ છે કે મનુષ્ય સ્વર્ગ યા મોક્ષ મેળવવાની લાલચમાં અને નરકના ભયથી બચવા અહીં પૃથ્વી પર વ્રત, ઉપવાસ, સાધના–ભજન, પુજા–પાઠ, તીર્થયાત્રા આદી અનેક પ્રકારની દેહદમનની ક્રીયાઓ કરે છે. એકાન્તમાં ધ્યાનસાધના, યોગક્રીયાઓ આદી કરે છે અને એવું માને છે કે દેહને અહીં જેટલું કષ્ટ આપવામાં આવશે, બ્રહ્મચર્ય આદી જેટલા સંયમ પાળવામાં આવશે; એટલાં જ વધારે સુખ સ્વર્ગમાં પ્રાપ્ત થશે. આમ, સ્વર્ગમાં મળનારાં સુખોની આશામાં મનુષ્ય પૃથ્વી પરનાં સુખોનો ત્યાગ કરી વ્યર્થ દુ:ખી થાય છે. આવી પરલોકની ભ્રમણામાં અહીં દુ:ખી થતાં માણસોને ઉદ્દેશીને બૃહસ્પતી કહે છે કે ‘જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખેથી જીવો’, શરીરને કહેવાતી વીવીધ તપશ્ચર્યાઓ દ્વારા કષ્ટ ન આપો. પરન્તુ અહીં બૃહસ્પતી દેવું કરીને ઘી પીવાની વાત કરે છે તે આપણને ગળે ઉતરતી નથી કે બરાબર સમજાતી નથી તથા વીચીત્ર લાગે છે. આપણી આર્થીક પરીસ્થીતી જેવી હોય તે પ્રમાણે આપણે ખાઈ–પીને જલસા કરીએ તે બરાબર છે; પરન્તુ દેવું કરીને મોજ–મજા કરવાનું બૃહસ્પતીનું સુચન અજુગતું લાગે છે. એનું  કારણ એ છે કે સમસામયીક પરીસ્થીતીને અનરુપ રીતે લખ્યું હોવાથી આજની પરીસ્થીતીમાં તેને સમજવું મુશ્કેલ બની ગયું છે, યા ગુઢાર્થયુક્ત બની ગયું છે.

બૃહસ્પતીએ ચાર્વાકદર્શનની રચના કરી ત્યારે પુરોહીતો આત્મા–પરમાત્મા, સ્વર્ગ–નરક, પુણ્ય–પાપ, ધર્મ, મોક્ષ–પરલોક આદીનાં નામ પર વીવીધ ક્રીયાકાંડો કરાવી, અન્ધશ્રદ્ધાઓમાં ફસાવી, છેતરપીંડી દ્વારા લુંટતા હતા, અને વીના શારીરીકશ્રમે આજીવીકા પ્રાપ્ત કરતા હતા. બૃહસ્પતીનો ઉક્ત શ્લોક પુરોહીતોની આ કુચેષ્ટાની વીરુદ્ધનો છે. બૃહસ્પતી લોકોને ઉપદેશ આપે છે કે આવશ્યક્તા ઉભી થાય તો તમે દેવું કરીને અર્થાત્ વ્યાજે કે ઉછીના પૈસા લઈને તમારું પેટ ભરજો; પરન્તુ જુઠનું, વીના પરીશ્રમનું, હરામનું, ચોરી કે છેતરપીંડી કરીને પ્રાપ્ત કરેલા ધનથી પોતાનું પેટ ભરશો નહીં.

 એન. વી. ચાવડા

ભાઈ ચાવડા પોતે તો આસ્તીક, શ્રદ્ધાળુ, ભક્ત, યોગ ઉપાસક, ભજન–કીર્તન, પાઠ–પુજા, ધ્યાન, ગાયત્રી મન્ત્રજાપ, ગુરુભક્તી આદીમાં પુર્ણશ્રદ્ધાયુક્ત આસ્થા ધરાવનારા અને ગણેશપુરીના મુક્તાનન્દ બાબાના અનુયાયી હતા. પરન્તુ આયુષ્યના 45મે વરસે અનેક અનુભવ, ગહન અભ્યાસ, ચીન્તન–મનન અને સંશોધનને અન્તે આસ્તીકમાંથી નાસ્તીક થયેલા. એવા નીવૃત્ત શીક્ષક, વીદ્વાન, ચીન્તક, અને લેખક શ્રી. એન. વી. ચાવડાના પુસ્તક ‘ચાર્વાક દર્શન’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલીની વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત395 001 ફોન : (0261) 259 7882/ 259 2563 ઈમેલ : sahityasangamnjk@gmail.com પાનાં : 72, મુલ્ય : રુ. 50/-)માંનો આ 08મો લેખ, પુસ્તકનાં પાન 37 થી 40 ઉપરથી, લેખક અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..  ..ગોવીન્દ મારુ..

લેખક સમ્પર્ક : 

શ્રી. એન. વી. ચાવડા, શીક્ષક સોસાયટી, કડોદ394 335 જીલ્લો : સુરત ફોન : (02622) 247 088 સેલફોન : 97248 08239

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે,  વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 08/04/2016 

19 Comments

 1. Saras lekh charvak no virodh karnara pratyaksh ke paroksh rite andhshraddha na protshahit kahevai pachhi te bhale gamete hodda par hoi ke gametetla namchin hoi.

  Liked by 2 people

 2. જે કંઈ સારું હોય તેને ગ્રહણ કરો. પછી તે વેદમાંનું હોય કે ભગવદ ગીતામાંનું હોય કે ચાર્વાક નું કહેલું હોય. અમુક ક્રિયા કર્મો કાં તો આનંદ માટે હોય છે કે માનસિક દુઃખ ભૂલવા માટે હોય છે. પશુબલીની વાત ઋગ્વેદમાં નથી છતાં પણ તેને દે ધનાધન રુપે કહેવામાં આવે છે. શંકરાચાર્ય જે વેદના જ્ઞાતા હતા તેમણે કર્મકાંડોનો વિરોધ કરેલો. સ્વર્ગ નર્ક, પુનર જન્મ જેવું કશું નથી. જે કંઈ છે તે આ વિશ્વમાં છે. ઈશ્વરની વ્યાખ્યા કર્યા વગર ઇશ્વર વિષે વાતો કરવી તે નિરર્થક છે. ઈશાવાસ્યં ઇદં સર્વં. એ ભાવના ઋગ્વેદમાં પણ છે. એટલે થોડું વિશ્વાત્માને પણ અર્પણ કરો તેવી ભાવના ચાલુ રાખવામાટે યજ્ઞયાગ ચાલુ રાખવામાં આવ્યા હશે અને તેમાં અતિરેક થયો હશે. મૂર્ત્તિ પૂજા ના અતિરેક વિષે પણ આવું જ કહેવાય. ઠાકોરજીને ઉઠાડો, ચરકાવો, નવડાવો, નિત્યનવા વસ્ત્ર પરિધાન કરાવો, જમાડો, સુવાડો, વળી પાછું બધું તેવું કરો…. શિવજીને પણ દહીં, ઘી, દુધ,મધ વિગેરેથી નવડાવો એ બધું અતિરેક માં આવી જાય છે. આપણા પૂર્વજોને ભાંડ્યાવગર આપણે જે સ્વિકારવું હોય તે સ્વિકારાય. આપણે એટલા સક્ષમ હોવું જોઇએ. ચાર્વાક ઋષિને અતિરેક થતો જોઈ વિરોધ કરવાનું મન થયું હશે. આજે પણ આપણે મિથ્યા પ્રણાલીઓને અનુસરીએ છીએ. તેમ તે વખતે પણ મિથ્યા પ્રણાલીઓ અનુસરાતી હશે. તે વખતે પણ જુદી જુદી માન્યતાઓ પ્રચલિત હશે. અર્જુન પણ કૃષ્ણને ગીતામાં એજ કહે છે કે આ દેહ ફરીથી કેવી રીતે આવી જ શકે? જો જડ અને ચેતન એમ બે જુદા જુદા તત્વો હોય તો તેમનો સમન્વય થઈ જ ન શકે એટલે કે પ્રાણ અને શરીર જુદા હોઈ જ ન શકે. વાસ્તવમાં પ્રાણને શરીરમાં દાખલ થવાનું અને શરીરમાંથી બહાર નિકળવાનું કોઈ સુસ્થાપિત શરતો નથી. આ બધી ધારણાઓ છે. વાસ્તવમાં પ્રાણ તત્વ એક માત્ર અસ્તિત્વ ધરાવે છે. બધું જ પ્રાણમય છે.

  Liked by 2 people

 3. દેરેક વખત કરતાં નવો વિષય લેવા બદલ. ગોવિન્દભાઈને અભિનંદન. બહુ સરસ લેખ બન્યો છે,ઘણું જાણવાનું મળ્યું

  Liked by 2 people

 4. ચાર્વાક કહે છે ‘જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખેથી જીવો, દેવું કરીને ઘી પીઓ, મૃત્યુ પછી ભસ્મીભુત થઈ ગયેલો દેહ પાછો આવવાનો નથી.’

  ઘણા લોકોને આ રીતે જીવતા હોય કે જીવ્યા હોય એ મેં જોયું છે.

  Liked by 2 people

 5. ચાર્વાકને દરેકે વાંચવા જ રહ્યા, ખાસ કરીને શ્રદ્ધાળુ લોકોએ. વાંચ્યા પછી ચિંતન બહુ જરૂરી છે, તો જ કંઈક ફાયદો થશે, બાકી તો દુનિયા આમ જ ચાલ્યા જ કરશે, કેમકે લોકોને આત્મવિશ્વાસનો અભાવ નડે છે અને કાલ્પનિક સ્વર્ગ નરકનો ભય સતાવે છે.
  પ્રફુલ્લ ઘોરેચા

  Like

 6. દરેક લોકોએ ચાર્વાકને વાંચવા જ રહ્યા, ખાસ કરીને શ્રદ્ધાળુ લોકોએ. એ પછી થોડું ચિંતન કરવું રહ્યું. તો જ કંઈક ફાયદો થશે. બાકી તો આ દુનિયા આમ જ ચાલતી રહેશે અને કાલ્પનિક સ્વર્ગ નરકના ભય તળે ડરતી રહેશે.
  પ્રફુલ્લ ઘોરેચા

  Liked by 2 people

 7. પ્રિય ગોવિંદ ભાઈ મારુ અને પ્રિય શ્રી એન વી ચાવડાનો હું ખુબજ આભાર માનું છું . અને આ લેખ બદલ તો હું જેટલા ધન્યવાદ આપું એટલા ઓછા પડે એમ છે . મેં ઘણા વખત પહેલાં “આતાવાણી” ઉર્દુ ભાષામાં આ લેખ લખેલો છે। હું સિંધના સખર શહેરમાં 1943 44 હતો ત્યારે મને એક ઉર્દુ બુક વાંચવા મળેલી જેમાં ભારતના મહાન તત્વવેત્તા ગુરુ બૃહસ્પતિ વિષે એક પ્રકરણ હતું .; તેનો થોડો અંશ મેં “આતાવાણી ” નાં મથાળે હિન્દી અક્ષરોમાં મને સુરેશ જાની એ મૂકી આપ્યો છે . તે વાંચી જવા હું વિનંતી કરું છું . હું બીલખા શ્રીમન્નથુરામ શર્માના આશ્રમમાં ભણતો ત્યારે હું બિહારના મૈથીલ બ્રાહ્મણ પ . રઘુનાથ ઝા પરિચયમાં આવેલો એમના પાસેથી મને ગુરુ બૃહસ્પતિ વિષે ઘણું જાણવા મળેલું . તેને મારી જીજ્ઞાસા વૃતિ બહુ ગમતી તેથી હું તેનો પ્રિય પાત્ર વિદ્યાર્થી હતો . તેઓ કપાળમાં ત્રિપુંડ કરતા . અને વૃતો કરતા . તેમને મેં એક વખત પૂછ્યું કે ગુરુજી તમે વાતો બૃહસ્પતિ કરો છો અને આ બધાં કર્મ કંદ પણ કરો છો તેને મને કીધું કે આ બધો હું આશ્રમ વાસીઓને ખુશ કરવા દંભ કરું છું . હમણા મને સ્વામી નારાયણ મંદિરમાં નોકરી મળે અને ખુબ પગાર મળે તો હું કપાળમાં પીળા રંગનું વચ્ચે લાલ રંગના ચાંદલો કરવા મંડી જાઉં અને એક આવું ટીલું મારા પેટ ઉપર પણ કરું પાછું મને એમ પણ કીધું કે હું કરું છું એવું તું ન કરતો હો?
  ઋણમ કૃત્વા ઘ્ર્તમ પીબેત એને બદલે ખર્રું વાક્ય વાળો આખો શ્લોક આ પ્રમાણે છે . यावदjivet सुखं जीवित नास्ति मृत्युर्गोचर
  भस्मी भूतस्य देवस्य पुनरागमनं कुत
  સમભાવ છે કે મારા સંસ્કૃત લખાણમાં ભૂલો હોય કેમે મને સંસ્કૃત ભાષા બરાબર આવડતી નથી .
  જ્યાં સુધી જીવો સુખેથી જીવો મૃત્યુ એતો નિશ્ચિત છે
  મૃત્યુ પછી પાછા નથી આવવું એ પણ એટલું નિશ્ચિત છે .
  કોઈ સુફી સંત જેવા માણસનો કચ્છી દોહરો છે
  પીર પેગંબર ઓલિયા મીળે વયામરી
  ચૌ ણ ઉડાંજી ગાલીયું નાવ્યો કોઈ વારી

  Liked by 2 people

 8. મિત્રો,
  ચાવડા સાહેબે સરસ અભ્યાસપૂર્ણ લેખ લખ્યો છે. ખૂબ ગમ્યો. પુરોહિતો આખરે તો વેપારી જ ને ?
  મરા પોતાના વિચારો કહે છે કે આ આખી દુનિયાનો અેક જ ઘર્મ છે..આખી દુનિયામાં જીવિત પ્રાણીઓ ભલે ને માનવ નિર્મિત હિન્દુ હોય કે મુસલમાન હોય કે ખ્રિસ્તી કે કોઇ પણ હોય પરંતુ કર્મે….જીવન જીવવાના વહેવારમાં ‘ સ્વાર્થી…સ્વ ઘર્મ જ પાળે છે.‘ પુરોહિતો ચાર્વાકની સામે ‘સ્વ‘ ઘર્મને પોષવા વાતો કરે છે.
  નો કોમેંટ…….
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 3 people

 9. હું મોરારીબાપુ તરીકે ઓળખાતા કથાકારને અને રમેશભાઈ ઓજાને વિનંતી કરું છું કે તમે રામની શ્રી નાથ જીની કથાઓ કરી અને જનતાને સત્ય રાહ બતાઓ કરીને ઘણું નામ કમાયા હવે સમર્થ તત્વવેત્તા ગુરુ વર્ય બૃહસ્પતિ વિષે કથા કરો . અને નામ કમાઓ

  Liked by 2 people

 10. आपणे दरीया कीनारे उभा रही दुरथी आवती होडीनुं सादुं नीरीक्षण करवुं जोईए. होडी नजीक आवतां बरोबर देखाय छे अने बीजा धोरणना टाबरीयाने खबर पडे छे आ पृथ्वी गोळ दडा जेवी छे.

  आ आत्मा, परमात्मा, पुर्व भवना नीष्णांतोने आ सादी समज आखी दुनीयाने केपलर, गेलेलीया पछीना २०० वरस हा पुरा २०० वरस पछी पडी. ए हीसाबे स्वतंत्र भारतना राष्ट्रपतीओमां राजेन्द्र प्रसाद, राधा कृष्णन, अब्दुल कलाम के हालना राष्ट्रपतीने हजी बीजा बे चार भव पछी मांड खबर पडशे.

  एन.वी. चावडा साहेबनी आक्षेपोवाळी पोस्टमां हजी घणां आक्षेपो करी शकाय एम छे…

  कल्पना करो अब्दुल कलामे राष्ट्रपती माटे फोर्म भरतां पहेलां अजमेर शरीफ उपर चादर चडावेल. राजेन्द्र प्रसादे ढोंगी बाबाना पग धुई पाणी पीधेल अने हालना राष्ट्रपती पोताना गाममां पुजा माटेना पहेरवेशना फोटा पडावेल.

  हीन्दुओना जनुनी टोळाए बाबरीना ढांचा तोडी नाख्या पछी तो राम मंदीर माटे आखा देशमां मक्का मदीना बनाववानी जाणे पुर्व भुमीका तैयारी थई गयी छे. आक्षेप मुकवो ए खरेखर सहेलो उपाय छे जेम के देशना भागला पछी हवे पछी मुहम्मद पयगम्बर नो जन्म आ देशमां थवानो छे…

  चार्वाक दर्शनने जीवतो न राखवामां हीन्दु, जैन, बौद्ध एक थई पोताना पग उपर कुहाडी मारेल छे. करेला कर्मनो फळ भोगवे छे…

  Liked by 3 people

  1. आ आक्षेपबाजीमां हुं ए भुली गयो के हालनी बीजेपीनी सरकार अने एमनी साथेना भागीदार शीवसेना जेवा पक्षोनो मुहम्मद पयंगम्बरनो हवे पुनःजन्म थशे त्यारे आखी दुनीयाना ईश्लामना अनुयायीओ मनोमन आभार मानशे….

   Liked by 1 person

 11. શ્રી એન. વી. ચાવડાનો ચાર્વાક દર્શનમાંથી આ લેખ શ્રી ગોવિંદભાઈએ એમના બ્લોગ પર મૂકીને ઘણી જ રસપ્રદ માહિતી પ્રદાન કરી. આભાર.

  Liked by 2 people

 12. સ્નેહી, આતાજી,
  મોરારીબાપુ, રમેશ ઓઝા, ભૂપેન્દ્ર પંડયા અને તેમને પગલે પગલે બીજા જુનીયર બાપુઓ ફક્ત નામ નહિ પરંતુ પૈસા જ પૈસા….વઘુ કમાયા હોય તેવું પણ લાગી રહ્યુ છે.

  ડાર્વિનનો નિયમ અાજે પણ માનવીય વહેવારને સચોટ રીતે સાબિત કરે છે જે માનવીને જીવન ટકાવી રાખીને જીવનના સંઘર્ષમાં જીવતાં અને જીતવા શીખવે છે.

  ૧. વિપુલ જન્મપ્રમાણ.( હાઇ રેટ ઓફ બર્થ)
  ૨. જીવન જીવવા માટે કરવો પડતો સંઘર્ષ..( સ્ત્રગલ ફોર અેક્ઝીસ્ટન્સ)..અને
  ૩. શક્તિશાળીનો વિજય…..( સ્રરવાઇવલ ઓફ ઘી ફીટેસ્ટ)…હૂં માઇટીઅેસ્ટ કહું છું…અાજના સંદર્ભમાં…..

  આ શક્તિ આજના જમાનામાં ‘ પૈસા‘ છે. સ્ત્રગલ ફોર અેક્ઝીસ્ટન્સ, અેટલે ‘સ્વ‘ને જીવાડવા માટે સ્વાર્થપુર્ણ જીવન જીવવાની રીતોનો ઉપયોગ……..

  ચાર્વાકના જીવનના નિયમોને બિજા શબ્દોમાં ડાર્વિને આજની વિજ્ઞાનની ભાષામાં લોકો સમક્ષ મૂકી હોય તેવું મને લાગે છે……

  અહં બ્રહમાસ્મિ………( સુઘારીને વાંચવું)

  અમૃત હઝારી.

  Liked by 3 people

 13. ચાર્વાકની જનતાએ ક્રૂર મશ્કરી કરી . એના સાહિત્યને બાળી નાખવામાં આવ્યું . એના લખનાર બૃહસ્પતિને ક્રુરતાથી મારી નાખવામાં આવ્યો . ચાર્વાક પછી વૈદિક વિચાર ધારાનો વિરોધ તો ચાલુજ હતો . એ પછી બૌદ્ધો અને જૈન મત ઉત્પન્ન થયો . એમણે અહિંસાને વધુ પડતું મહત્વ આપ્યું . એટલે સુધીકે જૈનોના કહેવા પ્રમાણે અદૃશ્ય જીવો પણ મરી જવાં નજ જોઈએ એટલે તો પોતાના શ્વાસ થી જંતુ મરી ન જાય એ માટે જૈનનો એક સંપ્રદાય મુખ ઉપર પટી બાંધવાનો આગ્રહ રાખે છે . અને તપસ્યાને પણ જૈનોએ બહુજ મહત્વ આપ્યું . માથાના વાળ પણ ખેંચીને કાઢવા . ગૌત્તમ બુધે કઠીન તપસ્યા કરવાની ટ્રાય કરી જોઈ એમાં એને એવું લાગ્યું કે શરીરને કષ્ટ આપવું એતો મુર્ખાય છે . ચાર્વાક નાં કહેવા પ્રમાણે સ્વર્ગ ,નર્ક। પુનર્જન્મ .એવું કશું છેજ નહિ . જૈન મત અને બૌધોએ લોકોને ગમતી વાત ધ્યાનમાં લઇ ઉપર આકાશમાં સ્વર્ગ ,નર્ક , છે . અને જીવ , આત્મા અને મોક્ષ પણ છે અને મૃત્યુ પછી ફરીથી જન્મ પણ થાય છે . આવી વાતો કરવાથી એ ટકી રહ્યા અળખામણાથઈને પણ .

  Liked by 2 people

 14. અહિસા ???????
  આપણે જીવો…પ્રાણિઓનો આ પૃથ્વિ ઉપરનો ઇતિહાસ જેટલો પણ જાણીઅે છીઅે તેનો અેક જ સૂર છે અને તે છે, હિંસા. હિંસા કણ કણમાં છે.

  ગાંઘીજીઅે અહિંસાના હથીયાર વડે ભારતને આઝાદી અપાવી તે કેટલું સાચુ છે તે તો દરેક વિચારક જ જાણે.

  ડો. માર્ટીન લ્યુથર કીંગે અમેરિકામાં નિગ્રોને આઝાદી અપાવિ…ગાંઘીને પગલે ચાલીને તે પણ કેટલાં જીવોને શહીદ બનાવીને તે ઇતિહાસના પાને પાને લખાયેલું છે.

  આજે પણ ઘર્મોના અંઘકારની પીછોડીની નીચે હિંસા આખી પૃથ્વીને ઘેરીને બેઠી છે.

  ગરીબી પણ અેક પ્રકારની હિંસા જ છે.

  પોલીટીક્સ જેવી મોટી હિસા વિશ્વમાં કશે જોવા નહિ મળે.

  ખૂલ્લા મન અને હૃદયથી ઓનેસ્ટીથી વિચારવું રહ્યું કે હિંસા આપણા ઘરોમાં કોઇ ને કોઇ પ્રકારે કેટલી જીવાય છે??????

  અમૃત……..

  Liked by 3 people

 15. લોકોએ પોતાનો અહં પોષવા ધર્મના અંચળા હેઠળ કેટ કેટલીય હિંસા કરી છે .મનુષ્યેતર પ્રાણીને તો માર્યાં છે પણ મનુષ્યોને પણ સ્ત્રી બાળકોને રહેંસી નાખ્યાં છે અને હાલ આ એકવીસમી સદીમાં પણ આવી કત્લેઆમ ચાલીજ રહી છે . એ ફક્ત એક માણસ અને તેના મદદ ગારોનો અહં પોષવા માટે આપ ભણેલા સાહિત્યના જાણકાર છો આપને વધુ ખબર પડશે કે અગાઉ ના સમયમાં કેવી અને કેવા પ્રકારની ક્રૂર હિંસા થઇ ચુકી છે . બાકી તો ફાવ્યો વખણાય એટલે એની ક્રુરતા દબાઈ જતી હોય છે . વરસો પહેલાં રશિયાનો વડો પ્રધાન કૃશોવ કે કોઈ બીજો
  ભારતની મુલાકાતે આવ્યો . આપણો તાજ મહલ કે જે પ્રેમના પ્રતિક રૂપે ઓળખાય છે . એ દેખાડવા લઇ ગયા . તેને પૂછવામાં આવ્યું . કેટલો સુંદર છે ? પ્રધાન બોલ્યો હા બહુજ સુંદર છે પણ એ બનાવવા પાછળ કેટલાય કલાકારોના કાંડા કપાઈ ગયા છે . કેટલાય ગરીબોની પાસે વેઠ કરાવી છે . એ પણ જોવાનું રહે છે.આર્યો અ દ્વિજ લોકો જો વેદ સાંભળી જાય . તો એના કાનમાં ગરમ સીસું રેડી દેવામાં આવતું આ બધી હિંસાઓ ધર્મના ઓઠા હેઠળ થયું કહેવાય સાચું ખોટું વિદ્વાનો જાણે મેં તો વાતો સાંભળેલી છે . આવી ક્રુરતા સામે પડકાર ફેંકવા બૃહસ્પતિ જેવા ઉભા થાય એમાં નવાઈ નથી . મને તો લાગે છે કે બૃહસ્પતિ નું બલિદાન એળે જવું ન જોઈએ .

  Liked by 1 person

 16. સુંદર લેખ ! મારા બ્લોગ ઉપર રીબ્લોગ કરુ છું. આભાર ! ગોવિંદ ભાઈ અને એન.બી ચાવડા ભાઈ !

  Liked by 1 person

  1. વહાલા વડીલ અરવીન્દભાઈ,
   ‘ચાર્વાકદર્શન’ સામેના આક્ષેપો લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
   ..ગો. મારુ..

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s