સ્વર્ગ અને નરક ક્યાં છે ?

ખુશ ખબર

છેલ્લાં સાડા સાત વરસથી રૅશનલ વીચારોને પ્રસારવા મથતા મારા બ્લોગ ‘અભીવ્યક્તી’માં, જે લેખકના 25 લેખો મુકાયા હોય તેવા લેખકોની ‘ઈ.બુક’ પ્રકાશીત કરવાનું નક્કી કર્યું છે. તે મુજબ ‘અભીવ્યક્તી’ ઈ.બુક 01, 02 અને 03 પ્રકાશીત થઈ ગઈ. મુમ્બઈના પ્રતીષ્ઠીત ગુજરાતી દૈનીક ‘મીડ–ડે’માં અત્યન્ત લોકપ્રીય થયેલા શ્રી. રોહીત શાહના 25 લેખોની ‘અભીવ્યક્તી’ ઈ.બુક 04 અધ્યાત્મના આટાપાટાનું પ્રકાશન ભારતીય બંધારણના શીલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મજયન્તી નીમીત્તે આજે સવારે 07.00 કલાકે કરવામાં આવ્યું…

‘અભીવ્યક્તી’ ઈ.બુક 04 અધ્યાત્મના આટાપાટા મારા બ્લોગના મથાળે ‘ઈ.બુક્સ’ વીભાગ ( https://govindmaru.wordpress.com/e-books ) પરથી વાચકમીત્રોને ડાઉનલોડ કરવા વીનન્તી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને  govindmaru@yahoo.co.in પર, પોતાનાં નામ–સરનામા સાથે મેલ લખશે તો હું આ ઈ.બુક સપ્રેમ મોકલી આપીશ.

 

લો, હવે વાંચો આજની પોસ્ટ શ્રી. યાસીન દલાલનો લેખ ‘સ્વર્ગ અને નરક ક્યાં છે ?’ લેખ માણી, મમળાવી, નીચે કૉમેન્ટ મુકવાનું ચુકશો નહીં. આભાર….

 

સ્વર્ગ અને નરક ક્યાં છે ?

–યાસીન દલાલ

બાળપણથી આપણે જે કેટલીક વસ્તુઓ વીશે સતત વાંચતા, સાંભળતા આવ્યા છીએ, એમાંની એક છે સ્વર્ગ અને નરકની. સ્વર્ગની વાત આવે એટલે આપોઆપ નરક તો આવી જ જાય. સ્વર્ગ અને નર્કની કલ્પના પ્રથમ વાર કયા મનુષ્યે, કયા સમયે કરી એનું કોઈ ચોક્કસ સંશોધન કોઈએ કર્યું હોય તે ખ્યાલમાં નથી. પણ એક વીસ્મયજનક યોગાનુયોગરુપે દુનીયાના લગભગ દરેક ધર્મમાં સ્વર્ગ અને નર્કની વાત ઉચ્ચારવામાં આવી છે અને એનાં વર્ણનો પણ આપવામાં આવ્યાં છે. માણસ આમ કરે તો સ્વર્ગમાં જાય, અને આમ કરે તો નર્કમાં જાય. મતલબ કે માણસ નામના પ્રાણીની મનોવૈજ્ઞાનીક નબળાઈ દરેક ધર્મના સંસ્થાપકો સારી રીતે જાણતા હતા. અને એનો એમણે પુરેપુરો લાભ લીધો.

માર્ક ટ્વેઈને કહ્યું હતું, ‘સ્વર્ગમાં પણ લાગવગથી પ્રવેશ મળે છે. જો ત્યાં ગુણદોષથી પ્રવેશ મળતો હોત તો માણસ બહાર રહી જાય.’ ડોન માર્કીસે કહ્યું છે, ‘લોકોને ખબર જ નથી હોતી કે એમને શું જોઈએ છે ? તદ્દન નકામી વસ્તુ માટે માણસ નર્કની યાતનામાંથી પસાર થવા તૈયાર થઈ જાય છે.’ માણસ જીવનભર, મૃત્યુ પછીની દુનીયાની ચીન્તા કરવામાં જ બુઢ્ઢો થઈ જાય છે માણસની મુંઝવણ પણ અજબ છે. એને કાળાંબજાર, નફાખોરી, કાવાદાવા, ખટપટ, આ બધું જ કરવું હોય છે અને સાથે સાથે સ્વર્ગમાં જવાની પેરવી પણ પાકી કરવી હોય છે. આ બેય ઘોડે ચડવા જતાં એ ગબડી પડે છે. ક્યારેક એ વીચીત્ર પ્રકારનાં સમાધાન અને સમજુતી કરે છે, પોતે કરેલાં ખોટાં કામોને સરભર કરવા માટે પુજા, પ્રાર્થના કરે છે, તીર્થયાત્રાએ જાય છે, માનતાઓ કરે છે. છતાં પેલો ભય તો એને સતત સતાવે છે. મૃત્યુ પછી સ્વર્ગ નહીં મળે તો ? જીવ અવગતીએ જશે તો ? આત્માને શાન્તી નહીં મળે તો ? નર્કમાં જવું પડશે તો ?

આખી જીન્દગી ઢસરડો કરી, યાતનાઓ સહન કરી, દુઃખી દુઃખી થઈને માણસ મરી જાય ત્યારે આપણે એને ‘સ્વર્ગવાસી’ કહીએ છીએ ! મરનાર માણસના નામની આગળ ‘સ્વ.’ લગાડવાનું સામાન્ય છે; પછી ભલે મરનાર સંત હોય કે ડાકુ હોય. મર્યા પછી માણસ એક જ પંગતમાં આવી જાય છે.

એક પ્રશ્ન ઉપર જ સ્વર્ગ અને નર્ક બન્નેનાં મોડલો પ્રાપ્ય હોવા છતાં માણસ એની કલ્પના કથાઓમાંથી ઉંચો આવતો નથી. જર્મની કે સ્વીટ્ઝર્લેન્ડનું એક નાનકડું, નદીકાંઠે વસેલું ગામ જોઈએ એટલે પ્રશ્ન થાય, સ્વર્ગ શું આનાથી પણ વધુ સુન્દર હશે ? ફ્રેન્કફર્ટની પાસે એક ગામ છે, જેનું નામ મનહાઈમ. આવું એક ગામ એટલે સ્વર્ગનો એક નાનકડો નમુનો અને આપણા વીદર્ભ કે બીહારનું એકાદ ગામ કે શહેર જોઈએ એટલે પ્રશ્ન ઉઠે; શું નર્ક આનાથી ખરાબ હોઈ શકે ? પૃથ્વી ઉપર સ્વર્ગ ઉભું કરવું કે નર્ક, એ માણસના જ હાથમાં છે.

સ્વર્ગ એ પણ એક વીચીત્ર અને વીશીષ્ટ વસ્તુ છે. એ જોઈ ન શકાય અને છતાં; રાતદીવસ એની કલ્પનાનાં ચીત્રો ઉપસતાં રહે ! સ્વર્ગ જોવા માટે મરવું પડે. પણ મર્યા પછી ફરીથી જીવતા થઈ ન શકાય. કવીઓ, લેખકો, ચીત્રકારો અને ફીલ્મસર્જકોએ પોતપોતાના ખ્યાલ મુજબ સ્વર્ગ અને નર્કનાં ચીત્રો દોર્યાં છે. દાંતેએ દોરેલાં સ્વર્ગ અને નરકનાં ચીત્રો બેનમુન છે. હજારો વર્ષો પછી પણ એ ચીત્રોમાં માનવજાતનો રસ ચાલુ છે. દાંતેના ‘ઈન્ફર્નો’નાં બીહામણાં ચીત્રો, યુરોપ આખામાં જોવા મળશે. આ નરકનાં વર્ણનો વાંચ્યાં પછી માણસ એની કલ્પનાથી જ ધ્રુજી જાય. પણ, પછી વીચાર આવે છે કે, આ પૃથ્વી, આ દેશ, આ સમાજ, એ નરકથી કંઈ કમ છે ? પૃથ્વી ઉપરનું જીવતું નર્ક જોવું હોય તો મુંબઈ જેવા આપણા એક મહાનગરમાં આંટો મારી આવવો જોઈએ. આટલો ત્રાસ, આટલાં જુલ્મો, નરકમાં પણ હશે ખરાં ?

સ્વર્ગ અને નર્ક એ તો નરી કલ્પના છે અને જીવન એ વાસ્તવીક સત્ય છે. પણ, કલ્પનામાં રાચતા આપણે વાસ્તવીકતાથી દુર ભાગીએ છીએ અને અનેક ભૌતીક સુખોથી વંચીત રહીએ છીએ. પરભવ સુધારવાની ચીન્તામાં આ ભવ પણ આપણે ભોગવી શકતા નથી.

સ્વર્ગ વીશે લખવામાં, કે સ્વર્ગનું ચીત્રણ કરવામાં એક લાભ છે. સ્વર્ગ કોઈએ જોયું નથી અને કોઈ જોવાનું પણ નથી. માટે એનું ચીત્રણ આપણી કલ્પના મુજબ, ગમે તે રીતે કરી શકાય છે. આપણાં મનનાં બધાં તરંગોનું અવતરણ સ્વર્ગનાં ચીત્રણમાં કરી શકાય. અને મોટાભાગના માનવીઓએ જીવનમાં એકાદ વાર તો, સપનામાં સ્વર્ગ જોયું જ હોય છે. આ વાતને આગળ વધારીને, હીન્દી ફીલ્મોના નીર્દેશકોએ સ્વપ્નદૃશ્યનું આયોજન કર્યું અને મોટાભાગનાં સ્વપ્નદૃશ્યોમાં સ્વર્ગ કે નર્કની સફર પ્રેક્ષકને કરાવી આપી ! રાજ કપુરની ‘આવારા’ હોય કે, ગુરુ દત્તની ‘પ્યાસા’ હોય, સ્વર્ગ-નર્કનાં દૃશ્યો અને સ્વપ્નદૃશ્યો આવતાં જ રહે છે. દીલીપકુમારની ‘લીડર’માં સ્વર્ગની મહારાણી અને પૃથ્વીલોકની એક સ્ત્રી વચ્ચે, નાયકના કબજા માટે શાબ્દીક ઘર્ષણ થાય છે ! સ્વર્ગમાં પણ બે સ્ત્રીઓ એકઠી થાય, એટલે એક પુરુષ એમના વીવાદનું કેન્દ્ર બની શકે છે. મહીપાલ અને નીરુપારોયની સંખ્યાબંધ ધાર્મીક ફીલ્મમાં ઈન્દ્રલોક અને પાતાળલોકના અત્યંત કઢંગા અને હાસ્યાસ્પદ પ્રસંગો બતાવાયા છે. ફીલ્મી દૃશ્યમાં સ્વર્ગ આવે, એટલે દુનીયાભરની અવાસ્તવીકતા એકઠી થઈને સામે આવે. સ્વર્ગદૃશ્ય કે સ્વપ્નદૃશ્યમાં ગેસ ઉડતો હોય, અને ધુમાડાઓની વચ્ચે નાયક–નાયીકા એકબીજાને શોધતાં અથડાતાં હોય. કે આસીફે પોતાની ફીલ્મમાં પૃથ્વી ઉપરનું ઉત્તમ સ્વર્ગ બતાવવાનું બીડું ઝડપેલું અને એને માટે વીશ્વના ઉત્તમ ટૅક્નીશીયનોની મદદ લીધી. પણ એ કચકડા ઉપરનું સ્વર્ગ લોકો જોઈ શકે, એ પહેલાં આસીફસાહેબ જ સ્વર્ગસ્થ થયા ! પડદા ઉપર સ્વર્ગ જોવામાં કે પુસ્તકનાં વર્ણનો વાંચવામાં એક પ્રકારનું મનોરંજન છે અને ક્ષણીક મનોરંજન ખાતર આ બધું માણવામાં વાંધો નથી. પણ એ સીવાય એને ગમ્ભીર રીતે લેવામાં આવે છે. પૃથ્વી અને સ્વર્ગ અને નરક એ ધર્મગુરુઓનાં સ્થાપીત હીતો છે. આવી બીકની લાકડીઓ અને સુખની લાલચો વડે લોકોને સહેલાઈથી મુર્ખ બનાવી શકાય છે. માણસ જ્યારે બૌદ્ધીક રીતે પુર્ણ રીતે વીકસ્યો નહોતો ત્યારે આ બધી કરામતો એને ગુનાઓ કરતા રોકવામાં અને સારે માર્ગે વાળવામાં મદદરુપ થતી હતી. આમ, સ્વર્ગ નર્કનું ઐતીહાસીક મહત્ત્વ છે; પણ આજના યુગમાં એમાં કાળવીપર્યય જણાય છે. આજના કમ્પ્યુટર યુગનું બાળક પૃથ્વીનો નકશો હાથમાં લઈને માબાપને પુછશે : ‘બતાવો, આમાં સ્વર્ગ ક્યાં છે?’ ભીષણ ગરીબી અને બેહાલીમાં સબડતા માણસને તેની કોણીએ સ્વર્ગનો ગોળ ચોંટાડી દઈએ એટલે પરભવના સુખની લાલચમાં અભાવની યાતના આનંદપુર્વક ઉઠાવી લે. સ્વર્ગ–નર્ક ધાર્મીક કલ્પનાઓ ન હોત તો સામ્યવાદની ક્રાંતી સેંકડો વર્ષ પહેલાં થઈ ગઈ હોત. માણસને વૈચારીક રીતે પછાત રાખવામાં પુરી કલ્પનાઓ કામ લાગે છે.

મર્યા પછી સ્વર્ગમાં જ પ્રવેશ મળે, એની કોઈ ચોક્કસ ફોર્મ્યુલા ખરી ? પાપ અને પુણ્યના ખ્યાલ પણ કેટલા સાપેક્ષ છે ! પ્રદેશપ્રદેશ અને પ્રજાપ્રજાએ આ બધા વીચારો બદલતા રહે છે. એક ધર્મમાં શરાબનું સેવન પાપ છે અને બીજામાં પુણ્ય છે. એકમાં માંસાહાર પાપ છે અને બીજામાં પુણ્ય છે. એકમાં બહુપત્નીત્વ પાપ છે, બીજામાં સામાન્ય છે. એક જ પ્રદેશમાં એક જ ધર્મ પાળતી પ્રજામાં પણ મોટો તફાવત જોવા મળે છે. માર્ટીન લ્યુથર એક જમાનામાં યુરોપના લોકોને સ્વર્ગમાં જવા માટેના પરવાના આપતો હતો ! ધર્મને નામે, પાપ–પુણ્યનાં નામે, સ્વર્ગ–નર્કનાં નામે માનવજાત સાથે બહુ મોટી છેતરપીંડીઓ થઈ છે. દુનીયાની બધી પ્રજાઓ સ્વર્ગ–નર્કને એકસરખું મહત્ત્વ નથી આપતી. કદાચ, આપણા ભારતીઓને સ્વર્ગનું વળગણ છે. સ્વર્ગમાં રીઝર્વેશન પાકું કરાવવા માટે આપણે જાતજાતના કીમીયા કરીએ છીએ. લોકો આને માટે પુજાપાઠ કરે છે, હોમ–હવન કરે છે અને યજ્ઞો કરે છે. મૃત્યુ પામેલાં સગાવહાલાં માટે જાતજાતની વીધીઓ કરે છે. કાગવાસ કરે છે, આત્માની શાન્તી માટે કેટકેટલાં ઉપાધાનો કરે છે. માણસ મરી જાય, પછી એનો આત્મા શરીરમાંથી નીકળીને ઉંચે આકાશમાં જાય છે, એ સાબીત કરવા માટે લોકોએ પ્રયોગો કર્યા છે; પણ માણસની જેમ કીડી, મંકોડા, વંદાને આત્મા નહીં હોય ? અનેક નીર્દોષ શ્વાનો ખાઈ જનાર સીંહ કે વાઘ સ્વર્ગમાં જતા હશે કે નર્કમાં ?

અરેબીયન નાઈટ્સની ઘણી વાર્તાઓમાં જન્નતનાં ચીત્રો આપવામાં આવ્યાં છે. સ્વર્ગમાં શું હશે ? સ્વર્ગમાં ઉત્તમ બાગ–બગીચા છે, ફુવારા છે, સ્વર્ગમાં પરીઓ હોય છે અને હુરો હોય છે. જન્નતની હુરની કલ્પના આજના સ્ત્રીસ્વાતંત્ર્યની ચળવળની સાથે બંધબેસતી નથી. સ્વર્ગમાં ઉત્તમ ફળ, ઉત્તમ ફુલ, ઉત્તમ ભોજન હોય છે અને આપણી ચાકરીમાં હજારો પરીઓ અને ફરીસ્તાઓ હાજર હોય છે.

માણસે દુન્યવી બાબતોમાં કેટલો રસ લેવો અને અદુન્યવી ચીજોનું કેટલું મહત્ત્વ આંકવું ? આ ગડમથલમાં માણસજાત ગોથાં ખાય છે. વાસ્તવમાં, બીનસામ્પ્રદાયીકતાના સમગ્ર ખ્યાલની સાચી ભાવના જ આ છે. સાચો બીનસામ્પ્રદાયીક એ, કે જે દુન્યવી બાબતો ઉપર ભાર મુકે અને અદુન્યવી કે આધીભૌતીક શક્તીઓ, ચમત્કારો વગેરેમાં વીશ્વાસ ન રાખે, હેલીયોકથી માંડીને માર્ક્સ સુધીના ફીલસુફો આ જ વાત સમજાવી ગયા છે. સ્વર્ગ–નર્ક અને પાપ–પુણ્યને નામે આપણને સદીઓથી બનાવવામાં આવ્યા છે. આપણા દુઃખી પડોશીને મદદરુપ થઈને એના જીવનમાં ઉજાસ પ્રગટાવીએ એટલે એના ઘરની સાથે આપણા ઘરમાં પણ સ્વર્ગનું અવતરણ થાય.

સ્વર્ગ અને નર્ક એ માત્ર કલ્પનાવીહાર છે કે સચ્ચાઈ છે ? ઉર્દુમાં એક શેર છે, ‘યું તો હમને દેખી નહીં જન્નતકી હકીકત લેકીન; દીલકો બહલાને કે લીયે યે ખયાલ અચ્છા હૈ’, સ્વર્ગ–નર્કની આખી વાત શું દીલ બહેલાવવા માટે ઉપજાવી કાઢેલી છે ? સ્વર્ગ અને નર્ક સાચેસાચ હોય તો આપણને દેખાતાં કેમ નથી ? એની આસપાસ રહસ્યનું આખું આવરણ શા માટે વીંટાળી દેવાયું છે ?

સ્વર્ગ–નર્ક જેવા આકાશી ખ્યાલોને છોડીને આપણે આપણી પૃથ્વીને, આપણા દેશને અને આપણા ઘરને જ સ્વર્ગ બનાવવાના પ્રયત્નમાં આપણી શક્તી ખર્ચીએ તો કેમ ? અને આવું સ્વર્ગ પૃથ્વી પર જ ઉભું કરવા માટે વૈરાગી થવાની પણ જરુર નથી. જીવનને રાગદ્વેષ, ખટપટ અને વેરઝેરથી મુક્ત કરીને સમ્પુર્ણ આનન્દમય બનાવીએ અને એને પુર્ણસ્વરુપે માણીએ એનું જ નામ સ્વર્ગ.

યાસીન દલાલ

‘ગુજરાત સમાચાર’, દૈનીકમાં વર્ષોથી ડૉ. યાસીન દલાલની વીચાર વીહાર નામે ક્રાન્તીકારી અને લોકપ્રીય કૉલમ પ્રકાશીત થાય છે. તેના તા. 16 જાન્યુઆરી, 2016ના અંકમાંથી ડૉ. યાસીન દલાલ અને ‘ગુજરાત સમાચાર’ દૈનીકના  સૌજન્યથી સાભાર…

સમ્પર્ક : ડૉ. યાસીન દલાલ, માનદ્ સંપાદક, ‘સૌજન્ય માધુરી’ માસીક, ‘આશીયાના’, 5, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર સોસાયટી, રાજકોટ – 360 007 ફોન : (0281) 257 5327 .મેઈલ : yasindalal@gmail.com

‘અભીવ્યક્તીઈ.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads વેબસાઈટ પર અને ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/  પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે.

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન :  9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com  

પોસ્ટ કર્યા તારીખ : 14/04/2016 

17 Comments

  1. છે ભાઈ છે. જોવા જાણવા માટે પહેલાં લાંબા થઈને સફેદ ચાદર ઓઢીને સૂઈ જવું પડે. હું એક વાર સૂઈ ગયો હતો અને મને હેવન અને હૅલ બન્ને જોવાનો લ્હાવો મળ્યો હતો.

    Liked by 2 people

  2. ખરેખર, પી.એમ. પટેલે ઉપર કહ્યું છે તેમ સુંદર લેખ, જાણે હજુ વધુ ને વધુ આ પ્રકારની માહીતી વાંચતા જ રહીએ એવી લાગણી જન્મે છે. મારા તરફથી પણ ગોવીંદભાઈ આપનો તથા ભાઈ યાસીન દલાલનો હાર્દીક આભાર અને ખુબ ખુબ ધન્યવાદ.
    આ પ્રકારના વધુ ને વધુ લેખ આપના તરફથી મળતા રહેશે એવી આશા ગોવીંદભાઈ.

    Liked by 2 people

  3. આજથી લગભગ 2600 વર્ષ પહેલા ભારતમાં જન્મેલ વિદ્વાને જાહેર કર્યું કે . સ્વર્ગ નર્ક જેવું કંઈ છેજ નહિ . એવીરીતે પાપ ,પુણ્ય એપણ મનના કારણો છે ખરેખર કોઈને પાપ લાગતું નથી કે શાસ્ત્રોમાં લખ્યા પ્રમાણે પૂજા પાઠ દાન
    કરવાથી પુણ્ય મળે છે . એ ખોટું છે .
    અને ચેતનવંતા શરીરથી ભિન્ન આત્મા નથી . મૃત્યુ થયું એટલે એ મુક્ત થઇ ગયું એનો મોક્ષ થઇ ગયો . માટે જીવ , આત્મા , કે મોક્ષ જેવું કશુંજ નથી . આવું લખનાર અને વાતો કરનારના પુસ્તકને બાળી નાખવામાં આવ્યું . અને એ બૃહસ્પતિને પણ ક્રુરતાથી મારી નાખવામાં આવ્યો . એના પુસ્તકને બાળી નાખ્યું . પણ વીસેક જેટલા શ્લોકો બચી ગએલા છે જેમનો એક શ્લોક
    યાવ્દ્જીવેદ સુખમ જીવેદ નાસ્તી મૃત્યુર્ગોચર :
    ભસ્મી ભુતસ્ય દેહસ્ય પુનરાગમનમ કૂત :

    Liked by 1 person

  4. ભસ્મી ભુતસ્ય દેહસ્ય પુનરાગમનમ કૂત :
    વડીલ શ્રી આતાજીને ખબર નથી કે ખરેખરતો ચાર્વાકનો પુનર્જન્મ થયો જ છે. તે માલ્યાના સ્વરૂપે જન્મ્યો છે. હાલ તે સુખમ સુખમ લંડન જીવેત છે.

    Liked by 2 people

  5. મિત્રો,
    પહેલો સવાલ…સત્યનો સ્વિકાર કરીને કબુલ કરવા તૈયાર છે કે…‘.અાપણા પોતાના માંથી કેટલાં નર્કના ડરથી બીઅે છે અને સ્વર્ગ પામવાની હાયમાં હાથમાં રહેલી જીંદગીને નર્ક બનાવીને જીવી રહ્યા છે?‘ બાવાના બન્ને બગાડી રહ્યા છે? સત્યથી ડરવાવાળા કેટલાં છે?

    યાસીન દલાલે ખૂબ સુંદર લેખ લખ્યો છે. લાલ રંગની શાહીમાં જે ‘ માખણ‘ તેમણે આપ્યુ છે તે તેમના લખાણનો ‘સાર.‘.તેમના લખાણને વાચકો સમક્ષ સમજ માટે મુક્યો છે. આજ બઘી વાતો હજારો વરસોથી …ચાર્વાક જેવા જ્ઞાની પુરુષો કહેતા આવ્યા છે છતાં હજી કોઇ અસર દેખાતી નથી.

    સાયકોલોજીનો વિષય કહે છે કે જો કોઇ અેક વાત કોઇના મગજ ઉપરઉપરાઉપરી હથોડાની જેમ મારવામાં આવે તો અેક સમય અેવો આવે છે કે તે વ્યક્તિ ખોટાને પણ ખરા તરીકે સ્વિકારતો થઇ જાય છે. પાપ અને પુ૬યની સાથે સ્વર્ગ અને નર્કને જોડી દેવામાં આવ્યા છે જે હેમરીંગ દ્વારા માણસના મગજમાં બેસાડી દેવામાં આવ્યા છે. આ વાત જ્યારે દુનિયાનો અેક માનવામાં આવેલો રાક્ષસ બોલે ત્યારે શું વિચારવાનું બને? વાચકો વિચારે…..અેડોલ્ફ હિટલરે કહ્યુ હતું કે…..” By the skillful and sustained use of propaganda, one can make a people see even heaven as hell or an extremely wretched life as paradise.”

    સ્વર્ગ અને નર્ક માટે દુનિયાના સ્કોલરો..પછી તેઓ કોઇ પણ દેશના હોય…પણ લગભગ અેક જ સૂરમાં વાતો કરે છે. તો આપણે જોઇઅે કે વેસ્ટર્ન વર્લડના થોડા સ્કોલરો શું કહે છે…..

    1. John Milton : ” The mind is its own place, and in itself can make a heaven of hell and a hell of heaven.”

    2. Religion Book: Matthew 7-21: ” There are 18 inches between the mind and the heart. For many it is the difference between Heaven and Hell.”

    3.Rob Bell : ” Because with every action, comment, conversation, we have the choice to invite Heaven or Hell to Earth.”

    4. Thomas Edison: ” I have never seen the slightest scientific proof of the religious idea of heaven and hell, of future life for individuals or of a personal God.”

    સરસ મઝાની વાત અંઘશ્રઘ્ઘાને સમજાવે છે…‘ દૂઘમાં સાકળ ભળી જાય તેમ લોકોના મગજમાં ભળી જાય તે અંઘશ્રઘ્ઘા.‘

    સ્વર્ગ અને નર્ક બન્ને અંઘશ્રઘ્ઘા જ છે…..અને અેક અેવું ઝેર છે જે જીવતાને જીવવા નથી દેતાં…જીવતા જીવ મારે છે…..

    ગઘેડાના માથા ઉપર બે ફૂટ જેટલું દૂર બાંઘેલું કેળું……અેટલે સ્વર્ગ……..

    આભાર,
    અમૃત હઝારી.

    Liked by 2 people

  6. ત્રણેક વરસ પહેલા અપ સ્ટેટ ન્યુ યોર્ક મારા ભાઈના ગએલૂ ત્યાં મને એક ખ્રિસ્તી મને પોતાના ચર્ચમાં મારી હા પાડવાથી લઇ જતો મારા ઘરથી એક કલાકનો રસ્તો વચ્ચે એ ઘણો બીયર પીતો મને કહે આ બહુ ટોનિક છે તમારા માટે ઘણો ફાયદો કરશે મેં તેને કીધું કે માણસે બનાવેલી વસ્તુ કરતા મને પરમેશ્વરે બનાવેલી વસ્તુ ઉપર વધુ શ્રદ્ધા કચી બીયર માણસે બનાવ્યો છે અને પાણી પરમેશ્વરે બનાવ્યું છે। તો તે બોલ્યો પાણી પણ તમે બહુ પિતા નથી મેં કીધું ઘરેથી પાણી પીને તારીસાથે આવું છું પછી ચર્ચમાં પાણી પીયુ છું પછી ઘરે જતી વખતે પીયુ છું અને પછી ઘરે પહોંચ્યા પછી પીયુ છું . આ મારા માટે પુરતું છે એમ હું માનું છું અહી ડેવિડને ઘરે એક વખત ફોન આવ્યો કે મેં દારુ સોડા પીવાનું તજી દીધું છે . અને એના વગર મારી શક્તિમાં ઉણપ આવી નથી .

    Liked by 1 person

  7. બે ઘડી ધર્માંધો- અંધશ્રદ્ધાળુઓ તેમજ સ્વર્ગ-નર્ક કે મોક્ષ મેળવવા ખુદનું જીવન દુખી કરતા લોકોને પણ વિચારતા કરી દે તેવો -ખુબ જ સુંદર વાસ્તવિક અને મનનીય લેખ. બીજા આવા લેખોની વિશાળ વાચકવર્ગને અપેક્ષા રહ્શેજ એવી ખાતરી સાથે હાર્દિક ધન્યવાદ!!!
    ઉપરની કોમેન્ટમાં “aataawaani” શું કહેવા માંગે તે સમજાયું નહિ. એઓ ‘પરમેશ્વરે બનાવેલી વસ્તુઓનો જ વપરાશ કરે છે. આ કોમેન્ટ લખવામાં કે વાંચવામાં કોમ્પ્યુટર,. મુસાફરી કરવામાં મોટરગાડી કે હવાઈ જહાજ, તેમે જ બીજી કેટકેટલી અતિ આધુનિક સુવિધાઓ કયો પરમેશ્વર બનાવે છે.??????

    Liked by 1 person

  8. If the God uses to think, likes some thing, agrees to some thing, is pleased on some thing, becomes happy on some thing, take revenges on some body’s behavior then in what way is he different from a human being?

    What is the definition of God? What is his property?

    What is the property of Hell and Heaven? Does gravitation force work there?

    Do we have a body which works on the principles of what works here?

    Are there doctors to cure the diseases?

    Is there any air to breath in and breath out?

    If there is no food what is about the pleasure of eating?

    If only pleasure through intercourse is available their in heaven, is it through ejection and friction?

    Why does no prophet or son of God or angel or messenger has not supplied such information?

    Why should we sacrifice the life of ours and some others (by murdering them) on this cosmos, the cosmos which is visible, for heaven and hell which are taken for granted with an assumption that to illogical?

    Like

  9. પ્રિય અમૃત ભાઈ હઝારી
    તમે મને 92 વરસની ઉમર નો ધાર્યો.
    તોતો તમારી ધારણા પ્રમાણે મારે સો વરસ પુરાં કરવા માટે 8 વરસ વધારે જીવવું પડે /
    મેં એપ્રિલ 15 2016 નાદીવસે 95 વરસનું આયુષ્ય પૂરું કર્યું . અને 96 માં વર્ષમાં પ્રવેશ કર્યો .મારા હિપનું હાડકું ભાંગ્યા પછી એની જગ્યાએ ડોક્ટર માઈકલે બનાવટી હાડકું ખોસી દીધું છે . હાલ હું વોકરની મદદ વગર એક ડગલું પણ ચાલી શકતો નથી . અને ઉત્તમ ભાઈના કહેવા પ્રમાણે મારે વોકર વગર ચાલવાનું સાહસ કરવું નહી ,અને મારે પણ તમારા જેવા જુવાનીયાનું (મારા માટે ) માંનવુંજ પડે .મારા લોહીની પેશાબની અને બીજી શારીરિક તપાસ કરી . બધું બરાબર છે , હું હોસ્પીટલમાં હતો ત્યારે મને એક નવી જુવાન કુંવારી નર્સે નવડાવ્યો . મારાં અન્ગ ઉપાંગ બરાબર સાફ કર્યાં . આવી નર્સોને માટે મેં શેઅર બનાવ્યો છે કે
    इलाही ऐसी ऐसी नर्स को तूने बनाई है
    कोई नर्स अपने सिनेसे लगा लेनेके क़ाबिल है

    Liked by 1 person

  10. સ્વર્ગ નર્ક ની અને ઉપરાઉપરી કેટલા આકાશ છે અને એ આકાશમાં કોણ કોણ રહે છે . કેટલા સ્વર્ગો છે કેટલા નરકો છે સ્વર્ગમાં કેવા પ્રકારની સાહબી છે . અને નરકમાં કેવા પ્રકારનું દુ :ખ છે એની શોધ કરનારને ખુબ ખુબ ધન્યવાદ આપવા જોઈએ .
    ગુરુ બૃહસ્પતિએ તો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે સ્વર્ગ નર્ક જેવું કશું છેજ નહી . હવે મારા જેવો મુંજાય જાય કે આમાં કોની વાત માનવી બિચારા સ્વર્ગ નરકનો જાતે અનુભવ કરવા ઠેઠ સ્વર્ગ નર્ક સુધી જઈ આવ્યા એનું માનવું કે ગુરુ બૃહસ્પતિ નું કે જે ભારત થી બહાર ક્યાય ગયો નથી એનું માનવું ?

    Liked by 1 person

Leave a reply to Mr. Sumantrai K. Mistry Cancel reply