બાબા, બાવા અને બાપુઓની માયાજાળ

– ડૉ. સન્તોષ દેવકર

થપ્પડવાલે બાબાકી જય..!!

‘નીલી છતરી વાલે’ ઝી ટીવી પર આવતી લોકપ્રીય સીરીઅલ છે. જેમાં થપ્પડવાલા બાબાનો એક એપીસોડ આવી ગયો. પુજ્ય બાબા લોકોને થપ્પડ મારીને આશીર્વાદ આપતા બતાવાયા છે. એપીસોડને અન્તે બાબા ઢોંગીબાબા સાબીત થાય છે. લોકો બાબાને ભગવાન બનાવવા માટે કેટલી હદે જઈ શકે છે એનું સુન્દર નીરુપણ આ સીરીઅલમાં કરવામાં આવ્યું છે. મધ્યમવર્ગના લોકોના પ્રશ્ન અને સમસ્યાઓ અને તેનું સમાધાન લઈને આવતી આ સીરીઅલ ઘણી લોકપ્રીય થઈ છે.

ક્યાંક સમર્પીત થઈ જવું, ક્યાંક મારી જાતનું સમર્પણ કરવું છે. કો’કના થઈ જવું છે, મારું બધું જ અર્પણ કરી દેવું છે; એવી તીવ્ર ભાવના કોઈ અજાણી વ્યક્તી માટે મનમાં પેદા થાય ત્યારે એવા નબળા મનના લોકોને એક ઢોંગી બાવો મળી રહે છે.

ભારત દેશની પ્રજા બાબા અને બાપુના પ્રભાવથી અભીભુત થયેલી પ્રજા છે. કહેવાતા બાબાઓ પર આંધળો વીશ્વાસ મુકવા માટે વીશ્વભરમાં આપણે પ્રખ્યાત છીએ. ધર્મના નામે ભોળા લોકોને લુંટતા બાબા અને બાપુઓને ભારતમાં ડાકુ કહેવાનો રીવાજ નથી. ઉલટાનું ભારતની ધર્માન્ધ પ્રજા બાપુ–બાવાઓને પોતાનું ધન, મન અને તન પણ આપી દે છે. ‘દુનીયા ઝુકતી હૈ, ઝુકાને વાલા ચાહીયે !’ બાપુ – બાબાઓ આ કહેવતને બરાબર ચરીતાર્થ કરે છે.

આશ્વર્ય તો ત્યારે થાય છે કે એક બાબાથી છેતરાયા પછી પણ લોકો ધરાતા નથી ! અન્ય નવા બાપુ શોધી કાઢે છે અથવા નવા બાપુને તૈયાર કરી સમાજ સમક્ષ મુકી દે છે ! પુનઃ એ જ કર્મકાંડ કે જેનાથી પ્રજા ફરી પાછી છેતરાવા માટે તૈયાર હોય છે. જે દેશમાં શ્રી કૃષ્ણ જેવા મહાપુરુષે એક વાસ્તવીક અને કલ્યાણકારી વીચારધારા પ્રજા સમક્ષ મુકી, તે દેશમાં ભારતીય પ્રજાને કહેવાતા ઢોંગી બાપુઓના હાથે છેતરાવાની શી મજા પડતી હશે !! એ તો કૃષ્ણ જાણે ! કૃષ્ણે તો સીધું એક જ વાક્યમાં કહ્યું છે કે : ‘તારો ઉદ્ધાર તારે તારી જાતે જ કરવાનો છે. અન્ય કોઈ તારો ઉદ્ધાર કરવાનો નથી.’ ખુબ સ્પષ્ટ છે કે તને તરસ લાગી છે, તો પાણી તારે જાતે જ પીવું પડશે. અન્ય કોઈ વ્યક્તી પાણી પીશે ને તારી તરસ છીપાશે એવું બનવાનું નથી.

જો પીઠ ઉપર ખંજવાળ ઉપડી હોય તો તેની તીવ્રતા કેટલી છે ને ચોક્કસ કઈ જગ્યા પર ખંજવાળ ઉપડી છે ને કેટલો સમય ખંજવાળવું પડશે, એ તો જેને ખંજવાળ ઉપડી છે એ જ વ્યક્તી નક્કી કરી શકે. અન્ય પાસે ખંજવાળવાથી ખંજ ને પરીતોષ મળતો નથી. સ્વયં ખંજવાળવાથી જ તૃપ્તી મળે, અન્યના ખંજવાળવાથી આવો પુર્ણાનન્દ ક્યાં ?

કોઈ બાબા કે બાપુ મારો ઉદ્ધાર કરશે એ બાબતથી દુર થવાનો સમય પાકી ગયો છે. ભારતદેશ અને તેમાં વસવાટ કરતા ભોળા દેશવાસીઓ, ઢોંગી બાવાઓ અને ઢોંગી બાપુઓને, આ ઢોંગીઓ પોતાની પાપલીલા મોકળા મને કરી શકે, તે માટે પુરતી મોકળાશ કરી આપતા હોય છે. કોર્પોરેટ ભાષામાં કહીએ તો બાવાઓ અને બાપુઓ પોતાની દુકાનનો ‘માલ’(તેય કાચો અને સડેલો) વેચવા અને તેનો પ્રચાર–પ્રસાર કરવા માટેનું ગ્લોબલ માર્કેટ, ભારત દેશથી ઉત્તમ બીજું એકેય નથી.

મને તો એ જ સમજાતું નથી કે પત્નીનું દુઃખ પતી દુર કરી શકે કે બાબા દુર કરી શકે ? બાબાના આશ્રમે પત્નીને જતાં ન રોકી શકનાર લાચાર પતીઓ, અન્તે બાબાની પાપલીલાનો ભોગ બને છે તેના અસંખ્ય દાખલા આ દેશમાં મોજુદ છે.

માનવીની શ્રદ્ધા જ્યારે લોજીક (તર્ક)ની સીમા ઓળંગી જાય છે ત્યારે એ ખતરનાક પુરવાર થાય છે. આવા લોકો માત્ર પોતાના માટે નહીં; આખા સમાજ માટે જોખમી બની જાય છે.

આ બાબતે બે પ્રસંગોનો ઉલ્લેખ અનીવાર્ય બને છે, છેલ્લા એક માસમાં બનેલી ઘટનાઓ :

ઘટનાક્રમ 01 :

પંજાબના જાલંધર શહેરનાં દીવ્યજ્યોતી જાગૃતી સંસ્થાના સ્થાપક આશુતોષ મહારાજ, 29 જાન્યુઆરી 2014ના દીને અવસાન પામ્યા. ડૉક્ટરોએ એમને ક્લીનીકલી મૃત જાહેર કર્યા હોવા છતાં; એમના શીષ્યોએ એમના નશ્વર દેહની અન્ત્યેષ્ટી કરી નથી. એમણે મહારાજનું શબ ડીપફ્રીઝરમાં છેલ્લા અગીયાર મહીનાથી સાચવી રાખ્યું છે. શા માટે ? આશુતોષ મહારાજના અન્ધશ્રદ્ધાળુ અને બેવકુફ ભક્તોનું માનવું છે એ બાબા મર્યા નથી; પણ ઉંડી સમાધીમાં છે. તેથી તેમની અન્ત્યેષ્ટી ન કરાય. હરીયાણા હાઈકોર્ટે 16 ડીસેમ્બર અન્ત્યેષ્ટી માટેની મુદત આપી હતી.

ઘટનાક્રમ 02 :

હરીયાણામાં બાબા રામપાલની ધરપકડ કરવામાં આવી. રામપાલને એક ખુન કેસ સમ્બન્ધમાં અદાલતે પાંચમી નવેમ્બરે કોર્ટમાં હાજર થવાનો હુકમ કર્યો હતો. પોતાની ધરપકડ ટાળવા રામપાલે પહેલી નવેમ્બરે પોતાના અભણ ભક્તોનું મોટું સમ્મેલન બોલાવી પોલીસ સામે ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો. પોલીસ સાથેની ઝપાઝપીમાં છ લાશો પડી હતી.

મને તો એ વાત પણ સમજાતી નથી કે બાવા બન્યા જ છો તો સમ્પત્તી ભેગી કરવાની શી જરુર ? સંસારનો ત્યાગ કરીને તો બાવા બન્યા છો ! ભૌતીક સુખ–સમૃદ્ધીનો ત્યાગ ન કરી શકે તે તમામ બાવાઓ ઢોંગી..! હજારો કરોડોની અસ્ક્યામતો બાવાઓના નામે હોય તે એક દુર્ઘટના જ છે !

વોટ્સએપ પર એક મેસેજ ફરતો થયો છે એ મુજબ જુદી જુદી નોકરી અને વ્યવસાય કરનારા લોકોની દસ વર્ષની આવક મુકવામાં આવી છે. ઉ.દા.; તરીકે શીક્ષક : 25 લાખ, એન્જીનીયર : 45 લાખ, ડોક્ટર : 1 કરોડ, કલેક્ટર : 1 થી દોઢ કરોડ, બાબા રામદેવ : 6 હજાર કરોડ, બાબા રામપાલ : 5 હજાર કરોડ વગેરે વગેરે.. અને પછી પ્રશ્ન પુછ્યો છે કે હે યુવાન, જીવનમાં કેરીયર બનાવવા માટે કયો માર્ગ પસંદ કરીશ ? જો કે રમુજ ખાતર આ મેસેજ ફરતો થયો હશે એમ માની લઈએ તો પણ; આ મેસેજ સાવ સાચો નથી; તો સાવ ખોટો પણ નથી. ‘આ બૈલ મુઝે માર’ એક બાબાનું કૌભાંડ બહાર આવ્યું કે તરત જ બીજા બાબાની શોધ ચાલુ કરીને ફરીથી છેતરાઈ જવા અને ઉલ્લુ બનવા આપણે હોંશભેર અને ઉત્સાહભેર તૈયાર !

કહેવાતા બાબાઓએ ધર્મના નામે લોકોને લુંટી પોતાની ‘દુકાન’ ચલાવવાનું જ કામ કર્યું છે. દુકાનમાં કેટલાક ગ્રાહકોને વાળી લેવામાં આવશે અને પછી ધીરે ધીરે તે ‘ગ્રાહક–સમુહ’માં પરીવર્તીત થવા લાગશે. માઉથ પબ્લીસીટીનો લાભ તેમને મળશે. આ બાબાઓને પ્રચાર–પ્રસાર માટે કેટલાક મુરખાઓ પણ મળી રહે છે. જેઓ સારું (સાચું નહીં) બોલી શક્તા હોય, લોકોને પોતાની સ્પીચથી આકર્ષી શક્તા હોય તેવા શખ્સો પ્રચાર–પ્રસારનું કાર્ય ખુબ હોંશથી કરતા હોય છે. બાબાના વખાણ કરે, બાબાને ગમતી વસ્તુઓનું વર્ણન કરે, બાબા રીઝે તેના નુસખાં બતાવે, બાબા આપણું કલ્યાણ કઈ રીતે કરશે તેની વાત મુકે. બાબા સીવાય આ જગતમાં આપણું કોઈ નથી એ વાત મનમાં ઠસાવે, બાબા એક માત્ર સત્ય; બાકી બધું મીથ્યા એ વાત દૃઢ કરાવે અને છેવટે બધી સમ્પત્તી બાબાના ચરણોમાં મુકવાથી મોક્ષ મળે તેવી, મુદ્દાની વાત કરે. ‘બકરી ડબ્બે પુરાઈ’ ગઈની પ્રતીતી થતાં બીજાં ‘બકરાં’ની શોધ માટે તખ્તો ગોઠવાય અને પછી ? ફીર વહી રફ્તાર..

ધર્મ – ‘ધ’ એટલે ધતીંગ અને ‘મ’ એટલે મરજી મુજબનું.. ધર્મ વીશેની આ તેમની ગુપ્ત વ્યાખ્યા હોય ! ભારત દેશમાં ગામદીઠ એક ઢોંગી બાવો મળી રહે ! પરન્તુ જ્યાં સુધી તેમની પાપલીલા પરથી પડદો ઉઠતો નથી ત્યાં સુધી એ બાવા પુજનીય બની રહે છે. જેવો પર્દાફાશ થયો કે બસ..! મીડીયાથી માંડીને તમામ સમાજસેવીઓ અને મહીલા–હકોનું રક્ષણ કરતી સામાજીક સંસ્થાઓ આ મુદ્દાને લઈને રસ્તા પર આવી જતી હોય છે.

મહીલાને ડાકણ વળગી હોય, તાવ આવ્યો હોય, સાપ કરડ્યો હોય, લગ્ન ન થતાં હોય, સન્તાન સુખ ન હોય, નોકરી મળતી ન હોય, ઘરમાં કંકાસ–કજીયા થતા હોય, પાડોશી જોડે બનતું ન હોય, પતી–પત્નીમાં તકરાર હોય, કર્જમાંથી મુક્તી મેળવવી હોય, લવ પ્રોબ્લેમ–બીઝનસ પ્રોબ્લેમ્સ હોય, પ્રોપર્ટી મૅટર વગેરેનું માત્ર ત્રણ દીવસમાં સોલ્યુશન ! આ પ્રકારના પ્રશ્નોવાળો એક વર્ગ છે અને તેનાય ‘સ્પેશ્યલ બાબા’ છે. આ તમામ પ્રશ્નો માટે બાબા પાસે દોડી જવાનું અને પ્રશ્નોનું સમાધાન મેળવવાનું !

હવે નવયુવાન પેઢી તૈયાર થઈ છે તે આ બધી બાબતોનું ખંડન કરે છે. નવયુવાન વીચારે છે, સમજે છે અને પછી નીર્ણય લે છે. વોટ્સએપ અને ગુગલના યુગમાં કોઈ બાબા મારી મુશ્કેલી દુર કરી શકે નહીં, તેની ખાતરી યુવાનને છે. મારો ઉદ્ધાર મારે જાતે જ કરવાનો છે તેનો અહેસાસ યુવાનોને થયો છે.

જાણીતા ચીંતક અને લેખક ગુણવંત શાહ ‘સબકો સન્મતી દે ભગવાન’માં લખે છે કે – ‘કોઈ વ્યક્તી થોડીક લોકપ્રીયતા પ્રાપ્ત કરે એટલે તેની છબીની પુજા કરવા માટે હીન્દુઓ ઘેલા બની જાય છે. આવી છબી ઘરમાં પુજાસ્થળે મુકવી એ મુર્ખતા છે અને એની પુજા કરવી એ તો મહામુર્ખતા છે. સાધુ, સંન્યાસીઓને, કથાકારોને અને ઉપદેશકોને પગચમ્પી કરીને, ચરણસ્પર્શ કરીને, હીંચકે ઝુલાવીને, સ્નાન કરાવીને, અન્ધશ્રદ્ધા ઠાલવીને, સેવા–પુજા–અર્ચના કરીને, ઘેલાં કાઢીને, એકાન્તમાં મળીને, આંખો દ્વારા અહોભાવનું આક્રમણ કરીને અને વ્યભીચારની બધી જ તકો પુરી પાડીને તેને ભોંયભેગા કરવામાં હીન્દુ સ્ત્રીઓ દુનીયાની બધી સ્ત્રીઓ કરતાં મોખરે છે.’

શીક્ષણ સંસ્થાઓએ જાગૃત થઈને આગળ આવવાની જરુર છે. અભ્યાસક્રમમાં ઢોંગી બાવાઓનો ઉલ્લેખ અનીવાર્ય બન્યો છે. બાળપણથી જ બાળકને સંસ્કારવામાં આવે કે ‘કોઈ બાવા કે બાપુ આપણું કલ્યાણ કરી શકે નહીં.’ આપણે જાતે જ તે માટે તૈયાર થવાનું છે એવી પાકી સમજ શાળાના અભ્યાસક્રમમાં દાખલ કરવાની તાતી જરુર છે. એ વાત જુદી છે કે કેટલાક સત્યનીષ્ઠ અને ધર્મપ્રીય સન્તો આપણા સમાજમાં અપવાદરુપ; પણ છે ખરા.

ઢોંગી બાવાઓને ભગવાન ગણતા અને પુજતા લોકો માટે છેતરાવા સીવાય અન્ય કોઈ વીકલ્પ નથી. પત્ની, બાળકો, યુવાન દીકરીઓ અને તમામ ધન–સમ્પત્તી બાવાના ચરણે મુકનારા ‘આધુનીક યુધીષ્ઠીર’નો તોટો નથી.

બાવાઓના શરણે જવાની આપણી નબળાઈ દુર કરવા માટે ચાલો, ફરી એક બાબાની રાહ જોઈએ !

– ડૉ. સન્તોષ દેવકર

લેખક સમ્પર્ક :

Dr. Santosh Devkar, 

Latiwala D. El. Ed. College, College Campus,  MODASA – 383 315 Dist. : Arvalli (North Gujarat – INDIA) eMail : santoshdevkar03@gmail.com  Mobile : 94265 60402

FaceBook :  https://www.facebook.com/search/top/?q=dr%20santosh%20devkar

‘જયહીન્દ’, દૈનીકમાં વર્ષોથી ડૉ. સન્તોષ દેવકરની મેઘધનુષ નામે લોકપ્રીય કૉલમ પ્રકાશીત થાય છે. તેના તા. 07 જાન્યુઆરી, 2015ના અંકમાંથી લેખકશ્રી ડૉ. સન્તોષ દેવકર અને ‘જયહીન્દ’ દૈનીકના  સૌજન્યથી સાભાર…

‘અભીવ્યક્તીઈ.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads વેબસાઈટ પર અને ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/  પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે.

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન :  9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com  

પોસ્ટ કર્યા તારીખ : 22/04/2016 

35 Comments

  1. પંજાબના જાલંધર શહેરનાં દીવ્યજ્યોતી જાગૃતી સંસ્થાના સ્થાપક આશુતોષ મહારાજ, 29 જાન્યુઆરી 2014ના દીને અવસાન પામ્યા. ડૉક્ટરોએ એમને ક્લીનીકલી મૃત જાહેર કર્યા હોવા છતાં; એમના શીષ્યોએ એમના નશ્વર દેહની અન્ત્યેષ્ટી કરી નથી. એમણે મહારાજનું શબ ડીપફ્રીઝરમાં છેલ્લા અગીયાર મહીનાથી સાચવી રાખ્યું છે. શા માટે ? આશુતોષ મહારાજના અન્ધશ્રદ્ધાળુ અને બેવકુફ ભક્તોનું માનવું છે એ બાબા મર્યા નથી; પણ ઉંડી સમાધીમાં છે.

    જો બાબા સમાધીમાં હોય તો તેમનું શરીર ડીપ ફ્રીઝરમાં શું કામ રાખ્યું છે? સમાધીમાં હોય તો શરીર એવું ને એવું જ રહે છે.

    જો કે બીજા બાબાઓની સાથે રામદેવ બાબાને સરખાવવા જરુરી નથી. તેઓ આયુર્વેદનો અને સ્વદેશીનો પ્રચાર કરે છે. સારું કામ કોઈ પણ કરે. કરવા દેવા જોઇએ. પણ ચમત્કારો કરે તેવા બાબાઓથી ચેતતા રહેવું સારું.

    Liked by 2 people

    1. I totally agree with. I do not see any different from baba Ramdev comparing to Ambaani or Tata or Birlaa. Baba Raamdev is business men who does his business as business where other Baba are doing business by taking advantages of ‘Anadhshradhaaloo”

      Liked by 1 person

    2. Shree S M DAVE baba ramdevpan aayurved ane yoga na name charitable sanstha chalavi ne tex chori karej chhe te fakt dadhidhari ane bhagva pahere etloj farak chhe baki emno business multi national compani thi ochho nathi ane biju teo koi rajkiya hodda ke government officers nathi chhata prajane paise sarkar Z PLUS security aape ane te bhogve tema deshni garib prajane su labh.

      Liked by 1 person

  2. Khub saras lekh dr saheb.
    Bharat ma rajkaraniyo dharmaguru banne bhega maline praja ne murkh banavava no dhandho kholi ne betha chhe hamna j shree shree no program no dakhlo te pahela ramdev ane asharam badha ne aapna pratham vyakti pagma padta hoi indira gandhi chandra swami ne manta hata ,
    Jyasudhi praja totali rational na thai tyasudhi aa badhani dukan koi bandh karavi sakvanu nathi ane jena hathma aa dhatingo bandh karavava ni satta chhe te mat mate aava pakhandi ne page pade amitabh je jyotish ne mane te banglore na jyotish sone madhela palang par suve chhe have je amitabh na ashik hoi te outomatic aa bapu ma thodi ghani shraddha dharavta thai jai mate aa vish chakra bandh karvu ashakya chhe je pan thoda aa lekh vanchi ne rational thai te saru kamj chhe prayatna chalu rakho hu pote Raman Bhraman colum vanchi ne ratiolal thayo chhu.

    Liked by 3 people

  3. Nice article, Congratulations to the writer and editor !

    Yet: It is not correct to say: “ભારતદેશમાં વસવાટ કરતા ભોળા દેશવાસીઓ”.
    They are not ભોળા— they are silly and gullible.
    These Babas are a problem. But the bigger problem is the huge stupidity of our millions of people. Please stop doing sugar coating now.
    The real question to ask ourselves is: Why did we become so very stupid?
    Please excuse me for being blunt. But the time is long past when our thinkers and writers should keep hiding such an obvious but bitter truth.
    Where is our society going?
    It is all so— o sad ! — —Subodh Shah, USA.

    Liked by 5 people

  4. Indian are very smart to have ‘short cuts’ on everything…. Shree Krushna have said to build human to be independent on his own….. We ‘Indian’ found short cut to this and put everything in Baba or guru’s hand….

    Author also mentioned that woman gender is more vulnerable and give in to ‘sweet talker’ It is true for all woman and not just Indian woman. In USA, there are so many Ashram and missionaries where this kind of activities goes on… Also, more and more westerner are turning to Baba and Guru to find there internal peace…… Question is do they really find it or they run in to ‘blind ally’ of Baba & Gurus?

    Liked by 3 people

  5. સરસ લેખ.આથી એકાદ વ્યક્તિની આંખ ખૂલ્લે તો કેવું? આ ધૂતારાઓ જાણી ગયા છે કે નવી પેઢી આ બધામાં માનશે નહીં એટલે આ ધૂતારાઓ પુરેપૂરો લાભ ઉઠાવી રહ્યા છે.
    charity begins at home. આ કહેવત પ્રમાણે દરેક પતિ આ લેખની કોપી કરી એમના ઘરવાળાને વાંચવા આપે તો?

    Liked by 4 people

  6. સરસ લેખ છે. હું તો અમેરિકામાં છું એટલે આ દુષણોની માત્ર વાતો જ વાંચું છું. અને આમ પણ સારા કે ખરાબ સામાન્ય રીતે હું ટોળામાં જવાને ટેવાયલો નથી. હળવા મગજનો માનવી છું. જ્યારે આવા લેખો વાંચું અને બાવા બાપુઓની ખ્યાતી અને ખજાનાની વાતો સાંભળું ત્યારે મને થાય છે કે ભણીગણીને આખી જીંદગી નોકરીમાં ઘસરડો કર્યો એને બદલે બાવો બાપુ બન્યો હોત તો જલસા થઈ ગયા હોત. છોત્તેર પૂરા થયા છે. બે પાંચ વર્ષ કદાચ બાકી હશે, મારાથી હવે બાવા બાપું બની શકાય?

    Liked by 3 people

  7. ડોક્ટર સંતોષ દેવકરનો લેખ વાંચ્યો. ગમ્યો. ઘણા ઘણા આવા લેખો લખાયા છે. વંચાયા છે. પેપરને પાને હરખાયા છે….પરંતુ પ્રેક્ટીકલ લાઇફમાં મોટોં મીંડુ…થોડા જાગૃત સ્વયંસેવકોઅે પ્રેક્ટીકલ લાઇફમાં લોકોને જાગૃત કરવાના કામો હાથ પર લીઘા પણ છે…પરંતું લાખો…કરોડો…સ્ટુપીડોની સામે તેઓ બીચારા બની જાય છે. પોલીટીશીયનો ઘૂતારાઓના ઘરાકો છે. તેૉઅે બાબાઓને બચાવવા પડે…સમજ્યાને ? અાસારામ અને તેનો દિકરો, ડો. દેવકરે વર્ણવ્યા તે બઘા જ ઘંઘા કરતાં પકડાયા છે , જેલમાં છે…મઝા જ મઝા કરે છે…તેમના ઘેટાંઓ જેલમાં તેમની બઘી જ સાહેબીની ચીજો પુરી પાડે છે…કેસ આગળ ચાલતો નથી. આસારામનો આશ્રમ અને ચેલાઓ ન્યુ જર્સીમા પણ છે. તઓ પોતાના ગુરુ નિર્દોષ છે તેવી વાતો કરે છે…સુરતમાં પણ જ્યાં તેમનું હેડ ક્વોટર છે. કહેવાય છે કે રુલીંગ પાર્ટીમાં પણ તેમના શીષ્યો છે…સમજી ગયા ને ?

    આ વિષય તો ખૂબ ખેડાયેલો છે…પેપરને પાને. પ્રેક્ટીકલી..નો…અેક્સન….

    ગીતામાં કૃષ્ણની વાત કરી છે. ચોથા અઘ્યાયમાં, શ્લોક : ૧૩ : ચાર વર્ણો કૃષ્ણઅે પાડેલાં છે તેની વાતો છે…દેવકર સાહેબે જે વાત બ્રાહ્મણો માટે લખી કે આ બઘી ક્રિયા કરમ ઘરમની વાતો તેમના પોતાના ફાયદા માટેની છે..તેને લગતી છે.

    રવિવાર, અેપ્રીલ ૨૪, ૨૦૧૬ના ગુજરાત સમાચારમાં બે સમાચારો હિન્દુઓને આંખો અને મગજ ખોલવાને માટે પુરતાં છે.

    ૧. દ્વારકાપીઠના સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીના ( શંકરાચાર્ય)ના નિવેદનથી હોબાળો…..
    શનિ મંદિરમાં મહિલાૉની પૂજાથી બળાત્કાર વઘશે. શનિ વક્રગૃહ હોવાથી મહિલાઓ
    પૂજા કરશે તો ગંભીર પરિણામો આવશે.

    ૨. દેવભૂમિમાં જલશા બંઘ નહીં થાય તો હજી પૂર આવશે અેવી ચીમકી…..
    કેદારનાથનું ભયાનક પૂર હનીમૂન કપલ્સના કારણે આવ્યુ હતું : શંકરાચાર્ય.
    શનિમંદિરમાં મહિલાઓને પ્રવેશ અપાશે તો બળાત્કારો વઘશે અેવું નિવેદન કરનારા
    દ્વારકાપીઠ સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીઅે ફરી અેકવાર વિવાદાસ્પદ નિવેદન કર્યુ છે.
    શકરાચાર્યે કહ્યુ છે કે, ઉતરાખંડનું પૂર હનીમુન મનાવવા અને પિકનિક માટે આવતાં
    લોકોને કારણે આવ્યુ હતું.
    હવે હિન્દુઓના ચાર શંકરાચાર્યુો માનાં અેક સરસ્વતી…..ના ભેજાની ઉપજ કોઇપણ વિન્દુ ફગાવી શકે?….

    પેપર ઉપર થતી બઘી વાતો..કદાચ..થીયરી કહી શકાય…પરંતુ તેનો પ્રક્ટીકલ ઉપયોગ કોઇ પણ નથી. કોઇ હિંમતવાળો ૫૬ ઇંચની છાતીવાળો જન્મે અને શાળાના પુસ્તકોમાં સમાવે તો તેનો જય જયકાર કરવા હું તૈયાર છું.

    મીડીયાવાળા જો જાગે તો અને મદદ કરે તો કદાચ થોડો લાભ દેખાય…

    અનામતવાળા જે રીતે ભેગા થાય તે રીતે જાગૃત લોકો ભેગા થાય તો…વિચારવું પડે…શું થાય …….ઘણું ઘણું લખી શકાય પરંતું તે પણ પેપરને પાને જ……

    અમૃત હઝારી.

    Liked by 3 people

  8. “ભારતદેશમાં વસવાટ કરતા ભોળા દેશવાસીઓ” મારો અનુભવ તો માત્ર ભારત દેશમાં વસવાટ કરતા ભારતીયો જ નહીં, પરદેશમાં (હું ન્યુઝીલેન્ડમાં રહું છું) પણ ભારતીયો કદાચ આવું માનસ ધરાવે છે. અને તેઓ માત્ર બાવાઓથી જ છેતરાય છે એવું નથી, પુજાપાઠ કરનાર ચાલાક લોકોથી પણ છેતરાય છે, અને તે બ્રાહ્મણ જ હોય તેનાથી જ એવું પણ નથી. ચાલાકીથી જુઠાણુ હાંકનારાથી પણ છેતરાતા મેં જોયા છે.
    સરસ લેખ ગોવીંદભાઈ. ધન્યવાદ.

    Liked by 4 people

  9. ધન્ય ધન્ય !!

    બાવા, બાપુ, બાધા, બલી, બકરો, બૅંકલૉકર, બુદ્ધીહીનતા બધું જ બધું આ વૃષભ રાશીનું છે !! (વૃષભ એટલે પણ બળદ ! )

    Liked by 3 people

  10. डोकटर सन्तोष देवकरे बाबा, बावा, मायाजाळ, टीवी सीरीयल, कृष्ण अने आज सुधी एटले के हालनी सरकार पण लोकोने केवी रीते फसावे छे, गरीबोने लुंटे छे, महीला उपर अत्याचार थाय छे ए ठेक ठेकाणे आजुबाजु आवरी लीधेल छे.

    मुहम्मद गजनवी लींगने तोडवा ठेठ गजनीथी आवेल. साधुओ, बावाओ, बाबाओ कहेता रह्या के गजनवी आंधळो थई जशे अने मंदीरने कंइ नुकशान नहीं थाय.

    महात्मा गांधी अने वल्लभ भाई पटेले फरीथी आ मंदीर बनाव्युं अने सोमनाथ थी अयोध्या सुधी रथा यात्राओ नीकळी.

    शराबी अने धुत वीजय माल्या जेवा संसद सभ्यो राम मंदीर तो बनावशे नहीं पण रोजे रोज मुद्दो चगावशे. सत्ता माटे मुद्दा होवो जरुरी छे. लोको फसाता जशे अने शराबीओ सत्ता हांसल करता जशे.

    हारवर्ड, ओक्षफर्ड वीध्यापीठना ईतीहासना नीष्णांतो गाई वगाडी कहे छे आ देशनी गरीबाई अने महीला अत्याचार माटे रामायण अने महाभारतनी कथाओ छे छंता रोजे रोज नवी रामायण बनती जाय छे…

    आ पोस्टने अभीव्यकतीमां राखवा बदल जेमणे पण योगदान आपेल छे एमणे उपकारी काम करेल छे.

    Liked by 3 people

  11. હે કૃષ્ણ !
    દેશના લોકોને આ બાવા-બાપા અને સાધુઓ, બાધા.. વગેરે પાખંડ થી બચાવવા આપે કહ્યું છે તેમ ધર્મનો ઉધ્ધાર કરવા અને અધર્મનો નાશ કરવા ફરી એક્વાર અવતાર ધારણ કરી ભારત દેશમાં પધારો…!!!

    Liked by 2 people

    1. To Shri Arvindbhai,
      Almost 90 % of Hindus remained uneducated and ignorant because only the Brahmins had a monopoly of knowledge for many centuries.

      Bhagwan Shri Krishna through the Geeta preached this caste arrangement (Varnashram Dharma) himself. Do you agree with these facts of history?

      When he himself did this, do you think he will come back to save us Hindus?

      Your prayer is very good but it has a wrong address !
      Please think again. — — Subodh Shah —

      Liked by 3 people

  12. रोबो की कहानी आज से 5000 वर्ष पूर्व इजिप्ट में शुरू हुई थी। हुआ यह था कि उस समय के इजिप्ट के धर्मगुरु आम जनता से बहुत सी बातें मनवाना और करवाना चाहते थे। सो उन्होंने रूई, कपड़े व अन्य उपलब्ध पदार्थों से बना एक विशालकाय ढांचा बनवाया, जिसका शरीर तो मनुष्य का था परंतु मुंह एक भेड़िए का था।

    बस फिर उन्होंने अपने उस विशाल रोबो को रातोंरात शहर के मध्य खड़ा कर दिया और सुबह वहां भीड़ एकत्रित कर ली। उस रोबो के पीछे एक धर्मगुरु पहले से छिपा हुआ था। उसने लोगों से वह सब कहना शुरू किया जो सब धर्मगुरु मिलकर लोगों से करवाना चाहते थे। बेचारी भोली जनता इसे भगवान का आदेश मानकर करने को मजबूर हो गई।

    यह तो हुई पहले रोबो के बनने की दास्तान। परंतु यह छोटी-सी दास्तान दो बड़े गहरे पहलुओं पर रोशनी डालती है। पहला तो यह कि आज से 5000 वर्ष पूर्व के मनुष्य का I.Q. दर्शाती है जो एक साधारण से रोबो के झांसे में आ गया था। यानी आम लोगों ने मानसिक विकास भी क्रमशः ही किया है। इस दास्तान का दूसरा महत्वपूर्ण पहलू यह कि धर्मगुरुओं की लोगों का अपने फायदे के लिए उपयोग करने की मानसिकता बड़ी पुरानी है। और जो उन्होंने आज तक नहीं छोड़ी है। जैसे-जैसे मनुष्य का मानसिक विकास हुआ है, उन्होंने भी नए-नए तरीके के आधुनिक रोबो खोजे ही हैं। फिर वह खोज नए भगवान को इन्ट्रोड्यूस करवाने की हो या फिर वे किसी पुराने शास्त्र का हवाला दे रहे हों। फिर वे चाहे कोई नई विधि बता रहे हों या कोई नया उपाय सुझा रहे हों।

    उनके इन सारे पाखंडों के पीछे बात एक ही होती है कि आप अपनी मेहनत का कमाया सब उन्हें दे दो, उनका विश्‍व चलाने वाले से सीधा संपर्क है, वे आपका चढ़ावा उनके आदेश पर स्वयं भोगेंगे और बदले में आपके उद्धार की सिफारिश भगवान से कर देंगे। और लोग आज भी उनके झांसे में आ ही रहे हैं। आज भी लोग “उनकी मेहनत तुम्हारा-उद्धार” की स्कीम में फंस ही रहे हैं। इसका सीधा अर्थ यह हुआ कि चन्द जागरुकों को छोड़कर आज भी आम मनुष्य तो 5000 वर्ष के मानसिक विकास के बाद भी धर्मगुरुओं के बनाए नए-नए व आकर्षक रोबों के कहे का अनुसरण करने को मजबूर है ही।

    …और यह स्पष्ट है ही कि जब तक आम मनुष्य का धर्मगुरुओं के बनाए रोबो से छुटकारा नहीं होता तब तक सम्पूर्ण मनुष्यता के सुखी और सफल होने के सपने देखना बेकार है। बाकी तो आप सब वैज्ञानिक युग में जी रहे हैं, सो सम्पूर्ण मनुष्यता के उद्धार के लिए कौन-सी इंडस्ट्री बंद करवाना जरूरी है, यह आप समझ ही गए होंगे।

    Liked by 3 people

    1. उपरनी कोमेन्टमां आईक्यु नो उल्लेख छे.

      पत्थर पुजा मां भेद पारखी नथी शकती प्रजानो आईक्यु केटलो समजवो?

      कमाल तो जुओ पत्थर पुजा हटाववा घणां वीचारको गजनी, अफघानीस्तानथी ईश्लामना अनुयायीओने अहीं तेडी लाव्या. आईक्यु मां फरक पडयो होय एम लागतुं नथी.

      Liked by 3 people

  13. મિત્રો,
    અેક પુસ્તક વાંચન માટે સજેસ કરું છું…..
    ‘ વહેમ, અંઘશ્રઘ્ઘા નિષેઘ’
    લેખક અને સંપાદક : ડો. જેરામ જે. દેસાઇ.
    કિંમત : રુપિયા…૩૦૦.
    કુલ પાના : ૬૧૧.
    સંપર્ક : ડો. જેરામ.જે. દેસાઇ
    ‘ બાસ્કેટબોલ‘
    ૯ ઉમેદનગર સોસાયટી,
    નાના કુંભનાથ રોડ,
    નડિયાદ…૩૭૮ ૦૦૧
    ફોન: ( ૦૨૬૮) ૨૫૨૬૪૯૯
    મોટે ભાગના ગુજરાતી રેશનાલીસ્ટ દ્વારા લખાયેલા લેખોનું સંપાદન.
    વહેમ.. અંઘશ્રઘ્ઘા નિવારણ કેન્દ્ર અેક સંસ્થા છે જે આ કાર્યમાં અેક્ટીવ છે. આ બુકમાં તે સંસ્થા તરફથી છપાયેલી લગભગ ૮ જેટલી પુસ્તીકાઓને અા પુસ્તકમાં સમાવેલી છે.
    દરેકે વસાવવા જેવું પુસ્તક.
    અમુત હઝારી.

    Liked by 3 people

  14. Really this is a serious matter , day by day ANDHASHRADHDHA is increasing instead of reducing. I am an industrialist, many of my friends are well educated, they also blindly follows these baba and guru. So it is a very tuff job to convince the people.
    SABKO SANMATI DE BHAGAVAN……!!!!!!!

    Liked by 3 people

  15. Blaming people does not help. Need to go into the roots. Ask ourselves: Why do people behave like this?
    A very brief answer is: Early childhood atmosphere with deep roots in ancient religion.
    Most of the common people cannot overcome Cultural training.
    — —Subodh Shah —

    Liked by 4 people

  16. સંજયભાઈ, પટેલભાઈ,

    બીઝનેસ કરે એટલે બધા ચોરી કરે એવું માનીને એ રીતનું સર્ટીફીકેટ આપી દેવું બરાબર નથી. બાબા રામદેવ તો નહેરુવીયન કોંગીનું રાજ હતું ત્યારથી કે તે પહેલાંથી ધંધો કરે છે. વળી નહેરુવીયન કોંગ્રેસની તો તેમની ઉપર ચાર આંખ હતી. અને નહેરુવીયન કોંગીએ તો તપાસ પણ કરાવેલી. પણ કશું મળેલ નહીં. એટલે બાબા રામદેવ તો ચેતતા જ ચાલે છે અને જેઓ પેક્ડ આઈટેમો વેચતા હોય તેના દુશ્મનો પણ તેમની ઉપર નજર રાખતા જ હોય છે. કારણ કે તેમને પકડવું સરળ હોય છે.

    બાવા છે અને તેમણે તો ધ્યાનસ્થ જ રહેવું જ જોઇએ સુષ્ઠુ સુષ્ઠુ વાત જ કરવી જોઇએ તેવી પ્રણાલી ભારતમાં નથી. અને ધારોકે એવી પ્રણાલી હોય તો પણ તે કાયદેસર નથી. પ્રણાલીઓ તો બદલાતી રહે.

    ૧૮૫૭માં સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે બાવાઓ સંદેશ વાહક થયેલ. પહેલાંના જમાનામાં તેઓ આશ્રમ ચલાવતા. શિક્ષણ આપો કે દવાઓ આપો કે ટોનિક આપો, આ બધી સેવાઓ જ છે.

    પણ જો સામાન્યી કરણ કરીને આપણે તેમને ચોર જ કહેવા હોય તો લીસ્ટ બહુ લાંબુ થશે અને જુદા જુદા નામ નો વિરોધ જુદી જુદી વ્યક્તિતો તરફથી પણ થશે.

    જો વાસ્તવમાં તેઓ ટેક્ષની ચોરી કરતા હોય તો તેની માહિતિ એક્સાઈઝ અને ઇન્કમ ટેક્ષ ખાતાને આપવી જોઇએ જેથી આપણી વિશ્વસનીયતા બની રહે.

    Liked by 2 people

  17. મિત્રો,
    પુસ્તક, ‘વહેમ, અંઘશ્રઘ્ઘા નિષેઘ‘ વિષેની મેં મુકેલી માહિતિના સંદર્ભમાં શ્રી ઉત્તમભાઇ ગજ્જરતરફથી મદદરુપ સમાચારો મળ્યા છે. જે નીચે મુજબ છે.

    ‘ વહેમ, અંઘશ્રઘ્ઘા‘…ડો. જેરામ.જે. દેસાઇ.
    આ ગ્રંથની હાર્ડ કોપી તાત્કાલીક મેળવવા માટે આપ મિત્રોને તકલીફ હોય તો, તે ગ્રંથની પી.ડી. અેફ મેળવવા તેમનો કોન્ટેક્ટ તેમના ઇ.મેઇલ સરનામે કરો.
    ઉત્તમ ગજ્જર. uttamgajjar@gmail.com

    તેમનુ કહેવું છે કે..અેક ઇ.મેઇલમાં તમે તમારું નામ, સરનામુ અને કોન્ટેક્ટ નંબર તેમને મોકલી આપશો તો તરત જ તેઓ પી.ડી.અેફ મોકલી આપશે….વળી આ ગ્રંથ મફત છે.

    તો મિત્રો આ સરસ ઓફરનો લાભ લેવાનું ચૂકશો નહિ.

    શ્રી. ઉત્તમભાઇનો આ મદદ માટે આભાર.

    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 3 people

  18. એક જમાઈ એના સસરાને છેતરતો હતો. કોઈએ પૂછ્યું કે તો તેણે જવાબ આપ્યો, “મારા સસરા એટલા ભોળા છે કે હું નહિ છેતરું તો બીજું કોઈ છેતરશે. તેના કરતાં હું જ ના છેતરું?” તેવી આ વાત છે. ભોળી પ્રજા છેતરાયા વગરની રહેવાની નથી. બાવા બાપુને દોષ દેવાને બદલે પ્રજાનું ભોળપણ ઘટાડવું જોઈએ.

    Liked by 3 people

    1. To Shri Desai:
      Yours is really a very good observation.

      We always keep saying “They cheat us. They kill us They are terrorists.”
      Instead of that, we should ask ourselves: Why are we so stupid that they are able to cheat us? Why are we so weak that they can kill us? Why are we not so strong that they will be afraid of attacking us?”

      We must stop blaming others for our own weaknesses.
      Thanks. — Subodh Shah —

      Liked by 3 people

  19. “હું નહિ છેતરું તો બીજું કોઈ છેતરશે. તેના કરતાં હું જ ના છેતરું?” That means the message is if Baba Ramdev will not cheat other one would cheat. Thereby it is better that Baba Rasmdev is allowed to cheat.

    Very good logic to prove Baba Ramdev is a cheat.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s