સાયન્સ એટલે સંશોધનનું સ્વર્ગ

–દીનેશ પાંચાલ

માણસ નીત્ય નવી શોધખોળો કેમ કરતો રહે છે તે પ્રશ્નમાં થોડા વધુ ઉંડા ઉતરીએ તો વાત પેલી કહેવત પર આવીને અટકે : ‘નેસેસીટી ઈઝ ધ મધર ઓફ ઈન્વેન્શન’ (જરુરીયાત એ શોધખોળની જનેતા છે). વાત ખોટી નથી. ભુખ ના જન્મી હોત તો ખેતીની શોધ થઈ હોત ખરી ? વસતી–વધારાથી માણસ પરેશાન ના થયો હોત તો એણે કુટુમ્બ–નીયોજનની શોધ ના કરી હોત. ઉંદરો નુકસાન ના કરતા હોત તો માણસે છટકું ના બનાવ્યું હોત. મચ્છરો સખણાં રહ્યાં હોત તો ડી.ડી.ટી. છાટવાની જરુર ના પડી હોત. માણસે વાહનોની ગતી પર નીયન્ત્રણ રાખવા માટે બ્રેક બનાવી; પણ યુવાનો જીવલેણ ગતીની છન્દે ચઢયા તેથી ડામર રોડ વચ્ચે માણસે ટેકરા ઉભા કરવા પડ્યા. અમારા મીત્ર બચુભાઈ કહે છે : ‘ઍક્સીલેટર સાથેનો માણસનો અબૌદ્ધીક વ્યવહાર હદ વટાવે છે ત્યારે ઓર્થોપેડીક હૉસ્પીટલના પાયા નંખાય છે !’

ભાલા, ખંજર, છુરા, ગુપ્તી, તલવાર… એ બધા હીંસા–સંસ્કૃતીના પુર્વજો ગણાય. ભાલા–સંસ્કૃતીનું મોર્ડન કલ્ચર એટલે મશીનગન, રાઈફલ, હેન્ડગ્રેનેડ, અણુબોમ્બ. ફાંસીના માંચડાનો જન્મ તો બહુ પાછળથી થયો. ટુંકમાં જુલ્મગાર, ગુનેગાર અને સીતમગર સમાજમાં હાહાકાર મચાવે ત્યારે કાયદો, કારાગાર અને ફાંસીગરની જરુર પડે છે. તાત્પર્ય એટલું જ કે ચોરી ના થતી હોત તો માણસે તાળાં ના બનાવ્યાં હોત. તાળાં તુટતાં ના હોત તો માણસ ઘરવખરીનો વીમો ના ઉતરાવતો હોત. વીમા કંપની જો અખાડા ના કરતી હોત તો ગ્રાહકસુરક્ષા કોર્ટ સ્થાપવાની જરુર જ ના પડી હોત ! માણસની સમસ્યાઓ અને સમાધાનો એકમેક સાથે(દાંતાવાળાં ચક્રોની જેમ) જોડાયેલાં છે. ઉંટે ઢેકા ના કર્યા હોત તો માણસે કાંઠા કરવાની જરુર પડી હોત ખરી ? ‘જરુરીયાત’ અને ‘શોધખોળ’ એ જીન્દગીના સમાન્તર પાટા પર હાથમાં હાથ નાખીને દોડતી બે સગી બહેનો છે.

માણસે જીવનમાં કાપકુપ ભેગી સાફસુફ પણ કરવી પડે છે. કાતર અને સોય બન્ને વીના એને ચાલતું નથી. મદારીના કરંડીયામાં સાપ અને નોળીયા સાથે રહે, તેમ દરજીના ખાનામાં સોય અને કાતર સાથે રહે છે. સોય અને કાતરની કામગીરી શરુ થાય એ પહેલાં મેઝરટેપ પોતાનો ચુકાદો સંભળાવે છે. ક્યાંથી કેટલું કાપીને દુર કરવું અને ક્યાં કેટલું સાંધવું તેનું સાચું માપ મેઝરટેપ બતાવે છે. મેઝરટેપની ભુમીકા, સોય અને કાતર કરતાં વધુ મહત્ત્વની છે.

મેઝરટેપ એટલે સત્યનો ધરમકાંટો ! દરજીની મેઝરટેપ સીવાય પણ સમાજ પાસે બીજી ઘણી મેઝરટેપો છે. ધર્મની મેઝરટેપ, શીક્ષણની મેઝરટેપ, સમાજની મેઝરટેપ ! પણ એ સૌમાં એક મેઝરટેપ અનોખી છે, અને એ છે ‘વીજ્ઞાન અને સત્ય’ની મેઝરટેપ. તેનું નામ છે : ‘રૅશનાલીઝમ !’ શ્રદ્ધાળુઓની મેઝરટેપ સાથે તેના આંકડા મળતા નથી. તેથી રૅશનાલીઝમનું નામ પડતાં જ તેમનું મોં ચઢી જાય છે. આસ્તીકોની ફુટપટ્ટીમાં દશ ઈંચ હોય છે. નાસ્તીકોની ફુટપટ્ટીમાં ચૌદ ઈંચ હોય છે. એક માત્ર વીજ્ઞાન પાસે ‘બાર ઈંચની સાચ્ચી’ ફુટપટ્ટી છે. દરેક વૈજ્ઞાનીક તારણ પર આઈ.એસ.આઈ.નો માર્કો લાગેલો હોય છે. થોડા વધુ નવા પ્રયોગો કરવાથી પોતાનું જુનું તારણ જુઠ્ઠું સાબીત થાય તો વીજ્ઞાન કશીય નામોશી વગર નવાં સત્યનો સ્વીકાર કરે છે. વીજ્ઞાનની એક ટેવ પર અમે આફરીન છીએ કે તે ‘સોનાને સોનું’ અને ‘કથીર ને કથીર’ કહી દેવામાં કોઈની સાડાબારી રાખતું નથી. પણ માણસ એટલો ચોક્કસ નથી. પાકી ચકાસણી કર્યા પછી જ સોના–ચાંદીને ખરીદતો માણસ, ભગવાનના મામલામાં જરાય ગંભીર નથી. તે જ્યાંથી જેવો મળ્યો તેવો ભગવાન હોલસેલના ભાવમાં તે ખરીદી લે છે. વીજ્ઞાનના ઘડીયાળમાં તો સત્યના સાચા ટકોરા જ પડે છે.

આસ્તીક–નાસ્તીક વચ્ચે હમ્મેશાં એક અદૃશ્ય ગજગ્રાહ ચાલતો આવ્યો છે. બન્ને સમ્પુર્ણ સાચા ના હોઈ શકે અને સમ્પુર્ણ ખોટા પણ ના હોઈ શકે. પણ સત્ય તો એક જ હોય છે ! અર્થાત્ બેમાંથી કોઈ એકની પાસે અસત્ય છે. દરેક જણ પોતાની વાત જ સાચી છે એવી જીદ પર અડી જાય ત્યારે વીજ્ઞાનની બાર ઈંચવાળી અસલી ફુટપટ્ટીની જરુર પડે છે. આસ્તીક સમકક્ષ કોઈ અજાણ્યા બાળકને એમ કહી રજુ કરવામાં આવે કે, આ તમારો નાનપણમાં ખોવાઈ ગયેલો દીકરો છે, તો તે કોઈપણ ચકાસણી વીના સ્વીકારી લે છે. નાસ્તીકોનું દુ:ખ એ છે કે ખુદ તેમનાં માબાપ હાથ જોડીને કહે કે અમે જ તારાં માબાપ છીએ તો પણ તેઓ ડી.એન.એ. ટેસ્ટ કરાવવાની જીદ પકડે છે. બન્ને વચ્ચે કેવળ સત્યની જ લડાઈ હોત, તો સત્ય સાબીત થયા પછી હાર–જીતની નામોશી વીના સૌએ તે સ્વીકારી લીધું હોત. પણ બન્ને ઈચ્છે છે કે મારી પાસે જે છે તેને જ સામેવાળો સત્ય તરીકે સ્વીકારે. કોઈ પોતાની મમત છોડવા માગતું નથી.

ન્યાયનો તકાદો એ છે કે પ્રત્યેક બૌદ્ધીકે એવું વલણ રાખવું જોઈએ કે આસ્તીક–નાસ્તીક જે માનતા હોય તે, પણ વીજ્ઞાન દ્વારા જે છેવટનું સત્ય બહાર આવે તે જ સાચું. મુશ્કેલી એ છે કે વીશ્વભરના તમામ વીજ્ઞાનીઓમાં પણ ઈશ્વર અંગે મતમતાન્તરો પ્રવર્તે છે. એ સંજોગોમાં શું કરવું ? આખો પ્રશ્ન ભવીષ્ય પર છોડી દઈ સૌએ પોતપોતાનું કામ કરતાં રહેવું જોઈએ. આમેય ઈશ્વરની ચર્ચા કેવળ બૌદ્ધીક વ્યાયામ છે. ઈશ્વર હોય કે ન હોય, માનવીની રોજીન્દી જીન્દગીમાં તેનાથી કશો ફરક પડતો નથી. ઈશ્વરનું અસ્તીત્વ સાબીત થવાથી આસ્તીકોના દુ:ખ–દર્દો ઓછાં થઈ જવાનાં નથી. ઈશ્વર નથી એવું સાબીત થાય તો નાસ્તીકોનું કલ્યાણ થઈ જવાનું નથી.

આનન્દની વાત એ છે કે વીજ્ઞાનના મન્દીરમાં રૅશનાલીઝમનો દીવડો જલે છે. એ દીવડાનું ‘તેલ’ એટલે ‘બુદ્ધી’ ! એ બુદ્ધીના બલ્બ વડે ઉત્તમોત્તમ સંશોધનો થઈ રહ્યાં છે. વીજ્ઞાનના આકાશમાં રૅશનાલીઝમનો ધ્રુવતારક સદા ચમકતો રહેશે. બાવીસમી સદીમાં પણ સાયન્સનો સુરજ ઝળહળતો રહેશે. ચીન્તનના ચોકબજારમાં ચર્ચાની ચોપાટ પર સત્યનાં સોગટાં રમાતાં રહેશે. રૅશનાલીઝમ અને વીજ્ઞાન હવે પ્રચારના ઓશીયાળાં રહ્યાં નથી. એકવીસમી સદી, ‘વીજ્ઞાન’ અને ‘સત્ય’નાં બીમ–કૉલમ પર ઉભી છે. આજનાં બાળકો રૅશનાલીસ્ટ બનીને જન્મે છે. તેઓ ખેલદીલીથી સત્યનો સ્વીકાર કરે છે. એ બાળકો દોરા–ધાગા, તાવીજ–માદળીયાં અને લીંબુ–મરચું મ્યુઝીયમમાં રાખી મુકશે. બાવીસમી સદીમાં તેમનાં બાળકો તેમને પુછશે, ‘ડેડ, વૉટ ઈઝ ધીસ?’ તેઓ જવાબ આપશે, ‘ધીઝ આર ધ ‘સીમ્બોલ્સ’ ઓફ ‘બ્લાઈન્ડ ફેઈથ’ ઓફ અવર ફોરફાધર્સ !

  દીનેશ પાંચાલ

‘ગુજરાત ગાર્ડીયન’ દૈનીક, સુરતની તા. 17 ઓગસ્ટ, 2014ની રવીવારીય પુર્તી ‘સન્ડે ગાર્ડીયન’ની લોકપ્રીય સાપ્તાહીક કટાર ‘સંસારની સીતાર’માં પ્રગટ થયેલો લેખ. લેખકશ્રીના અને ‘ગુજરાત ગાર્ડીયન’ના સૌજન્યથી સાભાર…

નોંધ :

લેખકની આ કટાર હવે ‘ગુજરાતમીત્ર’માં પ્રકાશીત થાય છે. લેખકનો પોતાનો બ્લોગ : dineshpanchalblog.wordpress.com  છે. 

 લેખક સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ફોન : 02637 242 098 સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

‘અભીવ્યક્તીઈ.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads વેબસાઈટ પર અને ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/  પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે.

 ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66  ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 06 – 05 – 2016

 

16 Comments

 1. દિનેશભાઈએ વાત તો મજાની કરી. ફૂટપટીની વાત વાંચતા જ મારા ડેસ્ક પર પડેલું રૂલર દેખાયું. ૧૦” નહીં, ૧૨” નહીં ૧૪” નહીં પણ પૂરા ૧૫”. તેમાં યે પાછા લોચા…જવાદો ને માપવા વાળાઓની વાત. અમે તો ઈન્ડિયામાં એક ઈંચના દશ દોરા શીખેલા. આ ફૂટ પટીના ઢંગ જ જૂદા એક ઈંચના દસ નહિ પણ ૧૬ દોરા. માથું ખજવાળતાં થોડા વાળ ખર્યા પછી સમજાયું કે કોણ માપવાનું છે, શું માપવાનું છે એના પર બધો આધાર છે.
  મારે ત્યાં મારા બેસમેન્ટનું માપ લેવા એક કોન્ટ્રાક્ટર આવેલો. નાનું પીન્ડુ ફેરવીને મેઝરિંગ ટેઈપ વગર લંબાઈ માપી લીધેલી. બીજો આવ્યો તે વળી એનો બાપ. ગજવામાંથી સેલ ફોન જેવું મશીન કાઢ્યું દિવાલ પર લેઝર બીમ માર્યું. મિટર પર ફૂટ અને ઈંચના સોમા ભાગ સૂધીનું માપ આવી ગયું.
  દિનેશભાઈની વાત સાચી છે. વિજ્ઞાન ક્ષણે ક્ષણે બદલાય છે.
  વિજ્ઞાનની શરૂઆત થાય છે કુતુહલતાથી. કુતુહલતામાંથી કલ્પના સર્જાય છે. કલ્પનાનો સાક્ષાતકાર દ્વારા જ સર્જન થાય છે. જે છે તેને સાચા સ્વરૂપમાં શોધી કાઢવું એ રી – સર્ચ છે. જ્યારે નવેસરથી નવી જ રચના કરવી એ જ સર્જન છે.
  આજે તો મારા જેવા ઘણા અબુધો વિજ્ઞાનનો કક્કોએ ન જાણતા હોય પણ વાતવાતમાં પાંડિત્યના પ્રદર્શન માટે જ વિજ્ઞાન વિજ્ઞાન કરતાં હોય છે. જોકે હું જરા આડી વાત પર ઊતરી ગયો, દિનેશભાઈએ તો રેશનાલિઝમના સંદર્ભમાં સરસ વાત કરી છે.

  Liked by 2 people

  1. दीनेशभाई पांचालनी आ पोस्टमां भाला, खंजर, छुरा अने सत्य जाणवानी जे मेजर टेपनी वात छे एमां प्रवीणभाईए गजवामांथी जे मसीन काढी लेजर बीमनो उल्लेख करेल छे अने चोकसाई जणांवेल छे ए वधु सचोट छे. दीनेशभाईना भाला अने छुराथी सच्चाई खबर पडे पण लेजर बीमथी तो जे माप थाय ए तो मीलीमीटरना सोमा भागने पण मापी नाखे…

   Liked by 1 person

 2. Khub saras lekh.
  Vignyan hamesha nava sanshodhan kartu rahe chhe nava sanshodhan mate pani ni jem paisa kharchya pachhi pan sanshodhan yogyata tapasya vagar jaher janta na upyog mate muktu nathi ane tema pan taka vari safalta darshavtu hoi chhe. Jyare kahevata aastiko mate dharma pustako ke karmakand na pustako ma je lakhyu hoi te koi pan jat ni shanka ke chakashanivagar 100% satya bani jatu hoi chhe magaj ne koi jat ni taklif ke tasdij nahi aapvani. bas bhrahm vakya samji ne swikari le anu.

  Liked by 1 person

 3. बीजा वीश्व युद्ध वखते जापानने नमाववा अमेरीकाए अणुं परमाणुं बोम्बनो उपयोग कर्यो.

  पछी तो जेनी लाठी एनी भेंसनी शरुआत थई.

  ओसामा बीन लादेन ओछा खर्चे, ओछी महेनते अने ओछा समयमां अमेरीकाना अभीमानी टावरोने जमीन दोस्त करी नाख्या.

  बधा ईजनेरो, बांधकामना नीष्णांत कडीया, वगेरे बधा खोटा पडी गया. पाछुं अमेरीकाए रातना बे चार हेलीकोप्टर मोकली एबटाबादमां लादेननी मारी नाख्यो.

  उपर जे लखेल छे एने आ पोस्ट साथे सबंध नथी पण ओसामा बीन लादेनना मृत शरीरने नवडावी, धोई, अरेबी भाषामां मंत्रोच्चार करी, साउदी सरकारनी सलाह लई एक मोटा कोथळामां मृत शरीरने नाखी बांधी दरीयामां धकेली दीधो अने जे समाचार आव्या ए मगजमां उतरता नथी.

  बधुं सीक्रेट हतुं तो पछी ओसामा बीन लादेनने रातना मारी सवारना दस बार पहेलां दरीयामां पधरावी दीधो के बे चार दीवस पछी जमीन उपर चंदनना लाकडामां बाळी नाख्यो शुं फरक पडे छे?

  कमाल तो जुओ हवे उत्तर कोरीया वीशे रोजे रोज समाचार आवे छे के अणु परमाणु बोम्ब वापरवानो छे अने ए पण वोशीग्टन, न्युयोर्क के केलीफोर्नीआ उपर अने ए माटे बधी तैयारी थई गई छे.

  बधुं सीक्रेट अने छतां नजर समक्ष. आ साधुओ, बावा, गुरुओ जे डींग हांकी सामान्य लोकोने छेतरे छे एमने नजीकना बतीना थांबला उपर लटकाववा जोइए. फोजदार जमादार अमेरीकानो नशो उतरी जतो होय तो आ दीगम्बर, लंगोटीआ साधु, बावा, गुरुओनुं भवीष्य शुं हशे?

  हमणांनी सरकारने अयोध्यामां राम मंदीर बनाववुं छे पण राम कोण अने केवो ए खबर नथी. समय कहेशे नशो कोनो केवी रीते उतरे छे…

  Liked by 1 person

 4. માફ કરજો પણ હું સંમત નથી થઇ શકતો. બધો આધાર વિજ્ઞાન પર જ રાખવો તે પણ યોગ્ય નથી. વિજ્ઞાનને જ રેશનાલીઝમ ના ગણવું જોઈએ. આપણે દરેકે પોતપોતાની સામાન્ય સમજ વાપરવી જોઈએ.
  બધું આધ્યાત્મ હાનીકારક નથી હોતું; બધું વિજ્ઞાન હિતકારક નથી હોતું. ધર્મ જનતા માટે છે, જનતા ધર્મ માટે નથી. તેવી જ રીતે વિજ્ઞાન જનતા માટે છે, જનતા વિજ્ઞાન માટે નથી. રેશનાલીઝમ પણ જનતા માટે છે, જનતા રેશનાલીઝમ માટે નથી.
  વીજ્ઞાન માહિતી આપે છે, ડહાપણ નથી આપી શકતું. અત્યંત બુદ્ધિશાળી મહાનુભાવ પણ ડહાપણ વિનાનું કામ કરી નાંખે તેનું જ્વલંત ઉદાહરણ આલ્બર્ટ આઈન્સ્ટાઇન છે. તેઓ શાંતિવાદી (અમેરિકાનું જાસુસી તંત્ર FBI તેમના પર શક રાખતું હતું.) અને દયાળુ સજ્જન હતા. છતાં તેમણે એક નહિ પણ ચાર પત્રો લખીને અમેરિકન પ્રમુખ રુઝવેલ્ટને આગ્રહ કરેલો કે જર્મનો બનાવે તે પહેલા અમેરિકાએ અણુબોંબ બનાવવો. જર્મનો તો તેના વિના જ હારી ગયા પણ જાપાન જોરમાં હતું. પર્લ હાર્બરનું વેર વાળવાનું બાકી હતું. તેથી તેને તારાજ કરી દીધું. ડોશી મરી પણ અણુશસ્ત્રો રૂપી જમ પેંધો પડી ગયો. તે હજુ સતાવે છે, ISIS જેવા આતંકવાદીઓના હાથમાં ના જાય તેવી બીકે. આપણા પ્રખર વિજ્ઞાનપ્રેમીઓ આ સત્ય સ્વીકારી શકશે?
  ડહાપણનું કામ તો બ્રીટીશરોએ કરેલું. તેમણે 1943માં અને ફરીથી 1944માં એમ બે વાર જર્મનોના હેવી વોટરના જથ્થાઓના નાશ કરીને તેમને અણુબોમ્બ બનાવતા અટકાવેલા.
  આઈન્સ્ટાઇનનું E = mc2 સમીકરણ સાચું ભલે હોય, પણ તેનો ઉપયોગ માનવજાતના હિતમાં છે ખરું? ન્યુક્લીઅર વિદ્યુતમથકોના કચરાનો નિકાલ કરવાની યોગ્ય અને સલામત રીત હજુ શોધી શકાઈ નથી. યુરોપના કેટલાક દેશોએ તો તેમના અણુવિદ્યુત મથકો બંધ કરવા પણ માંડ્યા છે. ચર્નોબીલ અને ફૂકુશીમા જેવી મોટી દુર્ઘટનાઓનું જોખમ તો ઉભું જ રહે છે.
  તેમના સાપેક્ષવાદની ચકાસણી પાછળ વૈજ્ઞાનિકો કરોડો નહિ પણ અબજો ડોલર વેડફે છે. તેનાથી માનવજાતનું કયું હિત સધાય છે? તે થીઅરી સાચી હોય કે ખોટી તે જાણવાથી માનવજાતને શો લાભ થાય? દસ-વીસ હજાર વૈજ્ઞાનિકોના નિરુપયોગી કુતુહલ સંતોષવા ખાતર સાર્વજનિક પૈસા બગાડવાના?

  Liked by 1 person

  1. વીજ્ઞાનનું ધ્યેય માત્ર અને માત્ર સત્ય શોધવાનું છે એને આપણાં હીત – અહીત સાથે કશો સબંધ નથી. તેનો શો ઉપયોગ કરવો તે માણસે નક્કી કરવાનું છે. છરી બનાવ્યા પછી તેનાથી ઓપરેશન કરો કે ખુન.

   Liked by 1 person

   1. વૈજ્ઞાનિકોની કશી જ નૈતિક જવાબદારી ના હોય તો ધર્મગુરુઓની શા માટે હોવી જોઈએ? ધર્મ અને આધ્યાત્મિકતાની ઘણી ટીકા કરીએ છીએ તો વિજ્ઞાનની કેમ નહીં?

    Liked by 1 person

 5. માફ કરજો મારા રેશનાલિસ્ટ મિત્રો. મારા ટિખળીયા સ્વભાવ પ્રમાણે હું કોમેન્ટ કરતો રહું છું; પણ મારો સ્વભાવ ડંખીલો નથી. મને પોતાને જ ખબર નથી કે હું કોણ છું. અને મારા સ્વજનો કે મિત્રો મને જે લેબલ મારે તે સ્વીકારવા હું તૈયાર નથી. ધાર્મિકો મને નાસ્તિક માને છે. નાસ્તિકો મને ધાર્મિક માને છે. હું બધા સાથે લાતમ્લાતનો આનંદ માણતો રહ્યો છું.
  ગોવિંદ ભાઈ ખૂબ જ સરળ અને ૠજુ હૃદયના માણસ છે. એ પોતાના ધ્યેયને વરેલા, નમ્ર માણસ છે. રેશનાલિસ્ટ લેખકોના લેખ દ્વારા એક વૈચારિક યજ્ઞ કરી રહ્યા છે અને ખરેખર ગોવિંદભાઈ ધન્યવાદને પાત્ર છે.
  પણ હવે વાત છે રેશનાલિસ્ટ વિચારકો અને પ્રસસ્તી ભૂખ્યા લેખક-ગુરુઓની. ___
  જયારે આપણે કેટલાક માનનીય લેખકોની વાત વાંચીયે ત્યારે એમ થાય કે આ ગુરુએ નવું શું કહ્યું કે જે આપણે જાણતા નથી.
  કોમેન્ટ કરનારાઓ પણ મોટેભાગે રેશનાલિસ્ટ જ હોય છે. અને તેઓ સરસ સરસ કહીને પ્રસંસા કર્યા કરે એ કેવું?
  બસ કંઈક એવું કહો, એવું લખો કે એકાદ બે લફંગા ગુરુઓ આપશ્રીને આવીને કહે કે તમારા લેખો વાંચીને મેં ધાર્મિક પ્રવચનો બંધ કર્યા અને ધર્મની વાતો કરવાનું બંધ કર્યું. કંઈક એવું પાવરફુલ લખાણ લખો કે હોસ્પિટલને ખાટલે મરવા પડેલા બાળકની મા ભગવાનને પ્રાર્થના કરતી બંધ થઈ જાય અને શરીરશાસ્ત્રનું વિજ્ઞાન સમજતી થઈ જાય.
  આ વાત ગોવિંદભાઈના બ્લોગની નથી પણ લેખક અને મારા જેવા કોમેન્ટકરનારાઓની વાત છે. બ્રેઈન સર્જરી કરનાર ઘણાં ડોક્ટરો પણ સર્જરી કરતાં પહેલા કેમ તેમના ગૉડને યાદ કરતા હોય છે તે મને સમજાતું નથી. સુનિતા વિલિયમ પણ કેમ મંદિરની મુલાકાત લે છે એ વિચિત્ર નથી લાગતું? અવકાશ યાત્રીઓ અવકાશયાનમાં પ્રવેશતા પહેલા કેમ હાર્ટક્રોસ કરતા હશે. શું આ બધા એમ માનતા હશે કે વિજ્ઞાનની ઉપર પણ કંઈક છે?

  Liked by 1 person

  1. Shastri Saab, I always enjoy your comment. Many time your comment will indicate other side of coin. Yes you are 1000000000000% correct on saying that most of us write comment which has no solution of anything. I sure like to see some solution or change. And for that, I will continue to try preaching “HUMANITY”

   Thank you for sharing your wisdom.

   Liked by 1 person

 6. ઘણો જ સુંદર લેખ. દિનેશભાઈની કલમ હમેશાં નવા વિચારો પ્રદાન કરતી રહે છે. રેશનાલાઝમનું ખરેખરું પ્રતિબિંબ એમના લેખોમાં જોવા મળે છે.

  Liked by 1 person

 7. મિત્રો,
  હેપી મઘર્સ ડે.
  કવિ સાજીદ સૈયદ……
  ……
  …….
  સાત જન્મોની સઘળી પુંજી લગાવી દઉ;
  તો ય મારી માવડી મારી લેણદાર નીકળે……
  હવે આજના વિષયે…..
  અભિવ્યક્તિનો હર અેક વાચક પોતે કર્મે અેક વિજ્ઞાની છે…….જ્ઞાનપીપાસુ વિજ્ઞાની…સાયંટીસ છે. માનવ ઉત્ક્રાન્ટી અેટલે કે હ્યુમન ઇવોલ્યુશનની હર અેક માનવ…આ પૃથ્વી ઉપર જીવતો માણસ…આ ઉત્ક્રાન્ટીની સાબિતી છે. …….પરિણામ છે….પરિમાણ છે……
  શરુઆત અંઘશ્રઘ્ઘાથી થઇ…કારણ કે કુદરતના નિયમોની ઓળખ નહિ હતી….વિજ્ઞાને તે અંઘશ્રઘ્ઘા…વહેમ…શ્રઘ્ઘા…નો પરદાફાસ કરતાં….કરતાં….૨૦૧૬ની સાલની દુનિયા બનાવી …..આજે રેશનલ માનવ બન્યો છે…..થોડા હજી જૂની ગઢેરમાં ચાલી રહ્યા છે…તેમને સમજાવવાના છે….ઘરમને નામે વેપાર કરતાં લોકોના ઇન્ટરેસ્ટ હજી લોકમાનસને કબજામાં રાખીને દુનિયાને હેરાન કરી રહ્યા છે…..
  ફરી અેકવાર…જરુરીઆત અે જ વિજ્ઞાનનો પાયો નાંખે છે……દરેક માનવી મનથી અને તનથી બેસીક વિજ્ઞાની છે….
  આપણું ભાવિ ઉજ્જવળ છે…..સમયની લીમીટ હજી નક્કિ કરી શકાય અેમ નથી કારણ કે અંઘશ્રઘ્ઘાનો માલ વેચવાવાળાઓનો ઘંઘો મજબુત ચાલે છે.
  બેસ્ટ ઓફ લક……
  અમૃત હઝારી.

  Liked by 1 person

 8. વઘુમાં…….
  ‘નેસેસીટી ઇઝ મઘર ઓફ ઇન્વેન્સન‘…….વિજ્ઞાનની શોઘોના બે પ્રકારો છે…અેક ડીસ્કવરી અને બીજું…ઇન્વેન્સન….ડીસ્કવરી અેટલે જે વસ્તુ છે પરંતુ આપણે તેનાથી અજાણ હોઇઅે અને તેને શોઘી કાઢી ને ઉપયોગમાં લઇઅે. ઇન્વેન્સન….જેનું અસ્તિત્વ નથી દેખાતું તેને શોઘી કાઢવું……..જો આઘેડ વયના ભણેલાં કે અબુઘ…અભણ…નાના જન્મેલાં બાળકની રોજનીશીનો ઘ્યાનપૂર્વક ઝીણવતથી અભ્યાસ કરે તો તે બાળક પોતાની સગવડ અને અગવડના વાતાવરણને ઓળખીને પોતાને જ્યાં સારુ લાગે તે વ્યવસ્થા કરી લેશે….તરતનું જન્મેલું બાળક પણ અેક વિજ્ઞાની હોય છે.
  અભણ અને અબુઘ પણ પોતાની સગવડ માટે…અને અગવડ દૂર કરવા માટે પોતે તે અગવડ દૂર કરવાં વિચારીને સોલ્યુશન લાવે છે. પત્થર યુગનો માનવી..અભણ અને અબુઘ હતો….પરંતુ તેણે ગોળ ચક્ર ની શોઘ કરી…ઘીમે ઘીમે તે વર્તુળને તેણે ગાડુ બનાવવામાં વાપર્યુ…તે વિજ્ઞાની બન્યો…અને…..આ શોઘ અને આ શોઘખોળ…વાપખરીને તેના સમયની જરુરીઆતને પુરી કરી…..
  ફરી અેક વાર…..જન્મેલો દરેક માનવી…પોતાની જ્ઞાનપીપાસાને કારણે અેક ઉત્તમ વિજ્ઞાની છે…..કોલેજ જવાની અને સર્ટીફીકેટની જરુરત નથી હોતી…….અભણ કે અબુઘ…દરેક અેક ઉત્તમ પ્રકારનો વિજ્ઞાની છે..સરત અેક કે……જો તે જ્ઞાનપીપાસુ હોય……આંખ…નાક…કાન…અને મગજને ખુલ્લુ રાખીને જીવતો હોવો જોઇઅે.

  અમૃત હઝારી.

  Liked by 2 people

  1. साधु, बावा, फकीरो ठगाई करी मानवनी नबडाई जाणी छेतरे छे.

   अमेरीकाए जापान उपर बोम्ब फेंकी पांच दस लाख लोकोने मारी नाख्या. सामा पक्षे ओसामा बीन लादेन अमेरीकाना बे टावर तोडी बधो अभीमान जमीनदोस्त करी नाख्यो.

   अमेरीकाए पाकीस्तानना एबटाबादमां रातना हेलीकोपटरथी हुमलो करी ओसामा बीन लादेनने मारी नाख्यो.

   अमेरीकाए ओसामा बीन लादेनना मृत शरीरना नीकाल माटे जे वीधी वीधान मंत्रो कर्या एनो बदलो हवे उत्तर कोरीया लेशे. दरेक अमेरीकन आ कोरीयाथी फडफडशे अने नजीकना भवीष्यमां परीणाम खबर पडशे.

   जे मंत्रोच्चार वीधी अमेरीकाए करी ए हवे बाकीना साधु बावा फकीरो करशे.

   महाराष्ट्रमां जैनोना पर्युषण वखते उध्धव अने राज ठाकरेना अनुयायीओ जे कर्युं एनो बदलो हवे जैनो लेशे. आ बधा अनुयायीओने गायनुं मांस मफत अने फ्रीमां मळवानी शक्यता वधशे. कोण कोने केवी रीते छेतरे छे एनी खबर पडशे के गेजेटमां रीतसरनी वीधी आवशे.

   पछी लंबाई बळदनी रास के दोरीथी मापो, मेजर टेपथी मापो के लेजरबीमथी मापो. चोक्कस माप खबर पडशे…

   Liked by 2 people

 9. થોડા વધુ નવા પ્રયોગો કરવાથી પોતાનું જુનું તારણ (જુઠ્ઠું) ખોટું સાબીત થાય તો વીજ્ઞાન કશીય નામોશી વગર નવાં સત્યનો સ્વીકાર કરે છે. વીજ્ઞાનની એક ટેવ પર અમે આફરીન છીએ કે તે ‘સોનાને સોનું’ અને ‘કથીર ને કથીર’ કહી દેવામાં કોઈની સાડાબારી રાખતું નથી.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s