–દીનેશ પાંચાલ
એક પ્રૉફેસર મીત્રે કહ્યું : ‘ઈશ્વરચીન્તન દીમાગી કસરતથી વીશેષ કશું નથી. એવા વૈચારીક વ્યાયામની કોઈ નક્કર ફલશ્રુતી હોતી નથી. ઈશ્વર હોય કે ન હોય; માણસ જે રીતે જીવતો આવ્યો છે તેમ જ જીવ્યે રાખશે. તે વનવેમાં ઘુસી જશે અને ટ્રાફીક ઈન્સ્પેક્ટર પકડશે ત્યારે આસ્તીક હશે કે નાસ્તીક, પોલીસને સો પચાસનું પત્તું પકડાવીને છુટી જવાની પેરવી કરશે.’
વાત ખોટી નથી. મુસીબતમાં માણસની ભીતરી સાત્ત્વીકતાનું સાચુ માપ નીકળે છે. અલબત્ત, વીચારપ્રક્રીયાનું મુલ્ય કદી ઓછું હોતું નથી. વીચારો, પ્રશ્નો, સંશયો, ચર્ચા વગેરેથી બુદ્ધીની બૅટરી ચાર્જ થતી રહે છે. વીચારમંથન હમ્મેશાં ફળદાયી હોય છે. તેના વડે જીવનના ધોરી માર્ગો પર છવાયેલા કાંટા, ઝાંખરાં અને રોડા હઠાવીને માર્ગને ચોખ્ખો બનાવી શકાય છે. જેમને પ્રશ્નો નથી થતા તેવા માણસો ‘કેરી ન આપતા આંબા’ જેવા હોય છે. વાંઝીયો આંબો સુકાં પાન્દડાં ખેરવતો રહીને ઉમ્મર પુરી કરવા સીવાય બીજું કાંઈ કરતો નથી. સમાજમાં સારી–નરસી ઘટના બને અને જેમને પ્રશ્નો થતા નથી તેમના દીમાગનો બલ્બ શૉટ થઈ ગયેલો જાણવો. ગમે તેવા હાઈ વૉલ્ટેજ કરન્ટનો લોડ આવે તોય એ બલ્બમાં ઝબકારા થતા નથી. વાવાઝોડું આવે ત્યારે મડદાને કશું ટેન્શન રહેતું નથી.
વીલ્સન મીઝનરે કહ્યું છે : ‘શ્રદ્ધાનું હું સન્માન કરું છું, પણ કેળવણી તો આપણને શંકામાંથી જ મળે છે !’ શંકા એટલે પ્રશ્નોનું પ્રજનન અને વીચારોનું વાવેતર ! વીચારપ્રક્રીયા અન્ધારામાં ટૉર્ચની ચાંપ દબાવવા જેવી ઉપયોગી ટેવ છે. જેઓ વીચારતા નથી તેઓ ચુંટણીવેળા 40–50 રુપીયા લઈને કહો તેને વોટ આપી આવે છે. દેશની પાર્લામેન્ટમાં 146 ગુંડા ચુંટાઈ આવ્યા છે તે એવા ‘વીચારવાંઝીયાઓ’એ કરેલી બેવકુફીનું પરીણામ છે. બહોળા પરીવારમાં બે બાળકો અપંગ હોય તેના ભરણપોષણની છેવટ સુધીની જવાબદારી બાકીના સભ્યો પર આવે છે, તે રીતે પાર્લામેન્ટમાં એવા ‘દ્વીપગા પશુઓ’ થકી વટાતો ભાંગરો આખા દેશે વેઠવો પડે છે.
વીચારશુન્ય પ્રજા એટલે દેશના બજેટની અદૃશ્ય ખાધ…! એક હાલતું–ચાલતું બાળક તોફાન કરીને ઘર ગજવી મુકે છે. એવું બાળક વગોવાય છે ખરું; પણ પથારીમાં નીષ્ક્રીય પડી રહેતા નીષ્ક્રીય લકવાગ્રસ્ત બાળક કરતાં એ વધુ આશાસ્પદ હોય છે. માબાપે તેની પથારીવશ નીરુપદ્રવતાની ઉંચી કીમ્મત ચુકવવી પડે છે. પેલા તોફાની બાળક કરતાં તે ચાર ગણી મોટી હોય છે.
અમારા પ્રૉફેસર મીત્રે યોગ્ય જ કહ્યું છે – ‘માણસ ચર્ચા કરે છે ત્યારે જ નીયમો, આદર્શો કે સત્યનું યશોગાન કરે છે. જીવનની વાસ્તવીકતામાંથી પસાર થતી વેળા તે તમામ માનવસહજ કમજોરીથી ભરેલો ‘બીબાઢાળ’ ઈન્સાન બની રહે છે. પોતાની ફરજ દરમીયાન જેણે ઘણા ખુનીઓને ફાંસીની સજા સુણાવી હોય એવા ન્યાયાધીશનો પોતાનો દીકરો કોઈનું ખુન કરીને આવે, ત્યારે તે ન્યાયાધીશના વાઘા ઉતરી જાય છે. તે એક પીતા બની જાય છે અને દીકરાને બચાવી લેવાનો તે મરણીયો પ્રયાસ કરે છે.
માણસ આસ્તીક કે નાસ્તીક પછી હોય છે, પહેલાં તો તે એક માણસ હોય છે. ક્યારેક સજ્જન કહેવાતો માણસ પણ મકાનમાલીકને તેના ઘરનો કબજો આપવામાં છઠ્ઠીનું ધાવણ ઓકાવી દેતો હોય છે. હું ભુલતો ના હોઉં તો પ્રા. રમણ પાઠક(વાચસ્પતી)એવર્ષો જુનું ભાડેનું મકાન તેના માલીકને હસતાં હસતાં ખાલી કરી આપ્યું હતું. એમના કો’ક લેખમાં એવું વાંચ્યાનું યાદ છે કે ઘરમાં લટકાવેલો જુનો પંખો અને એવું કેટલુંક ફરનીચર સુધ્ધાં તેઓ ત્યાં જ છોડી આવ્યા હતા. આવી ઈમાનદારીથી માણસની નાસ્તીકતા દીપી ઉઠે છે. રૅશનાલીસ્ટ બન્યા પછી માણસ જીવનમાં કેવું વર્તે છે તેમાં રૅશનાલીઝમની લાજ રહેલી છે.
ઈમાનદારીનો તકાજો એ હોય છે કે કો’કની માલીકીની વસ્તુ આપણે વર્ષો સુધી વાપરીએ છીએ, ત્યારે તેના ઋણી બનતા હોઈએ છીએ. તે માટે આભાર માનવાને બદલે, તેને કોર્ટકચેરીનો માર મારીએ એ શેતાની વૃત્તી છે. સાચી વાત એ છે કે ‘મફતનું લઈશ નહીં’ એ સુત્ર ફ્રેમમાં મઢીને દીવાલે ટીંગાડી રાખવાની માણસને જેટલી મજા આવે છે, તેટલી મજા પેલી દીવાલ તેના મુળમાલીકને પરત કરી દેવામાં નથી આવતી ! સમાજમાં આવી ઘટનાઓ વીરલ હોય છે. મન્દીર–મસ્જીદના ઝઘડામાં જીવતા માણસોને બાળી નાખતા આસ્તીકો કરતાં; ઈન્સાનીયતમાં માનતા નાસ્તીકોનું સમાજે ચાર હાથે સ્વાગત કરવું જોઈએ.
લોકો વીચારોમાં જુદા હોય છે અને વર્તનમાં પણ જુદા હોય છે. રામાયણની કથામાં મોરારીબાપુના કંઠે રામ અને ભરતના મીલાપની વાત સાંભળી ચોધાર આંસુએ રડી પડતા બે સગા ભાઈઓ, સાંજે કથામાંથી ઘરે આવીને ખેતરના સેઢાની તકરારમાં એકમેકના માથા ફોડી નાંખે છે. એક વાત નક્કી છે. માણસો સારા પણ હોય છે અને ખરાબ પણ હોય છે. ક્યારેક તેઓ આસ્તીક હોય છે તો ક્યારેક નાસ્તીક…! હજારે એકાદ લીમડો મીઠો નીકળી આવે તો તે જીનેટીકલ એન્જીનીયરીંગની કમાલ કહેવાય ! બાકી, આસ્તીકતા ઈમાનદારીની વણલખી ગેરન્ટી બની રહે એવું હમ્મેશાં નથી બનતું. ઘણીવાર લોકો કંકુવરણાં કાવતરાં કરી બેસે છે. તેમની આંગળીએ કંકુ છે કે લોહી તે ઝટ કળી શકાતું નથી. આસ્તીકતામાં માનવતા ભળે ત્યારે માનવધર્મ દીપી ઉઠે છે.
શ્રદ્ધા, સ્નેહ અને સૌજન્યના વરખમાં વીંટળાયેલી હોય તો જ ઈશ્વરની બૅન્કમાં તે માણસના ખાતે જમા થઈ શકે છે. શોધવા નીકળીએ તો ઈતીહાસમાંથી એવાં અનેક ઉદાહરણો મળી રહે છે. રાવણ, કંશ, દુર્યોધન, શકુની એ બધાં જ આસ્તીક હતા; છતાં એમણે માતાની કુંખ લજવી હતી.
એક સંતે કહ્યું છે : ‘ઈશ્વરમાં ન માનતો ખાટકી નખશીખ સજ્જન અને ઈમાનદાર માણસ હોય તો; કોઈ દંભી ધર્મગુરુ કરતાં ભગવાનની નજરમાં તેનું સ્થાન ઉંચુ હોય છે. ધર્મની ગાદી સાચવવા ખુન કરાવતા ધર્મગુરુ કરતાં ધંધા ખાતર ખાટકી બનેલો માણસ વધુ નીર્દોષ ગણાય !’
ધુપછાંવ
અલ્લાહકો નમાઝકી જરુરત નહીં,
ભગવાનકો પુજાકી જરુરત નહીં;
રામ–રહીમ ગલે મીલ જાય તો,
ઈન્સાનકો મજબહકી જરુરત નહીં.
– દીનેશ પાંચાલ
‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની તા. 31 જુલાઈ, 2005ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવનસરીતાને તીરે’માંથી, લેખકના અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com બ્લોગ : dineshpanchalblog.wordpress.com
‘અભીવ્યક્તી–ઈ.બુક્સ’
રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads વેબસાઈટ તેમ જ ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય ‘લેક્સિકોન’ http://www.gujaratilexicon.com/ebooks/ પર મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનન્તી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચક મીત્રો મને govindmaru@yahoo.co.in પર, પોતાનાં નામ સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…
♦●♦●♦ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 17/06/2016
ધર્મની ગાદી સાચવવા ખુન કરાવતા ધર્મગુરુ કરતાં ધંધા ખાતર ખાટકી બનેલો માણસ વધુ નીર્દોષ ગણાય !’ Ekdum saachi vaat. Khaatki enaa pet khaatar ane eni javaabdaari sambhaalvaa khaatar KHAATKI baniyo chhe. Ane enaa joita pramaan maa j ye katal kare chhe jiyaare aa GURU o to bank balance banaavvaa loko ne baare yaa loko na man ni katal kare chhe….
Aa vaat jo samajmaa aave to saari vaat… Nahi to Dineshbhai na articles vaanchavaa etle ‘Bhes aagal Bhaagavat’
LikeLiked by 1 person
આસ્તીકતામાં માનવતા ભળે ત્યારે માનવધર્મ દીપી ઉઠે છે.
સાચી વાત છે.માનવ ધર્મથી બીજો કોઈ સારો ધર્મ નથી. માનવનો ધર્મ એટલે જ માનવતા .
LikeLiked by 1 person
કોઇ કહી ગયેલું કે……
તૂં છોડ દે કોશિશે…….
ઇન્સાનોં કો પહચાનને કી….!
યહાં જરુરતોં કે હિસાબસે…
સબ બદલતે નકાબ હૈ…!
અપને ગુનાહોં પર સૌ પરદે ડાલકર…હર શખ્સ કહેતા હૈ…
જમાના બડા ખરાબ હૈ…!
જ્યારે બીજું કોઇ કહે…….
અેક પંખી રોજ ‘સળી‘ ઉપાડી કરે છે માળો…..
અને….
અેક માણસ રોજ ‘સળી‘ કરીને વીખેરે છે માળો.
અને અેટલે જ કોઇ અજાણી વ્યક્તિ કહી ગઇ છે…અને હું પણ માનુ છુ કે….
હે સ્વાર્થ,
તેરા શુક્રિયા, અેકતૂં હીં તો હૈ જિસને હરેક લોગોં કો આપસમેં જોડ રખ્ખા હૈ……..!
‘ સ્વાર્થ અે જ અેક આંતરરાષ્ટરિય માનવ ઘર્મ છે.‘ હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તિ, જૈન, બૌઘ….તો નામો છે. સ્વાર્થ જ બઘા કર્મો કરાવે છે.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
પાઠમાં સવાલ બે શબ્દોનો ઉઠેલો દેખાય છે. ૧. આસ્તિક ૨. નાસ્તિક.
આ બન્ને શબ્દો, સામાન્ય રીતે ભગવાન, ખુદા, ગોડ, તેમના કહેલાં ઘાર્મિક પુસ્તકો વિ. ને અે ને અેક તથા સંપૂર્ણ સંબંઘમાં ( અર્થમાં) રાખીને જ વપરાય છે.
આસ્તિક અેટલે તે……… વિષયમાં ( સવાલ પૂછવા વિના)માન્યતા ઘરાવવી…કદાચ કહેવાય કે શ્રઘ્ઘા રાખવી.
અને
નાસ્તિક અેટલે તે……….વિષયમાં ( સવાલો પૂછીને) માન્યતા ઘરાવવી…કદાચ અશ્રઘ્ઘા રાખવી. ( જાગજો…અશ્રઘ્ઘા..,.નહિ કે અંઘશ્રઘ્ઘા.)
માનવતામાં શ્રઘ્ઘા રાખવી અને અમાનુષી વર્તણુકમાં નહિ…અે પણ આસ્તિકતા અને નાસ્તિકતાના વિશાળ અર્થમાં ગણાવા જોઇઅે.
સ્વામી વિવેકાનંદજીનું પુસ્તક : આઘુનિક યુવાનોને. વાંચવા જેવું છે.
પાના નં: ૧૦ ઉપર લખે …પૂછે છે કે…‘ જે લોકો નાસ્તિક છે; મનસ્વિ છે, નકામા છે, અને ઢોંગી છે તેઓ રામકૃષ્ણના છે અેમ શા માટે કહેતા હશે?‘
આપણા સમાજમાં આસ્તિક અને નાસ્તિક શબ્દોનો અર્થ સંકુચિત અને તે પણ ઘાર્મિક અર્થમા લેવામાં આવિ રહ્યો છે. ઘર્મના કોસેટામાંથી બહાર નિકળો….માનવ બનો….
વિશાળ બનો…દુનિયા ખૂબ મોટી છે….માનવતા જેવો વિષય હાથ પર લો…..
અમૃત હઝારી.
LikeLiked by 1 person
પ્રિય ગોવિંદ ભાઈ મારુ
તમારા તરફથી શ્રી દિનેશ પંચાલનો લેખ વાંચવા મળ્યો .બહુ સરસ સમજવા જેવો છે .
ગાલિબે કીધું છેકે દેખાડા માટે નમાજ પઢતો , રોજા રાખતો અને માળા ફેરવતા મુસલમાન કરતાં શ્રદ્ધા પૂર્વક મૂર્તિની પૂજા કરતો હિન્દુ ઉત્તમ ધાર્મિક છે .
LikeLiked by 1 person
મારો જમણો હાથ હાર્ટ પર મૂકીને કહું તો આ દિનેશભાઈના લેખમાં મને કશું જ સમજાયું નહી. મારો IQ ઓછો પડે. ખુબજ કોમ્પ્લેક્ષ સબજેક્ટ.
માત્ર એક વાત જે હું ન જાણતો હતો
તે જાણી ગયો. હું સમજી ગયો કે “જેમને પ્રશ્નો નથી થતા તેવા માણસો ‘કેરી ન આપતા આંબા’ જેવા હોય છે. વાંઝીયો આંબો સુકાં પાન્દડાં ખેરવતો રહીને ઉમ્મર પુરી કરવા સીવાય બીજું કાંઈ કરતો નથી. સમાજમાં સારી–નરસી ઘટના બને અને જેમને પ્રશ્નો થતા નથી તેમના દીમાગનો બલ્બ શૉટ થઈ ગયેલો જાણવો. ગમે તેવા હાઈ વૉલ્ટેજ કરન્ટનો લોડ આવે તોય એ બલ્બમાં ઝબકારા થતા નથી. વાવાઝોડું આવે ત્યારે મડદાને કશું ટેન્શન રહેતું નથી.”
હું બરાબર આ ગ્રુપમાં ફીટ થતો સુખી કાગડો છું.
વિશ્વભરમાં સમાજ આપોઆપજ માર્ગ શોધીને સુધારાના માર્ગે વહેતો રહ્યો છે. મારે શકટ નીચેના શ્વાન નથી થવું.
ખરો ભાર તો એક પણ શબ્દ બોલ્યા વગર બે બળદની જોડી ઉત્તમભાઈ અને ગોવિંદભાઈ ખેંચી રહ્યા છે. એમને હાર્દિક ધન્યવાદ.
ભાષણ અને લેખની વિદ્વતાના ટાહ્યલાને બદલે ગામડે ગામડે ફરીને નાના નાના જુથમાં બેસીને મહિલાઓ સાથે વાત કરીને ધર્મ નાબુદીને બદલે ઘમને નામે ઘૂસેલા કુરિવાજો છોડવા સમજાવો.
વાતોને કોમેન્ટથી પંપાળનારામાંથી અત્યારે ગુજરાતના ગામડામાં કોણ રહે છે? વિદેશમાં વસેલા, વિદેશમાં જીવતા અને વિદેશમાં જ મરવાવાળા કોણ કોણ છે એ તો જૂઓ. જેઓ સુધરેલા છે તેઓ જ બોલે છે.
ટી વી પર કોઈ વાર સવારે કોઈને કોઈ ફાજલ બાપુ સ્ટેજ ગાદી પર બેસીને બે માઈક પર બોલતા જોઉં છું. હજારો માણસોની મેદની દેખાય છે. વિચારું છું કે શ્રી દિનેશભાઈ જેવા સમાજ સુધારકો એની જ સામે પ્રતિક સભાઓ કેમ યોજતા નથી. બે હજારની સામે ગરીબ ગુરબાને એક ટંકનું ભોજન કરાવીને પાંચ હજારની મેદની ઉભી કરોને!
દર રવિવારે તમારા વ્યાખ્યાન સાંભળતી મેદની ટેલીવાઈઝ કરોને!
કંઈક નક્કર ઉભું કરવા માટે મોટા ગજાના સ્પોન્સર ઉભા કરો. ટેલીવિઝન પર સતત શોનું પ્રસારણ કરો.
આ કોમેન્ટ કરતાં પણ થોડું દુઃખ તો અનુભવું જ છું. કોઈને દુઃખ થયું હોય તો ક્ષમા. લખવું ન હતું પણ લખાઈ ગયું.
LikeLike
Sara ane narasa astik/ nastik atle shu ? Tukma mari samajan pramane sara nastik a astik ( prabhu priy) chhe ane narasa astik a nastik j samajava?
LikeLike
“કંકુવરણાં કાવતરાં” Excellent metaphor.
LikeLiked by 1 person
શ્રી પ્રવિણભાઇ શસ્ત્રીની વાત સાથે સંમત છુ. માત્ર લેખો લખવાથી કંઇ વળે એમ નથી. પ્રચાર સભાઓ કરો. રેશનાલીઝમની સમજ્ણ આપો.વિગેરે..વિગેરે.. અમે તૈયાર છીએ.
@ અંધશ્રધ્ધાનો વેરી,માનવતાનો પ્રહરી
રોહિત દરજી” કર્મ” , હિંમતનગર
LikeLiked by 1 person
ખુબ સુંદર લેખ. દીનેશભાઈને જણાવવાનું કે, આ પણ એક જાતની વેબ ઉપરની પ્રચાર સભા જ છે. હવે તો પહેલાંની જેમ જાહેર સભાઓમાં ક્યાં કોઈ આવે છે ?!! કલમની તાકાત જ કંઈક પરિવર્તન લાવશે. એવું નહિ ?
LikeLiked by 1 person
Khub saras lekh Dineshbhai ane Govindbhai no aabhar .
LikeLiked by 1 person
પ્રિય ગોવિંદભાઇ
દિનેશ પંચાલનો લેખ ગમ્યો . લોકો સમજયાવિના માને છે એવી નાસ્તિકતાને આસ્તિકતા ગણવી જોઈએ .
LikeLiked by 1 person
પ્રિય કૃષ્ણકાંત ઉનડkat ભાઈ
તમારી સુરતના હીરાના વેપારીની સત્ય ઘટના વાળી વાત મને બહુ ગમી . આવા બાપના પૂત્રોજ દરેક બાપને હોય તો કેવું . ? તમને મારી એક વાત કહેવાનું મન થઈ ગયું . હું સામાન્ય પોલીસ મેન અમદાવાદમાં સરદાર નગર પોલીસ સ્ટેશનમાં હું નોકરી કરતો હતો , મારો નાનો ભાઈ અમેરિકા હતો . એ પોતાના બાહુબળથી અમેરિકા પહોંચેલો . કેમકે મારો બાપ માસિક 12 રૂપિયાનો પગારદાર મારા દીકરાઓને ભણાવવા માટેનો તમામ ખર્ચો આપવાની તેની તૈયારી હતી પણ મારા દીકરાઓને કીધું કે કાકાની જેમ પોતાના પરાક્રમથી આગળ વધજો . અને દીકરાઓએ ચમક બતાવી અને નેશનલ મેરીટ સ્કોલર શિપ મેળવી . હું હરામનો પૈસો ન ખાવાનો દૃઢ નિશ્ચયયી મારી વાઇફે અને દીકરાઓએ ઉઘાડે પગે બકરાં ચરાવ્યા અને મોટો દીકરો અમેરિકા પહોંચ્યો . કેમિકલ એન્જીનીયર બન્યો . અમેરિકામાં ત્રણ મહિના કાકાનો આધારિત રહ્યો પાછી સખત મહેનત કરી અમેરિકાનો કોલેજ ખર્ચ અને બીજો ખર્ચ પોતે ઉપાડ્યો . કોલગેટ કમ્પનીમાં નોકરી કરી તેણે ગંદકી મુક્ત સાબુની શોધ કરી જે આઈરીશ સ્પ્રિંગના નામે વિશ્વમાં વેંચાય છે .
હાલ હું અમેરિકામાં રહુ છું . હું અંગ્રેજી વિના ગુજરાતી સાત ધોરણ ભણેલો છું . મારા ભાઈ સાથે મારોખર્ચ આપ્યો અને રહ્યો . અને સખત મહેનતની નોકરી કરી .પૈસા બચાવ્યા અને અમેરિકાના એરિઝોના સ્ટેટના કેપિટલ શહેરમાં પોતાની મહેનતના પૈસાથી ઘર ખરીદ્યું ,20 વર્ષ કરતા વધુ સમય મારી વાઈફ અને હું આ ઘરમાં એકલા રહ્યા 8 વરસ પહેલા મારી વાઈફ ગુજરી ગઈ પછી હું એકલો રહ્યો . અને હાલ એક વરસથી મારા પૌત્ર સાથે ટે ને સી સ્ટેટમાં રહું છું . એના અને એની અમેરિકન વાઇફના આગ્રહ થી . એપ્રિલ 15 2016 નારોજ મેં મારા આયુષ્યના 95 વરસ વાપરી નાખ્યા છે . મારો ઈ મેલ
hemataata2001 @yahoo.com મારુનામ હિમ્મતલાલ જોષી મારો બ્લોગ www. aataawaani wordpress.કોમ બ્લોગ વિશ્વમાં હું “આતા ” તરીકે ઓળખાઉં છું .
LikeLike
પ્રિય ગોવિંદભાઇ મારુ અને પ્રિય દિનેશ પંચાલ તમારો હું હાર્દિક આભાર માનું છું . બહુ સારા લેખો વાંચવા આપો છો .ગાલિબ વિશે મેં ક્યાંક વાંચેલું કે એક પાંચ વખત નમાજ પડતો અને બધાજ રોજા રાખતો દાઢી ધારી અને લોકો પોતાના તરફ ધ્યાનથી જુવે એ રીતે માળા ફેરવનાર નમાજ પઢતી વખતે જ્યારે જમીનને માથું અડાડવાનું હોય ત્યારે વધુ દબાવીને માથું અડાડે કે જેથી કરીને પોતાના કપાળમાં કાળા ડાઘ પડીજાય કે લોકો જોઈ શકે અને પોતાને નમાજી માને એવા મુસલમાન કરતાં શ્રધ્દ્ધા પૂર્વક મૂર્તિની પૂજા કરે એવો કાફર ઉત્તમ છે .
वो सज़दा क्या रहे एहसान जिसमे सर उठानेका
इबादत और बकदरे होश तौहीने इबादत है આવો શેર મેં ક્યાંક વાંચેલો .
LikeLiked by 1 person