સીંધુ સંસ્કૃતી અને વૈદીક સંસ્કૃતીનો તુલનાત્મક અભ્યાસ (ભાગ–1)

એન. વી. ચાવડા

આપણે ભારતીયો પોતાને હીન્દુ તરીકે ઓળખાવીએ છીએ; પરન્તુ હીન્દુ શબ્દનું મુળ અને તેનો સાચો અર્થ આપણે જાણતા નથી. આપણે માનીએ છીએ કે જે લોકો હીન્દુધર્મમાં માને છે, તે હીન્દુ; પરન્તુ વાસ્તવીકતા કંઈક જુદી જ છે. કારણ કે હીન્દુધર્મ ખરેખર શું છે, તે પણ આપણે જાણતા નથી. હીન્દુધર્મને સમજવા માટે હીન્દુ શબ્દ ક્યાંથી આવ્યો છે તે પ્રથમ જાણવું પડે.

વેદો, ઉપનીષદો, સ્મૃતીઓ, પુરાણો, રામાયણ, મહાભારત આદી હીન્દુધર્મના કહેવાતા ગ્રંથોમાં ક્યાંય હીન્દુ શબ્દ જોવા મળતો નથી. આ બધા ગ્રંથોમાં હીન્દુધર્મનું નહીં; પરન્તુ વર્ણવ્યવસ્થાધર્મનું વર્ણન છે. જે વર્ણવ્યવસ્થા સાક્ષાત ઈશ્વર દ્વારા પ્રતીપાદીત થયેલી છે એવું આ ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે. એ ગ્રંથોમાં ક્યાંય એવું પણ નથી લખવામાં આવ્યું કે વર્ણવ્યવસ્થાધર્મ એ હીન્દુધર્મ છે; પરન્તુ આશ્ચર્યની વાત એ છે કે આપણે હીન્દુઓ આ વર્ણવ્યવસ્થાધર્મને જ હીન્દુધર્મ માનીને ચાલીએ છીએ. એનો અર્થ એમ થાય કે આપણે અહીં ભુલા પડ્યા છીએ યા આપણને ભુલા પાડવામાં આવ્યા છે.

આપણા દેશના સંશોધનકાર – ઈતીહાસકારો કહે છે કે ઈરાનના હમાખની વંશના ત્રીજા રાજા દાયરે(ઈ.સ.પુ. 522–486) સીંધુદેશ (સીંધ) જીતી લઈ ત્યાં સત્રપી સ્થાપી. આ સમ્રાટના સ્તંભ–લેખોમાં સીંધુ પ્રદેશનો ઉલ્લેખ ‘हीन्दु’ દેશ તરીકે પ્રથમવાર થયો છે. આમ, હીન્દુ શબ્દનો ઉપયોગ ભૌગોલીક યા પ્રાદેશીક અર્થમાં થયો છે. અર્થાત્ સીંધુદેશના લોકો તે હીન્દુ અથવા સીંધુનદીની આસપાસના વીસ્તારમાં રહેતાં લોકો તે હીન્દુ. મોહેં–જો–દડો અને હડપ્પન સંસ્કૃતી પણ સીંધુ નદીના તટ ઉપર જ વીકાસ પામી હતી. આમ, સીંધુ સંસ્કૃતીમાં વસનારા લોકોના વારસદારો જ ત્યારે ત્યાં વસતા હશે. આમ, હીન્દુ એટલે સીંધુ સંસ્કૃતીમાં વસનારાના વારસદારો. મુળનીવાસી ભારતીયો. સ્પષ્ટ છે કે હીન્દુ શબ્દ ધર્મના અર્થમાં હરગીજ નથી. સીંધુઘાટીમાં વસનારા લોકો હીન્દુધર્મ પાળતા નહોતા. બલકે તેમનો કોઈ ખાસ ધર્મ જ નહોતો. અર્થાત્ 5000 વર્ષ પુરાણી ભારતીય સીંધુ સંસ્કૃતીના અવશેષોમાં ધાર્મીક તત્ત્વોનો ભારે અભાવ જોઈને સંશોધનકાર વીદ્વાનો પણ ભારે આશ્ચર્યમાં પડી ગયા છે. કારણ કે તેમાં ઈશ્વર, દેવી–દેવતાઓ કે મન્દીરોના કોઈ સંકેત મળતા નથી.

સીંધુઘાટીના મુખ્ય સંશોધકમાંના એક ‘સર જ્હૉન માર્શલ’ લખે છે કે ‘No building have so far been discovered in the Indus valley which may be definitely regard as temples and even those doubtfully classed as such have regarded no religious relics’ અર્થાત્ ‘પરન્તુ અત્યાર સુધીમાં સીંધુ ખીણમાંથી એવું એક પણ મકાન મળ્યું નથી કે જેને ચોક્કસપણે મન્દીર કહી શકાય અને જે મકાનોને શંકાસ્પદ રીતે મન્દીર ગણવામાં  આવ્યા છે એ પણ કોઈ ધાર્મીક અવશેષો હોય એવું સીદ્ધ થતું નથી.’

માધવસ્વરુપ વત્સ લખે છે સીંધુ સંસ્કૃતીની વીશેષતા એ છે કે તેણે આવા પ્રકારનાં મન્દીરો બાંધવા કરતાં, માનવજીવોના આશરાની સગવડ કરવાની બાબતને પ્રાધાન્ય આપ્યું ‘And where as in the west Asian countries money and thought were lavished on the building of magnificent temples for the gods as on the places and tomb of kings. The picture was quite different in the Indus valley, where the finest structure were erected for convenience of citizens અર્થાત્ ‘પશ્ચીમ એશીયાના દેશોમાં ભગવાનને માટે ભવ્ય મન્દીરો બાંધવામાં અથવા તો રાજાઓની ભવ્ય કબરો બાંધવામાં નાણા’ અને વીચારોનો દુર્વ્યય કરવામાં આવ્યો. જ્યારે સીંધુખીણમાં એનાથી બીલકુલ ઉલટી પરીસ્થીતી હતી, જ્યાં ભવ્ય અને સુન્દર ઈમારતો પ્રજાનાં સુખ–સગવડ માટે બાંધવામાં આવી હતી.’

આપણા ભુતપુર્વ વડા પ્રધાન પંડીત જવાહરલાલ નહેરુ પોતાના ગ્રંથ ‘ભારત એક ખોજ’ (Discovery of India) માં લખે છે કે –

‘મીસ્ર ઔર મેસોપોટેમીયા યા પશ્ચીમી એશીયા મેં હમેં ભી ઐસે હમ્મામ યા કુશાદા (સુવીધાયુક્ત ઘર) નહીં મીલે હૈં જૈસે મોહેં–જો–દરો કે શહેરી કામ મેં લાતે થે. ઉન મુલ્કોં મેં દેવતાઓંકે શાનદાર મન્દીરોં ઔર રાજાઓંકે મહેલોં ઔર મકબરોં પર જ્યાદા ધ્યાન દીયા જાતા થા ઔર ઉન પર ખર્ચ કીયા જાતા થા. લેકીન જનતા કો મીટ્ટી કી છોટી–છોટી ઝોંપડીઓં મેં સંતોષ કરના પડતા થા, સીંધુ ઘાટી મેં ઉસસે ઉલટી તસવીર દીખાઈ દેતી હૈ, ઔર અચ્છી સે અચ્છી ઈમારતેં વહાં મીલતી હૈં જીન મેં નાગરીક રહા કરતે થે.’

ઉપરના ત્રણેય મહાન વીદ્વાનોનાં મંતવ્યો ઉપરથી સ્પષ્ટ થાય છે કે સીંધુઘાટીની સંસ્કૃતીમાં મન્દીરો અને રાજમહેલો નહોતાં. એનો અર્થ એમ થાય કે તે વખતમાં ‘ઈશ્વરવાદ’ અને ‘રાજાશાહી’ નહોતાં. સીંધુઘાટીની સમકાલીન સંસ્કૃતી મીસ્ર અને મેસોપોટેમીયાની સંસ્કૃતીમાં ઈશ્વવરવાદ અને રાજાશાહી હતાં, તેથી ત્યાં મન્દીરો અને રાજમહેલો બાંધવા માટે ખુબ ધનની જરુર પડતી, જે આમજનતાના શોષણ દ્વારા મેળવવામાં આવતું હતું. તેથી ત્યાં આમજનતા ગરીબ હતી અને ઝુંપડીઓમાં રહેતી હતી. જ્યારે સીંધુઘાટીમાં તે વખતે ઈશ્વરવાદ અને રાજાશાહી નહોતાં, તેથી મન્દીરો અને રાજમહેલો નહોતાં અને તેથી પ્રજા શોષણમુક્ત અને સુખી હતી. અને સામાન્ય પ્રજા પણ સુખ–સુવીધાવાળા આધુનીક આવાસોમાં રહેતી હતી.

સીંધુઘાટીની સરખામણીમાં આજે ભારતનું ચીત્ર જુઓ. આજે ભારતમાં ઈશ્વરવાદ અને રાજાશાહી (સાચી લોકશાહીની સ્થાપના હજી ભારતમાં થઈ નથી. લોકશાહીના અંચળા હેઠળ અહીં પુંજીપતીશાહી ચાલી રહી છે, જે રાજાશાહીનું બીજું રુપ છે) પ્રવર્તમાન હોવાથી અહીં નીશદીન ભવ્યાતીભવ્ય મન્દીરો અને પુંજીપતીઓના મહેલો બંધાઈ રહ્યા છે. આમજનતા મોંઘવારી અને શોષણમાં પીસાઈ રહી છે તથા 40 ટકા પ્રજા ગરીબીરેખાની નીચે પશુથીયે બદતર હાલતમાં સબડી રહી છે. 5000 હજાર વર્ષ પહેલાં સીંધુઘાટીમાં સમગ્ર પ્રજા સુખી હતી, જ્યારે આજે આઝાદી પછીનાં 62 વર્ષે માત્ર 15 ટકા સ્થાપીતહીતો જ સુખી છે. 85 ટકા પ્રજા કારમા અભાવોમાં મરવા વાંકે જીવે છે. દેશ અને દુનીયામાં ઈશ્વરવાદે ફેલાવેલાં અનેક ઘોર અનીષ્ટોમાંનું આ મુખ્ય અનીષ્ટ છે. તે છે નીર્બળોનું આર્થીક શોષણ. સીંધુઘાટીની સંસ્કૃતીમાં ઈશ્વરવાદના અભાવને કારણે આવું આર્થીક શોષણ ન હોવાને કારણે જ તેમાં ગરીબીનું પ્રમાણ નહીંવત હતું. આર્યોએ ભારતમાં ઈશ્વરવાદી ધર્મની સ્થાપના કરી ભારતીય પ્રજાનું આર્થીક શોષણ શરુ કર્યું. ભારતની પ્રજાને આ આર્થીક શોષણમાંથી છોડાવવા માટે જ ‘બાર્હસ્પત્ય અર્થશાસ્ત્ર’ની રચના કરી હતી. જે બાદમાં ક્રમશ: ‘બૃહસ્પત્યસુત્ર’ અને ‘ચાર્વાકસુત્ર’ તરીકે પ્રચલીત બન્યું. બૃહસ્પતીએ ધર્મશાસ્ત્ર નહીં; પરન્તુ અર્થશાસ્ત્ર લખ્યું છે. કારણ કે સમાજવ્યવસ્થા ઈશ્વરકૃત ધર્મ પર નહીં; પરન્તુ મનુષ્યકૃત અર્થવ્યવસ્થા પર રહેલી છે. આશ્ચર્યજનક હકીકત એ છે કે બૃહસ્પતી પછી લગભગ હજારેક વર્ષ પછી કૌટીલ્યે પણ ‘અર્થશાસ્ત્ર’ જ લખ્યું છે, જેમાં બૃહસ્પતીના લોકાયતશાસ્ત્ર યા બાર્હસ્પત્ય ‘અર્થશાસ્ત્ર’ની ભરપુર પ્રશંસા કરવામાં આવી છે. બૃહસ્પતીની આન્વીક્ષીકી વીદ્યા (તર્ક અને અનુભવ)ને તેમાં કૌટીલ્ય દ્વારા બીરદાવવામાં આવી છે. એટલું જ નહીં; પણ બૃહસ્પતીની આન્વીક્ષીકી વીદ્યાનું બીજી બધી વીદ્યાઓમાં સંશોધન કરનારી મહાન વીદ્યા તરીકે બહુમાન કર્યું છે. અર્થાત્  આન્વીક્ષીકી વીદ્યા (તર્ક અને અનુભવ) દ્વારા તમામ વીષયોમાં સંશોધન કરી સત્ય શોધી શકાય છે અથવા સત્યની વધારેમાં વધારે નજીક જઈ શકાય છે.

તાત્પર્ય અહીં એ છે કે ઈશ્વરવાદી ધર્મે એ સમાજનું આર્થીક શોષણ કરવા માટેનું સ્થાપીતહીતોનું ષડ્યન્ત્ર છે, તેથી જ 3000 વર્ષ પર બૃહસ્પતીએ અને અઢી હજાર વર્ષ પર કૌટીલ્યે ‘અર્થશાસ્ત્ર’ લખ્યાં છે, જેમાં ભારતની 5000 વર્ષ પુરાણી સીંધુ સંસ્કૃતીના શોષણવીહીન ધર્મ અને સમાજની વીચારધારા પ્રતીબીમ્બીત થાય છે. સીધુઘાટીની સંસ્કૃતી વૈદીક સંસ્કૃતીથી તદ્દન ભીન્ન છે. સર જ્હૉન માર્શલ લખે છે કે ‘A comparison of the Indus and Vedic cultures shows in constantly that they were unrelated’ અર્થાત્ ‘સીંધુ સંસ્કૃતી અને વૈદીક સંસ્કૃતીની સરખામણી કરતાં એમ પુરવાર થાય છે કે તે બન્નેને પરસ્પર કોઈ જ સમ્બન્ધ નથી.’

મોહેં–જો–દડોની નગરરચના વીશે ‘માર્શલ’ લખે છે કે

‘Anyone walking for the first time through Mohan–jo–daro might find himself surrounded by the ruins of some present day working town Lankeshire’ અર્થાત્ ‘ધારો કે કોઈ વ્યક્તી પ્રથમવાર જ મોહેં–જો–દડોના ખંડેરોમાંથી પસાર થાય તો એને તો એવું જ લાગે કે જાણે વર્તમાનના ઔદ્યોગીકનગર  લેંકેશાયરના ખંડેરોમાંથી જ પોતે પસાર થઈ રહી છે.’

સર જ્હૉન માર્શલે કહ્યું છે કે ‘સીંધુ સંસ્કૃતીની શોધ પછી ભારતીય સંસ્કૃતીના ઈતીહાસનું નવા દૃષ્ટીકોણથી પુનર્લેખન થવું જોઈએ.’

તર્કતીર્થ લક્ષ્મણશાસ્ત્રી જોશી લખે છે કે ‘આર્યોની સંસ્કૃતી દા. ત. ધર્મ, તત્ત્વજ્ઞાન અને સાહીત્ય એ દ્રવીડ સંસ્કૃતી કરતાં ઉચ્ચ હતી એ કલ્પના સીંધુ સંસ્કૃતીના અવશેષો પરથી અનૈતીહાસીક પુરવાર થઈ છે. આર્યો જડ, ભટકતી અને ગ્રામીણ સંસ્કૃતીના હતા. સીંધુ સંસ્કૃતી નગર સંસ્કૃતી હતી. નગરરચનાનું તન્ત્ર આર્યો સારી રીતે સીંધુ સંસ્કૃતીના લોકો પાસેથી કદી શીખ્યા નહીં. આર્યોએ કરેલી નગરરચનાનું તન્ત્ર સીંધુ સંસ્કૃતીના તન્ત્ર કરતાં હલકી કક્ષાનું છે.’

    એન. વી. ચાવડા

ભાઈ ચાવડા પોતે તો હતા એક આસ્તીક, શ્રદ્ધાળુ, ભક્ત, યોગ ઉપાસક, ભજન–કીર્તન, પાઠ–પુજા, ધ્યાન, ગાયત્રી મન્ત્રજાપ, ગુરુભક્તી આદીમાં પુર્ણશ્રદ્ધાયુક્ત આસ્થા ધરાવનારા અને ગણેશપુરીના મુક્તાનન્દ બાબાના અનુયાયી. પરન્તુ આયુષ્યના 45મે વરસે અનેક અનુભવ, ગહન અભ્યાસ, ચીન્તન–મનન અને સંશોધનને અન્તે આસ્તીકમાંથી નાસ્તીક થયેલા. એવા આ નીવૃત્ત શીક્ષક, વીદ્વાન, ચીન્તક, અને લેખક શ્રી. એન. વી. ચાવડાના પુસ્તક ‘ચાર્વાક દર્શન’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલીની વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત395 001 ફોન : (0261) 259 7882/ 259 2563 ઈમેલ : sahityasangamnjk@gmail.com પાનાં : 72, મુલ્ય : રુ. 50/-)માંનો આ 09મો લેખ, પુસ્તકનાં પાન 41 થી 44 ઉપરથી, લેખક અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..  ..ગોવીન્દ મારુ..

લેખક સમ્પર્ક :

શ્રી. એન. વી. ચાવડા, શીક્ષક સોસાયટી, કડોદ – 394 335 જીલ્લો : સુરત ફોન : (02622) 247 088 સેલફોન : 97248 08239

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે,  વીજલપોર રોડ, નવસારીપોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 24/06/2016 

 

12 Comments

  1. શ્રી ચાવડાજીના લેખો ખૂબ જ અભ્યાસપૂર્ણ અને માહિતી પ્રધાન હોય છે. લેખ વાંચ્યા પછી એવું મન થાય કે ચાલો પાછા પાંચ હજાર વર્ષ પહેલાના યુગમાં ચાલ્યા જઈએ, જ્યાં તિરૂપત્તી ના હોય, અક્ષરધામ ન હોય, વેટિકન ના હોય, મક્કાકાબા ન હોય, હોલીવુડ ના હોય, બોલીવુડ ના હોય. અત્યારની ઘેલછાઓથી તો કરોડો માણસો થાક્યા અને કંટાળ્યા છે.
    એક વેરી વેરી સીરીયસ સવાલ. સિંધુ નદીના નામ પરથી વિચાર આવ્યો. આપણી નદીઓના નામ ક્યારે અને કોણે એસ્ટાબ્લીસ કર્યા. એનો ઈતિહાસ કોઈ જાણતું હોય તો પ્લીઝ મને જણાવશો? આભારી થઈશ.

    Liked by 1 person

  2. મિત્રો,
    શ્રી ચાવડા સાહેબે રીસર્ચ કરીને આપણને વઘુ વિચારવા સુચન જેવું કાંઇક કહ્યુ છે. સંશોઘન આપણને સાચે રસ્તે દોરી શકે છે. કોઇકે કયારેક કાંઇક કહ્યુ અને આપણે માની લઇને પોતાનું જીવન ઘડવા મંડી પડીઅે તે યોગ્ય નથી. અંગત સ્વાર્થથી દોરાઇને ઘણી વસ્તુઓ મારી મચેડીને પ્રસ્તુત કરવામાં આવે છે અને ભૂતકાળમાં કરાઇ પણ હતી તે ઇતિહાસ જાણે છે. શ્રી ચાવડા સાહેબના સંશોઘનને શરુઆતનું પગલું બનાવીને આપણું સંશોઘન કરીઅે અને તે પછી જ આપણો ઓપીનીયન આપીઅે. આ વિષય ઉપર ઘણું સંશોઘન પબ્લીશ થયેલું છે. આજે બે સંશોઘન પેપરો કે આર્ટીકલ્સ મેં ફેસબુકમાં મુક્યા છે. વર્ણવ્યવસ્થાનો મુદ્દો તો ગીતાના ચોથા અઘ્યાયમાં છે. કૃષ્ણ પોતે કહે છે કે તે તેમણે બનાવ્યો હતો. ૧૮માં અઘ્યાયમાં તે વિશે વઘુ લખાયુ છે.
    ઇન્ડસવેલીનો ઇતિહાસ પણ મદદરુપ થઇ શકે. દ્રાવિદ સંસ્કૃતિનો ઇતિહાસ ખૂબ મદદરુપ થઇ શકે. બન્ને સંસ્કૃતિની લેખન…પઘ્ઘતિ પણ હિન્દુ ઘર્મ વિષ્યે પ્રકાશ ફેંકી શકે. ચાવડા સાહેબનો અંત:કરણથી આભાર માનવો રહ્યો. હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ ઘર્મ બન્નેના જુદાપણાનો સવાલ પણ વિચારવા યોગ્ય છે. સીંઘુ નદી…ઇન્ડસ રીવર અને હિન્દુ ઘર્મ કે સંસ્કૃતિ બઘા શબ્દોને ઉંડા સંશોઘન દ્વારા સમજવા જોઇઅે. ઓપન માઇન્ડ સાથે……
    ચાવડા સાહેબનો ખૂબ ખૂબ આભાર અને ગોવિંદભાઇને આ નવા વિષયને અભિવ્યક્ત કરવા માટે અભિનંદન.
    Discussion with open mind leads to the truth of the subject……

    Amrut Hazari.

    Liked by 2 people

  3. જોકે સિંધુ સંસ્કૃતિમાં ખૂબ મોટા સ્નાનાગારો મળ્યા છે કે જે કોઈ સામુહિક ધાર્મિક વિધિ પ્રસંગે સમૂહ સ્નાન માટે ઉપયોગમાં લેવાતા હોવાનો મત છે. ત્યાંથી અગ્નિવેદીઓ પણ મળી છે અને તેમાં અપાયેલ વિવિધ આહુતિઓના અંશ પણ [ કેટલાક હાડકાઓનાં અવશેષ પણ ]

    મુદ્રાઓ પર યોગાસનમાં બેઠેલા યોગીની આકૃતિ પણ મળી છે કે જેને શિવ તરીકે સંબોધાયા છે. તેઓ વિશેષત: પ્રકૃતિપૂજક હતા અને માતૃપ્રધાન સમાજ હતો છતાં પણ તેઓમાં દેવતાઓની સંકલ્પના થોડી તો થોડી જોવા મળે છે.

    જોકે હાલમાં જે ધાર્મિકતાનો [ અને દંભનો ] રાફડો ફાટ્યો છે તેની સરખામણીએ તેઓ અત્યંત સુખી હોવા જોઈએ 🙂

    Liked by 1 person

  4. In 2010, I ran in to Poojari from Kashmir who have said ” When say you are HIndu, You are giving gaali to your self and Hindu. We are not original Hindu. Hindu was found by some muslim”

    I did not understood on what base he is saying above statement. And back then I did not really care to know why he is making this kind of statement?

    Reading this article, now I understand what he really mean then.

    Liked by 1 person

  5. પ્રિય મહેન્દ્ર ભાઈ
    હું સિંધમાં હતો ત્યારે મોહેં જો દડો સ્થાન જોઈ ન શક્યો . બહુ દૂર ન હોવા છતાં .
    હું સિંધના સખર અંગ્રેજોની ભાષા પ્રમાણે સક્કર શહેરમાં હતો ત્યારે મને એક ઉર્દૂ બુક વાંચવા મળી , એમાં એક પ્રકરણ બૃહસ્પતિ વિશે હતું . તેના લખાણનો થોડોક અંશ મારા બ્લોગ “આતાવાણી “ના મથાળે હિન્દી અક્ષરોમાં લખ્યો છે .ફારસી અરબી ભાષામાં ” ધ” નો ઉચ્ચાર નથી . એટલે ધ ને બદલે દ નો ઉચ્ચાર કરે છે . અને એવીરીતે” સ ” નો ઉચ્ચાર “હ ” ને મળતો કરે છે .હજી અમારી બાજુ અરે અમારા ઘરમાં પણ “સ ” નો ઉચ્ચાર
    “હ ” ને મળતો કરે છે સાચું બોલવું ને હાચું બોલવું કહીએ છીં એ આમ સિંધુ શબ્દનો હિન્દુ થઈ ગયો . મને એક પંડિત રઘુ નંદન ઝા નામના બિહારના મૈથીલ બ્રાહ્મણ પાસેથી બૃહસ્પતિ વિશે જાણવા મળેલું અને પછી ઉપર કહેલી ઉર્દુ બુક ઉપરથી જાણવા મળેલું .
    મને એન વી ચાવડાના લેખો ગમે છે . અને ગોવિંદ ભાઈ મારુ તરફથી દિનેશ પંચાલ જેવાના લેખો જે મળે છે એ હું બરાબર ભૂલ્યા વગર વાંચું છું . કેમકે એમના તરફથી મળતા લખાણો મને વાંચવા ગમે છે . હું કાયદેસર કોઈ કોલેજ કે કોઈ સમર્થ વિદ્વાન પાસેથી પદ્ધતિ સર શીખ્યો નથી . મને જે કંઈ જાણકારી છે તે હોશિયાર માણસોના સત્સંગથી છે . એટલે મારું તખલ્લુસ “અતાઈ ” છે , જે શબ્દ મૂળ અરબી ભાષાનો છે . જેને આતાઈ કહો તોપણ ચાલે મારા ગ્રેટ ગ્રાન્ડ સનનું નામ મારા નામ ઉપરથી રાખ્યું છે . તે ભૂલથી અટ્ટાઇ થઈ ગયું છે . અને મેં એમાં સુધારો કરાવ્યો નથી ,અરબી અક્ષરોમાં બેરીતે અતાઈ લખી શકાય એક અતાઈમાં બે ટપકાં નું ચિન્હ કરવું પડે એટલે મેં ચિન્હો વગરનું અતાઈ નામ ગોઠવી કાઢ્યું .અને એ બરાબર અતાઈજ વંચાઈ છે . મને કોઈ બ્લોગરભાઈ એવું કહે છે કે તમને બે પી એચ ડી ની ડિગ્રી આપવી જોઈએ . એકાદ બ્લોગર ભાઈએ એવું પણ કીધું કે તમે રોઈ પડયા . એક બ્લોગરે એવું કીધું કે તમારું અભિમાન ફૂંફાડા મારે છે . . મેં એમને પૂછ્યું . મારું અભિમાન તમે મને બતાવો હું આ અભિમાનને જ્ડ મૂળથી કાઢી નાખવા માગું છું . પણ આનો જવાબ એ સજ્જન બ્લોગર તરફથી હજુ આવ્યો નથી .

    Liked by 1 person

  6. “આ બધા ગ્રંથોમાં હીન્દુધર્મનું નહીં; પરન્તુ વર્ણવ્યવસ્થાધર્મનું વર્ણન છે” ….. વર્ણવ્યવસ્થાને ‘ધર્મ’ ન કહી શકાય. એ એક સામાજીક વ્યવસ્થા છે. અને તે ગ્રંથોમાં જ્યાં કોઈ ઉલ્લેખ થયો હશે, તે વર્ણવ્યવસ્થા મનુષ્યના ‘કર્મ’ આધારિત હતી. જે પ્રકારનું કાર્ય મનુષ્ય કરે તે તેનો વર્ણ – જેમકે રક્ષણનું કાર્ય કરતો મનુષ્ય એ ‘ક્ષત્રીય’. ( આજની જેમ ‘જન્મ’ આધારીત આ વ્યવસ્થા ન હતી) આજે સામાન્ય ઓફીસોમાં પણ માલીક, મેનેજર, ક્લાર્ક, પટાવાળા એવી વ્યવસ્થા છે તો એ ઓફીસના સામાન્ય વહીવટ માટેની છે એવી જ રીતે સમાજનું હતું.
    ધર્મ એ માનવીની શ્રદ્ધાની અભિવ્યક્તિ છે…… જે કોઈપણ પ્રકારે હોય. મુર્તિપુજા હોય કે હોમ-હવન કે ચર્ચ કે મક્કા મદીના હોય.
    ભવ્યાતિભવ્ય મંદીરો એ લોકોની શ્રદ્ધાનું શોષણ છે.

    Liked by 1 person

  7. પ્રિય ગોવિંદ ભાઈ મારુ
    હું અને મારું લેપ ટોપ ક્યારેક ગરબડ કરી બેસે છે , દાવડા ભાઈને લખવાની કોમેન્ટ મા જોસેફનું નામ લખાય ગયું . અને આ કોમેન્ટ તમને મોકલાય ગઈ . હું દિલગીર છું .

    Liked by 1 person

    1. વહાલા વડીલ આતાજી,
      થાય.. અમેય ભુલ કરીએ છીએ..
      સ્વાસ્થ્ય જાળવજો..
      ધન્યવાદ..
      ..ગો.મારુ..

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s