–રશ્મીન શાહ
કોઈને મદદ કરવાની ભાવના જ્યારે મનમાં જાગે, કોઈની બાજુમાં ઉભા રહેવાની ઈચ્છા જ્યારે બળવત્તર બને અને કોઈના માટે લાભદાયી થવાની તૈયારીઓ થવા માંડે ત્યારે માનવું કે અંદર રહેલો ‘રામ’ અત્યારે કામ કરી રહ્યો છે અને જો તે રામ જ કામ કરતો રહેવાનો હોય તો પછી તેણે ફરી પૃથ્વી પર આવવું જોઈએ એવી આશા રાખવી જરુરી છે?
શ્રીમદ્ ભગવદ્ગીતાના કોઈ એક ખુણે ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે : ‘ઘોર કળીયુગ સમયે તે ફરીથી આવશે અને અસત્યનો, પાપાચારનો અને અધર્મનો નાશ કરશે.’ સાંભળ્યું પણ છે અને શ્રીકૃષ્ણએ કરેલું આ કમીટમેન્ટ વાંચ્યું પણ છે. સાંભળ્યું ત્યારે જે સવાલ મનમાં જન્મ્યો હતો એ જ સવાલ વાંચ્યો ત્યારે પણ મનમાં જન્મી ગયો હતો. ભગવાને કહ્યું છે એ ઘોર કળીયુગની વ્યાખ્યા શી ? એ સવાલ ત્યારે પણ થતો હતો અને આજે પણ થાય છે. ઘોર કળીયુગ એટલે શું?
સગો બાપ દીકરીને વેચી દેતો હોય એ ઘોર કળીયુગ ગણાય ખરો? કોઈના બાપની સાડીબારી વીના મન્દીરની મુર્તી પરથી દાગીનાઓ ચોરી થઈ જાય એની ગણતરી ઘોર કળીયુગમાં ન થાય? અત્યન્ત પવીત્ર એવા ગીરનાર પર્વત પર જ એક છોકરી પર બળાત્કાર થાય એ તો ઘોર કળીયુગની આલબેલ ગણાયને? દાદર સ્ટેશનની ભીડમાંથી માંડ જગ્યા કરીને પસાર થતી છોકરીનાં સ્તન સાથે ખભો ઘસીને પસાર થઈ જવાની માનસીકતા ઘોર કળીયુગમાં જ સામેલ થતી હશે? વીકૃતીની ચરમસીમા જેવી દીલ્હીની નીર્ભયા રેપ–કેસની ઘટના સાંભળીએ તો પણ રુંવાડાં ઉભાં થઈ જતાં હોય તો હવે તો ઘોર કળીયુગ આવી ગયો કહેવાય કે પછી નીઠારી કાંડમાં કુમળાં બાળકોનાં અંગો સાથે કુચેષ્ટા કર્યા પછી, એ જ બાળકોને અવનમાં પકાવીને એને જમી જવાની ઘટના પછી ઘોર કળીયુગ શરુ થયો હશે? ધારાવીમાં જીવી રહેલાઓને જોતી વખતે અરેરાટી છુટી જાય ! શું આ ઘોર કળીયુગ હશે કે પછી ધારાવી ઐશ્વર્ય છે ? એક પણ પ્રકારની સુવીધા વીના જીવી રહેલા નાગાલૅન્ડના જંગલના આદીવાસીઓના જીવનને ઘોર કળીયુગ ગણી લેવો જોઈએ? એ ઘોર કળીયુગ નથી તો પછી ઘોર કળીયુગ કયો છે? તીહાડ જેલમાં સગી દીકરીની હત્યાની સજા ભોગવી રહેલા તલવાર દમ્પતીમાં ઘોર કળીયુગ કે પેલી નર્ભયાના પ્રાઈવેટ પાર્ટ્સમાં ઈજા કરીને સ્વર્ગનો આનન્દ અનુભવી રહેલા પેલા દીલ્હીના ટીનેજરને નીર્દોષ ઠેરવતો ચુકાદો આપ્યો એ ચુકાદો એટલે ઘોર કળીયુગ?
આ અને આવા કોઈ પ્રશ્નનો જવાબ મળ્યો નહીં; એટલે પ્રતીપ્રશ્ન પણ જન્મી ચુક્યો છે. જો એ ઘોર કળીયુગ ન હોય તો પછી ઘોર કળીયુગમાં શું બનશે અને એ બનશે ત્યારે ખરેખર શ્રીમદ્ ભગવદ્ગીતામાં કમીટમેન્ટ કરનારાની લીફ્ટ, આકાશ ફાડીને નીચે આવશે ખરી? એ આવશે ત્યારે તેના હાથમાં સુદર્શન ચક્ર હશે કે પછી હાથમાં વાંસળી સાથે તે જમીન પર પગ મુકશે? જમીન પર પગ મુકીને તે પોતાના ડીવાઈન પાવરથી પાપીઓનો નાશ કરશે કે ફરી એક વખત અર્જુનને શોધીને તેને સલાહસુચન–બોધ આપી, લાંબું મહાભારત ખેલવાનું પસંદ કરશે? ભલે ખેલે મહાભારત, વાંધો નહીં; પણ એ વાંધો તો જ નથી જો તે પૃથ્વી પર પ્રયાણ કરવાના હોય અને આકાશ ફાડીને લીફ્ટ જમીન પર ઉતરવાની હોય. એવી કોઈ લીફ્ટ આવશે ખરી?
વીજ્ઞાન પર વધુ શ્રદ્ધા છે એટલે એ જ શ્રદ્ધાને આંખ સામે રાખીને જો આ સવાલનો જવાબ આપવાનો હોય તો કહેવું પડે કે ના, એવું કંઈ બનવાનું નથી અને જો એવું બનવાનું હોય તો ધર્માધીકારીની લીફ્ટ અત્યાર સુધીમાં ક્યારની નીચે આવી ગઈ હોત. પણ એ નથી આવી અને આવતા સમયમાં પણ આવે એવી શક્યતા છે નહીં અને જો એ શક્યતા ન હોય તો ભલા માણસ, કોઈ ‘કૃષ્ણ’ની અને કોઈ ‘રામ’ની રાહ જોવાની જરુર પણ નથી; કારણ કે રાહ તેની જોવાય જેનામાં પોતાનું વચન અને પોતાના શબ્દો પાળવાની ક્ષમતા હોય, રાહ તેની જોવાય જેનામાં પોતાના કથનને વળગી રહેવાની ત્રેવડ હોય અને સાહેબ, રાહ તેની જોવાય જેનામાં આજનો અધર્મ કાપવાની ભાવના હોય અને જો એવી રાહ જોવાની ન હોય તો અદબ સાથે જાવેદ અખ્તરે લખેલી પેલી પંક્તીઓ યાદ કરી લેવાની છે : ‘મન સે રાવણ જો નીકાલે; રામ ઉનકે મન મેં હૈ…’
આજનો અધર્મ તમારે જ કાપવાનો છે અને આજના પાપાચારનો તમારે જ નાશ કરવાનો છે. આજે મદદ પણ તમારે જ કરવાની છે અને સંહારશક્તીનું સીંચન પણ તમારે જ તમારામાં કરવાનું છે. તમારી જ અંદર તમારે કૃષ્ણને જગાડવાનો છે અને તમારી જ અંદર રહેલા પેલા કંસનો વધ પણ તમારે જ કરવાનો છે અને તમારે જ તમારા રામ બનીને રાવણનો નાશ કરવાનો છે. જાવેદ અખ્તરની વાત સહેજ પણ ખોટી નથી : ‘મન સે રાવણ જો નીકાલે; રામ ઉનકે મન મેં હૈ.’ આ પંક્તીને સાચી રીતે સમજવા માટે થોડી વધુ લાઈનો તમારે વાંચવી પડશે.
‘હર હર મહાદેવ.’ મહાદેવનો આ નારો જો ધ્યાનપુર્વક વાંચો તો સમજાશે કે એમાં કહેવામાં આવ્યું છે કે : ‘મહાદેવ એક નથી; હર એક મહાદેવ છે.’ હર હર મહાદેવ. બસ, આવું જ છે પથ્થરના બનીને મન્દીરમાં બેસી ગયેલા ભગવાનનું. તે બહાર આવવાનો નથી; પણ અન્દર બેસીને પણ તે યાદ દેવડાવવાની કોશીશ તો કરે જ છે કે : ‘ભગવદ્ગીતાને વાંચીને આકાશ સામે આંખો ફાડીને બેસી નહીં રહો. જો, તારી અન્દર, ક્યાંક હું તને જડી જઈશ. એક ‘સારા કામ’ની સાથે મારો ઉદય થશે, એક ‘મદદગારી’ના બદલામાં હું તારી આંખોમાં ચમકારો બનીને ઉભરી આવીશ, એક ‘સારી ભાવના’ની સાથે હું તારામાં ગર્ભાધીન થઈશ અને ઉત્તરોત્તરની તારી આ ભાવના સાથે હું તારામાં જ આવાસ બનાવી લઈશ.’
‘મન સે રાવણ જો નીકાલે; રામ ઉનકે મન મેં હૈ…’
કોઈની રાહ જોવાની જરુર નથી અને કોઈની રાહ જોવાની પણ ન હોય. રાહ તો એની જોવાની હોય જેની ગેરહાજરી હોય. જેની રાહ જુઓ છો તે તો હાજર જ છે ! પણ ઈર્ષ્યા, લાલચ, સ્વાર્થની ભેળસેળ એવી તે થઈ ગઈ છે કે તે તમારી જ અન્દર હવે ગુંગળાઈ રહ્યો છે. કોઈને ‘ઔકાત દેખાડી દેવાની ઈચ્છા’ સાથે જે ‘રાવણ’ જન્મે છે એ રાવણને કોઈ અને કોઈ સ્તર પર નાથવાનો છે અને કોઈનું ‘અહીત કરી લેવાની મનસા’ સાથે જે ‘કંસ’ જન્મે છે એ કંસને હણવાનો છે. શાસ્ત્રોના એ રાવણ અને એ કંસનો પણ ક્યાંય નાશ નથી થયો. એ આજે પણ હયાત જ છે. જીવે છે ક્યાંક, મારા અને તમારામાં. સુર્પણખા આજે પણ નાક વીનાની થઈને ફરી રહી છે, ક્યાંક મારા અને તમારામાં. હીડીમ્બા અને પેલો બકાસુર અત્યારે પણ શ્વસે છે, ક્યાંક મારા અને તમારામાં. એ રાવણ અને એ બકાસુર, એ હીડીમ્બા અને એ શુર્પણખાનો અન્ત લાવવા માટે આકાશમાંથી કોઈ નથી આવવાનું. નો આવે. એવો તેને ટાઈમ પણ ક્યાં છે, યાર ? ગોવર્ધન ઉપાડવાનું કામ તે એક વાર કરે, દર વખતે થોડી કંઈ તે ગોવર્ધન નામની છત્રી લઈને તમને ઓથ આપે? ઓથ જાતને આપવાની છે, ઓથ જાતે ઉભી કરવાની છે.
એવી પુર્ણ તૈયારી સાથે : ‘મન સે રાવણ જો નીકાલે; રામ ઉનકે મન મેં હૈ…’
–રશ્મીન શાહ
લેખક–સમ્પર્ક :
શ્રી. રશ્મીન શાહ, સેલફોન : 98255 48882 ઈ–મેઈલ : caketalk@gmail.com
મુમ્બઈના ‘મીડ–ડે’ દૈનીકમાં પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘સોશ્યલ સાયન્સ’ (17 જુન, 2016)માંથી.. લેખકશ્રીના અને ‘મીડ–ડે’ ના સૌજન્યથી સાભાર…
‘અભીવ્યક્તી–ઈ.બુક્સ’
રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads વેબસાઈટ પર અને ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ ‘લેક્સિકોન’ http://www.gujaratilexicon.com/ebooks/ પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે.
♦●♦●♦ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 08/07/2016
good article.
LikeLiked by 1 person
It is a very truthful article for all of us. It is a state of your mind. It depends upon your choice. You can make your life heaven or hell by selecting a proper choice in this life.
Thanks,
Pradeep H. Desai
USA
LikeLiked by 1 person
મનમાં જ્યાં સુધી રાવણ જેવા વિચારો હોય ત્યાં સુધી ત્યાં રામ જેવા વિચારો ક્યાંથી પ્રવેશી શકે ?
LikeLiked by 1 person
ઓથ જાતને આપવાની છે, ઓથ જાતે ઉભી કરવાની છે.
I also have heard many times from our so called ‘GURUs’ that whenever, he want he will destroy as it is he who Generate, He who Operate, and he who Destroy as GOD.
If you look around the world, we are experiencing catastrophe through Natural disaster. Ok, is this something what Krishna promised? And then, we hear all kind of terrorist activities around the world……. Is this act of Raavan? or is it also part of “It is he who destroy” ??
No we may not see sudershan chakra because we have AK-47. No we would not see Garood-vaahan, because we have Missile and F-16. No we do not need any Arrow that can release fire or water or snake (like they show in Mahaabhaarat Episode) because, we have Atom bomb.
And then my question always has been : WHO HAVE WITNESS THAT KRISHNA WILL COME TO HELP IN “GHOR_KALIYUG” ??
Everything we have is passed to us which has been passed to them…. Is their any Validity to it???
SO, I totally agree with Rashmin Shah. It is our life, let us live utilizing all the sources and resources available to us today rather than live on base of what went some thousands years ago!!!!
LikeLiked by 1 person
Khub saras lekh aabhar Govindbhai ane Rashmin shah.
LikeLiked by 1 person
ટીકા નહિ. થોડા મારા મનના વિચારો.
શ્રી કૃષ્ણના સમયમાં કે તે પહેલાના સમયમાં કળિયુગના લક્ષણો હતાં જ નહિ જે આજે છે?
અક્કલના ઓથમીરોની મોટામાં મોટી ભૂલ એ છે કે જાણવા છતાં સ્વીકારી શકતા નથી કે પુરાણો એ ધર્મ નથી. અને એ જ પુરાણોનું પોસ્ટમોર્ટમ પુરાણ એ ઘર્મ છે એમ રજુઆત કરીને કંઈ કેટલા વિદ્વાનો પ્રતિગુરુઓ બની રહ્યા છે. કોઈને પણ નડ્યા વિના જો આનંદથી જીવી જવાય તો બસ તે કળીયુગ નહી પણ આનંદ યુગ જ બની રહે.
આપણા પુરાણોનું જ રીપીટેશન અત્યારે મિડલ ઈસ્ટમાં થઈ રહ્યું છે.
મને મારા અવળા વિચારો પ્રગટ કરવા દેવા માટે ગોવિંદભાઈનો આભારી છું.
રશ્મિનભાઈને સરસ લેખ માટે ધન્યવાદ.
LikeLike
રશ્મિન શાહ સાહેબે સરસ રીતે દેવ અને દાનવને સમજાવવાની કોશીશ કરી છે. રામ અે સારાપણાનો સિમ્બોલ થયો અને રાવણ અે દાનવ હોવાનો અેટલે કે ખરાબ કે ખોટા કરમો કરવાનો સિમ્બોલ થયો. ખરાબ કે ખોટા કરમો અેટલે સામાન્ય રીતે મોટા પ્રમાણમા…દાખલા તરીકે…સો માંથી નેવું ટકાને દુ:ખદાયક લાગે તેવાં કરમો. ( સાઉઠમાં કે શ્રીલંકામાં કશેક રાવણને પોતાના આઘ્ય દેવ તરીકે પુજતા લોકો પણ વસે છે.)
તે જ રીતે હિન્દુ ઘરમમાં ‘યુગો‘ ના નામો આપવામાં આવેલાં છે. દરેક યુગની લંબાઇ અમુક લાખો વરસો હોય છે તેવું સમજાવવામાં આવે છે. દરેક યુગની પોતાની વ્યાખ્યા હોય છે….જે તે તે યુગના નામને સાર્થક કરતો સમય હોય છે. (૧). સતયુગ.(૨) દ્વાપર યુગ.(૩) તેતાયુગ. (૪) કલીયુગ.( વ્યાખ્યા ?)
અને કહેવાય છે કે પા.ચમા યુગની શરુઅાત થવાનો સમયખૂબ નજીક છે….તે યુગ તે…પ્રેમયુગ…
પ્રેમયુગમાં..વ્યાખ્યા કહે છે કે…‘ તમામ વાસનાનો અંત આવશે અને પાંચમોયુગ પ્રેમનો હશે…પ્રેમ અે પાંચમા યુગની મોટા પાયાની વ્યાખ્યા થઇ. વાસનાનો અંત તેનું કર્મ હશે…મીન્સ…કલીયુગમાં વાસના મોટો ભાગ ભજવે છે તેવું કહેવાય.
રામ, રાવણ, હીડમ્બા, સુર્પણખા, બકાસુર, અર્જુન, લક્ષમણ, ભરત, કૈકઇ, રાઘા, સાંદિપની, અને જેટલાં નામ યાદ આવે…હાં શકુની પણ…તે બઘા નામોની પોતાની કર્માઘીન વ્યાખ્યા હોય છે…..
ટૂંકમાં સુખ આપનાર…અથવા સુખ આપવા માટે મદદરુપ થનાર બઘા દેવ…અને દુ:ખ આપવાનું કામ કરવામાં મદદરુપ થાય તે દાનવ…
રશ્મિનભાઇઅે પેલા ‘બચાવનાર‘ વચનો અાપનારની વાત કહી છે…અને કહેવાનુ.મુનાસીબ સમજ્યુ છે કે ‘તારો મારનારો અને તારનારો તું જ પોતે છે.‘
‘ખુદી કો કર ઇતના બુલંદ કે હર તહરીર કે પહેલે ખુદા બંદેસે ખુદ પૂછે કે તેરી રઝા ક્યા હૈ.‘
ઇન્સાનસે મિલના તુજે આયા નહિ હૈ ‘ સાહિલ‘,
ભગવાસે મિલનેકી આરઝૂ પે હંસી આતી હૈ.‘
અહિં યાદ આવ્યુ કે નરેન્દ્ર મોદી પણ અેક કવિ છે અને તેમણે તેમની અેક કવિતામાં પોતાના ગુણો ગાયા હતાં જે આ લેખને પોતાનામાં રહેલાનો ઇશારો આપે છે…
હું પોતે જ મારો વંશજ છુંં,
હું પોતે મારો વારસ છું,
પ્રારબ્ઘને અહિંયા ગાંઠે કોણ ?
હું પડકાર ઝીલનોરો માણસ છું.
મારો અેક ભત્રીજો…જીજ્ઞેશ બલસારાઅે પોતાનો અેક વિચાર લખી મોકલ્યો હતો જે કહેવાતા આ કલિયુગની વ્યાખ્યામાં કદાચ ફીટ બેસે છે…..
સ્વાર્થી થતી જતી આ દુનિયામાં વઘુ નહિ થોડું વિચારો…..
બઘા અફસોસથી કહે છે કે કોઇ કોઇનું નથી…..
પણ….
કોઇ અેમ નથી વિચારતું કે…..
આપણે કોના થયાં?
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
રશ્મિનભાઇના લેખમાં ભલે દમ હોય, પરંતુ યુગ ની વાતો તમને સાચી લાગી? તેવુ કશુ હોય જ નહીં. કલયુગ એટલે ખરાબ સમય અને ખરાબ વર્ષોનો સમૂહ આવુ ઠોકી બેસાડનારાને શોધી કાઢો. રામ હશે ત્યારે રાક્ષસો હશે-મે બી. આજે, આમ આદમીની વચ્ચે, આતંકવાદીઓ છે. ચાલ્યા જ કરવાનુ છે. અને, એ તમામની પાછળ ” ધર્મ” નામનુ ધતિંગ/તૂત/ઠગાઇ/અંધશ્રધ્ધા/ કે લેખમાંનો રાવણ જ જવાબદાર છે. છે કોઇ માનવની તાકાત કે માનવોની વચ્ચે દીવાલો બનાવનારા ધર્મને ધરામાંં ધરબી શકે????? અલંકારીક ભાષામાં સજાવટ કરીને લેખકો/ મારા-તમારા જેવા રેશનાલીસ્ટો વધુમાં વધુ લેખ લખશે કે લેખની નીચે કોમેંંટ લખશે. પણ, પણ, પણ મૂળ સમસ્યા મનમાં ઘેરાયેલી છે. હિન્દુ,યુગ, પાપ-પૂણ્ય વિ. વિ. જેવુ /જેવી હંબગ વાતો બહાર કાઢવા સેલ્ફ કોંફીડંટ ઉભો કરવા જાતથી જ શરુઆત કરવી પડ્શે. કચરો બહાર કાઢીશુ એટલે ઘર સાફ થશે અને સાફ ઘરમાં ” અચ્છાઇ” પાથરવી પડશે. અચ્છાઇને સચ્ચાઇ સાથે જોડીને દરેક દિવસને રંગભરીને માણનારા માનવોની જરૂર છે, બાકી રામ-રાવણની વાતોમાં વર્ષો/યુગો વીતી જશે અને આપણા રામ રમી જશે!!!!!!!!!
@ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી
રોહિત દરજી” કર્મ”, હિંમતનગર
LikeLiked by 1 person
A very good an eye opening article. — Navin nagrecha.
LikeLiked by 1 person
A very good, an eye opening article. –Navin Nagrecha.
LikeLiked by 1 person
liked
LikeLiked by 1 person
ઓલ્યા લંકાવાળા રાવણનેતો દશરથના દીકરા રામે નેસ્ત નાબૂદ કરી નાખ્યો . પણ આપણા મન વાળો રાવણ રામને પ્રવેશવા દ્યે એમ નથી .કેમકે એના પાસે કામ , ક્રોધ , મદ , લોભ , મોહ , મત્સર , અને આળસ સાત સેનાપતિઓ છે .
LikeLiked by 2 people
પ્રિય ગોવિંદ ભાઈ
સંજય અને સ્મિતા ગાંધીને મારા તરફથી ખુશી વ્યક્ત કરજો
LikeLiked by 1 person
रावणको निकलना आसान नही है
LikeLiked by 1 person
જોકે માણસ પ્રયાસ કરે તો મન માં ઘૂસેલો રાવણ નીકળી શકે એમ છે .
ये कौनसा उकदा है जो वा हो नही सकता
हिम्मत करे इंसान तो क्या हो नही सकता
یہ کونسا یکدہ ہے جو وا ہو نہی سکتا
ہمّت کرے انسان تو کیا ہو نہی سکتا ઉક દા = જટિલ સમસ્યા , કોયડો વા = ઉકેલ
LikeLiked by 1 person