આપણને ધર્મ–અધર્મ, પાપ–પુણ્યનો ભેદ કરવાની સત્તા કેમ નહીં?

–રોહીત શાહ

પાપ અને પુણ્ય વીશે વીચાર કરવાની ફ્રીડમ મને ખરી કે નહીં? ધર્મ અને અધર્મ વીશે મારી પહેલાંના પુર્વજ્ઞાનીઓ જે કહી ગયા હોય એને જ મારે શ્રદ્ધાપુર્વક પકડી લેવાનું કે મારી સમજ પ્રમાણે ધર્મ–અધર્મનો ભેદ કરવાની સત્તા મને ખરી? જેણે શાસ્ત્રો રચ્યાં, જેણે નીયમો બનાવ્યા એના જ્ઞાન વીશે કોઈ શંકા ન કરવી હોય તો ભલે; કીન્તુ નયા યુગમાં કોઈ નવા જ્ઞાનીજનો પેદા થઈ જ ન શકે એવું જડતાપુર્વક માની લેવાની શી જરુર? પ્રજ્ઞા અને પ્રતીભા પર કોઈના કૉપીરાઈટ ન હોઈ શકે.

મને નાનપણથી શીખવાડવામાં આવ્યું છે કે ચોરી કરવી એ પાપ છે. ચોરી કરવી એટલે કોઈકની ચીજ તેને પુછ્યા વગર – તેને ખબર પણ ન પડે એ રીતે લઈ લેવી એટલો અર્થ બાળપણમાં મનની અન્દર ચોંટાડી દીધો હતો. મોટા થયા પછી ચોરીના અનેક અર્થ મળ્યા અને પારાવાર તર્કો સુઝ્યા. મહાત્મા ગાંધીએ કહ્યું છે કે જે વસ્તુની આપણને જરુર ન હોય તે વસ્તુ એના માલીક પાસેથી માગીને લેવામાંય ચોરી છે. ગાંધીજીએ તો ‘ચોરી’ શબ્દનો અર્થ જ બદલી નાખ્યો. અત્યાર સુધી મનમાં એક જ વાત હતી કે કોઈ પણ ચીજ એના માલીકથી છુપાવીને – તેનું ધ્યાન ન પડે એ રીતે લઈ લેવી એને જ ચોરી કહેવાય. હવે નવો અર્થ મળ્યો કે કોઈ પણ ચીજ ભલે તમે એના માલીક પાસેથી માગીને, એની મરજીથી લીધી હોય – પરન્તુ જો એ ચીજની તમારે કશી ઉપયોગીતા કે જરુરત ન હોય તો એ ચોરી જ છે. માલીકને ખબર પડ્યા વગર કે ખબર પાડીને વસ્તુ લેવામાંય પાપ હોય, ચોરી હોય એવો સુક્ષ્મ અર્થ મળ્યો. જરુર વગરની વસ્તુ – બીનજરુરી ચીજ માગીને લેવામાંય ચોરી. એટલે કે પરીગ્રહ એ પણ ચોરી. જરુર વગરની સામગ્રી ભેગી કરવી પણ ચોરી જ છે – ભલે એ ચીજો આપણે રોકડા પૈસા ચુકવીને લાવ્યા હોઈએ!

ચોરી અને પરીગ્રહના મીશ્રણ પછી એક નવો તર્ક સુઝ્યો. મન્દીરમાં પ્રવેશવા માટેની લાંબી લાઈનમાં પ્રથમ નમ્બરે ઉભેલો માણસ ચોરી કરે અને કેરોસીનની લાઈનમાં છેલ્લે ઉભેલો માણસ ચોરી કરી એ બન્ને ચોરી શું એક જ ગણાય?

પાંજરાપોળ જેવી જીવદયાની સંસ્થા ચલાવનાર વ્યક્તી કે કોઈ એજ્યુકેશન ટ્રસ્ટનો પ્રમુખ ચોરી કરે તે અને ફુટપાથ પર ટુંટીયું વાળીને સુતેલી વ્યક્તી ચોરી કરે એ બન્ને ચોરી એકસમાન જ ગણાય ખરી?

બાળપણમાં સાંભળ્યું હતું કે ચોરી કરનારને પરમાત્મા પનીશમેન્ટ કરે છે. પછીથી જાણ્યું કે ચોરી કરનારને પોલીસ પણ પનીશમેન્ટ કરે છે.

પુખ્ત થયા પછી પ્રૅક્ટીકલી, સગી આંખે જોયું કે ચોરી કરનારા લીલાલહેર કરી રહ્યા છે અને બેઈમાન માણસોની જ બોલબાલા છે. ‘ઈમાનદારી’–‘સચ્ચાઈ’, ‘નીતી’ અને ‘નીષ્ઠા’ આ શબ્દો તો મન્દીરની મુર્તી જેવા જ છે – જે માત્ર પુજા કરવાના કામમાં જ આવે છે – બીજા કશામાં નહીં! જેણે ડગલે ને પગલે ચોરી કરી હોય એ માણસ મોજથી જીવતો હોય, કૌભાંડો આચરીને કરોડોની ચોરી કરી હોય એવા લોકોને તો પોલીસ પણ નથી પકડતી અને પરમાત્મા પણ કશીયે પનીશમેન્ટ નથી કરતો; એ જોઈને બાળપણમાં સાંભળેલી વાતો મીથ્યા લાગે છે.

ધર્મ અને શ્રદ્ધાના પાયા હચમચી ઉઠે છે. કોઈ રંગીનમીજાજી માણસ વેશ્યા પાસે જઈને એન્જૉય કરી આવે અને નારાયણ સાંઈ પોતાની સાધીકા સાથે સહવાસ માણે એ બે ઘટનાઓ વચ્ચે કોઈ અન્તર ખરું? સપોઝ, એક આદમી એક યુવાન વ્યક્તીની હત્યા કરે છે અને બીજો આદમી એક યુવાનનું લાઈફટાઈમ શોષણ કરતો રહે છે – તો એ બેમાં મોટું પાપ કયું? એક પુત્રવધુ ઘરડા પેશન્ટને કઠોર થઈને ઘરડાઘરમાં મુકી આવે છે અને બીજી પુત્રવધુ તેનાં સાસુ–સસરા પાસે વેઠ કરાવીને, તેમને સતત મેણાં–ટોણા સંભળાવીને પોતાની પાસે રાખે છે – તો એ બેમાંથી કઈ પુત્રવધુને સારી કહેવી?

પાપ અને ચોરીની વ્યાખ્યાઓ આપણા પુર્વજો–પુર્વજ્ઞાનીઓ આપી ગયા અને તેમણે જે ડૉટેડ બાઉન્ડ્રી લાઈન (લક્ષ્મણરેખાઓ) દોરી નાખી એની સામેની તરફ આપણે પગ પણ ન મુકી શકીએ એ ઉચીત ગણાય ખરું? જો એમ જ હોય તો મારા પોતાના અસ્તીત્વનો તો કશો અર્થ જ ન રહેને! મારે ઉછીના અનુભવો અને ઉધારના જ્ઞાનનાં જ પોટલાં ઉંચકીને જીવવાનું હોય તો એ ગુલામી નથી શું? મને સ્વતન્ત્ર રીતે જીવવા માટે સ્વતન્ત્ર લાઈફ મળી છે અને આવી લાઈફ કદાચ ફરીથી ન પણ મળે – એવી લાઈફને મારે બીજાઓના ગાઈડન્સ મુજબ વેડફી મારવાની? પુર્વજ્ઞાનીઓને જેમાં પાપ લાગ્યું એને જ મારે પાપ માનવાનું અને તેમને જેમાં પુણ્ય લાગ્યું એને જ મારે પુણ્ય માની લેવાનું? પાપ–પુણ્યની વ્યાખ્યા કરવાનો મને કશો રાઈટ જ નહીં? શું આ ધર્મ છે? જે ધર્મ કોઈ વ્યક્તીને પોતાની લાઈફ વીશે નીર્ણયો કરવાની છુટ પણ ન આપે એ ધર્મ પરલોકમાં આપણો છુટકારો શી રીતે કરાવી શકશે?

જ્ઞાન એટલે શું માત્ર ભુતકાળ?

આપણે પાછળ જોઈ–જોઈને આગળ ચાલ્યા કરવાનું? શું આપણને સૌને માત્ર અનુકરણ કરવા અને અનુયાયી બનવા માટે જ માણસ તરીકેનો જન્મ મળેલો છે? બે માણસ અલગ હોય તો એ બન્નેના જ્ઞાન અને તર્ક પણ અલગ હોઈ જ શકે અને તેમના ધર્મ પણ અલગ હોઈ જ શકેને!

રોહીત શાહ

લેખકસમ્પર્ક : 

શ્રી. રોહીત શાહ, ‘એકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન : (079) 2747 3207 મેઈલ : rohitshah.writer@gmail.com

મુમ્બઈના મીડડેદૈનીકમાં પ્રગટ થતી એમની  લોકપ્રીય કટાર સોશ્યલ સાયન્સ(25 ડીસેમ્બર, 2013)માંથી.. લેખકશ્રીના અને મીડડે ના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/  વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. નવસારીપોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66  ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 15/07/2016

17 Comments

  1. વાહ. સચોટ દલીલો. કોઈના પણ અવસાન પછી “ન પુરાય તેવી ખોટ” કહેવું પણ ખોટું જ છે.

    Liked by 1 person

  2. ખુબ જ સુંદર લેખ.. આપણે કોઈક ને સુખ ન આપી શકીએ તો કાંઈ નહીં પણ આપણા થી કોઈ દુઃખી ન થાય એનુ ધ્યાન રાખવુ જોઈએ…

    Liked by 1 person

  3. Good article.
    Some people say: “Only we have the Right to interpret abstract nouns like Theft, Heaven, Paap, Punya, Dharma, etc.
    If you allow that situation to continue, they win, you lose. Always.

    Great people like Martin Luther challenged that Right and changed the world.
    We need at least 100 persons like that in Hindu society.
    Congratulations to Rohitbhai for being a challenger like Luther.

    Thanks. — Subodh Shah — USA.

    Liked by 1 person

  4. ખુબ સરસ વાત કરી રોહિતભાઈએ. પાપ ,પૂણ્ય, ધર્મ, અધર્મને વલોવ્યા કરતાં પોતે જે માનતા હોય તે પ્રમાણે દુન્યવી માન્યતાઓને ડમ્પ કરીને નફ્ફટ થઈને વર્તમાન માણી લેવામાં જ જીંદગીનો આનંદ છે.
    મરી ગયેલા કોઈ ડોસાઓની વાત કરવી નહિ. એ ગયા એ સમય ગયો. જરૂર વગરની કોઈની શીખામણ લેવી નહીં, કોઈને આપવી નહિ. આપણા જિવનમાં કોઈનો ડખો નહિ, બીજા શું માને, કઈ રીતે જીવે, કઈ રીતે મરે તેની પડી નહિ. હુ કેર્સ?

    Liked by 2 people

  5. મિત્રો,
    રોહીત શાહનો આ લેખ આંખ અને મગજ ખોલનારા સવાલોનો સંપૂટ છે. સરસ છે. પરંતુ સવાલો જ છે.
    જેને બઘા ઘર્મ કહે છે…સામાન્ય સમજમાં….અેટલે કે તે ‘રીલીજીયને‘ આપણા જીવનને અેક, ‘ સવાલોનો ડુંગર‘ બનાવી દીઘો છે.
    રોહીતભાઇના લેખનો છેલ્લો ફકરો…..
    ં પાપ…પૂણયની વ્યાખ્યા કરવાનો મને કશો રાઇટ જ નહીં? શું આ ઘર્મ છે ? ઘર્મ કોઇ વ્યક્તિને પોતાની લાઇફ વિશે નીર્ણયો કરવાની છૂટ પણ ન આપે ? અે ઘર્મ પરલોકમાં આપણો છુટકારો શી રીતે કરાવી શકશે ?
    કેટલાં બઘા સવાલો ?
    અને મારો સવાલ… આ ‘પરલોક‘ શું છે ?
    જ્ઞાન અેટલે શું ભૂતકાળ? આપણે પાછળ જોઇ…જોઇને આગળ ચાલ્યા કરવાનું ?

    જ્ઞાન…..કરવાનું?
    ને જો વળગી રહીઅે તો તમારે ઘેંટા થઇને જીવવાનું. ‘નો સવાલ..‘ નો ક્વેશ્ચન‘ .આંખ મીચીને અને મગજ ભાડે આપીને જીવવાનું….તો પછી પેલું ‘પરલોક‘ શું છે ? તે સવાલ પણ નહિ પૂછવાનો….‘કુવામાંનો દેડકો‘ તે કર્મ કરવાવાળાનો સીમ્બોલ બને.

    ક્યાં સુઘી સવાલો પુછતાં રહીશું ? આ પણ અેક સવાલ જ છે…આગવી વિચારઘારા ૨૧મી સદીમાં પણ નહિ આવી ? ક્યાં સુઘી ગભરું બનીને જીવતાં રહીશું ?
    તારી હાંક સિની કોઇ ના આવે તો અેકલો જાને રે….અવાત સમજમાં આવી ?
    તમને બઘો જ અઘિકાર છે. બુઘ્ઘને પણ હતો. ગાંઘીને પણ હતો…બન્નેઅે પોતાના જીવનમાં ઉતારીને લાખોને તે રસ્તે ચાલતા કર્યા હતાં….તમને પણ અઘિકાર છે…ભાઇ શરુઆત તમારા પોતાના થકી અને તમારા ફેમીલી થકી કરીને હાંક પાડ……
    Where the mind goes, body will follow.
    Leo Tolstoy said,” Wrong does not cease to be wrong because the majority share in it ”
    Vine Deloria Sioux said, ” Religion is for people who are afraid of going to hell.
    Spirituality is for those who have already been there.”
    And
    ” Culture is not static for any group of people,”….‘સંસ્કૃતિ હંમેશા બદલાતી રહે છે…તે કદાપિ સ્થિર નથી રહેતી.‘
    સાથે સાથે અેકલા જનારે સમજીને જ આગળ જવાનુ છે…અને તે સમજીને જ કે…..
    ” Never underestimate the power of stupid people in large groups.”
    વિરોઘ કરનારે અેકલા જ જવું પડે છે…..ચલના જીવનકી કહાણી…રુકના મૌત કી નીશાની…..
    ” The best way to predict the future is to create yourself.”

    YOU HAVE ALL THE RIGHTS…….

    Amrut Hazari.

    Liked by 1 person

  6. મને રોહિત શાહની વાત ગમી .
    મને બૃહસ્પતિ દાદા યાદ આવ્યા એ કહી ગયા છેકે પાપ અને પુણ્ય એ મનની માન્યતા છે .

    Liked by 1 person

  7. જે ધર્મ કોઈ વ્યક્તીને પોતાની લાઈફ વીશે નીર્ણયો કરવાની છુટ પણ ન આપે એ ધર્મ પરલોકમાં આપણો છુટકારો શી રીતે કરાવી શકશે? બે માણસ અલગ હોય તો એ બન્નેના જ્ઞાન અને તર્ક પણ અલગ હોઈ જ શકે અને તેમના ધર્મ પણ અલગ હોઈ જ શકેને!

    રોહિતભાઇના આ લેખમાંના છેલ્લા ફકરાના બે વાક્યો ઉપર કોપી-પેસ્ટ કર્યા છે.
    શુંં લેખક લોક-પરલોક,ધર્મ અને છુટકારામાં માને છે? જો માનતા હોય તો, તેઓ રેશનાલીસ્ટ કહેવાય ખરા?
    અરે, ભાઇ બે માણસનુ જ્ઞાન અને તર્ક તમે અલગ રહેવા દો, પણ ધર્મ (માનવતા) અલગ કેવી રીતે હોય? આ બધી મોકાણ- આ કહેવાતા ધર્મ ને લીધે જ છે.” ધર્મ એટલે માનવતા” .
    ” ધર્મ એટલે માનવતા” .” ધર્મ એટલે માનવતા” .” ધર્મ એટલે માનવતા” .” ધર્મ એટલે માનવતા” .” ધર્મ એટલે માનવતા” .” ધર્મ એટલે માનવતા” .” ધર્મ એટલે માનવતા” .
    ” ધર્મ એટલે માનવતા” .” ધર્મ એટલે માનવતા” .” ધર્મ એટલે માનવતા” ” ધર્મ એટલે માનવતા” .” ધર્મ એટલે માનવતા” .
    ” ધર્મ એટલે માનવતા” .” ધર્મ એટલે માનવતા” .” ધર્મ એટલે માનવતા” .” ધર્મ એટલે માનવતા” .” ધર્મ એટલે માનવતા” .” ધર્મ એટલે માનવતા” .” ધર્મ એટલે માનવતા” .
    ” ધર્મ એટલે માનવતા” .” ધર્મ એટલે માનવતા” .” ધર્મ એટલે માનવતા” ” ધર્મ એટલે માનવતા” .
    મિત્રો, પાપ-પૂણ્ય – ડરાવનારા આ શબ્દો સાચુ કહો તમે ક્યારથી જાણો છો?
    બધુ છોડો અને મનને ગમે તે કરો . નડો નહીં.
    રોહીત શાહ ને વિનંતી કે માનવતા વિશે લખ્યા કરે…છેક જીવનપર્યંત,,,,
    @ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી
    રોહિત દરજી” કર્મ”, હિંમતનગર .

    Liked by 1 person

    1. પ્રવીણભાઈ
      જે લોકો ધર્મ દ્વારા પરલોકને સુધારવાની ડંફાસો મારે છે, એમને મારો સવાલ છે કે સ્વતંત્ર વિચારની છૂટ પણ ન આપે તેવો ધર્મ પરલોક કઈ રીતે સુધારે ? હું પરલોકને માનું છું એવી તમે ગેરસમજ કરી નાખી ?

      Liked by 1 person

  8. સાચું શું છે, એ દરેક વ્યક્તિએ પોતે જાતે વિચારીને નક્કી કરવું જોઈએ. સરસ લેખ.

    Liked by 1 person

  9. કોઈના દોરાવ્યા દોરાયા વગર આપણી બુદ્ધિથી નક્કી કરીને ચાલવા જઈએ છીએ તો માર ખાવો પડે છે અથવા બીજાના હાથે મરી જવું પડે છે .મનની વાત મનમાંજ ડાબી દઈને વર્તવાનો સમય આવ્યો છે . હમણાં જો એવો કાયદો આવે કે દરેકે પોતાની રીતે નિર્ભયતાથી બોલવાનું લખવાનું વર્તવાનું છે. એ બાબત તમારે નિર્ભય રહેવાનું છે તમને કોઈ કશું કરી નહિ શકે . જો આવો કાયદો આવે તો જુવો તો કેવો વિશ્વમાં પલટો આવે છે .?

    Liked by 1 person

Leave a comment