સમાજને સાચો રાહ ચીંધનાર ‘ગુરુઓ’ને વન્દના…

સમાજને સાચો રાહ ચીંધનાર
ગુરુઓ’ને વન્દના…

–ડૉ. શશીકાન્ત શાહ

‘કોઈ પણ માણસ અને સમાજનો વીકાસ ‘સદ્ ગુરુ’ને આભારી છે. આ સૃષ્ટી પર ગુરુ વગરનું કોઈ નથી. એક સન્ત કહે છે, ‘માતાની ગોદ વીશ્વની શ્રેષ્ઠ યુનીવર્સીટી છે.’ માતા–પીતા અને મીત્રો, માણસના જીવનમાં નીરન્તર ‘ગુરુ’ની ભુમીકામાં હોય છે. આજે ‘ગુરુપુર્ણીમા’ છે. મને જીન્દગીના અમુલ્ય પાઠો શીખવનારા સૌ ગુરુઓને વન્દન પાઠવું છું. આજે આપણે એવા એક કાર્યક્રમની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેણે સદવીચારોનો પ્રચાર–પ્રસાર કરીને સમાજને બદલવામાં પોતાનું યોગદાન આપ્યું છે. સારાં પુસ્તકો માણસના જીવનને ધરમુળથી બદલી શકે છે.

આજે ‘ગુરુપુર્ણીમા’ છે. ગુરુનું કાર્ય શીષ્યને સાચી દીશામાં દોરવાનું છે. મને ‘ગુજરાતમીત્ર’ની દીશા ચીંધનારા બે સદ્ ગુરુઓ શ્રી. ગુણવન્ત શાહ અને શ્રી. ભગવતીકુમાર શર્માને ‘ગુરુપુર્ણીમા’ના  મંગલ અવસરે ભાવપુર્વક વન્દન પાઠવું છું.

ગુરુનું કાર્ય સમાજને સાચો માર્ગ બતાવવાનું છે. આ અર્થમાં સારાં પુસ્તકો જેવા સદ્ ગુરુ બીજા કોઈ નથી. જેઓ પુસ્તકોના માધ્યમથી સારા વીચારો સમાજ સુધી પહોંચાડે છે અને સમાજની ગુણવત્તા સુધારવામાં મહત્ત્વનું યોગદાન આપે છે, એવા ગુરુઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની આજે તક છે. ગયા અઠવાડીયે સુરતના શ્રી. જીતેન્દ્ર દાળીઆ (મોબાઈલ : +91 98255 74604)એ પોતાનાં પત્નીની પાંચમી પુણ્યતીથી નીમીત્તે વાસણો વહેંચવાને બદલે, એક ‘ઑડીયો–બુક’ વહેંચીને, સમાજને બદલવા, સ્થાપીત નીરર્થક રુઢીઓને ત્યાગવા માટેનો સંદેશ પાઠવ્યો. ‘ગુજરાતમીત્ર’ દેનીકનીમાણસ નામે ક્ષીતીજ કૉલમમાં પ્રસીદ્ધ થયેલા શ્રેષ્ઠ લેખોનું સમ્પાદન ધરાવતી, ‘આનન્દનું આકાશ’ નામની પુસ્તીકા પ્રસીદ્ધ થયેલી.

એક દીવસ મારા પર જીતેન્દ્રભાઈનો ફોન આવ્યો : ‘મારાં પત્ની શકુંતલાબહેનની પાંચમી પુણ્યતીથીએ સૌ મીત્રો અને સ્વજનોને ‘આનન્દનું આકાશ’ પુસ્તકની ‘ઑડીયો–બુક’ વહેંચવા ઈચ્છીએ છીએ. એ માટે આપની અનુમતી જોઈએ છે.’ સ્વ. શકુંતલાબહેન તમામ સન્નારીઓને પ્રેરણા મળે એવી કારકીર્દી ધરાવતાં હતાં. તેઓ એસ.એસ.સી.ની પરીક્ષા પાસ કરીને કલેક્ટર કચેરીમાં કારકુન તરીકે જોડાયેલાં. એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે, અંગ્રેજીના વીષય સાથે બી.એ. કર્યું અને નીવૃત્ત થયાં ત્યારે આસીસ્ટન્ટ કમીશ્નર હતાં! એમની અહીં નોંધ લેવાનું કારણ એટલું જ કે તેમણે કદી શાસકોના અનૈતીક આદેશો સ્વીકાર્યા નહોતા. ધારાસભ્યો કે પ્રધાનો ખોટાં કામો લઈને આવતા ત્યારે તેઓ રોકડું પરખાવતાં, ‘મને લખીને આપો કે, હું ફલાણા પદ પર છું; તેથી મારું આ ખોટું કામ હોવા છતાં તમારે કરી આપવાનું છે!’ શકુંતલાબહેનની સ્મૃતીમાં જીતેન્દ્રભાઈએ કદી ‘વાસણો’ નથી વહેંચ્યાં. તેઓ દાયકાઓથી ‘ગુજરાતમીત્ર’ના પ્રેમમાં પડેલા છે. (શકુંતલાબહેન આ વાત જાણતાં હતાં!) જીતેન્દ્રભાઈએ અગાઉની પુણ્યતીથી નીમીત્તે સમ્બન્ધીઓને મારી ‘આનન્દની ખોજ’ અને ‘ચીંતામુક્ત રહેવાની માસ્ટર કી’ એ બે પુસ્તીકાઓ વહેંચી હતી. તેઓ કહે છે, ‘વાસણો વહેંચવાની પરમ્પરાને વળગી રહું, તો શકુંતલાને જ એ ન ગમ્યું હોત. તે જીન્દગીભર સારાં પુસ્તકો અને સદવીચારોની સમર્થક રહી હતી.’

DSC09031[(ડાબેથી) ડૉ. શશીકાન્ત શાહ,  જીતેન્દ્ર દાળીઆ, ઉત્તમ ગજ્જર,
ગોવીન્દ મારુ અને નરેશ કાપડીઆ]

એક તરફ શ્રી. નરેશ કાપડીયા ‘આનન્દનું આકાશ’ની ‘ઑડીયો–બુક’ તૈયાર કરી રહ્યા હતા ત્યારે યોગાનુયોગ બીજી તરફ, નવસારીના રૅશનાલીસ્ટમીત્ર અને બ્લોગર શ્રી. ગોવીન્દ મારુ પણ વડીલ મીત્ર શ્રી. ઉત્તમભાઈ ગજ્જરના માર્ગદર્શન હેઠળ એ જ  પુસ્તકની ‘ઈ–બુક’ તૈયાર કરી રહ્યા હતા. આ બન્ને મીત્રોએ મારાં અન્ય બે પુસ્તકો ‘આનન્દની ખોજ’ અને ટીન–એજ’માં બોયફ્રેન્ડથી સાવધાનની પણ ‘ઈ–બુક’ બનાવીને દેશ–વીદેશના અસંખ્ય વાચકો સુધી પહોંચાડી છે. શ્રી ઉત્તમ ગજ્જર અને શ્રી. ગોવીન્દ મારુ અનુક્રમે ‘સન્ડે–ઈ.મહેફીલ’ અને અભીવ્યક્તી બ્લોગના માધ્યમથી વીચારપ્રેરક લેખોને વીશાળ વાચકવૃન્દ સુધી પહોંચાડવાની સેવા, દીર્ઘ સમયથી કરી રહ્યા છે.

કોઈ પણ વીચારપ્રધાન પુસ્તકની ‘ઈ–બુક’ અને ‘ઑડીયો–બુક’ બનાવવાનો વીચારમાત્ર ધન્યવાદને પાત્ર ઠરે છે. અમેરીકા અને કેનેડામાં રહેતા કેટલાયે વીચારવન્ત વાચકો લોંગ કાર– ડ્રાઈવ કરતાં કરતાં ‘ઑડીયો–બુક’ સાંભળીને ‘આનન્દનું આકાશ’ માણી શકશે.

જે મીત્રો સદવીચારોનો પ્રચાર કરે છે, સારાં પુસ્તકો સસ્તી કીંમતે વેચે છે કે વહેંચે છે; વાંચે અને વંચાવે છે, તેઓ સૌ પ્રચ્છન્ન રીતે ‘ગુરુ’ની ભુમીકા અદા કરી રહ્યા છે. સમાજને બદલવામાં એમનો ખુબ મોટો ફાળો છે.

DSC09032(‘આનન્દનું આકાશ’ પુસ્તીકાની ‘ઑડીયો–બુકઅને ઈ–બુકનો લોકાર્પણ)

જે મીત્રો ‘આનન્દનું આકાશ’ ‘ઈ–બુક’ મેળવવા ઈચ્છતા હોય તેઓ આ ‘અભીવ્યક્તી’ બ્લોગ ઉપરાન્ત ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads વેબસાઈટ અને ‘લેક્સિકોન’ http://www.gujaratilexicon.com/ebooks/  વેબસાઈટ પર પહોંચી જાય તો, ત્યાં પણ આ ઈ.બુક – જે સાવ ની:શુલ્ક છે – તે ડાઉનલોડ કરીને વાંચી શકશે. જે વાચકમીત્રો ‘ઑડીયો–બુક’ મેળવવા ઈચ્છતા હોય તેઓ કૃપા કરીને શ્રી. નરેશ કાપડીયાનો સેલફોન નંબર : +91 99099 21100 તથા nareshkkapadia@gmail.com પર પણ તેમનો સમ્પર્ક સાધે એવી વીનન્તી છે.

તા. 09 જુલાઈ, 2016ના દીને જીવનભારતીના ‘રંગભવન’માં શકુંતલાબહેનની પાંચમી પુણ્યતીથી નીમીત્તે યોજાયેલા સમારંભમાં શ્રી. નરેશ કાપડીયા રચીત ‘ઑડીયો–બુક’ તેમ જ શ્રી. ગોવીન્દ મારુ અને શ્રી. ઉત્તમ ગજ્જર રચીત ‘ઈ–બુક’નો લોકાર્પણ વીધી યોજાયો, ત્યારે સભાગૃહમાં જે પાંચસોથી વધુ શ્રોતાઓ ઉપસ્થીત હતા, તેઓ સૌ આવો ‘વીચારમેળો’ યોજાયો તેથી આનન્દ અને રોમાંચ અનુભવતા હતા. તેઓ સૌ જીતેન્દ્ર દાળીઆની પસન્દગીથી ખુશ હતા.

સમાજને ભરડો લઈ બેઠેલી રુઢીઓને તોડવાનું કાર્ય હીમ્મત માગી લે તેવું છે. ડૉક્ટરો, ઈજનેરો અને પ્રૉફેસરો પણ સ્વજનોની સ્મૃતીમાં ‘વાસણો’ વહેંચવાનું પસન્દ કરે છે. પાંચ વર્ષ પછી એ વાસણ કોના તરફથી મળ્યું હતું તે નામ વાંચવા માટે આંખો ફોડવી પડે છે; પરન્તુ નામ ઘસાઈ ગયું હોવાથી વંચાતું નથી! અને પુસ્તકો વહેંચાય છે તો તે ભજન–કીર્તનના બીબાંઢાળ પુસ્તકો જ વહેંચવા માટે પસન્દ કરાય છે. અહીં પણ પરીવર્તન આણવાની જરુર વર્તાય છે. ‘કર્મનો સીદ્ધાન્ત’ નામનું પુસ્તક મને આજ સુધીમાં અગીયાર વખત ભેટમાં મળ્યું કોઈકની પુણ્યસ્મૃતીમાં! પુણ્ય– સ્મૃતીમાં વહેંચાતાં પુસ્તકો, પુસ્તક વીક્રેતાની કમાણીનું સાધન માત્ર શા માટે બને? જે પુસ્તક પ્રમાણમાં સસ્તું હોય અને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે એવું ‘જીવનપોષક’ પુસ્તક જ શ્રેષ્ઠ ગણાય ! સદ્ ગત સ્વજનોની પુણ્યસ્મૃતીમાં વાસણને બદલે પુસ્તકો વહેંચવા એ ઉત્કૃષ્ટ સમાજસેવા છે અને રુઢીને તોડવાનો–બદલવાનો ઉપક્રમ પણ છે. હું શ્રી. જીતેન્દ્રભાઈને સારા વીચારોનો પ્રચાર–પ્રસાર કરનારા ‘વીઝનરી’ તરીકે વન્દન પાઠવું છું અને અભીનન્દન પાઠવું છું.

આ પ્રસંગે શ્રી. નરેશ કાપડીઆ અને તેમની દીકરી રુચા કીનારીવાલા સંચાલીત ‘અન્તાક્ષરી’ સ્પર્ધાનો અત્યન્ત રસપ્રદ અને મનોરંજક કાર્યક્રમ પણ યોજાયો. શકુંતલાબહેનની પુણ્યતીથી ‘ગમગીન સંધ્યા’ ન બની જાય તેની પુરતી કાળજી જીતેન્દ્રભાઈ અને નરેશભાઈએ લીધી. એ સાંજ સૌ નીમન્ત્રીતો માટે ‘અવીસ્મરણીય સાંજ’ હતી. સૌએ શકુંતલાબહેનને દીલથી યાદ કર્યાં..

–ડૉ. શશીકાન્ત શાહ

DSC09124

[(ડાબેથી) અન્તાક્ષરી સ્પર્ધાના નીર્ણાયકો પ્રી. અમીત ઠાકોર  અને અમેરીકાસ્થીત ડૉ. નીરજ ઠાકોર, સ્પર્ધાના સંચાલકો શ્રી. નરેશ કાપડીઆ અને શ્રીમતી રુચા કીનારીવાલા]

અભીવ્યક્તી’ માટે તા. 19જુલાઈ, 2016 ‘ગુરુપુર્ણીમા’ નીમીત્તે ‘ગુરુ’ને વંદના માટે ખાસ લખાયેલો, ડૉ. શાહસાહેબનો આ લેખ…. લેખકશ્રીના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક : ડૉ. શશીકાન્ત શાહ, 35–આવીષ્કાર રો હાઉસ, નવયુગ કૉલેજ પાછળ, તાડવાડી, રાંદેર રોડ, સુરત – 395 009ફોન : (0261)277 6011સેલફોન : 98252 33110 ઈ-મેલ : sgshah57@yahoo.co.in

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 22/07/2016

 

13 Comments

  1. ડૉક્ટરો, ઈજનેરો અને પ્રૉફેસરો પણ સ્વજનોની સ્મૃતીમાં ‘વાસણો’ વહેંચવાનું પસન્દ કરે છે. પાંચ વર્ષ પછી એ વાસણ કોના તરફથી મળ્યું હતું તે નામ વાંચવા માટે આંખો ફોડવી પડે છે; પરન્તુ નામ ઘસાઈ ગયું હોવાથી વંચાતું નથી! Ekdum sachi vaat…. ane aaj-kaal ni Naari o ne aavaa vahnchelaa vaasano vaaparvaa ma kiya interest chhe?

    On same Note: When my parent passed away, we made audio CD of Bhajan to distribute in their memory.

    Govind Maroo Saab (or any reader) : Do you know where I can get digital copy of book કર્મનો સીદ્ધાન્ત ? I would love to have them distribute as 10th poonyatithi of my Father!!! Please let me know via my email – ekrupyo@hotmail.com PLEASE!

    Liked by 1 person

  2. મિત્રો,
    વાંચન દરમ્યાન મળેલા જ્ઞાનને વહેંચવાનું ગમશે.
    (૧) ‘સમય‘ પણ શીખવે છે અને ‘શિક્ષક‘ પણ શીખવે છે. બન્નેમાં ફર્ક અેટલો જ છે કે………
    ‘શિક્ષક‘ શીખવાડીને પરીક્ષા લે છે…જ્યારે ‘સમય‘ પરીક્ષા લઇને શીખવાડે છે.
    ( હવે તમે નક્કિ કરો કે સાચો ગુરુ કોણ ?)
    (૨) By the time you realize your mother was right, you have got a daughter who thinks, you are wrong.
    (3) The best way to predict the future, is to create yourself.
    (4) The older the fiddler, the sweeter the tune.
    (5) Osho Said, ” The real question is not whether life exists after death…..the real question is whether you are alive before death.”
    (6) Dear past,
    Thank you for asll the lessons.
    Dear Future,,
    I am ready..
    (7) Follow your heart, but, take your brain with you.
    Thanks,
    Amrut Hazari.

    Liked by 1 person

  3. આપણા દેશમાં જુના-પુરાણા રીત-રીવાજોમાં આવી રહેલાં પરીવર્તનો વીશે જાણી આનંદ થયો. પરદેશમાં પણ આ પ્રકારનાં પરીવર્તન દેશનું જોઈને થવાની શક્યતા ખરી. અહીં વેલીંગ્ટનમાં એનું એક ઉદાહરણ જોવા મળ્યું છે – બેસણાની વીધી. દેશમાં આવેલ પરીવર્તન અનુસાર અહીં પણ હવે પહેલાં જેમ લોકો ગમે ત્યારે મૃતકના ઘરે બેસવા જતા તે લગભગ બંધ થયું છે.
    સરસ આર્ટીકલ મુકવા માટે હાર્દીક અભીનંદન ગોવીન્દભાઈ.

    Liked by 1 person

  4. ઓડીઓ બુક વહેંચવાની વાત મને ખૂબ ગમી છે . અને આવી ઓડીઓ બુકો સમાજ સુધારણામાં જબરો ફાળો આપતી હોય છે .

    Liked by 1 person

  5. શ્રી. શશીકાન્ત શાહ, જીતેન્દ્ર દાળીઆ, ઉત્તમ ગજ્જર,
    ગોવીન્દ મારુ અને નરેશ કાપડીઆ ,
    your joint venture needs congratulation..one step of awareness in society..
    on pujya શકુંતલાબહેનની પાંચમી પુણ્યતીથી .
    e-book and Audio book idea is great..and will spread soon.
    instead of utensils and bhajan/karma no siddhant e now such life making Utility distribution is most welcome.

    Liked by 1 person

  6. શશીકાંતભાઇ, ઉત્તમભાઇ, જિતેન્દ્રભાઇ, ગોવીન્દ મારૂ સાહેબ, અને નરેશભાઈ,
    તમે બધા ઉત્તમ કાર્ય કરી રહ્યા છો. વાસણોની લહાણી કરનારા રૂઢીવાદીઓને સાચો રાહ દર્શાવ્યો છે. પુસ્તકો અને ઇ-બુક વાળી વાત મને સ્પર્શી ગઈ.
    મને વધુ એક ફાયદો થયો. તમારા બધાના ફોટા જોઇને, તમારી સાથે મળવા જેવો અદભુત આનંદ. હું તો તમને કોઇને આ જિન્દગીમાં સદેહે જોઇ શકવાનો નથી. પણ જેમને અક્ષરના માધ્યમથી જોયા છે, જાણ્યા છે તેઓને એટલીસ્ટ ફોટામાં જોઇને, ભીની આંખે, ફોટા પર હાથ ફેરવી લઈને, મળવાનો આનંદ મેં માણ્યો. જીવનમાં છેલ્લી વાર, ફેબ્રુઆરિ ૨૦૧૭ માં, ભારત આવવાનો પ્લાન કરી રહ્યો છું ત્યારે, ભાડાની કાર કરીને વલસાડ અને સુરત આવવાનો પ્લાન મગજમાં છે. ભગવતીભાઈ મારા ૧૯૫૬ થી મિત્ર છે. તેમને પણ એકવાર મળી લેવું છે.

    અભિનંદન.
    નવીન બેન્કર (હ્યુસ્ટન )

    Liked by 1 person

  7. Khub saras idea samaj na bhanela varg mathi pan bahuj ochha aava udaharan jova male samaj mathi karmakand ane khota vahevar na kharch mathi bachva sathe gnyan vruddhi thai tevu umda karya aabhar Govindbhai.

    Liked by 1 person

Leave a comment