પુણ્ય કમાવા કચરો કરવો જરુરી છે ?

પુણ્ય કમાવા કચરો કરવો જરુરી છે ?

–વર્ષા પાઠક

દર વર્ષે ગણપતીના આગમનનો દીવસ નજીક આવે, એટલે મુમ્બઈના મ્યુનીસીપલ કમીશ્નર જાહેર કરે કે, ગણેશ વીસર્જન પહેલાં મુમ્બઈના રસ્તા પરના તમામ ખાડા પુરી દેવાશે. વર્ષોથી આ આશ્વાસન સાંભળતા આવેલા અમારા એક મીત્રે ચીઢાઈને કહેલું કે, આનો અર્થ તો એવો થાય કે બાપ્પાની આવન–જાવન ન થાય તો શહેરના રસ્તા સુધરે જ નહીં. ગુસ્સો વાજબી છે. મુમ્બઈના રસ્તા અત્યન્ત ખરાબ છે.

એમાંય ચોમાસા વખતે તો અમુક વીસ્તારોમાં એવી હાલત હોય છે કે, રસ્તામાં ખાડા નહીં; ખાડામાં જ સહેજસાજ રસ્તો હોય એવું લાગે છે. દેશની સહુથી શ્રીમન્ત અને કદાચ સહુથી ભ્રષ્ટ મુમ્બઈ મહાનગરપાલીકા રસ્તા બનાવવા અને પછી રીપેરીંગ કરવા માટે એવા બદમાશોને કોન્ટ્રેક્ટ આપે છે, કે નવાનક્કોર રસ્તા પર એક વરસાદ પડતાંની સાથે મોટાં ગાબડાં પડી જાય છે. હાડવૈદો અને ગેરેજવાળાની દીવાળી વહેલી આવી જાય છે. ઉંચું જોઈને ચાલવાની આદત અહીં મહા ડેન્જરસ છે.

મુમ્બઈના નામે આવો કકળાટ કરતાં બેઠાં હતાં, ત્યાં છાપામાં વાંચ્યું કે, રાજકોટ મહાનગરપાલીકાએ પવીત્ર શ્રાવણ મહીના દરમ્યાન એક અનોખો સેવાયજ્ઞ કરવાનો નીર્ણય લીધો છે(હવે તો એ શરુ પણ થઈ ગયો હશે). આનો યશ કૉર્પોરેશનની સેનીટેશન કમીટીના ચેરમેનને આપીને કહેવાયું હતું કે, આખાયે શ્રાવણ મહીના દરમીયાન શીવમન્દીર અને ભાવીકોનો પ્રવાહ વધુ હોય એ મન્દીરોની બહાર અને અન્દર પણ, રોજેરોજ સઘન સફાઈ થશે. રામનાથ મન્દીરની બાજુમાંથી જતી નદીમાંથી ગન્દકી દુર કરાશે, ખુલ્લી જમીનમાં ઉગી નીકળેલું ઘાસ કાઢી નખાશે, મન્દીરોની આસપાસ જન્તુનાશક દવાનો છંટકાવ થશે, મન્દીરની અન્દર અને બહાર સરખી સફાઈ થાય છે કે નહીં, એ જોવા માટે ચેરમેનસાહેબ મન્દીરોની સરપ્રાઈઝ વીઝીટ મારશે વગેરે વગેરે.

પહેલી નજરે સારા સમાચાર હતા; પણ પછી અળવીતરા દીમાગમાં જાતજાતના સવાલ અને વીચારો ફુટી નીકળ્યા, જે તમારી સાથે શૅર કરવા છે. વાંચીને ગુસ્સો આવે તો યાદ કરવું કે આ શ્રાવણ મહીનો છે, શારીરીક, માનસીક અને લેખીત હીંસા કરાય નહીં.

પહેલો વીચાર એ કે, શ્રાવણ મહીનો ન આવે તો/ત્યાં સુધી મહાપાલીકા આવું સફાઈકામ કરે જ નહીં ? મન્દીરોની આસપાસની જગ્યા સાફ રાખવાની જવાબદારી જો ખરેખર મહાપાલીકાની હોય તો એ માત્ર શ્રાવણ મહીના પુરતી શું કામ સીમીત રહેવી જોઈએ ? બાકીના મહીના બધા અપવીત્ર ?

અને પછી એ મોટો પ્રશ્ન કે ધાર્મીક સ્થળોની આસપાસના રસ્તા અને નદીનાળાની સફાઈ કરવાનું કામ ચોક્કસ મહાપાલીકાનું છે; પણ મન્દીરની અન્દર સફાઈ કરવાની જવાબદારી ખરેખર એમની છે ? મન્દીરના ટ્રસ્ટીઓ, પુજારીઓ, રોજેરોજ કે વારતહેવારે ત્યાં આવતાં ભાવીકો, મન્દીરની બહાર લારી કે દુકાન લગાવતા લોકો… આ બધાંને કંઈ પુછવાનું જ નહીં ? કચરાના ગંજ ખડકાય છે; કારણ કે આ લોકો બેફામ ગન્દકી કરે છે.

મહાનગરપાલીકા હવે મન્દીરની સફાઈ કરવાની છે, એ જાણીને તો આ સહુ ગેલમાં આવી ગયા હશે કે, હાશ, હવે આપણે કોઈ ચીંતા કરવાની નથી. મન ફાવે એટલી ગન્દકી કરો, બીજે દીવસે કૉર્પોરેશનના કામદારો સફાઈ કરી જશે. શ્રાવણ મહીના દરમીયાન મહાપાલીકાએ ચકચકીત રાખેલાં દેવદહેરાં ભાદરવા પછી પણ એટલાં જ ચોખ્ખાચણક રહેશે ? નહીં રહે તો વાંક કોનો ? અને ચાર દીવસની ચાંદની, અર્થાત્ ચોખ્ખાઈ પછી પાછા હતા ત્યાંના ત્યાં થઈ ગયા, એ જોઈને મહાદેવને કેવું લાગશે ?

છેલ્લા પ્રશ્નનો જવાબ જો કે સહેલો છે. મહાદેવને કંઈ નહીં લાગે. આ વખતે શ્રાવણ મહીના દરમ્યાન મન્દીરોની અન્દર બહાર સફાઈ જોઈને એમને કદાચ હળવો આંચકો લાગશે; બાકી ગન્દકીથી તો એ વર્ષોથી ટેવાઈ ગયા છે. મન્દીરોમાં ભક્તી અને ભાવીકો જેટલાં વધુ, એટલી ગન્દકી પણ વધુ. તહેવારોમાં ભક્તી અને ગન્દકી, બન્નેનું ઘોડાપુર ઉમટે. નાની હતી ત્યારે મને એક વાર પ્રશ્ન થયેલો કે, ચર્ચની અન્દર તો લોકો બુટ–ચમ્પલ પહેરીને જાય છે, તોયે ત્યાં ગન્દકી કેમ નથી થતી ? પપ્પાએ આનું કારણ સમજાવવા માટે સામો પ્રશ્ન પુછ્યો હતો કે, ચર્ચની અન્દર જીસસ ક્રાઈસ્ટ અને મધર મૅરીની મુર્તી પર દુધ કે તેલનો અભીષેક થાય છે ? એમની સામે કોઈ શ્રીફળ વધેરે છે ? પડીયામાં શીરાનો પ્રસાદ મળે છે ?

કહેવાનો મતલબ એ નહીં કે, ખ્રીસ્તીઓ હીન્દુઓથી ચઢીયાતા છે કે વધુ ચોખ્ખા છે. સીધીસાદી વાત એટલી કે, ભગવાનને જેની કોઈ જરુર નથી, એવી ચીજો ચઢાવીને આપણે દેવસ્થાનોને ચીકણાં, ગોબરાં કરતાં રહીએ છીએ. તમે જ કહો હનુમાનજીને તેલથી નવડાવીને ખુશ કરી શકાય, એવું રામાયણમાં ક્યાં લખ્યું છે ? દક્ષીણ ભારતનાં ઘણાં મન્દીરોમાં હજી અન્દર પ્રવેશો, ત્યાં કોઈ પુજારી–કમ–વેપારી તમારા હાથમાં તેલ ભરેલાં કોડીયાં પકડાવી દે. ભગવાન પાસે જઈને આ દીવા પ્રગટાવો, એ પહેલા કેટલુંયે તેલ છલકાઈને નીચે પડી ગયું હોય. મારી એક કઝીન ગઈ દીવાળીમાં જગન્નાથપુરીના વીશ્વવીખ્યાત મન્દીરમાં ગયેલી. ત્યાં વળી ભાતનો પ્રસાદ અપાતો હતો. ખવાતો હતો, એટલો ઢોળાતો હતો. એના પર લોકો ચાલતા હતા. ચીકણી ફર્શ પર લપસી પડતાં એ માંડમાંડ બચી.

વૃક્ષો કે છોડ પર હોય ત્યાં સુધી ફુલપાન સુંદર લાગે છે; પણ મન્દીરમાં એના ઢગલા થાય અને સડી જાય ત્યારે ઉકરડાંથીયે વધુ ગન્ધાય છે ! શ્રાવણ મહીનામાં શીવજી પર હજારો, લાખો બીલીપત્ર ચઢાવીને આપણે શું સાબીત કરવા માગીએ છીએ ? આ સવાલ પાછળ આજે મળેલાં એક બહેન જવાબદાર છે. પાંસઠ વર્ષની આ ગુજરાતી ગૃહીણી અત્યન્ત ધાર્મીક છે, શ્રાવણ મહીનામાં રોજેરોજ શીવલીંગ પર દુધનો અભીષેક કરવાનો એમનો નીયમ હતો; પણ છેલ્લાં ત્રણેક વર્ષથી એ શીવજીને નવડાવવા માટે માત્ર પાણી વાપરે છે અને શ્રાવણ મહીનામાં સ્પેશીયલ બાથ તરીકે પાણીના લોટામાં બે–ત્રણ ટીપાં દુધ નાખે છે. સદનસીબે એમની જેમ હવે અનેક ભક્તો અને મન્દીરોએ દુધનો વ્યય બન્ધ કર્યો છે.

પરન્તુ આ બહેને તો હવે ભગવાનને ફુલપાન ચઢાવવાનું પણ માંડી વાળ્યું છે; કારણ કે થોડા સમય પહેલાં, એમણે મન્દીરમાં ભેગાં થયેલાં ફુલપાન ઉકરડામાં ફેંકાતાં જોયાં. આ કોઈ નવી વાત નહોતી; પણ એમણે પહેલી વાર નજર સામે જોયું અને આઘાત પામી ગયાં ! શ્રાવણ મહીનામાં શીવજી પર સવા લાખ બીલીપત્ર ચઢાવવાનો વર્ષો જુનો કાર્યક્રમ એમણે રદ કરી નાખ્યો છે. જે મન્દીરોએ દુધનો અભીષેક અટકાવી દીધો છે, એ પણ આવાં ફુલપાનનો અભીષેક બન્ધ કરીને એટલાં ફુલઝાડ વાવવાનો નીયમ શરુ કરે તો ભગવાને સર્જેલી દુનીયા પાછી કેટલી હરીયાળી થઈ જાય ? જસ્ટ ઈમેજીન, શીવજીના મન્દીરની બહાર બીલીવૃક્ષોનું વન ઉભું થયું હોય, એના પર પક્ષીઓ કીલ્લોલતાં હોય, નીચે છાંયડામાં બેઠેલાં લોકો શીવસહસ્ર જપતાં હોય અને વૃક્ષ, છોડવામાંથી ખરી પડેલાં ફુલપાન એક જગ્યાએ ભેગાં કરીને એમાંથી ખાતર બનાવવાનો ઉદ્યમ ચાલતો હોય…

અને હા, મન્દીરની બહાર ચઢાવવાની અને ખાવાપીવાની વસ્તુઓ વેચતા ફેરીયાઓ માટે કચરાટોપલી રાખવાનું ફરજીયાત હોય, વેફર કે માવો ખાઈને ખાલી પડીકાં ફેંકનારા ભક્તોને દંડ થતો હોય. શ્રાવણ મહીનામાં દંડ બમણો થઈ જતો હોય. ભક્તો ભગવાનને પગે લાગ્યા પછી મહીનામાં એક વાર મન્દીરની સફાઈમાં જોડાતા હોય… આવું થાય તો વરસનો દરેક મહીનો શ્રાવણ થઈ જાયને.

– વર્ષા પાઠક

‘દીવ્ય ભાસ્કર’, દૈનીક, સુરતની તારીખ 10 ઓગસ્ટ, 2016ની ‘કળશ’ પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર આપણી વાતમાંથી.. લેખીકા બહેનના અને ‘દીવ્ય ભાસ્કર’ના સૌજન્યથી સાભાર…

લેખીકા સમ્પર્ક : વર્ષા પાઠકઈ.મેઈલ : viji59@msn.com

‘અભીવ્યક્તીઈ.બુક્સ’ વીશે :

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી વેબસાઈટ ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads પર અને ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://gujaratilexicon.com/ebooks/ પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનન્તી છે.

 ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારીપોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : +91 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 19–08–2016

 

28 Comments

 1. લેખ મારા જેવા અનેકોના મન ની વાત કરે છે. જાહેર જગ્યાઓ પર ગંદકી કરવી તે જાણે આપણાં દેશના લોકોનો મૂળભૂત અધિકાર જ બની ગયો છે અને તેની સફાઈ કરવી તે મ્યુ. સેવાસદન / સરકાર ની મૂળભૂત ફરજ …! અને હિન્દુ લોકો પત્ર-ફૂલ-ફળ-પ્રસાદ થી આવે ગંદકી કરે છે તો મુસ્લિમ બિરાદરો જાહેર માર્ગોપર લારી ગલ્લાઓ પર રમઝાન માં રોજા ખોલીને માંસ-મટન ના હાડકાં અને અન્ય અખાદ્ય ભાગો ફેંકીને ગંદકી કરે છે ! આ..ને… તેમણે તો કોઈ ટૉકી પણ ન શકે નહીં તો દંગા-ફસાદ ફેલાઈ જાય … !! “સ્વચ્છ ભારત અભિયાન” શું એકલા પ્રધાન મંત્રી નું જ સ્વપ્ન બની રહેશે ????

  Liked by 1 person

  1. Pradhan mantri pase su apeksha rakhvi je potej ganga aarti na name 1 lakh divda gangama vahavdave ane Nepal pashupati par adhi ton sukhad chadhavi ne garv leto hoi te pradhan mantri ne joi ne ketla loko anukaran karta hase.

   Liked by 2 people

 2. Very wishful thinking but sorry to say will have no or very little effect. Many have been writing such articles for years and we all see the result is a big ZERO. Whatever is mentioned to temples is equally applies to durgahs all over India.

  In fact, I am sorry to say, we are in real sense not religious but pretend to be. Unless we change our attitudes nothing is going to change. And to change attitudes, I think, a sustained education campaign is required.

  A big change in attitude toward looking at ‘Prasad,’ ‘Offerings’ etc is needed. And I am sure if any individual or group tries to educate people not to do all these kinds of things, they will be met with protests and intimidation.

  And we should not forget that there is a very strong lobby who encourage these things. And this lobby is not only supported by people but also by politicians and parties. In fact there is an unholy nexus between all of them.

  I lived in a predominantly labour area of Parel in Mumbai for over 60 years. Let me write here that roads and streets in affluent areas where rich people live are taken good care of whereas in labour and poor areas where people live in zopadpattis are never taken care of. For this a multi million dollar corruption is going on for more than 50 years.

  Religion has become a billions of dollars business. Babas, Pujaris, Mahants, Care Takers of durgahs are now living in posh areas, travel by costly cars. Do you think they will allow anyone for a campaign against these mindless practices? Nope. No way. We are religiously blinded people.

  Don’t give poor food, shelter, water to drink, house to live, education. Just give them Opium of Religion and make them forget everything.

  Firoz Khan
  Journalist-Columnist
  Toronto, Canada.

  Liked by 3 people

 3. Rajendra Desai, what’s common at public places in foreign countries and India.
  Kissing in public in the Western world and pissing in public places in India. I have seen many so called leaders and constables pissing in public places. To hell with Modi’s Swachchta Abhiyan.

  Firoz Khan
  Toronto, Canada.

  Liked by 1 person

 4. I totally agree with Feroz Khan Saab. Yes, it is us who needs to change. Few years back, I was involved with Temple activities in Atlanta. During Mahaa-Shiv-Raatri, we used to let everyone to do Abhishek with gallons of milk…. We stop this. Temple decide to collect all milk. And provide 6oz cup with water mix with milk for Abhishek to whoever want to do Abhishek.

  Needless to say, change made huge different in cleanliness. Yes, we had few ‘Bhakta’ (so called Bhakta) got upset over our action. Life goes on. Trustee must invite changes and execute them without any favor to anyone.

  I wish Versha Paathak thoughts ring bell in every temple in India.

  Liked by 2 people

 5. લેખિકાને વધાઇ. હમણાં જ અમદાવાદની સાબરમતી નદી કીનારે દશામાની પધરાવેલી મૂર્તિઓના ઢગલાનો ફોટો સૌએ જોયો હશે. ધાર્મિક કચરો નદીઓમાં જ ઠલવાય છે. અને પછી સરકારો મૈલી ગંગાની સફાઇ કરવાના પ્રજાને વચનો આપીને ચૂંટાય છે. મેરા ભારત મહાન! વર્ષાબેનને મારો સવાલ- પૂણ્ય કમાવવુ એટલે શું? લેખના ટાઇટલમાં આપેલો આ શબ્દ રેશનલ વિચારસરણીમાં ફીટ બેસતો નથી. સ્વચ્છતા એ આરોગ્ય માટેની પ્રાથમિક્તા છે એ સૌને બાળપણથી જ શીખવવામાં આવે છે. પરંતુ, ધર્મના નામે ચાલતા ધતિંગોને પરિણામે મંદિરોથી માંડીને મહાલયો સુધી ધાર્મિક કચરાના ઉકરડા થાય છે. ગરબાને નામે પાણી ભરવાના માટીના ઘડાને હાથે કરીને કાણા પાડવામાં આવે છે. કાપડની અસંખ્ય ધજાઓના ઢગલા શા કામના? હનુમાનજીને તેલ ચોપડવાની જરૂર નથી, આપણા શરીરને તેલ માલીશ કરો તો તે કામ લાગશે. ગાયના ઘીને યજ્ઞોમાં બાળવાથી કંઇ નહીં મળે? બીલીવૃક્ષની વેદના તમને થાય છે ખરી? પગપાળા જનારા લાખો લોકો રસ્તાઓને ગંદા કરતા જાય છે. તે પદયાત્રીઓને પરમાત્મા મળતા નથી, આપણને તેમનો કચરો મળે છે. તેમના મગજમાંથી અંધશ્રધ્ધાનો કચરો બહાર કાઢવાના કેમ્પ યાત્રા માર્ગે કરવા જોઇએ. છાપાઓની પૂર્તિઓમાં ધરબી દેવામાં આવતા ધાર્મિક લેખો વૈચારિક કચરો જ છે. તેના બદલે વૈજ્ઞાનિક તથ્ય સાથેના લેખો પ્રગટ કરવામાં આવે તો સફાઇ થયેલી ગણાય. કચરો….કચરો…કચરો…. આ કચરાનુ કારણ જ્યારે ધર્મ બનતો હોય ત્યારે તે ધર્મ પણ કચરો જ છે.
  @ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી
  રોહિત દરજી ” કર્મ “, હિંમતનગર

  Liked by 2 people

  1. Rohitbhai tamari vaat sathe bilkul sammat. But Yagn ma gaay nu ghee homva thi eni steem bane 6. Jenathi suxm jivanu nash pame 6. E ek sintificly prooved saty 6. Rational no matlab evo nathi ke science ne pan avoid karva ma aave.

   Liked by 1 person

   1. Pragnesh bhai aa scientifically prooved pan indian scientists nuj hase karan ke lagbhag be varas pahela bhartiya vaignyanikoe mangal par yaan moklyu tyare teni pratikruti banavi ne pahela dakshin na koi mandir ma puja karine pachhi yaan chhodyu hatu aavu scintifically prooved hase yagna ni babat ma pan.

    Liked by 1 person

  2. 100% agree with you aaje deshne rational vichar ni sarkar ni jarur chhe jyare bharatma to vadaj chibhada gale tya kone kahevu MARKANDAY KATJU kahetem 90% praja andhshraddha dhareve chhe.

   Liked by 1 person

 6. જો કે મેં વર્ષોથી ભારતના ધાર્મિક લોકોની ગંદકીનો આનંદ અનુભવ્યો નથી એટલે મારે તો તાળી પાડીને એટલું જ કહેવાનું કે સરસ લેખ છે. આશા છે કે આ લેખ માત્ર રેશનાલિસ્ટોને માટે જ વાહ વાહનો વિષય ના બની રહે પણ એક કટ્ટર ગંદો ધાર્મિક માણસ અભિવ્યક્તિ પર સોગંદનામુ જાહેર કરે કે હું ગંદકી કરતો હતો અને વર્ષાબહેન હવેથી હું ગંદકી નહિ કરું….
  હું જાહેર કરું છું કે હવે હું મુંબઈ જઈ ગંદકી કરીશ નહિ…પ્રોમિશ.

  Liked by 1 person

 7. Khub saras lekh aankh ughadva mate parantu aandhla vanche to ( dharmik andhshraddhalu) me mari jate ekvar jignasa vash mahadev na mandir ni pachhad jya ling par chadhavelu dudh pani gatar dwara bahar khulli jamin par khabochiya ma chhodvama aavtu hatu te joya pachhi gharna toilet ni safty tank ane mahadev na mandir pachhad na khabochiya ma je jantu joyela te ma koij farak na hato. vadhu ma vadhu loko rational lekho vanche tevo prayas thavo joiye.

  Liked by 1 person

 8. Aristotle said, ” Educating the mind without educating the heart is no education at all.”
  ” Holy places in India are interesting. The poor beg outside & the rich beg inside.”

  Charlie Chaplin said, ” Mirror is my best friend, because When I cry…it never laughs.”
  ડો. બાબા સાહેબ આંબેડકરે કહેલું કે, ‘ જો આપણે અેક સંયુક્ત અૈક્ય ઘરાવતું આઘુનિક ભારત ઇચ્છતા હોઇઅે તો તમામ ઘર્મોના શાસ્ત્રોના સાર્વભોમત્વનો અંત આવવો જોઇઅે.‘
  ‘ સીર્ફ ખ્વાહીશો સે નહીં ગીરતે ફૂલ ઝોલીમેં,
  કર્મકી શાખ કો હીલાના હોગા.
  કબ તક કોસતે રહોગે અંઘેરે કો,
  અપને હિસ્સે કા દીયા જલાના હોગા.‘
  મંદિરોમાં અસ્વચ્છતા કરવી તે તો હિદુઓના ઘર્મની જરુરીઆત છે. ( દુઘની નદી…) ‘વર્ણાશ્રમ‘ ‘ વર્ણાવ્યવસ્થા‘ પોતે જ અેક મહાન અસ્વચ્છતા છે હિંદુ સમાજની…અને તે આજે પણ મુછ પર તાવ દઇને પળાઇ રહયો કે રહી છે..દલિત કોણે બનાવ્યા ? ભગવાને ? માણસે ?
  થોડી થોડી સમજ આવવા માંડી છે….મંદિરો કદાચ ૦૦૦૦૦૦૦.૧ ટકા સ્વચ્છતાવાળા અને સમાજના લોકો…કદાચ…. ૦૦૦૦૦.૧ ટકા લોકો વર્ણવ્યવસ્થામાં માનતા નથી.
  હાલની સરકાર પણ અેંવું લાગે છે કે કોઇ ભારે હાથવાળાઓની ડીરેક્શન ઉપર ચાલી રહી છે….તે સ્વતંત્ર નથી લાગતી……હું કદાચ ખોટો પણ હોંઉ…..
  ભારતમાં તો છે જ પરંતું અમેરિકામાં પણ ગલીઅે ગલીઅે મંદિરો બંઘાઇ રહ્યા છે…સાંઇ બાબાનાં મંદિરો ઇઝલીન અને અેડીસન ગામોમાં અેકમાંથી બે થઇ ગયા…કારણ કે….ભક્તોની વણજાર ભારતથી અમેરિકામાં ઉતરી પડી છે…તે જ રીતે અમેરિકામાં સ્વામિનારાયણના કેટલાં ટેમ્પલ છે તેની તો ગણત્રી કરવી પડે…ભણેલા, ગણેલાં, સ્ત્રીઓ…પુરુષો…પાકા..કાચા …..કોમનમેન…પોલીટીશીયનો….બાળકો…યુવાનો…સિનિયરો..( ઘરડાં નથી કહેતો.)…બઘા જ…..ભક્તો….દુઘ…બીલીપત્ર….હાર…ફૂલ….પ્રસાદ…..ફળો…..તમે ગણતા રહો અને લીસ્ટ પુરુ જ નહિ થાય…….
  લોકોને માટે કે ભાષણ દેનારને માટે કે કથા કરનારને માટે આટલું તો હું જરુરથી કહીશ કે….‘ ઉદાહરણ આપવું સહેલું છે પરંતુ ઉદાહરણ બનવું મુશ્કેલ છે.‘

  જાગો સોનેવાલો………
  લેખિકાને અભિનંદન….

  અમૃત હઝારી.

  Liked by 2 people

 9. વર્ષાબેનની વાત સો ટકા સાચી છે. અમૃત હજારી અને અન્ય વિચારકોએ પણ ખુબ સરસ લખ્યું. આપણા અંધશ્રધ્ધાળુ પ્રજાજનો ક્યારેય સુધરવાના નથી જ. મારી પત્નીને હું આ વાત સમજાવવા બેસું છું તો મારે ઝઘડો થાય છે. એ કહે છે કે હું નાસ્તિક અને પાપી છું. હવે પંચાવન વર્ષના લગ્નજીવન પછી અને પંચોતેરે પહોંચીને ક્યાં ઝઘડા વહોરવા ? એટલે મારે નીચી મુંડીએ એના ડ્રાઈવર તરીકે મંદીરે જવું પડે છે અને જે થાય એ જોયા કરવું પડે છે. નહિંતર માનસિક શાંતિ ડહોળાઇ જાય.
  નવીન બેન્કર ( હ્યુસ્ટન)

  Liked by 2 people

 10. Varshaaben,
  You say:
  “કહેવાનો મતલબ એ નહીં કે, ખ્રીસ્તીઓ હીન્દુઓથી ચઢીયાતા છે કે વધુ ચોખ્ખા છે.”
  I am sorry to say that you are wrong.
  ‘Tamaaro kahevaano matalab e ja chhe.’

  You have clearly proved that they are better and cleaner.
  You did compare churches with temples.
  They are certainly cleaner. Let us have enough courage to admit an unpleasant truth. Why try to hide the obvious and clear truth?
  Thanks for a good article. — Subodh Shah — USA.

  Liked by 2 people

 11. Liked versha Pathak’s article.
  Liked Amrut Hazari’s coments.
  Keep government out of cleaning private areas. People owning places and surrounding are responsible to keep clean and keep trash in designated places.
  Learn from the us residential and commercial places. Pay city or organization to pick up trash once a week from designated places like it is done in the US. Probably it is done in other civilized countries too. Most places in the US even leaves and grass cuttings are collected every week, properly disposed and properly picked up to disposed either in recycling, power generation, or in land filling. Most streets in the US smell and look before and after rain. There are laws for dog owners when they walk dogs on the streets. Yes there are some bad examples in the US too but very few. Keep government for minimum but perfect job.

  Liked by 2 people

 12. varshabahen–
  varsha rutu ma jagrutic lekh..ane badha mitro e – khoba bhari bhari ne pratibhav aapya..
  sudharo jarur thashe..jem pela bahen pani na lota ma 1-2 teepa dudha–homeopathic reete melave che..
  tej reete..bili patra no aarka pan melavata thashe..
  …jo scientic reete article lakhava ma aavashe..ke aa homeopathic pani na Pump na 1 spray thi 1 lakh ganu punya malashe…
  aavu avanavu jarur aavashe..
  thoda vadhu aava jagruti lekho ni jarur che..

  Liked by 1 person

 13. ભારતમા હિન્દુઓ દીવસમા ઍક વખત અન ક્યારેક વધુ વખત સ્નાન કરે છે. ધાર્મિક મુસ્લિમો (પાંચ વખત નમાજ પઢ્નારા) પાંચ વખત વજુ કરી પાક થાય છે. આમ છતા દરગાહો અન મંદિરોની આસપાસ આટલી ગંદકી કેમ જોવા મળે છે? ભાગ્યેજ કોઈ ઍવો નાગરિક હશે જેણે નાનપણ મા નાગરિક શાસ્ત્ર ના ભાણ્યું હોય. તો શું મોટાં થઈ ઍને ભૂલી જવાનું? પોતાનુ આન્ગ્ણુ સ્વચ્છ રાખવાનુ અને અન્યો નુ ગન્દુ કરવાનુ? ધાર્મિક ક્રિયકાંડોમા સુધારો ના કરી શકાય? પપુ અન ધપુઑ આમા પોતાનો રોલ ના અદા કરી શકે? સ્વચ્છતા અભિયાનો તો વર્ષોથી ચાલી રહ્યાં છે. કોઈ ફરક પડેલો દેખાતો નથી.

  આપણી ટેવો પણ બદલવાની જરૂર છે.

  ફિરોજ ખાન

  Liked by 1 person

 14. from: Uttam Gajjar
  to: Govindbhai Maru <govindmaru@gmail.com
  date: Sun, Aug 22, 2016 at 10:17 PM

  વહાલા ગોવીંદભાઈ,
  આજે જ આ વૉટ્સૅપ કેલીફોર્નીયા અમેરીકેથી આવ્યો.. બહુ જ વાયરલ બન્યો છે.
  વર્ષાબહેનના લેખમાં કૉમેન્ટરુપે ચોંટાડવા હું કોશીશ કરું; પણ તે પાસવર્ડ માંગે તે મને ન ફાવે એટલે ચોંટાડતો નથી.. પણ તમે મારા વતી ત્યાં ચોંટાડી દેશો ? કારણકે તે લેખની વાત સાથે આ લખાણને ભારે અનુસન્ધાન લાગે છે..
  ..ઉ.મ..

  નારદજી :~ અરે પ્રભુ ! તમારો જન્મદિવસ (જન્માષ્ટમી) નજીકમાં છે અને તમે આટલા ઉદાસ કેમ ?

  શ્રીકૃષ્ણ :~ અરે નારદજી ! એની જ તો ચિંન્તા છે. જન્માષ્ટમીના દિવસે રાત્રે 12વાગ્યે ન્યુઝ ચેનલો ચાલુ કરીને જુઓ તો ખરા, આપને બધું સમજાઈ જશે.

  નારદજી :~ એવું તે શું બતાવે છે ન્યુઝ ચેનલ ?

  શ્રીકૃષ્ણ :~ મારા જન્મદિવસે "ગોકુળ-મથુરા-વૃન્દાવન"નાં મંદિરોમાં "દૂધ-દહીં-ઘી-મધ"ને શંખમાં ભરી-ભરીને મારી નાની અમથી મૂર્તિ પર અભીષેક કરવામા આવે છે અને આ દ્રવ્યો ભેગાં થઈ છેવટે ગટરમા જાય છે અને મંદિરમાં પણ દુધની ડેરીમાં આવતી હોય એવી દુર્ગંધ આવે છે. એ બધું યાદ આવતાં, હું દુ:ખી-દુ:ખી થઈ જાઉં છું.

  નારદજી :~ અરે પ્રભુ ! આ તો ભક્તોનો તમારા પ્રત્યેનો પ્રેમ છે !

  શ્રીકૃષ્ણ :~ જો મુનીવર, તમે જ કહો… મારો એક દીકરો મંદીરની બહાર બે-ત્રણ દીવસથી ખાધા-પીધા વગરનો પડ્યો હોય અને બીજો દીકરો મારી મૂર્તી પર આટલો-આટલો અભિષેક કરી, બગાડ કરે તો દુ:ખ તો થાય કે નહીં ?

  નારદજી :~ વાત તો વિચારવા જેવી છે…! તો પ્રભુ તમારી શી ઈચ્છા છે ?

  શ્રી કૃષ્ણ :~ જેમ શ્રીફળ વધેરી, થોડો ભાગ ભગવાનને ધરી બાકીનો ભાગ પ્રસાદી તરીકે વહેંચાય છે, તેમ દુધ-દહીં-ઘી-મધમાંથી એક ચમચી મારી મૂર્તી પર ચડાવી બાકીનું દ્રવ્ય મારા અશકત દીકરાઓમાં પ્રસાદી તરીકે વહેંચાય એ વધુ ઈચ્છનીય છે.

  અને બીજું, હું મારા ભક્તોને એ કહેવા માંગુ છું…. કે મને દુધ-દહીં-માખણ-ઘી વધારે ભાવે છે તો મને એ ખવડાવવાના બદલે એનાથી નવડાવવાનો ? ? તમે પોતે કોઈ દિવસ આ દ્રવ્યોથી ન્હાવ છો ખરા ? ? કે તમારાં બાળકોને ક્યારેય એનાથી નવડાવ્યાં છે ? ?

  નારદજી :~ પરંતુ પ્રભુ ! આ વાત ભક્તો સુધી પહોંચાડવી કઈ રીતે ?

  શ્રી કૃષ્ણ :~ અરે ! એટલે જ તો આપને યાદ કર્યા છે મુનિવર ! સમાચાર ફેલાવવાનું કામ તમારાથી સારી રીતે કોણ કરી શકે ?

  નારદજી :~ પ્રભુ ! હુ એકલો કેટલી જગ્યાએ પહોચું ? પણ મારી પાસે એક સરસ ઉપાય છે.

  શ્રી કૃષ્ણ :~ તો વાર ના લગાડો, મુનિવર…. બોલો ફટાફટ…

  નારદજી :~ પૃથ્વીલોકમા "માર્ક ઝુકરબર્ગ"ની બે એપ્લીકેશન એટલે કે ‘ફેસબુક અને વોટ્સ-અેપ’ ગ્રુપના માધ્યમથી ભારતના જાગૃત યુવાનો આ સંદેશ ફેલાવી શકે અને બીનજરૂરી બગાડ અટકાવી શકે.

  શ્રી કૃષ્ણ :~ ખુબ જ સરસ વિચાર છે.

  નારદજી : ~ સારું, તો મને રજા આપો… નારાયણ ! નારાયણ !! નારાયણ !!!

  * ॰ * ॰ * ॰ * ॰ * ॰ * ॰

  મિત્રો, તમે પણ જન્માષ્ટમીના દિવસે રાત્રે 12 વાગ્યે ન્યુઝ ચેનલ ચાલુ કરીને એકવાર અવશ્ય જોજો… અને પછી મારી આ વાત યોગ્ય લાગે તો આ post ને share કરી વધુમા વધુ લોકો સુધી પહોંચાડજો.

  Like

 15. એક વખત હું એક મઁદિરમાં ગયો .ભગવાનની મૂર્તિના દર્શન કરી હું બારો નીકળ્યો તો એક પૂજારી હાથમાં એક દૂધ દહીં મધ ઘી પાણી વગેરે પ્રવાહી ભરેલો ઘડો લઈને ઉભો હતો .અને તે પંચામૃત કે ચરણામૃત ચમચા વતી દરેકને પીવા માટે આપતો હતો . મેં ચરણામૃત પીધું .અને પગરખાં પહેરવા ગયો એટલમાંતો મને ઉલ્ટીઓ થવા માંડી .. તેદીનો હું ચરણામૃત લેવાની ખોડજ ભૂલી ગયો
  એક પર્વતના શિખર ઉપર કોઈ દેવતાનું સ્થાન છે તેની નજીકમાં એક નાનકડું ઝરણું છે . આ ઝરણું છ મહિનાના છોકરાના મૂત્રની ધારાવાળી જેટલું નાનું છે . બાજુમાં કાચલીયો પડી હોય છે . એ કાચલીથી . કોઈ જાતના જાતિભેદ વગર દરેકે પીવાનું માહાત્મ્ય હોય છે . જો કોઈ પીવામાં સૂગ કરે અને મોઢું બગાડે તો એનું મોઢું વાંકું ચૂકું કદરૂપું થઇ જાય છે . આ સ્થળે અમો 13 છોકરા હતા . દરેકની ઉંમર 17 વર્ષની આજુબાજુની હતી . મેં પાણી પીધું અને પછી અરે આવું પાણી પીએતો વટલાઈ જવાય એમ બોલીને મારું મોઢું મેં મચકોડ્યું . અને કાચલી ફેંકી દીધી . હજુ સુધી મારું મોઢું બગડ્યું નથી કે હું અભડાયો નથી . .આજની ઘડીયે આ વાતને 78 વરસ વીતી ગયા હશે ,

  Liked by 1 person

 16. પ્રિય ગોવિંદ ભાઈ
  તમારા લખાણો મને બહુ ગમે છે .
  આપણા માનવંતા દેવજ લાડવાનો કચરો પેટમાં ભરીને મોટી ફાંદ વાળા થઇ ગયા હોય ,એવા આપણા આરાધ્ય દેવ હોય તો પછી એના ભક્તોને કચરો સાફ કરવાનું ક્યાંથી સુજે .

  Liked by 1 person

 17. તા.1સપ્ટે.ના માન.વર્ષા પાઠકનાDBના લેખ બાબતે….કવિ કે લેખક ધર્મ સમાજની આંખ ખોલવા ઉપરાંત સાચો રાહ/વિકલ્પ બતાવવાનો ન હોય શકે ? ઘોર અંધકાર વચ્ચે ક્યાંક એક તારો પણ ટમટમતો હોય શકે. અમારા ગુરુ કેવા છે?તમો સમાજની દિવાદાંડીરૂપ લેખકો તટસ્થ ઉંડો અભ્યાસ કરીને તમે જ કહો/લખો.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s