હવે ઑલવીન ટોફલર આપણી વચ્ચે નથી

જન્મ : 04/08/1928  અવસાન : 27/06/2016

હવે ઑલવીન ટોફલર આપણી વચ્ચે નથી

–બીપીન શ્રોફ

આ પૃથ્વી પર લાખો નહીં; પણ કરોડો માનવીઓ આવીને જતા રહ્યા. પણ કેટલાક પોતાનાં કાર્યો અને ખાસ કરીને વીચારોની એવી અસર મુકીને જાય છે કે જે સમયાતીત હોય છે. ઑલવીન ટોફલર તેમાંના એક હતા. તેમણે માનવજાતને પોતાનાં ત્રણ પુસ્તકો, ‘ફ્યુચર શોક’(1970), ‘થર્ડ વેવ’(1980) અને ‘પાવર શીફ્ટ’(1990) લખી, પ્રકાશીત કરીને જબરજસ્ત સમૃદ્ધ બનાવી દીધી છે. ઉપરોક્ત પુસ્તકોની નકલો લાખોમાં નહીં; પણ કરોડોમાં પ્રકાશીત થઈ છે. જે હજુ વેચાય અને વંચાય પણ છે. વીશ્વની ઘણી બધી ભાષાઓમાં તે પુસ્તકોનું ભાષાન્તર થયું છે. આ ત્રણ પુસ્તકોમાં,  (Trilogy of Best–seller books) ટોફલરે ખાસ કરીને વૈશ્વીક ઔદ્યોગીક સમાજ કેટલી બધી ઝડપથી બદલાઈ રહ્યો છે તેનાં પૃથ્થકરણો બતાવીને, વાંચકના મનને સતત સત્ય આધારીત અસહ્ય આઘાતો આપીને, વૈચારીક રીતે ભવીષ્યમાં આવતાં પરીવર્તનોને સમજવા દીશાહીન–કોરી પાટી જેવા મનનો અને સજ્જ બનાવી દીધો છે.

ભવીષ્યવેત્તા(futurist) તો તેઓ હતા જ; પણ સાથેસાથે તેમણે ભવીષ્યના સમાજ અને માનવ જીવનનાં બધાં ક્ષેત્રોમાં આવી રહેલાં ઘોડાપુર જેવાં પરીવર્તનોની નાડીના ધબકારાને ઓળખી કાઢ્યા હતા. તે માટે તેમણે વર્તમાન પ્રવાહો અને ઘટનાઓને પુર્વગ્રહ વીના, વાસ્તવીક રીતે ચકાસી, તેવી પુષ્કળ માહીતીનો ભંડાર એકત્ર કર્યો હતો. આ બધા પ્રવાહોની દીશા કઈ છે તે પણ તેમણે સ્પષ્ટ જણાવ્યું છે. ઉભરી રહેલા સુપર ઔદ્યોગીક સમાજને અનુકુળ જુની કૌટુમ્બીક, સામાજીક, શૈક્ષણીક, ધાર્મીક, આર્થીક, રાષ્ટ્રીય અને રાજકીય સંસ્થાઓ, પોતાનાં અપરીવર્તનશીલ (Resistance to change attitude & actions) લક્ષણોને કારણે ઝડપથી મૃત:પ્રાય થઈ રહી છે તેની વીગતે નોંધ પણ તૈયાર કરી છે. નવા સમાજને અનુકુળ નવી સંસ્થાઓનાં માળખાંઓ, મુલ્યો અને અરસપરસના વહેવારો કેવા હશે, તેના પ્રવાહોનો સ્પષ્ટ રીતે ટોફલરે નીર્દેશ કરેલો છે. વધુ ચર્ચા નહીં કરતાં તેમનાં ત્રણ પુસ્તકોનાં અગત્યનાં તારણોને સમજીએ અને માણીએ :

(1) ફ્યુચર શોક (1970) :

આ પુસ્તકમાં ટોફલરે ઔદ્યોગીક સમાજમાં કયાં કયાં પરીવર્તનો આવી રહ્યાં છે અને તેમાંથી સર્જાતા આઘાતો–પ્રત્યાઘાતો સાથે માનવજાત કેવી રીતે અનુકુલન સાધી રહી છે તે વીગતે સમજાવ્યું છે. 21મી સદીમાં વીશ્વમાં રાષ્ટ્રો વચ્ચેની સીમાઓ કેવી રીતે આવી રહેલાં પરીવર્તનોને આધારે તુટતી જશે તે સમજાવ્યું છે. કૃષીસંસ્કૃતી અને ઔદ્યોગીક સમાજે પેદા કરેલાં તમામ મુલ્યોને ફગાવી, વૈશ્વીક સમાજ અને સંસ્કૃતીની રચના કરવા કયાં કયાં નવાં નવાં પરીવર્તનોનું સર્જન થઈ રહ્યું છે તેની વીગતે માહીતી આપી છે. આ બધાં તારણોની અધીકૃતતા અને સત્ય સાબીત કરવા ટોફલરે વાંચનાર પાસે માહીતીઓનો વીશાળ ગંજ ખડકી દીધો છે.

તેની દલીલ છે કે માનવજાતને શીકાર યુગે પેદા કરેલી સંસ્કૃતીમાંથી, કૃષીસંસ્કૃતી તરફ આવતાં હજારો વર્ષ નીકળી ગયાં. ત્યારબાદ માનવજાતને કૃષીસંસ્કૃતી’ના પ્રથમ મોજામાંથી બહાર નીકળતાં દસ હજાર વર્ષ લાગ્યાં. પણ તેનું બીજું મોજું જેને ટોફલર ઔદ્યોગીક મોજા તરીકે ઓળખાવે છે તે તો ફ્કત ત્રણસો વર્ષ – સત્તરમી સદીથી શરુ કરીને વીસમી સદીની 1950ની સાલ – સુધી જ ચાલ્યું હતું. હવે ત્યાર પછી શરુ થયેલું ત્રીજું મોજું ‘થર્ડ વેવ જે માહીતી. કમ્પ્યુટર, અને ડીજીટલ યુગ તરીકે ઓળખાય છે, તેણે તો પોતાનાં પરીવર્તનોની ઝડપ એટલી બધી વધારી દીધી છે કે તેનો સમગ્ર અન્દાજ કાઢવો જ માનવીય સ્તરપર અસંભવ બની ગયું છે. ટોફલરે તેને ‘ખુબ જ ટુંકા સમયમાં અમાપ પરીવર્તનો’નાં મોજાં(Too much change in too short time) તરીકે ઓળખાવ્યું છે.

તેનું બીજું તારણ છે કે આ પરીવર્તનોમાંથી પેદા થયેલો સમાજ, કોઈ કાળે પાછો કૃષી કે ઓદ્યોગીક સમાજની સંસ્કૃતી તરફ જઈ શકે તેમ નથી. એટલે કે આ પરીવર્તનોની અસરો કાયમી છે. જે લોકો પરીવર્તનના આઘાતોને( ફ્યુચર શોક્સ) સમજીને અનુકુળ થશે તે જ પોતાનું અસ્તીત્વ ટકાવી શકશે. સમાજપરીવર્તનનું એન્જીન, ટૅકનોલૉજી બની ગઈ છે. જ્યારે તેનું બળતણ કે ઈંધણ (ફ્યુઅલ) જ્ઞાન બની ગયું છે. (The Engine is technology and knowledge is not power but fuel of it) ફયુચર શોક પુસ્તકનાં તારણો આપણને ડરામણાં લાગે તેવાં છે; પણ સાથે સાથે આપણને તેનો અભ્યાસ, આવી રહેલા પડકારો સામે સભાન અને સજ્જ પણ બનાવે છે.

(2) થર્ડ વેવ (1980) :

ત્રીજું મોજું– માનવ સંસ્કૃતીના વીકાસને ટોફલરે સરળ રીતે સમજાવવા માટે ત્રણ સમય કાળમાં વહેંચી નાંખ્યો છે. કૃષી મોજું, ઔદ્યોગીક મોજું અને ‘માહીતી મોજું’. દરેક મોજાનો સમય ગાળો, તેમાં પેદા થયેલી તમામ પ્રકારની સંસ્થાઓ, તેમાં વીકસેલાં માનવમુલ્યો અને સમ્બન્ધો વગેરે સરળતાથી સમજાવ્યું છે..

દરેકના સમય ગાળાને સમજાવવા માટે વાપરવામાં આવતા, બળદ કે ઘોડા કે માનવશ્રમની મદદથી શોધાયેલાં ઓજારો, બળતણનાં સ્રોત્રો દા.ત કૃષી સમયમાં લાકડું અને કોલસો; ઔદ્યોગીક યુગમાં બળતણનું સાધન કોલસો, ખનીજ તેલ, વીજળી અને માહીતી યુગમાં સુર્યપ્રકાશ, પવનની ઝડપ, દરીયાઈ મોજાં અને અણુશક્તી. વાહનની ઝડપમાં વધુમાં વધુ ઘોડાના ઉપયોગ દ્વારા કલાકના 20 માઈલ અને હવે હવાઈ જહાજ, રોકેટ વગેરેની ઝડપ સેકંડમાં મપાય છે.

ત્રીજા મોજામાં માનવસંસ્કૃતી વધારે શાણી, અન્ય માનવો પ્રત્યે વધુ સંવેદનશીલ અને સહીષ્ણુ, વધુ સુઘડ અને માનવમુલ્યોને જીવનનાં દરેક ક્ષેત્રમાં ઉજાગર કરતો માનવ સમુદાય (Emerging characters of third wave civilization – more sane, sensible, sustainable, descent and democratic) હશે. ત્રીજા મોજામાં પરીવર્તનનાં પરીબળો એટલાં બધાં શક્તીશાળી હશે કે સમાજના બધા અંગોમાં ઉપરછલ્લા નહીં; (not cosmetic changes but revolutionary changes) પણ મુળભુત ફેરફારોનું સર્જન કરશે. ત્રીજા મોજાની સુચીત સંસ્થાઓમાં ટોફલરે આધુનીક સર્વ સાધનોથી સમ્પન્ન ગ્લોબલ વીલેજ અનેઈલેક્ટ્રોનીક કૉટેજના ખ્યાલને વીકસાવ્યો છે. આ ત્રીજા મોજાનાં પરીવર્તનના વાહક તરીકે ટોફલરે ‘વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત યાંત્રીક ક્રાન્તી’(સાયન્ટીફીક ટૅકનોલૉજીકલ રેવોલ્યુશન)ને ગણ્યું છે. લેખકના મત મુજબ આ ત્રીજું મોજું આધુનીક સમાજમાં થોડાક જ દાયકામાં પુરુ થઈ જવાનું છે. આજે આપણે બધા મૃતપ્રાય થતી સામાજીક સંસ્કૃતીની છેલ્લી પેઢી છીએ. સાથે સાથે થર્ડ વેવે પેદા કરેલી નવી પેઢીના મશાલચીઓ પણ છીએ.

(3) પાવર શીફ્ટ (1990) :

ટોફલરે પોતાના આ પુસ્તકમાં સત્તાના ખ્યાલની નવી વીભાવનાનું (He defined the new revolutionary concept of power) સર્જન કર્યું છે. સામાન્ય રીતે સત્તા કે પાવર એટલે નાણાંકીય સત્તા, રાજકીય સત્તા, સામાજીક કે ધાર્મીક વડા તરીકેની સત્તા. આ માહીતી, કમ્પ્યુટર અને ઈન્ટરનેટના યુગે સત્તાને ‘જ્ઞાનની સત્તા’ તરીકે મુકી દીધી છે. જે વ્યક્તી કે સમાજની પાસે આધુનીક જ્ઞાન મોટા પાયે સરળતાથી ઉપલબ્ધ હશે તેની પાસે 21મી સદીનું સુકાન હશે. સમાજનાં દરેક અંગોનો વ્યવહાર આધુનીક જ્ઞાન આધારીત બની ગયો છે.

ટોફલરની ‘ફ્યુચર શોક’થી શરુ થયેલી આ ત્રીવેણી પુસ્તક શ્રેણી, થર્ડવેવ પછી પાવર શીફ્ટ નામના પુસ્તકે આવીને પોરો ખાધો છે. તે લગભગ છેલ્લાં પચ્ચીસ વર્ષના અથાગ પ્રયત્નોનું પરીણામ છે. આ ત્રણેય પુસ્તકોને કોઈ સતત જોડતી સાંકળ હોય તો તે લેખકે વીકસાવેલો ‘પરીવર્તન કે ચેંજ’નો ખ્યાલ છે. તેની પાછળ કામ કરતાં પરીબળોની આખી સાંકળના એકેએક અંકોડામાં જ્ઞાન–વીજ્ઞાન અને માહીતીના ઢગલાબંધ પુરાવા આપણી સમક્ષ ખડકી દીધાં છે.

મારું તારણ છે કે કદાચ આટલી સરળ રીતે આધુનીક પરીબળોએ પેદા કરેલ પરીવર્તનોને હકારાત્મક અને સમ્પુર્ણ આશાવાદ સાથે સમજાવવાનું કામ તો ઑલવીન ટોફલર જ કરી શકે.

ઑલવીન ટોફલરના વીચારોની અસરો :

વીશ્વભરમાં ટોફલરના વીચારોથી ખુબ જ પ્રભાવીત થયેલા લોકોની સંખ્યા હજારોમાં નહીં; પણ કરોડોમાં છે. સને 2000ની સાલમાં વીશ્વ મેનેજમેંટ કનસ્લટન્ટ સંસ્થાએ ટોફલરને, વીશ્વના બીઝનેસ જગતને વૈચારીક રીતે જેમણે અસર કરી છે તેવી 50 મહાન વ્યક્તીઓમાં, 8મું સ્થાન આપ્યું હતું. ટોફલરનું ભવ્ય સન્માન જપાન, દક્ષીણ કોરીયા, ચીન અને સીંગાપુરમાં થયુ હતું. સામ્યવાદી ચીન, જેણે એક સમયે ટોફલરનાં પુસ્તકો પર પ્રતીબન્ધ મુક્યો હતો તે ચીનમાં, માઓત્સે તુંગનાં પુસ્તકો પછી ટોફલરનાં પુસ્તકો વંચાય છે. અને કોમ્યુનીસ્ટ પાર્ટી ઓફ ચાઈનાએ જાહેર કર્યું છે કે, પોતાના દેશના વીકાસ માટે કાર્લ માર્ક્સના ‘દાસ કેપીટલ’ સાથે ઑલવીન ટોફલરનાં આ ત્રીવેણી પુસ્તકસમુહની અસરો લેશમાત્ર ઓછી નથી. રાજકીય રીતે વીશ્વના અસરકારક નેતાઓમાં જેમની ગણના થાય છે તેવા રશીયાના મીખાઈલ ગોર્બેચોવ, ભારતના શ્રીમતી ઈન્દીરા ગાંધી, હ્યુગો ચેવાઝ, એઓલ કમ્પનીના સ્ટીવ કેસ અને મેક્સીકન અબજોપતી કાર્લોસ સ્લીમ, ટોફલરના વ્યક્તીત્વ અને વીચારોના ચાહકો(ફેન) હતા. તેણે ઘણીવાર જણાવ્યું હતું કે તે આ સદીનો પયગમ્બર કે ભવીષ્યવેત્તા નથી; પણ તેણે આ ક્ષેત્રમાં સંશોધન કરીને એટલી માહીતી એકત્ર કરી હતી કે જેને કારણે તે આવતીકાલના પ્રવાહો અને તેની દીશાઓને સમજવામાં સફળ થયો છે.

ઑલવીન ટોફલરનાં કેટલાંક સદાબહાર અવતરણો :

  • 21મી સદીમાં અભણ (ઈલ્લીટેરેટ) એને કહેવાશે જે જુનું ભણેલું ભુલતો નથી અને નવું શીખતો નથી.
  • ટૅકનોલૉજીનો હેતુ ફક્ત પૈસા પેદા કરવાનો નથી; પણ તેનાથી વીશ્વને બદલવાનો છે. આવી માન્યતા કેલીફોર્નીયા રાજ્યની સીલીકોન વેલીના સંચાલકો જેવા કે બીલ ગેટસ અને માર્ક ઝુકરબર્ગમાં પેદા કરી શક્યો.

અગત્યની નોંધ :

‘ગુજરાત–મુમ્બઈ રૅશનાલીસ્ટ એસોશીયેશન’ના ઉપક્રમે તારીખ ૨૨મી નવેમ્બર, 2014ના દીવસે, ઑલવીન ટોફલરનાં ત્રણ પુસ્તકો ફ્યુચર શૉક, ધી થર્ડ વેવ અને પાવર શીફ્ટ પર એક પરીસંવાદનું આયોજન, અમદાવાદમાં ગુજરાત વીદ્યાપીઠના ‘અહીંસા શોધ ભવન’માં કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તાઓ હતા (1) ડૉ. અનીલ પટેલ આર્કવાહીની માંગરોલ, (2) પ્રો. હેમન્ત શાહ અમદાવાદ, (3) પ્રો. ધવલ મહેતા, અમદાવાદ, (૪) રજની દવે, તન્ત્રી, ભુમીપુત્ર, વડોદરા.

તે સમગ્ર પરીસંવાદનું સંકલન બીપીન શ્રોફે કર્યું હતું.

–બીપીન શ્રોફ

1

વૈચારી ક્રાન્તી દ્વારા માનવીય ગૌરવને વરેલું માસીકમાનવવાદ, વર્ષ : 03, અંક : 26 જુલાઈ, 2016 (લવાજમ : વાર્ષીક : રુપીયા 150/- પંચવાર્ષીક : 750/- છુટક નકલ : 15/-)નો આ લેખ ‘માનવવાદ’ના તન્ત્રીશ્રીના સૌજન્યથી સાભાર…

ભાવાનુવાદક : 

શ્રી. બીપીન શ્રોફ, તંત્રીશ્રી માનવવાદ, 1810, લુહારવાડ, મહેમદાવાદ –  387 130 ફોન : (02694) 245 953 સેલફોન : 97246 88733 મેઈલ : shroffbipin@gmail.com

‘અભીવ્યક્તીઈ.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads વેબસાઈટ પર અને ગુજરાતી–ભાષાનુંજતનઅને સંવર્ધન માટે સતત સક્રીયવેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/  પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનન્તી છે.

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી,નવા વીચાર,નવું ચીન્તન ગમે છે ?તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. નવસારીપોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 02/09/2016

32 Comments

  1. વર્ષ ૨૦૧૬ના જૂન મહિનાની ૨૭મી તારીખે, અેલ્વીન ટોફલર પૃથ્વીના તેના રહેઠાણને છોડી ગયા. તેમના આત્માને મારી શ્રઘ્ઘાંજલી. પહેલાં આ વિવેચક, જેણે ભૂતકાળમાં જોયુ અને વર્તમાનને ભોગવ્યુ અને તે બે કાળોના બેઇઝ ઉપર પોતાના ચિંતન, મનનને આઘારે ભાવિના ગર્ભમાં ડોકીયુ કર્યુ. આ અથાગ મહેનતે તેમને સિદ્ઘાર્થની જેમ જ્ઞાન આપ્યુ….તેમને બુઘ્ઘ બનાવ્યા. આ બોઘીજ્ઞાન તેમણે તેમના ત્રણ પુસ્તકોમાં આપ્યુ.
    શ્રી બિપિન શ્રોફે આપણને તેનો સંક્ષીપ્ત પરિચય કરાવ્યો. મેં શ્રી ટોફલરના પુસ્તકો વાંચ્યા નથી….હવે ક્યારે વાંચુ તેની તલબ લાગી છે. ભૂતકાળમાં ઘણાં વિવેચકોઅે આવું જ કાંઇક સમાજને આપ્યુ હતું. પરંતુ શ્રી ટોફલરે અૌઘ્યોગિક વિકાસ અને તેની ઝડપને ઘ્યાનમાં રાખીને માનવીનું ભાવિ કેવું હશે અને કેટલું ઝડપથી બદલાસે તેની ઘારણા…તેમના વાંચન અને ચિંતનને આઘારે ભાખ્યુ છે. વિજ્ઞાનનો જ આ રસ્તો છે…રીસર્ચ કરવાનો અને પરિણામ મેળવવાનો. હોલીવુડની વિશ્વમાનવની ફિલ્મો જોવાથી ભાવિ માનવજીવનનો ખ્યાલ આવે છે. તે પણ ગેસ વર્ક છે પરંતુ લોજીકલ અને સમજાવે તેવું હોય છે.
    શ્રી ટોફલરને વાંચ્યા વિના, શ્રી બિપિનભાઇના લખાણના વાંચ્યા બાદ થોડા સવાલો મનમાં જન્મીયા. વિજ્ઞાનનો વિકાસ ત્રણ સવાલોના બેઇઝ ઉપર થાય છે…જેમ કે વ્હાય ?, વ્હેર ?, વ્હેન ? …….અૌદ્યોગિક ક્રાન્તિ…ઇલેક્ટરોનિક ક્રાન્તિ…અેગ્રીક્લ્ચરને પ્રાઘાન્ય નહિ આપે તેવો કોઇ મર્મ મને દેખાયો. માનવી જન્મીયો ત્યારે તે જીવનનાં ત્રણ કામો લઇને જ જન્મીયો હતો…ખાવું, પીવું અને પ્રજનન કરવું. કરોડો વરસોની મજલ કાપ્યા પછી થયેલી પ્રગતિ પછી પણ ઇસુના૨૦૧૬ના વર્ષમાં, તે ત્રણ કર્મો વિના જીવનું જીવન શક્ય નથી. આ ત્રણ કરમો તે કોઇપણ પ્રગતિના વરસોમાં કરવા વિનાં જીવી શકશે નહિ તે મનીમેખ હોય તેવું મને લાગે છે. ખોરાક અેગ્ખોરીકલ્રાચરની રીતે કે કોઇ બીજી રીતે પણ બનાવવો પડશે તે ચોક્કકસ. અને પાણીની તો તેણે પહેલાં વ્યવસ્થા કરવી જ પડશે….પછી તેની રીસર્ચ..અને વિજ્ઞાન અને પ્રગતિ……શ્રી ટોફલર ની કક્ષાઅે હું તો તણખુંઅે નથી પરંતુ સવાલો કરવાની ટેવ જો પડી ગઇ છે તે વિષયનાં ઉંડાણ સુઘી મોકલી જ અાપે છે. ઘર્મ, કુટુંબ,સમાજ, ન્યાતી, દેશ, અને દુનિયાના રંગો જરુરથી બદલાઇ જશે…અને તે બદલાવ જેમ બિપિનભાઇઅે કહ્યુ છે તેમ છેલ્લા ૫૦૦ વરસોથી શરુ થયા છે અને મીનીટો નહિ પરંતુ સેકન્ડોની ઝડપે બદલાઇ રહી છે. દા.ત: ભાષા, લેન્ગવેજ…..કોમ્પીયુટરની લેન્ગ્વેજ…હાલની બોલાતી, લખાતી, વપરાતી લેન્ગ્વેજોને ‘ મેમરીલેન‘ માં મુકી દેશે…કદાચ ઇન્ટરનેશનલ અેક લેન્ગવેજ હોય……ઘણું ઘણું વિચારી છકાય…લખી શકાય…આપ લે થઇ શકે…કદાચ આ વિષય ઉપર જ અભિવ્યક્તિના પાંચ…દસ..હપ્તા ઓછા પડે…..માનવ જીવનનાં દરેક પાસાઓ માટે અેક હપ્તો….
    મારી બે વરસની ગ્રાન્ડ ડોટર, રેયા,મારાં કરતાં સહેલાઇથી કોમ્પીયુટર..ટેબલેટ ..અાઇફોન વાપરે છે….અને મને ગીલ્લી દંડા યાદ આવે છે……મને સીનેમા થીયેટરની બહાર પાંચઅાના વાળી ટીકીટ મેળવવા કલાકો લાઇનમાં ઉભારહ્યાનું યાદ છે…મને તો સાંભરે રે…તને કેમ કરી વિસરે રે ? અને આજે ? અતુલ પ્રોડક્ટસમાં કોમ્પયુટરનું ત્રણ…ચાર માળનું મકાન ૧૯૭૦માં હતું…આજે ખીસે ખીસે હેન્ડી………
    …..ગોવિંદભાઇનો અને બિપિનભાઇનો અંતરપૂર્વકનો આભાર…..
    To….continue………વઘુ આવતા અંકે……….

    Liked by 2 people

  2. “The Illiterate of 21st century will not be those who cannot read and write,
    but, those who cannot learn, unlearn, and relearn.” This sum up everything.

    Samjo to thick nahi to Baba/Guru o naa Hari Hari……

    Liked by 1 person

  3. Very nice article. A modern subject and its beautiful summary. Congrats !
    My question is: Has anyone translated Toffler’s books into Gujarati?

    We need somebody in Gujarat to summarize and then translate the summary into Gujarati. The original books are too big; and only a few people are able and willing to read English books properly. Thanks. –Subodh Shah — USA.

    Liked by 1 person

    1. ટોફલરના સંદેશાને અમલમાં મુકવાનો છે તથા તેનો બહોળો પ્રચાર કરીશું તો તેમને સાચી અંજલી આપી ગણાશે.
      અમૃત હઝારી ભાઇ ચીંતા કરેછે કે ટોફલરે ખેતીને મહત્વ ઓછું આપ્યું છે તે વાત સત્યથી વેગળી એટલા માટે છે કે ઔધ્યોગીક પરીવર્તનોઓ ખેતીમાં પણ તેના ઉત્પાદનથી માંડીને ગુણવત્તા સુધારવાનું કામ, ખેતપેદાશોની સંગ્રહ કરવાની આધુનીક વૈજ્ઞાનીક પરીવર્તનોએ પુરી પાડી છે, વાહન વ્યવહાર દ્રારા દુષ્કાળ અને ભુખમરામાં અનાજ પહોંચાડવાનું કામ પણ આ નવી ટેકનોલોજી કરી રહી છે. આધુનીક ટેકોનોલોજીથી આજે વીશ્વની સાત અબજની વસ્તીને અનાજ પુરૂ પાડી શકાય છે તે હકીકત આપણે ક્યારે ભુલવી ન જોઇએ.બીજુ, આધુનીક ટેકનોલોજીના પરીવર્તનઓએ કરોડો માણસોને ખેતીના સખત ભૌતીક શ્રમમાંથી મુક્ત બનાવી નવા સંશોધનો કરવા માટેનો ફાજલ સમય પુરો પાડયો છે. ૨૧મી સદી સુધી પહોંચેલી માનવ સંસ્કૃતી માનવીને મળેલા ફાજલ શ્રમના હકારાત્મક ઉપયોગનું જ પરીણામ છે.

      સુબોધભાઇ,
      ટોફલરના પુસ્તક “થર્ડ વેવ” નું કાંતીભાઇ શાહે ગાંધીજીના ‘હીંદ સ્વરાજ‘ પ્રકાશન વર્ષ સને ૧૯૦૯ના આધારે મુલ્યાંકન કરેલું છે. જેને યજ્ઞપ્રકાશન–ભુમીપુત્ર વડોદરાએ પ્રકાશીત કરેલું છે. ગાંધીયન વીચારસરણીને આધારે, કાંતીભાઇ એ ગાંધીને સાચા અને ટોફલરને ખોટા પાડવામહેનત કરેલી છે. પણ છેલ્લાં એકસો વર્ષમાં ગમે તે હીસાબે વીશ્વ ટોફલરના માર્ગે આગળ વધી રહ્યું છે, ગાંધીના માર્ગે નહી. જોકે ટોફલરે નવા પરીવર્તનોથી આધુનીક માનવી નવા ઇલોકટ્રોનીક અને સ્માર્ટ ફોન વી,થી એટલો સજ્જ્ થઇ જશે કે તેને જીવવામાટે પોતાના ઘરની બહાર નહી જવું પડે. તે સંદર્ભમાં ટોફલરે “ગ્લોબલ વીલેજ અને ઇલોકટ્રોનીક કોટેજ” નો ખ્યાલ વીકસાવ્યો છે. જે જાણીને આ બધા ગાંધીયનો એવા ખુશ થઇ ગયા કે તે બધાને આ બે ખ્યાલોમાં ગાંધીવાદનો ઉદય દેખાયો! ટોફલરને ગુજરાતીમાં ત્રણ પુસ્તકોને આધારે આપણી અંગત માન્યતાઓ અને પુર્વગ્રહોને બાજુપર મુકીને વૈજ્ઞાનીક સત્યોને આધારે ન્યાય આપે તેવા સંક્ષીપ્ત પુસ્તકની તાતી જરૂરીયાતછે તેમ હું પણ સ્પષ્ટ પણે માનું છે. જોઇએ આ માટે કોણ તૈયાર થઇ શકે તેમ છે!

      ફીરોઝખાન ભાઇ,
      જુના મીત્ર તરીકે મારા લેખે તમને ટોફલરને વાંચવા પ્રેરણા આપી તેથી મને આનંદ થયો.
      રોહીતભાઇ ,
      આપણે એમ વીચારવાનું છે સોક્રેટીસ, એરીસ્ટોટલ, પ્લેટોથી માંડીને ગેલેલીયો, બ્રુનો, કોપરનીકસ , ન્યુટન, ચાર્લસ ર્ડાર્વિન,કાર્લ માર્કસ, આઇનસ્ટાઇન, રસેલ , સીગમંડ ફ્રોઇડ જેવા ગણ્યા ગણાય નહી તેટલી સંખ્યામાં પશ્ચીમી જગતમાં પેદા થયા. કોઇ આપણા મહાન ‘જગતગુરૂ‘ બનવા નીકળેલા દેશમાં કેમ પેદા થતા નથી.આપણા પછાતપણાના ગુણગાન અને ભજન ગાવાને બદલે તેનું ‘અમારી લાગણી ઘવાઇ, માનહાની થઇ‘ તેવા ક્ષુલ્લક ખ્યાલોને બાજુપર મુકીને આ રાષ્ટ્રીય સામાજીક બગાડના કારણોનું ઝીણવટ ભરીરીતે પૃથ્થકરણ(ડીસેક્શન) કરવાની જરૂરત છે. સામાજીક પછાતપણાના ચીન્હો પાછળ સમય બગાડવાને બદલે રોગના કારણો શોધી જ્યાંથી બગડયું છે તે શોધી કાઢીને ત્યાંથી સડેલા ભાગને કાપી નાંખવાની જરૂરત છે.

      Liked by 1 person

  4. Very informative article by Mr. Bipin Shroff. Toffler was a Visionary. His predictions for future world is not a fiction. They are predictions based on solid facts.
    I must thank Bipinbhai. I confess I haven’t read any of Toffler’s books but now I’ll.
    Firoz Khan
    Toronto, Canada.

    Liked by 1 person

    1. ફીરોઝખાન ભાઇ,
      જુના મીત્ર તરીકે મારા લેખે તમને ટોફલરને વાંચવા પ્રેરણા આપી તેથી મને આનંદ થયો.

      Liked by 1 person

  5. જે લોકો પરીવર્તનના આઘાતોને( ફ્યુચર શોક્સ) સમજીને અનુકુળ થશે તે જ પોતાનું અસ્તીત્વ ટકાવી શકશે. સમાજપરીવર્તનનું એન્જીન, ટૅકનોલૉજી બની ગઈ છે. જ્યારે તેનું બળતણ કે ઈંધણ (ફ્યુઅલ) જ્ઞાન બની ગયું છે. (The Engine is technology and knowledge is not power but fuel of it)
    ત્રીજા મોજાનાં પરીવર્તનના વાહક તરીકે ટોફલરે ‘વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત યાંત્રીક ક્રાન્તી’(સાયન્ટીફીક ટૅકનોલૉજીકલ રેવોલ્યુશન)ને ગણ્યું છે.
    21મી સદીમાં અભણ (ઈલ્લીટેરેટ) એને કહેવાશે જે જુનું ભણેલું ભુલતો નથી અને નવું શીખતો નથી.
    ટૅકનોલૉજીનો હેતુ ફક્ત પૈસા પેદા કરવાનો નથી; પણ તેનાથી વીશ્વને બદલવાનો છે.
    બીપીન શ્રોફના આ લેખમાંથી પસંદ પડેલા ઉપરોક્ત વાક્યો ઘણુ સમજાવી જાય છે. થોડુક વિવેચન તેમાં ઉમેરુ.પરિવર્તન એ જીવન જીવવા માટેની આવશ્યક્તા છે. સાયંસ અને ટેક્નોલોજી આપણી આસપાસ જેટલી ઝડપથી વીંટળાઇ રહી છે એટલી ઝડપથી આપણા સામાજિક અને ધાર્મિક ખ્યાલો બદલાઇ રહ્યા નથી.બદલવા પડશે. ટોફ્લર જૂનુ ભણીને નવુ શીખવાડી ગયા. આપણે જૂનુ ભણીને જૂનામાં જ રાજી તો નથી ને? આપણા સૌના દિમાગમાં પળે પળ વૈજ્ઞાનિક્તા ઠોસી ઠોસીને ભરતા રહેવુ પડશે. ભારત કા રહેનેવાલા હુ ભારત કી બાત સુનાતા હુ ની વિભાવના ભલે પ્રીતની રહી હોય પરંતુ પશ્ચિમની તો પરવા કરવી પડશે. પરિવર્તનના પ્રચંડ પ્રવાહો પશ્ચિમમાંથી પ્રવેશી રહ્યા છે જેને આવકારવા પ્રયત્નશીલ રહેવુ પડશે. હવે ઘોડા ઉપર મુસાફરી કરનાર, બળદોનો ખેતીમાં ઉપયોગ કરનાર કે કબૂતર પાસે સંદેશો મોકલનાર વિ.વિ. ચાલવાનુ નથી.
    મૃત શરીરના મોંઢામાં ગંગાજલ મુકનાર કઇ સદીનો માનવી ગણાય?
    મૂર્તિની આગળ કરેલા અન્નકૂટ જેમને શ્રધ્ધા લાગતી હોય તે કઇ સદીના ગણાય?
    સોપારીની પૂજા કરનાર કઇ સદીનો ગણાય?
    યાદીનો અંત નહીં આવે,,,,,,,,,,,,,,,,
    પરિવર્તન જેને પ્યારુ લાગે તેવા માનવીઓની મોટી ખોટ પૂરવી પડશે.
    બાકી, વાત 21 મી સદીની કરવાની હોય અને કામ 17 મી સદીના ચાલુ રાખવાના હોય તો સંસ્કૃતિના નામે સંસાર ક્યાં સુધી ચાલશે?
    મારી નજર 22 મી સદી તરફ છે અને રહેશે.
    આભાર બીપીનભાઇનો અને ગોવિંદભાઇનો.
    @ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી

    રોહિત દરજી” કર્મ”, હિંમતનગર

    Liked by 1 person

    1. રોહીતભાઇ ,
      આપણે એમ વીચારવાનું છે સોક્રેટીસ, એરીસ્ટોટલ, પ્લેટોથી માંડીને ગેલેલીયો, બ્રુનો, કોપરનીકસ , ન્યુટન, ચાર્લસ ર્ડાર્વિન,કાર્લ માર્કસ, આઇનસ્ટાઇન, રસેલ , સીગમંડ ફ્રોઇડ જેવા ગણ્યા ગણાય નહી તેટલી સંખ્યામાં પશ્ચીમી જગતમાં પેદા થયા. કોઇ આપણા મહાન ‘જગતગુરૂ‘ બનવા નીકળેલા દેશમાં કેમ પેદા થતા નથી.આપણા પછાતપણાના ગુણગાન અને ભજન ગાવાને બદલે તેનું ‘અમારી લાગણી ઘવાઇ, માનહાની થઇ‘ તેવા ક્ષુલ્લક ખ્યાલોને બાજુપર મુકીને આ રાષ્ટ્રીય સામાજીક બગાડના કારણોનું ઝીણવટ ભરીરીતે પૃથ્થકરણ(ડીસેક્શન) કરવાની જરૂરત છે. સામાજીક પછાતપણાના ચીન્હો પાછળ સમય બગાડવાને બદલે રોગના કારણો શોધી જ્યાંથી બગડયું છે તે શોધી કાઢીને ત્યાંથી સડેલા ભાગને કાપી નાંખવાની જરૂરત છે.

      Liked by 1 person

  6. પ્રિય ગોવિંદભાઇ અને પ્રિય બિપિન ભાઈ તમારો હું આભાર મનુ છું .
    બીજું હું આપ સહુ મિત્રોને ફરીથી આતાવાણીની પોસ્ટ જોવા વિનંતી કરું છું એમાં જુનિયર આતાના અટકચાળાની મુવી એકાદ મિનિટની જોવા મળશે .

    Like

  7. સ્નેહીશ્રી બિપિનભાઇ,
    આભાર.
    મારી ચિંતા અને દુનિયાની હકીકત કહે છે કે દુનિયામાં ભૂખ્યા સુનારાઓની સંખ્યા આજે પણ ચિંતાનો વિષય બની રહ્યો છે…..યુનાઇટેડ નેશનનો આ પ્રશ્ન જગજાહેર છે. કોઇ જગ્યાઅે ખોરાકનો બગાડ અને કોઇ જગ્યાઅે ભૂખ્યા જનો. કવિશ્રી ઉમાશંકર જોશીજીઅે કહેલું કે ભૂખ્યા જનોનો………જઠરાગ્નિ…..જાગશે….ખંડેરની ભસ્મકણીકા ના લાઘશે. પહેલાં ભરપેટ ખોરાક મળશે અેટલે હરઅેક જીવન…તંદુરસ્અેત બનીને ક્ટીવ બનશે….અાટલો જ મારો વિચાર હતો……આભાર. દુરંદેશી વિચારકો…બઘા જ ભાવિમાં ડોકીયું કરીને લોકોને રસ્તો બતાવી ગયા જ છે…ટોફલર પણ તેઓમાંના અેક હતાં…..તેમની પાસે ત્રણ નેત્ર હોય છે……
    આપણે બઘા જ…ચિંતિત છીઅે….
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

    1. ભાઇશ્રી અમૃતભાઇ,
      આપની વાત સાચી છે કે હજુ વીશ્વમાં ભુખમરો, કુપોષણ, ગરીબી વી. છે. પણ તે બધા પ્રશ્નો ઉકેલવા કઇ પધ્ધતીઓ અને સાધનો કામ લાગશે? તેમાં ટોફલરે માનવીય પ્રયત્નોથી વીજ્ઞાન, ટેકનોલોજી અને સતત બદલાતું જતું નવું જ્ઞાન આપણને ભુખમરા કે કુપોષણ જેવા પ્રશ્નો ઉકેલવામાં મદદરૂપ થાય તેમ છે તેટલું જ અમારૂ કહેવું છે. ટોફલરે પરીવર્તના પ્રવાહો કેેવીરીતે કુદરત અને તેના પરીબળોને ભજવા–પુજવાના સાધનોને બદલે જ્ઞાન પ્રાપ્ત કરવાના સાધનો સમજીને માનવ પ્રશ્નો ઉકેલી શકાય તેનું જ્ઞાન–વીજ્ઞાનની મદદથી સમજાવવાની કોશીષ કરી છે.ભારતમાં હજુ મોટાભાગની પ્રજા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સહીત માને છે કે કુદરત એ ભજવાનું સાથન છે. બુધ્ધીથી જાણવા સમજવાનું સાધન નથી. તેને ભજવાથી, પુજવાથી, રીઝવવાથી વ્યક્તી અને સમાજનું કલ્યાણ થાય તેમ છે.ભારતની આઝાદીના ૭૦ વર્ષ પછી મોદીજી પહેલા વડાપ્રધાન છે જે આસો મહીનામાં નવ નોરતાના અને ચૈત્રમાસનાપ્રથમ નવ દીવસના અન્ન લીધા સીવાયના નક્કોડા ઉપવાસ કરે છે.બીજીબાજુ દેશના વીકાસ માટે વીશ્વભરના દેશોમાંથી ટેકનોલોજી અને ઉધ્યોગો લાવવા જાતજાતના કરારો જુદા જુદા દેશા સાથે કરે છે. કદાચ વીશ્વમાં આપણા જેવા દેશનો કોઇ વડોપ્રધાન નહી હોય જે બે જુદી જુદી દીશા અરે વીરોધાભાસી એકીસાથે દોડતા ઘોડા પર સવારી કરતો હોય!.

      Liked by 1 person

  8. પ્રજા તેવો પ્રધાન. બદલાવ કોણ લાવે? પ્રજા કે પ્રધાન? જે દેશમાં પૂજારી પૂજાતા હોય તે દેશમાં પ્રધાનો જ પૂજાવાના. વૈજ્ઞાનિકો કે ટેક્નોક્રેટ્સ ને કોણ ઓળખવાની તસ્દી લે? ભજનથી પતી જતુ હોય તો ભૂમિતિ કોણ શીખે? ભક્તિથી ભય જતો લાગતો હોય તો ભૂમિસૈનિકની કોણ પરવા કરે?
    આ દેશમાં વિજ્ઞાન ભણવાવાળા જ જો જ્યોતિષમાં કે વાસ્તુશાસ્ત્રમાં માનતા હોય તો બીજાને તો શુ કહેવુ?
    અંધશ્રધ્ધાની ઉધઇ માટેની દવા કોઇ તો શોધો? જે બીજા ઉપર છાંટીને તેનો નાશ કરી દે. સડતુ અટકાવો. મેંં તો મારા પરિવારમાં અટકાવી દીધુ છે.
    @ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી
    રોહિત દરજી” કર્મ”, હિંમતનગર

    Liked by 1 person

    1. શ્રી રોહીતભાઇ,
      માનવ અભીગમ બે પ્રકારના હોય છે. એક અંધશ્રધ્ધાળુ અભીગમ જે વાસ્તવીક હકીકતને નજરઅંદાજ કરીને જીવનના પ્રશ્નો ઉકેલવાનો નીષ્ફળ પ્રયત્ન કરીને દુ;ખી થાય છે અને બીજાને દુ;ખી કરે છે. જ્યારે રેશનલ અભીગમ એ છે જે હકીકત અને પુરાવાને આધારે ખુલ્લા મને નીર્ણયો લે છે. નવી માહીતી અને જ્ઞાન મળતાં પોતાના કલ્યાણ માટેનો નીર્ણય હોઇ તરતજ અભીપ્રાય અને કાર્ય ( એકશન) બદલે છે.અનેેેે સુખી જીવન પસાર કરે છે.

      Liked by 1 person

  9. માનનીય શ્રી બિપિનભાઈ,

    હું તમારા પ્રત્યે મારો આદરભાવ કાયમ રાખીને તમારી સાથે અસંમત થવાની અનુમતિ માગું છું.

    દુનિયા ટોફલરના માર્ગે જાય છે એમાં તો મને પણ શંકા નથી, પરંતુ ટેકનૉલૉજીએ હજી એવી વ્યવસ્થા નથી કરી કે માણસને અન્ન વિના પૈસે મળી જાય. સાત અબજ માણસે ખાવા માટે કામ કરવું પડે છે અને આ ટેકનૉલૉજી શ્રમિકને હટાવતી જાય છે. સવાલ purchasing powerનો છે. આ ખરીદશક્તિ એક દિશામાં ઘસડાતી જાય છે. આ કલાને કાર્યક્ષમતા, દક્ષતા, જન્મદત્ત ગુણો માનવામાં આવે છે. આવી વ્યક્તિઓના હાથમાં સત્તા છે.

    ટેકનોલોજીએ આ સ્થિતિને મદદ કરી છે. નફો વધારવા માટે માણસ જાતે જ મશીન બની જાય એવી સ્થિતિ આવી ગઈ છે. અમેરિકામાં ત્રણ વીક-એન્ડ આપવાની માગણી સળવળવા લાગી છે. આનો અર્થ એ છે કે ટેકનોલોજી માણસને વધારે એક દિવસ માટે ફાજલ પાડી દેશે. જે લોકો આજે જ ‘ફાજલ’ છે એમણે કામ મેળવવાની આશા શી રીતે રાખવી?

    આ માનવ સમાજ છે અને એમાં માણસ પોતે જ જો ‘સરપ્લસ’ બની જતો હોય તે વ્યવસ્થા અને પ્રગતિને આપણે પ્રગતિ કહીશું? આ માણસ પાસે જીવવાનો કશો આધાર નહીં હોય તો એ ભગવાનનું શરણ શોધશે જ. ત્યારે પણ આપણે એનો જ વાંક કાઢીશું ને? ભગવાનને ભજવાથી કંઈ નહીં વળે. સાચી વાત છે, પણ બધા સંયોગો એને ચમત્કાર તરફ ધકેલતા હોય તો શું કરવું?

    ૧૯૯૧માં અમેરિકન મૂડીવાદ સર્વોપરિ બન્યો. દુનિયા એક જ વિચારધારા પાછળ દોડે છે. આ વિચારધારાએ ગધેડાની આગળ ગાજર લટકાવી દીધું છે. “દોડ અને ગાજર ખાઈ લે, ભાઈ!” પણ એ દોડતો રહે છે અને ગાજર દૂર થતું જાય છે. આજે સ્થિતિ એ છે કે હું જે ઘરમાં રહું છું તે વેચીને ચાલ્યો જાઉં અને તે પછી બે મહિને એ જ મકાન ખરીદવા ધારું તો એ મારા ગજા બહારની વાત હશે. ભલે મને એના એક કરોડ રૂપિયા મળ્યા હોય પણ એજ મકાન ખરીદવા જેટલો હું પૈસાવાળો નહીં હોઉં. તો હું ગરીબ થઈ ગયો કે ધનવાન?

    સામે લટકતું ગાજર કેટલા જણ ગાજર ખાઈ શક્યા? જે ખાઈ શક્આયા તે તો કુંભારો જ છે જે પોતાને ચાકડે આર્થિક નિતિઓને ચડાવીને ગાજર ખાઈ શકાય એવા ઘાટ ઘડે છે.

    આ વિચારધારા મજબૂત બનવાની સાથે ધાર્મિક ઉન્માદ, દેશ અને દુનિયામાં વધ્યો નથી? ટેકનોલોજી તો કૂદકે ને ભૂસકે આગળ વધી છે! આમ કેમ થયું?

    હું અમૃતભાઈની સાથે સંમત છું કે પહેલાં તો ઉપાય ભૂખમરાનો કરવાનો છે. આના માટે ટેકનોલોજી નહીં. રાજકીય ઇચ્છાની જરૂર છે, ટેકનોલોજી તો જેને પોસાય તેની દાસી છે. એ લક્ષ્મીની પુત્રી છે અને લક્ષ્મીના આશીર્વાદ વિના ટેકનોલોજી કાબુમાં નથી આવતી.

    ટૉફલરનું ચિંતન બહુ એકાંગી છે એમ માનું છું. પણ અમૃતભાઈની જેમ કબૂલ કરું છું કે ટોફલર વિશે હું જેટલું જાણી શક્યો છું તે માત્ર તમારા લેખને કારણે જ એટલે મારા વિચારો ઠેકાણા વગરના અને અસંગત જણાય તો માફ કરશો અને વધારે ગહનતાથી એના વિચારોની રજૂઆત કરશો એવી આશા છે.

    આપણા દેશમાં વડા પ્રધાનના વિસંગત વ્યવહારની તમે વાત કરી છે પણ મને એમાં વિસંગતિ નથી દેખાતી. આ બન્ને વિચારધારાઓ વચ્ચે એક કૉમન સૂત્ર છે. હું એમનું નામ બીજા એક કારણસર પણ નહીં લઉં – હું માનું છું કે આ દેશમાં ૧૯૯૧થી સરકાર એક જ ચાલે છે, વડા પ્રધાનો બદલાતા રહ્યા છે અને એમનાં ચાલક બળો સતત વધારે ને વધારે શક્તિશાળી બનતાં ગયાં છે. ૧૯૯૧થી આજ સુધીની સરકારની (અથવા વડા પ્રધાનોની) આર્થિક નીતિઓમાં કોઈ અંતર નથી, બધા ટૉફલરવાદી છે, ટૉફલર પણ ‘અચ્છે દિન’ની જ વાત કરે છે ને? પણ એ દિવસ આવતા નથી!.

    એક વિનંતિ. મને ટેકનોલોજીનો વિરોધી ન માનશો પણ ” ઔર ભી ગ઼મ હૈ ઝમાને મેં ટેકનોલોજી કે સિવા” !

    Liked by 1 person

  10. મિત્રો,
    દિપકભાઇઅે અેક સુંદર વિચાર લખ્યો છે જે દુનિયાના…આઘુનિક દુનિયાના ઘણા વિચારકોને કોઇ ને કોઇ વિચારોમાં સત્યથી દૂર કરી દે છે.
    ‘ ટોફલરનું ચિતન બહું અેકાંગી છે અેમ હું માનુ છું.‘
    આજે જીવનના પ્રશ્નો દસે દિશાઓથી ઉપજેલા છે. અેક બીજાની ઉપર તે સૌ આઘારિત હોય છે…અેક બીજા પ્રશ્નની ઉપર તેઓ પોતાની અસર કરે છે. પરમ્યુટેશન કોમ્બીનેશન પણ કદાચ ગોઠુ ખાઇ જાય. સાહિત્યમાં અેક કહેવત છે કે, ‘ બંઘ બારી બારણે બેસીને વરસાદમાં ભીંજાવાનો આનંદ કે અનુભવ શબ્દોમાં કેવી રીતે ઢાળી શકાય ?….તે કરવા માટે તો વરસાદમાં ભીંજાવુ જ પડે.‘
    ફીર સુબહ આયેગી ફિલ્મનું મુખ્ય ગીત પણ આજ સવાલ પૂછે છે….‘ વો સુબહ કભી તો આયેગી ?…જબ…….
    અૌદ્યોગિક ક્રાન્તિઅે ફાયદાઓની સાથે ઘણા ઘણા સવાલો પણ આપ્યા છે. પોલ્યુશન અને તેનાથી થતાં બીજા પ્રશ્નો……બેરોજગારી….હકુમતશાહી..ડીક્ટેટરશીપ….વેપારીઓની…ઉદ્યોગકારોની દાદાગીરી….રોજે રોજ પૈસાવાળાૉની વસ્તી વઘતી જાય છે….ગરીબોની સંખ્યા વઘતી જાય છે…મી.ટોફલરે આ પરિસ્થિતિ જન્મ લેશે કે કેમ નો વિચાર કરેલો જ હશે.
    તે ઉપરાંત ISIS અને તેના સંહારક વાહકો કે જેઓ અભણ અને ૫૦૦ વરસ જુના વિચારના છે…પોતે ભણવા માંગતા નથી…બીજાને ભણવા દેવા માંગતા નથી…તેમની જે અસર આજે વિશ્વના નાના મોટા અને શક્તિશાળી કે નબળા દેશો ઉપર થઇ રહી છે તેનો ખ્યાલ તેમના ચિતનના દિવસોમાં હતો કે કેમ ? ઘે આર વેરી બીગ ફેક્ટર્સ……હરેક મીનીટે બદલાતી દુનિયા અને સંસ્કૃતિઓની અસર?
    a great thinker said, ” Culture is not static for any group of people.” Also other thinker said, ” The best way to predict the future is to create yourself.”

    Sufi sant, Rumi said,” Yesterday I was cleaver, so I wanted to change the world. Today I am wise, so I am changing myself.”

    THE WORLD IS NOT STATIC….it is changing every second of the timescale.

    શ્રી ટોફલરે જરુરથી વાચકોને અેક રસ્તો ચીંઘ્યો હશે જે જરુરથી કામે લાગશે. પરંતુ દસે દિશાથી આવતા નવા નવા પ્રહારોને ઝીલવા તો પૃથ્વિ ઉપર અેક જ ન્યાત કે ઘર્મ જોઇઅે અને તે છે…માનવ ઘર્મ…જ્યાં દેશોની બોર્ડર નાહોય….દિલોમાં અેકાત્મતા હોય….અમેરિકા ના હોય…આફ્રિકા ના હોય…..ભારત ના હોય …પાકિસ્તાન ના હોય…..ચીન ના હોય…ુત્તર કે દક્ષીણ કોરીયા ના હોય….હિંદુ ના હોય કે મુસલમાન ના હોય….બોઘ ના હોય કે ખ્રિસ્તિ ના હોય…ફક્ત વિશ્વમાનવ જ હોય….
    છેલ્લે કહું કે…..અૌદ્યોગીકરણના જ બઘા જન્મ અાપેલા પ્રશ્નો છે….દસે દિશામાં….તે સૌને નિવારવાના છે….
    શક્ય છે ? શ્રી ટોફલરે ક્યા ક્યા પ્રશ્નોના હલ આપ્યા છે તે તો તેમને વાંચ્યા પછી જ ખબર પડે.
    આ બઘા મારા વિચારો જ છે કોઇની વિરુઘ્ઘ કે તરફેણમાં લખ્યા નથી.
    વઘુ હવે પછી…..જો વિચારો આપવાનો મોકો મળે તો…..સૌનો આભાર…..
    અમૃત હઝારી.

    Liked by 2 people

    1. અમૃતભાઇ, માનવધર્મની રચના કરવાની પુર્વ શરત કઇ કઇ હોઇ શકે? કોઇપણ સમાજ પોતાની જાતી, જ્ઞાતી, પ્રદેશ અને રાષ્ટ્રની સીમાઓ અકબંધ રાખીને ‘માનવધર્મની રચના કરી શકેં? ટોફલરે તેના પુસ્તક ‘થર્ડવેવે‘માં માહીતીનો ઢગ ભેગો કરીને જણાવ્યું છે કે આ ત્રીજા મોજાએ જે ઇલેકટ્રોનીક, કમ્પ્યુટર, ઇન્ટરનેટ અને તેના આધારીત સતત પરીવર્તન પામતી અને સર્જન પામતી નવી નવી બેંકીંગ, સામાજીક, આરોગ્ય, રાજકારણ, શીક્ષણ અને અર્થતંત્રની સંસ્થાઓએ એવી અનીવાર્ય જરૂરીયાતો પેદા કરવામાંડી છે કે જેણે પ્રદેશ, રાજ્ય અને દેશની સીમઓની ઉપયોગીતા અપ્રસતુત બનાવી દીધી છે. માનવ માત્ર એક છે તેના આનુવંશીક જનીન તત્વો એક છે. તેથી વીશ્વના જે બધા ધર્મોએ માનવીને ધાર્મીક હીતોનો દારૂ પીવડાવવીને ઉભો અને આડો વહેંચી અને વેતરી નાંખ્યો હતો તેને ત્રીજામોજાની ટેકનોલોજીએ માનવ ધર્મ આધારીત એક થવાની પુર્વભુમીકાની રચના કરી દીધી છે.

      Liked by 1 person

  11. ખુબ જ સુંદર માહિતીસભર લેખ.!
    ખેતઉત્પાદન ક્ષેત્રે હિન્દુસ્તાનનિ ગજબની સિદ્ધિ ને કોઈ નજરઅંદાજ કરી શકે એમ નથી. મને ચોક્કસ યાદ છે કે ૧૯૬૦ પહેલા અમેરિકાની પી.એલ.૪૮૦ હેઠળ વિદેશોને સહાય કરવાની નીતિ હેઠળ મારા સહીત કેટ કેટલા લોકોએ રેશનમાં મળતા લાલ ટુકા ઘઉં વર્ષો સુધી ખાધા હતા. ત્યારે ભારતની વસ્તી અંદાજે ૬૦ કરોડથી પણ ઓછી હતી. આજે ભારતની વસ્તી ૧૨૫ કરોડ અને અનાજની બાબતે ભારત સ્વનિર્ભરનિ સાથે નિકાશ પણ કરે છે. જેમાં ફર્તીલાઈઝાર,હાઈબ્રીડ બિયારણ ,રીસર્ચ, જંતુનાશક,ઈરીગેશન જેવી અનેક વૈજ્ઞાનિક સુવિધાઓને આભારી છે.

    Liked by 1 person

  12. ઘણીજ વિચાર પ્રવાહોની ચર્ચાસ્પદ શ્રેણી જેવું વાચન ગમ્યું. વિશ્વ હાલ જે દિશામાં ઝડપી ગતિએ જઈ રહ્યું છે, જે સામાન્ય માણસ સમજી શકે તેમ નથી. પણ અતિધનવાન અને અતિ ગરીબ વર્ગ વચ્ચેનું અંતર વધી રહ્યું છે ત્યારે સાચી દિશા તરફ જવા માટે શ્રી ટોફલરનાં પુસ્તકોમાંથી કશું મળી શકે તેમ છે? બહુ જ રસપ્રદ લેખન રજૂ કરવા બદલ શ્રી ગોવિંદ મારુ અને શ્રી બિપીન શ્રોફનો આભાર!

    Liked by 1 person

    1. ભાઇશ્રી જોસેફ ,ટોફલરે તેના પુસ્તક ‘પાવર શીફ્ટ‘માં બતાવ્યું છે કે ૨૧મીસદીમાં દરેક પ્રકારની સત્તાનું ચાલકબળ બદલાઇ જવા માંડયું છે. દેશના વડાપ્રધાન કે ઉધ્યોગપતીની સત્તા સામે આધુનીક જ્ઞાન આધારીત માણસની સત્તા એટલી બધી થઇ ગઇ છે કે સર્વપ્રકારે મુક્ત જીવન જીવતો વૈશ્વીક માનવી બનતો જાય છે જેના સંબંધો પણ સતત વૈશ્વીક બનતા જાય છે. વૈશ્વીક માનવ સેક્યુલર અને નીરઇશ્વરવાદી જ હોઇ શકે. તેને પૃથ્વી પર જ સ્વર્ગ બનાવવું છે.

      Liked by 1 person

  13. Bipinbhai,
    I completely agree with you.

    Kantibhai of Bhoomi-Putra either misunderstood completely or twisted intentionally what Toffler wrote. There is no escape from industrialization and technology today. They have already become an integral part of the history of Economics in the whole world. They are no more a matter of choice.

    Those Indians who see Gandhiji in Toffler are like those who recently saw Pramukh Swami in the moon.

    Thanks for a good article. Please keep writing. — — — Subodh Shah —

    Liked by 2 people

    1. Dear Subodhbhai,

      I agree technically with your contention that”There is no escape from industrialization and technology today. They have already become an integral part of the history of Economics in the whole world.”
      However, I find myself unable to accept your contention that “They are no more a matter of choice”.

      In a way, there also you are technically right but let me elaborate.
      As regards your first contention, if we care to read the economic history it will become obvious that it was a forced industrialistion imposed on ordinary people by continuously exploiting them. The development of technology was indulged in with the sole purpose of pushing the worker out of the job market.

      The ruthless exploitation became a ‘routine’ thing which has entered our thinking and now we ignore the history or rewrite it as if the development of technology had benign intentions and as if it was quite natural.

      I have agreed with you only technically as you are right in stating the existing sitiation. However, I cannot accept your approving sense behind it.

      I am conscious that many of us believe in Darwinism in social field and argue as if the ‘survival of the fittest’ theory applies even in society. I beg to differ with them, and unfortunately I found your contention colored with the social Darwinism. I hope I have misunderstood you.

      Your second contention that there does exist a ‘choice’. And it is HUMANISATION of economy. If the concept of Vishva Manava is worth pursuing, then anything that dehumanises the human society has to be rejected.

      Please rest assured, I know even a wheel ( or Gandhiji’s charkha) is a gift of technology. But technology itself is a gift of finest human mind at its creative best. Where will this created mind go if the humabeing is dehumanised?

      Liked by 1 person

      1. શ્રી દીપકભાઇ, ઔધ્યોગીકરણનો જન્મ માનવીનાશોષણ માટેનહી પણ માનવશ્રમને યંત્રોની મદદથી બચાવવા માટે થયો છે.જેને આપણે અર્થશાસ્રના પીતા ગણીએ છીએ તે શ્રી આદમ સ્મીથે તેના પુસ્તક વેલ્થ ઓફ નેશનમાં લખ્યું છે કે શ્રમ વીભાજનથી શોધખોળોનો માર્ગ સરળ બને છે.( ડીવીઝન ઓફ લેબર લીડ્ડસ ટુ ઇનવેન્શન.)
        મુડીવાદ ઔધ્યોગીકરણની નીપજ છે. મુડીવાદની આડઅસરોને કારણે ઔધ્યોગીકરણ જેવી ક્રાંતીકારી શોધને ફગાવી ન દેવાય. ઔધ્યોગીકરણની શોધોએ તો માનવીને શીકાર અને કૃષી સમાજ વ્યવસ્થા, તેના નૈતીકતાના ખ્યાલોમાંથી અસ્તીત્ત્વમાં આવેલી જમીનદારી, રાજાશાહી અને ધર્મશાહીમાંથી માનવીને મુક્ત બનાવ્યો છે.Do not throw baby with the bath water.
        દીપકભાઇ, આપનો માનવીકરણનો અભીગમ માનવી માટે શીકાર યુગ, કુષીયુગ અને ઔધ્યોગીક યુગમાંથી બહાર નીકળવામાં છે. તે માટે કેવા અસરકારક પરીબળો પેદા થયા છે તે બધી વાતો ટોફલર આત્રણ પુસ્તકોમાં કરી છે. ટોફલર માનવ જાત માટે દીવાદંડી અને હોકાયંત્ર બંને બન્યા છે.

        Liked by 1 person

  14. ભાઇશ્રી અમૃતભાઇ, ” શ્રી ઉમાશંકર જોશીજીઅે કહેલું કે ભૂખ્યા જનોનો………જઠરાગ્નિ…..જાગશે….ખંડેરની ભસ્મકણીકા ના લાઘશે.” આવું પણ તાર્કીક તારણ કાર્લ માર્કસે પોતાના જગપ્રસીધ્ધ પુસ્તક ‘દાસ કેપીટલ‘માં થીયરી ઓફ સરપ્લસ વેલ્યુ સમજાવતાં લખેલું હતું. તે પણ સને ૧૮૮૦ની આસપાસ. માર્કસનું તારણ હતું કે મુડીવાદી વ્યવસ્થા ફક્ત નફા માટે જ છે. મુડીવાદમાં નફો ફક્ત શ્રમજીવીઓના શ્રમ સીવાય ઉત્પાદનના બીજા સાધનો જેવાંકે જમીન, મુડી, યંત્રો વી.માંથી બનતો નથી. વધુ વધુ નફો મેળવવા ઓછામાં ઓછુ શ્રમ કરનારાને વેતન મળે તો જ મુડીવાદી વ્યવસ્થા ટકી રહે. માર્કસે લખ્યુ છે કે મુડીવાદીઓ શ્રમજીવીઓને પોતાનું ફક્ત ભૌતીક શરીર ટકાવી રાખવા અને શ્રમજીવીઓનો વંશવેલો પેદા કરવા જેટલું તે પણ મુડીવાદના હીતમાં ચાલુ રહે તેટલું જ વેતન આપશે. આ સ્થીતીમાં માર્કસનું તારણ હતું કે મુડીવાદના આવા સ્વભાવથી તે આર્થીક પ્રથામાં માંગ અને પુરવઠાની( ડીમાન્ડ એન્ડ સપલાય) એવી અસમતુલા એવી પેદા થશે કે જેમાં વસ્તુઓનો પુરવઠો હશે પણ શ્રમજીવીઓ પાસે ખરીદશક્તી જ મુડીવાદે રહેવા દીધી ન હોવાથી પુરવઠા પ્રમાણે કોઇ ખરીદનાર જ નહીં હોય. ‘બેકારોની ફોજ‘ ” Industrial Reserve Army” પેદા થશે .જેમાં શોષીતો ( શ્રમજીવીઓ) શોષકોને( માલીકો અથવા મુડીવાદી) ગળી જઇને નાશ કરશે.
    સને ૧૮૮૦ પછી સને ૨૦૧૬ સુધીમાં વૈશ્વીક મુડીવાદી અર્થવ્યવસ્થામાં ભુખ્યા જનોના જઠરાગ્ની પેદા થયો નથી.લોકશાહી મુડીવાદી સમાજવ્યવસ્થાએ કલ્યાણ રાજ્યનો ખ્યાલ વીકસાવીને આવી આર્થીકપ્રથામાં ‘ જન્મથી માંડીને મૃત્યુ‘ સુધીની સર્વપ્રકારની સલામતી પેદા કરીને મુડીવાદના નફાના ખ્યાલમાંજ ક્રાંતીકારી ફેરફાર લાવી દીધો છે. આવા પરીવર્તનને ટોફલરે નફાને વેલ્થ ક્રીએશન ને બદલે નોલેજ ક્રીએશનમાં જોયો છે. જેણે વીશ્વના સામાન્ય માનવીને પણતેમાંથી જ્ઞાન આધારીત સશ્કત કે મજબુત થતો જોયો છે.
    બીજી અગત્યની હકીકતઆપણે એ ધ્યાનમાં રાખવાની છે કે ટોફલરે આબધા પ્રવાહોને સમજવા અઢળક સાહીત્ય એકત્ર કર્યું એટલું જ નહી, તે બધી એકત્ર કરેલી માહીતીઓના આધારે વાસ્તવીક, વૈજ્ઞાનીક અને તર્કબધ્ધ તારણો માનવ જાત પાસે મુક્યા છે.

    હવે હું દીપકભાઇના વીચારોના સંદર્ભમાં વાત કરૂ.
    જો અમેરીકાની પ્રજા ફક્ત ત્રણ કલાક કામ કરે તો પણ તેનાથી સમગ્ર વીશ્વની પ્રજાને સરેરાશ અમેરીકન નાગરીક જે આર્થીક સમૃધ્ધીથી જીવન જીવે છે તે સહેલાઇથી મળી શકે તેમ છે,આવું તારણ જગપ્રસીધ્ધ તત્વજ્ઞાની બટ્રાન્ડ રસેલનું આશરે ૫૦ વર્ષ પહેલાંનું હતું. આજે ફ્રાન્સની પ્રજાએ પોતાના બંધારણમાં મતઆપીને ચુંટણીથી કામના કલાકો આઠને બદલે ફક્ત છ કલાકો વર્ષોથી કરી દીધા છે. આજ હકીકત ઘણાબધા સ્કેન્ડીનેવીયન દેશમાં છે. જ્યાં આંતરીક શાંતી, કાયદો અને વ્યવસ્થા વીશ્વમાં સૌથી શ્રૈષ્ઠ છે. વીશ્વમાં સૌથી સેક્યુલર કે નીરઇશ્વરવાદી આ બધા દેશોની પ્રજા છે. આ બધા દેશો વીશ્વના કોઇપણ ખુણે ધરતીકંપ, પુર,કે બીજી કોઇપણ હોનારતમાં સૌથી ઝડપી અને માનવવાદી સેવા કોઇપણ ધર્મના પુર્વગ્રહોને વચ્ચે લાવ્યા સીવાય આપનારા સૌ પ્રથમ જ હોય છે.
    વધુમાં દીપકભાઇએ આવી નોંધ કરી છે.
    ” ટેકનોલોજીએ આ સ્થિતિને મદદ કરી છે. નફો વધારવા માટે માણસ જાતે જ મશીન બની જાય એવી સ્થિતિ આવી ગઈ છે. ”
    ટોફલરે એવા તારણો કાઢયા છે કે ટેકનોલોજી માનવીને મશીન બનાવવાને બદલે માનવીમાં પડેલી સંભવીત શક્તીઓને જ્ઞાન આધારીત બહાર લાવીને માનવીને સમૃધ્ધ અને તેથી સમાજને પણ સમૃધ્ધ બનાવે છે. ટેકનોલોજીને સંચાલન કરવાનું રેગ્યુલેટર માનવીનું બ્રેઇન છે.
    વધુમાં માનવી ગાંડો બની કોઇ કાલ્પનીક ખ્યાલ પાછળ દોડતો ગધેડો નથી, પણ તેણે ટેકનોલોજીની જુદા જુદા સાધનો શોધી કાઢી તે પોતેજ પોતાના ભાગ્યનો વીધાતા બની ગયો છે. ૨૧મીસદીનો માનવી કુદરતનો પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવા અને વીકસાવવાા કેવી રીતે ઉપયોગ કરે છે તે ટોફલરેે વારંવાર આ પુસ્તકોમાં બતાવ્યુું છે. અત્યાર સુધી કુદરતી પરીબળો માાનવી પર હાવી જતા હતા અને હવે ટોફલરે આ પ્રવાહ કેવીરીતે બદલાયો છે તે તેના સદાબહાર પુસ્તક ‘પાવર શીફ્ટં‘ માં બતાવ્યું છે.

    Liked by 2 people

    1. Sorry, I need to rewrite a para.
      ( this replaces the opening sentence in the para that starts with..”Your second conyention…etc). It should read:
      As regards your second contention, I humbly claim that there does exist a ‘choice’. And it is HUMANISATION of economy. If the concept of Vishva Manava is worth pursuing, then anything that dehumanises the human society has to be rejected.

      Liked by 1 person

    2. શ્રી બિપિનભાઈ,

      મારા વિચારોની નોંધ લેવા બદલ આભાર.

      સ્કેન્ડીનેવિયન દેશોમાં ‘કલ્યાણ રાજ્ય’ છે. આથી ત્યાં શાંતિ છે અને નાસ્તિકોની સંખ્યા પણ બહુ ઘણી છે. આ માત્ર ટેકનોલોજીને કારણે શક્ય નથી બન્યું, રાજકીય ઇચ્છાશક્તિ એના માટે મુખ્યત્વે જવાબદાર છે. ટેકનોલોજી એમાં મદદરૂપ બની છે એ સાચું. આને જ હું Humanisation of economy કહું છું.

      ‘અભીવ્યક્તી’ના વિદ્વાન વાચકો જાણે છે કે ‘કલ્યાણ રાજ્ય’નો સિદ્ધાંત ૧૯૩૦ના દાયકાની મહામંદી ના પરિણામે અમેરિકામાં જન્મ્યો. ખરેખર તો એ કેઇન્સના સિદ્ધાંતનું રાજકીય રૂપ છે કે લોકોની તરફેણમાં રાજ્ય અર્થવ્યવસ્થામાં હસ્તક્ષેપ કરે અને એમના હાથમાં ખરીદશક્તિ મૂકે. અહીં પણ અર્થતંત્રને રાજકીય દિશા આપવાની વાત છે. ૧૯૩૫ અને ૧૯૩૯ સુધી ‘કલ્યાણ રાજ્ય’ જેવી નીતિઓની જરૂર રહી, તે પછી યુદ્ધ આવી પડતાં શ્રમિક બળની ખેંચ પડે એવી સ્થિતિ ઊભી થઈ! આ યુદ્ધે ટેકનોલૉજીનો અભૂતપૂર્વ વિકાસ પણ જોયો અને હીરોશિમા નાગાસાકીનો નાશ પણ જોયો.

      ટેકનોલોજીની ક્ષમતા ગમે તેટલી હોય એ આપમેળે અસર નથી કરતી. એટલે બર્ટ્રાંડ રસેલ ભલે કહે કે “જો અમેરીકાની પ્રજા ફક્ત ત્રણ કલાક કામ કરે તો પણ તેનાથી સમગ્ર વીશ્વની પ્રજાને સરેરાશ અમેરીકન નાગરીક જે આર્થીક સમૃધ્ધીથી જીવન જીવે છે તે સહેલાઇથી મળી શકે તેમ છે.”, પણ ખરેખર અમેરિકી નાગરિકો ત્રણ કલાકથી વધારે કામ કરે છે અને તેમ છતાં એમનો લાભ નથી એમને મળ્યો, નથી દુનિયાને મળ્યો. ક્યાં ગયો આ લાભ? કોના ખિસ્સામાં ગયો? રસેલ ખરેખર તો આર્થિક સમૃદ્ધિની પુનઃવહેંચણીની વાત કરે છે, ટેકનોલોજીનો યોગ્ય રીતે, સમગ્ર માનવસમાજને લાભ થાય એમ ઉપયોગ કરવાનો આગ્રહ કરે છે. ટેકનોલોજી જોઈને એ અંજાઈ નથી ગયા.

      સ્થિતિ એ છે કે ૨૦૦૮ની મંદી પછી ખુદ અમેરિકામાં અસમાનતા વધી છે. અભીવ્યક્તી બ્લૉગ પર લિંક આપવાની પ્રથા બંધ કરાઈ છે, પરંતુ 35 soul-crushing facts about American Inequality ગૂગલ-સર્ચ કરીને જાણી શકાશે કે ૧૯૨૮માં, મહામંદીથી થોડા જ વખત પહેલાં અમેરિકામાં આવકની અસમાનતા હતી તેના કરતાં આજે વધારે તીવ્ર છે. ટેકનોલૉજીનો લાભ કોને મળ્યો? રાજકીય ઇચ્છાના અભાવનું પ્રતીક છે, ૨૦૦૮માં ઓબામાએ બૅંકોને આપેલાં બેઇલ-આઉટ પૅકેજ. એમણે પરકોલેશન થિયરી લાગુ કરી. રૂઝવેલ્ટે સીધા જ સામાન્ય માણસને મદદ આપી. ઓબામાએ મોટા માણસને મદદ આપી અને માન્યું કે નાના માણસ સુધી એનો લાભ પહોંચી જશે! આવું નથી બન્યું.

      તમે માર્ક્સનું ચિંતન જે સરળ ભાષામાં સમજાવી દીધું છે તેની બરાબરી કરનારા ગુજરાતમાં આંગળીને વેઢે ગણાય તેટલા લોકો રહ્યા હશે (ખાસ કરીને આજે ‘માર્ક્સવાદી’ શબ્દનો ઉપયોગ ગાળ તરીકે થતો હોય ત્યારે). ઍરિક હૉબ્સબૉમ કહે છે તેમ કમનસીબે, માર્ક્સે પોતે માર્ક્સવાદ વ્યવહારમાં કેમ ચાલે છે તે જોયું નહીં. આપણે જે જોયું તે લેનિનવાદ – અને ખરું કહું તો ઝારવાદી રશિયનોનો સોવિયેતવાદ – જોયો.

      એટલે મૂડીવાદ અને સોવિયેતવાદે માણસની સામે ગાજર લટકાવ્યું છે. (તમે મારા આ કથનનો અર્થ ટેકનોલોજી માટે કર્યો છે. મારી લખવાની કચાશ છે). બન્ને એકહથ્થુ આર્થિક અને રાજકીય સત્તા અને કેન્દ્રીકરણમાં માને છે. એટલે તમારા જેવા સમર્થ ચિંતકને હું એટલું જ કહી શકું કે માત્ર ટેકનોલોજી વિશે લખશો તો દુનિયા તો “મહાજનો યેન ગન્તા સઃ પન્થા”માં જ માને છે.

      Liked by 1 person

  15. વાહ,
    અભિનંદન. સુંદર, સરસ સમજ આપતી ચર્ચા…સાચા અર્થમાં જ ચર્ચા ચાલી રહી છે. દુનિયા ઉપર દસે દિશામાંથી કેટ કેટલાં પ્રશ્નોનો વરસાદ પડી રહ્યો છે કે અેક પ્રશ્નને હલ કરવા જતાં બીજા બે તે હલની વ્યુત્પત્તઘ બનીને સામે આવે છે. કાલ માર્કસ્ હોય કે બર્ટરાન્ડ રસેલ હોય કે પછી ગાંઘીજી હોય અને તેમના જેવા બીજા બઘાજ વિચારકોઅે તેમના પોતાના સમયના…ફરી કહું છું કે ‘તેમના સમયના‘ રેફરન્સીઝનો અભ્યાસ કરીને અને ભૂતકાળના અનુભવોના સાથ સાથે પોતાના વિચારો જગત સામે મૂકેલાં. ભાવિ ભાખવા માટેના, હરેક મિનિટે બદલાતી પોલીટીકલ, અોદ્યોગીક, કૌટુંબીક પરિસ્થતિઓ..અે તેના બાયપ્રોડકટસનો , વિચાર કેવા સંદર્ભમાં જોયો હશે તે પણ અેક પ્રશ્ન બને છે…..તેમના પ્રિડીક્શન્સ કોઇક જગ્યાઅે સાચા અને કોઇક જગ્યાઅે સત્યથી વેગળા સાબિત થયા છે તો પૃથ્વિ ઉપર તેમના વિચારો થોડા ટૂંકા સમે માટે ફળ પતા દેખાયા છે અને પછી…?????…‘સ્ટેટીક‘ શબ્દ સાચો પડતો દેખાયો નથી. સ્ટેટીક હોય તો ગંદકી પેદા થાય….શ્રી.ટોફલરે…નોલેજને પ્રાઘાન્ય અાપ્યુ….પરંતુ આજે નોલેજવાળો મુદીવાદીને ઘરે નોકરી કરે છે. (મોટે ભાગે. થોડા પોતે મુદીવાદી બની બેઠા છે. નોલેજે તેમને પણ નોકરીઆતમાંથી મુદીવાદી બનાવી દીઘા છે.)

    ડાર્વિને પાયાના ત્રણ પગલાંની સમજ આપી હતી…૧. વિશાલ જન્મ પ્રમાણ. ૨. જીવવા માટેનો સંગ્રામ અને..૩. લાયક (ફીટેસ્ટ)નો વિજય…..

    અહિ આજની પરિસ્થિતિ મુજબ મારું મંતવ્ય તેના છેલ્લાં પગલા મટે….સર્વાઇવલ અોફ ઘી …રીચ, રીચર અને રીચેસ્ટ…અથવા…ગુંડાઓ…છે…સામાન્ય પ્રજાનો કોઇ અવાજ નથી તેઓ તો બીચારા…ઇવન ઇન અમેરિકા…. જ્યાં સામાન્ય લોકોનું જીવન કંપેરીઝનમાં બીજાઓ કરતાં સારું છે તે તે દેશના ચાલકોની મહેરબાની છે…કદાચ તેમાં જ તેમનો સ્વાર્થ સમાયેલો છે.

    ઇન્ડસ્ટરીઅઅલાઇઝેશનનિ સાથે તેનિ બાયપ્રોડક્ટસનો વિચાર પહેલાં કરવો જોઇઅે…તે બાયપ્રોડક્ટસનિ ઝેરી અસરોનો વિચાર પહેલાં કરવો જોઇઅે.

    * અમેરિકા ઇઝ રન બાય લોબીઝ…..અેન્ડ નોટ ગવર્નમેંટ….મુદીવાદી લોબીઝ…..

    *આજે યુરોપસ્ લાઇફ ઇઝ પોઇઝન્ડ બાય…મુસ્લીમ્સ…ISIS…….

    * Demand Vs Production.

    * Supply and distribution are the factors….ફોર સરસ જીંદગી….

    આપણે વિશ્વનો વિચાર કરીઅે છીઅે અને નહિ કે ગામનો કે રાજ્યનો કે દેશનો…વિશ્વનો જ વિચાર કરીઅે છીઅે…

    મીરાંબાઇને શું આપણે ટોફલરની કક્ષાઅે મુકી શકીશું? ( ટોફલરને વાંચ્યા વિના અનઘિકૃત ચેષ્ટા કરું છું) ( બિપીનભાઇને વાંચીને જ.) જ્યારે તેમણે કહેલું કે

    …‘ મુરખ કો તુમ રાજ દીયત હો…પંડીત ફીરત ભીખારી….‘

    નોલેજ…..બીચારું.
    માનવીની સાયકોલોજી….રાજ કરવાની વૃત્તિથી જ બંઘાયેલી છે…તેને આ વાત સ્વિકાર્ય નથી કે.
    ‘ જો હું કોઇનો ગુલામ થવાનું પસંદ ના કરતો હોંઉ, તો મારે કોઇના માલિક થવાનું પસંદ ના કરવું જોઇઅે. ‘
    મુદીવાદીને તો આ વિચારો કોઇ મુરખના વિચારો જ દેખાય.

    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 2 people

Leave a comment