દુ:ખ નીવારણના ભ્રામક ઉપાયો

દુ:ખ નીવારણના ભ્રામક ઉપાયો

–નાથુભાઈ ડોડીયા

દરેક મનુષ્યના જીવનમાં સુખ અને દુ:ખ બન્ને દૃષ્ટીગોચર થાય છે. તેને સુખ પ્રાપ્તીની ઈચ્છા અને દુ:ખ પ્રત્યે દ્વેષ હોય છે. આ દુ:ખ દુર કરવા અને સુખ પ્રાપ્ત કરવા એ જ્ઞાનપુર્વક પ્રયત્ન કરે છે. એટલે કે દુ:ખ પ્રાપ્તીનું કારણ શોધી તેને દુર કરવાના ઉપાય કરે છે. આજે મોટે ભાગે શીક્ષીત અને પૈસાદાર મનુષ્યો અભીલાષા રાખે છે કે કોઈ પણ ખર્ચે જીવનમાંથી દુ:ખ દુર થઈ સુખ પ્રાપ્ત થવું જોઈએ. વીશેષમાં શારીરીક, આર્થીક કે સામાજીક દુ:ખોથી સતત પીડાતા લોકો પોતાના દુ:ખના નીવારણ માટે જ્યોતીષો અને કર્મકાંડ કરાવનારને શરણે જાય છે, અને તેઓ દુ:ખનું કારણ ગ્રહો અને પીતૃઓનું નડતર બતાવી તે દુર કરવાનો વીધી બતાવે છે. આ વીધીમાં સારો એવો ખર્ચ કરી દુ:ખ દુર કરવા પ્રયત્ન કરે છે. જ્યારે મનુષ્યને દુ:ખ દુર થવાનો આભાસ ઉભો થાય છે અથવા દુ:ખનો સમયપુરો થવાથી દુ:ખ દુર થઈ સુખ પ્રાપ્ત થાય છે ત્યારે જ્યોતીષીઓ કે કર્મકાંડ કરાવનાર તેને પોતાની વીદ્યાની સફળતા બતાવે છે. પણ જ્યારે તેઓ આમાં નીષ્ફળ જાય છે ત્યારે કહે છે કે અમે તો અમારી શક્તી મુજબ પ્રયત્નો કર્યા પણ ઈશ્વરની ન્યાયવ્યવસ્થા, કર્મના અટલ સીદ્ધાન્ત અથવા તમારા નસીબમાં આ દુ:ખ ભોગવવાનું જ લખાયેલ હશે તેથી તેનું નીવારણ થયું નથી.

આ સન્દર્ભમાં નીચે થોડાક મુદ્દાઓ રજુ કરવામાં આવે છે તેને ધર્મગ્રંથો, તર્ક, વીવેકબુદ્ધી અને વૈજ્ઞાનીક અભીગમના આધારે ચકાસી ફલીત જ્યોતીષ અને પીતૃદોષ નીવારણ અંગે કરવામાં આવતો વીધી કેટલો વાજબી છે તેનો સ્વયં નીર્ણય કરવા વીનન્તી છે :

(01)   જ્યોતીષ શાસ્ત્રમાં જે નવ ગ્રહોનો ઉલ્લેખ છે, એમાં ચાર તો ગ્રહ જ નથી. સુર્ય ગ્રહ નહીં પણ નક્ષત્ર છે, ચન્દ્ર ઉપગ્રહ છે, ગ્રહ નહીં, રાહુ અને કેતુ આકાશમાં સ્થીત પદાર્થો નથી. ચન્દ્રવૃત્ત અને ક્રાન્તીવૃત્ત જે સ્થાને એક બીજાને સ્પર્શ કરતા જણાય છે એ જ રાહુ અને કેતુ તરીકે ઓળખાય છે. જે બીન્દુને સ્પર્શ કરીને ઉત્તરમાં જાય છે તે છે રાહુ અને જે ક્રાન્તીવૃત્તથી દક્ષીણમાં જાય છે તે છે કેતુ. આમ આ ચારેય સુર્ય, ચન્દ્ર, રાહુ અને કેતુ ખગોળશાસ્ત્રની દૃષ્ટીએ ગ્રહો જ નથી. બીજી બાજુ પૃથ્વી એક ગ્રહ છે જે સૌથી વધારે મનુષ્ય જીવનને અસર કરે છે તેનો આ નવ ગ્રહમાં સમાવેશ જ નથી.

(02)   આ પૃથ્વીની જેમ સુર્ય, ચન્દ્ર, મંગળ, શની વગેરે ગ્રહો જડ છે. તેમાં જ્ઞાન આદી ગુણો નથી. તાપ, પ્રકાશ અને આકર્ષણ સીવાય તેઓ કંઈ કરી શકતા નથી. સુર્યની દૃષ્ટીએ છગનલાલ અને મગનલાલમાં કોઈ ભેદ નથી. તો પછી આ ગ્રહોચેતન જીવની માફક ગુસ્સે કે પ્રસન્ન થઈને અમુક વ્યક્તીને દુ:ખ કે સુખ આપે છે એ વાત કઈ રીત સંભવીત છે ?

(03)   જન્મપત્રીકામાં સાતમું સ્થાન ભાર્યા એટલે કે પત્ની માટેનું છે. આ સ્થાનમાં આવતા જુદા જુદા ગ્રહોના ફળ જ્યોતીષશાસ્ત્રના ગ્રંથોમાં બતાવેલ છે. હવે હનુમાનજી, ભીષ્મ પીતામહ, આદી શંકરાચાર્ય, દયાનન્દ સરસ્વતી, સ્વામી વીવેકાનન્દ જેવા આજીવન બ્રહ્મચારીઓ કે લગ્ન પુર્વે જ મૃત્યુ પામતા મનુષ્યો માટે આ સાતમાં સ્થાનમાં આવતા ગ્રહોના ફળોનો કયો હેતુ સરે છે?

(04)   જન્મકુંડળીના ત્રીજા સ્થાનમાં ભાઈ–બહેનોના સમ્બન્ધ બતાવવામાં આવે છે. પાંચ ભાઈઓ અને પાંચ બહેનો હોય તો એ બધાની જન્મકુંડળીઓમાં ત્રીજા સ્થાનમાં એક સરખા ગ્રહો હોવા જોઈએ. પરન્તુ શું આ સંભવ છે ?

(05)   જન્મકુંડળીના પ્રથમ સ્થાનમાં બાળકના શરીરના રંગ અર્થાત્ વાન બતાવે છે. સૌ જાણે છે કે ભારતીયો ઘઉંવર્ણા, યુરોપીયનો ગોરા અને હબસીઓ કાળા હોય છે. આ ભેદ ભૌગોલીક પરીસ્થીતીઓને લીધે હોય છે. તો પછી આ પ્રથમ સ્થાનનું પ્રયોજન શું ?

(06)   જન્મકુંડળી જન્મની ચોક્કસ તારીખ, કલાક અને મીનીટના આધારે બનાવવામાં આવે છે. આશરે એકસો બાળકોનો જન્મ એક જ મીનીટમાં થાય છે, આથી એકસો જન્મકુંડળી એક જ પ્રકારની બને છે. હવે પ્રશ્ન એ છે કે આ બધાના જીવન એક સરખાં જોવા મળે છે ? અરે ! બે મનુષ્યનાં જીવન પણ તદ્દન એક સરખાં જોવા મળતાં નથી.

(07)   જે સમાજોમાં જન્મકુંડળીઓ મેળવીને લગ્ન કરવામાં આવે છે તેમાં શું વીધવા કે વીધુરો નથી જોવા મળતા ? પતી–પત્નીમાં શું વીખવાદ જોવામાં નથી આવતો ? શું આ લગ્નો નીષ્ફળ નથી જતા ? ન્યાયકારી પરમપીતા પરમાત્મા સર્વ જીવોનો કર્મફળ દાતા છે, એ સરળ સત્યમાં આપણને શ્રદ્ધા રતીભાર ન હોવાથી આપણે જ્યોતીષો દ્વારા ઈશ્વરીય ન્યાય વ્યવસ્થામાં ફેરફાર કરવાની નીરર્થક નાસ્તીકતા ભરેલી ચેષ્ટાઓ કરીએ છીએ. જો કર્મફળ ઈશ્વરને આધીન છે તો પછી કૃત કર્મોનાં સારાં–નરસાં પરીણામોથી બચવું શું સંભવ છે ? આજે સમાજમાં જન્મકુંડળી મેળવીને લગ્ન કરવાનું પ્રમાણ વધી રહ્યું છે તો પછી છુટાછેડાનું પ્રમાણ કેમ વધતું જાય છે ?

(08)   રામાયણમાં સીતા–ઉર્મીલા વગેરેનાં અને મહાભારતમાં દ્રૌપદી–રુક્ષમણીનાં લગ્ન જન્મકુંડળી મેળવીને કરવામાં આવેલ હતાં એવો કોઈ ઉલ્લેખ નથી. મનુસ્મૃતીમાં શારીરીક, આત્મીક અને માનસીક ગુણ, કર્મ અને સ્વભાવને આધારે વીવાહ કરવાની સલાહ આપવામાં આવી છે. અહીં જન્મકુંડળી મેળવીને લગ્ન કરવાનો કોઈ ઉલ્લેખ જ નથી. મનુસ્મૃતીના 9/258 થી 9/260 શ્લોકમાં તમને પુત્ર થશે કે ધન પ્રાપ્ત થશે વગેરે માંગલીક વાતો કહીને ધન લુંટનારા, હાથ વગેરે જોઈને ભવીષ્ય બતાવીને ધન ઠગનારા વગેરેને લોકકંટક એટલે કે પ્રજાઓને દુ:ખ આપનાર ચોર કહેવામાં આવેલ છે.

(09)   જન્મકુંડળીમાં આવેલ રાહુ–કેતુ ગ્રહોની વીપરીત અસરમાંથી મુક્તી મેળવવા કાળસર્પ વીધી કરાવવામાં આવે છે. ખરેખર તો બ્રહ્માંડમાં રાહુ–કેતુ નામના ગ્રહોનું અસ્તીત્વ જ નથી, એ કાલ્પનીક ગ્રહો છે. તો તે મનુષ્યના કર્મને કેવી રીતે અસર કરે ? એ શીક્ષીતોએ વીચારવું જોઈએ.

(10)   જન્મકુંડળીમાં નવ ગ્રહને બાર સ્થાનમાં વીવીધ રીતે ગોઠવતા વીવીધ પ્રકારની એક કરોડથી વધુ જન્મકુંડળી બની શકતી નથી. દુનીયાની વસતી છ અબજની છે એટલે કે ઓછામાં ઓછા છસો મનુષ્યોની જન્મકુંડળી એક સરખી બને. જ્યારે વાસ્તવીક જગતમાં બે મનુષ્યોનું જીવન પણ એક સરખું હોતું નથી.

(11)   શરીર અને જીવાત્માનો સંયોગ જન્મ અને વીયોગ મૃત્યુ છે. આથી જન્મનો સાચો સમય બાળક માતાના પેટમાંથી બહાર આવે તે ડીલીવરીનો સમય નહીં પણ નવ માસ અગાઉ કરેલ ગર્ભાધાન છે. શાસ્ત્રકારોએ સોળ સંસ્કારમાં પ્રથમ ત્રણ સંસ્કાર– ગર્ભાધાન, પુસંવન અને સીમન્તોનયનની વ્યવસ્થા ડીલીવરી પહેલા આપી છે. લૌકીક ભાષામાં પણ બાળક જ્યારે માતાના પેટમાં હોય છે ત્યારે તેને આપણે ‘બેજીવસોતી’ કહીએ છીએ. આથી સાચી જન્મકુંડળી ડીલીવરીના સમયના આધારને બદલે ગર્ભાધાનના સમયના આધારે બનાવવી જોઈએ. બીજું ડૉક્ટર દવા કે સીઝેરીઅનના આધારે ડીલીવરીનો સમય વહેલો કે મોડો કરી શકે છે અને તે દ્વારા તમારી જન્મકુંડળીમાં ફેરફાર કરી શકે છે. ત્રીજું જન્મકુંડળી વર્ષ, માસ, તીથી, કલાક, મીનીટ અને સેકન્ડના આધારે બનાવવામાં આવે છે. બાળકના જન્મનો ચોક્કસ સમય એટલે સેકન્ડ, ડૉક્ટર, નર્સ, દવાખાનાની ઘડીયાળ તથા સગાસમ્બન્ધીની ઘડીયાળ જુદો જુદો બતાવે છે કારણ કે કોઈ ઘડીયાળમાં સેકન્ડ કાંટો મેળવતું જ નથી.

(12)   લોકોને જે ગ્રહ નડતા હોય તે ગ્રહની વીંટી મન્ત્રાવીને પહેરવાની સલાહ આપવામાં આવે છે. આ વીંટીનો નંગ પાછો આંગળીને અડવો જોઈએ તો જ તેની અસર થાય તથા કાર્ય પુરું થયા પછી આ નંગ નદીમાં પધરાવી દેવાની સલાહ આપવામાં આવે છે. આપણે લોકોને મોટે ભાગે ગ્રહોના નડતર દુર કરવા મન્ત્રાવીને શની, મંગળ, ચન્દ્ર, ગુરુ વગેરે ગ્રહોના નંગની વીંટી પહેરતા જોઈએ છીએ, પણ શુક્રના ગ્રહની વીંટી ભાગ્યે જ પહેરતા જોઈએ છીએ. શુક્રના ગ્રહનો નંગ હીરો છે. આંગળી અડે એવી રીતે હીરાની વીંટી પહેરવી હોય તો આશરે એક બે લાખની કીંમતના હીરાની જરુર પડે અને કાર્ય પુરું થયા પછી આ હીરો પાછો નદીમાં પધરાવી દેવાનો હોય તો આવી હીરાની વીંટી પહેરવાની કોણ સલાહ આપે ? અને કોણ આ સલાહનું પાલન કરે ? નંગની કીંમત સાંભળીને જ ગ્રહોનું નડતર દુર થઈ જાય. આજે કેટલાક અસલી હીરાને બદલે નકલી હીરો (અમેરીકન ડાયમંડ) પહેરે છે તે કેવી રીતે લાભ આપી શકે ? બીજું ગ્રહો, ગ્રહોના નંગ તથા કર્મ અને કર્મફળને શું સમ્બન્ધ ? શું ગ્રહોના નંગ તમારા કર્મ કે કર્મફળમાં સુધારો કરવાની વાત વૈજ્ઞાનીક કે તર્કની દૃષ્ટીએ સંભવીત છે ?

(13)   કમ્પ્યુટરમાં નામ, જન્મ તારીખ, જન્મસમય અને જન્મસ્થળની ડાટા એન્ટ્રી કરવાથી લગ્નજીવન, આરોગ્ય, ધન્ધા–રોજગાર વગેરે જુદા જુદા વીષયો ઉપર ભવીષ્યકથનનો અહેવાલ પ્રાપ્ત થાય છે. સાધારણ રીતે કમ્પ્યુટર ઉપર 15 થી 20 જુદા જુદા વીષય ઉપર ભવીષ્યકથન પ્રાપ્ત થાય છે. આપણે કમ્પ્યુટર પ્રોગ્રામની અન્દર જઈને જોઈશું તો દરેક વીષયોમાં વધુમાં વધુ 200 વીકલ્પો જોવામાં આવશે. ગણીતના નીયમો એટલે કે પરમુટેશન(Permutation) અને કોમ્બીનેશન(Combination)ના આધારે ગણતરી કરીશું તો કમ્પ્યુટરમાંથી ભવીષ્યકથનની 20 લાખથી વધુ વીવીધતા પ્રાપ્ત કરી શકીશું નહીં. આજે દુનીયાની વસ્તી છ અબજની છે એટલે 3,000 મનુષ્યનું ભવીષ્યકથન એક પ્રકારનું હશે. જ્યારે વાસ્તવીક જીવનમાં તો બે વ્યક્તીનું પણ જીવન એક સરખું હોતું નથી.

(14)   જન્મકુંડળી, હસ્તરેખા વગેરેના આધારે મનુષ્યના આયુષ્યનું ભાવીકથન કરવામાં આવે છે. બીજું આયુષ્ય નીશ્વીત છે અને પાંચમની છઠ્ઠ થવાની નથી. વીધીના લેખ કોઈ મેખ કરી શકતું નથી. આ સમ્બન્ધમાં જણાવવાનું કે આયુષ્ય નક્કી હોય અને વીધીના લેખ કોઈ મેખ કરી શકતું ન હોય તો વેદાદી ધર્મશાસ્ત્રોની ‘શતમ્ જીવેમ શરદ:’, ‘સો વર્ષ જીવો’ વગેરે પ્રાર્થનાઓ તથા આયુર્વેદ શાસ્ત્રનો કોઈ અર્થ રહેતો નથી. આયુષ્યને નીશ્ચીત માનનારે મૃત્યુના ભયથી બચવા ઈશ્વરને પ્રાર્થના કે ડૉક્ટરને શરણે ન જવું જોઈએ. આ છતાં વ્યવહારમાં બધાં જ મૃત્યુમાંથી બચવા પુરુષાર્થ કરે છે. આજ સીદ્ધ કરે છે કે તેઓનો અન્તરાત્મા આયુષ્યને નીશ્ચીત માનતો નથી.

(15)   નવ ગ્રહો માટે જે વેદમન્ત્રો બતાવવામાં આવે છે તેનો સાચો અર્થ જોતાં સમજાય છે કે તેને ગ્રહ સાથે સહેજ પણ સમ્બન્ધ નથી. તો પછી તેના જપ દ્વારા ગ્રહશાંતીની વાત કેવી રીતે સંભવીત બની શકે ?

શની માટે નીચેનો વેદમન્ત્ર બતાવવામાં આવે છે.

શન્નો દેવીરભીષ્ટ્ય આપો ભવન્તુ પીતયે ।

શંયોરભી સ્રવન્તુ ન: ।।

–યજુર્વેદ, 36/12

અર્થાત્ ઈશ્વર બધાને પ્રકાશ અને આનન્દ આપનાર તથા સર્વવ્યાપક છે, તે ઈષ્ટ આનન્દ અને પરમાનન્દની પ્રાપ્તી માટે તથા અમને સુખી કરવાને માટે કલ્યાણકારી થાવ. તે ઈશ્વર અમારી ઉપર ચારે બાજુએથી સુખની વર્ષા કરો.

આ મન્ત્રમાં ‘શની’ શબ્દનું નામ નીશાન નથી. પણ શં અને ન: બે જુદા જુદા શબ્દો જોઈને શનીના ગ્રહની કલ્પના કરી લેવામાં આવી છે.

આવી જ રીતે નવ ગ્રહોના વેદમન્ત્રોને નવ ગ્રહ સાથે કોઈ સમ્બન્ધ નથી. આ નવ ગ્રહોના વેદમન્ત્રોની સમીક્ષા મહર્ષી દયાનન્દ સરસ્વતી રચીત ‘ઋગ્વેદાદી ભાષ્ય ભુમીકા’માં આપી છે જે જીજ્ઞાસુને જોવા સલાહ છે.

(ક્રમશ:)

નાથુભાઈ ડોડીયા

સાચા, નીષ્ઠાવંત આર્યસમાજી શ્રી. નાથુભાઈ ડોડીયાએ સમાજસુધારા તથા ધર્મસુધારાના ક્રાન્તીકારી કાર્ય અન્તર્ગત 66 જેટલાં પુસ્તકોની 6,66,000 પ્રત પ્રકાશીત કરી શક્યા છે. આ દુ:ખ નીવારણના ભ્રામક ઉપાયો (સુધારેલ સંસ્કરણ : ફેબ્રુઆરી, 2016, પૃષ્ઠસંખ્યા : 16, મુલ્ય : એકસો પ્રતના 200/-) નામે આ નાનકડી પુસ્તીકાની 1,00,000 પ્રત પ્રકાશીત કરી છે. તેઓના આ પુરુષાર્થ બદલ અઢળક અભીનન્દન…

પ્રચાર–પ્રસાર અર્થે ‘અભીવ્યક્તી’ને દુ:ખ નીવારણના ભ્રામક ઉપાયો પુસ્તીકાઓ ભેટ મોકલવા માટે આભાર. આ જ પુસ્તીકાનાં પાન 1 થી 9 ઉપરથી ઉપરોક્ત 15 મુદ્દાઓ લેખકશ્રી અને પ્રકાશકશ્રી (આર્યસમાજ, નવા ડેરા, ભરુચ – 392 001)ના સૌજન્યથી સાભાર…

લેખકસંપર્ક : શ્રી. નાથુભાઈ કેશવલાલ ડોડીયા, ‘સીદ્ધાર્થ’, મન્દીરવાળી ગલીમાં, જ્યોતીનગર, ગોદાવરી પાર્ક પાસે, મક્તમપુર–ઝાડેશ્વર રોડ, ભરુચ – 392 001 ફોન : (02642) 225671 સેલફોન : 99988 07256

અભીવ્યક્તી.બુક્સ વીશે :

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads  વેબસાઈટ પર અને ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/  પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનન્તી છે.

નવી દૃષ્ટી નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત સાવધાની રાખીશ..

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ કો. ઓ. હા. સોસાયટી, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, એરુ ચાર રસ્તા, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537  88 66 00  .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 23/09/2016

 

22 Comments

  1. And rasshi pramaane bhavishiya : There are total of 12 raashi meaning every 12th person will have same horoscope 9bhavishiyavaani)……

    Jaago, Utho, ane je thai te karo….. Jivan aapo aap dookh-mookt thai jaase.

    Liked by 1 person

  2. લેખક નાથુભાઇ ડોડીયાના લેખમાં મંત્રની અને તંત્રની વાતો છે. ક્યાંય ખૂલ્લા મને ગ્રહો વિષેની સ્પષ્ટ રજૂઆત થયેલી નથી.ભાઇ! જન્મકૂંડળી અને જ્યોતિષીઓ ક્યારે ફૂટી નીકળ્યા તેનો ઇતિહાસ શોધો. હસ્તરેખા વળી કઇ બલા છે. નવ પાનામાંથી તારવેલા પંદર મુદ્દાઓ ઉપરથી મારાથી એ કહી શકાય કે ———– ગ્રહો નડતા નથી. જ્યોતિષ હોતુ નથી. જન્મ કૂંડળી માનસિક બિમાર વ્યક્તિના ભેજાની પેદાશ છે. ગ્રહના નંગ નક્કી કરનારા મહા નંગ છે. મહા ઠગ છે. જન્મપત્રિકા હંબગ વસ્તુ છે. કંમ્પ્યુટરમાં જ્યોતિષ અને કૂંંડળીનો પગ પેસારો કંમ્પ્યુટરની અને તેના શોધકની આબરુ કાઢે છે. ગ્રહોનુ પોતાની કૂંડળીમાં સ્થાન જાણવાની કોઇ જરૂર નથી, ગ્રહો વિષે વિજ્ઞાન વાંચવાની જરૂર છે. વેદ અને મંત્રોને નહીં વાંચો તો ચાલશે,વિજ્ઞાન સમજો. ગહોના સ્થાનની ચિંતા કર્યા વગર પોતાના સ્થાનની ચિંતા કરો.વિધી જ ના હોય તો પછી તેના લેખ કેવા? પિતૃદોષ હોય ખરો? જે જન્મદાતા છે, જે સર્જનહાર છે તેવા પિતા નડે જ નહીં. આ પિતૃદોષ શબ્દ રદ સમજો. ગ્રહોના ફળ ક્યારેય ના હોય, આંબાને કેરી હોય. ગ્રહો નડી શકે નહીં,દુરાગ્રહો ,પરિગ્રહો અને વિગ્રહો જ નડે. ઉપગ્રહોની વાતો કરવાના સમયે જ્યોતિષના ગ્રહોની ચર્ચાઓ કરનારા આપણે ભારતમાં છીએ. જ્યોતિષ શાસ્ત્ર હોય જ નહીં. હસ્તરેખામાં ભવિષ્ય દેખાય જ નહીં.
    સૂર્યના ઉજાસ સાથે રોજ ઉગતી સોનેરી સવાર જીવતરને આયુષ્યમર્યાદામાં ચલાવે રાખે છે. ભવિષ્ય ઊંઘીને ઉઠીએ ત્યાં સુધીનુ છે. ચિંતા અને ચિંતન કરવુ જ હોય તો તે આજનુ જ કરવુ પડશે. સુખ અને દુ:ખ એ સાપેક્ષ પરિસ્થિતિઓ છે. મને લાગતુ સુખ કોઇને દુ;ખ જેવુ લાગે. મારા શબ્દકોશમાં દુ:ખ શબ્દ જ નથી અને આવશે પણ નહીં. મનની સ્થિતિ સુખ કે દુ:ખ નક્કી કરે છે. દુ:ખ એ હાર નથી, તેને સુખ સમજીને જીત મનાવવાની હોય. સુખ અને દુ:ખ શબ્દોમાંથી ” ખ..ખ..” રાખી લો અને ખખડીને હસતા શીખો,ખડખડાટ હસો.
    દુ:ખ જ ના સમજાય તો પછી તેને નિવારવાના ઉપાયો કેવા?
    મારી આ રચના રજુ કરી વિરામ લઇશ-
    ” અશુભ દિવસ કોઇ હોતા નથી, મુહૂર્ત,ચોઘડિયા,વિંછુડો બોલતા નથી,
    રોહિતને કોઇ નડતા નથી, આ વાંચનાર સૌને નડવાના નથી,
    આજનો દિવસ શુભ છે, શુભ છે ત્યાં લાભ છે, આજે તો લાભ જ લાભ છે. ”
    લેખકશ્રીનો અને ગોવિંદભાઇનો આભાર.
    @ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી
    રોહિત દરજી ” કર્મ “, હિંમતનગર

    Liked by 3 people

  3. ભાઈ શ્રી ગોવિંદભાઇ મારુ અને ડોડીયા ભાઈનો હું આભાર માનું છું મને ગોવિંદ ભાઈની મહેનત માટે માન છે . આપણે તો દાદા બૃહસ્પતિ ગુરુના સિધ્ધાંતો બહુ ગમે છે . . . એમની પાસે ગોટે ચડાવવાની વાતજ નથી .

    Liked by 1 person

  4. મિત્રો,
    ‘ જબ આપકે હાથ હૈ તકદીર કી કિતાબ, ક્યા ક્યા લીખેંગે યે અબ આપ સોચીયે.‘
    ચિત્રલેખા ફિલ્મના અેક ગીતની સમજ….
    ‘ યે પાપ હૈ ક્યા, યે પૂણય હૈ ક્યા,
    રીતો પર ઘરમો કી મુહરે હૈ…..(૨)
    હર યુગમેં બદલતે ઘરમો કો કૈસે આદર્શ બના અોગે…
    સંસાર સે ભાગે ફીરતે હો…‘
    આજ થી કહેવાય છે કે શ્રાઘ્ઘ શરુ થયા છે……જિવતાં હતાં ત્યારે ઘરડાંઓને હાલત ચિંતા કરાવતી..ટરીટમેંટ ( જેને લાગુ પડે તેમણે જ સ્વીકારવું) મળતી…મરેલાનું તર્પણ કરે કારણ…મનમાં બીક કે જીવતાં હતાં ત્યારે આપણે દુ:ખી કરેલાં છે તો મર્યા બાદ બદલો લેવા તો નહિ આવે ને?….કાગડાના રુપે….
    સુખ અને દુ:ખની ની સીઘી સાદી વ્યાખ્યા…‘જે મને ફેવરેબલ છે તે મારું સુખ અને જે મને ફેવરેબલ નથી તે મારું દુ:ખ‘
    બીજા પાસે લેક્ષસ ગાડી છે અને મારી પાસે હન્ડઇ નું જુનું મોડેલ છે તે મારું દુ:ખ……

    શ્રી નાથુભાઇ ડોડીઅા અને તેમના અદભૂત લેખને અભિવ્યક્તિમાં સ્થાન આપવા માટે ગોવિંદભાઇને અભિનંદન.

    અમૃત હઝારી.

    Liked by 1 person

    1. વહાલા વડીલ અરવીન્દભાઈ,
      ‘દુ:ખ નીવારણના ભ્રામક ઉપાયો’ પોસ્ટને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ..

      Like

  5. શ્રી ગોવિન્દભાઈ
    નમસ્તે.
    આપશ્રીએ આપના બ્લોગમા ભરૂચ સ્થિત લેખક શ્રી નાથુભાઈ ડોડિયા લેખિત “દુ;ખ નીવારના ભ્રામક ઉપાયો” વિષેનો લેખ વાચ્યો જે એક સત્ય છે. બાકી છેલ્લે આપણે કહિયે છીયે “ભાઈ આ તો લખ્યા લેખની વાત છે.”
    આજે આપની સાથે ફોન પર વાત કરી એટલે મજા આવી. .
    પ્રફુલ ઠાર

    Liked by 1 person

  6. અતિ મનનીય લેખ. તમારો આ અને બીજા અનેક વિચારતા કરી મુકે તેવા અન્ય લેખોની હું કોપી કરીને મારી મેઈલ આઈ ડી મારફતે મારા સર્વ મિત્રો અને ઓળખીતાઓને વખતો વખત મોકલતો રહુછું. અને તેમાંના ઘણા તમારા નામોલ્લેખ સાથે તેમના contactsમાં વહેંચે છે અને આ રીતે ગમતા નો ગુલાલ થતો રહેછે. આ ઈન્ટરનેટ, સુંદર વિચારોનો ફેલાવો કરવાનું અતિ ઉપયોગી સાધન બનતું જાયછે. Keep it up. આપના વિચારોનો “ચેપ” સર્વત્ર ફેલાય તે શુભેચ્છાઓ.

    Liked by 1 person

  7. મારા લગ્ન (૫૩+ વર્ષ પહેલાં), મારા પુત્ર અને પુત્રીના લગ્ન, અને મારી બે ગ્રાન્ડડોટરના લગ્ન જન્માક્ષર જોયા વગર જ થયા છે. બધા આનંદ આનંદ કરે છે. છોકરાંઓના લગ્ન પણ કમુરતામાં થયા હતાં. એ જાણ માટે.

    અમારા અમેરિકામાં ઈન્ડિયન ટીવી પર બે મલ્ટિમિલિયન પેધા પડ્યા છે. એક છે પ્રેમ જ્યોતિષ અને બીજી વાસ્તુશાસ્ત્ર વાળી પલ્લવી. અમેરિકાના દેશી પ્રોગ્રામો એમના સોન્સરથી જ ચાલે છે. એ બે ને કારણે જ હું દેશી ચેનલો નથી જોતો.

    પણ ફાઈનાશિયલી સ્પીકિંગ આ બિઝનેસ કાંઈ ખોટો નહિ. બિઝનેશ એટલે બિઝનેશ. પછી એમાં નાથુભાઈ માથું મારે તે ના જ ચાલે. સિરીયસલી સ્પીકિંગ મારો પણ આ ધંધામાં પડવાનો વિચાર છે.
    જો કોઈને કોઈપણ જાતની સમસ્યા હોય, કોઈનું બૈરું બીજા સાથે ચાલુ થઈ ગયું હોય, કોઈ પચાસ પાસે પહોંચેલા ટાલિયાને સુંદર કન્યા ન મળતી હોય એમણે મારો સંપર્ક સાધવો. ગેરંટેડ રિઝલ્ટ.
    તમારી સમસ્યા હલ થઈ જાય પછી ગોવિંદભાઈ ને મારા વિશે બે સારા શબ્દો લખવાનું ચૂકવું નહી.
    { ખાનગીમાં કહું તો લેખ ગમ્યો.}

    Liked by 1 person

    1. હવે થોડાક સમયથી બીજા એક નવા બાવા આવ્યા છે. જેઓ ” સર્વ કષ્ટ નિવારક માલા”નિ ખાસ મોટી જાહેરાત કરે છે. હું આવા ધુતારાઓને અવારનવાર તેઓનાં ગોરખ ધંધા બંધ કરી મહેનત મજુરી કરી જીવવાની ચીમકી આપું છું. પણ એમને નાસીપાસ કે દિલ દિમાગના દુખી મૂર્ખાઓ મળી જ રહે છે. આવા ધૂતારાઓની ટી.વી કે છાપાઓ.પરની જાહેરાતને રોકવાની તાતી જરૂર છે.

      Liked by 1 person

  8. “દુ:ખ નીવારણના ભ્રામક ઉપાયો”ma jyot-Ish… vishe bahuj saras samaj aapi che–khub jehmat lai ne jyotish na niyamo samjavya che..ane graho- nang ane mantro nu to paheli var gyan thayu.. nathubhai ne request karish ke–govind bhai ne 16 pana nee pustak prakat karva nee parvanagi aape..ane govind bhai te pdf ne https://issuu.com/ per free ma- e-book tarike chadhavi ne mukta reete world readers mate muke.. aa bahuj jaruri vishay che.. ane pravinbhai ane beeja mitro no aabhar bahuj saras comments– rohit bhai darjee bhai nu pan lakahn uttam hatu…sarve no aabhar

    Liked by 1 person

    1. વહાલા મહેન્દ્રભાઈ,
      આપના સુચનનું સ્વાગત છે.
      ‘દુ:ખ નીવારણના ભ્રામક ઉપાયો’ પુસ્તીકાના બાકીના 15 ઉપાયો બીજી પોસ્ટમાં મુકીશ. ત્યાર પછીના સપ્તાહે બન્ને ભાગની સળંગ પીડીએફ/‘ઈ.બુક’ તમામ વાચકમીત્રોને મોકલીશ. ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે ‘ઈ.બુક્સ’ વીભાગમાં પણ તે ઈ.બુક મુકવામાં આવશે. તેમ જ આપના સુચન મુજબ https://issuu.com/ પર ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ઈ.બુક્સ મુકવા માટે એડ્મીનશ્રીને વીનંતી કરીશ.
      ધન્યવાદ..
      ..ગો.મારુ..

      Like

  9. મિત્ર,
    હાસ્ય પ્રવિણ…મહાનુભવ..મહાજ્ઞાની…મહામંડલેશ્વર…પૂજ્યશ્રી પ્રવિણકુમાર શાસ્ત્રીજી,…..આપણી છેલ્લી મુલાકાત દરમ્યાન હસતાં હસતાં ,અમે તમને આ સજેશન કરેલું તેની યાદ કરાવવા જ આ લખુ છું…..સાહિત્યભામાં સભાને અંતે થયેલી તમારા જ્યોતિષી તરફ વળવાની વાત સાથે સાથે અમેરિકાના મંદિરોમાં પુજારી તરીકેના સર્ટીફિકેટ ઉપર ભારતથી આવતાં પુજારીઓની આર્થિક સ્થિતિ છ મહિનામાં ડબલ સઘ્ઘરતાવાળી થતી જોઇને તથા પૂજ્ય તરીકેની ટરીટમેંટ મેળવતા જોઇને તે વિષયે પણ વિચાર કરવાની વાત યાદ કરાવવા જ અહિ આ કોમેંટ લખુ છું………………
    .વઘુમાં દરેક વાચકને મારે જણાવવાનું કે જેમને અમેરિકા દેશ પૈસા કમાવા આવવાની ઇચ્છા હોય અને ઓછી મહેનતે ઓછા સમયમાં
    માનસાથે અેક ઇન્જીનીયર કરતાં પણ વઘુ…કદાચ ટેક્ષફ્રી કમાણી કરવી હોય તો મંદિરના પુજારી તરીકે વિસા લઇને આવવું. તમારી પાસે આ દેશમાં મંદિરના માલિકની લાગવગ હોવી જરુરી બને છે. અમારા ગામ ઇઝલીનમાં સાંઇબાબાનું મંદિર અેક મલ્ટીમિલીયનીયર ડોક્ટરે બનાવ્યું…કદાચ પાંચ છ વરસ પહેલાં….આજે તે મંદિરની આવકથી તે મંદિરના મકાનની આજુબાજુનાં બેત્રણ મકાનો પણ વેચાતા લઇ લીઘા છે. ખરી મઝાની વાત તો અે થઇ કે તે મંદિરમાં પુજારીનું કામ કરતાં ભાઇની આંખ ટેક્ષફ્રી આવક જોઇને ફાટી ગઇ…..તરત રાજીનામુ આપીને પોતાની માલિકીનું સાંઇબાબાનું મંદિર બનાવી દીઘું. તરત જ ઘેંટાઓના ઝુંડની લાઇન લગાવી બેઠા…કમાણી ચાલુ……પગે લાગવાવાળાની લાઇન….વાત અેટલી જ કે તમને તમારો ઘંઘો કરતાં આવડવું જોઇઅે…સંસ્કૃત જેવું જ કઇક તેના જેવા ઉચ્ચારવાળું બોલતાં આવડવું જોઇઅે….પછી છોને તેમાં કોઇ અજાણતો શબ્દ આવી જાય….
    દરરોજ નવું મંદિર બની રહ્યાના સમાચાર આવતા રહે છે….
    મંદિર બનાવવા અને કમાણી કરવી તે હવે પૈસાવાળાઓ માટે કમાણીનો સહેલો રસ્તો બની ગયો હોય તેવું લાગે છે..ઇઝી ઇન્વેસ્ટમેંટ વીથ હાઇ રીટર્ન……હવે તો સસતો અને સહેલો કમાણી માટેનો રામબાણ ઉપાય…ભક્તોના ભાવોને ઓળખો અને તેનો તમારા પોતાના ભલા માટે સદઉપયોગ કરો….જય હો…….કથા કરાવવાનું કામ પણ શીખીને અાવવું જરુરી બને છે…..કોમ્પીટીશન નથી. અેક મહારાજ પાસે અપોઇન્ટમેંન્ટ માટેનો સમય નથી હોતો…બીજાને આપવી પડતી હોય તેવું પણ બને છે…….ભારત કરતાં અમેરિકામાં લોકો મનથી ખૂબ દુ:ખી હોય તેવું લાગે છે…..
    પ્રવિણભાઇ તમે હસતાં હસાવતાં સત્ય સમજાવી દીઘુ છે….આભાર….
    અમૃત હઝારી.

    Liked by 1 person

  10. Govind bhai,
    Khub khub aabhar suchan sahaj swikarwa mate – ane amuk lekho isuee uper joya pan khada. Abhinandan …tamara chile have dhire dhire vadhu ne vadhu blogger chalshe.

    Liked by 1 person

  11. પ્રિય ગોવિંદ ભાઈ
    સુખોને વાસ્તે ઘર ઘર ભટકવું છોડ દીવાના
    કોઈને ચૈનથી રહેવા નહીં દ્યે લોક દુનિયાના

    Liked by 1 person

  12. આપનો આ લેખ માત્ર સરસ જ નહીં પણ ખૂબ… ખૂબ… ખૂબ સરસ છે.

    Like

Leave a comment