જે આ લેખ વાંચશે તે….

જે આ લેખ વાંચશે તે….

–કલ્પના દેસાઈ

મથાળું વાંચીને વીચારમાં પડી ગયા ને ? અને…. જાતને જ સવાલ પુછવા માંડ્યા ને ? કે, જે આ લેખ વાંચશે તે શું ? તે પાગલ થઈ જશે ? મુંગો–બહેરો બની જશે ? લેખ વાંચીને પેપર ફાડી નાંખશે ? કે લેખ વાંચીને પેટ પકડીને હસ્યા જ કરશે ? (આવું વીચારવાની મને છુટ આપો !) સીધો છાપાની ઑફીસે ફોન કરશે ? ને બરાડા પાડીને પુછશે કે, કેમ આવા લેખ છાપો છો ? ઘરમાં હશે તો ઘરની બહાર દોડી જશે ને રસ્તા પર કે બીજી કોઈ જગ્યાએ હશે તો સીધો ઘરની વાટ પકડીને ઘરમાં ભરાઈ જશે ? બધું બહુ જાતજાતનું વીચારી વીચારીને પાગલ થવા કરતાં મને પુછો અથવા લેખ જ આગળ વાંચી લો ને, ભાઈ !

‘જે આ લેખ વાંચશે તેનું કલ્યાણ થશે ને નહીં વાંચે તેને અમ્બે માના સોગન છે ! કાળકા માના સોગન છે ! બાકી બધી માતાના પણ સોગન છે !’

‘અરે ભાઈ, કેમ પણ ? મેં શું કર્યું કે આમ બધાને સોગન આપવા પડે ?’

‘બસ કંઈ નહીં. આ લેખની હજાર કૉપી કાઢીને બધે વહેંચી દો નહીં તો….’

‘હેં ? નહીં તો શું ?’

‘નહીં તો, તમારા પર આ બધી માતાનો કોપ ઉતરશે ને તમારું ધનોતપનોત નીકળી જશે. તમારા બધા પૈસા તમારી પત્ની ને બાળકો ઉડાવી મારશે. તમારા સાસરાવાળા તમારે ત્યાં ધામા નાંખી દેશે. તમારે ત્યાં કામ કરવાવાળા રજા પર ઉતરી પડશે. તમારે ઑફીસમાં ઓવરટાઈમ કરવો પડશે. સમજી લો ને કે, દુનીયામાં જેટલાં દુ:ખ ને જેટલી તકલીફો છે તે બધી તમારા પર તુટી પડશે, જો…..’

‘હા હા બાપા, સમજી ગયો. વાંચ્યા પહેલાં જ આ લેખની હજાર કૉપી કાઢીને મારે વહેંચી દેવાની છે, એમ ને ? પણ મારે જ શું કામ ? કેમ, પ્રેસમાંથી કૉપી કાઢવાની ના પાડી ? ને ફક્ત આ જ લેખની કે પછી આખા ને આખા છાપાની જ હજાર કૉપી દરેક વાચકે કાઢવાની છે ? છાપું વેચવાનું કે છાપવાનું આ નવું ગતકડું કાઢ્યું છાપાવાળાએ ? ભાઈ, એ અમને કેવી રીતે પોસાય ? ને આમ છાપાની કૉપીઓ કાઢવાનું કામ અમારું છે ? જાઓ ભાઈ, એ દમદાટી કે ધમકી બીજાને આપજો. અમારે તો છાપું વાંચવા સાથે મતલબ. અમને જે ગમે તે લેખ પણ વાંચશું ને નહીં ગમે તો છાપાનો ડુચો પણ વાળી દઈશું, અમારી મરજી. આમ ભગવાનનું નામ આપીને ધમકાવો નહીં.’

‘ચાલો રહેવા દો. જોઈ લીધા તમને. તમે તો કહેલું માનવાને બદલે માથું ખાવા મંડ્યા ને જીદે ચડી ગયા ! કેટલા સવાલ પુછી માર્યા ! રહેવા દો, એ તમારું કામ નહીં. જો હમણાં તમને એવું કહીએ કે, ‘જે આ લેખ વાંચશે તેના પર અંબે માની કૃપા થશે. કાળકામાતા ને બહુચરમાતા ને બાકીની બધી માતાઓ પણ તમારા ઉપર આશીર્વાદ વરસાવવા ધક્કામુક્કી કરશે, તો ? તો તમને ગમશે, કેમ ? તો પછી આ લેખની શું, આખા ને આખા છાપાની હજારો કૉપીઓ કઢાવવા તમે દોડી વળશો, એમાં ના નહીં. જે આ લેખ વાંચશે તેના ઘરે કોઈ દીવસ ડૉક્ટર કે વકીલ મહેમાન પણ નહીં બને. તેને ફટાફટ નોકરીમાં પ્રમોશન મળી જશે. કુંવારા હશે તો ચોકઠું ગોઠવાઈ જશે ને પરણેલા હશે તો કંઈ કહેવાનું નથી… (ચોકઠું વહેલું આવી જશે !)’

જેણે જેણે આ લેખ વાંચ્યો છે, તેને કોઈ દીવસ પેટમાં નથી દુ:ખ્યું. કેમ ? કારણ કે, હસતી વખતે દર વખતે એણે પોતાનું પેટ પકડી રાખેલું. જેણે આ લેખ વાંચ્યો, તેને તે દીવસે ભુખ નહોતી લાગી. કેમ ? હસી હસીને એનું પેટ ભરાઈ ગયેલું. જેણે આ લેખ વાંચ્યો, તેના પુણ્યના ખાતામાં, જમાનું ખાતું ઉભરાઈ ગયેલું. કેમ ? એણે એ લેખ બીજા દસ જણને વંચાવેલો. જેણે આ લેખ વાંચ્યો, તેના ઘરમાં તે દીવસે પરમ શાન્તીનો મહોલ હતો. કેમ ? લેખ વાંચ્યા પછી કંકાસ કરવાનો કે ઝઘડવાનો એનો બીલકુલ મુડ નહોતો. કોઈએ લેખ વાંચ્યો તો તેનું બ્લડ પ્રેશર નોર્મલ થઈ ગયેલું અને શુગર પણ કંટ્રોલમાં થઈ ગયેલી. કેમ ? તો લેખ વાંચીને એણે પ્રસન્ન ચીત્તે ભોજન કરેલું અને પ્રમાણસર ખાધેલું. બીજા એક જણે આ લેખ વાંચેલો, તો તેને શાન્તીથી ઉંઘ આવી ગયેલી. કેમ ? ભઈ, આનો જવાબ તમે જ આપી દો ને, બધા જ જવાબ મારે આપવાના ? ચાલો તો પછી, માની ગયાને લેખના પરચાને ? હવે તો છપાવશો ને આ લેખની હજાર કૉપી ?’

‘ભઈ, આ લેખની હજારો કૉપીઓ એમ પણ નીકળી જ ચુકી છે. તો હવે મારે શું કામ ?’

‘સારું ત્યારે લેખ વાંચજો ને વંચાવજો. બીજું શું ?’

‘પણ લેખ બધાને સમજાશે ?’

‘એક જણે લેખ વાંચવાની ના પાડી, તો એના ઘરની દીવાલો હાલવા માંડેલી ને ભીંતેથી પોપડા ખરવા માંડેલા. તરત જ એણે લેખ ગોખી મારેલો ને એના ઘરની દીવાલોને તરત જ નવો રંગ લાગી ગયેલો !’

‘એક જણે લેખ વાંચવામાં આળસ કરી, તો એના બૅંકના લૉકરમાંથી અચાનક જ ઘરેણાં ગાયબ થઈ ગયેલાં ! બીજે દીવસે એણે પચાસ વખત લેખ વાંચ્યો, તો એના ઘરેણાં પાછાં મુળ સ્થાને પહોંચી ગયેલાં !’

‘વાહ ભઈ, વાહ ! લો, હમણાં જ લેખ પણ વાંચી લઉં ને બધે મોકલી પણ દઉં, ખુશ ? હે લેખ, તારા પરચા અપરમ્પાર ! જય હો ! જય હો !’

–કલ્પના દેસાઈ

સુરતના ‘ગુજરાત ગાર્ડીયન’ દૈનીકની ‘સન્ડે ગાર્ડીયન’ પુર્તીમાં કલ્પના દેસાઈની લોકપ્રીય હાસ્ય–કટાર ‘સ્માઈલ પ્લીઝ’ પ્રગટ થતી રહે છે. એમના તારીખ : 21 જુન, 2015ના અંકમાંથી, લેખીકા અને ‘ગુજરાત ગાર્ડીયન’ના સૌજન્યથી સાભાર….

લેખીકા સમ્પર્ક : કલ્પના દેસાઈ, ‘ગુલમહોર’, ઉચ્છલ– 394 375 જીલ્લો : તાપી. ફોન : (02628) 231 123 સેલફોન : 99094 28199 ઈ–મેલ : kalpanadesai.in@gmail.com

‘અભીવ્યક્તીઈ.બુક્સ’ વીશે :

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી વેબસાઈટ ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads પર, ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/ તેમ જ વીશ્વભરની વીવીધ ભાષાઓમાં 25 મીલીયનથી વધુ પુસ્તકો અને મેગેઝીનો ધરાવતી ઈસુ https://issuu.com/ વેબસાઈટ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાં પણ આ સુવીધા ઉપલબ્ધ થઈ છે. તો ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનન્તી છે.

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારીપોસ્ટ : એરુ એ.સી . – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 ઈ–મેલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 11/11/2016

25 Comments

  1. It is very good. I have enjoyed it and laughed a lot. Just live normal and stay away from all these senseless beliefs.

    Thanks again,

    Pradeep H. Desai

    USA

    Liked by 1 person

  2. “‘પણ લેખ બધાને સમજાશે ?”
    બીજાની તો ખબર નહી, પણ અમે વાંચ્યો… ને લેખ સમજાયો પણ ખરો…!!!
    હવે માતાઓની મહેરબાની કે શ્રાપની એવી-તેવી……
    જય હો ક્લ્પનાબેનની,
    જય હો અભીવ્યક્તીની….

    Liked by 1 person

  3. કેનેડા જેવા પ્રગતિશીલ દેશમાં ગુજરાતીમાં એક પત્રિકા જોવા મળેલ, જેમાં લખેલ હતું કે:
    ” એક માણસે આવી ૨,૦૦૦ પત્રિકા વહેંચી, તો તેને ૬૨ લાખ રૂપિયાની લોટરી લાગેલ. એક માણસે જુઠી સમજીને તેને ફાડી નાખી, તો તેનો દિકરો મરી ગયો” વગેરે વગેરે……….આવું ઘણુ ધતિન્ગ લખેલ હતું.
    આ પણ એક આધુનિક સ્ટાઈલ છે – અંધશ્રદ્ધાની.
    ઝૂકતી હે દુનિયા, ઝૂકાને વાલા ચાહીયે.
    કાસીમ અબ્બાસ
    કેનેડા

    Liked by 1 person

      1. KHUB saras lekh kalpanaben gammat sathe ganaan(જ્ઞાન). Unda andhaarethi ( andhshraddhaa Naan j to ) kalpana param teje ( Rationalism Naan j to ) tu lai jaa. Ane chanakya e kahyu chhe tem murkhao saathe vaad taalvo .

        Liked by 1 person

  4. I am very happy from this article. This type of typical beliefs nd thoughts are spoil our society. In this article its clearly mention about practicality. After reading this article I share this article in my group as many as I can.Thanks for this article and hope in future you write this type of article more.

    Liked by 1 person

  5. આ કલ્પનાબેન ની કલ્પના ને નમસ્કાર ….
    પેહલા બે ફકરા સુધી તો એમ કે કે હવે ખરો લેખ સારું થશે …..
    આપણે પણ હવે આવા ચેઇન લેટર લખવા જોઈ એ જેમાં અંધશ્રદ્ધા ના દાખલા મૂકી ને લખવૂં કે જો તમે આમ કરશો તો તમને આટલૂ નુકસાન થશે દા.ત. હનુમાનજી ને તેલ ચઢાવશો તો તમને એક મહિનો સુધી તેલ નહિ મળે. માતાજી ને નારિયેળ વધેરશો તો એક મહિનો સુધી કોઈ ફળ નહિ મળે …… કે પછી દરગાહ પર ચાદર ચડાવશો કપરી ઠંડી નો અનુભવ થશે …. !!!!!

    Liked by 1 person

    1. Yes aapne pan aavi sachi dhamki aapvi joiye tamari vat sathe sahmat hu to aamey mara family ane friend circle ma dhamkavuj chhe.

      Liked by 1 person

  6. Kalpana bahene– kalapana ne talle chadhavi ne..badhi_j Bari-O thi Pavan Aavava didho..saras lekh..
    pragnesh bhai lakhe che: વાહિયાત અને સાવ બકવાસ.
    tame pucho cho: Lekh?
    NA
    Amara man na Vicharo: વાહિયાત અને સાવ બકવાસ.

    Liked by 1 person

  7. આવા ઢોગ ધતીન્ગને અન્ધશ્ર્ધ્ધાઓથી ભરપુર તુંક્કાઓથી અંતર રાખતા શીખવું જોઈએ.
    બે શક, આવા લેખો કે માન્યતાઓનો જે પ્રચાર કરશે તેને સમય શકિત અને થોડી સંપતિનું નુકશાન અવસ્ય છે જ. નિર્વિવાદ “” મુર્ખાઓના ગામ જુદા નથી હોતા””.

    Liked by 1 person

  8. પ્રિય ગોવિંદભાઈ મારુ
    તમારા તરફથી કલ્પના દેસાઈનો લેખ મળ્યો.. વાંચ્યો.. બહુ ગમ્યો.. જરા નવીનતા વાળો હતો.

    Liked by 1 person

  9. પ્રિય ગોવિંદ ભાઈ
    આવો કાગળ મારા ઉપર આવેલો . આવા કાગળો લખનારનો મને જેના ઉપર વ્હેમ હતો . એને સરનામે લખ્યું કે આવા કાગળો લખનારનું મહાકાલીમા નખ્ખોદ કાઢી નાખશે ,

    Liked by 1 person

  10. બહુ સરસ. મજા આવી ગઈ.. કલ્પના દેસાઈને શત શત નમન નહિ કરે તેનું નેટ બંધ થઇ જશે. કોમ્પ્યુટરમાં વાઈરસ ઘુસી જશે.

    Liked by 1 person

  11. એલા ભાઈ,
    તું આવા કાગળો ઘરમાં જ રાખી મૂક અને નિયમિત વાંચ્યાકર અને બધા દેવી-દેવતાઓની કૃપા મેળવ્યા કર.. બીજાને આવા કાગળો ન મોકો..

    Liked by 1 person

Leave a comment