જીન્દગી શા માટે ?

જીન્દગી શા માટે ?

–બી. એમ. દવે

સદીઓથી ધાર્મીકો, માર્મીકો, બૌદ્ધીકો અને પ્રબુદ્ધોમાં એ પ્રશ્ન ચર્ચાતો રહ્યો છે કે માનવજીવનનો મર્મ શો છે ? જીન્દગીનો અર્થ શો છે ? જીવનનું પ્રયોજન શું છે ? આ પ્રશ્નના અલગ–અલગ દૃષ્ટીકોણથી અલગ–અલગ જવાબો આપવામાં આવે છે. ધાર્મીક હોવાના વહેમમાં રાચનાર શાસ્ત્રોનો સન્દર્ભ ટાંકીને કહેશે કે : ‘ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તી માટે માનવજીવન મળ્યું છે’; તેમ જ પોતાનું ઉછીનું જ્ઞાન ઠાલવતાં આગળ ઉમેરશે કે : ‘84 લાખ યોનીમાં ભટક્યા પછી દુર્લભ મનુષ્યદેહ મળ્યો છે, એટલે જીન્દગીનું ધ્યેય ફક્ત ને ફક્ત મોક્ષપ્રાપ્તીનું જ હોવું જોઈએ.’

આ બધા જવાબો પોપટીયા છે. આપણા પુર્વજોએ તેમની સમજણ મુજબ લખેલાં શાસ્ત્રો ગળે વળગાડીને કહેવાતા વીદ્વાનો શબ્દોની ઉલટી કરતા રહે છે તથા ગોખેલું જ્ઞાન ઠાલવતા રહે છે. સ્ટીરીયોટાઈપ કથા–વાર્તાઓ અને પ્રવચનોના ધોધ વરસતા રહે છે. અલબત્ત, આચાર્યશ્રી. રજનીશ જેવા ક્રાન્તીકારી વીચારો ધરાવતા પ્રબુદ્ધ પુરુષે આવી દૃઢીભુત થયેલ માન્યતાઓથી ઉપર ઉઠીને જીન્દગીની પરીભાષા બદલવા પ્રયાસ કર્યો છે.

સાત્ત્વીક, રાજસી અને તામસી પ્રકૃતી ધરાવનાર મનુષ્યોમાં જીન્દગીની ઉપલબ્ધી વીશે અલગ–અલગ માન્યતાઓ છે. સાત્ત્વીક વૃત્તી ધરાવનાર વ્યક્તીઓ જીન્દગીમાં કંઈક મેળવવા કરતાં આપવામાં વધુ આનન્દ અનુભવે છે, બીજાના સુખે સુખી થાય છે અને બીજાનાં દુ:ખે દુ:ખી થાય છે, ધુપસળીની જેમ સળગીને સુવાસ ફેલાવવાની મનોવૃત્તી ધરાવે છે. રાજસી પ્રકૃતી ધરાવતી વ્યક્તીઓ ગમે તે ભોગે જીન્દગીમાં જલસા કરી લેવામાં માને છે. આવી વ્યક્તીઓનું એકમાત્ર ધ્યેય લડાય ત્યાં સુધી લડી લેવાનું હોય છે. ભૌતીક સમ્પત્તી પાછળ જીન્દગીભર તેઓ આંધળી દોટ લગાવે છે અને છેવટે જીન્દગીનો અર્થ સમજ્યા વગર દુનીયા છોડી દે છે.

તામસી પ્રકૃતી ધરાવનાર વ્યક્તીઓ દુનીયા પર રાજ કરવા તથા હાવી થવા જન્મી હોય તેવા વહેમમાં જીવે છે. બધાને દબાવી પોતાનું વર્ચસ્વ સ્થાપીત કરવા આવી વ્યક્તીઓ ગમે તે હદ સુધી જતાં અચકાતી નથી. આવી પ્રકૃતી ધરાવનાર વ્યક્તીઓને વીકૃત આનન્દ મેળવવાનો શોખ હોય છે. જીન્દગીભર આવી વ્યક્તીઓ પોતાની શક્તીઓ અને સમય વેડફી નાખે છે અને ફક્ત નફરત તથા વેરઝેરયુક્ત માનસીકતા સાથે દુનીયા છોડી જાય છે.

મનુષ્યેતર પ્રાણીઓ અને મનુષ્યમાં આહાર, નીદ્રા, ભય અને મૈથુન એ ચાર લક્ષણો એકસમાન જ હોય છે; કારણ કે એ પ્રકૃતીદત્ત છે. મનુષ્યમાં કુદરતે બુદ્ધી આપી છે, તેથી અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યની જીન્દગીમાં કંઈક વીશેષ અપેક્ષીત હોય છે અને કદાચ આ બાબત જ જીન્દગીની ઉપલબ્ધી હોવી જોઈએ. આવી ઉપલબ્ધી અધ્યાત્મના માધ્યમથી થાય કે એ સીવાય થાય તેનાથી કોઈ ફરક પડતો નથી. પ્રશ્ન થવો જોઈએ કે જીન્દગીની ફલશ્રુતી શી ? જીન્દગીભર કોઈ પણ ભોગે અઢળક સમ્પત્તી એકઠી કરવી ? સીદ્ધાન્તોને વળગી રહીને પ્રતીકુળતા વેઠવી ? મરી–મરીને જીવવું ? જીવી–જીવીને મરવું ? કે પછી સન્તોષયુક્ત અને જળકમળવત્ જીવન જીવીને સાપ કાંચળી ઉતારે તેટલી જ સાહજીકતાથી દુનીયા છોડી દેવી ?

મોટા ભાગના ધર્મ અને સમ્પ્રદાયોમાં જીન્દગીને ફુલની જેમ ખીલવવા કરતાં માટીના લોંદાની જેમ ગુંદવા ઉપર ભાર મુકવામાં આવ્યો છે અને સરેરાશ મનુષ્ય આવી ધાર્મીક માન્યતાના કુંડાળામાં રહીને પોતાની જીન્દગીની રુપરેખા ઘડે છે, જીન્દગીને પોતાની રીતે જાણ્યા કે માણ્યા વગર પોતાના શ્વાસ ખર્ચી નાખે છે. પૃથ્વી ઉપર શા માટે આવ્યા હતા તે નક્કી કર્યા વગર જ મોટા ભાગના મનુષ્યો વીદાય લઈ લે છે. ધાર્મીક માન્યતાઓના નશામાં રહેતા કહેવાતા ભાવીકો સ્વર્ગ કે ધામમાં રીઝર્વેશન મળી ગયું હોવાનાં વહેમમાં જીન્દગીભર રાચતા રહે છે અને સરવાળે ઘાંચીના બળદની જેમ આખી જીન્દગી ગોળ–ગોળ ફરી જ્યાં હતા ત્યાં જ ઉભા રહે છે.

જન્મ અગાઉ જીન્દગી હતી કે નહીં તેમ જ મૃત્યુ પછી જીન્દગી હશે કે કેમ તે અંગે કોઈ વૈજ્ઞાનીક કે અધીકૃત માહીતી આપણી પાસે નથી. દરેક ધર્મનાં શાસ્ત્રોમાં દર્શાવેલી હકીકતને ગળે લગાડીને આપણે આપણી માન્યતા બનાવી લીધી છે; પરન્તુ આશ્ચર્યજનક એ છે કે જન્મ પહેલાંની સ્થીતી અને મરણ પછીની દુનીયા વીશે વીશ્વના સૌથી મોટા ધર્મો ઈસ્લામ, ખ્રીસ્તી અને હીન્દુ ધર્મમાં એકબીજાથી વીરોધી માન્યતાઓ છે. દુનીયાની મોટા ભાગની પ્રજાઓ જે ધર્મમાં માને છે તે ઈસ્લામ અને ક્રીશ્ચીયન ધર્મની માન્યતા અનુસાર, મૃત્યુ પછી પુનર્જન્મ નથી, જ્યારે હીન્દુ ધર્મની માન્યતા અનુસાર પુનર્જન્મ છે. આ બન્ને માન્યતાઓ સાચી હોઈ શકે નહીં. કોણ સાચું અને કોણ ખોટું તે નક્કી કરવાનો માપદંડ નથી. મરણ પછી પુનર્જન્મ છે, તેમ હીન્દુ ધર્મનાં શાસ્ત્રોના આધારે માનીએ તો તેનાથી ત્રણગણી વસ્તીની માન્યતા –જે પણ ધર્મશાસ્ત્રોના આધારે ઉભી થયેલ છે– તેનો છેદ ઉડી જાય. તેમનાં શાસ્ત્રોને નહીં માનવાને પણ કોઈ કારણ નથી. આમ કરવાથી તેમને અન્યાય થાય. એકબીજાથી વીરોધી બધાની માન્યતા સ્વીકારવાનું પણ શક્ય નથી. એવું પણ બનવા સમ્ભવ છે કે મૃત્યુ પછીની સ્થીતી અંગેની સાચી હકીકતથી બધા જ અન્ધારામાં હોય અને બધાની માન્યતાથી કંઈક જુદી જ હકીકત હોય.

આ સમગ્ર ચર્ચાનો સુર એ નીકળે છે કે મરણ પછીની દુનીયા વીશે જ્યારે સર્વસ્વીકાર્ય માન્યતાઓ નથી, ત્યારે તેના વીશે વીચારવાનું બન્ધ કરીને, આ અણમોલ જીવન મળ્યું છે તેને ધરાઈને જીવી લેવું એ જ બુદ્ધીશાળી માણસનું કર્તવ્ય હોવું જોઈએ. મરણ પછીની સ્થીતી સુધારવાનાં ફીફાં ખાંડવાને બદલે જે જીવન હાથવગું છે તેને ભરપુર જીવી લેવું જોઈએ. પોતાની રીતે જીન્દગીનાં ધ્યેય અને લક્ષ્યાંક નક્કી કરી જળકમળવત્ તેને હાંસલ કરવાના પ્રયત્નો કરતા રહેવું જોઈએ.

પ્રત્યેક મનુષ્યમાં થોડીઘણી પશુતા રહેલી હોય છે અને આની જાણકારી મનુષ્યને પોતાને જ હોય છે. આવી પશુતા છોડીને મનુષ્યત્વનો સમ્પુર્ણ વીકાસ કરતાં રહેવું જોઈએ અને સમ્પુર્ણપણે મનુષ્યત્વને પામ્યા પછી ઉર્ધ્વગતી દ્વારા દેવત્વ તરફ ગતી કરવી જોઈએ. આધ્યાત્મીક પરીભાષામાં જીવમાંથી શીવ તરફ આગળ વધવું તેને પણ જીન્દગીની ફલશ્રુતી કહી શકાય. જીવમાંથી શીવ બનવાની પ્રક્રીયાને કોઈ ધર્મ કે સમ્પ્રદાયના ચોકઠામાં ગોઠવવાની જરુર નથી. આવી દીવ્યતા ટીલાં, ટપકાં, ઉપવાસ, એકટાણાં, શાસ્ત્રોનાં પોપટીયાં રટણ કે કોઈ સાધુ–બાવાનાં ચરણોમાં આળોટવાથી મળે તે વાતમાં માલ નથી. પવીત્ર અન્ત:કરણ, નીખાલસ મન અને નીષ્પાપ હૃદય એ દીવ્યતા પ્રાપ્ત કરવાના દરવાજા છે.

જીવવું’ અને ‘જીવાઈ જવું’ એ બન્ને જુદી હકીકત છે. સરેરાશ મનુષ્ય જીવન જીવતો નથી; પણ જીવાઈ જાય છે. સમ્પુર્ણ સભાનતા સાથે અને હોશપુર્વક જીન્દગી માણવી તેને ખરા અર્થમાં જીવવું કહી શકાય. આવું બહુ ઓછા લોકો કરી શકે છે. ગમે તેટલી લાંબી જીન્દગી પણ જો ‘જીવાઈ’ જાય તો જીન્દગી પુર્ણ થવાના સમયે કાંઈ પ્રાપ્ત કર્યા વગર દુનીયા છોડવાનો વસવસો સતાવે છે અને લાંબી જીન્દગીનો સમય પણ અપુરતો લાગે છે. ઘણા મહામાનવો ટુંકી જીન્દગીમાં ઘણું અસાધારણ કામ કરી ગયા છે. મૃત્યુ–સમયે ધરાઈને જીવી લીધાનો સન્તોષ હોય અને મૃત્યુની બીક ન લાગે તેવી જીન્દગીને સફળ અને સાર્થક જીન્દગી કહી શકાય. દમ્ભી, નકલી અને ખોખલી આસ્તીકતાના પાયા ઉપર ઉભી થયેલ ઈમારતરુપી જીન્દગી કરતાં સાત્ત્વીક નાસ્તીકતાના મજબુત પાયા ઉપર ચણાયેલ જીન્દગી વધુ સાર્થક ગણાય.

સરેરાશ માનવી સમજ્યા વગર કહેવાતી ધાર્મીક પાબન્દીઓ હેઠળ કુદરતી ઈચ્છાઓનું દમન જીન્દગીભર કરતો રહે છે અને મોક્ષપ્રાપ્તીના નામે જાતજાતનાં નીયન્ત્રણો સ્વેચ્છાએ સ્વીકારી લે છે. પરીણામે જીન્દગી શુષ્ક અને નીરસ બની રહે છે. કાંઈક ‘પામવાની’ લાલચમાં જીન્દગીની અને સી ક્ષણોને તે વેડફી મારે છે. આખી જીન્દગી બીનજરુરી રીતે પ્રકૃતીજન્ય કુદરતી જરુરીયાતો સામે બાખડવામાં ખર્ચાઈ જાય છે. સોનાના સીક્કાઓ વટાવીને પથ્થરના ટુકડાઓ ભેગા કરી તે રાજી થતો રહે છે. વાસ્તવીકતાનું ભાન થાય ત્યારે સમય વહી ચુક્યો હોય છે અને જીન્દગીની આખરી ક્ષણોમાં પસ્તાવા સીવાય કાંઈ બચતું નથી. વેડફાઈ ગયેલ જીન્દગીનો અજમ્પો અને અસન્તોષ તેને સતાવે છે. ક્યારેક ભૌતીક સુખ–સમ્પત્તીઓની છોળો વચ્ચે પણ કંઈક ચુકી ગયાની અનુભુતી થાય છે.

આવો વસવસો થતો નીવારવો હોય તો જીન્દગીનો અર્થ તથા સાર્થકતાનાં માપદંડો પોતાની રીતે નક્કી કરી, થોડીક સાત્ત્વીક નફ્ફટાઈ કેળવીને ભરપુર માત્રામાં જીવી લેવું જોઈએ. પાપ અને પુણ્યની ચવાઈ ગયેલી વ્યાખ્યાઓથી ઉપર ઉઠીને કોઈને પ્રસન્નતા બક્ષવામાં નીમીત્ત બનવું તે પુણ્ય અને કોઈને દુભવવામાં નીમીત્ત બનવું તેને પાપ સમજી વ્યવહાર કરવો જોઈએ.

આ દુનીયારુપી રંગમંચ ઉપર આપણા ફાળે આવેલી ભુમીકાને સમ્પુર્ણ રીતે ન્યાય આપી, આસ્તીકતા અને નાસ્તીકતાને અતીક્રમી જઈ દુનીયા છોડતી વખતે સન્તોષના ઓડકાર સાથે ગૌરવભરી વીદાય લેવી જોઈએ.

જીન્દગીની ફીલસુફી તથા ફલશ્રુતી ટુંકમાં સમજાવવી હોય તો એમ કહી શકાય કે દુનીયા છોડતી વખતે આપણે રડતા હોઈએ, દુનીયા હસતી હોય એ નીષ્ફળ જીન્દગીનું લક્ષણ છે; પરન્તુ આપણે હસતા હોઈએ અને દુનીયા રડતી હોય તે સફળ જીન્દગીનું લક્ષણ છે.

આસ્તીકતાના આશરે ઉછરીને સફળ ગણાયેલા અથવા નાસ્તીકતાને અનુસરીને સફળતાને વરેલા કોઈ સામાન્ય કે અસામાન્ય માનવનો કે મહામાનવોની જીન્દગીની ફૉર્મ્યુલાનું આંધળું અનુકરણ કરવાની ધેલછાથી બચી શકાય તો જ આપણી જીન્દગીની મૌલીક રુપરેખા ઘડી શકાય. પ્રત્યેક વ્યક્તીની જીન્દગીની સફળતાનાં સન્દર્ભો, માપદંડો અને સમીકરણો અલગ હોય છે અને તેથી કાંઈક મેળવી ચુકેલા માનવીઓની કૃપાદૃષ્ટી પામવાના અભરખા છોડી દેવા જોઈએ.

પ્રત્યેક વ્યક્તીની જીન્દગી એક અલગ દાખલો છે અને પોતે જાતે જ તે ગણવાનો છે. બીજાના ગણેલા દાખલાનો જવાબો કામ આવી શકે તેમ નથી.

        –બી. એમ. દવે

જેલ ખાતાની દીર્ઘકાલીન સેવાઓ દરમીયાન કાજળની કોટડીમાં રહીને લેખક શ્રી. બી. એમ. દવેનું સતત વાચન, મનન તથા જેલ ખાતાનાં સ્વાનુભવોનાં પરીપાકરુપે વીચારોનું વલોણું શરુ થયું. ગહન અભ્યાસ, ચીન્તન–મનન કરીને લખેલું પુસ્તક આસ્તીકતાની આરપાર (પ્રકાશક : પ્રવીણ પ્રકાશન પ્રા. લી., લાભ ચેમ્બર્સ, મ્યુનીસીપલ કૉર્પોરેશન સામે, ઢેબર રોડ, રાજકોટ ફોન : (0281) 223 2460/ 223 4602 વેબસાઈટ : https://pravinprakashan.com ઈમેલ :  pravinprakashan@yahoo.com  પાનાં : 48, મુલ્ય : રુ. 40/-)માંનો આ પ્રથમ લેખ, પુસ્તકનાં પાન 09થી 12 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : 

શ્રી. બી. એમ. દવે, પાલનપુર–385001 સેલફોન : 94278 48224

અભીવ્યક્તી.બુક્સ

રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads વેબસાઈટ, ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ લેક્સિકોન http://www.gujaratilexicon.com/ebooks/  તેમ જ વીશ્વભરની વીવીધ ભાષાઓમાં 25 મીલીયનથી વધુ પુસ્તકો અને મેગેઝીનો ધરાવતી વેબસાઈટ ઈસુhttps://issuu.com/ પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સમુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. ઘણા નવા શીખેલાઓને કે વયસ્કોને ઈ.બુક ડાઉનલોડના વીધીની ફાવટ નથી; તેવા વાચકમીત્રો મને govindmaru@yahoo.co.in પર, પોતાનાં નામ–સરનામા સાથે મેલ લખશે તો હું ઈ.બુક્સ મોકલી આપીશ.

રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તીબ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ગોવીન્દ મારુ

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450  જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 25/11/2016 

 

19 Comments

  1. અણમોલ જીવન મળ્યું છે તો જીંદગી ઍવી સુંદર રીતે જીવો કે બીજાઓને પણ ઍવી જીંદગી જીવવાની પ્રેરણા મળે. બીજા શબ્દોમાં જીંદગી નો મંત્ર ઍ સમજો કે “માનવતા જ ઍક મહાન ધર્મ છે.”

    કાસીમ અબ્બાસ

    Liked by 2 people

  2. Very nice article to read and follow. ”ધાર્મીક માન્યતાઓના નશામાં રહેતા કહેવાતા ભાવીકો સ્વર્ગ કે ધામમાં રીઝર્વેશન મળી ગયું હોવાનાં વહેમમાં જીન્દગીભર રાચતા રહે છે અને સરવાળે ઘાંચીના બળદની જેમ આખી જીન્દગી ગોળ–ગોળ ફરી જ્યાં હતા ત્યાં જ ઉભા રહે છે.” So true if one can look around no matter where you are.
    Thanks.

    Liked by 1 person

  3. કાસીમ અબાસભાઈ : એક્દુમ સાચી વાત કહી. હું હજુ પણ કહું છું કે જાગીએ તિયાંથી સવાર ….
    માનૂષીય જેમ જેમ વિકસિત થતો જાય તેમ તેમ એને એના જીવન ના માર્ગ નો ખિયાલ થતો હોઈ છે. પરંતુ, આજ નો માનવી બાવા અને ગુરુ ઓ ના ચરણ માં સહેલાઇ શોધે છે. અને જીયા સુધી માનવી ના મગજ માં સ્વર્ગ અને નર્ક ઠોસાયેલું રહેશે તિયાં સુધી એને એના જીવન નો મતલબ ના સમજાઈ.

    જાગો, ઉઠો, શોધો તમારા જીવન નું મક્સ્ત અને પછી અપનાવો એ જીવન માં અને જીવી જાવો.
    મારુ અને મારી પત્ની નું આ જ મક્સ્ત છે કે જેટલું જીવીયે એટલું માનવતા ના પંથે જીવીયે …નથી સ્વર્ગ નો મોહ કે નથી નર્ક ની બીક ….

    Liked by 1 person

    1. વહાલા મહેન્દ્રભાઈ,
      ‘જીન્દગી શા માટે ?’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ..

      Like

  4. Before we talk about re-birth, we should define what is living and non-living organism. Generally we believe that feeling our own existence is the living. But this itself is contradictory.
    It is the human being that thinks and plans and acts. In general its aim is to attain pleasure and to see its successors too can attain pleasure. That is, human being is living its life to step-up itself and the society. This it does with understanding as to how the universe functions.

    Liked by 1 person

  5. આ સંદર્ભમાં કબીરજીની પંક્તીઓ યાદ કરવા જેવી છે:
    कबीरा जब हम पैदा हुए, जग हंसे हम रोए,
    ऐसी करनी कर चलो, हम हंसे जग रोए.
    ભાઈ શ્રી. અનુપ જલોટાએ ગાયેલ એક ભજનમાં શરુઆતમાં જ આ પંક્તીઓ છે.
    ખુબ સુંદર લેખ માણવાની તક આપવા બદલ ભાઈ ગોવીંદભાઈ તથા લેખક શ્રી. બી.એમ. દવેનો હાર્દીક આભાર.

    Liked by 1 person

  6. મને લેખ ખૂબ જ ગમ્યો. બધી જ સીધી અને સ્પષ્ટ વાતો છે. જન્મ પહેલાં અને મૃત્યુ પછી શું એ કોઈ જ જાણતું નથી. અધિકૃત રીતે એનું કોઈ જ પ્રમાણ નથી. વિશ્વના અનેક ધર્મો કાલ્પનિક આસ્થા પર જ રચાયા છે. દરેક ધર્મો, પુરાણ અને માઈથોલોજી, ઈતિહાસ, બનાવો, ગોસીપ, કલ્પના, માન્યતાઓનું સંમિશ્રણ છે. એ વાર્તાઓ ધર્મ બની જાય છે. ઘર્મ હોય એટલે ગુરુઓ ઉભા થવાના જ. કયો ગુરુ કઈ જાતની વાણી વિલાસથી શ્રોતાને (કે વાચકને) પ્રભાવીત કરી શકે અને ચેલાઓનું સર્જન કરી શકે તેના પર તેના સંપ્રદાયનો વિકાશ થતો રહે.
    ધાર્મિક માન્યતાઓના મૂળીયા એના દેખીતા વૃક્ષપ્રસારણ કરતાં અનેક ઘણાં જમીનમાં પ્રસરેલા છે. આજનું રેશનાલિઝમ તો માત્ર થોડા પાંદડા અને ડાળીઓ કાપવાનું જ કામ કરે છે. ચારે દિશામાં ધાર્મિક માન્યતાઓ, રક્તબીજ દૈત્યની જેમ પ્રસરતીજ રહેવાની. ધર્મ હોય તો જ અધર્મનું પણ અસ્તિત્વ સર્જાવાનું. એ જ પ્રમાણે પ્રજાને જાગૃત કરવાના ધખારામાં, ધર્મ-અધર્મ જેવું કશું જ હોવું ન હોવું જોઈએ એવી માન્યતા વાળા આપણે પણ ગુરુઓ બનવાના જ.
    માત્ર હિન્દુઓ જ સ્વર્ગ નર્કમાં માનીએ છીએ એવું થોડું છે. ઈસ્લામ, અને ખ્રિસ્તી ધર્મ પણ એમાંથી ક્યાં મુક્ત છે. જન્નત જહન્નમ, હેવન અને હેલની વાતો ચાલતી જ આવેલી છે.
    સ્પેસ યાત્રીઓએ આપણા કરતાં પૃથ્વી, આકાશ અને અવકાશને વધુ નિહાળ્યું છે અને તેઓ પણ ચર્ચ કે મંદિરોમાં જતાં હોય છે. પરમાણુ શાસ્ત્રીઓ કે માઈક્રોબ સાયન્ટિસ્ટો જેમ જેમ નવી નવી શોધ કરતા જાય છે તેમ તેમ એમને અધુરાશનો અહેસાસ થવા માંડે છે. ભલે એ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે અલ્લા જીસસને ન માનતા હોય પણ એક અગમ્ય તત્વ કે ચેતના ની દિશામાં વિચારતા થઈ જાય છે. એઓ પણ વિશ્વના અબજો માનવીની જેમ સ્વર્ગ, નર્ક કે પૂર્વજીવન કે પૂનર્જીવનમાં માનતા નથી. છતાં તેઓ મૂગે મોં એ પોતાનું જીવન જીવ્યે જાય છે. સૌનું જીવન વહી જાય છે. દવે સાહેબે સરસ વાત કરી. દરેકે પોતાના જીવનની ની રૂપરેખા પુખ્ત થયા પછી બીજાના પ્રભાવ હેઠળ આવ્યા વગર પોતે જ નક્કી કરવાની હોય છે.
    આ લખતાં એક ફની વિચાર આવ્યો. આખા વિશ્વમાં કોઈ પણ ધર્મ જ ન હોત તો…..?
    જો ISIS નું અસ્તિત્વ જ ન હોત તો….?
    દરેક માનવી સમાન હોત. કોઈ ઊંચ નહિ, કોઈ નીચ નહી. કોઈ અમિર નહિ, કોઈ ગરીબ નહિ, કોઈ રાજા નહિ કોઈ પ્રજા નહિ. કોઈ ગરીબ બ્રાહ્મણ નહિ કોઈ સાધુ વાણિયો નહિ. કોઈ ગુનેગાર નહિ કોઈ જેલ નહિ. કોઈ ગુરુ નહિ કોઈ શિષ્ય નહિ. ખરેખર દરેક માનવી ચર્વાક હોત.

    Liked by 1 person

  7. પ્રિય ગોવિંદભાઈ,
    તમે બહુ સારા લેખો મોકલો છો એટલે મને વાંચવા બહુ જ ગમે છે . ભાઈશ્રી બી. એમ. દવેનો લેખ મને ઘણો ગમ્યો . મને તો એવું લાગે છે કે માનવીના ભેજામાં ધર્મનું ડીંડવાણું ઘાલીને માનવીની અધોગતિ કરી છે .
    જ્યા સુધી જીવો સુખેથી જીવો મૃત્યુ એ તો નિશ્ચિત છે ,
    (અને ) મર્યા પછી પાછું નથી આવવાનું એ પણ એટલું જ નિશ્ચિત છે .

    यावत जीवेत सुखम जीवेत नास्ति मृत्युरगोचर :
    भस्मी भूतस्य देहस्य पुनरागमनम कुत: ?

    जबतक रहो तुम ज़िंदा : अच्छी खुराक खाना
    एक दिन ज़रूर मरना है, फिरसे नहीं है आना।

    Liked by 1 person

  8. “જીવમાંથી શીવ બનવાની પ્રક્રીયાને કોઈ ધર્મ કે સમ્પ્રદાયના ચોકઠામાં ગોઠવવાની જરુર નથી. આવી દીવ્યતા ટીલાં, ટપકાં, ઉપવાસ, એકટાણાં, શાસ્ત્રોનાં પોપટીયાં રટણ કે કોઈ સાધુ–બાવાનાં ચરણોમાં આળોટવાથી મળે તે વાતમાં માલ નથી. પવીત્ર અન્ત:કરણ, નીખાલસ મન અને નીષ્પાપ હૃદય એ દીવ્યતા પ્રાપ્ત કરવાના દરવાજા છે.”

    Liked by 1 person

  9. When you are born as a human being( MANAV) then be a GOOD human. This simple truth is explained in a simple and easy language with convincing arguments. Congratulations to Sri B.M.Dave for writing this and to Sri Govind Maru to publish on this blog.

    Liked by 1 person

  10. ભાઈ શ્રી દવેભાઈ નો લેખ ઘણો જ ગમ્યો. હું છ સાત વર્ષ New Zealand માં રહ્યો અને લગભગ સત્તર વર્ષ થી અમેરિકામાં રહું છું. શરૂઆતના વર્ષોમાં હું પણ આવા સ્વર્ગમાં લઇ જનાર ગુરુના ચરણોમાં મોક્ષમાં જવાના લટકાવેલા ગાજર પામવા માથું નામાંવતો રહ્યો છું. પણ નજીક રહ્યા પછી આંખ ઉઘડતી ગઈ અને સમજણ આવતી ગઈ કે આપણને બેવ્ખુફ બનાવીને ગુરુઓ જલસા જ કરેછે. આપનાથી પણ વધારે કાવાદાવા કરે છે. જેમ જન્નતમાં જઈને અપ્સરા મળવાની લાલચમાં terorist બનાવાય છે તેમ આપણા કહેવાતા ગુરુઓ મોક્ષ પામવાનું ગાજર પકડાવીને આપણને ખંખેરતા રહેછે. મારો સાળો ગુજરી ગયો ત્યારે ગુરુઓના ચેલાઓ(કહેવાતા દલાલો) આવી ગયા અને ઘરનાને જણાવ્યું કે ભાઈ ધામમાં પહોંચી ગયા છે ને સ્વામી ના ચરણોમાં સેવા આપી રહ્યા છે. આવું જણાવીને મોટી રકમ ખંખેરી ગયા.જાણે એમને વિડીઓ કોન્ફરન્સ થી ખબર પડી ગઈ.શું બેવકૂફ બનાવે છે અને આપણે પણ હોંશે હોંશે બેવકૂફ બનીએ છીએ ! હમણા જ એક ગુરુનો ફોટો દેશના પેપરમાં છપાયો છે જેમાં તે નવી નક્કોર મોંઘી મોટરમાં બિરાજમાન બતાવ્યા છે. અરે અહી અમેરિકામાં આવતા બધા જ ગુરુઓ મોંઘામાં મોંઘી મોટરોમાં જ બેસે છે અને મોંઘામાં મોંઘા ઘરોમાં જ રહે છે. ઉપરથી જબરજસ્તીથી પધરામણી કરાવી ને મોટી રકમ વસુલે છે. બહાર નીકળો મારા ભાઈઓ, એ પંડાઓ આશીર્વાદ દેવા નહિ એની જોળી ભરવા જ આવે છે. માટે મોક્ષની લાલચ છોડીને અમૂલ્ય જીવન આનંદથી જીવીને જાઓ.
    વિપુલ અડીએચા
    510 290 2124

    Liked by 1 person

  11. મિત્રો,
    કોમ્પયુટર રીસાયેલું હતું અેટલે સંપર્ક તુટી ગયેલો. ફરી મળીને આનંદ. હેપી દિવાલી, હેપી હિન્દુ નવું વરસ, હેપી થેંક્સગીવિંગ…..૨૦૭૩…ભારતીય નવું વરસ….હવે ૨૦૧૭ અંગ્રેજી નવું વરસ…..કેવી સરસ વાત….
    આજના લેખને વાંચીને લેખનો પહેલો પેેરેગ્રાફ ફરી વાંચ્યો. અને આજના લેખની ડીટેઇલ્સ પણ વરસોથી કહેવાતી, ગવાતી, ચર્ચાતી, વિરોઘાતી….પોતાની કરાતી અને ઝગડો સર્જાવતી વિગતો બની રહી છે. તુંડે…તુંડે…..
    પ્રવિણભાઇનો વિચાર….અેક નહિં પરંતું વારંવાર વાંચીને પચાવવા જેવો છે. ઘણી બઘી ક્લેરીટી આપી છે. ઘર્મ (?) કે ઘરમ અને વિજ્ઞાન આ બઘા જન્મીયા તે પહેલાં કરોડો વરસો પહેલાં અમીબાથી લઇને મનુષ જન્મી ચૂક્યો હતો. જેને ઘરમ કે વિજ્ઞાન કહીઅે છીઅે તે તો આપણી પોતાની આપણને પોતાને જ ભેટ છે. જુદા જુદા ઘરમોની વાત પ્રવિણભાઇઅે કરી…વિજ્ઞાનની પણ વાત કરી. ભારતનો આજનો દુનિયાનો માનીતો વિજ્ઞાની પણ દેવ, દેવીની પૂજા કરીને જ પોતાની બુઘ્ઘિ દુનિયાના ભલા માટે વાપરવાની શરુઆત કરે છે. માણસે પોતે પોતાના તે તે સમયના અનુસંઘાનમાં રહીને પોતાના જીવનના કાયદાઓ બનાવેલાં….અને દર મીનીટે તે બદલાતા રહે છે. અમુક વાતો ઘર કરી જાય છે…તેને બદલતાં વઘુ સમય જાય છે…..બદલાય છે તે સો ટકાની વાત.
    કોઇઅે કહેલું કે દરેક મનુષ્યને ચાર ગૃહો નડતા હોય છે….સંગ્રહ, આગ્રહ, પરિગ્રહ અને પૂર્વગ્રહ…..કોઇઅે કહેલું કે, ‘ ઘણી કરી શોઘમેં શ્લોક અને સ્તુતિમાં…પણ આખરે ઇશ્વર દેખાયો મને સહાનુભૂતિમાં.‘ નરસિંહ મહેતા કહેતા, ‘ અે સહું પ્રપંચ પેટ ભરવાં તણા…..સાઘુ, સંત મહંત માટે….ખરું પુછો તો માણસ દ્વારા બોલાતા દરેક શબ્દોને જન્મ માણસે જ અાપ્યો છે અને તેની વ્યાખ્યા પણ તેણે જ બનાવી છે.
    Culture is not static for any group of people.
    Osho said, ” The real question is not whether life exists after death………The real question is whether you are alive before death.”
    Another Quote…” You can’t reach for anything new if, your hands are still full of yesterday’s junk.”
    Alberty Einstein said, ” Blind belief in authority is the greatest enimy of truth.” and someone defined Blind Belief or faith as, ” Belief without true understanding, perception, or discrimination.”
    આજે પણ જૂના જમાનાના સંતો, મહ્રષિઓ જેવા જ્ઞાનીઓ આપણી વચ્ચે છે…તેમના જીવનના અનુભવોનો નિચોડ આપણને મળતો રહે છે જે આજના સાંપ્રત સમયના સંદર્ભમાં હોય છે…તેને માનો…..તે અાપણા પોતાના આજના બદલાયેલાં વાતાવરણના સંદર્ભમાં કહેવાયા હોય છે……પેન્ટ પહેરતાં તો થયા…વગર રોક ટોંક……સ્ત્રીઓ પણ…….
    The world is so small that you have it in your pocket…Cell Phone….I phone….Tablet……You have knowledge of your genetic code….it says who you are ?
    કથામાં જઇ આવીને રોજીંદા કામ કાજમાં લાગી જાઓ છો જેમાં કથાના ભાષણનો અેક પણ અંશ નથી હોતો….મગરનાં આંસુ છે બઘા……સુફી સંત રુમી કહેતા……(જેમ અખો કહેતો..)…Yesterday I was clever, so I wanted to change the world. Today I am wise, so I am changing myself.”
    ઉદાહરણ આપવું તો સહેલું છે…પરંતું ઉદાહરણ બનવું મુશ્કેલ છે.
    Follow your heart, but take your brain with you.
    Thanks.
    Amrut Hazari.

    Liked by 1 person

  12. Friends,
    What is life ? To discuss, many noted scholars, world over had expressed their thoughts. Let us see what Swami Vivekanandji said,
    ” This life is short, the vanities of the world are transient, but they alone live who live for others, the rest are more dead than alive.”
    ભાવાનુવાદ: અા જીવન ટૂંકું છે., તેના તુચ્છ મોજશોખો ક્ષણિક છે, પણ જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે. બાકીના તો જીવતા કરતાં વઘુ મરેલાં છે.
    And also said,
    ” It is better, far better, to die on the field of duty, preaching the truth, than to die like a worldly worm.”
    ભાવાનુવાદ: સંસારી કીડા તરીકે મરી જવાં કરતાં, સત્યનો પ્રચાર કરતાં કરતાં કર્તવ્યક્ષેત્રમાં ઝૂઝતાં મૃત્યુ પામવું અે અનેકગણું સારું છે.
    અને………
    ” The easiest way to make ourselves happy is to see that others are happy.”
    ભાવાનુવાદ: પોતાની જાતને સુખી કરવાનો સહેલામાં સહેલો રસ્તો બીજાઓ સુખી થાય અે જોવાનો છે.
    છેલ્લે……ગુજરાતી ભાવાનુવાદમાં તેઓ કહે છે…….
    આ ક્ષણભંગુર જગતમાં અેકાદ, બે દિવસ વઘારે જીવવાથી પણ શો લાભ ? પડયા પડયા કટાઇ જવાં કરતાં ખાસ કરીને બીજાનું જે થોડું પણ ભલું થઇ શકે તે કરતાં કરતાં ઘસાઇ મરવું વઘું સારું.
    જીવંત દેવની સેવા કરો ! અંઘ, અપંગ, ગરીબ, દુર્બળ અને દુષ્ટના રુપમાં ઇશ્વર તમને દેખાશે.
    આ જવાબો સ્વામીજીના છે…સવાલ હતો…..જીંદગી શા માટે ?
    બીજા ઘણા વિચારકોના ક્વોટ…સુવાક્યો….મળી રહે….
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  13. After reading many religious books i came to conclusion that Buddhism is only modern days thoughts. It only gives you freedom to think and believe what you feel true and believable. “Appo deep bhav”. is their main mantra.when asked about god Buddha says he doesn’t know. he says do not think about swarg, nark, atma and eswar. All are not required to live life peacefully.only you required to follow is middle path. As per swami sachchidanand religion was ,main reason for India’s 1000 yrs slavery. read his book “varna vyavstha adhogati nu mul”

    Liked by 1 person

Leave a comment