સમાજ અને નાગરીકના વીકાસ માટે ધર્મનીરપેક્ષતા (સેક્યુલરીઝમ) આવકાર્ય છે. બ્રીટન હવે ખ્રીસ્તી રાષ્ટ્ર રહ્યું નથી ! કેવી રીતે ?

સમાજ અને નાગરીકના વીકાસ માટે
ધર્મનીરપેક્ષતા (સેક્યુલરીઝમ) આવકાર્ય છે.
બ્રીટન હવે ખ્રીસ્તી રાષ્ટ્ર રહ્યું નથી ! કેવી રીતે ?

લેખક : બ્રાયન મેકકીલટન (લીસ્બન, યુ. કે.)

                                   ભાવાનુવાદ : બીપીન શ્રોફ, તંત્રી, માનવવાદ

 (આ ચર્ચની તસવીર છે જ્યાં માત્ર એક ઘરડા માણસની હાજરી છે.)
તસવીર સૌજન્ય : http://www.alamy.com/

વીશ્વભરમાંથી પશ્ચીમના અગ્રેસર દેશોમાં ક્રમશ: લોકોની ધાર્મીક આસ્થા સતત ઘટતી જાય છે. બ્રીટનનાં ત્રણમાંથી બે રાજ્યો ઈગ્લેંડ અને વેલ્સમાં કુલ વસ્તીના 25 ટકા લોકોએ સને 2011ની વસ્તી ગણતરીમાં લખાવ્યું હતું કે તે બધા અધાર્મીક (નોન રીલીજીયસ) છે. આ આંકડો સને 2014ની સાલમાં 48.5 ટકા થઈ ગયો છે. જ્યારે ખ્રીસ્તી ધર્મીઓની સંખ્યા 43.8 ટકા થઈ ગઈ છે. બ્રીટનના ત્રીજા રાજ્ય નોર્થઆઈરલેંડમાં પણ અધાર્મીકતાના પ્રવાહની ગતી બીલકુલ ઓછી નથી. દર અઠવાડીયે ચર્ચમાં જતા પુખ્ત ઉમ્મરના લોકોની સંખ્યા છેલ્લાં પચાસ વર્ષના ગાળામાં 66 ટકાથી ઘટીને 33 ટકા થઈ ગઈ છે.

વીશ્વના લોકશાહી દેશો ધર્મનીરપેક્ષ હોય છે. વ્યક્તીગત સુખાકારીના બધાં જ માપદંડો જેવાં કે માથાદીઠ આવક, સરેરાશ આયુષ્ય, શીક્ષણ, ખાવા–પીવાની સગવડો, રાજ્ય તરફથી આરોગ્યની વ્યક્તીગત અને જાહેર સુખાકારીની સગવડોમાં વગેરે કલ્યાણકારી પ્રવૃત્તીઓમાં, ડેનમાર્ક, નોર્વે, નેધરલેંડ, ફીનલેંડ, સ્વીડન, આઈસલેંડ, ગ્રીનલેંડ, જપાન, ઓસ્ટ્રેલીયા જેવા દેશો કોલંબીયા, પાકીસ્તાન, બાંગલાદેશ, ભારત, સીરીયા, અફઘાનીસ્તાન વગેરે કરતાં ઘણા આગળ છે. વૈશ્વીક કક્ષાની એક સંસ્થા ‘ધી સેવ ધી ચીલડ્રન ફાઉન્ડેશન’ તેના વાર્ષીક રીપોર્ટમાં પ્રકાશીત કરેલ છે કે ‘માતાની તન્દુરસ્તી’ ધર્મનીરપેક્ષ દેશોમાં ધાર્મીક દેશો કરતાં સર્વપ્રકારે ઉત્તમ છે. ધાર્મીક દેશોમાં માતાની તન્દુરસ્તીને ખાસ કરીને પ્રસુતાના સમયગાળા દરમ્યાન ઈશ્વરી મહેરબાની પર છોડી દેવામાં આવે છે.

ધી ઈન્સ્ટીટ્યુ ફોર ઈકોનોમીક્સ એન્ડ પીસના ‘વાર્ષીક ગ્લોબલ પીસ ઈન્ડેક્સનું તારણ છે કે વીશ્વમાં આઈસલેંડ, ડેનમાર્ક, ઓસ્ટ્રીયા અને ફીનલેંડ જે બધા સૌથી વધુ ધર્મનીરપેક્ષ દેશો છે તેમાં આન્તરીક શાન્તી સૌથી વધારે છે. જ્યારે સીરીયા, અફઘાનીસ્તાન અને દક્ષીણ સુદાન આન્તરીક રીતે સૌથી વધારે અશાન્ત દેશો છે. યુરોપ એક ખંડ તરીકે વીશ્વનો ધર્મનીરપેક્ષ ખંડ છે જેમાં 20માંથી 14 રાષ્ટ્રોની પ્રજા સૌથી વધારે શાંતીમય રીતે માનવીય સર્જનાત્મક પ્રવૃત્તીઓમાં પોતાનું જીવન પસાર કરે છે.

ખુન, હીંસા અને લુંટ જેવા ગુનાઓ સૌથી ઓછા ધર્મનીરપેક્ષ દેશોમાં અને તેના શહેરોમાં બને છે. વીશ્વનાં સૌથી 50 સલામત શહેરો, તે બધાં લગભગ ધર્મનીરપેક્ષ દેશોમાં આવેલાં છે. ડેનમાર્ક, સ્વીડન જેવા દેશોમાં આવા ગુનાઓનું પ્રમાણ નહીંવત છે. આ દેશોમાં ભ્રષ્ટાચાર (કરપ્શન)નું પ્રમાણ પણ વીશ્વમાં અન્ય દેશોની સરખામણીમાં ઘણું ઓછું છે. ડૉ. ફીલ ઝુકરબર્ગ જેવા મનોવૈજ્ઞાનીક સંશોધકના અભીપ્રાય મુજબ સ્કેન્ડીનેવીયઆ દેશો (નેધરલેંડ, નોર્વે, ફીનલેંડ, સ્વીડન, ડેનમાર્ક, અને ગ્રીનલેંડ) સૌથી વધારે વીશ્વમાં માનવતાવાદી મદદ કરે છે. કોઈપણ સ્થળે આવેલી કુદરતી આફત દા.ત ધરતીકમ્પ તથા ગરીબ દેશોને મદદ કરનારાઓમાં તે બધાનું સ્થાન મોખરે હોય છે. એટલે કે ધાર્મીકો કરતાં અધાર્મીકો કે નીરીઈશ્વરવાદીઓમાં ભાતૃભાવનાની ભાવના વધારે તીવ્ર હોય છે.

નીરીઈશ્વરવાદી અને સંશયવાદીઓ (Atheists and Agnostics)નાં માનવમુલ્યો અને દૃષ્ટી (Vision), ધાર્મીકોની સરખામણીમાં ઓછા રાષ્ટ્રવાદી, જાતીવાદી (રેસીઅલ), યહુદીઓ અને લઘુમતીઓ વીરોધી, હઠાગ્રહી, ઘમંડી, નૃવંશવાદી (Ethnocentric) અને એકહથ્થુ સત્તાવાદ કે સરમુખત્યાર હોય છે. ધર્મનીરપેક્ષવાદીઓનું બૌદ્ધીક અને શૈક્ષણીક સ્તર ધાર્મીકો કરતાં ઘણુ બધું ઉચું હોય છે. તે બધા, સ્ત્રી અધીકારો, લૈંગીક સમાનતા અને સજાતીય સમ્બન્ધોના હક્કો અને ચળવળોને ટેકો આપે છે. ધાર્મીકો, રાજ્ય પ્રેરીત પરાકાષ્ઠાની શારીરીક સતામણી/ રીબામણીના મોટેભાગે ટેકેદારો હોય છે. (Religious people are more likely to support government use of torture.)

સને 2009માં ઈવોલ્યુશનરી સાયકોલૉજીકલ જર્નલના અભ્યાસ મુજબ જે સમાજમાં ધાર્મીકતાનું પ્રમાણ ઓછું હોય છે ત્યાં લોકો વધુ સન્તોષી (કન્ટેન્ટેડ), હોય છે અને સલામતી અનુભવે છે. ત્યાંનો સમાજ સુખી, સમૃદ્ધ અને સન્તોષી હોય છે. ધર્મ અને ધાર્મીકતા જ્યાં રુઢીચુસ્ત, અપરીવર્તનશીલ અને જેની પ્રજા ગરીબ હોય છે ત્યાં સહેલાઈથી ફુલેફાલે છે. બધા જ ધર્મો, વ્યક્તીગત, કૌટુમ્બીક, સામાજીક અને અન્ય પ્રકારના માનવીય પરીર્વતનોની વીરુદ્ધ હોય છે. કારણ કે સામાજીક સ્થગીતતા, અપરીર્વતન અને ‘જૈ સે થે વાદ’માં જ ધર્મો અને તેના સામાજીક રીતે પરોપજીવીઓનું (પાદરી, મૌલવી અને બાવાઓનું) હીત સમાયેલું હોય છે. ટુંકમાં આ સર્વેનું તારણ છે, કે જે સમાજમાં સુખ, સમૃદ્ધી અને સલામતી હોય છે ત્યાં ખુબ જ ઝડપથી ધર્મો પોતાની પકડો વ્યક્તીગત અને સામુહીક નાગરીક જીવન પરથી ગુમાવતા જાય છે. (Religion quickly loses its hold.)

વીશ્વભરના ખ્રીસ્તી, મુસ્લીમ, હીન્દુ અને અન્ય ધર્મોએ અને તેમાં શ્રદ્ધા ધરાવતા લોકોએ ઉપરનાં સંશોધનોમાંથી બોધપાઠ લેવાની જરુર છે. આ વીશ્વમાં કરોડો સારા અને સમૃદ્ધ માણસો ઈશ્વરમાં શ્રદ્ધા રાખ્યા વીના (Thriving without God) હેતુસર પોતાનું જીવન જીવે છે. અમારી સંખ્યા દરરોજ વધતી જાય છે. જરા વીચાર તો કરો કે સ્વર્ગ છે જ નહીં! તે હકીકતમાં વીશ્વાસ રાખીને જીવન જીવવું બીલકુલ મુશ્કેલ નથી. પ્રયત્ન તો કરી જુઓ! સરળ છે. (It is easy if you try.)

લેખક : બ્રાયન મેકકીલટન (લીસ્બન, યુ. કે.)

 ભાવાનુવાદ : બીપીન શ્રોફ, તંત્રી, માનવવાદ

વૈચારી ક્રાંતીદ્વારા માનવીય ગૌરવને વરેલું માસીક ‘માનવવાદ’વર્ષ : 03, અંક : 25, જુન, 2016 (લવાજમ : વાર્ષીક : રુપીયા 150/- પંચવાર્ષીક : 750/- છુટક નકલ : 15/-)નો આ લેખ ‘માનવવાદ’ના તંત્રીશ્રીના સૌજન્યથી સાભાર…

ભાવાનુવાદક : 

શ્રી. બીપીન શ્રોફ, તંત્રીશ્રી ‘માનવવાદ’, 1810, લુહારવાડ, મહેમદાવાદ –  387 130 ફોન : (02694) 245 953  સેલફોન : 97246 88733 ઈ–મેલ : shroffbipin@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/  વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66  ઈ.મેલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 9/12/2016

 

18 Comments

  1. મિત્રો,
    અેક લાખ ટકાની વાત. લખાણનો અેકે અેક શબ્દ સો ટચનું સોનું. ચાલો હું મારા જન્મના ઘર્મની જ વાત કરું. બીજાના ઘરમ અને વિચાર ઉપર મારો કોઇ હક નથી.

    મારા ઘરમ અને ઘરમના વાહકો…બન્ને…ટીચરો અને વિદ્યાર્થીઓ….અેટલાં તો..ચીટકુ બેટસમેન છે કે તેમને આઉટ કરવાં માટે કદાચ આવતી પાંચ પેઢી કામે લગાડવી પડે….સમાજ સુઘારકો દેખાવ સરસ કરે છે પરંતું આચરણમાં, ‘ જા બિલ્લી કુત્તે કો માર…‘ જેવી હાલત છે. સાઘુડાઓ હિંસા કરાવે છે. પેલાં ઘેટાં બુઘ્ઘિ ચલાવ્યા વગર હિંસા કરે છે. અાજકાલના શંકરાચાર્ય પણ તેમાંથી બાકાત નથી. જ્યારે દરેક હિન્દુ પોતાની જાતને સાચી રીતે પરખવાની વાત કરશે ત્યારે કઇક સારું પરિણામ જોવા મળશે……
    ‘ બુરા દેખન મેં ચલાં, બુરા મીલાના કોઇ, જબ દેખા અપને આપકો…મુજસે બુરા ના કોઇ.‘
    આ લેખ માટે સર્વેને અભિનંદન. બને તો આ લેખના હેન્ડબીલ…બનાવીને દરેક ગુજરાતીને ઘરે પહોંચતા કરવા જોઇઅે.‘
    અભિનંદન.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  2. દુનિયામાં બધે જ ધર્મના નામે ધતિંગ જ થતાં હોય છે…..
    અને જે લોકો માનવતાના ધર્મને સમજે છે એ લોકોનું જીવન કેટલું શાંતીમય છે એ આ લેખ સાબિત કરે છે

    Liked by 1 person

  3. ખૂબ સરસ આર્ટિકલ છે. બિપિનભાઈ શ્રોફ અને ગોવિંદભાઈને અભિનંદન અને ધન્યવાદ.
    દુનિયા સાંકડી થતી જાય છે. કૌટુંબિક સામાજિક, આર્થિક, અને ધાર્મિક માળખાઓમાં ખૂબ ઝડપથી બદલાવ આવતો જાય છે. વધારે ભૂતકાળમાં ન જઈએ તો ચાર પેઢી પુર્વેના વડીલોની ધાર્મિક શ્રધ્ધામાં અને આપણા ધાર્મિક વિચારોમાં આસમાન જમીનનો તફાવત છે જ. રૂઢી રીત રિવાજો બદલાયા છે જ. કોઈ ધાર્મિક સંસ્થા કે રેશનાલિસ્ટ ઉત્સાહીઓ એ ભ્રમણાંમાં રહેતા હોય કે અમે વૈશ્વિક વાતાવરણ બદલ્યું છે તો તેઓ શકટ નીચે ના શ્વાન જેવા જ ગણાય. ચોક્કસપણે જે ધર્મ આજે આપણે માનીએ છીએ તે તેનું સ્વરૂપ અને માન્યતાઓ પણ ચાર પેઢી બદલાશે જ. રૂઢીગત ધર્મો બસો વર્ષ પછી રહેવાના નથી જ.
    ઈંગ્લેન્ડની જ વાત કરીએ.
    Religions in the UK:
    • Christians: 2010: 64%, 2050: 45%
    • Muslims: 2010: 5%, 2050: 11%
    • Hindus: 2010: 1.4%, 2050: 2%
    • Jews: 2010: 0.5%, 2050: 0.3%
    • Buddhists: 2010: 0.4%, 2050: 0.9%
    • Folk religions: 2010: 0.1%, 2050: 0.3%
    • No religion: 2010: 28%, 2050: 39%
    Source: Pew Research Center
    આંકડાશાસ્ત્ર જટીલ અને મારી સમજની બહાર છે પણ યુ.કેમાં “નો રિલિજિયન” ૪૦ વર્ષમાં ૧૧% વધશે તો રિલિજિયન વગરનું ઈંગ્લેન્ડ સવાબસો વર્ષ પછી થઈ શકે…
    પણ એની સાથે જ યુકેમાં હિન્દુ ધર્મ ૧.૪% થી ૨% અને ઈસ્લામ ૫% થી ૧૧% થશે તેનું શું?
    આજે ઇસ્લામની સાથે સાથે જ એના પ્રતિધર્મ પણ સર્જાઈ રહ્યા છે એ તરફ પણ દૃષ્ટિ રાખવા જેવી તો છે જ્.
    અમેરિકામાં પણ ચૂટણીમાં ધર્મ પ્રત્યે ચોક્કસપણે ધ્યાન અપાય છે. ઉમેદવારની ધાર્મિક માન્યતા શું છે એ જોવાય છે અને ચર્ચાય છે. ખ્રિસ્તી ધરમની સાથે સાથે જ્યુઇસ ધર્મને પણ પંપાળવો પડે છે. કેકેકે જેવી સંસ્થાઓ પણ અસ્તિત્વમાં છે જ.
    અમેરિકાના ઓર્થોડોક્ષ જ્યુઇસ લોકોના વિસ્તારોમાં ફરશો તો જણાશે કે એઓ પણ કેટલા ધર્મચૂસ્તો છે. માત્ર હિન્દુસ્તાન, પાકિસ્તાન જ ધાર્મિક દેશો છે એવું નથી. ઇઝરાઇલ પણ ધર્મિક દેશ છે. આખું મિડલઈસ્ટ ઇસ્લામિક છે.
    આશા રાખીએ કે ધર્મ માનવ સંસ્કૃતિનો અને માનવતાનો ધ્વંશ કરનાર ન બને.

    Liked by 1 person

  4. બહુ સરસ લેખ છે . હું બિપીનભાઈ અને ગોવિંદભાઈનો આભાર માનું છું બહુ જ સરસ લેખ છે . મને આવા લેખો બહુ ગમે છે . તમારા બન્નેનો આભાર
    આ વિજ્ઞાન ધર્મના બંધન તોડી નાખશે એવી મને દૃઢ વિશ્વાસ છે .

    Liked by 1 person

  5. શ્રી બીપીનભાઈનો ભાવાનુદિત લેખ બહુ જ વિચારવા લાયક – મનનીય છે. લેખક બિપિનભાઈ શ્રોફ અને ગોવિંદભાઈને ધન્યવાદ.

    Liked by 1 person

  6. લેખ બહુ સારો છે, પણ આવું વાંચવા છતા લોકોનું માનસ બદલાતું નથી એ પણ એક હકીકત છે. કદાચ ધાર્મિકતા વધતી જાયછે.
    લોકોને કંઈને કંઈ તકલીફ પડે છે અને જાતજાતની અંધશ્રદ્ધાનો આશરો લેતા જાય છે. ભણેલા લોકો પણ આમાં બાકાત નથી.
    ખૈર, પણ શ્રી બીપીનભાઈ અને ગોવિંદભાઈ લોક જાગૃતિનું આ સારું કામ કરી રહ્યા છે. બંનેને ખુબ ખુબ અભિનંદન.
    -પ્રફુલ્લ ઘોરેચા

    Liked by 1 person

  7. Khub saras aana against ma bharatma roj nava kathakaro peda thai ane te pachha foreign ma katha na kare to bapuni koi value nathi ane aapna bhartiyo pardeshma rahine tya kamani karine aava le bhagu santo baba bapu kathakaro ne sponsored karine potano aavtobhav ane bapu no aabhav sudhare chhe je khubaj dukhad babat chhe.

    Liked by 1 person

  8. સૌ વાચકમીત્રૌ તથા શુભેચ્છકોનો આભાર. અને ગોવીંદભાઇ મારૂની વેધક વૈજ્ઞાનીક દૃષ્ટીનો જેની બાજ નજરોથી આવું બધું આપણા માટે શોધી લાવી બૌદ્ધિક રીતે આપણને સજ્જ બનાવે છે.

    બીપીન શ્રોફ.

    Liked by 1 person

  9. Very nice article. In phillanthrophy USA is number one but church and temple goers are also much more compared to Europe and Scadinavian countries particularly.Why so I don’t know but you can’t be elected as President or a member of any legislative body, unless you invoke God. As far as my understanding there is only one member in the US congress.
    Things are much worse in other developing countries. May be it will take perhaps 100 or many more years for the the people to become Rationalists, as so well pointed out by Amrutbhai earlier.

    Liked by 2 people

  10. પ્રિય પ્રજ્ઞા બેન
    તમારી ગુજરાતી વાનગીઓ ઉપરથી ડેવિડ ગુજરાતી વાનગીઓ ઉપર રસ ધરાવતો થઇ ગયો .

    Like

  11. rilijion ના વાડા પાયમાલી નોતરે છે . વાડાની રચના એ પરમેશ્વરની અદભુત રચનાનું અપમાન છે .

    Liked by 1 person

  12. પ્રિય ગોવિંદભાઇ
    શ્રી એન વી ચાવડાનો લેખ મને ઘણો ગમ્યો .
    મને સંસ્કૃત ભણાવનારા (જે સંસ્કૃત મારી છોકર મતના કારણે ભણી ન શક્યો .) પંડિત રઘુનંદન ઝા પાસેથી ચાર્વાક સિદ્ધાંતો સ્થાપિત કરનાર બૃહસ્પતિ વિષે ઘણું જાણવા મળેલું , તેઓ કહેતા કે પરમેશ્વર કોઈ માણસ જેવી વ્યક્તિ નથી . તે એક જુદુંજ તત્વ છે . ‘ બૃહસ્પતિ પુનર્જન્મ કે સ્વર્ગ નર્ક કે આત્મા જેવું કંઈ માનતો નોતો . બૃહસ્પતિનો નાશ થયા પછી બુદ્ધ જૈન થયા . તેઓએ બૃહસ્પતિના નાશનું કારણ સ્વર્ગ નર્ક આત્મા પુનર્જન્મ વગેરેમાં ન માનતો હોવાનું છે .તેથી આ લોકોએ સ્વર્ગ , નર્ક ,આત્મા , પુનર્જન્મ વગેરેનો સ્વીકાર કર્યો . પણ પરમેશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર ચાલુ રાખ્યો . એટલે તેઓ હૈરાન થયા પણ ટકી રહ્યા .

    Like

Leave a comment