આત્મા–પરમાત્માનો વીરોધ કરનારા ચાર્વાક એકલા નહોતા

1

આત્મા–પરમાત્માનો વીરોધ કરનારા
ચાર્વાક એકલા નહોતા

–એન. વી. ચાવડા

આપણા સમાજમાં સામાન્ય ખ્યાલ એવો પ્રવર્તી રહ્યો છે કે આત્મા–પરમાત્માના અસ્તીત્વનો અને વર્ણાશ્રમધર્મનો વીરોધ કરનાર ચાર્વાક માત્ર એક જ – એકલો જ ભારતમાં પેદા થયો છે. વાસ્તવમાં આ પણ એક કુપ્રચાર જ છે. હકીકત એ છે કે આપણા દેશમાં અતીપ્રાચીનકાળથી જ આત્મા–પરમાત્મા અને વર્ણાશ્રમધર્મનો ઈનકાર કરનારા અનેક ચાર્વાકો ઉપરાંત ઋષી–મુનીઓ, આચાર્યો, સાધુ–સન્તો અને ભૌતીકવાદીઓ કાયમ મોટા પ્રમાણમાં પેદા થતાં રહ્યાં છે.

ઋગ્વેદકાળના બૃહસ્પતી ભારતીય ભૌતીકવાદના પીતામહ ગણાય છે. સર્વ પ્રથમ તેમણે જ ‘પદાર્થ’ને જ પરમ તત્ત્વ તથા આખરી સત્ય તરીકે ઘોષીત કર્યો હતો. પ્રકૃતી ઉપર કોઈ અલૌકીક આત્મા–પરમાત્માની સત્તાનો તેમણે અસ્વીકાર કર્યો હતો. ભારતના ઈશ્વરવાદીઓએ એમની પત્ની અને શીષ્યો સહીત એમનો અને એમના સાહીત્યનો નાશ કર્યો હતો. અને કુપ્રચાર દ્વારા તેમને ભૌતીકવાદીમાંથી ભોગવાદી બનાવી દીધાં હતાં. બૃહસ્પતીના શીષ્ય ધીષણ પણ વૈદીક કર્મકાંડીઓને નકામા માણસોનો જમેલો માનતાં હતાં. એમના સીવાયના અન્ય એક વીચારક પરમેષ્ઠીન પણ પદાર્થ સીવાય કોઈ અલૌકીક તત્ત્વનું અસ્તીત્વ સ્વીકારતાં નહોતાં. એક અન્ય તત્કાલીન ભૌતીકવાદી વીચારક હતાં ભૃગુ. તેઓ કહેતા કે ‘પદાર્થ શાશ્વત છે. પદાર્થમાંથી જ જીવોની ઉત્પતી થાય છે અને તમામ જીવોનું અન્તે પદાર્થમાં જ વીલીનીકરણ થાય છે.’

ઉપનીષદકાળમાં બ્રાહ્મણોની શ્રેષ્ઠતા અને વૈદીક ક્રીયાકાંડો ઉપર કટુ પ્રહારો થયેલાં જોવા મળે છે. તે સમયે બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તી માટે બ્રાહ્મણો ક્ષત્રીયગુરુઓની શરણમાં પણ જતાં જોવા મળે છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ક્ષત્રીય રાજા જનકના શીષ્ય વ્યાસપુત્ર શુકદેવ.

મુડંક ઉપનીષદ કહે છે કે ‘જે કોઈ આ કર્મકાંડોથી શુભફળની આશા રાખે છે તે મુર્ખ છે’ શ્વસનવેદ ઉપનીષદમાં કહેવામાં આવ્યું છે કે, ‘કોઈ ઈશ્વર નથી, કોઈ અવતાર નથી, કોઈ સ્વર્ગ નથી, નરક નથી, બધાં જ કર્મકાંડો અહંકારી પુરોહીતના કરતુત છે. પ્રકૃતી અને સમય બન્ને ક્રમશ: ઉત્પન્નકર્તા અને સંહારક છે, મનુષ્યને સુખ–દુ:ખ આપવામાં તે બન્ને મનુષ્યના પુણ્ય ઉપર કે પાપો ઉપર ધ્યાન દેતાં નથી. મીઠી–મીઠી વાતોથી બહેકાઈ જઈને લોકો દેવમન્દીરો અને પુરોહીતોને વળગી રહે છે.’

મુંડક ઉપનીષદે યજ્ઞો અને કર્મકાંડોને તુટેલી નાવ સાથે સરખાવ્યાં છે. જે તમામને એક સાથે ડુબાડે છે. છાંદોગ્ય ઉપનીષદમાં પુરોહીતોના જુલુસની સરખામણી કુતરાઓના ઝુંડ સાથે કરવામાં આવી છે. કોત્સ ઋષીએ વેદોને નીરર્થક તથા પારસ્પરીક વીરોધોનો ભારો–પોટલો બતાવ્યા છે.

લાગે છે કે આપણા દેશમાં જેમ જેમ આર્યોનું સામ્રાજ્ય વીકસતું ગયું તેમ તેમ તેમણે પોતાની વર્ણવાદી વૈદીક વીચારધારા પણ શામ–દામ–ભેદ–દંડ વડે પ્રસારી છે. તેમ છતાંયે ભારતીય વીચારકોએ પોતાની અસલ સીંધુઘાટીની માનવવાદી વીચારધારાને જીવન્ત રાખવા માટે પોતાના તેજોમય અને મરણીયા પ્રયત્નો કાયમ ચાલુ રાખ્યા છે. વૈદીકકાળમાં જેમ બૃહસ્પતી અને તેમના ચાર્વાક અનુયાયીઓએ કામ કત્યું હતું તે જ કામ ઉપનીષદકાળનાઅનેક ઋષી–મુનીઓએ પણ ચાલુ રાખ્યું જણાય છે. પરન્તુ આ ઉપનીષદોને જોતાં એવું લાગે છે કે તેની મુળ વીચારધારા વૈદીક વર્ણવ્યવસ્થા અને તદ્જન્યક્રીયાકાંડો અને માન્યતાઓની વીરોધી છે. તેથી ઉપનીષદોની વીચારધારા તેની સાથે સાથે આત્મા–પરમાત્માના અસ્તીત્વની પણ વીરોધી હોવી જ જોઈએ. પરન્તુ જેમ ચાર્વાકદર્શનનો નાશ કરી નાખવામાં આવ્યો છે, તેમ અનીશ્વરવાદી ઉપનીષદોનો પણ નાશ કરી નાખવામાં આવ્યો હોવો જોઈએ અને જેનો નાશ શક્ય નથી બન્યો તે ઉપનીષદોમાં ભેળસેળ કરી તેને વીકૃત બનાવી તેમને ઈશ્વરવાદી યા બ્રહ્મવાદી બનાવી દેવામાં આવ્યા હોવા જોઈએ. ઉપનીષદકાળની આસપાસના કાળમાં જ રાજર્ષી જનક પછી આપણા દેશમાં એવા બે મહાન ક્ષત્રીય રાજપુતોનો ઉદ્ભવ થયેલો જોઈ શકાય છે, જેમણે વૈદીક વર્ણવ્યવસ્થા, તદ્જન્ય ક્રીયાકાંડો અને અન્ધવીશ્વાસનો લગભગ સમુળગો ધ્વંસ કરી અનીશ્વરવાદી એવા પંચશીલ અને પ્રજ્ઞાના પ્રેમ, મૈત્રી અને કરુણાના ધર્મની સ્થાપના કરી હતી. એ મહામુનીઓ હતા ભગવાન મહાવીર અને બુદ્ધ, જેમણે ભારતના સીંધુઘાટીમાં વસનારાં આપણા પુર્વજોના ધર્મની પુન:સ્થાપના કરી આર્યોના ધર્મને વીધ્વંસ કર્યો હતો.

જૈન અને બૌદ્ધ ગ્રંથોમાં એવા 62 નાસ્તીક, ભૌતીકવાદી, વેદનીન્દક આચાર્યોના નામ ગણાવવામાં આવ્યા છે, જેઓ બુદ્ધ અને મહાવીરના સમકાલીન અને એમની આસપાસના સમયમાં અસ્તીત્વ ધરાવતા હતાં. જેમાના એક હતા અજીત કેશકમ્બલ. એમનું કહેવાનું હતું કે ‘મનુષ્ય ચાર તત્ત્વોનું મીશ્રણ છે અને આત્મા શરીરથી ભીન્ન એવી કોઈ સત્તા નથી, મૃત્યુ પછી કોઈ જીવન નથી, ચારેય તત્ત્વ મૃત્યુ પછી વીલીન થઈ જાય છે.’ ‘સુત્ર કુતાંગ’માં અજીત કેશકમ્બલ કહે છે કે ‘જે લોકો દાવો કરે છે કે આત્મા શરીરથી અલગ છે, તેઓ એ બતાવી શકતાં નથી કે આત્મા કેટલો લાંબો અને પાતળો છે, ગોળાકાર છે કે કોણયુક્ત છે, ત્રીકોણ છે કે ચોરસ, કાળો છે કે પીળો, મીઠો છે કે કડવો, સખત છે કે મુલાયમ, ઠંડો છે કે ગરમ, સીધો છે કે વાંકો.’

બીજા એક સમકાલીન વીચારક મકખલી ગોસાલ હતાં. તેઓ આજીવક સમ્પ્રદાયના સંસ્થાપક હતા. તેમણે કહ્યું છે કે ‘બધાં પ્રાણીઓ અને વનસ્પતી આદી પોતાના સ્વભાવને કારણે વીવીધ રુપોમાં પ્રગટ છે. અર્થાત્ એનો કર્તા યા સંચાલક કોઈ આત્મા–પરમાત્મા નથી. આ સીવાય પુર્ણ કશ્યપ, પ્રબુદ્ધ કાત્યાયન, નીગંઠ નથપુત (મહાવીર સ્વામી) સંજય બેલીથ પુત અને પાયાસી જેવા અનેક ભૌતીકવાદી વીચારકોનો ઉલ્લેખ મળે છે. દીર્ઘ નીકાય નામના બૌદ્ધગ્રંથમાં પાયાસી કહે છે કે ‘ધર્માત્માઓ કે જેમણે મૃત્યુ પછી સ્વર્ગ મળવાનું નીશ્ચીત છે, તેઓ પણ મરવા ઈચ્છતા નથી. તેમણે મૃત્યુ પામી રહેલા મનુષ્યના શરીરમાંથી આત્માને બહાર નીકળતો જોયો હોતો નથી. છતાં તેઓ પુનર્જન્મની વાત કરે છે તે હાસ્યાસ્પદ છે. સારા–ખરાબ કાર્યોનું ફળ કોઈ પરલોકમાં મળતું નથી.’

રામાયણમાં પણ લોકાયત બ્રાહ્મણોનો ઉલ્લેખ છે. ભરત રામને ચીત્રકુટ પર મળવા જાય છે, ત્યારે રામ ભરતને પુછે છે કે, ‘તું લોકાયત બ્રાહ્મણનું તો નથી સાંભળતો ને?’ ઉપરાંત રામ અને નાસ્તીક જાબાલીનો સંવાદ પણ વાલ્મીકી રામાયણમાં છે. તે દર્શાવે છે કે રામાયણ કાળમાં પણ ભૌતીકવાદી વીચારધારાના પ્રવર્તકો આપણા દેશમાં હતાં.

મહાભારતમાં પણ ભારદ્વાજ નામના ઋષી અને હેતુક સમ્પ્રદાયનો તથા એકબીજા યદચ્છાવાદ નામના સમ્પ્રદાયનો પણ ઉલ્લેખ છે, જેઓ આત્મા–પરમાત્મામાં વીશ્વાસ કરતા નહોતાં; પરન્તુ તેઓ સ્વભાવવાદ અને આકસ્મીક સંયોગને મહત્વ આપતા હતા.

સમ્ભવત: નારાયણ અવૈદીક દેવતા હતા. પુરાણોની કથા મનાય છે કે ‘નર’ અને ‘નારાયણ’ નામના બે પ્રાચીન ઋષીઓએ ધાર્મીક ક્ષેત્રે વૈદીક કર્મકાંડ વીરોધી ‘એકાન્તીક’ સમ્પ્રદાયની સ્થાપના કરી હતી. પાછળથી વાસુદેવ કૃષ્ણની જેમ એમની દેવતા તરીકે ઉપાસના શરુ થઈ હતી. વેદોત્તરકાળમાં આ નારાયણી એકાંતીક સમ્પ્રદાય પોતાનું અલગ અસ્તીત્વ ધરાવતો હતો. ત્યારબાદ આ નારાયણી સમ્પ્રદાય વાસુદેવ સમ્પ્રદાયમાં ભળી ગયો.

વાસુદેવ પોતે એક ઉત્તમ ચારીત્ર્યવાન, ગુણવાન ઉપદેશક આચાર્ય હતા. તેઓ વૈદીક કર્મકાંડો અને પશુહીંસાના વીરોધી હતા. પુર્ણજ્ઞાની વાસુદેવને બુદ્ધ અને મહાવીરની સમકક્ષ મુકી શકાય એમ હતું. આ વાસુદેવ મથુરાના યાદવ નેતા વસુદેવના પુત્ર હતા, તેથી વાસુદેવ કહેવાતા હતા. કૃષ્ણ એ એમનું કૃષ્ણાયન ગોત્ર પરથી પડેલું નામ હોઈ શકે. કૃષ્ણ સુરસેન દેશના યાદવોના અન્ધક–વૃષ્ણી (સાત્વત) સંઘના નેતા, રાજનેતા અને ધર્મોપદેશક હતાં. છાંદોગ્ય ઉપનીષદમાં ઉલ્લેખીત ઘોર આંગીરસ પાસેથી તેમણે પંચશીલ અને પ્રજ્ઞાનો ઉપદેશ ગ્રહણ કર્યો હતો. સંકર્ષણ (બલરામ), પ્રદ્યુમ્ન, અનીરુદ્ધ આદી ધર્મપ્રચારમાં કૃષ્ણના સાથીદારો હતાં. કૃષ્ણનો આ ધર્મ ‘પરમ ભાગવત્’ ધર્મ તરીકે ગુપ્ત કાળમાં ઓળખાતો હતો. ગુપ્ત સમ્રાટો પરમ ભાગવત તરીકે ઓળખાતાં હતા. પાછળથી વર્ણવાદીઓએ કૃષ્ણના આ ભાગવતધર્મનું વૈષ્ણવધર્મમાં પરીવર્તન કરી નાખ્યું હતું. આ અરસામાં (ઈ.સ. પુ. 4થી 3જી સદી)માં કોઈક ભક્ત આચાર્યે કૃષ્ણના મુળ ઉપદેશને અદ્યતન ‘ભગવદ્ગીતા’ રુપાંતર કર્યું હશે. વાસ્તવમાં જ્યારે બુદ્ધ અને મહાવીર પુર્વભારતમાં વૈદીકધર્મ વીરોધી વીચારધારાનો પ્રચાર કરતા હતા; ત્યારે અથવા તેમનાથી થોડા સમય પહેલા કૃષ્ણ પશ્ચીમ ભારતમાં વર્ણાશ્રમધર્મ વીરોધી વીચારધારાનો પ્રચાર કરતાં હતાં. આમ ઈ.સ. પુ. છઠ્ઠી સદીથી ઈ.સ. પુ. બીજી સદી સુધી બુદ્ધ અને મહાવીર તથા કૃષ્ણ ઉપરાંત અનેક આચાર્યો દ્વારા વૈદીકધર્મ વીરોધી એવા પ્રાચીન ભારતીય સીંધુ સંસ્કૃતીના પંચશીલ અને પ્રજ્ઞાના ધર્મની સમગ્ર ભારતમાં આણ પ્રવર્તી હતી.

સમ્રાટ અશોકના પૌત્ર બૌદ્ધ રાજા બૃહદ્રથની દગાથી હત્યા કરી શૃંગ વંશનો સેનાપતી પુષ્યમીત્ર મગધની ગાદી પર શાસક બન્યા પછી તેણે બૌદ્ધ ધર્મ, બૌદ્ધ સ્મારકો, બૌદ્ધો અને બૌદ્ધ સાધુઓનો સંહાર શરુ કર્યો. અને વર્ણાશ્રમ ધર્મની પુન: સ્થાપના કરી અને અનેક અશ્વમેધ યજ્ઞો કર્યા. ત્યારબાદ મગધની ગાદી પર આવેલા કણ્વ અને સાતવાહન વંશો પણ શૃંગ વંશની જેમ જ આર્યબ્રાહ્મણ વંશો હતા. તેમણે બૌદ્ધધર્મનો ધ્વંસ કરવામાં મહત્વનો ફાળો આપ્યો, તેથી બૌદ્ધ સાધુઓએ પોતાનો જીવ અને બૌદ્ધધર્મને બચાવવા માટે જુદી રણનીતી અપનાવી. તેમણે બૌદ્ધસાધુઓનું બાહ્ય કલેવર બદલી નાંખ્યું. આંતરીક મુળભુત સીદ્ધાંતો એના એ જ રાખ્યાં. ત્યારબાદ બૌદ્ધધર્મ સીદ્ધપંથ તરીકે ઓળખાવા લાગ્યો. આ સીદ્ધપંથમાં 84 સીદ્ધો થયાં. જેમણે બૌદ્ધધર્મને ભારતમાં જીવન્ત રાખ્યો. સીદ્ધપંથમાં નાથપંથ પ્રગટ્યો. તમાં નવનાથ થયાં. એમણે બૌદ્ધધર્મને મધ્યયુગ સુધી જીવન્ત રાખ્યો. મધ્યયુગમાં બૌદ્ધધર્મનું ભક્તીમાર્ગમાં રુપાન્તર થયું. જેમાં કબીર, રૈદાસ(રોહીદાસ), નાનક, તુકારામ, જ્ઞાનેશ્વર, નામદેવ, એકનાથ, દાદુ, ચેતન્ય, ચોખામેળા, માઁ લલ્લા, સર્વજ્ઞ, બસવેશ્વર, બાબા રામદેવ, નરસીંહ મહેતા, અખો જેવાં હજારો સાધુ–સન્તો ભારતના એકે–એક ખુણામાં અને પ્રદેશોમાં પ્રગટ થયાં. જેમણે વર્ણવ્યવસ્થા, જાતીવાદ, ઉંચનીચનો ભેદ, અસ્પૃશ્યતા, મુર્તીપુજા, તીર્થયાત્રાઓ, જ્યોતીષ, યજ્ઞાદી ક્રીયાકાંડો, મરણોત્તર ક્રીયાકાંડો, શ્રદ્ધા, વ્રત–ઉપવાસાદી તપશ્ચર્યાઓ, કુરીવાજો અને કુરુઢીઓનો ભયાનક વીરોધ કર્યો અને લોકોને માત્ર સદાચાર, સત્કાર્ય અને જ્ઞાનનો ઉપદેશ આપ્યો. અલબત્ત આ ભક્તીમાર્ગી સન્તોએ ઈશ્વરના નામ સ્મરણનો સ્વીકાર કર્યો હતો; પરન્તુ કદાચ તે તેમની એક રણનીતી જ હતી. ઈશ્વર એક જ હોય તો બધાં જ માણસો એક જ ઈશ્વરના સન્તાન હોઈ હીન્દુ, મુસલમાન, બ્રાહ્મણ, શુદ્ર આદી ભેદ શા માટે? એ સમજાવવા માટે જ તેમણે એક જ ઈશ્વરનો સ્વીકાર કર્યો હતો. તેમણે અલૌકીક ઈશ્વર નહોતો માન્યો; પરન્તુ પોતાના અન્તર મનને જ ઈશ્વર માન્યો હતો. તેમણે લગભગ એક અવાજે કહ્યું હતું કે ‘મન હી દેવતા, મન હી ઈશ્વર, મન હી પુજા, મન હી ધુપ’ મનને શુદ્ધ કરો. નીર્મળ મન તો નીર્ભય મનુષ્ય, એ તેમના ઉપદેશનો મુખ્ય સુર હતો.

આપણા દેશના મહાન ઈતીહાસકારોએ પણ એવી નોંધ ભારપુર્વક લીધી છે કે ઈતીહાસના પ્રારમ્ભકાળથી આજપર્યન્ત ભારતમાં એનક પ્રકારની વીદેશી પ્રજાઓનું આગમન અને આક્રમણ થતું રહ્યું હોવાં છતાં ભારતની પ્રજાએ તમામ પ્રજાઓ સાથે સમન્વયકારી ભુમીકા ભજવી છે, તેમ જ હજારો વર્ષોના ઘણાં બધાં સંઘર્ષો, ઉથલપાથલો, તડકા–છાંયાઓ, પરીવર્તનો, સત્તાપલટાઓ અને આક્રમણો વચ્ચે પણ ભારતની પ્રજાએ પોતાની અસલ સીંધુઘાટીની સંસ્કૃતીના ઉદાત્ત મુલ્યો જાળવી રાખ્યાં છે. તેણે પરીવર્તનો અને સંઘર્ષો વચ્ચે પણ પોતાની સહીષ્ણુતાની પરમ્પરા, સમન્વયની ભાવના, વ્યાપક દૃષ્ટી, દાર્શનીક અભીગમ અને વ્યક્તી પ્રત્યેની સદ્ભાવના જાળવી રાખી છે, સુફી–સન્તો, પ્રચારકોને પણ ધાર્મીક નેતાઓ તરીકે આવકાર્યા છે, ભારતની પ્રજાએ પોતાની સીંધુ સંસ્કૃતીના આ ઉદાત્ત માનવવાદી મુલ્યો કાયમ જાળવી રાખ્યાં છે, તેનું કારણ એ છે કે અતીપ્રાચીન કાળથી આજપર્યન્ત ભારતભુમીના આ મહાન ભારતીય મુલ્યોનો પ્રચાર કરી તેનું વારંવાર નવસંસ્કરણ અને સંવર્ધન કરી સંરક્ષણ કરનારા બૃહસ્પતી અને ચાર્વાક જેવાં આચાર્યો, કપીલ અને કણાદ જેવાં સીદ્ધો, બુદ્ધ અને મહાવીર જેવાં શ્રમણો, કબીર અને નાનક જેવાં સાધુ–સન્તો, રાજા રામમોહનરાય, જ્યોતીબા ફુલે, દયાનન્દ સરસ્વતી જેવાં સમાજસુધારકો, ગાંધીજી અને ડૉ. આંબેડકર જેવા વીચક્ષણ રાજનીતીજ્ઞો કાયમ આ ભુમીમાં પાકતા રહ્યાં છે. સામ્પ્રત સમયમાં પણ પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’, ડૉ. બી. એ. પરીખ, પ્રા. બાબુભાઈ દેસાઈ, પ્રી. અશ્વીન કારીઆ, પ્રા. જયન્તી પટેલ, પ્રા. બીપીન શ્રોફ, ડૉ. જયરામ દેસાઈ અને શ્રીમદ્ સ્વામી સદાનન્દજી મહારાજ જેવા આધુનીક ચાર્વાક જેવાં સેંકડો રૅશનાલીસ્ટો આ કાર્ય કરી રહ્યાં છે. (જેમના નામ અહીં સ્થળ સંકોચવશ જણાવી શકતો નથી તેઓ મને માફ કરે.) જેનાં મુળમાં વળી એ બાબત પણ રહેલી છે કે મુળ ભારતીય સંસ્કૃતી વીજ્ઞાનવાદી–પ્રકૃતીના નીયમો ઉપર આધાર રાખનારી છે. આજથી અઢી હજાર વર્ષ પુર્વે બુદ્ધે ધર્મને કાર્ય–કારણ નીયમના સીદ્ધાન્ત પર મુક્યો હતો તથા કર્મકાંડો દ્વારા સુખ–શાન્તીની પ્રાપ્તીના ખ્યાલનો ઈનકાર કર્યો હતો. આજથી 3000 વર્ષ પુર્વ મુની કપીલે ઈશ્વરની કલ્પનાનો ઈનકાર કરી જગતને અણુ–પરમાણુના સંયોજનનું કારણ બતાવ્યું હતું.

વ્હીન્સેન્ટ એ. સ્મીથે લખેલા ધી જૈન ટીચર્સ ઑફ અકબરમાં આઈન–એ–અકબરી’ને આધારે ચાર્વાકો વીશે અત્યન્ત મહત્વની માહીતી લખી છે. ઈ.સ. 1578માં સપ્ટેમ્બર–ઑક્ટોબરમાં અકબરે પોતાના ઈબાદતખાનામાં જુદા જુદા ધર્મ પ્રતીનીધીઓનું એક ચર્ચાસત્ર ગોઠવ્યું હતું. જેમાં ચાર્વાકોભાગ લીધો હતો. ચાર્વાકો સારા કૃત્યો, ન્યાય, પ્રશાસન અને કલ્યાણકારી શાસનનો આગ્રહ રાખતાં હતાં, એવું આઈન–એ–અકબરી’માં અબુલ ફઝલે નોંધ્યું છે.


–એન. વી. ચાવડા

ભાઈ ચાવડા પોતે તો હતા એક આસ્તીક, શ્રદ્ધાળુ, ભક્ત, યોગ ઉપાસક, ભજન–કીર્તન, પાઠ–પુજા, ધ્યાન, ગાયત્રી મન્ત્રજાપ, ગુરુભક્તી આદીમાં પુર્ણશ્રદ્ધાયુક્ત આસ્થા ધરાવનારા અને ગણેશપુરીના મુક્તાનન્દ બાબાના અનુયાયી. પરન્તુ આયુષ્યના 45મે વરસે અનેક અનુભવ, ગહન અભ્યાસ, ચીન્તન–મનન અને સંશોધનને અન્તે આસ્તીકમાંથી નાસ્તીક થયેલા. એવા આ નીવૃત્ત શીક્ષક, વીદ્વાન, ચીન્તક, અને લેખક શ્રી. એન. વી. ચાવડાના પુસ્તક ‘ચાર્વાક દર્શન’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલીની વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત – 395 001 ફોન : (0261) 259 7882/ 259 2563 ઈમેલ : sahityasangamnjk@gmail.com પાનાં : 72, મુલ્ય : રુ. 50/-)માંનો આ 12મો લેખ, પુસ્તકનાં પાન 54 થી 59 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક :

શ્રી. એન. વી. ચાવડા, શીક્ષક સોસાયટી, કડોદ – 394 335 જીલ્લો : સુરત ફોન : (02622) 247 088 સેલફોન : 97248 08239

17 Comments

  1. હેપી ન્યુ યર…..
    ૨૦૧૭નું વર્ષ, આ પૃથ્વિ ઉપરનાં સર્વે બુઘ્ઘિના સહારે જીવતા પ્રાણિઓને મન અને શરીરની તંદુરસ્તી અાપે…અે જ પ્રાર્થના.

    આજે પૃથ્વિ ઉપર હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, જૈન, બુઘ્ઘિસ્ટ, શીખ જેવા ઘણા જુદા જુદા, જેને લોકો ‘ઘર્મ‘ કહે છે , તેવા ચાર દિવાલોના બંઘક વાતાવરણમાં તેના ફોલોઅર્સ જીવી રહ્યા છે.

    હિન્દુ ઘર્મ સૌથી જુનો ઘર્મ કહેવાય છે. બીજા ઘર્મોનો જન્મ જુદી વિચારઘારાને તેના સર્જકોઅે જુદા જુદા સમયે કર્યો હશે તેની નોંઘ ઇતિહાસે લીઘેલી છે….કદાચ…પેલા જુના હિન્દુ ઘર્મના નિતિ નિયમાથી કંટાળીને બીજા ઘર્મોના જનકોઅે તેમાંથી જ જુદો રાહ અપનાવ્યો હોય. અને તે જુદા રાહદોરીઓઅે હિન્દુઓ જેને ક્રિયાકાંડ કહે છે તેને દૂર કરીને પોતાના જુદા નિતિ નિયમો બનાવ્યા હોય.

    ૧. આજનો વિષય ફક્ત હિન્દુઓને લાગે વળગે છે.

    ૨. બીજા ઘર્મો બનાવનાર અને ક્રિયાકાંડને દેશવટો આપનાર તે તે ઘરમોને બનાવનાર વ્યક્તિ ખરેખર મરદ હતાં. તેમના પછી તે તે ઘરમોમાં જે કોઇ ફેરફારો થયા હશે તે આપણો વિષય નથી.

    ૩. હિન્દુઓ આજે…‘ કલ, આજ અૌર કલ ‘ ની કૂપમંડુક.. નાની વિચાર ઘારામાં જ જીવી રહ્યા છે.

    ૪. ચાવડા સાહેબે હિન્દુ ઘરમના ભૂતકાળના ‘કલ‘ ને અને તેના ઇતિહાસને વિગતે વર્ણવ્યો. તેમાં આત્મા અને પરમાત્મા તથા ક્રિયાકાંડના રીત રીવાજનો વિરોઘ કરનારાઓને બતાવ્યા. અને તે ભૂતકાળના ‘કલ‘ નું આપણે હિન્દઓ અભિમાન કરીઅે છીઅે. કારણકે તે વખતે પણ ખોટા કરમોના વિરોઘીઓ હતાં.

    ૫. છતાં પણ ‘ આજ‘ ના…વર્તમાનના… હિન્દુઓ ૩૦૦૦ વરસ જુના હિન્દુઓ જ છે. ઇનસ્પાઇટ ઓફ ગઇકાલના મહાન સુઘારકોના પ્રયાસ બાદ પણ ‘ હમ નહિ સુઘરેંગે‘ ની જીવનનિતિ ચાલુ જ છે….નવાં નવાં મંદિરો રોજે બંઘાઇ રહ્યા છે. ભક્તો ભક્તિભાવ પૂર્વક ડોનેશન આપીને પૂજાપાઠ કરવા નંબર નોંઘાવે છે….હમ નહિ સુઘરેંગેં……
    અેટલે કે અમે અમારા ભવિષ્યની ‘કાલ‘ ની જીવન પઘ્ઘતિને પણ આજેજ ઘડી કાઢી છે.

    ૬. પેલા નવા ઘરમો બનાવનારાઓઅે પોતાનો સુઘરવાનો રસ્તો તો શોઘી કાઢીને પોતાનો નવો રાહ બનાવી લીઘેલો…પછીથી જે કાંઇ ઊંચુ, નીચું…કાળુ…ઘોળું થયુ હશે તે જુદી વાત છે…

    ૭. ભૂતકાળના…વર્તમાનના…સુઘારકોના પ્રયત્નો પછી પણ હિન્દુઓ સુઘરવા નથી માંગતા….આજે ભારત હોય કે અમેરિકા કે લંડન….પુજા પાઠ….ક્રિયાકાંડ….જેટની સ્પીડે વઘી રહ્યા છે…શરમની વાત તો અે છે કે હાઇલી અેજ્યુકેટેડ… તેમાં વઘુ માનતા થયા હોય તેવું વર્તાય રહ્યુ છે.

    ૮. આ ચર્ચા છાસવારે કર્યા કરીઅે તેનો કોઇ અર્થ નથી. હવે આ વિષય ચવાઇ ગયો છે. તેને વઘુ ને વઘુ ચાવવા કરતાં તેમાંથી નિકળવાના મજબુત પગલાઓ શોઘો…તે કરવા માટે મન અને શરીરને વાપરો. આજનો વિષયનો તાર…પ્રશ્ન જ છે….જવાબ નહિ…..જવાબ મેળવવાના પગલાંઓની ચર્ચા કરીઅે…પ્રશ્નને ચાવી ચાવીને …જેમ કે પાનને ચાવી ચાવીને કચરાને ફેંકી દઇઅે છીઅે તે જ થવાનું છે……જવાબ કે…પ્રશ્નમાંથી ‘મોક્ષ‘ નથી મળવાનો……

    ઇતિહાસ જવાબ શોઘવાનો રસ્તો કાઢવા રાહગીર બને છે.

    લખાણના ૬થ્થા પેરેગ્રાફમાં ‘ ભગવાન મહાવીર ‘ લખાયુ છે.

    મારા વિચારો કદાચ અપાચ્ય હોય…તો માફી માંગી લઉં છું.

    અમૃત હઝારી.

    Liked by 2 people

    1. Khub sarad comment hajari kaka tame comment lakho te lekh jevij hoi chhe ghani var lekh karta pan vadhare aankh ughadnari hoi chhe aajni aa comment khubaj sarad sachot chhe lekh rupe lakhava namra vinanti.

      Liked by 1 person

  2. Magic happens when you fill up
    your own heart.
    Not when you wait for somebody else
    to fill it up for you……

    Yes As Amrutkaka has said, we have been enlighten by this question many time, yet has not discussed solution…

    Then again, is there a solution? Only solution I see is inside you. One must accept him/her self and do what needs to be done on there own. Following others is not going to bring any answer…..

    On personal Note: Shreeman Govind Maru – Thank you for serving delightful articles throughout year. Hope that someone like me who may have given thought of making changes in their own life. I know we did.

    HAPPY 2017.

    Liked by 1 person

    1. વહાલા મહેન્દ્રભાઈ,
      લેખકમીત્ર શ્રી. એન. વી. ચાવડાનો લેખ ‘આત્મા–પરમાત્માનો વીરોધ કરનારા ચાર્વાક એકલા નહોતા’ વાંચીને જો થોડાની વીચારસરણીયે જો બદલી શકાય તો ઘણું એવા ઉમદા હેતુથી આ લેખને ‘વોટસએપ’ પર ‘શેર’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Liked by 1 person

  3. મિત્રો,
    ૨૦૧૭નું વર્ષ બેઠુ….સૌને શુભેચ્છાઓ.
    મિત્ર પી. અેમ . પટેલ અને સંજય..સ્મિતા ગાંઘીનો આભાર. તેમને મારા વિચારો ગમે છે તે માટે.
    જાણ માટે લખું છું કે મારા ખૂબ નજીકના અેક મિત્રે તેમની મોટી દિકરીને…( તેમને બે દિકરીઓ જ છે.) કહી રાખ્યુ છે કે અેમના મૃત્યુ બાદ કોઇ પણ ક્રિયા કરમ..ઘરમ કરવા નહિ. મેં પણ મારું શરીર મેડીકલ રીસર્ચ માટે આપી દેવાનું વીલ બનાવેલું છે. ટીંપે ટીંપે સરોવર ભરાય. અને આવો અભિગમ સમાજમાં વઘતો રહ્યો છે…સ્પીડ થોડી ઓછી છે.

    ગોવિંદભાઇની લીઘેલી ભેખ જરુરથી સ્પીડ વઘારવામાં મદદરુપ થશે.

    સૌને શુભેચ્છાઓ.
    અમૃત હઝારી.
    ઇઝલીન, ન્યુ જર્સી , અમેરિકા.

    Liked by 1 person

  4. પ્રિય ગોવિંદભાઇ મને ચાવડા સાહેબનો લેખ ઘણો ગમ્યો . હું સંસ્કૃત ભણવા ગયેલો(મારી છોકરમતના કારણે હું સંસ્કૃત ભણી ન શક્યો .) ત્યારે મને ભણાવનાર પંડિત રઘુનંદન ઝા કરીને હતા . મારી જિજ્ઞાસા વૃત્તિ એમને બહુ ગમતી એટલે હું એમનો વ્હાલો વિદ્યાર્થી હતો . એમની પાસેથી જાણવા પ્રમાણે ચાર્વાક દર્શન નામે પુસ્તક લખનાર લખનાર બૃહસ્પતિ નામનો માણસ હતો . તેના કહેવા પ્રમાણે સ્વર્ગ નર્ક જેવું સ્થળ કોઈ જગ્યાએ નથી .પુનર્જન્મ નથી . આત્મા જેવું કંઈ માણસના શરીરમાં નથી . ચેતનવંતા શરીરથી ભિન્ન આત્મા નથી . મારા બ્લોગ આતા વાણીમાં દેવનાગરી લિપિમાં ઉર્દુ ભાષામાં લખ્યું છે . હું સિંધમાં હતો ત્યારે મને એક ઉર્દુ બુક વાંચવા મળેલી , જેમાં એક પ્રકરણ બૃહસ્પતિ વિષે હતું , બૃહસ્પતિ એક વખત બોલેલો અથવા એની બુક ચાર્વાક દર્શનમાં લખેલું કે મનુષ્યના ગુન્હા કે કોઈ સારા કામો કરનારનો ન્યાય કરનાર ન્યાયાધીશ કે રાજા છે . પરમેશ્વર નથી . આ વાતને તે વખતના સ્વાર્થી વિદ્વાન લોકોએ એવી ચગાવી કે બૃહસ્પતિ પરમેશ્વરનું અસ્તિત્વ સ્વીકારતો નથી .

    Liked by 1 person

  5. We must thanks Mr. Chavdaji for making so much research and efforts to find out the truth. It’s really very useful revelation of facts for the future generation. Changes ( reforms ) are always slow but certain. So we must all continue our efforts with patience and hope. It has already appealed to us all the readers of these articles who will influence their families and friends. So I appeal to all the learned friends to continue their mission like Kabirji, Akho Soniji and Raman Pathakji. Happy New Year to all the enlightened friends.
    Jag Barot, Canada

    Liked by 1 person

  6. આત્મા-પરમાત્માની વાતો શા માટે ?
    ખરેખર તો ‘રેશનાલીઝમ’ એ જ્ઞાન પ્રાપ્તિનો એક માર્ગ છે જે ‘રીઝનીંગ’ પર વધારે જોર આપે છે. ધર્મ એ સમાજને સમોસુતરો – બાંધી રાખવા માટેનો એક ઉપાય છે. જે લોકો રીઝનીંગથી જ્ઞાન પ્રાપ્ત કરી શકે તેમને ધર્મની જરુર નથી, પણ જેઓની વિચારશક્તિ કમજોર છે તેઓને સમાજમાં સારી રીતે વર્તવાનું શીખવવા ધર્મ આવ્યો. ભણેલાગણેલા માણસને પણ શ્રદ્ધાની જરુર છે. શ્રદ્ધા એ ‘જીવનચાલક’ બળ છે. એને ફક્ત ધર્મ સાથે જ સંકળવું યોગ્ય નથી. શ્રદ્ધા અને ‘અંધશ્રદ્ધા’ નો ભેદ રાખવો જરુરી છે. અંધશ્રદ્ધા એ પેટીયું રળવા કે સત્તા મેળવવા કેટલીક વ્યક્તિએ ઉભી કરેલી વ્યવસ્થા છે. એનો વિરોધ જરુર થવો જોઈએ. પણ આ બધામાં વેદો કે ઇતીહાસના પાત્રોને ઘસડવા પણ યોગ્ય નથી. વેદોમાં મૂળ તત્વોની – પ્રકૃતિની પ્રાર્થના કરવાની વાત છે અને તે ખરેખર તો પ્રાર્થનામાં મનુષ્ય પોતાના જીવન માટે પ્રકૃતિ તરફ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. ગીતાઓ અને રામાયણો ઘણી બધી ઉપલબ્ધ છે, જે વિવિધ સમયે તેમના કર્તાઓ (જેમના દ્રષ્ટિકોણ અલગ અલગ હોય શકે) તરફથી સાંભળનારના માર્ગદર્શન માટે કહેવાયેલી છે. આથી એક વાત સ્પાષ્ટ છે કે દરેક સાંભળનારની માનસિક ક્ષમતા જુદી જુદી હોય, આથી એવી ગીતાઓ કે રામાયણોમાં કહેવાયેલી વાતો પણ જુદી જુદી હોય.
    આથી મને લાગે છે કે ભૂતકાળમા શું થયું ? એની ચર્ચાને બદલે આપણે શું કરી શકીએ એ વિચારવું અગત્યનું છે. અંધશ્રદ્ધાનો વિરોધ કરવા છુટક પ્રવૃતિ થાય એ સરાહનીય છે, પણ એની અસર પેપર પબ્લીસીટીથી વધુ નથી. ઓક્ટોબર ૧૩ માં મેં એક પોસ્ટ લખી હતી ‘વિકલ્પ શું ?’ એ કદાચ એક ઉપાય તરીકે જોઈ શકાય.

    Liked by 1 person

  7. आत्मा परमात्मा अने भुत प्रेत… जे आत्मा भटकतो होय एने भुत प्रेत समजवुं.

    हीन्दुओ कालसर्पनी वीधी करे छे. आत्मा भाटकतो होय के एक शरीर मांथी बीजा शरीरमां प्रवेशे एने भटकवुं ज कहेवाय.

    एवुं बीजा धर्मना लोको मानता नथी.

    भारतमां आत्मा परमात्मा माननारा के न माननारा पांच दस हजार वारसथी हता ए खबर पडी जाय छे.

    क्रीया कांड करी लोकोने सहेलाईथी ठगी शकीए. पछीतो राफळो फाट्यो. रथयात्रा अने राम मंदीरना मुद्दे चुंटणीओ लडाय अने बहुमती प्राप्ता थाय एना जेवुं.

    Liked by 2 people

Leave a comment