મોક્ષમાર્ગે થતાં શોષણથી પીડીત સાધ્વીએ કહ્યું, મારે જીવવું નથી

મોક્ષમાર્ગે થતાં શોષણથી પીડીત સાધ્વીએ કહ્યું, મારે જીવવું નથી

– અીનલ દેવપુરકર

આસ્થાનો અતીરેક માનવીને અન્ધ બનાવી દે છે. પણ એ માર્ગે ચાલતા–ચાલતા ઠોકર વાગે છે ત્યારે આંખ ઉઘડે છે અને સમજાય છે કે આપણે એની કેટલી આકરી કીમ્મત ચુકવી છે.

લગભગ આધેડ વયના દમ્પતીની સામે બેઠેલા મનોચીકીત્સક અવીરત બોલી રહ્યા હતા અને જાણે કોઈ સત્સંગ સભામાં બેઠું હોય એમ એ દમ્પત્તી એમને એકચીત્તે સાંભળી રહ્યું હતું. મનોચીકીત્સકે કહ્યું કે ‘આઘાત જેટલો વધુ, એટલો જ પ્રત્યાઘાત પણ વધુ. એણે જેટલી ઉત્કટ શ્રદ્ધા અને સમર્પણથી એ માર્ગ અપનાવ્યો હતો. એટલા જ પ્રમાણમાં રોષ અને અણગમો જન્મ્યા છે. એના માટે એ પોતે જ દોષી હોવાનું માને છે એટલે આત્મહત્યાના માર્ગો શોધે છે. એને લાગેલા આઘાતની તીવ્રતા ખુબ જ મોટી છે. એટલે સમય લાગશે; પરન્તુ એને આ આઘાતની કળ વળશે ત્યારે એ પહેલાની જેમ સામાન્ય વ્યક્તી બની જશે’.

આજે 21મી સદીમાં એક તરફ વીજ્ઞાન અને ભૌતીક સુખ–સગવડોના સાધનોની શોધો ચરમસીમાએ છે ત્યારે ઉપદેશકોના ચરણે બેસી ધાર્મીક બનનારાઓનો પણ રાફડો ફાટ્યો છે. આવા જ એક ધાર્મીકવૃત્તીના કુટુમ્બની આ સત્ય કથા છે. ઘરમાં હમ્મેશાં પુજાપાઠ, ધાર્મીકસાહીત્યનું વાંચન–શ્રવણ અને પોતાના ધર્મમાં અપાર આસ્થા–શ્રદ્ધા, ધાર્મીક સ્થળોની નીયમીત મુલાકાતો અને ધર્મગુરુઓની સેવાપુજા કરવી એ આ કુટુમ્બના પ્રત્યેક સભ્યોની ઓળખ હતી.

પીતાના વ્યવસ્થીતપણે ચાલતા ધન્ધાના કારણે ઘર આર્થીક રીતે પ્રમાણમાં સધ્ધર. માતા ઘરરખ્ખુ ગૃહીણી. મોટો દીકરો ચન્દ્રહાસ કૉલેજના અન્તીમ વર્ષમાં અને એનાથી દોઢેક વર્ષ નાની દીકરી ચાંદની એના પાછળના જ વર્ગમાં. ધાર્મીકસંગીત, ગુરુઓની ઉપદેશવાણી કે પવીત્ર મન્ત્રોચ્ચાર–સ્ત્રોત્ર–આરતી–ભજનોની ઑડીયો સીડી વાગવા સાથે આ કુટુમ્બનું પરોઢ થતું. પ્રાતઃકાળે જ નજીકના ધર્મસ્થાને દર્શન કરીને પછી જ દીનચર્યાનો આરમ્ભ થાય. પીતા દુકાને રવાના થાય અને દીકરો–દીકરી કૉલેજ તરફ. માતા ઘરકામમાં વ્યસ્ત હોય; પરન્તુ ત્યારે પણ ઘરના ધાર્મીક વાતાવરણને ઉની આંચ ન આવે એની તકેદારી રખાય.

એમની જ્ઞાતી–સમાજ અને ધાર્મીક વર્તુળમાં આ કુટુમ્બનું એક આગવું સ્થાન હતું. એમની શ્રદ્ધા–આસ્થા અને ધર્મ પ્રત્યેના સમર્પણના દાખલા અપાતા. એમની રહેણીકરણી અનુકરણીય હોવાનું કહેવાતું. એટલું જ નહીં, અન્ય કુટુમ્બમાં એનું અનુકરણ કરવાના પ્રયત્નો થતા. નવી ઉગતી પેઢીમાં ધર્મભાવનાનું સીંચન કરવાની જરુરીયાત અને અનીવાર્યતા આ કુટુમ્બને ટાંકીને ચર્ચાતી અને માતા–પીતાઓ એમના સન્તાનોને એ દીશામાં વાળવા સક્રીય થતા.

ક્યારેક આ કુટુમ્બની ધર્મભાવના અને અનુસરણને અતીરેકમાં ખપાવાતું; પરન્તુ આ કુટુમ્બ એમણે રચેલા માળખામાંથી બહાર આવવાની કલ્પના પણ કરી શકતું નહોતું. આવી જ ભક્તીભાવપુર્વક શરુ થયેલી એક પરોઢ આ કુટુમ્બ માટે કુઠારાઘાત સમાન કરુણાંતીકા લઈને આવી. બન્યું એમ કે નીત્યક્રમ મુજબ દીકરો ચન્દ્રહાસ બાઈક લઈને કૉલેજ જઈ રહ્યો હતો. એ સમયે એકાએક પાછળથી ધસી આવેલી એક લકઝરી બસે એને અડફેટમાં લીધો. બાઈક સાથે ઢસડાઈને રોડ ડીવાઈડર સાથે ભટકાતા જ ચન્દ્રહાસની મરણચીસ ગુંજી ઉઠી. લોહીના ખાબોચીયામાં તરફડીને એનો દેહ શાન્ત થઈ ગયો.

વાયુવેગે સમાચાર ઘરે પહોંચ્યા અને ઘરમાં માતમ છવાયો. પોસ્ટમોર્ટમ રુમની બહાર પડેલા ચન્દ્રહાસના મૃતદેહને જોઈને હૈયાફાટ રુદન કરી રહેલી માતા, ભાંગી પડેલા પીતા અને આભ પણ ફાટી જાય એવું આક્રન્દ કરતી નાની બહેનને સાંત્વન આપવાની પણ કોઈની હીમ્મત નહોતી. આટઆટલી સેવાપુજા, ભજનકીર્તન, દેવદર્શન, સત્સંગ, ઉપવાસ છતાં અમારા ઘર પર જ કેમ આ વીજળી ત્રાટકી એવા વેધક સવાલનો ત્યાં ઉપસ્થીત કોઈ પાસે જવાબ નહોતો.

એકના એક દીકરાની અન્તીમવીધી બાદ દીવસો સુધી ઘરમાં સુનકાર છવાયેલો રહ્યો. માતા–પીતા અને દીકરી દીવસો સુધી ગુમસુમ રહ્યા. અન્તે જીવનનીર્વાહ માટે અનીવાર્ય નાણાકીય જરુરીયાત સન્તોષાય એ માટે પીતાએ ફરી ધન્ધા પર ધ્યાન કેન્દ્રીત કર્યું. માતા અને બહેન માટે હજુ કપરો સમય ચાલતો હતો. ચન્દ્રહાસને ભાવતી વાનગીઓ ઘરમાં બનવાની જ બન્ધ થઈ ગઈ. એની એક–એક વસ્તુ જોતા જ મા ની આંખો ભીની થઈ જતી. બહેન એના ભાઈના ફોટાને તાકતી બેસી રહેતી.

લગભગ ચારેક મહીના વીત્યા. એક દીવસ રાત્રે જમ્યા પછી મા–બાપ સાથે બેસી મહારાજના ઉપદેશવચનોની સીડી સાંભળતા–સાંભળતા અચાનક જ દીકરીએ કહ્યું ‘મારે મોક્ષ માર્ગે જવું છે–સંસારનો ત્યાગ કરવો છે’. પહેલાં તો આઘાત પામેલા માતા–પીતાએ સ્વસ્થ થઈને એને સમજાવી. ગ્રેજ્યુએટ થયા પછી યોગ્ય યુવક સાથે લગ્ન કરી ઠરીઠામ થવાની સલાહ આપી. પણ દીકરી પોતાના નીર્ણય પર અડગ રહી. લાંબી ચર્ચા, વાદવીવાદ અને ધર્મગુરુઓની સીધી દરમીયાનગીરીના અન્તે દીકરીને સંસાર ત્યાગવાની અનુમતી મળી.

પરમ્પરા અનુસારની ધાર્મીક વીધીઓ સાથે દીકરીએ સંસારનો ત્યાગ કર્યો. હવે એનું નામ સુધ્ધાં બદલાઈ ગયું હતું. મા–બાપે પોતાના ધર્મમાં આસ્થા અને ભક્તીભાવભર્યા સ્વભાવને કારણે દીકરીના આ પગલાને એની આધ્યાત્મીક ઉન્નતીનાં પગલાં તરીકે ગણી સ્વીકારી લીધું. લાંબા સમય સુધી દીક્ષાંત દીકરી મા–બાપના કોઈ જ સમ્પર્કમાં નહોતી. ક્યારેક એના વીશેના વાવડ મળતા કે એ ફલાણા તીર્થસ્થાનમાં છે અને હવે એ ફલાણા ધર્મસ્થળે રોકાણ કરવાની છે. માતા–પીતા રોજ ઈશ્વરને પ્રાર્થના કરતા કે દીકરીને એણે પસન્દ કરેલા માર્ગે ટકી રહેવાની શક્તી આપે–એને સ્વસ્થ રાખે.

એક વહેલી સવારે કૉલબેલ વાગી. સફાળા જાગેલા માતા–પીતાએ દરવાજો ખોલ્યો તો નીસ્તેજ થઈ ગયેલા ચહેરા સાથે લઘરવઘર કપડામાં દીકરી ઉભી હતી. ચોંકેલા માતા–પીતાએ એને ઘરમાં આવકારી એ સાથે જ એ માતાને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી. એને સાંત્વના આપી શાન્ત કરાઈ. પીતાએ એને ધરપત આપી જે થયું હોય એ કહેવા જણાવ્યું. દીકરીએ ચોધાર આંસુએ રડતા–રડતા જે કહ્યું એ સાંભળીને ભક્તીભાવપુર્વક ભજતા અને ધર્મગુરુઓ પરત્વે અપાર શ્રદ્ધા ધરાવતા માતા–પીતાના પગ તળેથી જમીન સરકી ગઈ.

પહેલા તો દીકરીની ગેરસમજ ગણાવી એને કાંઈ પણ કહેતા પહેલા હજારવાર વીચારવા જણાવાયું; પરન્તુ દીકરીએ પોતાની આપવીતી વર્ણવી અને મોક્ષ મેળવવા એ સંસાર છોડીને અધ્યાત્મના જે માર્ગે ગઈ હતી, એ માર્ગે એને સ્વયં ધર્મગુરુઓ, એમના ખાસ શીષ્યો અને એમના પહોંચેલા અનુયાયીઓના જે કડવા અનુભવો થયા એનું વર્ણન કર્યું. જ્યાં લીંગભેદ પણ ન હોઈ શકે એવી આધ્યાત્મીક ઉંચાઈએ પહોંચેલાઓ દ્વારા દીકરીના શોષણના થયેલા પ્રયાસોના કીસ્સા સાંભળી મા–બાપ સ્તબ્ધ થઈ ગયા.

દીકરીએ કહ્યું કે, ભાઈના અપમૃત્યુ પછી સંસાર અસાર લાગતા મેં સંસારનો ત્યાગ કર્યો; પરન્તુ જે માર્ગે ગઈ ત્યાં તો સંસાર કરતા પણ વધુ બદતર ચાલી રહ્યું છે. હવે મારો આત્મા ધર્મ–મોક્ષના નામે ચાલતી આ શોષણ પ્રવૃત્તીને સહન કરી શકે એમ નથી. મારે હવે જીવવું જ નથી. હું આખરીવાર આપની ચરણરજ લેવા આવી છું. પહેલા તમે મને સંસાર ત્યાગવાની અનુમતી આપી હતી, હવે મને દુનીયા ત્યાગવાની અનુમતી આપો. ચોધાર આંસુએ રડી રહેલી દીકરીની વાત સાંભળી માતા–પીતાએ એને બાથમાં સમાવી અને ધીરજ રાખવા સમજાવી. દીકરીના કડવા જાતઅનુભવો સમાજ સમક્ષ મુકવાથી કુટુમ્બે જ સહન કરવાનું આવશે એ જાણતા માતા–પીતાએ ચુપ રહેવાનું પસન્દ કર્યું.

દીકરી ધીરેધીરે સ્વસ્થ થાય એની રાહ જોઈ રહેલા માતા–પીતાને લાગ્યું કે આત્મહત્યા કરવાનો વીચાર જે રીતે દીકરીના મનમાં ઘટ્ટ થઈ ગયો છે એ ચીન્તાજનક છે. એને એક પળ માટે પણ એકલી નહીં છોડતા મા–બાપ આત્મહત્યા કરવા તરફ વળી રહેલી દીકરીને પુર્વવત સ્વસ્થ કરવાના ભાગ રુપે એને મનોચીકીત્સક પાસે લઈને આવ્યા હતા.

મનોચીકીત્સક પણ દીકરીનો આ કીસ્સો સાંભળીને ઘડીભર તો છક્ક થઈ ગયા. એમણે કહ્યું કે ‘ખરેખર તો ભ્રમ ભાંગી ગયા બાદ માનસીક આઘાતમાં સરી પડતા આવા દર્દીઓ કરતા એમનો ભ્રમ ભાંગનારા અને માનસીક આઘાત આપનારાઓની સારવાર કરવી વધુ જરુરી છે.’ પણ એ સત્ય સ્વીકારે કોણ…? અને સ્વીકાર્યા પછી કરે કોણ…?

–અીનલ દેવપુરકર

‘ટાઈમ્સ ઓફ ઈન્ડીયા’ની ગુજરાતી આવૃત્તી ‘નવગુજરાત સમય’ દૈનીકમાં શ્રી. અીનલ દેવપુરકરની લોકપ્રીય કૉલમ ચહેરામહોરાં નામે પ્રકાશીત થાય છે. તેના તા. 17 ઓક્ટોબર, 2016ના અંકમાંથી લેખકશ્રી અને ‘નવગુજરાત સમય’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : 

Shri Anil devpurkar, C–301, Balaji Enclave, Behind Viththalesh Avenue, Swagat Restourent Street, Subhanpura, Gorwa Road, Vadodara – 390023 Mobile: + 91 97273 11144 eMail: a.devpurkar@gmail.com

17 Comments

  1. AAva mansikaghat aapnara ne bhram bhangnara o ne ughada padya shivay,emne emna akshmya kartuto kyare dekhashe?!!…Emni shan thekane lavya pachhi j, e sahkar aape to sarvar thai shake.Pan…e bahu lambi ne unpractical baba6t lage chhe.TYAN SUDHI TO JE PAN AAVA KRUTYONI BHOG Baneli vyakti e emne ughada padava j padashe.Ne ema purav hoy to kayadakiya pagala pan avshya leva j joie.NAHI TO ,NAVA NAVA ASHARAMO UBHA THAYA J KARVANA ,KARAN AAPNI PRAJA POKAL DHARMIK GHELACHHA VALI MURKH CHHE.

    Liked by 1 person

  2. There is nothing like “MOX” and nothing like Heaven and hell. It is all humbug. The life is a journey from Zero to Zero. Between this Zero to Zero, enjoy the life without harming others. That is all.

    Liked by 2 people

  3. મિત્રો,
    શ્રી અનીલ દેવપુરકરનો મારે સો સો પ્રણામ સાથે આભાર માનવો છે….. અેમણે જે સત્યોને ઉઘાડા પાડયા છે તેને માટે. તેમનો અેક અેક શબ્દ સત્યથી ભરેલો છે. અેક પણ શબ્દ વેડફાયેલો નથી.. ભારત કદાચ દુનિયાનો અેક જ અેવો દેશ છે જ્યાં ગલીઅે ગલીઅે મોક્ષ આપનાર અને અપાવનાર બેઠા હોય છે. દરેક ઘર્મોમાં આવી પ્રવૃતિ ચાલતી હોય છે…જે અનીલભાઇઅે વર્ણવી. વઘુ નહિ લખતાં મારા પોતાના કોઇ સ્નેહિ જનોઅે કહેલી બે વાતો લખીશ.
    ૧. અેક પુરુષ સાઘુ…આઘેડ વયના. માંદા પડયા અને હોસ્પિટલમાં દાખલ થયા. ત્યાં તેમની સરસ રીતે સેવા કરતી નર્સ બહેન સાથે તેમને લગણીઓ જન્મી. સાઘુપણું છોડી દીઘું બન્ને સાથે રહેતા થઇ ગયા. દવા લેવા મારે ત્યાં ફાર્મસીમાં આવતા. તેમણે અનીલભાઇઅે લખી તેવી જ વાતો કરેલી.
    ૨. મારા મિત્ર..જે સાથે ભણેલાં તેમના પત્નિ ડોક્ટર.. લાસ્ટ યર અમે અમેરિકામાં આસરે ૪૫ વરસે મળ્યા. બેને તેમના ડોક્ટર તરીકેનો અનુભવ કહેલો….કે કહેલા. મોડી સાંજે કે રાતે પણ કહી શકાય અેવા સમયે અનીલભાઇઅે કહેલા વાતાવરણમાંથી પ્રેગનન્ટ સાઘ્વીઓ તેમની દશામાંથી છુટકારો મેળવવા અાવતી…અસંખ્ય.

    કહેવાતા ઘર્મોઅે જે ડાટ વાળ્યો છે તેને વર્ણવવો મુશ્કેલ છે. યુવાનવય અાવે અેટલે સેક્ષ હોરમોન્સ પોતાનું કામ કરે ને કરે જ. સેક્ષ હોરમોન્સની અસર અેટલીતો મજબુત હોય છે કે ભલભલાથી કન્ટરોલ નથી થઇ શકતો.

    ઘણા પેરેન્ટસ્ પોતે પોતાની બાળવયની દિકરીઓને સાઘ્વિ બનાવવાને માટે તલપાપડ બની રહેતા હોય છે….પૂત્રને માટે પણ આવું જ ઇચ્છતા હોય છે. અને પછી યુવાવયમાં પ્રવેશે અને સેક્ષ હોરમોન્સના કબજામાં શરીર પ્રવેશે અને ખોટા કર્મો કરવામાં પડી જાય છે.

    આ બઘું નહિ જોવું અને જાણવું હોય તો દિકરીને ભણતર પુરું થયા બાદ અેક બે વરસબાદ પરણાવી દેવી જોઇઅે…ઉમર, આશરે…૨૩ થી ૨૫. દિકરાને પણ….

    મોક્ષ જેને કોઇઅે જોયો નથી જાણયો નથી કે મેળવ્યો છે કે નહિ તેની સાબિતિ નથી તે મેળવવા માટે શાહમૃગ જેવું જીવન જીવવું અે યોગ્ય નથી. આવા રસ્તે અબુઘોને મોકલનાર અને તે કરવાં સાઘુજીવન આપનાર બન્ને સમાજના દ્રોહિ છે….મા..બાપ…અને સાઘુઓ.

    અનીલભાઇઅે અાંખ ઉઘાડનારો લેખ આપ્યો છે. દરેકે દરેક ઘરમાં આ લેખ પહોંચવો જોઇઅે.
    બીજા ઘર્મોમાં પણ આવા પ્રસંગો બનતા જાણમાં આવ્યા છે. સેક્ષ હોરમોન્સ ને કોઇપણ ઘર્મ કન્ટરોલ કરી શક્તો નથી…કોઇપણ….કોઇપણ…..ઘર્મ….
    થેંક્સ ગોવિંદભાઇ.
    અમૃત હઝારી.

    Liked by 2 people

  4. મોક્ષ જેને કોઇઅે જોયો નથી જાણયો નથી કે મેળવ્યો છે કે નહિ તેની સાબિતિ નથી તે મેળવવા માટે શાહમૃગ જેવું જીવન જીવવું અે યોગ્ય નથી. (as Amrutkaka said in his comment ) આ એક કડવું સચ છે જે આપનો સમાજ અપનાવી શકતો નથી અને અપનાવી શકશે પણ નહિ… જિયા સુધી સમાજ આવી મજબૂરી થી જીવશે તીયા શુદ્ધિ કોઈ બદલાવ નહિ આવે…

    તમે એક ઢોંગી ની પોળ ખોલશો તિયાં બીજા દસ ઢોંગી પેદા થશે અને એને સાથ આપવા આવા જ માતા-પિતા ૧૦૦ ૧૦૦ ની સંખિયા માં ઉભા હશે……

    સાંતી થી જીવો… જે કુદરતે આપિયું છે એનો લહાવો માણો અને મનાવો ……

    Liked by 2 people

  5. વઘુમાં…….
    વિજ્ઞાન અેટલે વિશેષ જ્ઞાન. ૨૦૧૭ની સાલમાં આપણે બઘા જે જીવન જીવી રહ્યા છીઅે તે વિજ્ઞાનને નવી નવી શોઘો થકી આપેલી જીંદગી છે. સવારે ઉઠીને..દિવસભર જે કોાં કાર્ય કરીઅે છીઅે તે કરીને રાતે સુવા થી બીજે દિવસે ઉઠીઅે ત્યાં સુઘીના ૨૪ કલાકની હરેક સેકન્ડ વિષેનું જ્ઞાન વિજ્ઞાને પણને આપેલું છે અને દરરોજ નવી નવી શોઘો દ્વારા તે જ્ઞાનમાં વઘારો થતો રહે છે. આ બઘુ મીકેનીકલી જીવીને માણસ વિજ્ઞાન કરતાં કહેવાતા ઘર્મોના સકંજામાં જીવન જીવી રહ્યો છે.
    ગઇકાલે હિન્દી ન્યુઝમાં જોયું. ભારતની નૌસેનાઅે અેક આઘુનિક સબમરીન મેળવી અને તેને કામમાં લેવા પહેલાં હિન્દુઘર્મના પુજારીઅે તેની પુજા કરી. નૌસેનાના વડા પણ હાથ જોડીને ત્યાં ઉભા રહેલાં જોયા…..અા શું છે ? વિજ્ઞાન, વિજ્ઞાનીઓ, મીકેનીકલ ઇન્જીનીયરો, કેમીસ્ટો, વર્કરો સૌના સાથ સહકાર અને કર્મથી આ સબમરીન બની. અને ‘ભગવાન’ના નામે ચઢાવી. બીજા ઘરમોમાં માનતા કોઇનો પણ આ સબમરીન બાંઘવામાં સહકાર ન્હોતો ? અાને અંઘશ્રઘ્ઘા કહેવાય અેવું મારું માનવું છે.
    મોક્ષનું પણ અેવું જ છે.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  6. ધર્મગુરુઓ, ભગવાન, શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની સેળભેળ ન થાય તો સારું. આવી માહિતી વર્ષો પહેલાં ‘જીગર-અમી’ નામની નવલકથા વાંચી તેમાં હતી. આ અત્મકથાનકમાં ધર્મ અને ધર્મસ્થાનોમાં ચાલતી ગેરરીતીઓ અંગે વિગતથી વર્ણન છે.

    Liked by 1 person

  7. we are in such a thought provoking situtation ? World has advanced to such great scientific researches, & our people refuse to come out of our false religious beliefs. we need good teachers, good leaders & institutes to bring situations in which people can advance. & last even sadhus & & sants ust come forward to bring change in our society.

    Liked by 1 person

  8. પ્રિય અનીલ દેવપુરકરનો લેખ મને ગહરી અસર પાડી ગયો.
    ઘરમાંથી આવું અધઃ પતન કરનારું ધાર્મિક વાતાવરણ દૂર કરવું જોઈએ. હું સાત આઠ વરસનો હઈશ ત્યારે મારી પ્રેમાળ મા તરફથી ધ્રુવની તપસ્યાની વાતો સાંભળી પોષ મહિનાની કડકડથી કડકડતી ઠંડીમાં હું ધ્રુવનીની જેમ તપસ્યા કરવા પરોઢિયામાં હાલી નીકળેલો. મારી સાથે મારા જેવડો મારો મિત્ર પણ હતો. ભલું થાજો રૂખડ ભારથી બાવાનું કે અમને બન્નેને ધમકાવીને ઘોડા ઉપર બેસાડીને ઘર ભેગા કર્યા. અને અમારાં માબાપને ભર ઊંઘમાંથી ઉઠાડીને સોંપ્યા, જો રૂખડભાઈ ન મળ્યા હોત તો અમો એવી બાવળની ઝાડીમાં તપસ્યા કરવા જવાનું નક્કી કરેલું કે અમો મરીતો જાત પણ અમારાં હાડકાં પણ વરુ અને શિયાળિયા ચાવીને ખાઈ જાત .

    Liked by 1 person

  9. An eye opening article. .Congratulations to Shri Anilbhai for bringing this truth before general public. Reminded ‘JIGAR & AMI’, A NOVEL,BASED ON TRUE STORY, READ DURING COLLEGE DAYS..
    Anyway, this is true of any & every Sampraday & religion — AS WELL AS such tales coming before public on & off. BUT ‘Andhshradhdha’ continues to take toll of/ sacrifice of many youngsters, As in every sphere, here also unless the. social conscious does not improve such incidences will continue. SOCIAL AWAKENING / AWARENESS IS THE ONLY SOLUTION for which right thinking people must continue their efforts.
    — Navin Nagrecha, Pune..

    Liked by 1 person

  10. થોડા વખત પહેલા મેં છાપામાં વાંચેલું કે એક ચાર વરસની દિકરીને જૈન સાધ્વીની દીક્ષા દીધી.
    ગોવિંદભાઈ મને આવી ઘણી વાતોની ખબર છે. એક ચૌદેક વરસનો છોકરો છોકરાને સાધુ બનાવવામાં આવ્યો એ ઘણા વડીલ સાધુના સૃષ્ટિ વિરુદ્ધ કર્મનો ભોગ બનેલો . આ વાત પણ મેં છાપ દ્વારા વાંચેલી, એક અમેરિકામાં જાણીતા સાધુની જાપાનીઝ શિષ્યા વાત કરતી હતી કે હું વધુ કૈં કહેવા નાગતી નથી. પણ આવા સાધુની શિષ્યા થવાનું મારુ કામ નહીં અમદાવાદના એક મંદિરના મહંત વિષે એક પરણેલી સ્ત્રી વાત કરતી હતી. મારા પ્રશ્નના જવાબમાં મેં એને પ્રશ્ન પૂછેલો કે આ તારી બાળકીનું મોઢું રંગ અણસાર આ મહંત જેવી લાગે છે. તે બોલી આ બાળકી મહંત બાપુની કૃપાનું ફળ છે વ. મોટી પરણવા લાયક થશે ત્યારે મહંત બાપુ કોઈ યોગ્ય બ્રાહ્મણ યુવક સાથે લગ્ન કરી આપશે. આ સ્ત્રી જાતિભેદવાળા હિન્દુઓના વાડામાં હલકા વાડાની હતી કેટલીક વાતો ગોવિંદભાઈ તમારી આગળ કરવી ખૂટે એમ નથી .
    પુરાણોમાં ઋષિ વિશ્વામિત્રનો દાખલો છે. તેઓ કાંડ મૂળ ફળ બને એટલા ઓછા પ્રમાણમાં ખાઈ તપસ્યા કરતા હતા. તે મૅકના ચેન ચાલમાં પલ્ટી ખાઈ ગયા તો ચૂચવતા ધીવાળા લાડુ અને એવો બીજો માલ મલીદો ખાનારા અખંડ બ્રહ્મચારી હોવાનો દાવો કરતા જુવાન સાધુ સ્ત્રીઓમાં ન લપટી જાય એવું તમે માનો છો ? હું તો નથી માનતો. સ્ત્રી એ પરમેશ્વરની અદભુત કૃતિ છે, એનાથી દૂર ભાગવાનો દાવો કરવો એ સ્ત્રીઓનું અને પરમેશ્વરનું અપમાન છે. એવું હું માનું છું,

    Liked by 1 person

  11. ……. ને આ મારી 12 મા નંબરની કોમેંટ=======================
    ઘરમાં કહેવાતુ ધાર્મિક વાતાવરણ એક પાગલપણાથી વિષેશ નથી. માનસિક વિકલાંગો એવા જ વાતાવરણથી પેદા થતા જોયાના મારી પાસે દાખલા છે. સફળતા અપાવનાર પેલા મંદિરમાં જ બેઠો છે તેમ માની લઇ મંદિર આગળથી ખસતા જ નથી. જીવનનો કેટલોય કીમતી સમય કહેવાતી ધાર્મિક્તા માટે વેડફી નાખનારા આપણે ત્યાંં બહુમતીમાં છે. આપણુ શુ ચાલે? કોઇને રોકવા જવા કરતા પોતે જ રેશનાલીઝમ આગળ રોકાઇ જઇએ તો કેવુ,,,,,,,,?
    બાકી, બખેડા,ધતિંગ,ધુતારા, હંબગ, ,,,,,,,,,,,,,,એવુ તો ઘણુ બધુ આપણી આસપાસ ચાલ્યા કરે છે. આપણે પોતે તેનાથી દૂર થવામાં જ મઝા છે. આ જમાનો મોક્ષનો નહીં, ઝેરોક્ષનો છે.
    જે કામમાં આવશે.
    અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી,
    રોહિત દરજી ” કર્મ” હિંમતનગર

    Liked by 1 person

  12. Nice article, but many knew about similar things for many many years. Every religion from east to west is known for many centuries for such things. People from all walks of life still get fooled! From the article: ભ્રમ ભાંગનારા અને માનસીક આઘાત આપનારાઓની સારવાર કરવી વધુ જરુરી છે. When will that happen?

    Liked by 1 person

  13. Sexual abuse by religious people ઍ બધા ધર્મો માં ચાલી રહ્યું છે. અવાર નવાર છાપાઑમાં ચર્ચ ના પાસ્ટરો તથા મસ્જીદના મોલવીઓના વિષે આ પ્રકાર ના સમાચારો આવ્યા કરે છે. ચર્ચ ના પાસ્ટરો થકી થતા આવા કૃત્યોની તો વેટિકન માઁ બેઠેલા પોપે પણ નોંધ લીધેલ છે. આ ઍકવીસ મી સદીમાં “ધર્મ” “અધર્મ” બની ગયેલ છે.

    કાસીમ અબ્બાસ,
    કેને ડા

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s