સ્ત્રી કોમૉડીટી છે તેવી માનસીકતામાંથી આપણે ક્યારે બહાર આવીશું?

સ્ત્રી કોમૉડીટી છે તેવી માનસીકતામાંથી આપણે ક્યારે બહાર આવીશું?

–કામીની સંઘવી

દક્ષીણ ગુજરાતના એક નાના ટાઉન જેવા શહેરમાં એક લગ્નપ્રસંગમાં જવાનું બન્યું. અપર ક્લાસ કહેવાય તેવા ફૅમીલીમાં પ્રસંગ હતો. મોટા પાર્ટી પ્લૉટમાં બધી જ તાકઝાક–ઝાકઝમાળ હતી, જે આવા પ્રસંગે હોય. બહાર જાનૈયાઓ મનપસન્દ ફીલ્મી ધુનો પર નાચતા હતા. વડીલ વર્ગ યુવાનોને મોકળાશ આપવા અને કંઈક તો વરઘોડામાં ફરીને થાકી ગયા હતા તે બધાં, શામીયાનામાં ઢાળેલી ઈઝી ચેર પર ગોઠવાઈને ગૉસીપ કરવામાં મશગુલ હતા. અને મારા–તમારા જેવા લોકો જેમણે પર્સનલ રીલેશનને કારણે પ્રસંગમાં હાજરી પુરાવવી જરુરી હતી, તે લોકો ક્યારે માયરામાં વર–વધુ પધારે અને આશીર્વાદ–અભીનન્દન આપી ઘરે જવાય, તેની રાહ જોતાં બોર થતાં બેઠાં હતાં. બાકી સ્વાદશોખીનોને જમણવાર ક્યારે શરુ થાય તે વાતમાં જ રસ હોય તેમ, વારંવાર કેટરીંગના માણસો દોડાદોડી કરતા હતા, તેને જોતા બેઠા હતા. અને ક્વચીત્ રસોડામાંથી આવતી સોડમને શ્વાસમાં ગ્રહીને કઈ વાનગીઓ બુફે ભોજનમાં પીરસાશે તેનો ક્યાસ કાઢતા ટાઈમ પાસ કરતા હતા. જાનૈયાઓએ હવે નાચી લીધું અને તેમની અન્દર આવવાની ઘડીઓ ગણાઈ રહી હતી. ત્યાં અચાનક બે–ચાર કેટરીંગના માણસો, આઠ–દસ છોકરીઓ સાથે આવી પહોંચ્યા. જે લોકો શામીયાનામાં બેઠા હતા, તે બધા તે છોકરીઓને જોઈને સ્તબ્ધ થઈ ગયા ! બધી છોકરીઓએ એકદમ ટાઈટ અને ટુંકાં, બ્લૅક કલરનાં– વળી, ટુંકાં એટલે ઘુંટણથી એક વેંત ઉંચા સ્કર્ટ પહેર્યા હતાં. ઓછામાં પુરું આટલાં ટુંકા સ્કર્ટમાં પાછળ કટ હતો! રેડ કલરના સ્લીવલેસ ટૉપ અને હેવી મેકઅપ અને હેરસ્ટાઈલમાં સજ્જ તે છોકરીઓને પેલા કેટરીંગના મૅનેજર જેવા દેખાતા માણસે, શામીયાનામાં ઢાળવામાં આવેલી ચેર્સની આસપાસના મેઈન પૉઈન્ટ પર ગોઠવવા માંડી. બધી છોકરીઓના હાથમાં હાથ લુછવા માટેના ટીસ્યુ પેપરના થપ્પા હતા. જાનૈયાઓ આવ્યા અને તે સાથે જ બધી છોકરીઓ સાથે એક–એક કેટરીંગ સર્વીસ બૉય, ચેરની આસપાસ ગોઠવાઈ ગયાં. છોકરાઓના હાથમાં સૉફ્ટ ડ્રીંક્સથી ભરેલી ટ્રે હતી અને કેટરીંગ સર્વીસ ગર્લ્સ દરેક ગેસ્ટના હાથમાં, ટીસ્યુ પેપર સાથે સ્માઈલ આપીને, ગ્લાસ સર્વ કરવા લાગી. તેમના ટુંકા સ્કર્ટ પર દરેક પુરુષ જ નહીં; પણ સ્ત્રીઓની નજર પણ જતી હતી; કારણ કે લગ્ન જેવા પ્રસંગમાં તો કોણ આવાં ટુંકાં કપડાં પહેરીને આવે? આખરે લગ્ન જેવા સોશીયલ ફંક્શનમાં સર્વીસ–ગર્લને આવા ટુંકા સ્કર્ટ પહેરાવવાની શી જરુર? કે પછી લગ્ન જેવા ફૅમીલી ફંક્શનમાં પણ હવે આપણને ગ્લેમરની જરુર પડવા લાગી છે?

દીવસે–દીવસે સમાજમાં સ્ત્રીઓનું અંગપ્રદર્શન થાય તેવાં કપડાં પહેરવાં કે પહેરાવવાંનું ચલણ વધતું જાય છે. જ્યાં જુઓ ત્યાં પર્સનલ એસેટ્સનું વરવું પ્રદર્શન કરવા–કરાવવાની શી જરુર છે? અને તેયે લગ્ન જેવા શુભ પ્રસંગ પર સર્વીસ–ગર્લને ટુંકા સ્કર્ટ પહેરાવવાની ? કેમ તેમને સાડી કે સલવાર–સુટ ન પહેરાવી શકાય? ગરીબ છોકરીઓ આવાં કપડાં પહેરવાં એટલે જ મજબુર થાય છે કે પૈસા કમાવા તે તેમની પ્રાથમીક જરુરીયાત છે. અને કેટરીંગ સર્વીસવાળા આવી લાચાર છોકરીઓનો ગેરલાભ લે છે. કોઈ બાર કે પબ હોય તો સમજ્યા કે, તેની સર્વીસ–ગર્લ આવાં ટુંકાં કપડાં પહેરીને ડ્રીંક્સ સર્વ કરે. પણ લગ્ન જેવા ફંક્શનમાં સમથીંગ ડીફરન્ટ દેખાડવાના આવા ધખારા કેવા વરવા લાગે! એ સર્વીસ–ગર્લમાં બે–ચાર નવી હતી. તે છોકરીઓના ચહેરા પર આવાં કપડાં પહેરવાનો ક્ષોભ દેખાતો હતો. કેટલીક વારંવાર તેના સ્કર્ટને નીચે તરફ ખેંચ્યા કરતી હતી. કેમ આપણે સ્ત્રીની પૈસા કમાવાની લાચારીનો ગેરફાયદો ઉઠાવવાનું જરા પણ ચુકતા નથી? કેટરીંગ સર્વીસ જેવા સાફસુથરા બીઝનેસમાં પણ છોકરીઓનું શોષણ થશે, તો આ સમાજ ક્યાં જઈને અટકશે?

એક તરફ આપણે સ્ત્રીને માતા કે બહેન કે દેવીનું રુપ માનીએ છીએ. ઘરમાં તેમનું સમ્માન જાળવીએ છીએ. નવરાત્રી–દુર્ગા પુજામાં તેની પુજા કરીએ છીએ, અને બીજી તરફ આપણે આપણી જરુરીયાત મુજબ તેમનો કોમૉડીટી તરીકે ઉપયોગ કરતાં અચકાતાં નથી. અરે, તે વાતનો આપણને અફસોસ પણ નથી ! જો બીકતા હૈ, ઉસે બેચના ચાહીએ. સમાજમાં સ્ત્રી–શરીર વેચાય છે, તો કોઈ પણ રીતે વેચો. આવી ઘટના બને ત્યારે થાય છે કે ભારતમાં ધરમુળથી સામાજીક મુલ્યો જ બદલવાની જરુર ઉભી થઈ છે. કોઈ પણ જગ્યા પર સ્ત્રીનું અંગપ્રદર્શન થાય તેની નવાઈ જ નથી રહી; કારણ કે નાની–મોટી દરેક જગ્યા પર, સ્ત્રી–શોષણ એટલું વ્યાપકપણે વધી રહ્યું છે કે હવે ઉપર વર્ણવી તેવી ઘટના તો આપણને તુચ્છ લાગવા માંડી છે. તેના પ્રત્યે આપણે સભાન જ નથી, તો પછી રીઍક્ટ કરવાની વાત તો ક્યાંથી આવે? એક બે સાથી–મહેમાનો સાથે આ સર્વીસ ગર્લ્સના ટુંકા ડ્રેસ બાબતે વાત થઈ; તો તેમણે મને સામે પુછયું, ‘વૉટ્સ રૉંગ ઈન ઈટ? એમાં કયો મોટો ઈસ્યુ છે?’

આજે એક લગ્નપ્રસંગે આવી સર્વીસ ગર્લ્સ જોવા મળી, કાલે બીજી જગ્યા પર જોવા મળશે; કારણ કે ‘સમથીંગ ડીફરન્ટ’ કરવું તે આજે દરેક જણની માનસીકતા બની ગઈ છે. પછી ભલે ડીફરન્ટના નામે આપણે કોઈની લાચારીનો ફાયદો ઉઠાવીએ. હા, બીજા કરે ત્યારે ચોક્કસ ટીકા કરીએ કે, ‘પેલા લોકોએ તો કેવાં ટુંકાં કપડાં પહેરેલી છોકરીઓ પીરસવા માટે રાખી હતી?’ પણ આપણો વારો આવે ત્યારે તરત ભુલી જઈશું અને આપણે સહેલાઈથી હાથ ખંખેરી નાંખીશું કે આપણે ક્યાં તેમને કહેવા ગયાં હતાં કે આવાં કપડાં પહેરેલી સર્વીસ ગર્લ્સ આપજો. તે તો કેટરીંગવાળાનો પ્રશ્ન છે ને? કેટરીંગવાળા જાણે અને તેમની સર્વીસ ગર્લ્સ જાણે! અને વળી અચાનક ડહાપણની દાઢ ફુટી હોય તેમ કહે પણ કે, કોઈના અંગત મામલામાં દખલ થોડી કરાય? કયાંય પણ વીરોધ કરવાનો આવે કે સાચી વાત કહેવાનો સમય આવે ત્યારે આપણે તે જવાબદારીમાંથી છટકવાના રસ્તા શોધીએ છીએ; કારણ કે આવી બાબતમાં કચકચ કરવી કે વીરોધ નોંધાવવો તે આપણને નાની બાબત લાગે છે. હકીકત એ છે કે શરુઆતમાં નાનું દેખાતું પરીવર્તન પાછળથી વીકારળ રુપ ધારણ કરે ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ચુકયું હોય છે. દરેક સામાજીક સમસ્યાનો ઉકેલ શું ત્યારે જ શોધવાનો જ્યારે તે વરવુંરુપ ધારણ કરે? આગ લાગે ત્યારે જ કુવો ખોદવાની માનીસકતામાંથી આપણે ક્યારે બહાર આવીશું? શા માટે તેને ઉગતા જ ડામી દેવાની વૃત્તી આપણે કેળવતા નથી? શા માટે ખોટી વાતનો વીરોધ કરતાં આપણે અચકાઈએ છીએ?

કેમ નાનપણથી આપણે છોકરીઓને શીક્ષણ નથી આપતાં કે ખુદને કોમૉડીટી ન માનો? અને તે મુજબનું વર્તન ન કરો? પણ સ્કુલ–કૉલેજથી જ તેનો ઉપયોગ કોમૉડીટી તરીકે આપણે કરીએ છીએ. જેમ કે સ્કુલમાં કોઈ ફંક્શન હોય કે સેમીનાર હોય તો મહેમાનોનું સ્વાગત કરવા માટે આપણે સારી–સુન્દર દેખાતી છોકરીઓને સજી–ધજીને આગળ રાખીએ છીએ. તેમના દ્વારા મહેમાનોને પુષ્પગુચ્છ કે બુકે આપીને સ્વાગત કે વેલકમ કરાય છે. મહેનાનોને શાલ કે સ્મૃતીચીહ્ન અર્પણ કરવાનું હોય તો તે લેવાદેવા માટે પણ છોકરીઓને રાખવામાં આવે છે. શા માટે મહેમાનોનું સ્વાગત છોકરીઓ જ કરે? કેમ છોકરાઓ દ્વારા નહીં કરાવવાનું? એક સ્કુલના પ્રીન્સીપાલને આ પ્રશ્ન પુછ્યો તો તેમણે કહ્યું કે, ‘આવા પ્રંસગે છોકરીઓ જ શોભે. થોડી રોનક લાગે.’ બસ, આપણને બધે ‘રોનક’ કરવાની–દેખાડવાની ટેવ પડતી જાય છે. ભલે તે માટે સ્ત્રીનું શોષણ થાય કે તેની મરજી વીરુદ્ધ તેને સજવા–ધજવાની ફરજ પાડવામાં આવે. આજ સુધી આપણે ટી.વી., ફીલ્મ, મૅગેઝીન જેવા મીડીયામાં કે એડ્માં છોકરીઓને અંગ–પ્રદર્શન કરતી જોતાં હતાં. હવે આપણે તેમને આપણા લગ્ન–વીવાહ જેવા સામાજીક પ્રસંગો પર અંગ–પ્રદર્શન કરતી જોઈશું. એટલે જ હવેથી લગ્ન–પ્રસંગ પર ગેસ્ટને મેનુ સર્વ કરવા માટે આપણે સર્વીસ ગર્લ્સ મુકીએ છીએ, તે પણ ટુંકાં કપડાં પહેરેલી છોકરીઓ; કારણ કે રોનક લાગે!

સ્ત્રી કોમૉડીટી નથી તે વાત ગાઈ–વગાડીને કહ્યા પછી કબુલ કરવું પડે કે ખાટલે મોટી ખોટ એ છે કે સ્ત્રી પોતે જ પોતાને કોમૉડીટી માને છે અને તે મુજબ બીહેવ કરે છે. જ્યાં જરુર લાગે ત્યાં તે અંગપ્રદર્શન કરતા અચકાતી નથી; કારણ કે પૈસા કમાવાનો તે સહેલો રસ્તો છે. અને સહેલો રસ્તો પસન્દ કરવો તે સામાન્ય માનવીની માનસીકતા હોય છે.

કોમૉડીટીના નામ પર સ્ત્રીનું શોષણ થાય તો તે ગેરકાયદે કૃત્ય ગણાવું જોઈએ, તેવું આપણે કયારે માનતા થઈશું? જેથી કરીને સદીઓથી નાની મોટી બાબતે સ્ત્રીનું શોષણ કરવાની ટેવ ઘર કરી ગઈ છે તે છુટી શકે! ખાસ કરીને સ્ત્રીને જ જાગૃત કરવી જોઈએ કે તે આવા શોષણનો વીરોધ કરે. કમ સે કમ પ્રસંગ પર રોનક બનવાની ના પાડે, તો જ સમાજની માનસીકતામાં બદલાવ શક્ય છે અને તેથી કરીને લાંબે ગાળે સ્ત્રીને કોમૉડીટી માનતા પુરુષની માનસીકતામાં પણ બદલાવ આવે. સ્ત્રી–પુરુષનો સમાન આદર થાય તો જ સ્વસ્થ સમાજનું નીર્માણ થાય.

રેડ ચીલી

“I myself have never been able to find out precisely what feminism is : I only know that people call me a feminist whenever I express sentiments that differentiate me from a doormat or a prostitute.”

Rebecca West

–કામીની સંઘવી

મારા અભીવ્યક્તી બ્લૉગ માટે આ પુસ્તક મને હેતથી ભેટ મોકલવા બદલ બહેન કામીની સંઘવીનો દીલથી આભાર.. ગોવીન્દ મારુ

‘મુંબઈ સમાચાર’ દૈનીક, મુમ્બઈની ‘લાડકી’ પુર્તીમાં વર્ષોથી પ્રગટ થતી સુશ્રી. કામીની સંઘવીની લોકપ્રીય કટાર ‘દીલ કે ઝરોખોં સે’માં પ્રગટ થયેલા સ્ત્રીને સ્પર્શતા લેખોનું સંકલન કરીને એમનું પહેલું પુસ્તક પ્રકાશીત થયું છે. (પ્રકાશક : ગુર્જર સાહીત્ય ભવન, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ – 380 001 પ્રથમ આવૃત્તી : 2015 પૃષ્ઠ : 12 + 132 = 144, મુલ્ય : રુપીયા 115/- ઈ.મેઈલ : goorjar@yahoo.com ) તે પુસ્તકના લેખીકાના અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખીકા સમ્પર્ક :

કામીની સંઘવી, D-804, New Suncity, Appartment, B/H. Bhulka Bhavan School, Anand Mahal Road, Adajan, Surat – 395 009 સેલફોન : 39563 94271 ઈ.મેઈલ :   kaminiks25@gmail.com

23 Comments

  1. ભારતમાં ધરમુળથી સામાજીક મુલ્યો જ બદલવાની જરુર ઉભી થઈ છે.
    chalo aapane aapanaathee sharuat karie.

    ROHIT DARJI” KARM” HIMATNAGAR

    Liked by 2 people

  2. Nice thoughts these: “ભારતમાં ધરમુળથી સામાજીક મુલ્યો જ બદલવાની જરુર ઉભી થઈ છે.– — સાચી વાત કહેવાનો સમય આવે ત્યારે આપણે તે જવાબદારીમાંથી છટકવાના રસ્તા શોધીએ છીએ. — — સ્ત્રી પોતે જ પોતાને કોમૉડીટી માને છે અને તે મુજબ બીહેવ કરે છે. જ્યાં જરુર લાગે ત્યાં તે અંગપ્રદર્શન કરતા અચકાતી નથી”
    My congratulations.
    I suggest that anyone interested more in such ideas should read the strikingly beautiful poems of our famous Gujarati poetess Panna Nayak.
    Thanks. — — Subodh Shah — USA.

    Liked by 1 person

  3. Stree jagruti vagar aapno dambhi purush adhipatya valo samaj aa badhu chalava j deshe.Tamara jevi feminist streeo aano virodh karshe ..pan e khub j laghumati ma j hashe.Etle e sachi stree kelvani vagar shakya nahi bane.Tamari vyatha wistle blower j bani raheshe.

    Liked by 1 person

  4. અમેરિકા જેવો સુપર પાવર દેશ પણ એક મહિલાને પ્રેસીડન્ટ બનાવવા માનસિક રીતે તૈયાર નથી એ છેલ્લી ચુંટણીમાં હિલરી ક્લીન્ટનની બે વખત કરેલા પ્રયત્નો પછી જે હાર થઇ એ ઉપરથી પુરવાર થયું છે.સ્ત્રી એક શક્તિ કહેવાય છે .જન સમાજમાં સ્ત્રીની શક્તિઓનો જોઈએ એવો આદર હજુ થયો દેખાતો નથી.

    સ્ત્રી–પુરુષનો સમાન આદર થાય તો જ સ્વસ્થ સમાજનું નીર્માણ થાય. એ લેખિકાની વાત ૧૦૦ ટકા સાચી છે.

    Liked by 1 person

  5. વ્હોટ ઇસ રોન્ગ કહેવા વારા ને એમ જ પૂછવું કે વરરાજા ને છાતની છાંટવા ના પ્રસંગ માં ઘર ની દીકરી ને શું કામ સજાવો છો..એને પણ બિકીની – બ્રા માજ મોકલો ને સ્વાગત માટે?

    મજબૂરી નો ફાયદો લેવા માં કોઈ પાછળ ના હઠે….. અને આ વાત કામિની બેને સારી રીતે આપણી સમક્ષ રજુ કરી …….

    આવા ફેમિનિસ્ટ લેખો લખતા રહો…. કદાચ વાંચી ને એક કે બે લોકો જાગૃત થઇ અને બીજા ને પણ કરે…

    Liked by 1 person

  6. Is there anything new in this article? This is going on in the name of fashion for many years. Men and women both are to be blamed. And above all Indian serials and movies. Copying without application mind.
    Indian culture? Old fashioned. Nowadays women and teenagers revealing all are found in temples too. It is good to know that some temple managements have dress codes.

    Liked by 1 person

  7. Murabhai, shri..
    Fakt stree j commodity chhe evu nahi pan aapne hu, tame, badha j evu pan maaniye chhiye ke manas jaat j ek commodity chhe. te ek purchasable item chhe… tethi thoda ek rupiya ma tene kharidi shakay chhe. koi ni supari aapavi hoy to thoda k j rupiya ni jarue hoy chhe.
    Tethi j to aapane eva agent loko ni vaat maaniye chhiye je mane kick back aape.
    Jed vepari grahak ne vadhare discount aape teni j pase thi grahak kharidi karashe..
    ane aavi vruti ne aapane practical attitude ganiye chhiye.

    Liked by 1 person

  8. Vaastavikata evi chhe ke ek stree j biji stree ni dushman baneli chhe.ek bahu j samany vaat.. Hindu mata pita na badha j santano vachche milkat ni ek sarakhi vahenchani no kayado aavyo to 1956 thi chhe pan tema jo koi aadkhili hoy to te ek stree j chhe je aa kayada nu palan karavaa no aagrah potana pati ne nathi karati.Stree ni jagruti ni j vadhare ma vadhare aavashyakata chhe.Stree jagashe to j badhu shaky banashe. Samaj na darek gunhao ma stree no moto role hoy chhe.

    Liked by 1 person

  9. amara vaidik dharm e to stree ne j ishvar nu svarup aapyu chhe. pan aapane loko j tenu avamulyan karelu chhe…aapana anek santo e bhagwan ne “maa” kahi ne j sambodhyo chhe. Aapane nature.. kudarat mate pan “kevi” evu kahiye chhiye…. .

    Like

  10. We have wrongly believe that religion gives “SANSKAR’ . It has made the society hypocratic. sorry to say Krisha and Gopi or Krishna and Radha is giving what value system ?? if society is less open, undemocrati,supressive then all these elements are exhibited.

    Liked by 1 person

    1. To Shri Ashokbhai Parikh:
      You said:
      “We wrongly believe that religion gives “SANSKAR’ . But it has made society hypocritical. Sorry to say this, but Krisha and Gopi or Krishna and Radha are giving what value system ??”

      You are quite right here. There are hundreds of examples like the one you have given here. Please continue to write. — —Subodh Shah, USA.

      Liked by 1 person

  11. Khub saras chintan karva jevo lekh ane sathe samajvani vat ke garib ni dikri commoditie banavava ma aave chhe jyare amir gharni stree ke dikri ang pradarshan kare chhe te ne fashion ma khapavava ma aave chhe manav manma hammesha amir ane garib ne jovama be judi najaro hoi chhe.

    Liked by 1 person

  12. સૌ અભિવ્યક્તિ મિત્રોને ‘ હેપી વેલેન્ટઇન્સ ડે ‘ સ્ત્રી અને પુરુષના પ્રેમનું પ્રતિક.
    સ્ત્રીને ‘કોમોડીટી‘ માનવાની વાત આવી છે…‘ વ્યાપારની અેક વસ્તુ‘………
    આજનો વિષય સામાજીક અને હ્યુમન સાયકોલોજીનો વિષય છે. આજે ખ્રિસ્તીઓના ૨૦૧૭માં વરસમાં અને હિન્દુઓના ૨૦૭૩મા વરસ માં અને ઇસ્લામના લગભગ ૧૪૦૦ ( ૭૮૬..)વરસ જૂના ઘરમના વરસમાં આપણે આ વિષય ઉપર ચર્ચા કરવા ભેગા થયા છીઅે. આ પૃથ્વિ ઉપર મનુષ્યનો જન્મ થયો ત્યારથી, સ્ત્રી અને પુરુષના સંવનનને કારણે આજે પૃથ્વિ ઉપરની વસ્તિ છે. મેડીકલ સાયન્સે આપણને સ્ત્રી અને પુરુષના શારિરિક રચના અને તેના કર્મોની ખૂબ માહિતિઓ સાબિતિની સાથે આપી છે. જન્મ…બાળપણ…કૌમાર્ય…..જનન યોગ્ય…પ્રોઢાવસ્થા…ઘડપણ…મૃત્યુ…..શરીરમાં હોરમોન્સ પોતાના કરમો વડે કૌમાર્ય દરમ્યાન સ્ત્રી અને પુરુષને અેક બીજા તરફ આકર્ષે….અને તે કરવા તેને જુદા જુદા નુસ્ખાઓ કરાવે….વસ્ત્રપરિઘાન પણ તેમાનો અેક નુસ્ખો છે. પક્ષીઓ કે પ્રણિઓ પણ આ કર્મમાંથી મુક્ત નથી……( ન્હાતી રાઘા અને તેની સખીઓના કપડાં ચોરનારને અાપણે ભગવાન કહીઅે છીઅે !!!!!!!!!!?????????)
    જેને ઘર્મ કહીઅે છીઅે તેમની ઉમર મેં જણાવી તેટલી છે….તેમણે મુકેલા નિતિ…નિયમો…તો માણસે બનાવેલાં છે…..સાચા…ખરા…ખોટા…..સમયાનુસાર જીવનમાં ઉતારીને કાઢી નાંખવા અે બનતું આવ્યુ છે.
    આજનો વિષય સાહિત્યનો નથી કે કોઇ ઘરમ કરમનો નથી. ઇમોશન્સનો નથી…..અાજનો વિષય જીવનની રીયાલીટીનો છે. પૃથ્વિ ઉપર ખુલ્લા પગે ચાલવાનો છે….સત્ય સ્વિકારવાનો છે.
    Sufi Sant Rumi said, ” Woman is a ray of God. She is not that earthly beloved : She is creative, not created.”
    Isssssaiah Mustafa said, ” I hope my daughter grows up empowered and does not define herself by the way she looks but by qualities that make her a intelligent, strong and responsible woman.”

    A woman, Tilda Swinton said, ” I would rather be handsome for an hour than pretty for a week.”

    અાપણે આજે આ પ્રશ્નની ચર્ચા કરવા ભેગા થયા છીઅે. પ્રશ્ન તો અાપણે જાણીઅે જ છીઅે…જે વિચારવાનું છે તે છે….તેનો ઉકેલ શોઘવાનો છે…..હું કે તું કે તેઓ કે બીજા સૌ….પોતાની જીંદગીને ન્યુટરલ રહીને તપાસે તો …કબુલ કરે તો…કપડાં અને શણગાર કરવા પોતેના વિચારો …શરીર…અંગ પ્રદર્શન…કરવાનું મન થયુ જ હશે….
    જે પ્રસંગ આલેખવામાં આવ્યો છે તે વેપાર માટે ઉપયોગમાં લેવાયેલો છે. પરંતુ તેજ સમયે લગ્નમાં હાજર રહેલી સ્ત્રીઓના વેશ…પરિવેશને જોયા છે ? લગન પ્રસંગોઅે મોટા ઘરની સ્ત્રીઓ જે રીતે અંગ પ્રદર્શન કરે છે તેનો કયો હેતુ હોઇ શકે ?

    ઇસ્લામે પરણેલી સ્ત્રીને બુરખો પહેરાવવાનો નિયમ કરેલો છે. જ્યારે બીજા ઘરમોઅે શું કરેલું તેની જાણ નથી.

    પેલી છોકરીઓની જીંદગી અને તેમની મજબુરીઓનો વિચાર કરો. ગરીબાઇ…તેમનો મોટો પ્રશ્ન છે. તે ગરીબાઇનો ઉકેલ શોઘો. પ્રશ્નના મૂળમાં જઇઅે…તેનો ઉકેલ લાવીઅે. ગરીબાઇ ના હોત તો શું તેઓ આ કામ કરવા આવતે ? સમાજ અને સામાજીક કાર્યકર્તાઓની આ જવાબદારી છે…આ દિકરીઓને બચાવવાની. સમાજ પેલા વેપારીને સમજાવીને ટૂંકા કપડાં નહિ પહેરાવવા મનાવી શકે. આપણા લેખક બહેન જો આ કર્મ શરુ કરે તો તેમની લીડરશીપ હેઠળ વસ્ત્રપરિઘાનમાં જરુરથી ફેરફાર લાવી શકાશે.

    મહાન કવિઓ…કાલિદાસ…અને બીજા ઘણાઅે સ્ત્રીના શરીરને વર્ણવ્યા છે તેને ખુલ્લા મને વખાણે છે…..
    ભાઇ, પ્રશ્રના મૂળમાં જઇઅે અને તેનો ઉકેલ લાવીઅે. શરીરશાસ્ત્ર અને હ્યમન સાયકોલોજીના આ વિષયને…૨૦૭૩ કે ૨૦૧૭ કે લગભગ ૧૪૦૦ વરસ જુના આપૃથ્વિ ઉપરના માનવીના પ્રશ્નો તે સમયના અનુરુપ રીતોથી ઉકેલીઅે. અેક બીજાનો વાંક કાઢતા બંઘ થઇઅે.

    ચર્ચોમા…મંદિરોમાં….મોટી મોટી ઓફીસોમાં….જ્યાં જોઇઅે ત્યાં થતાં સેક્ષના કૌભાંડોના પ્રશ્નોને ઉકેલવાની વાત ઉપર ઘ્યાન દોરીઅે……( અહિં પણ…સ્ત્રી અને પુરુષ અને સેક્ષ હોરમોન્સ પોતાનો રોલ ભજવે છે….)

    ખૂબ ખૂબ લખી શકાય…..શરત અેટલી કે આજના જમાનાને અનુરુપ વિચારોથી ખુલ્લામને વિષય ઉભો થવાના કારણોને તપાસીને તેનો ઉકેલ લાવવાનો પ્રયત્નો કરવા રહ્યા.

    અમૃત હઝારી.

    Liked by 1 person

  13. Aa lekh per aap sarve saras charcha kari ne mari vat tamra sau Na heart sudhi pahonchi te j lekhva ni falshruti. Thanks all for appreciation.

    Liked by 1 person

  14. સમાજના માનસની વ્યથા કરતાપણ વધુ વ્યથિત વાત આ છે કે,

    “સ્ત્રી કોમૉડીટી નથી તે વાત ગાઈ–વગાડીને કહ્યા પછી કબુલ કરવું પડે કે ખાટલે મોટી ખોટ એ છે કે સ્ત્રી પોતે જ પોતાને કોમૉડીટી માને છે અને તે મુજબ બીહેવ કરે છે. જ્યાં જરુર લાગે ત્યાં તે અંગપ્રદર્શન કરતા અચકાતી નથી; કારણ કે પૈસા કમાવાનો તે સહેલો રસ્તો છે. અને સહેલો રસ્તો પસન્દ કરવો તે સામાન્ય માનવીની માનસીકતા હોય છે.”

    સરસ લેખ.

    Liked by 1 person

  15. Thought provoking article. but some ladies themselves put on the such cloths to attract others to look at the , while the girls working for their jobs are made to put on such cloths

    Liked by 1 person

  16. ફરીથી બીજી કોમેન્ટ——— પર્ફેક્શ્નીસ્ટ આમીર ખાનની તાજેતરમાં રજુ થયેલી ” દંગલ” ફિલ્મ સ્ત્રીની ખુમારી રજુ કરવામાં બેસ્ટ ઉદાહરણ બની છે. નારી નારાયણી છે તે ભૂલી જાઓ, નારી ન્યારી છે તેમ કહો. પ્રાણીઓમાં ભેંસ,ગાય,બકરી વિ… પળાય છે અને પાડા,આખલા,બોકડા કતલખાને જાય છે. કેમ? કેમ? કેમ? રકાબી મહાન કે કપ ? રકાબી સ્ત્રી છે અને કપ પુરુષ . બંને સાથે શોભે કે બંને અલગ અલગ સારા? ચમચી અને ચમચામાં પણ ભેદ ખરો?
    સ્ત્રી-નારી-મહિલા-વુમન-કુમારી-શ્રીમતી-તરુણી-બાલિકા-કુમારિકા-છોકરી-,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, બધા જ મહાન છે.
    અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી,
    રોહિત દરજી” કર્મ” , હિંમતનગર

    Liked by 1 person

  17. મિત્રો,
    સરસ મઝાની ચર્ચા ચાલી રહી છે. આ ‘ સ્ત્રી અને પુરુષ‘ ની વાત જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે સપાટી ઉપર આવે ત્યારે ત્યારે મને વાંદર માંથી માણસ બનયો તે દિવસો સાંભરે રે….કદાચ જ્યારે વાંદર સ્વરુપે હતો ત્યારથી ….તેની યાદો કી બારાત…..ચાલ્યા જ કરે છે…..માણસના મગજમાં જ્યારે અવાજ સુરમયી થયો અને તેને શબ્દોમાં રુપાંતર કરતાં આવડયુ ત્યારથી જ મરઘી પહેલાં કે ઇંડું જેવાં સવાલોનો જન્મ પણ થતો રહ્યો છે. છેલ્લા ૫૦૦ થી ૧૦૦૦ વરસોમાં ભારતમાં ઘણાં સંતો, ભક્તો પાક્યા…તે બઘા જ પહેલાં તો પુરુષ હતાં…પછી જ્ઞાની બન્યા.. કારણ કે સમાજને સ્ત્રી અને પુરુષ અેક થઇને બનાવતા અને ચલાવતા અને વઘારતાં….અેક બીજા વિના બન્ને અઘુરાં……..અર્ઘનારિશ્વરનો વિચાર કોઇ વિચારકને આ અેક બીજા વિના અઘુરાની હકીકતમાંથી આવ્યો હોવો જોઇઅે…..સંવનન માટે કુદરતે સ્ત્રીને કામ સોંપ્યુ…પુરુષને આકર્ષવાનું કામ…..
    પ્રથમ પુરુષ અને પછી સંત બનેલાં…લગભગ બઘા જ જ્ઞાની પુરુષોઅે પોતાના વિચારો…સ્ત્રીને માટેના પોતાના વિચારો કહ્યા છે જેને શબ્દોમાં વણીને…બીજા લખવાવાળાઓઅે લેખ સ્વરુપ આપ્યુ…..
    સંત કબીર….પરણિત સંત…..ના વિચારો ખૂબ જ જ્ઞાન આપનારા છે….વાંચનારને જ્ઞાન અને વિચારવાનો ખોરાક આપે છે….
    ગોવિંદભાઈને અેક વિનંતિ…..અથવા વાચક ભાઇ બહેનોને પણ અે જ વિનંતિ….
    આપેલા રેફરન્સ ઉપર જઇ જે વિચારોનો ખોરાક મુકવામાં આવ્યો છે તેને અભિવ્યક્તિના આજના ટેબલમાં મૂકે…..
    https :// ramanlal.wordpress.com
    અથવા ગુગલમા શોઘો…
    નારી
    ત્યાં સંત કબીરજીના વિચારો મળશે…
    ‘ નારી વિષે…(૩૪)…( ૭૫૦ થી ૭૮૦)
    અાપણા વાચક..અને ચર્ચામાં ભાગ લેતા ભાઇ બહેનો ખૂબ આનંદથી માણસે.
    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s