આપણી અવૈજ્ઞાનીક પરમ્પરાઓ

આપણી અવૈજ્ઞાનીક પરમ્પરાઓ

–ડૉ. અશ્વીન શાહ

આપણામાંના મોટાભાગના લોકોના રોજબરોજના વ્યવહારમાં, વૈજ્ઞાનીક અભીગમનો અભાવ, વધતા–ઓછા પ્રમાણમાં ચોક્કસ જોવા મળે છે. એકવીસમી સદીના આજના માનવીના હાથમાં મોબાઈલ ફોનની લેટેસ્ટ ટૅકનોલૉજી આવી છે. ઈન્ટરનેટના ઉપયોગથી કોઈ પણ ટ્રેન, ફ્લાઈટ, પીક્ચરના શૉનું બુકીંગ કે ટુરમાં જવા માટે કોઈક દુરનાં સ્થળનું હૉટલ બુકીંગ તે ઓનલાઈન કરી શકે છે; ગમે તે સમયે (ઑફીસ સમય બાદ પણ) તે કરી શકે છે. આજે દુનીયાના ગમે તે ખુણેથી પોતાના સ્વજનનો સમ્પર્ક, પોતાને અનુકુળ તેવા, ગમે તે સમયે કરી શકે છે. આ બધું તે કરી શકતો હોવા છતાં; તેના કપાળ પરનાં તીલકો, ગળા–શરીર પરના દોરા–ધાગા, માંદળીયાંઓ કે શરીર પરની જનોઈ એ હટાવી શકતો નથી. પોતાનાં સન્તાનોને ઓરીની રસી મુકાવી હોવા છતાં; ઘરની ગૃહીણી કે વડીલોએ માનેલી ‘બાધા’ તે અટકાવી શકતો નથી. કરુણતા તો એ છે કે આવી ગૃહીણી સ્વયમ્ પણ એમ. એસસી. થયેલી હોય અને કદાચ કોઈ શાળામાં વીજ્ઞાનનો વીષય ભણાવતી પણ હોય !

આવાં અનેક ઉદાહરણો અમે તબીબી સારવાર કરતી વખતે જોતા રહીએ છીએ અને હતાશા અનુભવીએ છીએ. ઘણીયે વાર આ વૈજ્ઞાનીક તથ્યો ન સ્વીકારવાનાં કારણોની ગડમથલ કરતા રહીએ છીએ !

પરમ્પરાવાદી સંસ્કૃતી :

આપણે પરમ્પરાવાદી પ્રજા છીએ. ‘આગેસે ચલતા આયા હૈ’, એટલે જુના રીતરીવાજોનું આંધળું અનુકરણ કરતા રહ્યા છીએ. આ રીવાજ પાછળ કોઈ તર્કસંગત કારણ શોધવા માટે એનું વીશ્લેષણ કરવાની વૈજ્ઞાનીક દૃષ્ટીનો ઉપયોગ કરતા નથી. આ રીવાજને તોડવામાં સમાજનો ડર અથવા અસલામતી લાગે છે અને વળી, એનું પાલન કરવામાં કૌટુમ્બીક, સામાજીક ગૌરવ અનુભવીએ છીએ !

આપણે પરમ્પરાભંજક બનતા ડરીએ છીએ. દરેક જાણે છે કે હવે શહેરોમાં સ્મશાનયાત્રામાં શબવાહીની અને વાહનોનો ઉપયોગ થાય છે અને અગ્ની પેટાવવા માટે અનેક સાધનો ઉપલબ્ધ છે. ગેસ તથા ઈલેક્ટ્રીક સગડીઓ પણ છે; છતાં અગાઉથી ચાલી આવેલી સળગતા છાણાવાળી ‘માટલી’, બસ(શબવાહીની) સાથે બાંધીને હજી પણ લઈ જવામાં આવે છે. અગાઉના વર્ષોમાં શબને દાહ આપવા સળગતો કાકડો જરુરી હતો. આજે એની કશી જ જરુર ન હોવા છતાં; આ રીવાજને તીલાંજલી આપવામાં આવતી નથી; કારણ કે આ પરમ્પરા છે. વૈજ્ઞાનીક દૃષ્ટી વર્તવા માટે પરમ્પરાભંજક બનવું પડે છે.

શીક્ષણ :

આપણી શીક્ષણપ્રથા દ્વારા વૈજ્ઞાનીક અભીગમ કેળવાતો નથી; કારણ શીક્ષણ ફક્ત આર્થીક ઉપાર્જન કરતાં જ શીખવે છે. એમાં તર્કશાસ્ત્ર, વીવેકબુદ્ધીનો ઉપયોગ જીવનમાં કેમ કરવો એ શીખવવામાં આવતું નથી. વધુ ટકા લાવવા ‘ગોખણીયું શીક્ષણ’ આપવામાં આવે છે. આપણી પ્રાચીન ગુરુ–પરમ્પરામાં પણ પોપટીયું જ્ઞાન દ્વારા ગોખણપટ્ટી કરવામાં આવતી એ હજી પણ ચાલુ છે. ન સમજાતા હોવા છતાં શ્લોકો ગોખવા, ઘડીયા મોઢે કરવા વગેરે ખુબ ગમ્ભીરતાથી શીખવવામાં આવે છે. શીક્ષણ પદ્ધતીમાં ‘શા માટે ? Why ?’નો ઉપયોગ, અવલોકન, વીશ્લેષણ, ચીન્તન, પ્રયોગ વગેરે શીખવવું ખુબ જ જરુરી છે. જીજ્ઞાસાવૃત્તીનો વીકાસ શીક્ષણનો હેતુ હોવો જોઈએ. પ્રાચીન સમયમાં વડવાઓએ ખગોળ–ગણીતમાં થોડાં અવલોકનો કર્યાં હતાં; પણ વૈજ્ઞાનીક અભીગમ ન હોવાથી એમાં ઝાઝી પ્રગતી થઈ નથી.

સામાજીક તથા ધાર્મીક રુઢીઓ :

સમાજ અનેક ધર્મો, જાતી, કોમોમાં વીભાજીત છે. દરેકને અનેક રીવાજો, રુઢીઓ વારસામાં મળે છે અને એ પોતાના વાડામાંથી બહાર નીકળી શકતો નથી. ઘણીવાર એ રુઢીમાં ન માનતો હોવા છતાં; સામાજીક ડરને લીધે રુઢીઓમાં માનતો થઈ જાય છે. ઘરમાં જન્મ, લગ્ન, મરણ વખતે આવી જુની, પુરાણી રુઢીઓ પાળવાનો અનુભવ દરેકને થતો હોય છે. આમાં કદાચ ‘ઉંચી સંસ્કૃતી’ હોવાનું મીથ્યાભીમાન પણ જવાબદાર હોઈ શકે !

સલામતી :

આ રુઢીઓ/માન્યતાઓ ન માનવામાં આવે તો પોતાને કે કુટુમ્બને આર્થીક, શારીરીક નુકસાન થઈ શકે એવી વર્ષો જુની મનમાં વસી ગયેલી ગ્રન્થી દુર કરી શકાતી નથી. વળી, દરેકને પોતાના ભવીષ્ય વીશે કોઈ માહીતી ન હોવાથી એને માટે ચીન્તા રહે છે અને તેથી પણ આ જુની માન્યતાઓને દુર કરી શકાતી નથી. આ માટે શીક્ષણમાં, ઉછેરમાં, વાંચન દ્વારા યોગ્ય વૈજ્ઞાનીક માહીતીનો સ્વીકાર કરવો જરુરી છે. બાળપણથી જ જેને Delearning કહેવાય એ શરુ કરવું જરુરી છે.

સમાધાનવૃત્તી :

આપણે ઘણી રુઢીઓ–રીવાજોને ન માનતા હોઈએ; પણ ઘરના કુટુમ્બીજનોની સાથે દલીલમાં ન ઉતરતાં સમાધાન કરતા રહીએ છીએ.

વૈજ્ઞાનીક અભીગમથી જ નવા આવીષ્કારો થઈ શકશે. વૈજ્ઞાનીક વલણ અપનાવીને સુધારા અપનાવી ચુકેલા પ્રગતીશીલ જનોએ, પોતાના અનુભવો સૌને કહેવા–વહેંચવા જોઈએ.

અને તો જ સામાન્ય પ્રજા પણ બીનજરુરી તબીબીખર્ચાઓ, સાધુબાવાઓની માયાજાળ, મોટાઈ બતાડવાના ખોટા સામાજીક ખર્ચાઓ, ભવીષ્યની ખોટી ચીન્તા વીના જ નીર્ભેળ આનન્દભર્યું સુખી જીવન જીવતી થઈ શકશે.

– ડૉ. અશ્વીન શાહ

લેખક સમ્પર્ક : ડૉ. અશ્વીન શાહ, ચીફ મેડીકલ ઑફીસર, ખારેલ સાર્વજનીક હૉસ્પીટલ અને મેનેજીંગ ટ્રસ્ટી‘ગ્રામ સેવા ટ્રસ્ટ’, નેશનલ હાઈવે નં. 8, ખારેલ – 396430 તાલુકો : ગણદેવી. જીલ્લો : નવસારી (ગુજરાત) ફોન : (02634) 246 248 સેલફોન : 98241 91139 .મેઈલ : shah.drashwin@gmail.com વેબસાઈટ : http://www.gramseva.org/vision.asp

‘આપણું વીચારવલોણું’, દ્વીમાસીક (તથા સાથે એક સુન્દર પુસ્તીકા)ના જાન્યુઆરી, 2016ના અંકમાંથી લેખકશ્રી અને ‘આપણું વીચારવલોણું’ માસીકના તન્ત્રીશ્રીના સૌજન્યથી સાભાર…

‘આપણું વીચારવલોણું’નું લવાજમ ( અંકો તથા પુસ્તીકાઓ) : એક વર્ષ : રુપીયા 250/-, ત્રણ વર્ષ : રુપીયા, 700/-, પાંચ વર્ષ : રુપીયા 1,200/-,  કાયમી ગ્રાહક : રુપીયા 7,000/- તેમ જ વીદેશમાં : (હવાઈ માર્ગે) એક વર્ષના : રુપીયા 1,250/-, પાંચ વર્ષ : રુપીયા 6,000/-. દેના બેંકમાં ‘વીચારવલોણુંપરીવાર’, અમદાવાદના બચત ખાતા નં. : 054910002522, IFSC Code No. : BKDN0110549માં ડાયરેક્ટ જમા કરાવી શકાય છે. લવાજમ બેંકમાં જમા કરાવ્યા બાદ બેંકની અસલ રસીદ વ્યવસ્થાપકશ્રી, 406, વીમુર્તી કોમ્પલેક્ષ, ઓક્ષફર્ડ ટાવર સામે, ગુરુકુળ રોડ, અમદાવાદ – 380 052ને મોકલવી. લવાજમની લેટેસ્ટ માહીતી માટે વેબસાઈટ : http://vicharvalonu.com/Contactus.aspx ઈ.મેલ : vicharvalonu@yahoo.co.in નો સમ્પર્ક કરવો.

 

26 Comments

  1. I fully agree with author. Majority of people live in mental fear and never try to find out the facts. Things have changed and it is changing everyday. Scientific approach is required in very aspects of life.

    Again , I am very thankful to author for such a good article.

    Thanks so much,

    Pradeep H. Desai

    USA

    Liked by 1 person

  2. પહેલાના વખતમાં જે રીતિરીવાજો હતા એ તે સમયને અનુકુળ હતા અને લોકો માને નહિ એટલે ધર્મના નામે ચઢાવી દેવાતા હતા એટલે લોકો એ પ્રમાણે કરે. જેમ સમય બદલાય અને તે પ્રમાણે તેમાં ફેરફાર થવા જોઈએ જે લોકો હજુ સ્વીકારતા નથી. લેખકે કહ્યું છે એમ છાણાવાળી માટલી અગ્નિ માટે તે વખતે જરૂરી હતી કારણ કે દુર દુર સ્મશાન હોય એટલે ત્યાં પહોંચ્યા પછી અગ્નિ નાં મળે તો શું થાય. એજ રીતે અસલ બ્રાહ્મણો એક ગામથી બીજે ગામ ચાલીને જતા અને રસ્તામા જંગલમાં જો વિછી કે સાપ કરડે તો જનોઈ ત્યાં બાંધીને ઝેરને ફેલાતું અટકાવી શકાય અથવા તો પાણી પીવું હોય અને કોઈ સાધન નાં હોય તો જનોઈની મદદથી કુવામાંથી પાણી કાઢીને પી શકાય(તે વખતે બ્રાહમણ પાસે લોટો રહેતો જ હતો). મારી ધારણા મુજબ આ તો એક દાખલો આપ્યો છે. એજ રીતે બીજા રીવાજો રાખવામાં આવ્યા હતા પરંતુ તે સમયની સાથે બદલાવા જોઈએ.

    Liked by 1 person

  3. પહેલા વાચક તરીકે કશું આડું ના બોલાય. સરસ લેખ છે. હું ટીલા ટપકા કરતો નથી. જનોઈ તો વર્ષોથી પહેરતો નથી. મિત્રો કે સંબંધીઓને ત્યાં કોઈ ધાર્મિક પૂજન હોય તો સોસિયાલાઈઝેશન ગપ્પાબાજી માટે જાઉં છું. ડાયાબિટિઝ હોવા છતાં ધાર્મિક હોવાને કારણે સત્યનારાયણ દેવકી જય કહીને ત્રણવાર શીરો આરોગું છું. કોઈને વાંધો નથીને? હજુ તો ૭૭ જ પૂરા કર્યા. ખૂબ લાંબે જવાનું છે. એમ કાંઈ પ્રસાદ ના છોડાય.

    Liked by 2 people

    1. ના ભાઈ ના પ્રસાદ કેમનો છોડાઈ ???? હું તો વધેલો શિરો પણ લઇ જવા તૈયાર …. બે -ત્રણ દિવસ ચાલે…

      હું પણ આવા ફન્કશન માં ગપ્પાબાજી માટેજ જાવ છું… અને હું આરતી કરતો નથી. , પણ પ્રસાદ ભૂલે ચુકે પણ લેવાનું ભૂલતો નથી … અગર હું પ્રસાદ ના લવ અને પછી એ વધે અને છેવટે કચરાપેટી માં જાય એ મારા સિદ્ધાંતો ની બહાર છે…..

      Liked by 2 people

      1. રેશનાલિઝમ ચેપ્ટર પાંચમાં ચોખ્ખું જણાવ્યું છે કે જો તમે પ્રસાદ ગ્રહણ ના કએશો તો તમારી બ્લેકની ૧૦૦૦ની નોટો ભરેલા વહાણો પાણીમાં અદૃષ્ય થઈ જશે. ઈન્ડિયાના ડોકટરો પણ એ જ કારણે પ્રસાદ તો લે જ છે. (જસ્ટ કિડિંગ….તેઓ પ્રસાદ નથી લેતા….સોરી તેમને બદલે તેમની વાઈફો (ગુજરાતીમાં તો વાઈફો કહેવાય…મારું બ્રિટિશ શ્ધારશો નહિ) પત્નીઓ (સોરી પાછું ખોટું લખાયું ) વાઈફ પ્રસાદ ઘરે લઈ આવે છે. તમારી જેમ…

        Like

  4. જ્યાં સુધી આ ધરતી પર મોટી મોટી દાઢીઓ વાળા મુલ્લાઓ, ભગવા પહેરેલા પંડીતો, પાસ્ટરો, રેબ્બીઓ વગેરેનું અસ્તિતવ છે, ત્યાં સુધી ધર્મના નામે ધતીન્ગો ચાલતા રહેશે. આપણે રૅશનાલિસ્ટો એ તો આવા બ્લોગો પર જઈને હૈય્યા વરાળ જ કાઢવાની છે.
    કાસીમ અબ્બાસ, કેનેડા

    Liked by 4 people

  5. સરસ મજા નો લેખ છે… હવે આ લેખ ને જો હર એક રેસ્નાલીસ્ત એના મિત્રો-સબંધી ઓ ને વંચાવે અને આશા રાખે કે એ લોકો માં વાંચવા થી કાઇંક શુધારો આવે…

    જો આપણે એક વ્યક્તિ માં પરિવર્તન લાવીશું અને પછી એ વ્યક્તિ પણ કોઈ એક વ્યક્તિ માં પરિવર્તન લાવે તો બની શકે કે આપણા માટે ‘દિલ્લી દૂર નથી…’

    Liked by 1 person

  6. અભિવ્યક્તિમાં જોઇઅે તો લગભગ….લેખકો જુદા જુદા અને સામગ્રી બઘા લેખોની અેક જ સરખી,સંદેશ અેક જ, પરંતું…શબ્દો અને શબ્દોના માળખાઓ જુદા જુદા……મને તો લાગે છે કે આપણે અેક ટેબલ ઉપર બેસીને આપણા વિચારોની લ્હાણી કરીઅે છીઅે. નક્કર કામ…રસ્તા ઉપર જવાનું કામ….ફિલ્ડમાં જવાનું કામ….હજી ઘણું બાકી છે. રીટાયર્ડ સિનિયરોનો સાથ સહકાર લઇઅે….જો આપવા રાજી હોય તો. શાળાઓમાં કુમળા ઝાડોને પાણી પાઇને માનસિક ખોરાક આપીને વાળવું હોય તેમ વાળીઅે. શાળાઓનો કારભાર તો હવે સરકારી સકંજામાં છે. કોઇ પ્રઘાનની લાગવગ હોય તો જ શાળામાં જઇને સુઘારાની વાતો થઇ શકે…આજની દુનિયામાં ફક્ત બે જ ઘર્મો કાર્યરત છે. હિન્દુ, મુસ્લીમ, ખ્રિસ્તિ, જૈન, બૌઘ વિ વિ તો નામના ઘર્મો છે. હકીકતમાં સૌને અેક દોરથી બાંઘી રાખતા ફક્ત બે જ ઘર્મો યુનિવર્શલ છે….આખી દુનિયાના…આજ બે ઘર્મો છે અને તે દરેક ઘરોમાં પણ અેટલાં જ સક્રિય છે. બન્ને અેક બીજા વિના અઘૂરા…..૧. મની ઘર્મ..પૈસા અે જ ઘર્મ ૨. સ્વાર્થ ઘર્મ. મારી મચેડીને ….કાંઇ પણ કરીને…..લોકોને ઉલ્લુ બનાવીને પણ….સ્વાર્થના સકંજામાં રહીને લૂટો…….પછી તે કોઇ પણ બીઝનેસ હોય….જનમવેળાનો કે મરણવેળાનો કે પછી તે બેની વચ્ચેના જીવનનો………રસ્તો બતાવો ભાઇ…રસ્તો બતાવો……
    અમૃત હઝારી.

    Liked by 3 people

  7. આશ્ચર્ય તો અહીં ન્યુઝીલેન્ડમાં પણ મૃતદેહને કોફીનમાં મુકે ત્યારે એમાં ચાર ખુણે ચાર નાળીયેર મુકે છે તે જોઈને થાય છે. દેશમાં પહેલાં લીલા વાંસની શબવાહીની બનાવવામાં આવતી જેને જમીન પર મુકેલી હોય તે ઉઠાવવામાં મુશ્કેલી ન પડે એ માટે ચાર નાળીયેર બાંધવામાં આવતાં, જે અહીં પણ લોકો કરે છે. આવા અર્થહીન કેટલાયે રીવાજ પરદેશમાં પણ આપણા લોકોએ ચાલુ રાખ્યા છે. અહીં અગ્નીદાહ ઈલેક્ટ્રીક ફરનેસમાં થાય છે, છતાં લોકો નાના છોકરા પાસે અગ્ની પકડાવીને ચલાવે છે. કેમ આવું કરો છો એમ પુછીએ તો એનો જવાબ કદાચ “તમે લોકો કશું જાણતા નથી.” એવો હોય. એટલે કે આવા અર્થહીન રીવાજમાં ન માનનારાને એ લોકો અજ્ઞાન ગણશે.

    Liked by 2 people

  8. Good article. Yes, we are mostly educated but not enlightened. We still do not ask ‘Why’ to our businessmen engaged in the business of all religions.

    Maulvi, Peer, Murshid, Bhagwan, Acharya, PA Pus, all are sailing in the same boat. How many Pankhares still have to sacrifice their lives?

    I think this mindset won’t change in another Hundred years.

    Firoz Khan, Canada.

    Liked by 1 person

  9. Very nice article by Mr.Ashvinbhai,

    Our practices of religion has created a strong mental block of generating scientific approach. Our all religion festivals are damaging environment but we continue the same due to captive of tradition,fear of society, fear of god etc. Our festival like Holi ( waste of water /wood ), fire crackers( damage environment) ,Ganpati immersion ( river pollution) , Kite frstival ( Birds death), Navratri ( Noise pollution) , etc . When we will learn to ask relevance and improvise format of celebration ????

    Liked by 1 person

  10. દરેક દેશની પ્રજા વત્તે ઓછે અંશે વહેમી અને પરંપરાવાદી હોય છે. હિન્દુઓનો એકમાત્ર ઇજારો છે તે વાત બરાબર નથી. ઘણા દેશોની તો સરકાર જ વહેમી હોય છે ઇંગ્લેન્ડની રાણીની સવારી નિકળે ત્યારે ચાર છે સૈનિકો ધોકાઓ માથે ફેરવતા ફેરવતા આગળ ચાલતા હોય છે, કે જેથી ભૂતભાઈઓ રાણીને કનડે નહીં.

    જો કે ડૉક્ટર સાહેબનો વૈચારિક આત્મપ્રતાડનનો શોખ ખરાબ નથી.

    Like

  11. Dear Dr. Ashwinbhai,
    I like your article. even highly educated people cannot understand the scientific approach. they today read somar Varta- vaibhaivlaxmi varta. ipity on them.
    Dr.kant Patel
    NJ USA.

    Liked by 1 person

  12. ખુબ જ સુંદર અને મનનીય લેખ !!!
    ફક્ત ટીલા ટપકાવાળા ભીખ મન્ગા ઢોંગીધુતારા સાધુ બાવાઓ જ નહિ. પરંતુ હલકા મગજની ધર્મ ભીરુ ,ધર્માંધ અંધશ્રધ્ધાળુ સ્ત્રીઓનો ઘરમાં અને સમાજમાં પગદંડો છે ત્યાં સુધી ભગવાન આગળ વિજ્ઞાનનિ કોઈ વિસાત કે તાકાત નથી.

    Liked by 1 person

  13. રેશનાલીઝમ જો કોઇ સારી રીતે સમજાવી શકે તો તે ,ડોક્ટરો જ. આજે મજા આવી. કોઇ ડોક્ટરે કહેવા જેવી વાત ઉઘાડે છોગ કહી. બાકી, હું કોઇ ડૉક્ટર પાસે જાઉં છુ ત્યારે તેમની કેબીનમાં મુર્તિ, દીવો,હાર ,ફોટાવાળા ભગવાન છે કે નહીં તે જોઇ લઉ છુ. પરંતુ દુ:ખની વાત એ છે કે મોટાભાગના ડૉક્ટરો પણ પોતે ભગવાન હોવા છતાં ભગવાનના નામના ધતીંગ કરે છે અને માને છે.
    ડૉક્ટરોએ પોતાનાથી અન્યોને પ્રેરણા પુરી પાડી તર્કની વાતો પહેલા અને ફર્કની વાતો પછી કરવી જોઇએ.
    હું રોહિત દરજી પરંપરાભંજક છુ , રહીશ અને બીજાઓને પરંપરાભંજક કરીશ.
    દુનિયાની, લોકોની કે સમાજની ઐસી -તૈસી કરીને મને જે ગમે છે તે કરુ છુ અને કરતો રહીશ. હું મારા મનનો રાજા છુ. મારે માટે કોઇ દિવસ અશુભ નથી કે સ્પેસીયલ નથી. હુ હંમેશા આનંદની ખોજમાં મોજ કરુ છુ. કોઇ મારા માટે શુ કહેશે તેની ક્યારેય પરવા કરતો નથી.
    હું અણીશુધ્ધ, પરીશુધ્ધ અને પાક્કો (ખોખલો નહીં ) રેશનાલીસ્ટ બની ગયેલો છુ.
    મારી પરીક્ષા લેવી હોય તો તૈયાર છુ.
    મારા સાથી વાચક મિત્રોને વિનંતી કે શરુઆત પોતાનાથી જ કરવી પડશે.ડૉ. અશ્વિન શાહની જેમ,,,,,,,,
    અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી,
    રોહિત દરજી”કર્મ”,હિંમતનગર

    Like

  14. રેશનાલીઝમ જો કોઇ સારી રીતે સમજાવી શકે તો તે, ડોક્ટરો જ. આજે મજા આવી. કોઇ ડોક્ટરે કહેવા જેવી વાત ઉઘાડે છોગ કહી. બાકી, હું કોઇ ડૉક્ટર પાસે જાઉં છુ ત્યારે તેમની કેબીનમાં મુર્તિ, દીવો, હાર, ફોટાવાળા ભગવાન છે કે નહીં તે જોઇ લઉ છુ. પરંતુ દુ:ખની વાત એ છે કે મોટાભાગના ડૉક્ટરો પણ પોતે ભગવાન હોવા છતાં ભગવાનના નામના ધતીંગ કરે છે અને માને છે.
    ડૉક્ટરોએ પોતાનાથી અન્યોને પ્રેરણા પુરી પાડી તર્કની વાતો પહેલા અને ફર્કની વાતો પછી કરવી જોઇએ.
    હું રોહિત દરજી પરંપરાભંજક છુ , રહીશ અને બીજાઓને પરંપરાભંજક કરીશ.
    દુનિયાની, લોકોની કે સમાજની ઐસી-તૈસી કરીને મને જે ગમે છે તે કરુ છુ અને કરતો રહીશ. હું મારા મનનો રાજા છુ. મારે માટે કોઇ દિવસ અશુભ નથી કે સ્પેસીયલ નથી. હુ હંમેશા આનંદની ખોજમાં મોજ કરુ છુ. કોઇ મારા માટે શુ કહેશે તેની ક્યારેય પરવા કરતો નથી.
    હું અણીશુધ્ધ, પરીશુધ્ધ અને પાક્કો (ખોખલો નહીં ) રેશનાલીસ્ટ બની ગયેલો છુ.
    મારી પરીક્ષા લેવી હોય તો હું તૈયાર છુ.
    મારા સાથી વાચક મિત્રોને વિનંતી કે શરુઆત પોતાનાથી જ કરવી પડશે. ડૉ. અશ્વિન શાહની જેમ…..
    અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી,
    રોહિત દરજી”કર્મ”, હિંમતનગર

    Liked by 1 person

  15. Free prasad. Free food. Free aashirwad for better results in exam, marriage, business etc. All these are attraction to trap in the business of all religions, then exploit for ever. Good article by ડૉ. અશ્વીન શાહ, thanks.

    Liked by 1 person

  16. Very nice article.
    Why is it that most of our people don’t have scientific attitudes? The writer has rightly listed some of the causes.

    The sound principle of CAUSE and EFFECT is at the root of Science. Our people (including educated ones) do not properly understand this principle. Until they realize this, they will continue to believe in Miracles— they will not appreciate Science.

    My request to good writers like Dr. Ashwin Shah is that they should write more about this scientific principle. Doctors can do this better than our Arts or Commerce graduates. Thanks. —Subodh Shah —USA.

    Liked by 1 person

  17. Saras lekh dr saheb aaje samaj ma aava doctor vakil ni jarur chhe aabhar govind bhai.
    Satya narayan ni katha ke koi pan katha Time pass mate ane kathakaro mate paisa banavava nu sadhan sivai kashuj nathi satya narayn ni kathama prasad sivai badhuj asatya chhe.

    Liked by 1 person

  18. The subscription amount shown above for Aapnu Vichar Valonu is increased now. You may verify and correct it to avoid misunderstanding at a future date. Please excuse.

    Liked by 1 person

    1. વહાલા જાદવજીભાઈ,
      ‘આપણું વીચારવલોણું’ના લવાજમમાં થયેલા વધારાની નોંધ લઈને, લવાજમની રકમમાં સુધારા કર્યા છે.
      પ્રતીભાવ લખીને અમારા ધ્યાન પર લાવવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
      લખતા રહેજો…
      …ગો.મારુ

      Like

  19. Thanks all for reading my article with interest.we are sailing in same boat . I appriciate boldness of Rohit Daraji to become paramprabhanjak. I also feel frustration often during my practice as many misbeliefs are worsening condition of patients.The present scenario shows we are becoming more narrow & following rituals more than 20th centuary.I have more pity for them who in spite of knowing carry on all nonsense & feel proud of their family custms.Still I feel we must continue to carry on our crusade .
    Dr Ashwin Shah

    Liked by 1 person

  20. Its sorry state that there are doctors who believe in all useless kind of things like muhrat, and pooja, and vastushastra.

    Liked by 1 person

Leave a comment