નીરીશ્વરવાદી અથવા નાસ્તીકોનો બુદ્ધીઆંક (IQ) વધારે હોય છે

નીરીશ્વરવાદી અથવા નાસ્તીકોનો
બુદ્ધીઆંક (IQ) વધારે હોય છે

–બીપીન શ્રોફ

તેઓની બૌદ્ધીકતા ધર્મને અવૈજ્ઞાનીક અને ઈર્–રૅશનલ ગણીને સહેલાઈથી મનમાંથી કાઢી નાંખે છે. આ ક્ષેત્રમાં થયેલાં સંશોધનો સાબીત કરે છે કે જેનો બુદ્ધી આંક વધારે હોય છે તે ધાર્મીકતાને ત્યજી દેવામાં અગ્રેસર હોય છે. વીશ્વમાં અને મોટાભાગના અતીવીકસીત ઔદ્યોગીક દેશોમાં ખ્રીસ્તીધર્મીઓ કરતાં કૉર્પોરેટ જગતમાં શ્રેષ્ઠ સ્થાન નીરીશ્વરવાદીઓનું હોય છે. આસ્તીકોની ધાર્મીકતા તેમની બૌદ્ધીકતાને મુક્ત રીતે વીકસાવવામાં બાધક નીવડે છે. નાસ્તીકોની અધાર્મીકતા તેમના પર સ્વનીયન્ત્રણ અને આત્મવીશ્વાસ જેવા ગુણો વીકસાવે છે. જેથી પેલા ધાર્મીકોએ બતાવેલા ધર્મના ફાયદાઓની તેઓને જરુર જ પડતી નથી. નાસ્તીકોમાં આત્મસન્માન કે સ્વાભીમાન (સેલ્ફ એસ્ટીમ) હોય છે, જ્યારે આસ્તીકોનું સ્વાભીમાન (પરાવલમ્બન) ઈશ્વરને ત્યાં ગીરો(ગીરવી) મુકેલું હોય છે. નાસ્તીકોના સમ્બન્ધો એક બીજા માનવો પ્રત્યે સહાયકારક અને ટેકારુપ હોય છે. જે રાષ્ટ્રવાદ, પ્રાદેશીકતા, વર્ણ, વર્ગ જેવા કોઈ અન્ય બન્ધનોથી જોજનો દુર હોય છે. જયારે આસ્તીકોના સમ્બન્ધો વર્ણ, જ્ઞાતી, જાતી અને ધર્મ કે સામ્પ્રદાયીક ખ્યાલો અને વર્તનોની આસપાસ જ ગુંથાયેલા થઈ જાય છે.

નવો પુરાવો–

સને 1928થી સને 2012 સુધીના સમયગાળામાં થયેલાં 63 વૈજ્ઞાનીક સંશોધનોમાંથી 53 સંશોધનોએ એવું તારણ કાઢયું છે કે ‘ધર્મ અને બૌદ્ધીકતાને આધારભુત નકારાત્મક સમ્બન્ધો છે’ બાકીના દસ સંશોધનોએ એવું સાબીત કર્યુ હતું કે તે બન્ને વચ્ચે હકારાત્મક સમ્બન્ધો પણ છે. આ સંશોધનોનું એવું તારણ હતું કે, બાળકો જેટલાં બૌદ્ધીક બને, એટલાં બાળકો ઝડપથી ચર્ચમાં જવાનું ટાળતાં શીખી જતાં હતાં. (They would shun the church). તે બધાનું આજ વલણ ઘડપણમાં બદલાતું નથી.

ધી યુનીવર્સીટી ઑફ રોચેસ્ટરના મનોવૈજ્ઞાનીકોએ (The University of Rochester psychologists) પોતાનાં સંશોધનોમાં ધર્મ અને બૌદ્ધીકતાની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે : ‘ધર્મ એટલે આસ્થા કે માન્યતા. બૌદ્ધીકતા એટલે વીવેકશક્તી, આયોજન, સ્વપ્રયત્નથી પ્રશ્ન ઉકેલવાની ક્ષમતા, અમુર્ત રીતે વીચારવાની ક્ષમતા(think abstractly), ગુંચવાડા કે અઘરા પ્રશ્નોને સરળતાથી સમજણપુર્વક રજુ કરવાની કાબેલીયાત, અનુભવમાંથી શીખવું અને ઝડપથી શીખવું.’ તે સંશોધકોનું બીજું તારણ હતું કે : ‘ધાર્મીક માન્યતાઓને વીવેકબુદ્ધીથી સમજાવી શકાય તેમ નથી. (Religious beliefs are irrational). તેને વીજ્ઞાનનો ટેકો કે આધાર ક્યારેય હોઈ શકે નહીં. તે ધાર્મીક માન્યતાઓને તપાસી શકાતી હોતી નથી. તેથી ધાર્મીક માન્યતાઓ, બૌદ્ધીક અને ઉંચી સમજશક્તી ધરાવનાર લોકોને કોઈ પણ હીસાબે આકર્ષી શક્તી નથી. કારણ કે તે બધા ધાર્મીકો કરતાં વધુ સારુ જાણતા હોય છે.’ (Unappealing to intelligent people whoknow better‘).

–બીપીન શ્રોફ

વૈચારી ક્રાન્તી દ્વારા માનવીય ગૌરવને વરેલું માસીક ‘માનવવાદ’વર્ષ : 03, અંક : 26 જુલાઈ, 2016 (લવાજમ : વાર્ષીક : રુપીયા 150/- પંચવાર્ષીક : 750/- છુટક નકલ : 15/-)નો આ લેખ ‘માનવવાદ’ના તન્ત્રીશ્રીના સૌજન્યથી સાભાર…

લેખક : શ્રી. બીપીન શ્રોફ, તન્ત્રીશ્રી, ‘માનવવાદ’, 1810, લુહારવાડ, મહેમદાવાદ –  387 130 ફોન : (02694) 245 953 સેલફોન : 97246 88733 ઈ–મેઈલ : shroffbipin@gmail.com

23 Comments

  1. બિપિનભાઇઅે કાંઇક જુદા વિચાર તરફ અભિવ્યક્તિના વાચકોને દોરવાનો પ્રયાસ કર્યો છે. સુંદર વિચાર છે. પરંતું ચર્ચાને માટે ખૂબ જ ઓપન છે. તેમણે જે નવો પુરાવો લખ્યો છે તે વેસ્ટર્ન વર્લ્ડનો છે. ત્યાં સાયકોલોજીમાં ઘણી રીસર્ચ થાય છે. આ રીસર્ચ…રીસર્ચ જ કહેવાય. પ્રેક્ટીકલ લાઇફમાં મોટે પાયે વપરાશમાં આવે ત્યારે સાબિત થાય છે. ભારતનો અેક દરરોજના જીવનમાં વણાય ગયેલો પુરાવો હું આપું સાઉથ ભારતમાં…કન્નડ, તેલુગુ, …સાઉથ ઇન્ડીયનો જેવા ચુસ્ત ઘાર્મિક લોકો બીજે ભાગ્યે જ જોવા મળે. અને દુનિયામાં સૌથી વઘુ હોશીયાર પ્રજા તરીકે તેમનું નામ છે. રીક્ષાવાળો પણ ગ્રેજ્યુઅેટ હોય છે. ભારતને જેટલાં વૈજ્ઞાનિકો સાઉથમાંથી મળ્યા છે અેટલાં ગુજરાતે કે મઘ્યપ્રદેશે કે મહારાષ્ટ્રે નથી આપ્યા. સરકારમાં કે ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉંચા હોદ્દાના ઓફીસરો… મેનેજરો પણ સાઉથ ભારતમાંથી આવ્યા છે. બીજા નંબરે બંગાલે ભારતને બુદ્ધિઘન આપ્યુ છે…અને તેઓ પણ ચૂસ્ત ઘાર્મિક પ્રજા છે…..ભારતીય વિજ્ઞાનીઓ શુભ..અશુભ ઘડી જોશે અને ગણેશપૂજા પણ કરશે. હવે યહુદીઓની વાત કરીઅે. જુસ લોકો જેવાં ચૂસ્ત ઘાર્મિક ભાગ્યેજ જોવા મળે. નાના બાળકથી માંડીને મોટા મોટા વેપારીઓ માથે ટોપી મુકીને કામ કરે. અઠવાડીઅે અેક દિવસ ઘાર્મિક રજા પાડે. આ પ્રજામાંથી પણ બુઘ્ઘિઘન ખૂબ મળે છે. જ્યાં સુઘી નાના ભાગે રીસર્ચ કરીને પરિણામ મેળવાય છે તે બઘું પાનાઓ ઉપર જ હોય છે. જાહેર જીવનમાં મોટે ભાગે સ્વિકારાય અને ઉપયોગમાં ના લેવાય ત્યાં સુઘી તે રીસર્ચના પાને જ રહે…ભાવિમાં થવાની વઘુ રીસર્ચ માટે ગાઇડલાઇન પુરી પાડવાની. વઘુ સંશોઘન અને જાહેર જીવનમાં ઉપયોગ જ સાબિતિ બની શકે.
    મારા વિચાર કદાચ સ્વિકાર્ય ના પણ હોય.
    અાભાર.
    અમૃત હઝારી.

    Liked by 2 people

  2. બુદ્ધિને નાસ્તિકતા કે આસ્તિકતા સાથે કોઈ સંબંધ હોય એમ મને લાગતું નથી. જરૂર છે બુદ્ધિને સાચી રીતે વાપરીને સાચા નિર્ણયો લેવાની.

    Liked by 1 person

  3. રિસર્ચને નામે થતી ઠોકંઠોકમાંયે થોડી હદ હોવી જોઈએ. કોઈ ચોક્કસ પ્રમાણ નહિ. સેમ્પલ સાઈઝની માહિતી નહી. યુરોપીયન કે અમેરિકન બાવો વદ્યો એટલે વાહ વાહ? યુનિવર્સિટીમાં ડોક્ટરેટ કરવા માટે ગાઈડ કહે તેવા થીસીસ પર જ બિચારાઓ સિલેક્ટિવ આંકડાઓ ભેગા કરતા હોય છે.
    રેશનાલિઝમ જીવનના અનેક ક્ષેત્રમાં વણાયલું છે. એને માત્ર ધર્મની સાથે જ સાંકળીને નગારા વગાડ્યા કરવાથી એ બુદ્ધિ ગમ્ય સંગીત બનવાને બદલે ઘોંઘાટ બની રહે છે.
    સુનિતા વિલિયમ્સ કે અબ્દુલ કલામ સાહેબના આઈ.ક્યુ. ચોક્કસ પણે શ્રોફ સાહેબ કરતાં ઓછા જ હોવાના.

    Liked by 1 person

  4. નાસ્તિકો અને આસ્તિકોમાં વધુ બુદ્ધિશાળીઓ કોણ હોય છે તેને આંકડા દ્વારા સિદ્ધ કરવું એ અશક્ય જ નહીં પણ છેતરામણું પણ છે.

    કેટલાક આસ્તિકો હોય છે તે ઇશ્વરને શ્રદ્ધાનો વિષય અને વિજ્ઞાનને તર્કનો વિષય છે એમ સ્વિકારી લે છે. પણ આવું સ્વિકારવામાં તે તર્કનો ઉપયોગ કરતા નથી, અને તેઓ વિજ્ઞાનમાં આગળ વધે છે. નાસ્તિક લોકો નાસ્તિકતાની અને આસ્તિકતાની વ્યાખ્યા કર્યા વગર પોતે ઈશ્વરમાં માનતા નથી એવું પ્રદર્શિત કરી પોતે નાસ્તિક છે એમ સિદ્ધ થયા છે એમ માને છે.

    બૌદ્ધ અને જૈન ધર્મોને નાસ્તિક માનવામાં આવે છે. બુદ્ધ ભગવાને કહેલ કે દુનિયા દુખમય છે. અને પુનર્જન્મનું કારણ અધુરી ઇચ્છાઓ છે. પણ પુનર્જન્મ છે કે કેમ અને છે તો કેવી રીતે છે તે તેમણે તર્કથી સિદ્ધ કરવાની કોશિસ જ કરી નથી.

    કેટલાક ધર્મના આસ્તિકો એમ માને છે કે જો મનુષ્યને નર્કનો ભય ન બતાવવામાં આવે તો તે હમેશા ખરાબ કામો જ કરે અને સારાં કામો કરે જ નથી. એટલે ઇશ્વરે ખરાબ કામો કરનારાઓ માટે નર્કની રચના કરી છે અને સારાં કામ કરનારાઓ માટે સ્વર્ગની રચના કરી છે. જો કે આ વાત તર્ક હીન છે. જો ન્યાય પરલોકમાં કરવામાં આવતો હોય તો મનુષ્ય સમાજે અહીં ન્યાયાલયો શા માટે કર્યા? એટલે કે ઇશ્વરે મનુષ્ય સમાજને આવું કરવાની પ્રેરણા શા માટે આપી?

    જો કે ગીતામાં સ્વર્ગની કલ્પના બતાવવામાં આવી છે. પણ વેદોમાં સ્વર્ગ અને નર્ક અને પુનર્જન્મની કલ્પના નથી.

    વેદમાં કહ્યું છે કે મનુષ્ય તેના સંતાનો દ્વારા અમર રહે છે.
    તો આ વાતને એ રીતે સમજાવી શકાય કે જેમ આંબો તેની કેરીઓના ગોટલાઓ દ્વારા અમર રહે છે.

    એટલે કે જે અમર રહેવાની વાત છે તે “વંશ”ને (પ્રજાતિને) લાગુ પાડવામાં આવી છે.

    આપણે આપણા વિશ્વના ફક્ત ચાર પરિમાણનો અનુભવ આપણી ઇન્દ્રીયો દ્વારા કરી શકીએ છીએ, જે લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ અને સમય છે. પણ વિશ્વ પોતે ૧૧+૧૧+૪=૨૬ પરિમાણોનું બનેલું છે. એટલે વિશ્વને સમજવું હાલ તો બહુ દૂરની વાત છે અને તેના ૨૬ પરિમાણોને અનુભૂતિમાં લાવવા તો આ શરીર દ્વારા અશક્ય છે. એટલે શંકરાચાર્યે વિશ્વને અનિર્વચનીય કહ્યું છે અને જગતને મીથ્યા કહ્યું છે. જગતનો અર્થ અહી “વ્યવહારો” કરવાનો છે.

    જો કે શંકરાચાર્યે પુનર્જન્મને સ્વિકાર્યો છે. પણ તે વાત તર્ક્શુદ્ધ રીતે કરી નથી. તેને વિશફુલ થીંકીંગ ગણવું જોઇએ.

    Like

    1. દવેસાહેબ, આપે લખ્યું છે કેઃ
      ———- પણ વિશ્વ પોતે ૧૧+૧૧+૪=૨૬ પરિમાણોનું બનેલું છે. ————-
      આ આંકડા ક્યાંથી આવ્યા તે્ની સ્પષ્ટતા કરવાની વિનંતી છે. ત્રણ જૂદા વર્ગોની સ્પષ્ટતા પણ જરૂરી છે.

      ————–આપણે આપણા વિશ્વના ફક્ત ચાર પરિમાણનો અનુભવ આપણી ઇન્દ્રીયો દ્વારા કરી શકીએ છીએ, જે લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ અને સમય છે. —————–
      આપણા દ્રૂષ્ય વિશ્વના માત્ર ત્રણ પરિમાણ છે, જે ચોથા પરિમાણમાં વળેલું હોઈ શકે એવું કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે. ૫, ૬,..,…૨૪ તો કલ્પનાની બહાર છે.
      પરિમાણ દેખાય, સમય દેખાતો નથી, અનુભવાય છે. મારી સમજપ્રમાણે સમય એ પરિમાણ નહીં પણ વેરીએબલ છે.

      Liked by 1 person

  5. “અનેક પ્રકારની માનસિક શક્તિઓ અને પ્રતિભાઓનું સંયોજન થઈને બુદ્ધિ બને છે. ગ્રહણશક્તિ, સંમાર્જન, સંવર્ધન, વિચાર, વિવેક, આ બધું હોવું જોઇએ. બુદ્ધિનાં કેટલાંક અંગો આ છે: ૧. વિવેચનશક્તિ કે સંશયાત્મિકતા બુદ્ધિ ૨. ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ ૩. મુખ્ય મુદ્દાથી આડવાતને દૂર રાખવાની શક્તિ ૪. ભાષા કે શબ્દશક્તિ ૫. કલ્પનાશક્તિ ૬. યાદશક્તિ ૭. સ્નાયુ અને વિચારનો સહકાર ૮. પ્રમાણભાન, તર્કશાસ્ત્ર ૯. સમજવાની ઝડપ ૧૦. મૌલિકતા ૧૧. વિચારસરણીમાં સ્પષ્ટતા. આ બધી બાબતો ખૂબ ઊંડી ચર્ચા માગી લે છે અને એમાં પુષ્કળ વૈજ્ઞાનિક સંશોધન થયું છે. અહીં બેત્રણ ઉદાહરણો:
    ઉપરની યાદીમાંથી પહેલી બાબત —વિવેચનશક્તિ, સંશયાત્મિકતા કે Skepticism — જોઇએ. બુદ્ધિશક્તિમાં એ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. ભભકભરી ભાષામાં એકપક્ષી રજૂઆત થતી સાંભળીએ ત્યારે એની આરપાર જોઇને એની બીજી બાજુની કલ્પના કરવી હોય, તો ધારદાર બુદ્ધિ જોઇએ. રૂઢિગ્રસ્ત માનસ, શ્રદ્ધા, અગમનિગમવાદ, તરંગી પૌરાણિક વાર્તાઓ, આ બધાંનો મૂંગે મોંએ થતો સ્વીકાર એ શું બતાવે છે?
    ઉપરની યાદીમાં ૧૧ નંબરે છે તે સ્પષ્ટ વિચારશક્તિ (Clarity) તપાસો. આપણા જીવનમાં એ દેખાય છે? ના. જાહેર જીવનમાં ખાદી, આરક્ષણ, ગોવધનિષેધ, આર્થિક સહાય(Subsidies)ની નીતિઓ, દરેકમાં સ્પષ્ટતાનો અભાવ વર્તાય છે. અને ખાનગી જીવનમાં બ્રહ્મચર્ય, અનાસક્તિ, વગેરેના ખ્યાલો પણ સુસ્પષ્ટ નથી. આરક્ષણનો પ્રશ્ન લો. દરેક રાજકીય પક્ષ એ બાબતમાં પ્રામાણિકતાપૂર્વક સ્પષ્ટ બોલવાનું ટાળે છે; કોઇની પાસે સ્પષ્ટ વિચારસરણી નથી; સ્વતંત્રતા મળી ત્યારથી ચર્ચાઓ ચાલ્યા જ કરે છે. આ વિષયમાં પાર્લામેન્ટમાં સૂત્રોચ્ચારો, ધાંધલધમાલ, મારામારી, એ રોજની વાત છે. બીજા દેશોએ આવા પ્રશ્નો કેમ હલ કર્યા છે, એ જોવા જાણવાની પરવા પણ કોઇ કરે છે? આપણું ગૂંચવાડા ભરેલું વર્તન એ સ્પષ્ટપણે વિચાર કરવાની અશક્તિમાંથી જન્મ્યું છે.
    ભારતમાં નિરીક્ષણ કરી જોજો: લોકશાહીના સમર્થકો લોકોના મતાધિકારની ટીકા કરશે; પત્રકારો એક જ લેખમાં ધર્મનિરપેક્ષતાની ટીકા કરશે ને તેને ટેકો પણ આપશે; ઘણાબધા બૌદ્ધિકો સુદ્ધાં સત્યો ને મૂલ્યો વચ્ચેનો ફરક સમજશે નહિ. દલિતો વિરુદ્ધનું આંદોલન દલિતોના ઉદ્ધારક એવા ગાંધીના બાવલાના પુનિત ચરણોના આશીર્વાદ લઈ શરુ થશે. વૈચારિક ગૂંચવાડો, દ્વિમુખીપણું, અસ્પષ્ટ વિચારો, આ બધું ભારતમાં સર્વત્ર ને સદાકાળ છે.”

    From: —Subodh Shah — USA.

    Liked by 2 people

  6. Even we do Puja & break coconut when we have to launch a stelite, we break coconut before laying the foundation stone of hospital ,laboratory,or governmental building. We are conditioned to perform such rituals, & I don’t think that there is any thing wrong.

    Liked by 1 person

  7. ગુગલ પર IQ અંગે ઢગલા બંધ માહિતી ઉપલબ્ધ છે. માનું છું કે બધા વાંચતા જ હશે. જેઓ એ જરા પણ નવાંચ્યું હોય એમને ઘણું જાણવા મળશે.

    Like

  8. જો કોઈ વીધી તે શા માટે કરવી જોઈએ તે સમજ્યા વીના કરવામાં આવે, કે કોઈ રીવાજ એને સમજ્યા વીના પાળવામાં આવે તો એટલા પુરતું તો કહેવું પડે કે એ બાબતમાં એને અનુસરનારનું વર્તન બુદ્ધીપુર્વકનું નથી.

    Liked by 1 person

  9. મારા લેખમાં મેં નાસ્તીકતા અને આસ્તીકતાના શબ્દોના પ્રયોગ કરીને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આપણો સંઘર્ષ વીવેકબુધ્ધી ( બોધ્ધીકતા, રેશનાલીટી) વીરૂધ્ધ પુરવા વીનાની શ્રધ્ધા સામે છે. નાસ્તીકો દુન્યવી પ્રશ્નો ઉકેલવામાં પુરાવા વીનાના કોઇપણ આધારોને પોતાની વીવેકબુધ્ધીને આધારે સ્વીકારતા નથી. બુધ્ધી આંક માનવીને પોતાને પ્રશ્નો ઉકેલવામાં મદદ કરે છે. હવે જે લોકો માનવીય પ્રશ્નોને ઉકેલવા માટે પોતાની બુધ્ધી આધારીત વીવેકબુધ્ધીનો ઉપયોગ કરવાને બદલે ઇશ્વર ઇચ્છાનું પરીણામ સમજી તેના પરીણામો ભોગવે છે તે જૈવીક સંઘર્ષમાં સતત પાછળ રહી જાય છે. કારણકે પોતાની સમસ્યાઓને ઇશ્વરી ઇચ્છાઓનું પરીણામ સમજે છે. તેથી તે બધાનો બુધ્ધી આંક કેળવાતો જ નથી.
    બીજું નાસ્તીકોનો અન્ય સાથી માનવીઓ સાથેનો માનવીય વ્યવહાર ધર્મનીરપેક્ષ હોય છે.. તે બધા માનવીને પોતાના જેવોજ અન્ય માનવ ગણીને તેની સાથે વ્યવહાર કરે છે. તેમાં ક્યાંય બંનેમાંથી કોઇની ધાર્મીક ઓળખ કે અન્ય જન્મ, જાતી, પ્રદેશ, વર્ણ કે રાષ્ટ્ર જેવી ઓળખો વચ્ચે આવતી નથી. કારણકે તેમની નાસ્તીક બૌધ્ધીકતા તે સર્વ માનવ સહીત સજીવોને જૈવીક ઉત્ક્રાતીનું સર્જન ગણે છે. ઇશ્વરી સર્જન નહી. આપણા પોતાના સ્વવીકાસ, તથા દેશ અને દુનીયાના સ્વવીકાસ માટે ‘ નાસ્તીક બૌધ્ધીક્તા‘ જરૂરી છે. જેમાં ધર્મનીરપેક્ષ માનવીય વ્યવહારો નીહીત છે. આમ નાસ્તીકોની બૌધ્ધીકતા માનવ માનવને જોડવાનુ કામ કરે છે. જ્યારે આપણા દેશ અને દુનીયાના ધર્મો શું કરી રહ્યા છે તે કોને સમજાવવાની જરૂર છે.
    મારા લેખને આ દષ્ટીબીંદુથી સમજવાની જરૂર છે.–બીપીન શ્રોફ.

    Liked by 1 person

  10. બુદ્ધીઆંક (IQ) ને આસ્તિકતા/ નાસ્તિકતા સાથે સાંકળવા કરતાં એમ કહેવું વધુ યોગ્ય રહેશે કે પ્રચલીત ધર્મોની માન્યતાઓ અને શીખો સાથે પોતે સહમત ન થતા હોવાનું જાહેરમાં કહેવાની અને સ્વીકારવાની હિંમત જે દર્શાવે છે તે વધુ રૅશનલ છે જે સમાજની નજરમાં નાસ્તિક ગણાય છે.

    Liked by 1 person

  11. સરસ લેખ પણ અંધશ્રધ્ધાળુ લોકની સમજ બહાર છે ચમત્કાર વગેરે શ્રદ્ધા રાખનાર લોકો માટે
    આ લેખ ‘ ભેંસ આગળ ભાગવત ‘ જેવો સાબિત થાય તો નવાઈ નથી

    Liked by 1 person

  12. Instead of stating that atheists are more intelligent compared to theists, it is more appropriate to say that majority of intellectuals are atheists or rationalists.
    Thanks for such a nice article and thought.

    Liked by 1 person

  13. ઈશ્વરમાં શ્રધ્ધા રાખતા અનેક મહાન વૈજ્ઞાનિકો અને અનેક દેશના સર્વોચ્ચ નેતાઓના અનેક નામો જગ જાહેર છે. ભારતના રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ એક મહાન વૈજ્ઞાનિક હતા પણ ઈશ્વરમાં અતૂટ શ્રધ્ધા રાખતા હતા. નેલ્સન મંડેલા એક સબળ નેતા હતા, પણ ઈશ્વરમાં શ્રધ્ધા રાખતા હતા. ડો. રાધાકૃષ્ણન માત્ર ધર્મમાં માનનારા જ નહીં, ધર્મનો ઊંડો અભ્યાસ પણ કરતા.
    અંધશ્રધ્ધા અને શ્રધ્ધા વચ્ચેનો ફરક સમજવાની જરૂર છે. બાથ ટ્બ સાથે બાળકને ન ફેંકી દેવાય.

    Liked by 1 person

  14. આપણે કેટલા ધાર્મિક છીએ? આપણે કેટલા બુદ્ધિશાળી છીએ? એક નવો અભ્યાસ કહે છે જો ધાર્મિક વધુ હોઈશું તો બુદ્ધિશાળી ઓછા અને બુદ્ધિશાળી વધુ હોઈશું તો ધાર્મિક ઓછા. હવે ધર્મની હજારો વ્યાખ્યા થઈ શકે તો એ પ્રમાણે ધાર્મિકની હજારો વ્યાખ્યા થઈ શકે. તે પ્રમાણે બુદ્ધિશાળી કોને કહેવો તેની પણ હજારો વ્યાખ્યા થઈ શકે. એટલે વિવેકાનંદ, ઓશો અને ગાંધી જેવા ઈન્ટેલીજન્ટ થિંકર વધુ ધાર્મિક, વધુ બુદ્ધિશાળી હોઈ શકે છે. એટલે મારે એવા અપવાદોની વાત કરવી નથી. હું અહીં પ્રચલિત અર્થમાં ધાર્મિક એટલે ટીલા-ટપકાં કરી રોજ મંદિરોમાં અને કહેવાતા ગુરુઓ પાછળ દોટો મૂકતાં કહેવાતા ધાર્મિકોની વાત કરું છું. આવા ધાર્મિકો જેટલા વધુ ધાર્મિક એટલાં ઓછા બુદ્ધિશાળી. અથવા જેટલા વધુ બુદ્ધિશાળી એટલાં ઓછા ધાર્મિક. એટલે જેમ જેમ આપણા જીવનમાં બુદ્ધિનું તત્ત્વ-મહત્વ વધતું જાય તેમ તેમ આપણા જીવનમાં કહેવાતી ધાર્મિક માન્યતાઓનું મતલબ ધર્મનું મહત્વ ઓછું થતું જવાનું. ઘણા વધુ બુદ્ધિશાળી મિત્રોને ખાલી એક સુપ્રીમ ગોડ કે પરમ તત્ત્વ સિવાય બીજી ધાર્મિક ઇરેશનલ માન્યતાઓમાં રસ હોતો નથી. આમ કહેવાતા આસ્તિક ઓછા હોય છે તો એવા લોકોમાં સ્વાભાવિક બુદ્ધિનું તત્ત્વ વધુ જ હોવાનું.

    Liked by 1 person

    1. આમેય ધાર્મિક માન્યતાઓ ઇરેશનલ હોય છે તે હકીકત છે. કોઈ પણ વાત કાર્યકારણનાં સંબંધ વગર કે કોઈ સાબિતી વગર માની લેવાનું ધાર્મિક મનમાં વધુ હોય છે, નાં તો એની પ્રયોગાત્મક કોઈ ચકાસણી થઈ હોય એટલે બુદ્ધિશાળી વ્યક્તિને તે માનવું અઘરું થઈ પડે. કોઈ બાપુ કે બાબાએ કહ્યું છે એટલે કહેવાતો ધાર્મિક તરત માની લે પણ બુદ્ધિશાળી માટે માનવું મુશ્કેલ થઈ પડે. ઇન્ટેલિજન્ટ લોકો પૃથક્કરણાત્મક વિશ્લેષણાત્મક હોય છે. સામે રિલિજસ લોકો સાયન્સ અને સાયન્ટિફિક એવિડન્સ બંનેના સીધા વિરોધમાં જ ઉભા હોય છે. બીજી રીતે જોઈએ તો ઊંચો IQ ધરાવતા લોકોને વિજ્ઞાનમાં વધુ શ્રદ્ધા હોય છે, કે વિજ્ઞાન ધર્મનો બેસ્ટ ફ્રૅન્ડ નથી જ.

      Liked by 1 person

      1. આપણે ત્યાં તો ભણતર કે ડિગ્રી ઉપર પણ જવાય તેવું નથી. ડિગ્રી ફક્ત એક ટેકનિકલ સ્કિલ્ડ લેબર સિવાય કશું વધારે હોતી નથી. હું અમદાવાદ એક કૉલેજના પ્રિન્સિપાલની ઑફિસમાં ગયેલો મારા એક સંબંધી જોડે. પહેલું તો અમારે અમારા શૂઝ કાઢવા પડેલા ઑફિસમાં એન્ટર થતા. પ્રિન્સિપાલની ઓફિસ કરતા જાણે મંદિરમાં જતા હોઈએ તેવું વધુ લાગેલું. ઑફિસમાં જ એમણે મંદિર બનાવી દીધેલું. ઘણા ડોકટરો ને વૈજ્ઞાનિકો પણ skilled labour થી વધુ કશું હોતા નથી..

        Liked by 1 person

Leave a comment