સામુહીક ભ્રમણા

03

સામુહીક ભ્રમણા

–બી. એમ. દવે

[ગત અંક : 02 ( https://govindmaru.wordpress.com/2017/02/17/b-m-dave-4/  )ના અનુસન્ધાનમાં..]

સામુહીક ભ્રમણાને મનોવીજ્ઞાનની ભાષામાં mass-mania તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ બાબતને લગતી વ્યક્તીગત ભ્રમણા જ્યારે સામુહીક સ્વરુપ પકડે છે ત્યારે તે દાવાનળની જેમ ફેલાઈ જાય છે અને તેની ઝપટમાં અચ્છા–અચ્છાને લઈ લે છે. સામુહીક ભ્રમણાની મનોવૈજ્ઞાનીક અસર એટલી બધી તીવ્ર હોય છે કે તેના દાયરામાં ભણેલીગણેલી, બુદ્ધીશાળી અને હાઈપ્રોફાઈલ વ્યક્તીઓ પણ બાકાત રહી શકતી નથી. શ્રદ્ધાળુ વ્યક્તીઓ તો આવી સામુહીક ભ્રમણામાં દીવામાં જેમ પતંગીયું કુદી પડે તેમ કુદી પડે છે. ફક્ત રૅશનલ વીચારધારાને વરેલી વ્યક્તીઓ જ આમાંથી બાકાત રહી શકે છે. આવી ભ્રમણાના ફેલાવા વખતે તેની અસર હેઠળ આવી ગયેલ વ્યક્તી સારા–નરસાનું વીવેકભાન ગુમાવી બેસે છે. વીજ્ઞાનને તો તે લુછીને નાખી દે છે.

‘માસ–મેનીઆ’ એટલે કે સામુહીક ભ્રમણાનું સૌથી સચોટ ઉદાહરણ થોડા સમય પહેલાં ગણપતીની મુર્તીએ દુધ પીધું હોવાની ઘટના ગણાવી શકાય. આ ઘટના વખતે અનુભવાયેલ ઘેલછા અભુતપુર્વ હતી. વૈજ્ઞાનીકો અને રૅશનાલીસ્ટોએ સમજાવવાની ખુબ કોશીશ કરી હતી કે જે ઘટના ઘટી રહી છે તેની પાછળ ભૌતીકશાસ્ત્રનો જાણીતો ‘કેશાકર્ષણ’નો નીયમ કામ કરે છે; પણ આવી સામુહીક ભ્રમણા વખતે ચમત્કારના જોરશોરથી વાગતાં ઢોલ–નગારાંના અવાજમાં ભૌતીકશાસ્ત્રીઓની પીપુડીનો અવાજ દબાઈ જાય છે. લોકોમાં વીજ્ઞાનને ખોટું પાડવાની અને આ ઘટનાને ચમત્કારમાં ખપાવવાની જાણે કે હરીફાઈ ચાલતી હોય તેવો માહોલ સર્જાયો હતો.

સામુહીક ભ્રમણા ફેલાઈ રહી હોય ત્યારે મીડીઆ પણ ચાલતી ગાડીએ ચડી જાય છે અને બળતામાં ઘી હોમવાનું કામ કરે છે. આપણા ભારતીય મીડીઆની લાચારી કહો કે પછી ધન્ધાદારી અભીગમ કહો; પણ અન્ધશ્રદ્ધાની આગને ઠારવામાં મીડીઆની ભુમીકા ‘નરો વા કુંજરો વા’ જેવી રહી છે. વ્યુઅરશીપ ઘટી જવાના કાલ્પનીક ભયથી મીડીઆ પોતાનો ધર્મ ચુકે છે તેવું લાગે છે. ક્યારેક નાછુટકે કંઈક કહેવું પડે તેવા સંજોગોમાં દબાતા અવાજે બોલે છે. જે ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવાની હોય ત્યાં બુલન્દ અવાજે બોલવાને બદલે જોખીજોખીને અને તોળીતોળીને તે બોલે છે.

ગણપતીએ દુધ પીધું હોવાની સામુહીક ભ્રમણા અગાઉ ઘણાં વર્ષો પહેલાં ઉનાવા ખાતે એક બાપુ તમામ પ્રકારનાં દુ:ખ દુર કરવા માટે પાણી મન્તરતા હોવાની બહુ ચકચારી ઘટના ઘટી હતી. લાખોની સંખ્યામાં દુરદુરથી ભ્રમીત લોકો પાણી મન્તરાવવા આવતા હતા. હજારોની સંખ્યામાં માણસોને એકીસાથે બેસાડી સાથે લાવેલ પાણીની બૉટલ ઉંચી કરવાનું કહેવામાં આવતું અને પછી બાપુ દુરથી ફુંક મારીને પાણી મન્તરતા હતા. થોડીઘણી બુદ્ધી હોય તેવી વ્યક્તીને પણ કોઈ પણ રીતે ગળે ન ઉતરે તેવી આ સામુહીક ભ્રમણાની ઘટનામાં ઉચ્ચ શીક્ષીત વર્ગના માણસો પણ સ્વેચ્છાએ શીકાર બન્યા હતા. આ ઘટનાના પડઘા એટલા બધા પડ્યા હતા કે છેવટે પોલીસ ખાતાએ હરકતમાં આવવું પડ્યું હતું.

આ પ્રકારની ‘માસ–મેનીયા’ની અન્ય એક ઘટના થોડાં વર્ષો અગાઉ ભાવનગર જીલ્લાના તળાજા ગામ પાસેની એક વાડીમાં બની હતી. આ વાડીમાં પાર્વતીમા નામનાં એક અભણ ડોશીમા ની:સન્તાન દમ્પતીઓને સન્તાનપ્રાપ્તી માટે વીધી કરી પ્રસાદ આપતાં હતાં. હજારોની સંખ્યામાં ની:સન્તાન દમ્પતીઓ સન્તાનપ્રાપ્તી અર્થે ત્યાં આવતાં હતાં. અહીં આવતાં અન્ધશ્રદ્ધાળુ મુસાફરોના ધસારાને પહોંચી વળવા એસ. ટી. નીગમે તળાજાને જોડતી ખાસ વધારાની બસો દોડાવવી પડી હતી. ગુજરાત બહારથી પણ અન્ધશ્રદ્ધાળુઓનાં મોટાં ટોળાં આવતા હતા. આ પાર્વતીમા આશીર્વાદ આપીને અને પ્રસાદ ખવડાવીને સીધુ સીમન્તનું મુહુર્ત જોવડાવી સીમન્તની વીધી કરાવી લેવાનો આગ્રહ રાખતાં હતાં તેમ જ સગર્ભાવસ્થાની ચકાસણી કોઈ ડૉક્ટર પાસે ન કરાવવા પણ ખાસ તાકીદ કરતાં હતાં.

કેટલાયે વર્ષો સુધી અભણથી માંડીને ઉચ્ચ શીક્ષીત સુધીનાં ની:સન્તાન દમ્પતીઓ હજારોની સંખ્યામાં સામે ચાલીને છેતરાતાં રહ્યાં. મારી દૃષ્ટીએ આમાં પાર્વતીમાનો કોઈ કસુર નથી. તેઓ તો દુકાન ખોલીને બેઠાં હતાં. સામે ચાલીને ગ્રાહકો મુંડાવા આવે તેમાં તેમનો શો વાંક? પાર્વતીમાના દીકરાઓએ અન્ધશ્રદ્ધાળુઓ માટે ચા–પાણી, નાસ્તો, જમવા અને રહેઠાણની સુવીધા પુરી પાડવાનો ધન્ધો ધમધોકાર ચલાવ્યો અને બે પાંદડે નહીં; પણ પન્દર–વીસ પાંદડે થઈ ગયા; એમ કહી શકાય કે પાર્વતીમાના ‘સીમન્ત’ના ગોરખધન્ધાથી તેમના દીકરાઓ ‘શ્રીમન્ત’ બની ગયા.

સ્થાનીક પોલીસે એમ કહીને હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો કે જ્યાં સુધી પોલીસ પાસે કોઈ ફરીયાદી બનીને ફરીયાદ લઈને ન આવે ત્યાં સુધી પોલીસ સ્વયમ્ભુ રીતે કોઈ પગલાં ભરી શકે નહીં. મારી જાણકારી મુજબ પછી આ પાર્વતીમાનું અવસાન થઈ ગયું હતું અને તેમના સન્તાનો પણ આ વારસો સમ્ભાળી રહ્યા હતા.

સામુહીક ભ્રમણાની અન્ય પણ ઘણી ઘટનાઓ ઈતીહાસમાં નોંધાઈ છે. પપૈયામાં, શીવલીંગમાં અને ઝાડના થડમાં દેવ–દેવીઓ દેખાવાની અનેક ઘટનાઓ ઘટી ચુકી છે. આ પ્રકારની તમામ ઘટનાઓમાં રીતસર અન્ધશ્રદ્ધાની આંધી ફુંકાય છે, જેમાં પોતાને બુદ્ધીશાળી સમજતા લોકો પણ ખેંચાઈ જાય છે અને પોતાનો બુદ્ધીવીવેક ગુમાવી બેસે છે. પોતાની તર્કશક્તી, લાયકાત, હોદ્દો અને પ્રતીષ્ઠા પણ ગીરવે મુકાઈ જાય છે.

આ પ્રકારની ઘટનાઓ ભારત જેવા દેશમાં વધુ બને છે; પરન્તુ વીદેશમાં પણ આવી સામુહીક ભ્રમણાની ઘટનાઓ નોંધાયેલી છે. મધર મેરીની આંખમાંથી આંસુ નીકળવાની ઘટના અગાઉ ઘણી વખત પ્રકાશમાં આવેલી છે. થોડાં વર્ષો અગાઉ રોમન કૅથલીક સમ્પ્રદાયના એક ધર્મગુરુના આદેશથી સ્વર્ગમાં જવા માટે આ સમ્પ્રદાયના સેંકડો અનુયાયીઓએ સામુહીક આત્મહત્યા કરી હતી. સામુહીક ભ્રમણાનું ગાંડપણ જ્યારે સવાર થાય છે ત્યારે ફક્ત રૅશનલ વીચારધારા ધરાવતી વ્યક્તી જ પોતાની જાતને તેમાંથી બચાવી શકે છે.

સામુહીક ભ્રમણાનું પ્રભાવી ક્ષેત્ર ફક્ત ધાર્મીક બાબતો પુરતું મર્યાદીત નથી, અન્ય ક્ષેત્રો જેવાં કે સામાજીક ક્ષેત્ર, રાજકીય ક્ષેત્ર અને શૈક્ષણીક ક્ષેત્રમાં પણ ‘માસ–મેનીઆ’નો પગપેસારો છે, જેને સામાન્ય ભાષામાં આપણે ‘ગાડરીયા પ્રવાહ’ તરીકે પણ ઓળખી શકીએ. આવા ગાડરીયા પ્રવાહમાં પણ અંગુઠાછાપથી માંડીને પીએચ.ડી. સુધીના શીક્ષીતો તણાઈ જાય છે.

થોડા દૃષ્ટાંતોની મદદથી ગાડરીયા પ્રવાહ ઉપર પ્રકાશ પાડવાની કોશીશ કરું છું.

ગુજરાત રાજ્યના વહીવટી તન્ત્રની કરોડરજ્જુ સમાન આઈ.એ.એસ. અને આઈ.પી.એસ. ઑફીસરો મોટા ભાગે બીનગુજરાતી જોવા મળે છે. અલબત્ત, છેલ્લાં પાંચેક વર્ષથી થોડા ગુજરાતી ઉમેદવારો યુ.પી.એસ.સી.ની આવી પરીક્ષાઓ પાસ કરે છે. આમ છતાં અન્ય રાજ્યોની સરખામણીમાં આ બન્ને કૅડરમાં ગુજરાતી અધીકારીઓની કમી ઉડીને આંખે વળગે તેવી છે. આવી પરીસ્થીતીનો અર્થ એવો ઘટાવી શકાય કે ગુજરાતના વીદ્યાર્થીઓમાં ટૅલેન્ટની કમી છે? ના, હરગીજ નહીં. ગુજરાતમાં પણ અત્યન્ત તેજસ્વી અને મેઘાવી બુદ્ધીપ્રતીભા ધરાવતા ઉમેદવારો છે જ, જેઓ યુ.પી.એસ.સી.ની આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી ગુજરાતી અધીકારી તરીકે કલેક્ટર અને જીલ્લા પોલીસ વડાની ખુરશીઓ શોભાવી શકે તેમ છે; છતાં આ બન્ને કૅડરમાં ગુજરાતી અધીકારીઓની તીવ્ર અછત પાછળ સૌથી મહત્વનું પરીબળ છે ગાડરીયા પ્રવાહની અસર.

તેજસ્વી બાળક એસ.એસ.સી.ની પરીક્ષામાં 90 ટકા જેટલા માર્ક્સ લાવે એટલે તેનાં માવતર તેને સાયન્સ પ્રવાહમાં દાખલ કરી ધોરણ 12માં મેડીકલના મેરીટમાં આવે તેટલા ટકા માર્ક્સ મેળવવા મરણીયા પ્રયાસો શરુ કરી દે બસ, એક જ લક્ષ્ય : દીકરો કે દીકરી ડૉક્ટર બની જાય. કદાચ મેડીકલના મેરીટમાં બાળક ન આવે તો નાછુટકે બીજો વીકલ્પ એન્જીનીઅરીંગ  ક્ષેત્રનો આંખ બન્ધ કરીને અપનાવવામાં આવે. આ દેખાદેખી પણ ગાડરીયા પ્રવાહની આડપેદાશ છે. જે તેજસ્વી બાળક ડૉક્ટર કે ઈજનેર બની શકે તે બાળક આઈ.એ.એસ.  કે આઈ.પી.એસ. કેમ ન બની શકે? અહીં ડૉક્ટર બનવાનો વીરોધ કરવાની વાત નથી; પણ ‘આંધળી ભેંસે મુળીયું ભાળ્યું’ એ કહેવત અનુસાર બધા જ તેજસ્વી વીદ્યાર્થીઓને ફક્ત ડૉક્ટર જ બનાવવાનો અભરખો શા માટે? આઈ.એ.એસ. કે આઈ.પી.એસ. અધીકારીઓનાં માન–મોભો ને સ્ટેટસ ડૉક્ટર જેટલાં નથી હોતાં? જો આપણાં ગુજરાતનાં તેજસ્વી બાળકોને ‘માસ–મેનીઆ’ની અસર હેઠળ ડૉક્ટર કે ઈજનેર જ બનાવી દેવાની જીદ કે માનસીકતા ન હોય તો ગુજરાતના વહીવટી તન્ત્રમાં અન્ય રાજ્યોની જેમ આ બન્ને કૅડરના અધીકારીઓમાં બહુમતી ગુજરાતી અધીકારોની જ હોય.

લગભગ 25 વર્ષ અગાઉ સુધી ગુજરાતની પી.ટી.સી. કૉલેજમાંથી દર વર્ષે અન્દાજીત 5,000 વીદ્યાર્થીઓ પી.ટી.સી. થઈને બહાર પડતા અને લગભગ તેટલી જ ખાલી જગ્યાઓ પડતી, જેમાં દરેકને વહેલી–મોડી પ્રાથમીક શીક્ષકની નોકરી ખાતરીપુર્વક મળી જતી. પી.ટી.સી.માં દાખલ થવાનું પણ સરળ હતું અને નોકરી મેળવવાનું પણ સરળ હતું. આવી અનુકુળ પરીસ્થીતીનું પરીણામ એ આવ્યું કે ગાડરીયો પ્રવાહ આંખો બન્ધ કરીને પી.ટી.સી. પાછળ પડી ગયો. બીલાડીના ટોપની જેમ પી.ટી.સી.ની કૉલેજો ખુલતી ગઈ અને અન્દાજે 50,000 જેટલા વીદ્યાર્થીઓ બહાર પડવા માંડ્યા, જેની સામે વૅકન્સી 10,000થી પણ ઓછી છે. આવી પરીસ્થીતીમાં પ્રાથમીક શીક્ષકની નોકરી મેળવવાનું અત્યન્ત અઘરું બનતું ગયું.

અને પરીણામે પી.ટી.સી. થયેલા વીદ્યાર્થીઓએ પોલીસ કોન્સ્ટેબલ, ક્લાર્ક અને તલાટી જેવી જગ્યાઓ માટે લાઈન લગાવવા માંડી. ઉપરાંત કેટલાક તેજસ્વી વીદ્યાર્થીઓ, જેઓ આગળ અભ્યાસ કરીને હાઈસ્કુલમાં શીક્ષક, કૉલેજમાં પ્રોફેસર કે ઉચ્ચ અધીકારી થવા જેટલી બુદ્ધીપ્રતીભા ધરાવતા હતા તેઓને તેમનાં માવતરોએ પ્રાથમીક શીક્ષક બનાવી ખોટનો ધન્ધો કર્યો. કહેવાનું તાત્પર્ય એ છે કે આ પ્રકારના ગાડરીયા પ્રવાહમાં તણાઈ જવાથી સરવાળે નુકસાન જ થાય છે; પરન્તુ ‘માસ–મેનીઆ’ની અસર એટલી તીવ્ર હોય છે કે બીજી દીશામાં વીચારવાની બારી જ બન્ધ કરી દેવામાં આવે છે. હાઈસ્કુલમાં શીક્ષક બનવા માટે જરુરી બીએડ્.ની ડીગ્રીના કીસ્સામાં પણ લગભગ આવું જ બન્યું છે.

રાજકીય ક્ષેત્રની વાત કરીએ તો રાષ્ટ્રીય કક્ષાના ઘણા નેતાઓ જેઓ પોતાના મતવીસ્તારમાં પ્રચંડ લોકપ્રીયતા ધરાવતા હોય અને લાંબા સમય સુધી આ વીસ્તારનું પ્રતીનીધીત્વ કરતા હોય તેવા નેતાઓ અચાનક ખરાબ રીતે હારી જવાના અને અમુક કીસ્સાઓમાં તો જેલમાં જવાના બનાવો પણ નોંધાયા છે. ઉપરાંત ચુંટાયેલ પ્રતીનીધીઓમાંથી લગભગ અરધોઅરધ રાજકારણીઓ ગુનાહીત બેકગ્રાઉન્ડ ધરાવે છે. આવી પરીસ્થીતી પાછળ પણ ‘માસ–મેનીઆ’ ફૅક્ટર જવાબદાર છે. ગાડરીયો પ્રવાહ જે બાજુ વળે ત્યાં સમીકરણો બદલાઈ જાય છે. ભારતમાં લોકશાહી હોવા છતાં રાજકીય ઉથલપાથલ પાછળ મતદારોની પરીપકવતા જવાબદાર નથી; પરન્તુ ગાડરીયા પ્રવાહની માનસીકતા જવાબદાર છે. લોકશાહીની તન્દુરસ્તી માટે આ ઘાતક છે; પણ ગાડરીયા પ્રવાહની જય હો !

‘માસ–મેનીઆ’ યાને ગાડરીયા પ્રવાહનું એક વધુ ઉદાહરણ વાચકમીત્રો સાથે શૅર કરવા માગું છું.

વર્ષો અગાઉ સુરેન્દ્રનગર જીલ્લ્માં એક નાનકડા શહેરમાં આયુર્વેદની ડીગ્રી ધરાવતા એક વૈદ્ય ઍલોપથીક પ્રૅક્ટીસ કરતા હતા અને ખાસ કરીને શ્વાસ અને દમના રોગના નીષ્ણાત તરીકે નામના ધરાવતા હતા. વાસ્તવમાં આ રોગની સારવાર અંગેની કોઈ વીશીષ્ટ લાયકાત તેમની પાસે ન હતી. શરુઆતમાં આસપાસના પંથકમાં અને પછી ધીમેધીમે આખા ગુજરાતમાં અફવા અને ભ્રમણા ફેલાઈ ગઈ કે શ્વાસ કે દમનો રોગ મટાડવા માટે આવો ઈલાજ ક્યાંય નથી. આખા ગુજરાતમાંથી ભ્રમીત દર્દીઓનાં ટોળેટોળાં આ નાના ગામમાં ઉભરાવા લાગ્યાં. કોઈને એટલો વીચાર પણ ન આવ્યો કે ત્યાં જે દવા આપવામાં આવે છે તેની માહીતી કે જાણકારી અન્ય કોઈ ડૉક્ટર પાસે ન હોય તેવું બની શકે? શું કોઈ ગુપ્ત ફૉર્મ્યુલાવાળી દવાઓ તેઓ જાતે બનાવતા હતા, જે બીજા કોઈ ડૉક્ટર ન જાણતા હોય?

નીષ્ણાત ફીઝીશ્યન પણ સ્ટેરોઈડનો ઉપયોગ જવલ્લે જ અને વીવેકપુર્વક કરતા હોય છે, જ્યારે આલીયા–માલીયા ટાઈપના ડૉક્ટરો સ્ટેરોઈડનો ઉપયોગ છુટથી કરતા હોય છે અને તેનું પરીણામ અક્સીર; પણ ખતરનાક આડઅસરયુક્ત હોય છે. દર્દીના જોખમે દર્દ ચપટી વગાડતાં મટાડવાનો ખોટો યશ આવા ડૉક્ટરોના નામે ચડી જતો હોય છે અને પરીણામે સામુહીક ભ્રમણામાં ભરમાયેલા દર્દીઓનો ધસારો થતો.

કેટલીક જગ્યાએ કોઈ પણ જાતની ડીગ્રી વગરના હાડવૈદ્યો હાટડી ખોલીને બેસી ગયા હોય છે. આવા હાડવૈદ્યો પાસે પણ સામુહીક ભ્રમણાનો શીકાર બનેલા દર્દીઓ પોતાની તન્દુરસ્તીના ભોગે સામે ચાલીને છેતરાવા પહોંચી જાય છે. એક આયુર્વેદીક ડૉક્ટર તો દવા અને દુવાનો સમન્વય કરીને સન્તાનપ્રાપ્તીની દુકાન ખોલીને બેઠા છે. અને દર્દીઓના ખર્ચે અને જોખમે વર્તમાનપત્રમાં અર્ધા પાનાની પોતાનાં ગુણગાન ગાતી જાહેરાત છપાવે છે. આયુર્વેદીક અભ્યાસમાં દવા અને દુવા બન્નેની ચીકીત્સા પદ્ધતી માણવામાં આવતી હશે? ‘મેરા ભારત મહાન’માં જ આવું સમ્ભવે છે.

કોઈ પણ દૃષ્ટીકોણથી વીચારતા ગળે ન ઉતરે એવી માન્યતાને ગળે વળગાડીને ભ્રમીત લોકો જાતે જ પોતાના પગ ઉપર કુહાડો મારવા ઉત્સુક હોય છે. આવાં લેભાગુ તત્ત્વો કેવી રીતે પોતાનો ઉપચાર કરી શકે તેવો વીચાર પણ કોઈને આવતો નથી અને ફેલાયેલી સામુહીક ભ્રમણાની અસર હેઠળ આવી અણઘડ વ્યક્તીઓ પાસે દર્દીઓની લાઈન લાગે છે.

આ ઉપરાંત મોટા ભાગનાં આંદોલનો પણ સામુહીક ભ્રમણાની અસર હેઠળ જ ચાલતાં હોય છે. આંદોલનમાં ભાગ લેતા લોકોને આંદોલનના વીષયવસ્તુની કે તેના વાજબીપણાની જાણ પણ ઘણી વખત હોતી નથી. આંદોલનકારીઓનો મુખ્ય હેતુ યેન–કેન–પ્રકારે તેમનો અવાજ ટોળાશાહીની મદદથી બુલન્દ બનાવવાનો જ હોય છે.

આમ, સામુહીક ભ્રમણા અલગઅલગ સ્વરુપે પ્રગટ થતી રહે છે અને પોતાના પ્રભાવનો પરચો બતાવતી રહે છે.

સામુહીક ભ્રમણાની ચર્ચામાં ચમત્કારને ભુલી જઈએ તો આ ચર્ચા અધુરી જ ગણાય. ચમત્કારમાં ન માનવું એ જ સૌથી મોટો ચમત્કાર છે. લગભગ 99 ટકા જનતા–જનાર્દન ચમત્કારમાં માને છે. ચમત્કાર વગર નમસ્કાર નથી તેવું જાણી ગયેલા જાણભેદુઓ તેનો પુરેપુરો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. રાજકોટસ્થીત સંસ્થા ‘જનવીજ્ઞાન જાથા’ અને અન્ય ઘણી રૅશનલ સંસ્થાઓ (લેખના અંતેમારી નોંધવાંચવાનું ચુકશો નહીં.) ચમત્કારનો પર્દાફાશ કરતા જાહેર કાર્યક્રમો ઠેરઠેર યોજે છે, ચમત્કારનું ભુત કાઢવા કોશીશ કરે છે. ચમત્કાર બતાવનારને આવી સંસ્થાઓ તરફથી વર્ષોથી ઈનામ જાહેર કરવામાં આવ્યું છે; પણ કોઈ ઈનામ લેવા આગળ આવતું નથી. હું પણ આ પુસ્તકના માધ્યમથી ખુલ્લો પડકાર ફેંકું છું કે કોઈ પણ વ્યક્તી મારી રુબરુ કોઈ પણ પ્રકારનો ચમત્કાર કરી બતાવે તો રુપીયા એક લાખનું ઈનામ આપીશ. મોટા ચમત્કારની વાત જવા દઈએ, કોઈ પણ વ્યક્તી મારી મુઠ્ઠીમાં કેટલા રુપીયાના સીક્કાઓ (પરચુરણ) રાખેલ છે તે કહી બતાવે તો પણ જાહેરમાં પગે લાગું અને ચમત્કારમાં માનતો થઈ જાઉં. હાથચાલાકીને ચમત્કારમાં ખપાવતા હરામીઓ હાથમાં આવે તેની રાહ જોઈને બેઠો છું.

        –બી. એમ. દવે

મારી નોંધ :

મારા ‘અભીવ્યક્તી’ બ્લૉગ https://govindmaru.wordpress.com/2017/02/24/dr-ashwin-shah/#comments  ની ગઈ તારીખ 24 ફેબ્રુઆરીની પોસ્ટમાં અમેરીકાસ્થીત મારા વીદ્વાન મીત્ર અમૃત હજારીએ સરસ કૉમેન્ટ મુકી હતી, તેઓ લખે છે :

અભિવ્યક્તિમાં જોઈએ તો…. લેખકો જુદા જુદા અને સામગ્રી પણ બઘા લેખોની એક જ સરખી, સંદેશ પણ એક જ, પરંતુ; શબ્દો અને શબ્દોનાં માળખાંઓ જુદાં જુદાં. મને તો લાગે છે કે આપણે એક ટેબલ ઉપર બેસીને આપણા વિચારોની લ્હાણી કરીએે છીએ. નક્કર કામ રસ્તા ઉપર જવાનું કામ…. ફિલ્ડમાં જવાનું કામ…. હજી ઘણું બાકી છે. રીટાયર્ડ સિનિયરોનો સાથ સહકાર લઈએે….જો આપવા રાજી હોય તો. શાળાઓમાં કુમળાંછોડને પાણી પાઈને માનસિક ખોરાક આપીને વાળવું હોય તેમ વાળીએે.

અમૃત હઝારીUSA

એ સન્દર્ભમાં જણાવું કે અમતભાઈએ કહ્યું તેવું નક્કર–જમીની કામ વર્ષોથી ગુજરાતમાં થઈ રહ્યું છે. દક્ષીણ ગુજરાતમાં વધારે; કારણ કે છેક નર્મદના સમયથી તે હૃદયસ્થ પ્રા. રમણ પાઠકની રૅશનલ કૉલમ ‘રમણભ્રમણ’નો આ પ્રદેશને લાભ મળ્યો. ત્યારથી જ સુરતની ‘સત્યશોધક સભા’ અને તેના સેંકડો કાર્યકરો આ દીશામાં કાર્યરત છે. સુરતમાં તો ‘સત્યશોધક સભા’ સુરતના કેળાયેલા અને માહેર એવા કાર્યકરોની ટીમ શાળા, મહાશાળા, કૉલેજમાં જઈ સૌને ચમત્કારો દર્શાવી તે શી રીતે થાય છે તેનું નીદર્શન કરી, પછી બડી સીફતથી તેની પાછળનાં વૈજ્ઞાનીક સીદ્ધાન્તો સમજાવી, આવી અન્ધશ્રદ્ધાથી મુક્ત થવા તેમનાં મન–હૃદયમાં તે વાતો ઉતારે. પછી વીદ્યાર્થીઓ પણ બધડક તેમાં સુર પુરાવે.. એ જ રીતે વલસાડ–નવસારી જીલ્લાનામાં વીજ્ઞાન મંચ, નવસારીના ઉપક્રમે ગોવીન્દ મારુ, ભુપેન્દ્ર ઝેડ., રાજેન્દ્ર સોની(હાલ અમેરીકા), ધર્મેશ કાપડીયા(કેમ્પસ ડાયરેક્ટરશ્રી, ભક્તાશ્રમ, નવસારી), મનીષ પટેલ(હાલ કેનેડા) અને ધનંજય પટેલ(હાલ અમદાવાદ)ની યુવાન–ટીમ શાળા, મહાશાળા, કૉલેજ તથા રાષ્ટ્રીય સેવા યોજના (NSS) શીબીરોમાં જઈને ચમત્કારનો પર્દાફાશ કરી, તે શી રીતે થાય છે તેનું વૈજ્ઞાનીક રહસ્ય સમજાવતા હતા. વીજ્ઞાન મંચ દર વર્ષે ‘વીજ્ઞાન શીબીરો’નું સફળ આયોજન પણ કરતા હતા. અંકલેશ્વરના આચાર્યશ્રી અબ્દુલ વકાનીસાહેબ પણ એકલપંડે દક્ષીણ ગુજરાતમાં કાર્યરત હતા. હા, અમતભાઈએ સુચવ્યું તેમ મોટા ભાગના કાર્યકરો બહુ જ અનુભવી અને રીટાયર્ડ–નીવૃત્ત જ છે.. એ વાત સાચી કે આવી ટુકડી નગરેનગરે ગામડેગામડે હોવી જોઈએ.. તે માટે સેંકડો–હજારો કાર્યકરોને તૈયાર કરવાનું કામ બાકી છે..

હવે આખા ગુજરાતમાં આવું નક્કર કામ ક્યાં ક્યાં અને કોના મારફતે થાય છે તે માહીતી તેમના ફોન નંબર સાથે આપું. જેથી કોઈ પણ વીસ્તારમાં એમની સેવાનો લાભ લઈ શકાય. વળી, આ માહીતી મને મળી શકી તેટલી જ છે. મારા ‘અભીવ્યક્તી’ બ્લોગ પર નવું પેજ શરુ કરવામાં આવશે. જેથી જો કોઈ વ્યક્તી કે ગામ અને તેમનાં કામનું નામ રહી ગયું હોય તો તે માહીતી મને govindmaru@gmail.com આઈડી પર મેલ અથવા વોટ્સએપ નંબર : +91 9537 88 00 66 પર મને મોકલવા વીનન્તી કરું :

1.  જનવીજ્ઞાન જાથા, રાજકોટના જયન્ત પંડ્યાનો સેલફોન નમ્બર – 98252 16689.

2. સત્યશોધક સભા, સુરતના  સક્રીય કાર્યકરો :

નીવૃત્ત આચાર્ય સીદ્ધાર્થ દેગામી – 94268 06446,

નીવૃત્ત આચાર્ય સુનીલ શાહ – 94268 91670,

જવાંમર્દ માધુભાઈ કાકડીયા – 98255 32234 તેમ જ

કલાશીક્ષકો ગુણવન્તભાઈ અને કરુણાબહેન ચૌધરી – 98251 46374.

3.  ચમત્કાર ચકાસણી કેન્દ્ર, ચાંદખેડા, અમદાવાદના ચતુરભાઈ ચૌહાણ – 98982 16029.

4.  ગુજરાત–મુમ્બઈ રૅશનાલીસ્ટ એસોસીએશન, અમદાવાદના પીયુષ જાદુગર – 94260 48351.

5.   રુપાલની પલ્લીફેમ લંકેશ ચક્રવર્તી (ગામ : ભુવાલડી, તાલુકો : દસક્રોઈ) – 94263 75381.

6.   હ્યુમેનીસ્ટ રૅશનાલીસ્ટ સોસાયટી, ગોધરાના મુકુન્દ સીંધવ – 90332 06009.

7.  રૅશનલ સમાજગાંધીનગરના ડૉ. અનીલ પટેલ – 93278 35215.

8.   બનાસકાંઠા જીલ્લા અન્ધશ્રદ્ધા નીર્મુલન સમીતી, પાલનપુરના સક્રીય કાર્યકરો :

અશ્વીનભાઈ કારીઆ (નીવૃત્ત પ્રીન્સીપાલ, લૉ કૉલેજ) – 9374018111,

જગદીશ સુથાર (આચાર્યશ્રી, એન. એલ. ઝવેરી સાર્વજનીક હાઈસ્કુલ, ગઢ તાલુકો : પાલનપુર)  – 94281 94175,

ગીરીશ સુંઢીયા [નીવૃત્ત એન્જીનીયર (વેસ્ટર્ન રેલવે) પાલનપુર] – 94266 63821,

પરેશ રાવલ – 98257 05745 તેમ જ

દીપક આકેલીવાળા – 96383 93145.

આ સઘળાં સેન્ટર અને તેના કાર્યકરો સ્કુલો, હાઈ સ્કુલો, કૉલેજો, રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ની શીબીરો, જ્ઞાતીમંડળોના મેળાવડામાં તથા અન્ય સંસ્થાઓમાં જાહેર કાર્યક્રમોમાં જઈને કહેવાતા ચમત્કારો કે હાથચાલકીઓના પ્રયોગો કરે છે. આ કહેવાતા ચમત્કારો કે હાથચાલકીઓનું વૈજ્ઞાનીક રહસ્ય પણ સમજાવે છે. જો કોઈ તાન્ત્રીક, માન્ત્રીક, જ્યોતીષ, ભુવા, ભારાડી, બાપુ કે ઈસમ પડકાર ઝીલીને, કશી બનાવટ વગર ચમત્કાર સાબીત કરી બતાવે તો, ‘ચતુર ભવન’, ન્યુ સી. જી. રોડ, ચાંદખેડા, ખાતેનો આશરે રુપીયા એક કરોડનો બંગલો તેમ જ રુપીયા પાંચ લાખ રોકડ ઈનામ આપવામાં આવશે એવી જાહેરાત વર્ષોથી ચતુરભાઈએ આપી રાખી છે. જો ચમત્કાર સાબીત થાય તો ચમત્કારીને લાવનાર વચેટીયાને પણ શરતોને આધીન પચાસ હજાર રુપીયા રોકડ ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સીવાય ઉપરોક્ત અન્ય સંસ્થાઓએ પણ એક લાખ રુપીયાથી લઈ 15 લાખ રુપીયા સુધીના ઈનામોની જાહેરાતો કરી છે. અંકલેશ્વરના ભાઈ અબ્દુલ વાકાણીએ પણ એવી જાહેરાત કરી જ છે; પરન્તુ આજદીન સુધી કોઈએ ચમત્કાર સાબીત કર્યો નથી.

...ગોવીન્દ મારુ

17105721_1254678207961096_991017331_n

જેલ ખાતાની દીર્ઘકાલીન સેવાઓ દરમીયાન કાજળની કોટડીમાં રહીને લેખક શ્રી. બી. એમ. દવેનું સતત વાચન, મનન તથા જેલ ખાતાનાં સ્વાનુભવોનો ગહન અભ્યાસ, ચીન્તન–મનન કરીને લખેલા પુસ્તક ભ્રમ ભાંગ્યા પછી(પ્રકાશક : પ્રવીણ પ્રકાશન પ્રા. લી., લાભ ચેમ્બર્સ, મ્યુનીસીપલ કૉર્પોરેશન સામે, ઢેબર રોડ, રાજકોટ. ફોન : (0281) 223 2460/ 223 4602 વેબસાઈટ : https://pravinprakashan.com ઈમેલ : pravinprakashan@yahoo.com પાનાં : 64, મુલ્ય : રુ. 65/-)માંનો આ પ્રથમ લેખ, પુસ્તકનાં પાન 19થી 26 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક :

શ્રી. બી. એમ. દવે, પાલનપુર – 385001 સેલફોન : 94278 48224

 

 

 

 

20 Comments

  1. When people will realize that their own existence, a conscous being, on the face of this beautiful planet hanging in the infinite space and also drinks milk!!! Then they will know what the real miracle is. Amen, So be it!

    Like

  2. દવે સાહેબે જે વૈધની વાત કરી તેના કરતા પણ વધારે એક ગુજરાતની આયુર્વેદિક યુની.નાં ભૂ.ચાન્સેલર જેમની રાજ્ય સરકાર અને વહીવટી તંત્રમાં ખુબ જ લાગવગ હતી એ વૈધ તરીકે ખુબ જ જાણીતા હતા એ દવામાં સ્ટીરોઇડઝ આપતા હતા, એ પકડાઈ ગયા પરંતુ આપણા નાપુશંક નેતાઓને લઈને પ્રકરણ દબાઈ ગયું હતું. બીજા એક આયુ. ડોક્ટર બિસ્કીટ ઉપર ટીપા નાખીએ આસ્થામાં મટાડતા હતા. મારા છોકરાને એક જ વખતે સારું થઇ ગયું એટલે મને શંકા ગઈ. મેં અમદાવાદમાં લેબોરેટરીમાં ચેક કરાવ્યું તો તે સ્ટીરોઇડઝ આપતા હતા. એ રીટા. સરકારી આયુ.ડોક્ટર પોતાના દવાખાનામાં ઘણા સ્ટીરોઇડઝની ખરાબ અસરોના ન્યુઝ પેપરોના કટિંગ ફ્રેમમાં મઢાવીને મૂકી રાખતા અને આપણને સફાઈ કરવા કહેતા લોકો પણ પૈસા માટે શું નથી કરતા? આજ રીતે હૈદરાબાદથી બે શીશી મેં મંગાવી તે પણ ચેક કરતા તે સ્ટીરોઇડઝવાળી હતી.

    Liked by 2 people

  3. Maniac = A person who is extremely enthusiastic about something. આ અેક વ્યાખ્યા પણ મેનીઆક માટે અંગ્રેજીમાં છે. ગાંડપણ પણ અેક મીનીંગ છે. સામુહમાં, ગાંડપણ કે સામુહિકરીતે કોઇ અેક વસ્તુ કે વાત માટે ગાંડપણ રાખવું . મેનીયાક હોવું અેને ભ્રમીત કહેવાય કે કેમ ?
    In English some sentences relates to the topic of the subject.

    (1) ” Never underestimate the power of stupid people in large groups.”

    (2) ” Never argue with stupid people, they will drag you down to their level and then beat you with experience. ”

    (3) ” Arguing with a fool, only proves that there are two.”

    (4) ” Follow your heart but take your brain with you.”

    ખોટા વચનોથી ભોળવાઇ જઇને બરબાદ થવાવાળાઓની સંખ્યા ઓછી નથી. કહેવાય છે કે તેઓ….અેક ઢૂંઢો હઝાર મીલે, દૂર ઢૂંઢો પાસ મીલે…..ખૂબ સ્માર્ટ માણસો ગણત્રીપૂર્વક પ્લાન ઘડીને ચમચાઓની સહાયથી અભણ, મૂર્ખ લોકોને ઉલ્લુ બનાવીને , છેતરીને પોતાની ચાલ જીતી લે છે. , ખાસ કરીને દુ:ખીઓ કે જેઓ પોતાના દુ:ખને દૂર કરી શક્યા નથી હોતા….અાને ઘણા અંઘાપો કહે છે…‘ છતી નજરે અંઘાપો‘….

    Blind Faith = Belief without true understanding, perception, or discrimination..

    કહેવત : ‘ ભગત જગત કો ઠગત હૈ, ભગતહિં ઠગૈ સો સંત, જો સંતન કો ેગત હૈ…તિનકો નામ મહંત.
    અમેરિકન પ્રેસીડન્ટ ડોનાલ્ડ ટરંપે ચૂટણી પ્રચારમાં અેવા વચનો આપ્યા કે જેને માટે લોકો રાહ જોતા હતાં. આ વચનો આપીને તેણે લોકોને ભોળવ્યા અને પોતાનો હેતુ બર લાવ્યો. મુરખ બનવાવાળા તૈયાર જ હોય છે…અેક ઢૂંઢો હઝાર મીલે…દૂર ઢૂંઢો પાસ મીલે…….

    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  4. ખુબ સુંદર લેખ. અહીં ન્યુઝીલેન્ડમાં પણ આ પ્રકારના બનાવો બન્યા છે. ગણપતીના દુધ પીવા બાબત અહીં પણ લેભાગુઓએ એનો ગેરલાભ લીધેલો. મેં એક જાહેર પ્રસંગમાં લોકોને કહેલું કે એમાં કશું તથ્ય નથી. બીજા એક પ્રસંગમાં અહીં વેલીંગ્ટનમાં કોઈને એના વાડામાં જમીનમાંથી સાંઈબાબાની મુર્તી મળેલી, દેખીતી રીતે જ એ મુર્તી પહેલાં એણે જ દાટી હશે, પણ લોકો એટલી બુદ્ધી પણ ચલાવતા નથી હોતા. એને ચમત્કાર માનીને લોકોનાં ટોળે ટોળાં એ જોવાને ઉમટી પડેલાં. ૬૫૦ કીલોમીટર દુર ઑક્લેન્ડથી પણ લોકો બસમાં ભરાઈ ભરાઈને અહીં વેલીંગ્ટન મુર્તીના દર્શન માટે આવેલાં. એ ભાઈને પણ સારી એવી કમાણી થયેલી.
    ગોવીંદભાઈએ ‘મારી નોંધ’માં બહુ જ ઉપયોગી માહીતી આપી છે. હાર્દીક આભાર ગોવીંદભાઈ.

    Liked by 1 person

  5. A woman who said her 10-year-old grilled cheese sandwich bore the image of the Virgin Mary will be getting a lot more bread after the item sold for $28,000 on eBay.

    Humans are hardwired to recognize faces, and researchers say this means many people may instinctually identify the contours and features of faces on virtually anything — from clouds to a pancake to the surface of Mars to a grilled cheese sandwich that sold for $28,000 on eBay. We’re similarly predisposed to spot animals, numbers and letters.

    Little is known about how exactly the brain takes such visuals and translates them into the composite of facial features. In the first study of its kind, researchers at the University of Toronto and a number of academic institutions in China used brain scans and behavioral responses to learn more about the neural mechanism of face pareidolia.

    For the study, researchers showed pictures to 20 healthy people with good eyesight in China. The pictures, which the researchers called “pure noise,” were produced with scanning technology, but participants were told that 50 percent of the pictures contained either faces or letters. Study participants reported seeing faces in 34 percent of the images and letters in 38 percent of the images they were shown.

    An analysis of brain scans revealed a very specific neural network responsible for face pareidolia, in which both the frontal and occipitotemporal regions of the brain were active.

    “Our findings suggest that human face processing has a strong topdown component whereby sensory input with even the slightest suggestion of a face can result in the interpretation of a face,” the researchers write in the study.

    People may see different images depending on what they expect to see, which in turn activates specific parts of the brain that process such images, they say.

    “Seeing ‘Jesus in toast’ reflects our brain’s normal functioning and the active role that the frontal cortex plays in visual perception,” stated a press release summarizing the findings. “Instead of the phrase ‘seeing is believing’ the results suggest that ‘believing is seeing.'”

    ટૂંક માં કહું તો ” કાગડા બધે જ કાળા”

    મને યાદ છે ૧૯૭૦-૭૫ ના સમય માં ખાલી બાટલી પણ ૫ અને ૧૦ રૂપિયા માં વેચાતી,,,,, અને પેલા ખેરાલુ બાપુ ની રોટલી વારી વાત ૩ ની ૪ રોટલી થઇ પાણી માં રાખી ને ડાબા માં એક વીક સુધી રાખો તો ..અને પછી એક રોટલી આરોગવા થી ભાલ ભલા રોગ દૂર થઇ……

    Like

  6. A woman who said her 10-year-old grilled cheese sandwich bore the image of the Virgin Mary will be getting a lot more bread after the item sold for $28,000 on eBay.

    Humans are hardwired to recognize faces, and researchers say this means many people may instinctually identify the contours and features of faces on virtually anything — from clouds to a pancake to the surface of Mars to a grilled cheese sandwich that sold for $28,000 on eBay. We’re similarly predisposed to spot animals, numbers and letters.

    Little is known about how exactly the brain takes such visuals and translates them into the composite of facial features. In the first study of its kind, researchers at the University of Toronto and a number of academic institutions in China used brain scans and behavioral responses to learn more about the neural mechanism of face pareidolia.

    For the study, researchers showed pictures to 20 healthy people with good eyesight in China. The pictures, which the researchers called “pure noise,” were produced with scanning technology, but participants were told that 50 percent of the pictures contained either faces or letters. Study participants reported seeing faces in 34 percent of the images and letters in 38 percent of the images they were shown.

    An analysis of brain scans revealed a very specific neural network responsible for face pareidolia, in which both the frontal and occipitotemporal regions of the brain were active.

    “Our findings suggest that human face processing has a strong topdown component whereby sensory input with even the slightest suggestion of a face can result in the interpretation of a face,” the researchers write in the study.

    People may see different images depending on what they expect to see, which in turn activates specific parts of the brain that process such images, they say.

    “Seeing ‘Jesus in toast’ reflects our brain’s normal functioning and the active role that the frontal cortex plays in visual perception,” stated a press release summarizing the findings. “Instead of the phrase ‘seeing is believing’ the results suggest that ‘believing is seeing.'”

    ટૂંક માં કહું તો ” કાગડા બધે જ કાળા”

    મને યાદ છે ૧૯૭૦-૭૫ ના સમય માં ખાલી બાટલી પણ ૫ અને ૧૦ રૂપિયા માં વેચાતી,,,,, અને પેલા ખેરાલુ બાપુ ની રોટલી વારી વાત ૩ ની ૪ રોટલી થઇ પાણી માં રાખી ને ડબ્બા માં એક વીક સુધી રાખો તો ..અને પછી એક રોટલી આરોગવા થી ભાલ ભલા રોગ દૂર થઇ……

    Like

  7. ગડરિયો પ્રવાહ, માસમેનીયા આમ તો લગભગ અનેક રૂપે અન્ય સમાજોમા પણ જોવા મળે છે. અહીં કેનેડાના ઉર્દૂ પેપરોમા પીરો, ફકીરોની જાહેરાતો. ટીવી પર આવતી જાહેરાતો આ વાતના પુરાવા છે. સત્ય શોધક સંસ્થાઓ કે ગ્રૂપો વર્ષોથી અંધવીશ્વાશ ને દૂર કરવાના અથાગ પ્રયત્નોમા લાગેલા છે. આજ સુધી તો આઁખેં ઉડીને વળ્ગે ઍવા પરિણામો જોવા નથી મળ્યા. પાન્સરે અને કુલબૂર્ગી જેવાના ભોગ લેવાયા.

    સામે પક્ષે લોકોને ધર્મ પ્રત્યે ખેંચી લાવનારાઓની સંખ્યામા નોંધપાત્ર વધારો જોવા મળ્યો. પ.પુઓની અન ેમના અગેન્ટોની સંખ્યામા વધારો થયો.
    સૂપર શક્તિઓમા માનવીનો વિશ્વાશ અનાદિકાળ થી છે અને રહેશે. અને જ્યાં સુધી ઍ રહેશે ત્યાં સુધી આ જંગ જારી રહેશે અને રહેવી જોઇઍ.

    ફિરોજ ખાન
    ટોરોઁટો, કેનેડા.

    Liked by 1 person

  8. હરામીઓ હાથમાં આવે તેની રાહ જોઈને બેઠો છું.
    લેખના અંતે લખેલુ આ વાક્ય મને ગમ્યુ.
    મને પણ ચમત્કાર કરતા આવડે છે.
    મારી પાસે એક કાળી પેન છે, હું તેનાથી લાલ લખી શકુ છું.
    પ્રયોગ કરવો હોય તો મળજો,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
    અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી
    રોહિત દરજી” કર્મ”, હિંમતનગર

    Liked by 1 person

  9. Blind faith believers are in millions and they easily become prey to so called magicians.it is an offence to give misleading advertisement specially doing miracles etc,still Government does not take any action against such cheaters.such cheating thru mass mania goes on since time immemorial and will continue forever.whosoever is alert and reads articles on this post will become alert and will save him from cheaters.A well known film actor had been attracted for holy water from the said Bapu.Then think about common men.I appreciate efforts of the Author for inviting attention of readers towards such cheaters.

    Liked by 1 person

  10. ગણપતિ દૂધ પીવે છે તે વાત માત્ર અફવા હતી. પણ કેટલાક બુદ્ધિજીવીઓએ તેને નકારવાને બદલે તેના સમર્થન માટે મનગઢંત કારણો આપેલ. જેમકે કેશાકર્ષણ, બ્ર્હ્માણ્ડમાં પૃથ્વિ એવી જગ્યાએ આવી કે જ્યાં આવતાં, આરસમાં એવો ગુણધર્મ આવે કે તે દૂધને શોષી લે.

    ચમત્કારને નકારવાનો સિદ્ધાંત શો છે?

    જે કામ હાથ ચાલાકીથી કરી શકાય, તે કામ જ્યારે દૈવી શક્તિથી થયું એમ મનાવવામાં આવે ત્યારે એમ જ માનવું જોઇએ કે આ હાથ ચાલાકી થી થયું છે.

    દૈવી શક્તિ કે ચમત્કાર જેવું કશું હોતું નથી. કાં તો ભ્રમ હોય છે કાંતો ચાલાકી હોય છે.

    જેઓ તમારું પાકિટ તમને ખબર ન પડે તે રીતે સેરવી લે છે તેને તમે શું દૈવી શક્તિવાળા કહેશો

    Liked by 2 people

  11. Khub saras lekh Dave saheb ane Govindbhai no aabhar. Jamnadas Kotecha ( Joravar nagar ) valanu pustak Andhshraddha no x ray vanchva jevu chhe. Aa pustakmaa te vakhat na thag bapu bhuva mataji darekno ughada padya no ullekh chhe. Te vanchvu joiye.

    Liked by 1 person

  12. ગણપતિ દુધ પીયે છે ની અફવા વખતે મુંબઈમાં એક મોચીએ, આ વાત કેટલી વાહિયાત છે એ બતાવવા, પોતાના ‘અડકીતા’ (મોચી જેની ઉપર બુટ-ચપલ મૂકી,ચામડું ટીપે છે અને ખીલા ઠોકે છે) ને દૂધ પીવડાવી દેખાડયું હતું. આમ અંધ શ્રધ્ધા નિર્મૂલન માટે વૈજ્ઞાનિક હોવાની જરૂર નથી, મોચી જેવો એક સામાન્ય ભણતરવાળો માણસ પણ રેશનાલીસ્ટ હોઈ શકે છે.

    Liked by 1 person

  13. Reblogged this on and commented:
    ખૂબ જ સુંદર લેખ, ગોવિંદભાઈ ! દવે સાહેબે સમાજ્માં પ્રવર્તતી અને કહેવાતા બુધ્ધિજીવીઓ પણ આવી વાહિયાત અને વ્હેમોને પોષતી વાતોમાં આવી જતા હોય છે તે વિષે સચોટ વાત કરી છે. દવે સાહેબ અને આપને ખૂબ ખૂબ અભિનંદન સાથે મારાં બ્લોગ ઉપર રી-બ્લોગ કરું છું. આભાર !

    Liked by 1 person

  14. બન્ને મિત્રોને હાર્દિક મુબારકબાદી.
    —————-
    Mass mania એટલો બધો વ્યાપક રોગ છે કે, કોઈ ક્ષેત્ર એનાથી બાકાત નથી – કહેવાતા રેશનાલિસ્ટો સમેત.

    Liked by 1 person

  15. Nice sir.

    Reccently we have attend Gujarat Mumbai rationalist Association programs at Gandhinagar. Kindly add my no for your what’s app group for further group communication.

    Thanks Govindbhai.

    Liked by 1 person

  16. પારવતીમાનું કૌભાંડ બહુ સરસ આયોજન ધરાવતું હતું. નિ:સંતાન સ્ત્રીને રજોદરશન પછી અઠવાડીયે બોલાવતા ઓવુલયેશન પીરીયડમાં પછી યેનકેન રીતે સમજાવી લેતા કે આવું કરવું પડશે તો જ ગરભ રહે અને કોઈને ખબર નહિ પડે તેની સો ટકા ખાતરી આપતા ને પેલી સ્ત્રીને તૈયાર રાખેલા હટાકટા જુવાનીયા જોડે ગુપ્ત વિધીના બહાને સુવા મોકલી દેતા.. અને તેમાં મોટભાગની સ્ત્રીઓને ગરભ રહી જતો.. પારવતીમાનો જય જયકાર.. આપણે ત્યાં પુરુષો પોતાના sperm ચેક કરાવતા નથી.. વાંક સ્ત્રીનો જ જોતા હોય છે. એટલે આવી સ્ત્રીને એક વખતની આયોજીત ભૂલ સંતાન અપાવી દે.. ગરભ ના રહે તો ફરી પેલી વીધી માટે બોલાવે..

    Liked by 1 person

  17. હવે ધારમિક આસતિકોમાં એક નવો ભરમ પેદા થયો છે કે રેશનાલીસટ હોય એટલે નાલાયક ક્રૂર હોય અને એટલે એમની પત્નીઓ દુખી દુખી ને કમનસીબ હોય..

    Liked by 1 person

Leave a comment