‘ધેટ ઈઝ નોટ ફેર…’

ધેટ ઈઝ નોટ ફેર…

–દેવીકા રાહુલ ધ્રુવ

આજે અહીં હ્યુસ્ટનની સવાર કાળી ડીબાંગ હતી. ટીવી ઉપર સખત વરસાદ અને વાવાઝોડાની આગાહી હતી. જુદા જુદા વીસ્તારોમાં ‘વેધર એલર્ટ’ની વણથમ્ભી સુચનાઓ આપવામાં આવી રહી હતી. અમે પણ જરુરી વ્યવસ્થા વીચારી, તકેદારીપુર્વક સાવધાન થઈ સોફામાં ગોઠવાઈ ગયાં હતાં. ટીવી ચાલુ કર્યો. ભારતીય ચેનલ પરથી ‘આપકા આજકા ભવીષ્ય’ની રાશીવાર આગાહીઓ/ચેતવણીઓની વાગ્ધારા સાંભળવા મળી. ચેનલ બદલી તો ભુત–પ્રેત અને વહેમોની વાતો વીસ્તારથી પ્રકાશીત કરતી સામાજીક સીરીયલોનાં દૃશ્યો જોવા મળ્યાં. ‘ટીવીનો રીમોટ કન્ટ્રોલ’ તો હાથમાં હતો તેથી બન્ધ કરી શકાયો; પણ પછી તો એને સમાંતર કેટલી બધી વીચારધારાઓ પ્રગટી!

આમ જોઈએ તો ‘જન્મવું અને સહજ રીતે જીવવું’ એ સાવ સહેલું છે; પણ આ બેની વચ્ચે માણસજાત કેટકેટલાં આવરણો ઓઢી લે છે? કેટકેટલાં વહેમોનાં વસ્ત્રો વીંટાળી લે છે? આવતીકાલના સુખો માટે માણસ આજે દોરા–ધાગાના દુઃખો બાંધી લે છે! નાતજાતના, ધરમ કરમના, સ્ત્રી–પુરુષના, શુકન–અપશુકનના, ચોઘડીયાના, અન્ધશ્રદ્ધાના કંઈકેટલાયે વાડા વેઠી લે છે! અરે, એટલુંય ઓછું હોય તેમ માણસ ઈશ્વરના પણ અવનવા ઘાટો ઘડી લે છે! આ શું છે બધું? કેમ એવું છે?

એક ધર્મચુસ્ત અને અન્ધશ્રદ્ધાળુ વ્યક્તીની વાત કરું. દરેક નાની મોટી વાતમાં એ ચોઘડીયું જુએ. વારતહેવારે અપવાસ કરે, ખેંચાઈ ખેંચાઈને મન્દીરે જાય. ધર્મગુરુઓની પધરામણી કરાવે, કથા–વાર્તામાં જાય, અમેરીકાથી ભારતની ટીકીટ ખરીદતી વખતે પણ ‘સામી ઉતરાણે ન જવાય, હોળી પર પાછા ન અવાય’ વગેરે ઘણુંઘણું વીચાર્યા પછી મોંઘી તો મોંઘી; પણ સારાં ચોઘડીયાં જોવડાવીને પછી જ ખરીદે ને શુભ દીવસોની ટીકીટ લઈને જ જાય. છતાં બને એવું કે, કાં તો ત્યાં જઈને માંદા પડે અથવા પડવા–આખડવાથી હાડકાં ભાંગીને ફ્રેક્ચરવાળા થઈને આવે!

આમાંથી વીચાર તો આવે કે માણસે એકમાત્ર સમજણશક્તી જ કેળવવાની જરુર છે. ‘રૅશનાલીઝમનો સાચો અર્થ જ વીવેકબુદ્ધી’ છે. સારાસારનો વીવેક એ જ ખરી અને અગત્યની વસ્તુ છે અને તે આપણા પોતાના વીચારોમાંથી જ આવે છે. આ વીચારોનું ઘર મન છે. તે મનમાંથી આવે છે. તેથી ખુબ અગત્યનું છે કે મનને કેળવવું. આમ તો મન ખુબ નાનું છે. પણ જેમ નાનકડા તાળામાં સમગ્ર મકાનનું રક્ષણ કરવાની તાકાત છે તેમ જગતને અને જાતને જીતી લેનારું મન પણ એવું જ છે ને?

આના સન્દર્ભમાં એક સુંદર વાર્તા છે :

એક માણસનું આલીશન ઘર બળતું હતું. તેને એ ઘર  ખુબ જ વહાલું હતું. બળતું ઘર જોઈ એ દુઃખી થઈ ગયો. ત્યાં તેનો એક દીકરો આવી કાનમાં કહેવા લાગ્યો. ‘ડૅડ, ચીંતા ન કરશો. ગઈ કાલે જ મેં ત્રણગણા ભાવમાં એ ઘર વેચી દીધું છે’. તરત જ પીતાએ કહ્યું, ‘હાશ! તો હવે તે આપણું નથી.. આંસુ પાછાં વળી ગયાં. તે માત્ર બીજાઓની જેમ જ પ્રેક્ષક બની ‘જોનાર’ બની ગયો.. રીલેક્સ થઈ ગયો..

ત્યાં થોડી વાર પછી બીજો દીકરો આવીને કહેવા લાગ્યો, ‘હજી તો માત્ર મેં ઍડવાન્સ જ લીધા છે. સોદો પાકો નથી થયો અને હવે શક્ય છે કે પેલો માણસ આ ઘર લેશે જ નહી!’ પીતાનાં સુકાયેલાં આંસુ ફરી દડદડવા માંડ્યાં. પ્રેક્ષકમાંથી ફરી પાછો તે માલીક થઈ attached થઈ ગયો. તેના હૃદયના ધબકારા જોરજોરથી વધવા માંડ્યા.

ત્યાં તો ત્રીજો દીકરો આવીને કહેવા લાગ્યો, ‘હમણાં જ હું પેલા ‘buyer’ને મળીને આવ્યો છું. એ માણસ jam of the mankind છે. તે મને કહે : ‘મેં ખરીદવાનો સોદો કર્યો છે તો તે ઘર હવે મારું છે. ભલે એ અત્યારે બળતું હોય. તમને કે મને ક્યાં ખબર હતી કે આ ઘર બળવાનું છે!! હું ચોક્કસ નક્કી કર્યા મુજબ પુરા પૈસા ચુકવીને ઘર લઈશ જ.’ પીતાએ ફરી પાછો રાહતનો શ્વાસ લીધો. ફરી એકવાર માત્ર viewer બની રહ્યા! હૈયેથી દુઃખનો ભાર જતો રહ્યો.! સરકી પડ્યો!

કહેવાનો મતલબ કે, Everything starts with thoughts. Nothing was changed. Just count, how many thoughts are your own? Most of them are from other sources, dumped by others on you. But nothing is yours.

કોઈકે સાચું જ કહ્યું છે કે, મન્દીરોમાં પ્રગટાવેલા અસંખ્ય દીવડાઓ કરતાં અન્તરના ઉંડાણમાં પ્રગટાવેલો દીપ વધુ પ્રકાશ આપનારો નીવડે છે. હૃદયનો એક એવો સાચો ભાવ જેમાં કોઈ શબ્દોની જરુર જ ન હોય અને તે પછી મનની અન્દર જે ઉઘડે તે મન્દીર.

હું ખુબ નાની હતી ત્યારથી જ આપણી પૌરાણીક વાર્તાઓ વાંચું કે વડીલો/શીક્ષકો વગેરે પાસેથી સાંભળું; ત્યારે હમ્મેશાં મનમાં ઘણા સવાલો ઉદ્ભવે. પણ મારું કુમળું મન જાત સાથે જ કંઈક સમાધાન કરી લે. ‘આવું તે કંઈ પુછાય?’, તેવી થોડી ભીરુતા પણ ખરી જ. મને હમ્મેશાં એમ થાય કે, કુંતીએ મન્ત્રનો ઉપયોગ કર્યો અને કર્ણનો જન્મ થયો એ વાત સાચી માની જ કેવી રીતે લેવાય? બીજું, ધારો કે ઘડીભર માની પણ લઈએ, તો કુંતીએ એ વાત છુપાવી કેમ? એક જ વાર હીમ્મત કરીને કહી દીધું હોત તો કેટકેટલા અનર્થો અટકાવી શકાત? એ જ રીતે, ગુરુ દ્રોણાચાર્યે એકલવ્યનો અંગુઠો માંગ્યો એ વાત ક્યારેય મને જચતી ન હતી; પછી તો એ વાતને વર્ષો વીત્યાં અને એ કુતુહલ લગભગ દબાઈ ગયું હતું. તેવામાં પૌત્રીને વાર્તાઓ કહેવામાં એ જ વાર્તા સળવળીને નજર સામે આવી. જેમ જેમ હું કહેતી ગઈ તેમ તેમ એના ચહેરાની રેખાઓમાં વીસ્મય અને પ્રશ્નાર્થ ડોકાતા ગયાં. છેવટે એ બોલી જ ઉઠી: ‘બાપ રે! શીક્ષક થઈને વીદ્યાર્થીનો અંગુઠો માંગ્યો? ના…ના.. આ તો બરાબર કર્યું ના કહેવાય. That is not fair.

ઘડીભર હું આનન્દ અને આશ્ચર્ય વચ્ચે સ્તબ્ધ થઈ ગઈ. આનન્દ એ વાતનો કે આજે  ‘સાચું અને ખોટું’ વચ્ચેનો તફાવત સ્પષ્ટ છે અને આશ્ચર્ય એ વાતનું કે, વર્ષો પહેલાંનો સવાલ આજે ફરીથી મારા જ લોહીમાં દોહરાય છે અને જવાબ? નૈતીક મુલ્યોની પરમ્પરા આજે પણ કોયડો બની રહી છે.

આવી તો કંઈ કેટલીય વાતો આપણા પુરાણોમાં છે. ભગવાન થઈને નાની વાતમાં કોઈનું માથું કાપી નાંખે?– એવો પ્રશ્ન એક બાળક કરે ત્યારે કેવું લાગે?.. એકલા પુત્રનું જ નહીં હાથીનીય હત્યા કરી. અત્યારના યુગમાં આ વાર્તા સાંભળતો બુદ્ધીશાળી બાળક તરત જ કહે કે, ‘ગણપતીજીનું માથું તો તાજું જ ત્યાં પડ્યું હતું તે ન ચોંટાડતાં, એક હાથીની હત્યા કરવાની શી જરુર હતી?’

એક તરફ આપણા શાસ્ત્રોમાં અહીંસાને મહત્ત્વ આપ્યું છે અને બીજી તરફ ઘણા પુરાણમાં હીંસા અને ક્રોધથી ભરપુર વાતો છે! કઈ વાત સાચી માનવી? કઈ વાતને નૈતીકતામાં ખપાવવી? રામ એક તરફ ‘સત્ય’ને મહત્ત્વ આપે અને કૃષ્ણ ‘નરો વા કુંજરો વા’ કહેવાનું કહે!’

આ બધા વીરોધાભાસની વચ્ચે સમજણપુર્વકની વીવેકબુદ્ધી હોવી એ જ પુરતું છે અને જરુરી પણ છે જ. બાકી અન્ધશ્રદ્ધા અને વહેમોની ફોલ્લીઓનું જો નીરાકરણ ન કરવામાં આવે તો વીનાશનું કેન્સર થતાં કોઈ નહી રોકી શકે.

ડીસેમ્બર મહીનો હમણાં જ ગયો. એ સમયે અમેરીકામાં ચારેબાજુ ઝાકમઝોળ. અરે, અમેરીકામાં જ કેમ? હવે તો પુરા વીશ્વભરમાં ક્રીસ્મસ જોરશોરથી ઉજવાય છે. આધુનીક સદીનો માનવી હવે ગ્લોબલ સંસ્કૃતીમાં રાચતો થયો છે! પણ આચરતો થયો છે? જો તમામ વાડાબન્ધીઓને ફગાવી માણસ માત્ર માણસ બનીને જીવવા માંડે અને એક જ માનવતાનો ધર્મ પાળવા માંડે તો તો કવીવર શ્રી. ઉમાશંકરભાઈનું ‘વીશ્વમાનવ’નું સ્વપ્ન સાકાર થઈ જાય. ન દેશ–પરદેશનો ભેદ, ન જ્ઞાતી–વીવાદ કે ન ક્યાંયે કશો વીખવાદ. કેવળ સંસારને સર્જાવતી, સજાવતી અને સમજાવતી એક શક્તીની સ્નેહપુર્વકની સ્વીકૃતી..

–દેવીકા રાહુલ ધ્રુવ

‘વેબગુર્જરી’ની સાહીત્ય સમીતીના સમ્પાદન કાર્યમાં સક્રીય અને હ્યુસ્ટન(અમેરીકા)ની ‘સાહીત્ય સરીતા’ના માનદ્ સલાહકાર એવાં કવયીત્રી સુશ્રી દેવીકાબહેન ધ્રુવે અભીવ્યક્તીમાટે ખાસ લખેલો, આ લેખ…. લેખીકાશ્રીના સૌજન્યથી સાભાર…

લેખીકાસંપર્ક :

Devika Dhruva,

11047, N. Auden Circle, Missouri City, TX 77459 – USA Phone: 281 415 5169 eMail: ddhruva1948@yahoo.com  Blog: http://devikadhruva.wordpress.com

35 Comments

  1. સરસ વાત કરી છે લેખમાં…. મને પણ આજ સુધી એ નથી સમજાયું કે ૧૦૦ કોવરવો ……. એક માના પેટે જન્મેલા…. આ ઉદ્યોગ માં આશમાન ને છું જાય એવી પ્રગતિ કહેવાય …….

    અંત માં લેખકે એક સરસ વાત કરી…. જો તમામ વાડાબન્ધીઓને ફગાવી માણસ માત્ર માણસ બનીને જીવવા માંડે અને એક જ માનવતાનો ધર્મ પાળવા માંડે તો ……. અને આ ‘તો’ જ આપણ ને બધા ને નડે છે ….

    …અને હા હુસ્ટન માં વરસાદ પડે તો કોઈ નું નહિ રાખે ……. ના કોઈ ભૂત-પ્રેત કે ના કોઈ બાવા-ધર્મગુરુ ….. એટલેજ હું હુસ્ટન ખાતે આવેલા ટોટલ ૭૧ મંદિરો છે જેમાં હું ૭૨ માં મંદિર માજ જાવ છું …..

    Liked by 2 people

  2. માનવ જીવન અનેક વિરધાભાસ થી ભરેલો છે. ધર્મો નુ પણ ઍવુન્જ છે. કોઈ પણ ધર્મ લઇ લો વિરોધાભાસ મળ્વાનુજ.ઍક તરફ અહિંસા ની વાતો તો બીજી તરફ ધર્મ માટે યુદ્ધ કરવાની વાતો!! આપણે કોઈને મારવુ નહીં ઍ અહિંસા. પરંતુ આપણ્ને મારનારને મારવો ઍ પણ અહિંસા!! યાર, કોઈ પણ ઍક વાત કરોને. ધર્મ મા માનનારાઓ ધર્મ માટેજ યુદ્ધ કરે? છડ યાર, ઍક પેગ બનાવ. દુનિયા કી ઐસી કી તૈસિ.

    Liked by 2 people

    1. વહાલા વલીભાઈ,
      સુશ્રી. દેવીકાબહેન ધ્રુવનો લેખ ‘‘ધેટ ઈઝ નોટ ફેર…’’ને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા અને વાંચકમીત્રોને વાંચવાની ભલામણ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Liked by 1 person

  3. બધા વીરોધાભાસની વચ્ચે સમજણપુર્વકની વીવેકબુદ્ધી હોવી એ જ પુરતું છે અને જરુરી પણ છે જ.

    લેખિકા દેવીકાબેન ની આ વાત સાચી છે.ઘણી બાબતો આગે સે ચલી આતી હૈ એવી માન્યતાઓને આધારે માની લેવામાં આવે છે જેમાં વીવેકબુદ્ધિનો અભાવ હોય છે. મનનીય લેખ માટે એમણે ધન્યવાદ.

    Liked by 2 people

  4. બળતા ઘરનું ઉદાહરણ જીંદગીમાં આપણે કેવો વ્યહવાર કરીયે છીએ એ બહુ જ સારી રીતે સમજાવી દે છે. ધન્યવાદ દેવિકાબહેન.

    Liked by 3 people

  5. સલાહો આપવા થી અને અંગત બ્લોગ ઊપર સારુ લખવા થી સમાજ ના દ્રષ્ટીકોણ બદલાતા નથી….સાચી સામાજીક ક્રાંતી ની શરુઆત પોતાના ધર થી જ થાય છે

    Liked by 1 person

  6. દેવિકા બહેન જેવો વિસ્મય મને પણ નાનપણ માં થયો છે.. અને હજીયે થાય છે. છેવટે મારા મને એમ નક્કી કર્યું અને હૃદયે સાથ આપ્યો કે જ્યારે આવી અવઢવ મારા જીવનમાં આવે તો મારે સૌમ્ય રાહ અપનાવવી. “જે જેવું વાવશે તેવું લણશે.. ” હું આ બધ થી મુક્ત રહી ને “પાણી માં લાકડું તારે તેમ ‘જીવન-સરિતા’ તારી જઇશ..” પાછું વાળીને જોતા આત્મસંતોષ નો અનુભવ થાય છે. અસ્તુ.

    Liked by 2 people

  7. ઘણા વખતે ‘અભિવ્યક્તિ’ પર જીવન-લક્ષી વાત વાંચવા મળી..
    દેવિકા બહેન ને અભિનંદન.
    રેશનાલીઝમ ના નામે આસ્થા વગરનું જીવન વ્યતીત કરવાની વાતો બહુધા વાંચવા મળતી, જે મને ચર્વાકી-ભોગવાદ જેવી લાગતી ;
    મારા જીવમાં તે માટે વિરોધ નો ભાવ જાગતો.
    સાચુ રેશનાલીઝમ તો એજ કે જે “સમજણ પૂર્વક ની વિવેક બુધ્ધિ ને અનુસરનારા સ્વ-આચાર”… (એજ અંધ-શ્રધ્ધા ને નાથી શકે.)
    સાક્ષી ભાવે અલિપ્ત જીવન જીવવું એ સરળ અને બહુ અગત્યની વાત છે.. “મારું કશું જ નથી”…વળી “ત્યાગ એ જ જીવનનો ભોગ છે”
    આવું ધૈર્ય અને આવો ભાવ સૌ કેળવી શકે એવી ઈશ્વરને પ્રાર્થના…

    Liked by 2 people

    1. ભાઈ, રૅશનલવીચારો વહેંચવા માટે જ છે; લેખના અંતે લેખીકાબહેનનું સાભાર સૌજન્ય દાખવજો. મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની લીન્ક સાથે ખુશીથી વોટસએપ પર શેર કરવા વીનન્તી છે.

      Liked by 1 person

  8. હાર્દિક અભિનંદન, દેવિકાબેન.
    ઘણા સમયે અેક સચોટ લેખ વાંચવા, વિચારવા અને જીવનમાં ઉતારવા મળ્યો. તેમની પૌત્રીની વાત ખૂબ ગમી કારણ કે મારી અઢી વરસની દિકરી જ્યારે જે વાત જચે નહિં ત્યારે હંમેશા Why ? સવાલ કરે છે. આ જોઇને હું આસમાને ઉડુ છું.

    ઘરમાં જુદી જુદી ઉમરના અને જુદા જુદા વિચારના માણસો રહેતા હોય છે. અને રેયાનો સવાલ( મારી પૌત્રી)…વ્હાય ? બઘા પોતાની માનસિક શક્તિના પ્રમાણમાં લે છે. ઘરડાંઅો કે જેઓ… મહાભારત, રામાયણ કે બીજા ઘાર્મિક પુસ્તકોના કીડાઓ છે તેમને આ દિકરીનો સવાલ પચતો નથી….મોઢું બગાડીને કહે…નવા જમાનાના છોકરાંઓથી તો ભાઇ તોબા…ભગવાનના નામ અને કામમાં સવાલ ના પુછાય… તે તેમને કોણ સમજાવે ?

    અને…૪૫ થી ૫૫ની ઉમરવાળા પોતાના જીવનમાં જે ‘ નહિ ઘરનાં કે નહિ ઘાટનાં‘ જેવા માનસિક વિચારોથી ભ્રમિત હોય તેઓ…સ્થળ છોડીને ચાલવા માંડશે…..

    દેવિકાબેને આપેલો બળતા ઘરનો દાખલો સેલ્ફસેન્ટર્ડ..સ્વાર્થી માનવીની માનસિકતાને ખૂબ જાહેર કરે છે. આફ્રિન.

    .કુમળા ઝાડને ‘ ફેર‘ રસ્તે વાળીઅે ( ઘેટ ઇઝ નોટ ફેર….નો ‘ફેર‘)….જૂની પેઢીને જેમ જીવવું હોય તેમ જીવે…જેને સુઘરવું હશે તે સુઘરશે…..પરંતું અેક વાત કહેવાનું મન જરુરથી થાય છે……ભારતમાં ૯૫ ટકા નાના જન્મેલાં બાળકોને ભગવાનના નામના ‘ ઘેંટા‘ તેના મા બાપ આજે પણ બનાવે છે તે વાત ૧૦૦ ટકા સાચી હું માનુ છું…. અને ખાસ કરીને સ્ત્રી..બાળકને કહેવાતા ભગવાનમાં વઘારે પરોવે છે….

    અમેરિકામાં.. બાળક મોન્ટેસરી શાળાના દિવસથી ‘ વ્હાય ?‘ પ્રશ્ન કરતાં શીખે છે. અને તેને ગણપતીના સર્જનમાં કાંઇક અજુગતું લાગે છે.
    દેવિકાબેનના આર્ટિકલ જેવાં આર્ટિકલો જેટલાં બને અેટલાં વઘુ છાપો. મેં આજે અેક ..સત્ય વાર્તા…સત્ય શોઘક સંસ્થા દ્વારા લખાયેલી વાર્તા ગોવિંદભાઇને મોકલી છે….તે પણ મને સચોટ લાગી અને અભિવ્યક્તિમાં છાપવા યોગ્ય લાગી છે.
    અમૃત હઝારી.

    Liked by 2 people

  9. ધેટ ઈઝ નોટ ફેર. અમારા મુસ્લિમ ધર્મ માં પણ ધતીન્ગો ચાલે છે. “આ ફલાણા મંત્ર નો જાપ કરો તો જન્નત (સ્વર્ગ) માં જશો” (પછી ભલે પાપો ના અને મહા પાપો ના પોટલા બાંધતા રહો). આ ધર્મ છે કે ગાંધી ની દુકાન???

    કાસીમ અબ્બાસ

    Liked by 2 people

  10. Whatever is said in this article is a game of mind and everything is dependant on a state of mind.Thus rationalism or rowdyism is also a state of mind.Examples cited of Ramayan,Mahabharat are irrelevant in present day circumstances.Every living organism in this universe is hankering for happiness forgetting that every coin has otherside too.This is dualism,joy-sorrow,day-night,hope-despair etc.if all behave rationally then heaven will descend on earth,for example,Karl Marks had thought that according to his thinking if all countries of the world frame their structure,there will not be war,no borders,everybody will be happy.But he forgot human nature that alongwith good,evil also exists and ultimately his dream did not come true.and we see today evils in different forms.

    Liked by 1 person

  11. મિત્રો,
    મોરારી બાપુ….રમેશભાઇ ઓક્ષા…..ભૂપેન્દ્ર……અને બીજે હજારોની સંખ્યામાં લાખો લોકોને ફક્ત ભારતમાં નહિ પરંતુ…અમેરિકા, ઇન્ગલેન્ડ, ઓસ્ટરેલીઅા,…..આફ્રિકા……અને વિમાનમાં….સ્ટીમરમાંં…….મહાભારત…રામાયણ….સમજાવે છે…..ભક્તો બનાવે છે….અને ભણેલા…ગણેલા….નાના…મોટા….ગરીબ….તવંગર….બઘુ ભૂલીને હાજરી પુરાવે છે…અાજે પણ……….

    હવે આ વાતની જે રીતે વ્યાખ્યા કરવી હોય તે રીતે કરી શકાશે.

    Liked by 2 people

  12. સો વાતની એક વાત: અાપણાથી મંદિર,બાવા ને અંધશ્રધ્ધા છૂટતા નથી એટલે અા બધી વાતો “પોથીમાંનાં રીંગણ”
    જેવી લાગે છે! બહુ અરણ્યરુદ કર્યું..અલમ્ અરણયરુદેન!

    Liked by 2 people

  13. Reblogged this on and commented:
    દેવીકા બહેને ખૂબ જ સચોટ વાત કરી છે. અભિનંદન સાથે મારાં બ્લોગ ઉપર રીબ્લોગ કરુ છું. આભાર ગોવિંદભાઈ !

    Liked by 2 people

    1. વહાલા વડીલ અરવીન્દભાઈ,
      સુશ્રી. દેવીકાબહેન ધ્રુવનો લેખ ‘ધેટ ઈઝ નોટ ફેર…’ને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા અને વાંચકમીત્રોને વાંચવાની ભલામણ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Like

  14. ગણપતિનિ મૂર્તિ જોઇને મારા પાચ વર્ષના પોત્રે કહેલું ‘ elephant head on man ??? No way !!!
    આવા પ્રશ્નો પુખ્ત વયના ધર્માંધ અંધ શ્રધ્ધાળુઓને થયા હશે ? જો થયા હોય તો કોઈ તાર્કિક કન્વીન્સીગ સમઝ કેળવવા મથ્યા હશે કે કેમ?

    Liked by 2 people

  15. ‘વીશ્વમાનવ’નું સ્વપ્ન સાકાર થઈ જાય. ન દેશ–પરદેશનો ભેદ, ન જ્ઞાતી–વીવાદ કે ન ક્યાંયે કશો વીખવાદ. કેવળ સંસારને સર્જાવતી, સજાવતી અને સમજાવતી એક શક્તીની સ્નેહપુર્વકની સ્વીકૃતી..
    સાચું આ જ છે.
    અંધશ્રધ્ધાનો વેરી,માનવતાનો પ્રહરી
    રોહિત દરજી” કર્મ”, હિમતનગર

    Liked by 2 people

  16. Devikaben’s article rightfully highlights the fact that until Man starts distinguishing between a myth and reality/truth, or conversely speaking until organized religion and its leaders begin explaining the difference between the two, superstition and faith will continue to thrive unabated. There is very little difference between ignorance and willful avoidance of truth, they both are deplorable facts of life.

    Liked by 1 person

Leave a comment