ભગવાનનું કોર્ટમાર્શલ

ભગવાનનું કોર્ટમાર્શલ

–ભગવાનજી રૈયાણી

તા. 27મી ફેબ્રુઆરી સાંજના સમાચારમાં એક ટ્રેનના ડબ્બાઓને સળગતા જોયા. માન્યું કે ગઈ કાલે જ રેલવે બજેટમાં આવેલ ઉતારુ ભાડામાં ઝીંકાયેલ વધારાનો લોકો આ રીતે રેલવેની અસ્ક્યામતોને બાળીને આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા. પણ ના, ન્યુઝ રીડર તો કંઈક જુદું જ બોલી રહી હતી. સવારના સાડા સાતના સુમારે અયોધ્યાથી સાબરમતી એક્સપ્રેસ દ્વારા અમદાવાદ પાછા ફરતા કારસેવકોને ધર્માંધ મુસ્લીમોના એક ટોળાંએ ગોધરા સ્ટેશન પાસે ડબ્બાઓમાં જ પુરી દઈને ઘાસલેટ અને પેટ્રોલ છાંટી આગ લગાડીને મોતને ઘાટ ઉતાર્યા હતા. 57 સ્ત્રી–પુરુષ બાળકો સ્વાહા થઈ ગયા અને 43 ગમ્ભીર રીતે દાઝીને અમદાવાદની હૉસ્પીટલમાં જીવનમરણનો જંગ ખેલી રહ્યા હતા.

દૃશ્ય અત્યન્ત કમકમાટીભર્યું હતું. શરીરમાં ઠંડીનું એક લખલખું પસાર થઈ ગયું. આગળ જોઈ શકાયું નહીં અને ટી.વી. બન્ધ કરીને એક પુસ્તક લઈને પથારીમાં આડો પડ્યો. વાંચવામાં પણ મન લાગ્યું નહીં તેથી પુસ્તક બાજુ પર મુકી દઈને લાઈટ બન્ધ કરી આંખો મીચી સુઈ જવા પ્રયત્ન કર્યો; પણ આજે નીન્દર વેરણ બની હતી. ધીરે ધીરે તન્દ્રામાં સરતો સરતો એક સ્વપ્નપ્રદેશમાં પહોંચી ગયો.

કુરુક્ષેત્રનું એ મેદાન હતું. ભગવાન શ્રીકૃષ્ણનો રથ ધીરે ધીરે પાસે આવી રહ્યો હતો. તેઓ પાછળ બેઠેલ અર્જુનને કંઈક સમજાવી રહ્યા હતા; પણ શબ્દો પકડાતા નહોતા. પ્રભુદર્શનથી રોમાંચીત થતો હું એમનો સંવાદ સાંભળવા ધીમે પગલે એમની પાછળ પાછળ ચાલવા લાગ્યો. હવે શબ્દો સ્પષ્ટ સંભળાતા હતા.

શ્રીકૃષ્ણ ઉવાચ, હે અર્જુન, સાંભળ :

યદા યદા હી ધર્મસ્ય ગ્લાનીર્ભવતી ભારત, અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્મનમ્ સુજામ્યહમ્ ।

પરીત્રાણાય સાધુનામ્, વીનાશાય ચ દુષ્કૃતામ, ધર્મસંસ્થાપનાય સમ્ભવામી યુગે યુગે ।।

એટલે કે, હે ભારત, જ્યારે જ્યારે ધર્મનો ક્ષય થાય છે ત્યારે ફરી ધર્મનું સ્થાપન કરવા માટે હું મારી જાતનું દેહરુપી સર્જન કરું છું. સજ્જનોનું રક્ષણ કરવા અને દુષ્ટોનો વીનાશ કરવા માટે દરેક યુગમાં હું અવતાર લઉં છું.

જગન્નીયતા પરમપીતા પરમકૃપાળુ માયાળુ ભગવાનના શ્રીમુખેથી સાંભળેલ આ દીવ્યવાણી દ્વારા મળેલા આ અફર આશ્વાસનથી ધન્ય ધન્ય થતો આ લેખક નીશ્ચીત બનીને ઉંઘી ગયો.

બીજે દીવસે સવારે છાપું ખોલતાં જ ફરી આંખે અંધારાં આવી જાય છે. હેડલાઈન્સ ગળું ફાડીને ચીત્કાર કરે છે.

65ના મોત, વડોદરામાં સ્થીતી વણસી, આમદાવાદ, સુરત, રાજકોટ, ભરુચ તંગ. વીશ્વ હીન્દુ પરીષદ દ્વારા આવતીકાલે શુક્રવારે મહારાષ્ટ્ર બન્ધનું એલાન.

ગઈરાતનું સુન્દર સુમધુર સપનું અગ્નીજ્વાળાઓમાં લપેટાઈને ઝાકળની જેમ ઉડી ગયું. ચીત્ત અશાંત હોવાથી ઑફીસમાં મન લાગ્યું નહીં. ધેર આવી ટી.વી. ઑન કર્યું તો વીત્તમન્ત્રી યશવન્ત સીંહાનું બજેટ પ્રવચન ચાલી રહ્યું હતું. એમાં પણ રસ ન પડતા ન્યુઝ ચેનલ પર ગયો તો ગોધરા અને અમદાવાદમાં ભડકેલી હીંસા જોઈને કમકમાં આવી ગયા. લોકો પાગલ થઈ ગયા હતા. મુસ્લીમોના ઘરોમાં ઘુસી જઈને એમને રહેંસી નાખ્યા હતા. ઘરોમાં બન્ધ કરીને આગ લગાડાઈ હતી. ટોળાં વાહનોના કાચ તોડતા, પથરાવ કરતાં, દુકાનો પર ઘાસલેટ છાંટીને દીવાસળી ચાંપતાં બતાવાતાં હતાં. પોલીસ ની:સહાય બનીને જાણે આ ખેલ જોઈ રહી હતી. સાંજ સુધી આવાં જ દૃશ્યો આવતાં રહ્યાં.

બીજે દીવસે છાપાંઓમાં પ્રથમ પાને લુંટફાટ, તોડફોડ, કત્લેઆમ અને આગના બીહામણા ફોટાઓ સાથે મથાળાં બંધાયાં : કોમી આગમાં ગુજરાત ભડકે બળે છે. અમદાવાદમાં ગુલમર્ગ સોસાયટીમાં 40ને જીવતા જલાવી દેવાયા. મસ્જીદો અને દરગાહોમાં ભારે તોડફોડ, વીએચપીનું દેશવ્યાપી બન્ધનું એલાન વગેરે વગેરે.

1લી માર્ચનો એ ગોઝરો દીવસ. શહેરમાં જડબેસલાક બન્ધ લદાયો હોઈને ઘરમાં જ ભરાઈ રહ્યા. ગોધરા ટ્રેન હત્યાકાંડ પછી 24 કલાક બાદ પણ તોફાનગ્રસ્ત શહેરોમાં મીલીટરી તૈનાત કરાઈ નથી એવા સમાચારો બાર વાગ્યા સુધી ટી.વી. ન્યુઝ ચેનલો આપતી રહી. મૃત્યુનો આંક સાંજે 200ને વટાવી ગયો.

તા 2જી માર્ચે પ્રથમ પાને મુમ્બઈ સમાચારનું મથાળું હતું : ‘ગુજરાતમાં હીંસાની હોળીમાં 250 હોમાયા.’ અહીંસાના પુજારી ગાંધીના ગુજરાતને શાબ્બાશ!

ફરી પરમ દીવસની રાતે સપનામાં આવેલ કરુણાસાગર ભગવાન શ્રીકૃષ્ણને યાદ કર્યા. આતતાયીઓને હણીને નીર્દોષોને રક્ષણ આપનાર એ કૃષ્ણ પણ માટીપગા સાબીત થયા. ગુસ્સો તો એવો આવ્યો કે જો ખરેખર તેઓ સદેહે અવતાર લઈને સામે આવે તો ગોળી જ મારી દઉં.

 રાતે પથારીમાં પડ્યો અને નીન્દ્રાધીન થવા પાસાં ઘસતો હતો; પણ અર્ધ જાગૃત અવસ્થામાં વીચારવાયુથી પીડાતો હતો. એ જ કામણગારા સ્મીત સાથે શ્રીકૃષ્ણ ફરી સપનામાં દેખાયા–શંખચક્રગદાદ્મધારી એકલા જ.

‘ઘા પર મીઠું ભભરાવા હવે કેમ આવ્યા છો? મેં ત્રાડ પાડી. ‘વત્સ, ક્રોધ પર અંકુશ મેળવતાં શીખ. મેં આમાંનું કાંઈ જ કર્યું નથી; કારણ કે હું છું જ નહીં’ ભગવાન ઉવાચ.

‘વ્હૉટ? કંઈક સમજાય એવું બોલો. તમે તો પરમ દીવસે સપનામાં આવીને મારા દ્વારા સમસ્ત લોકોને અભયવચન આપી ગયેલા?’

‘અરે મુરખ તું જે સપનાની વાત કરે છે એ તો તારા ભ્રમીત મનની ભ્રમણા જ હતી. તને ગળથુથીમાંથી જ પઢાવેલ સૃષ્ટીના રચયીતા અને કહેવાતા રક્ષક અને પોષક એવા ઈશ્વરની ગળચટ્ટી કલ્પનાનો આભાસ એ જ તારું સપનું.’

‘ત્યારે અમારા શાસ્ત્રો, પુરાણો, વેદો, ઉપનીષદો, મહાકાવ્યો કે જેઓ સર્જનહાર ઈશ્વર અને એની અનુકમ્પાની કથાઓથી ભરપુર છે એ બધું ખોટું?’

‘મને તારાં છીછરાં જ્ઞાનની દયા આવે છે. વેદોમાં ક્યાંય ઈશ્વરનું નામ જ નથી.’

‘એ જે હોય તે પણ હજારો વર્ષથી દુનીયાના બધા ધર્મો માટે ઈશ્વર એ સર્વસ્વીકૃત ઘટના છે એ બધાં જ જુઠા?’

‘ફરીથી તું તારી મુર્ખાઈનું પ્રદર્શન કરી રહ્યો છે. તને ખબર છે કે જૈન અને બૌદ્ધ ધર્મો મુળે નીરીશ્વરવાદી હતા? જેમ વૈદીક કાળ બાદ બ્રાહ્મણોએ પોતાનું વર્ચસ્વ સમાજ પર જડબેસલાક સ્થાપવા માટે ઈશ્વરની કલ્પનાની આજુબાજુ અનેક વીધીવીધાનો, પુજન–અર્ચન અને મન્દીરો બનાવી દીધાં અને જન્મોજન્મ સુધી પોતાના વંશવારસો માટે રોજીરોટીની વ્યવસ્થા ઉભી કરી દીધી એમ અન્ય ધર્મોમાં પણ કાળક્રમે બનવા લાગ્યું.’

‘તમે તો કોઈ બનાવટી ભગવાન લાગો છો. અમારો અસલ ભગવાન તો નીતી અને ધરમને માર્ગે ચાલવાનો અહર્નીશ સંદેશ આપતો રહે છે. બધા જ ધર્મોનો આ સમાન નીયમ છે.’

‘તેં વળી કેટલા ધર્મોનો અભ્યાસ કર્યો છે? બધા ધર્મોનું વળી સરખું ક્યાં છે? ક્રીશ્ચીયનોના ગોડના પ્રતીનીધી ઈશુ ખ્રીસ્ત છે જેમના દ્વારા એ પોતાના અનુયાયીઓને આદેશો આપતા રહે છે. એ જ રીતે મુસ્લીમોના અલ્લાહના એક માત્ર દુત મહમ્મદ પયગમ્બર કે જેમના દ્વારા અલ્લાહની હકુમત ચાલે છે. પણ હીન્દુધર્મના તો તેત્રીસ કરોડ દેવી–દેવતાઓ કેવું મોટું ધતીંગ છે?

‘બસ કરો ઓ નકલી ભગવાન, અમારી સન્તમહન્તો અને ઋષીઓએ રચી આપેલી ધર્મવ્યવસ્થાની તમે તો ઠેકડી ઉડાડી રહ્યા છો. અમારો દયાસાગર પરમપીતા પરમેશ્વર આ સમગ્ર સૃષ્ટીનું સંચાલન કરે છે અને એની ઈચ્છા વીના પાંદડું પણ હાલતું નથી.’

‘તમારા ભારતમાં તો નકલી ભગવાનોની ભરમાર ચાલે છે. ગુરુઓ, જગદ્ગુરુઓ, મંડલેશ્વરો, મઠાધીપતીઓ, મહામંડલેશ્વરો, સ્વામીઓ, આચાર્યો, ભગવન્તો, સન્તો, મહન્તો, વગેરે દ્વારા દેશ લુંટાઈ રહ્યો છે. તેઓ સતત ઉડતા રહીને દેશ–વીદેશમાં કથાઓ, સપ્તાહો, પારાયણો, પ્રવચનો, જાપ–પુજાઓ, અનુષ્ઠાનો, શાંતી યજ્ઞો વગેરે કરાવતા રહીને અબજોની સમ્પત્તીઓ ઉસેડતા રહે છે. વૈભવશાળી મન્દીરો અને મઠોમાં મહાલતા રહે છે. લોકોની આંખમાં ધુળ અને મનમાં કહેવાતા ધર્મનો નશો ભરીને એમને મુર્છીત કરતા રહે છે. ગોધરાઝાળને બુઝાવવા આ લોકોએ શું કર્યું છે?’

‘તમે હવે અહીંથી જશો કે પોલીસને બોલાવું?

‘શાંત થા વત્સ શાંત થા. સાંભળ તું જેને દયાસાગર અને સર્વ ક્રીયાના કર્તા કહે છે એવો ઈશ્વર કરોડો–અબજો એવા એના માનવસન્તાનો સાથે સમાન વ્યવહાર કેમ કરતો નથી? કોઈને ઝુંપડીમાં તો કોઈને મહેલમાં જન્માવે છે. કોઈને ખુબ ભણવાની સગવડ આપે– હોશીયાર બનાવે તો કોઈને ઠોઠ અથવા અભણ રાખે.  ક્યાંક ભુખમરો આપે તો કોઈને અઢળક સમ્પત્તી. કોઈને સો વરસ જીવાડે તો કોઈને ગર્ભમાં જ મારી નાખે. સ્ત્રીને સતી કહેવડાવે તો એને જીવતી બાળી યે નાખે અને પાંચ–દસ વરસની કન્યાઓ પર બળાત્કાર પણ કરાવડાવે, કોઈને સજ્જન તો કોઈને ચોર–લુંટારા–ખુની કેમ બનાવે? વાવાઝોડાં, અનાવૃષ્ટી, અતીવૃષ્ટી, ધરતીકમ્પ, યુદ્ધ વગેરે કરાવીને આ ઈશ્વરપીતા વહાલાંદવલાં વર્ગો અને પ્રદેશો કેમ ઉભા કરે છે? અરે સામાન્ય માનવી પણ પોતાના બાળકો પ્રત્યે આવો સેતાનીયતભર્યો ભેદભાવ ન રાખે. તારી આંખનાં પડળ અને દીમાગના બન્ધ દરવાજા ખોલ તો જ સત્યનું ભાન થશે.

‘હા, ભગવાન, તમારી વાતમાં તથ્ય છે ખરું પણ આપ જ કહો, શું અમારે ધર્મકર્મ છોડી દેવાં? ઈશ્વરના નામ પર…..’

‘હા ચોકડી જ મારી દો. ધર્મ એટલે માનવીની માનવી, પ્રાણી અને પ્રકૃત્તી પ્રત્યેનું માનવતાસભર વર્તન અને ફરજ. ચીલાચાલુ ધર્મને નાખો ચુલામાં. તું જાણતો નથી કે ધર્મના નામે ઈતીહાસમાં જેટલું લોહી રેડાયું છે એટલું અન્ય કોઈ ઘટનાઓથી રેડાયું નથી? મોટા ભાગનાં મન્દીરો ગરીબોનાં આર્થીક શોષણમાંથી નીપજેલી કાળી કમાણીમાંથી બંધાય અને પોષાય છે. એમાં સંગ્રહાતું દેવદ્રવ્ય પણ મોટાભાગનું કાળું નાણું જ છે.’

‘પ્રભુ, રાત ઘણી થઈ છે, મુદ્દા પર આવો ને….’

‘કહેવાનો સાર એ છે કે જો તમે માનો છો એવો ઈશ્વર ખરેખર હોય તો એ પોતાના જ કારસેવક ભક્તોને બચાવી ન લે? ભક્તોના ખુનીઓનો નાશ પળવારમાં ન કરી નાખે? પોતાનાં જ નીવાસ્થાનોરુપી મન્દીરો અને મસ્જીદોને તુટવા કેમ દે? મહમ્મદ ગઝની, અલ્લાઉદ્દીન ખીલજી અને ઔરંગઝેબ જેવા મુર્તીભંજકોને કરોડો સોનામહરોના દ્રવ્યો સાથે જીવતા જ કેમ જવા દે? એ પોતાનું પણ રક્ષણ કરી શકતો નથી અને એટલે એને તાળાચાવીમાં પુરવો પડે છે તોય ચોર–ડાકુઓ એનાં ઘરેણાં ઉતારી જાય છે.’

‘સુખી થવું હોય તો મન્દીરો, મસ્જીદો, ચર્ચો અને ગુરુદ્વારાઓને બદલે જાજરુમુતરડીઓ, દવાખાનાહૉસ્પીટલો, જળાશયો, રસ્તાઓ, પુલો, રેલવે, શાળાઓ, કૉલેજો વગેરે બાંધો. જે મન્દીરો છે એને પણ શીક્ષણ અને આરોગ્યધામોમાં બદલી નાખો. ભગવાનનું ભુત અને ધર્મનો નશો ઉતરી જતાં રીદ્ધી, સીદ્ધી, સમજણ અને સમૃદ્ધીનો માર્ગ મોકળો થશે.’

‘હા, પ્રભુ, આપની વાત હવે બરાબર સમજાય છે. આપ કહો છો એ રીતે જ દુનીયાના વ્યવહારની પુનર્રચના કરવાની જરુર છે.’

–ભગવાનજી રૈયાણી

રૅશનાલીસ્ટમીત્ર ભગવાનજી રૈયાણી કાયદાકીય સુધારણા માટેના આંદોલનકારી છે. તેઓ ‘ફોરમ ફોર ફાસ્ટ જસ્ટીસ ફોર એડ્યુકેશન’ના સ્થાપક અને માનદ્ અધ્યક્ષ છે. ભારતભરમાં સૌથી વધુ 106 ‘જનહીતની અરજી’ (Public Interest Litigation) નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટમાં તેઓએ દાખલ કરી છે. તેઓ અંગ્રેજીમાં ‘ન્યાય દીશા’ ત્રીમાસીક પણ પ્રકાશીત કરે છે. (વેબસાઈટ : http://fastjustice.org ) ‘અભીવ્યક્તી’ બ્લોગ માટે ખાસ આ લેખ મને મોકલવા બદલ હું તેઓનો આભાર માનું છું. ..ગોવીન્દ મારુ..

લેખક સમ્પર્ક :  

Mr. Bhagvanji Raiyani, Ground Floorm, Kuber Bhuvan, Bajaj Road, Vile Parle (West), Mumbai – 400 056 Cellphone: 98204 03912 Phone (O): (022) 2614 8872 eMail: fastjustice@gmail.com

‘મુંબઈ સમાચાર’ દૈનીક, મુમ્બઈમાં તા. 11 માર્ચ, 2002ના રોજ પ્રગટ થયેલ એમનો આ લેખ, લેખકશ્રીના અને ‘મુમ્બઈ સમાચાર’ ના સૌજન્યથી સાભાર…

 

 

21 Comments

  1. It is a very nice analysis and 100% true. I fully agree with Author.

    Thanks so much for this article.

    Pradeep H. Desai

    USA

    Liked by 1 person

  2. “ગુરુઓ, જગદ્ગુરુઓ, મંડલેશ્વરો, મઠાધીપતીઓ, મહામંડલેશ્વરો, સ્વામીઓ, આચાર્યો, ભગવન્તો, સન્તો, મહન્તો, વગેરે દ્વારા દેશ લુંટાઈ રહ્યો છે. તેઓ સતત ઉડતા રહીને દેશ–વીદેશમાં કથાઓ, સપ્તાહો, પારાયણો, પ્રવચનો, જાપ–પુજાઓ, અનુષ્ઠાનો, શાંતી યજ્ઞો વગેરે કરાવતા રહીને અબજોની સમ્પત્તીઓ ઉસેડતા રહે છે. વૈભવશાળી મન્દીરો અને મઠોમાં મહાલતા રહે છે. લોકોની આંખમાં ધુળ અને મનમાં કહેવાતા ધર્મનો નશો ભરીને એમને મુર્છીત કરતા રહે છે.”

    ૧૦૦% સત્ય. મુસ્લીમો ના કહેવાતા ધર્મગુરૂઓ પણ રમઝાન અને મોહરમ ના મહીનાઓમાં અન્ધ્શ્રદ્ધળુઑને મૂર્ખ બનાવીને કરોડોની કમાણી કરી રહયા છે.

    “ધર્મના નામે ઈતીહાસમાં જેટલું લોહી રેડાયું છે એટલું અન્ય કોઈ ઘટનાઓથી રેડાયું નથી?”

    ૧૦૦% સત્ય. અત્યારે આ ૨૧ મી સદીમાં પણ કટ્ટર મુસ્લિમો ધર્મ ના નામે નિર્દોષો .નું લોહી રેડી રહયા છે.

    “જો તમે માનો છો એવો ઈશ્વર ખરેખર હોય તો એ પોતાના જ કારસેવક ભક્તોને બચાવી ન લે? ભક્તોના ખુનીઓનો નાશ પળવારમાં ન કરી નાખે? પોતાનાં જ નીવાસ્થાનોરુપી મન્દીરો અને મસ્જીદોને તુટવા કેમ દે?”

    ૧૦૦% સત્ય. મુસ્લિમો જ્યાં પોતાની મનોઈચ્છા પુરી કરવા આવે છે, તે દરગાહો માં પણ બોંબ ના ધડાકાઑ થાય છે, જે પોતાના રહેઠાણ ને ન બચાવી શકે, તે બીજાઓ ને કેવી રીતે બચાવી શકે????

    કાસીમ અબ્બાસ

    કાસીમ

    Liked by 2 people

  3. Stop giving donations,jewellery and pagelagan in all religious places,as they r used by trustees,priests etc,I have observed very costly garland after being offered to GOD,the same garlands,coconuts came for reselling in near by shops.extremely useful eye opening message for all of us.Jai Ho.

    Liked by 2 people

  4. સરસ વાત છે પણ ધર્મ સ્થાનો જ શા માટે નિશાન પર આવે છે ?
    એક વર્ષમાં જે ખર્ચ ફિલ્મમાં થાય છે
    ક્રિકેટમાં જે સમય અને પૈસા જાય છે
    તે આરોગ્ય શિક્ષણ ગરીબ ઉત્થાન માટૅ લઇ જઈએ તો શું ન થાય ?

    Liked by 1 person

  5. રેશનાલીસ્ટ ભગવાનજી લેખક…….અને તેઓ હિંદુઓના ભગવાન,….ભગવાનોની ઉઘડી લે અે મઝા કરાવી ગઇ…….અંઘશ્રઘ્ઘાળુઓને સદબુઘ્ઘિ પણ આપવાના પ્રયત્નો પણ કરે છે….હિન્દુઓના રીપ્રેઝન્ટેટીવ અેવા ભગવાનજીને મુરખ પણ કહે છે….અેટલેકે બઘા હિન્દુઓને મુરખ કહે છે……પરંતુ….પથ્થર પર પાણી…….ખૂબ જ સુંદર પ્રઝન્ટેશન…વાચક જો ઘ્યાન દઇને સમજીને વાંચે અને જીવનમાં ઉતારે ,તો જરુરથી સારું પરિણામ આવે. અભિનંદન…ભગવાનજી રૈયાણીને.
    અમૃત હઝારી.

    Liked by 2 people

  6. Khub saras lekh govindbhai ane bhagvan ( bhagvan raiyani samajvu) maja aavi gai hasya sathe gnyan. bijo vichar aavyo jo lekhak ne samjta thaya pachhi nam jaye padvanu hot to bhagvanji hot kharu? 100% nahij hot aapna balakone puchhaso ke tame navchandi yagna ke satyanarayan ni katha ke koipan subh ashubh loukik rivaj su kam karo tenu mahatva ke jaruriyat su to teono javab hoi chhe bas amara vadilo karta aavya hata etle paramparagat kariye chhiye potana seatantra vicharo thi ke magaj thi teo kashuj nathi karta bas aavuj chhe bhagvan ni utpatti vishe aajno bhanelo ganelo mangalpar pahochto manvine mangal nadto hoi to hajaro varas pahelana abhan manvi ne ullu banavava nu brahmano na mate daba hathno khel hatu. Karanke brahmanoej niyam banavyo hato ke brahman sivai koithi vidya na bhanai te have samajvani jarur chhe ke niyam abhan par raj karva banavyo hato je niyamnu aaje bhanelao pan khushi thi palan karta joiye tyare su samajvu ? GHETA NU TOLU?

    Liked by 2 people

  7. ખુબ જ સુંદર લેખ. સોંસરું ઉતરી જાય તેવું જડબેસલાક લખાણ. સાથે મને તો એમાં હાસ્યરસ પણ મળ્યો, જો કે કોઈએ એવી ટીપ્પણી કરી નથી!! જે રીતે અંધશ્રદ્ધાળુઓની ઠેકડી ઉડાડી છે તે જોઈ મને હસવાની મઝા પડી. હાર્દીક અભીનંદન અને આભાર ગોવીંદભાઈ તથા લેખક શ્રી. ભગવાનજીભાઈનો.

    Liked by 2 people

  8. Atla sunder ane kranti kari vichar pradarsit karva mate aabhar. Hu a lekh ane website mara badhaj contact ma forward karish. Jan jagruti no ye prayas hase. Joke have samaj ma parivartan avi rahyu chhe. Vipsyana wala late Sri. Goyenka ji pan aaj vat kaheta ke. Vaishnav, Swaminarayan, Jain etc badha “ Sampra dayo” chhe. Temni potani dukano chhe je loko nu Brain wash kari ne chalave chhe. Janjgruti mate fakt aa lekh ne vakhan karavathi kai nahi thay, paruntu thhos kadam sathe aagal aavavu padse. Aa sathe Raiyani ji ane Govind Maru saheb ne abhinandan… Pravin Kumar Patel Mumbai

    Liked by 2 people

  9. ભગવાનજી રૈયાણીનો આ લેખ ખરેખર હચમચાવી દે છે. વેદોમાં કયાં યે ભગવાનનું નામ જ નથી. વાહ શું પૂર્વજોની અધીપત્ય ભાવનાએ ભગવાનની કલ્પના કરી ! જેને બાળપણના કુમળા દિમાગમાં જ થોપતા જઈ અંધશ્રદ્ધાનું સામ્રાજ્ય સર્જવામાં આવ્યું લાગે છે. ધર્મના અંચળા હેઠળ સ્વાર્થ, ભ્રષ્ટાચાર અને અંગત લાભો મેળવવાના પ્રલોભનમાં રચ્યો પચ્યો માનવી રેશનાલીસ્ટોની જાગ્રુતતાથી ક્યારે પ્રભાવિત થશે ?
    હજી યાદ છે, ૨૮ ફેબ્રુઆરીના રોજ ગાંધીનગરથી અમદાવાદ થઈ કારમાં પ્રપંચલીલાના માહોલમાંથી પસાર થઈ બીલીમોરા પહોંચ્યા હતા. ગાડીમાં એકાદ પણ મુસ્લિમ હોત તો શું થાત ?! ત્યારથી જ ભગવાનના અસ્તિત્વ પર શંકા ઉત્પન્ન થઈ હતી.

    Liked by 1 person

    1. વહાલા અરવીન્દભાઈ,
      ‘ભગવાનનું કોર્ટમાર્શલ’ લેખને આપશ્રીના બ્લોગ પર ‘શેર’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      આપની તબીયત જાળવજો..
      ..ગો. મારુ

      Like

  10. Very good article, enjoyed reading it with mixed feeling.
    why the people who try to be known as RATIONALIST go on boasting as rationalists.? Why they consider them to be” something” & others who believe in GOD are fools or stupid ?
    I agree that creation of so many temples. churches & mosques is wrong. We have to make schools. residents,hospitals, & provide food to hungry people.
    So many “DEVTAS & DEVIOS are ceated by BRAHMIN PUJARIS to earn therir own bread & butter.

    Liked by 1 person

  11. સમજુલોકોને સોસરો મગજમાં ફીટ થઇ જાય તેવો ,સુંદર, સચોટ, તાજી જ સત્યઘટનાઓ સહિતનો કાબીલેદાદ શેષ્ઠ લેખ !!!!
    હિન્દુધર્મના ૩૩ કરોડ દેવી દેવતાઓ ફક્ત બબ્બે જ નિરબળ નિસહાય ગરીબ અને ભુખે સુનારા માનવ જીવોની સાર સંભાળ રાખે તો કેવું રૂડું ??
    સ્વાનુભવની વાતો કે સત્ય ઘટનાઓને સાવ નજર અંદાજ કરી, લોકો હજી પણ નરી કાલ્પનિક અને મનઘડત વાતો કે ઈશ્વરીય સ્વરૂપના પૂજાપાઠ, વિધિવિધાન કે ક્રિયાકાંડમાંથી ક્યારે બહાર આવશે ? ? ? શ્રી ભગવાનજી રેયાણી પાસે બીજા જોરદાર લેખોની અપેક્ષા સહીત હાર્દિક ધન્યવાદ !!!

    Liked by 1 person

  12. ‘સુખી થવું હોય તો મન્દીરો, મસ્જીદો, ચર્ચો અને ગુરુદ્વારાઓને બદલે જાજરુ–મુતરડીઓ, દવાખાના–હૉસ્પીટલો, જળાશયો, રસ્તાઓ, પુલો, રેલવે, શાળાઓ, કૉલેજો વગેરે બાંધો. જે મન્દીરો છે એને પણ શીક્ષણ અને આરોગ્યધામોમાં બદલી નાખો. ભગવાનનું ભુત અને ધર્મનો નશો ઉતરી જતાં રીદ્ધી, સીદ્ધી, સમજણ અને સમૃદ્ધીનો માર્ગ મોકળો થશે.’
    ‘હા, How many of bathroom, hospitals, Roads and schools have you build or gave the donation. please think and start right away.

    Liked by 1 person

  13. भगवान ने कोर्ट मार्सल कर्या पण, खरेखर मगज मार्सल करवानी जरुर छे।

    Liked by 1 person

Leave a comment