સમાન નાગરીક ધારાનો વીકલ્પ
–યાસીન દલાલ
આપણા દેશમાં જુદા જુદા ધર્મ પાળતા લોકો માટે અલગ કાયદો છે. આ બધા કાયદાઓ નાબુદ કરીને એક સમાન નાગરીક ધારો લાગુ કરવાની હીલચાલ શરુ થઈ છે. કૉન્ગ્રેસ પક્ષે એવું કહ્યું છે કે આમાં ઉતાવળ કરવાને બદલે સર્વપક્ષી સમ્મેલન બોલાવીને એમના અભીપ્રાયો લેવા જોઈએ. એ જ રીતે બધા ધર્મના નીષ્ણાતોને બોલાવીને એમના અભીપ્રાયો પણ લઈ શકાય. આપણા દેશમાં ચાર હજારથી વધુ જ્ઞાતીઓ છે અને દુનીયામાં જેટલા ધર્મ છે એ બધાના અનુયાયીઓ ભારતમાં વસે છે. આ જોતા સમાન નાગરીક ધારો લાગુ કરવો એ બહુ મુશ્કેલ વાત છે. ભારતમાં ક્યાંક દુર્યોધનનું મન્દીર છે; તો ઝાંરખંડમાં રાવણની પુજા થાય છે. દક્ષીણમાં તામીલનાડુમાં અમુક લોકો રાવણને નાયક માને છે અને રામને ખલનાયક માને છે. એ જ રીતે મુસ્લીમોમાં સીયા અને સુન્ની ઉપરાન્ત વહાબી પંથ આવેલો છે. પાકીસ્તાનમાં એક વધુ પંથ એહમદીયા એટલે કે કાદીયાની તરીકે ઓળખાય છે.
અમેરીકાની બફેલો યુનીવર્સીટીના પ્રો. કુપ્સે માનવકેન્દ્રી ધર્મનો એક ઢંઢેરો તૈયાર કર્યો છે, જેમાં આજના ક્રીયાકાંડ કેન્દ્રી સંગઠીત ધર્મોથી અલગ પડીને માનવધર્મની વાત કહેવામાં આવી છે અને એ માનવધર્મના પાયાના નીયમો મુકવામાં આવ્યા છે. આ લેખનો અનુવાદ બીપીન શ્રોફે આ સામયીકમાં રજુ કર્યો છે.
એમ. એન. રોયના ગતીશીલ માનવવાદને મળતી આવતી આ વીચારધારા છે; છતાં એમાં કેટલાક મુદ્દા અલગ પડે છે. હાલ જે બીનસામ્પ્રદાયીકતાના સીદ્ધાન્તની આસપાસ આપણે ત્યાં આટલો વીવાદ ચાલે છે, એના પાયામાં પણ આમ તો આજ વાત કહેવામાં આવી છે. પણ અહીં પણ એક મુળભુત ફરક એ છે કે સંગઠીત ધર્મો ઈશ્વર અને દૈવી શક્તીઓને જ કેન્દ્રમાં રાખીને ચાલે છે અને એના અતીરેકમાં માણસ જ ભુલાઈ જાય છે, ગૌણ બની જાય છે એમ જ બીનસામ્પ્રદાયીકતાના ખ્યાલમાં એથી વીરુદ્ધ વૈજ્ઞાનીક વીચારધારાને મુખ્ય બનાવીને ધર્મને માણસના અંગત જીવનનો પ્રશ્ન બનાવાયો છે.
આ માનવકેન્દ્રી ધર્મમાં પણ એના ઢંઢેરાની પ્રથમ જ કલમમાં વીજ્ઞાન અને તર્કને ટોચનું પ્રાધાન્ય અપાયું છે. એમાં કહેવાયું છે, ‘અમે સ્પષ્ટ રીતે માનીએ છીએ કે વીજ્ઞાન અને કાર્યકારણથી આ વીશ્વ અને બ્રહ્માંડને સમજી શકાય છે અને માનવજાતના પ્રશ્નો તેના દ્વારા જ ઉકેલી શકાય તેમ છે.’ એની બીજી કલમમાં આગળ વધીને કહેવાયું છે કે આ વીચારધારામાં મૃત્યુ પછીના જીવનના ખ્યાલનું કોઈ સ્થાન નથી. બધો ઝોક આ જગત, આ જન્મ અને આ વીશ્વ ઉપર જ છે. જગતની ઉત્પત્તીની આધીભૌતીક અને ઈન્દ્રીયાતીત કલ્પનાઓને એ નકારી કાઢે છે.
આ ઢંઢેરાની ચોથી કલમ ધાર્મીક કટ્ટરવાદીઓને ખુલ્લા પડકાર સમાન છે. અત્યારે ઘણા દેશો અને ઘણી પ્રજાઓમાં ધાર્મીક અસહીષ્ણુતા જોવા મળે છે અને પ્રચલીત ધર્મની માન્યતાને પડકારનાર વ્યક્તીને પરેશાન કરાય છે. (તસલીમા નસરીન એનો તાજો દાખલો છે.) ત્યારે માનવધર્મની આ કલમ કહે છે કે, ‘ખુલ્લો અને વીવીધ મતમતાન્તરવાળો સમાજ મહત્તમ લોકોને સ્વાતન્ત્ર્ય અને વીકાસની તકો પુરી પાડે છે તેમ જ આવી સમાજરચના જ આપખુદશાહી અને સરમુખત્યાહશાહીની ઢાલ છે.’
આપખુદશાહી માત્ર રાજકીય હોતી નથી. ધાર્મીક આપખુદશાહી તો એનાથી બદતર છે. એ તો વ્યક્તીનું સ્વતન્ત્ર વ્યક્તીત્વ જ હણી લે છે અને એને ધર્મના આદેશોનું પાલન કરનાર એક કઠપુતળી બનાવી દે છે. એકબાજુ દેશમાં લોકશાહી રાજ્યવ્યવસ્થા હોય અને બીજી બાજુ પ્રજાના છીન્નભીન્ન વર્ગો ધાર્મીક આદેશોને પડકારનાર વ્યક્તી સામે અસહીષ્ણુ બનીને એની સામે આપખુદશાહી ચલાવે એમાં મોટો વીરોધાભાસ છે. કાગળ ઉપર રાજ્યસત્તા ઉપર ધર્મનું કોઈ વર્ચસ્વ ન હોય; પણ વ્યવહારમાં જરીપુરાણા ધાર્મીક આદેશોને પડકારનારને શીક્ષા કરવામાં આવતી હોય, ત્યારે એ લોકશાહી નીરર્થક બની જાય છે. ખરેખર તો અલગ અલગ ધાર્મીક માન્યતાવાળા લોકોએ એકબીજા પ્રત્યે સહીષ્ણુ બનીને આ જગતને વધુ જીવવા જેવું બનાવવું જોઈએ. આ ધાર્મીક ક્રીયાકાંડોથી ઉપર સત્ય અને ન્યાયના ઉચ્ચતમ સીદ્ધાન્તો રહેલા છે.
ધાર્મીક કટ્ટરવાદ બળ અને હીંસાને ઉત્તેજન આપે છે ત્યારે માનવવાદ પ્રેમ અને સહીષ્ણુતા પ્રેરે છે. ધર્મના બધા આદેશોનું અર્થઘટન એકસરખું થઈ શકતું નથી. અલગ અલગ વીદ્વાનો એનું અલગ અલગ અર્થઘટન કરતા હોય છે. એનું નીરાકરણ શાન્તીમય ચર્ચા અને વીચારવીમર્શ દ્વારા જ આવે. બધાં જુથો એમ કહે છે કે અમે કહીએ એ જ અર્થઘટન સાચું, તો ઝઘડાનું નીરાકરણ થાય જ નહીં અને કડવાશ તથા વેરવૃત્તી જ વધે.
મનુષ્યમાં અપ્રતીમ સર્જનશક્તી અને મૌલીક આવીષ્કાર રહેલાં હોય છે. પણ ક્યારેક જડ ધાર્મીક આદેશો એની વીકાસયાત્રામાં અવરોધરુપ બને છે. વીજ્ઞાને જ્યારે હરણફાળ ભરી અને બ્રહ્માંડના અનેક કોયડાને ઉકેલી આપ્યા, ત્યારે ખબર પડી કે ધર્મગ્રંથોમાં જે લખેલું હતું, તે બધું સાચું નહોતું, બલકે અમુક વાતો તો મુળથી જ ખોટી હતી. ધાર્મીક વડાઓએ આ નવાં સત્યો અને તથ્યોને ખુલ્લા દીલે સ્વીકારી લેવાં જોઈતાં હતાં; પણ એમણે તો સંઘર્ષનો માર્ગ અપનાવીને વૈજ્ઞાનીકોને પરેશાન કર્યા. સદીઓ પછી, પોપ પોલે સ્વીકાર્યું કે વીજ્ઞાનની શોધખોળો બદલ ગેલીલીયો જેવા વીદ્વાનને જે સજા થઈ એ પગલું ખોટું હતું. જે ખેલદીલી ખ્રીસ્તી વડાએ બતાવી એ બીજા ધર્મોના વડાઓ બતાવી શકતા નથી.
કોઈપણ વીચારધારા જડ અને બન્ધીયાર બની જાય, ત્યારે એનો વીકાસ અટકી જાય છે, અને સ્થગીત બની જાય છે. જ્ઞાન અને સંશોધન કદી કોઈ જગ્યાએ અટકી જતાં નથી; પણ એમની યાત્રા સતત ચાલતી રહે છે. માનવવાદના ઢંઢેરામાં કહેવાયું છે તેમ, ‘અમે નવા વીચારો માટે મનને ખુલ્લું રાખીએ છીએ અને અમારી વીચારપ્રક્રીયામાં નવાં પ્રસ્થાનો અને વલણોને આવકારીએ છીએ.’
સંગઠીત ધર્મોએ કદી નવા વીચારો અને નવાં મુલ્યોને ખેલદીલીથી આવકાર્યા નથી બલકે હીંસક બનીને એનો વીરોધ કર્યો છે. એક ધર્મ બીજા ધર્મ પ્રત્યેના વલણમાં પણ આવો જ અસહીષ્ણુ રહ્યો છે. પરીણામે ધાર્મીક પ્રચાર વડે લોકોમાં વટાળવૃત્તી ચલાવવામાં આવે છે અને સમ્પ્રદાયનું સામ્રાજ્ય વીસ્તારવા માટે નાણાં અને બીજી લાલચો પણ અપાય છે. આ ધાર્મીક બર્બરતાએ જ ભારત–પાકીસ્તાનથી માંડીને બોસાનીયા અને આરબ–ઈઝરાયલ જેવી સમસ્યાઓ સર્જી, જેમાં લાખો નીર્દોષ માણસો હોમાઈ ગયા. એને બદલે માનવજાતે આ માનવકેન્દ્રી વીચાર અને માનવધર્મ અપનાવી લીધો હોત તો અત્યારની દુનીયા જેટલી સુખી છે એનાથી અનેકગણી વધુ સુખી હોત એમાં શંકા નથી.
અત્યારે માણસ સંગઠીત ધર્મોનું પાલન કરે છે તે ભય અને લાલચથી કરે છે કે આત્મપ્રતીતીથી તે પ્રશ્ન મહત્ત્વનો છે. એના મનમાં ઠસાવી દેવાયું છે કે આ ઈશ્વરી આદેશ છે. એમાં શંકા કરશો તો નરકમાં જશો. ઈશ્વરનો કોપ તમારી ઉપર ઉતરશે. આ ભયનો પ્રેર્યો માણસ વીધીઓ સહીત ધર્મોના બધા આદેશોને સ્વીકારી લે છે. બીજી બાજુ આ વીધી ધર્મના અનુયાયીઓ જ મોટા પાયે કરચોરી કરે છે. દાણચોરી કરે છે, શસ્ત્રોની હેરાફેરી કરે છે, હત્યાઓ પણ કરે છે.
મતલબ કે સંગઠીત ધર્મ માણસને સારો માણસ બનાવવામાં સદન્તર નીષ્ફળ ગયો છે. મોટા ભાગના દાણચોરો અને માફીયા સરદારો પણ ઘરમાં પુજાપાઠ અને પ્રાર્થના કરતા હોય છે એ હકીકત જ બતાવે છે કે એમને માટે ધર્મ એ એક માત્ર ક્રીયાકાંડ છે, દમ્ભ છે, એમનાં કૃત્યોને ઢાંકવાનું આવરણ છે. એમને દેશવીરોધી અને સમાજવીરોધી કૃત્યો કરવામાં કોઈ અધર્મ દેખાતો નથી. ભ્રષ્ટાચારી લોકો પણ દેવદેવીઓની માનતા કરતા હોય છે. આ ધાર્મીક આડમ્બર સારો કે માનવકેન્દ્રી બુદ્ધીવાદ સારો એ નક્કી કરી લેવાનો સમય છે. માણસજાત જો આ વીધી ધર્મોના સકંજામાં જ સપડાયેલી રહેશે તો બધી બાજુએથી એનું પતન ચાલુ જ રહેવાનું છે.
આ ઢંઢેરાની બારમી કલમ વ્યક્તીના ખાનગી જીવનના અધીકાર ઉપર ભાર મુકે છે. દરેક પુખ્ત ઉમ્મરની વ્યક્તીને તેની ઈચ્છાઓ મુજબનું જીવન જીવવાની સ્વતન્ત્રતા હોવી જોઈએ. અલબત, એ જીવન કોઈ બીજી વ્યક્તીના સ્વાતન્ત્ર્ય કે સમાજના કોઈ વર્ગ માટે અંતરાયરુપ ન હોવું જોઈએ, પણ ધાર્મીક આદેશો કે ખોટાં સામાજીક મુલ્યોને નામે વ્યક્તીના વ્યક્તીગત સ્વાતન્ત્ર્યને કચડી નાખવાનો પ્રયત્ન પણ ન જ થવો જોઈએ. જાતીય સમ્બન્ધોની બાબતમાં આપણે જે કૃત્રીમ બન્ધનો અને જડ વ્યવસ્થા લાદી છે, એનો અહીં વીરોધ કરાયો છે અને બે વ્યક્તીના પરસ્પર પ્રેમ સમ્બન્ધમાં અન્તરાયરુપ બનવાનો કોઈને અધીકાર નથી એવું પ્રતીપાદીત કરાયું છે.
માણસને ગૌરવરુપ જીવવાની તેમ જ ગૌરવરુપ અને ઈચ્છા મુજબ મરવાની પણ છુટ હોવી જોઈએ એવો સીદ્ધાન્ત પણ બીલકુલ યોગ્ય રીતે જ આ માનવ ઢંઢેરામાં વણી લેવાયો છે. એ વીધી ધર્મોએ ચીંધેલા કૃત્રીમ નૈતીક મુલ્યોને બદલે બન્ધુત્વ, જવાબદારી અને વીવેક ઉપર ભાર મુકે છે. નીતી એ કોઈ ઈશ્વરી કે ધાર્મીક ભેટ નથી; પણ માણસે પુરી વીચારણા પછી વીકસાવેલાં સામુહીક મુલ્ય છે. માણસ પરસ્પર વ્યવહારમાં સરળતાથી ટકી શકે એ માટે નીતીમત્તા ઘડાઈ છે.
પ્રો. પોલ કુપ્સના આ નવા માનવધર્મમાં માણસને એના સંકુચીત વાડાઓમાં બહાર નીકળીને બ્રહ્માંડના નાગરીક બનવા માટે આહ્વાન કરાયું છે. માણસે અણુ અને પરમાણુનું પૃથક્કરણ કરીને બ્રહ્માંડના ઉદભવ અને વીકાસનાં ઘણાં રહસ્યો ઉકેલ્યાં છે. ચન્દ્ર અને તારાઓ વીશે પણ જાણકારી મેળવી છે. દુર રહેલી આકાશગંગા અને ગ્રહો વીશેની જાણકારી ચરમસીમાએ પહોંચી છે ત્યારે મન્ત્રતન્ત્ર, જ્યોતીષ કે ધાર્મીક ક્રીયાકાંડનું કોઈ ઔચીત્ય જ રહેતું નથી. છતાં માણસને સ્થાપીત હીતો દ્વારા ગુમરાહ કરવામાં આવે છે, જેથી એ આત્મવીશ્વાસ ગુમાવીને સાધુબાવાઓ કે ધર્મગુરુઓ કહે એમ કરતો રહે.
અત્યારે આપણી પાસે જાત જાતના સંગઠીત ધર્મો છે જે કાગળ ઉપર તો ઉચ્ચ આદર્શો, માનવતા, કરુણા અને પ્રેમની હીમાયત કરે છે. પણ એમના અનુયાયીઓ સદીઓથી અસહીષ્ણુ બનીને વેરઝેર, ઈર્ષ્યા અને હીંસાનું જ આચરણ કરતા આવ્યા છે. પરીણામે વીરોધનો સ્વર જ દબાઈ જાય એવી સ્થીતી નીર્માણ પામી છે. આ સંગઠીત ધર્મો મોટું સ્થાપીત હીત બની ચુક્યા છે. એમણે જંગી સમ્પત્તી એકઠી કરી છે અને વીરોધી સ્વરને દબાવી દેવાની તાકાત પણ એમની પાસે છે. આ ભય અને દબાણનું વાતાવરણ વધુ તો એશીયન અને આફ્રીકન તથા આરબ પ્રજાઓમાં જોવા મળે છે. આ દેશોની ગરીબી અને પછાતપણાનું એક મોટું કારણ આ ધાર્મીક કટ્ટરતાનું જ છે. આપણે પણ બીનસામ્પ્રદાયીક લોકશાહી દેશ હોવા છતાં એમાંથી મુક્ત રહી શક્યા નથી.
આ કલુષીતતા અને ધાર્મીક બળપ્રદર્શનનો વીકલ્પ આ નવો માનવધર્મ છે. એનો ઢંઢેરો સ્પષ્ટ કરે છે તેમ એમાં ક્યાંય માણસને ભોગે ધાર્મીક માન્યતાઓને પોષવાની વાત નથી. ધર્મોનું મુળ ધ્યેય પણ માનવના કલ્યાણનું જ હતું. પણ એ મુળ ધ્યેય ભુલાઈ ગયું અને દેવ–દેવીઓની આરતી ઉતારવામાં જ માણસનું શ્રેય છે એવી ખોટી માન્યતા ઠોકી બેસાડાઈ.
–યાસીન દલાલ
‘ગુજરાત સમાચાર’, દૈનીકમાં વર્ષોથી ડૉ. યાસીન દલાલની ‘વીચાર વીહાર’ નામે ક્રાન્તીકારી અને લોકપ્રીય કૉલમ પ્રકાશીત થાય છે. તેના તા. 23 જુલાઈ, 2014ના અંકમાંથી ડૉ. યાસીન દલાલ અને ‘ગુજરાત સમાચાર’ દૈનીકના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : ડૉ. યાસીન દલાલ, માનદ્ સંપાદક, ‘સૌજન્ય માધુરી’ માસીક, ‘આશીયાના’, 5,સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી, રાજકોટ – 360 007 ફોન : (0281) 257 5327 ઈ.મેઈલ : yasindalal@gmail.com
‘અભીવ્યક્તી–ઈ.બુક્સ’
રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી ‘અક્ષરનાદ’ http://aksharnaad.com/downloads વેબસાઈટ, ગુજરાતી–ભાષાનું જતન અને સંવર્ધન માટે સતત સક્રીય વેબસાઈટ ‘લેક્સિકોન’ http://www.gujaratilexicon.com/ebooks/ તેમ જ વીશ્વભરની વીવીધ ભાષાઓમાં 25 મીલીયનથી વધુ પુસ્તકો અને મેગેઝીનો ધરાવતી ‘ઈસુ’ https://issuu.com/ વેબસાઈટ પર પણ મારા ‘અભીવ્યક્તી’ બ્લોગની તમામ ‘ઈ.બુક્સ’ મુકવામાં આવી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે.
♦●♦●♦ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર રોડ, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in
પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 05/05/2017
મિત્રો,
આખો લેખ વાંચી લીઘો. ઘર્મ, માનવ ઘર્મ, જુદા જુદા ઘર્મો, ઢંઢેરાની ૧૨ કલમોની વાતો વાંચી. જુદા જુદા ઘર્મોને નાબુદ કરીને અેક માનવ ઘર્મની સ્થાપનાની વાત પણ વાંચી. અને ‘ સમાન નાગરીક ઘારાનો વિકલ્પ શોઘવાની વાત પણ વાંચી.
પરંતું મારે જે વાંચવું હતું તે મળ્યુ નહિ. અેક સરસ આંખ ઉઘાડનારી વાત આ કાવ્યબુંદમાં છે…..‘ બુરા દેખન મેં ચલા, બુરા મીલા ના કોઇ, જબ દેખા અપને આપકો મુજસે બુરા ના કોઇ.‘
મિત્રો, આ પણે સદીઓ કે હજારોના હજારો વરસોથી અેક ‘ પુરુષપ્રઘાન સમાજમાં‘ જીવી રહ્યા છીઅે…આજે પણ. ક્યા ડીક્ટેટરે , પુરુષ ડીક્ટેટરે, સમાજને સમાન નાગરીક હક્કોથી નવાજવાની પણ વાત કરી છે ? અરે ૯૫ ટકા આજના ઘરો પણ પુરુષ પ્રઘાન વાતાવરણમાં જીવે છે. યુવાન લોહી પણ….જીનેટીક કોડ બનીને …અરે ભાઇ….પ્રાણિઓની દૈનિક ચર્યાને જૂઓ. અમેરિકા સ્ત્રીને પ્રમુખ બનાવવામાં નાનમ સમજે છે. કાળા, ઘોળા, તવંગર કે ગરીબ….હિન્દુ કે મુસ્લિમ…..ખ્રિસ્તિ કે હિન્દુ કે બીજો કોઇ ઘર્મ….
હિન્દુઓમાં ગીતાના અઘ્યાય…૪ ના શ્લોક..૧૩ થી શ્રીકૃષ્ણઅે ચાર વર્ણો ઉત્પન્ન કરેલાં દર્શાવવામાં અાવે છે.કૃષ્ણનો ઉદ્દેશ ગમે તે હશે પરંતુ કહેવાતા હિન્દુઓઅે તો તેમને….બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર જ બનાવેલાને ?
સમાન નાગરિક ઘારાને માટે આજના લેખમાં ચર્ચાયેલા વિષયો કદાચ મદદરુપ ના પણ બને…કારણ કે માનવીનો સ્વભાવ…જીનેટીક સ્વભાવ….પુરુષપ્રાઘાન્યનો છે. પુરુષ્ શક્તિશાળી અને સ્ત્રી રક્ષક કહેવાય….ગરીબોનો બેલી કહેવાય…..
મેં વિષયને જુદા રાહે ચઢાવ્યો તે બદલ માફી માંગી લઉં છું. છતાં કહેવાનું મન થાય છે કે ઘણું ઘણું લખી શકાય…..આજના લેખમાં ‘ પુરુષ્ પ્રાઘાન્યને‘ જોડી જોવા વિનંતિ છે.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 2 people
વઘુમાં…..ઇસ્લામમા પુરુષપ્રાઘાન્ય જ ..‘.તલાક…તલાક…તલાક.‘…કહેવાને અઘિકારી છે. સ્ત્રીઓઅે જ્યારે જ્યારે બળવાની વાતો કરી છે ત્યારે ઉપજેલી પરિસ્થિતિઓને ચકાસી જોવા વિનંતિ છે…ાા બળવો કોઇ પણ ઘર્મમાં કે કોઇપણ સમાજમાં હોઇ શકે. અમેરિકામાં અેક જ કામ માટે પુરુષ, સ્ત્રી અને કદાચ આફ્રિકન અમેરિકનો વચ્ચે તફાવત છે. સમાજ…પુરું વિશ્વ પુરુષપ્રઘાન છે…..દેવો પણ,કદાચ થોડા અેક્ષેપ્શન શીવાય….
આજે પૈસો મારો પરમેશ્વર……રાજા અને ગુલામ , માલિક અને નોકર…..પગની જૂતી વિ વિ …….તે પૈસો જ બનાવે…..પોલીટીશીયનો પણ તેનો જ ફાલ છે……
LikeLiked by 1 person
Entire system is very dirty we can only support which is right
LikeLiked by 1 person
Reblogged this on માનવધર્મ.
LikeLiked by 1 person
વહાલા વલીભાઈ,
જનાબ યાસીન દલાલનો લેખ ‘‘સમાન નાગરીક ધારાનો વીકલ્પ’’ને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
..ગો. મારુ
LikeLike
ધર્મો એ માનવ જાતનું કદી પણ ભલું કર્યું નથી આ ઈતિહાસ કહે છે.
ધર્મ માત્ર મનાવી કેન્દ્રીત જ હોવો જોઈએ. ભગવાન કેન્દ્રી ન હોવો જોઈએ
ઈશ્વર એ માત્ર કલ્પના છે જે ખુબ નુકશાન કારક છે. છેલ્લા ૨૦૦૦ વર્ષોથી
આપણે ધર્મો દ્વારા કશું મેલવી લીધું નથી. Indians are the most backward, conservative and regressive people in the whole world.
Kirit Joshi
LikeLiked by 1 person
I am obliged indeed by your post.
Thanks
Kirit Joshi
________________________________
LikeLiked by 1 person
Indeed a very good article but should have wider publicity creating widespread acceptance of such thoughts, ;’ Manavatavad nu andolan thay toj eno upayog ‘
else such thoughts will remain in close / small circles. — navin nagrecha
LikeLiked by 1 person
saras lekh vanchvani maja aavi saman nagrik dhara mate rational samaj hoi toj vichari sakai vyakti rational na hoi te to patthar ni murti mate ladi mare chhe sarkar mate aa kam lodhana chana chavava jevu purvar thase.
LikeLiked by 1 person
aa vicharo koi nava nathi.Hindu dharmana mulbhut ved,puran,ane shrastrono jagatguru shri krupalu maharaj jeva nishvarth panditoe sampurna aa ved,purano abhyas kari lakhano ane pravachanoh dvara janave che ane prachin rushimunio dvara janva male chhe ke hindu shastro koipan aek vargno ulekh karyavagar fakta vishvana sampuna manavjat ane jivmatrana udhar mateno marga batavel chhe.aa badha Hindu shastrono sampun sarans Shrimad Bhagavad Gitana abhyas karta janva malshe. baki vishvama be prakarna manushya hoy chhe.aek dev bija danav to manushye potani vivek budhdhithi hosiyarithi jivan jivavu tej aek marga chhe. N.J Gandhi na Jay Hari-Guru.
LikeLike
તમામ ધર્મો સમાજ માટે પ્રગતિરોધક છે છતા લોકો સમજતા નથી આપણા પાસે સમૃદ્ધ વિચારકો
છે પણ આચારકો કોઈ નથી એ જ ખાટલે મોટી ખોટ છે !
LikeLiked by 1 person
વિચારમાં અસંમત થવા જેવું કંઈ નથી.સવાલ એ છે આને સ્વિકારવા માટે જેટલી સમજણ જોઈએ એ લોકોએ ક્યારનો ઔપચારિક,વિધીવિધાન અને ક્રિયાકાંડ વાળો ધર્મ છોડી દીધો છે.એમને માટે માણસાઈનો ધર્મ એક સ્વાભાવિક પસંદગી બની ચૂકયો છે અને એમને કોઈ પણ નામે નવા નીતિ-નિયમો રેખાંકિત કરી આપે એવા કોઈ અવલંબનની જરૂર નથી.એ લોકોએ હોળીની પ્રદક્ષીણા કરવાનું ક્યારનું છોડી દીધું છે.જે હજુ એ નથી છોડી શક્યા એમને એ જરૂરી લાગે છે માટે કરે છે.એમને માટે રિવાજો છોડવા શક્ય છે?
LikeLiked by 1 person