ભ્રમની ભાઈબન્ધી

05

ભ્રમની ભાઈબન્ધી

–બી. એમ. દવે

[ગત અંક : 04 ( https://govindmaru.wordpress.com/2017/04/14/b-m-dave-6/ )ના અનુસન્ધાનમાં..]

સીક્કાને બે બાજુ હોય છે તે હકીકત લગભગ દરેક બાબતને લાગુ પડે છે અને તેવી જ રીતે ભ્રમના સન્દર્ભમાં પણ આ હકીકત લાગુ પડે છે. કેટલીક બાબતો એવી પણ છે, જેને ભ્રમના હકારાત્મક પાસાં ગણી શકાય. આવી બાબતો માનવજાત માટે ઉપકારક પણ ગણી શકાય તેવી છે. આવી બાબતોમાં પ્રથમ ક્રમાંકે આવે છે વીજ્ઞાનનો દૃષ્ટીભ્રમનો નીયમ. આ નીયમ અનુસાર એક સેકન્ડમાં આપણી આંખ સામેથી અમુક સંખ્યામાં ચીત્રો પસાર કરવામાં આવે તો ચીત્રો હાલતાંચાલતાં દેખાય છે.

આ સીદ્ધાંતની શોધના આધારે જ વૈજ્ઞાનીકોએ ચલચીત્રની શોધ કરી છે. આપણે ફીલ્મો, ટેલીવીઝન અને વીડીયો જોઈ શકીએ છીએ અને તેનો આનન્દ માણી શકીએ છીએ તે આ દૃષ્ટીભ્રમના સીદ્ધાંતને આભારી છે. તમામ પ્રકારનું જીવન્ત પ્રસારણ આપણી દૃષ્ટીના ભ્રમને કારણે આપણને અનુભવાય છે. આ ભ્રમ કુદરતની દેન છે, પણ તેની શોધ કરી; આપણે તેને અનુરુપ સાધનો વીકસાવ્યાં તે માનવજાતની ઉપલબ્ધી છે. હળવા મુડમાં કહી શકાય કે આ સીદ્ધાંત સ્વરુપે માનવજાતને ભ્રમની ભાઈબન્ધી ફળી છે.

અમુક પ્રકારના ભ્રમ આજીવન જળવાઈ રહે તેમાં સમ્બન્ધકર્તાઓનું હીત હોય છે. ઘણા ની:સન્તાન દમ્પતીઓ વારસદારની ખોટ પુરી કરવા અનાથાશ્રમમાંથી બાળક દત્તક લઈ ઉછેરતાં હોય છે. સાવ નાની ઉમ્મરે દત્તક લીધેલ બાળકનો ઉછેર પોતાના સગા સન્તાનની જેમ જ કરતાં હોય છે. બાળક મોટું થતાં પાલક માબાપનાં મનમાંથી નીકળી ગયું હોય છે કે તેઓ આ બાળકને અનાથાશ્રમમાંથી લાવ્યાં છે. બાળકને તો આ અંગે કોઈ જ્ઞાન હોતું જ નથી અને પાલક માબાપને જ પોતાનાં સગાં માબાપ માને છે. પાલક માબાપની સઘળી મીલકતના વારસદાર તરીકે પણ આવું દત્તક લીધેલ સન્તાન જ હોય છે.

આમ છતાં જીવનનાં કોઈ પણ તબક્કે આ બાળકને જાણ થઈ જાય કે પોતે પોતાનાં કહેવાતાં માબાપના લોહીનું સન્તાન નથી; પરન્તુ અનાથાશ્રમમાંથી દત્તક લેવામાં આવેલ છે, તો પોતાનાં પાલક માબાપ પ્રત્યેનો તેનો અભીગમ અને વ્યવહાર થોડાઘણા પણ બદલાઈ શકે છે. પોતાનાં સાચા માબાપ હોવાનો ભ્રમ તુટતાં સમ્બન્ધોમાં ઓટ આવી શકે છે અને ક્યારેક તેની જીન્દગીમાં અનીચ્છનીય વળાંક આવવાની શક્યતા પણ રહે છે. આવા બનાવો બને છે, એટલે આ પ્રકારનો ભ્રમ જળવાઈ રહે તે બન્ને પક્ષે હીતકારી હોય છે.

અગાઉના જમાનામાં સ્ટીલનાં વાસણોનો વપરાશ શરુ થયો ન હતો ત્યારે પીત્તળનાં વાસણો વપરાતાં હતાં. પીત્તળનાં વાસણોની રાસાયણીક અસરથી બચવા માટે તેના ઉપર ક્લાઈનું પડ ચડાવવામાં આવતું હતું. આવી જ રીતે મોટા ભાગના માણસો નગ્ન વાસ્તવીક્તાની પ્રતીકુળ અસરથી બચવા માટે ભ્રમરુપી ક્લાઈનું પડ ચડાવીને રાહત મેળવતા હોય છે. દુનીયાની મોટા ભાગની પ્રજા એક યા બીજી રીતે દુ:ખી છે. અમુક દુ:ખ એવાં હોય છે, જેનો કોઈ ઈલાજ નથી હોતો અને તે સહન કરવાં જ પડે છે. આવાં દુ:ખો સામે ટક્કર લેવા અમુક પ્રકારના ભ્રમની ભાઈબન્ધી કરવી પડતી હોય છે.

થોડાં ઉદાહરણોની મદદથી મારા વીચારો વધુ સ્પષ્ટ કરું :

ચાર મીત્રો એકસાથે ગ્રૅજ્યુએટ થયા અને નોકરી માટે પ્રયત્નો કરવા લાગ્યા. અમુક મીત્રો મહત્ત્વાકાંક્ષી હતા અને વધુ મહેનત કરી ઈચ્છીત નોકરી મેળવવા કૃતનીશ્ચય હતા, જ્યારે અમુક મીત્રો આળસુ અને સંતોષી હતા. એક મીત્ર માંડમાંડ પટાવાળાની નોકરી મેળવી શક્યો. બીજો એક મીત્ર થોડી વધુ મહેનત કરીને ક્લાર્ક બન્યો. ત્રીજો મીત્ર આ બન્ને મીત્રો કરતાં વધુ સંઘર્ષ કરીને નાયબ મામલતદાર બન્યો, જ્યારે ચોથા મીત્રે ‘કરો યા મરો’નો મન્ત્ર અપનાવી અને અસાધારણ મહેનત કરી મામલતદાર બનવાનું તેનું લક્ષ્ય સીદ્ધ કર્યું.

આ ચારેય મીત્રોને તેમની મહેનત અને બુદ્ધીપ્રતીભા મુજબનું ફળ મળ્યું.

આમ છતાં માનવસહજ સ્વભાવ મુજબ અનાયાસે એકબીજા સાથે સરખામણી થઈ જાય ત્યારે અફસોસ અનુભવાય. આવા અફસોસથી બચવા વાસ્તવીકતા ઉપર ઈરાદાપુર્વક ભ્રમનું પડ ચડાવી દેવાની ચાલાકી કરવામાં આવે છે. પટાવાળાની નોકરી મેળવેલ મીત્ર એમ કહી રાહત અનુભવે છે કે મારા ઘણા મીત્રો હજી પણ બેકાર છે, જ્યારે મને પટાવાળાની તો પટાવાળાની; પણ નોકરી તો મળી ગઈ. ક્લાર્ક બનેલો મીત્ર એમ કહી સન્તોષ મેળવશે કે ભલે હું મોટો ઑફીસર ન બની શક્યો; પણ પટાવાળો તો નથી બન્યો ને? એવી જ રીતે નાયબ મામલતદાર બનેલો મીત્ર એમ કહી ખુશ રહેશે કે ભલે હું ગૅઝેટેડ ઑફીસર ન બની શક્યો; પણ ક્લાર્કથી ઉંચી પોસ્ટ તો મેળવી શક્યો ને?

ઉપરોક્ત વીગતે આ બધા મીત્રો પોતાનાથી વધુ ઉંચી જગ્યા ઉપર ગયેલા મીત્રો સાથે પોતાની સરખામણી કરીને દુ:ખી થવાને બદલે પોતાનાથી નીચેની જગ્યા ઉપર ગયેલા મીત્રો કરતાં પોતે વધુ સારી જગ્યા ઉપર ગયેલ છે તેવા ભ્રમની ભાઈબન્ધી કરી રાજી રહેવા પ્રયત્ન કરશે.

પોતાના દુ:ખને હળવું કરવાનો સચોટ ઉપાય માનવજાતે શોધી કાઢ્યો છે અને આ ઉપાય કારગત નીવડી રહ્યો છે. આ ઉપાયમાં પોતાની જાત સાથે થોડી છેતરપીંડી જ કરવાની છે અને પોતાનાથી વધુ દુ:ખી સાથે પોતાની સરખામણી કરી આશ્વાસન મેળવવાનું છે કે અન્યના પ્રમાણમાં હું સુખી છું. એક ભાઈ 60 વર્ષની ઉમ્મરે વીધુર થાય છે. પાછલી અવસ્થામાં ખંડીત થયેલ દામ્પત્યનું દુ:ખ પચાવતાં તે એમ કહીને આશ્વાસન મેળવશે કે બાળકો ભણીગણીને ઠરીઠામ થઈ ગયાં અને પરણાવવાની જવાબદારી પણ પુરી થઈ ગઈ છે, એટલે હવે કોઈ ચીંતા નથી. ફલાણા ભાઈ બીચારા 35 વર્ષે વીધુર થયા હતા અને બાળકોને ઉછેરવાની, ભણાવવાની અને પરણાવવાની બધી જવાબદારી બીચારાએ એકલાએ ઉપાડવી પડી હતી.

આમ કહી પોતાની જાતને ફોસલાવતા આ ભાઈ 80 વર્ષનાં તન્દુરસ્ત દમ્પતીને બગીચાના બાંકડે બેસી પ્રસન્નતાથી સુખ–દુ:ખની વાતો કરતાં જુએ તો અવશ્ય વીચલીત થઈ જાય અને પોતે આવા સુખથી વંચીત રહી ગયાનો વસવસો રહે; પરન્તુ આવી પીડાથી બચવા પોતાનાથી વધુ દુ:ખી સાથે સરખામણી કરી પોતે અન્ય કરતાં ઓછાં દુ:ખી છે તેવી રાહત અનુભવવા માટે વાસ્તવીકતા સાથે છેડખાની કરી ભ્રમની ચાદર ઓઢી લેવામાં આવે છે.

ભ્રમની ભાઈબન્ધી કરવાની કળાની એક સત્ય ઘટના વાચકમીત્રો સાથે શૅર કરવા માગું છું.

ધૃતરાષ્ટ્રીય મોહમાં અન્ધ એક વીધુર સીનીઅર સીટીઝનને તેમનો એકનો એક કપાતર કુળદીપક પાછલી અવસ્થાએ તેમનું સર્વસ્વ છીનવી લઈ રસ્તે રઝળતા કરી દે છે અને વૃદ્ધાશ્રમને હવાલે કરી દે છે. દયાજનક સ્થીતીમાં મુકાયેલા આ વડીલ તેમની વસમી વેદનાને છુપાવીને પોતાની વાતને જે વળાંક આપે છે તે તેમના જ શબ્દોમાં સાંભળવા જેવું છે. તેમના શબ્દે–શબ્દે ભ્રમની ભેળસેળ ઉડીને આંખે વળગે તેવી છે.

‘દીકરાના ઘરે તો કોઈ વાતની કમી નથી; પણ દીકરો આખો દીવસ નોકરીધંધા અર્થે બહાર હોય અને પુત્રવધુ ઘરે એકલી હોય, એટલે આખો દીવસ ઘરમાં મુંઝવણ થાય છે, કોઈની કમ્પની વગર અકળામણ અનુભવાય છે, એકલા–એકલા વીચારે ચડી જવાય છે, સમય પસાર થતો નથી, એટલે દીકરાને મેં જ સામેથી કહ્યું કે વૃદ્ધાશ્રમમાં મને વધુ માફક આવશે. અહીં વૃદ્ધાવસ્થામાં સમવયસ્કોની કમ્પની માણવા મળે છે. સુખ–દુ:ખની વાતો થાય છે. રહેવા–જમવાની વ્યવસ્થા પણ ઘર જેવી જ છે. સમય ક્યાં પસાર થઈ જાય છે તેની ખબર જ નથી પડતી.

બાકી મારા એકબે મીત્રો પોતાના દીકરાના ઘરે ઓશીયાળી જીન્દગી જીવી રહ્યા છે, ડગલે ને પગલે સ્વમાનભંગ થાય છે. મન મારીને દીવસો પસાર કરે છે. આવી રીતે દીકરાના ઘરે રહેવા કરતાં અહીં ઈજ્જતથી રહેવું લાખ દરજ્જે સારું છે. મારા એક અન્ય મીત્રનો દીકરો સાવ ગરીબ છે, એટલે આટલી ઉમ્મરે તેને નોકરી કરી કમાવું પડે છે, જ્યારે મેં તો જે કંઈ કમાણો હતો તે દીકરાને આપી દીધું. દીકરા માટે તો કમાયો હતો! આપણે તો ભગવાનની દયાથી જલસા છે!’

પોતે બીજા કરતાં સુખી છે તેવા ભ્રમને પોષવા માટે પોતાનાથી વધુ સુખી વ્યક્તી સાથે સરખામણી નહીં કરવાની અને પોતાનાથી ઓછા સુખી સાથે સરખામણી કરવાની, જ્યારે પોતે બીજા કરતાં ઓછા દુ:ખી છે તેવા ભ્રમને પંપાળવા માટે પોતાનાથી ઓછા દુ:ખી સાથે સરખામણી નહીં કરવાની; પણ પોતાનાથી વધુ દુ:ખી સાથે સરખામણી કરી આશ્વાસન મેળવવા ફીફાં ખાંડવાનાં! યાદ રહે, આ રીતે સુખીપણાનો કે દુ:ખીપણાનો જે અહેસાસ થાય છે તે સાપેક્ષ છે, નીરપેક્ષ નથી. વાસ્તવમાં કોઈની સરખામણી કર્યા વગર પોતે જ્યાં છે તે વાસ્તવીક સ્થીતીનો સ્વીકાર એ જ નીરપેક્ષ અહેસાસ છે; પણ આવી નીરપેક્ષ વાસ્તવીકતા પીડા આપે તેમ હોઈ, સુખ અને દુ:ખનાં આભાસી અહેસાસ માટે પોતાના મનને ભરમાવવામાં આવે છે.

પરન્તુ, વાચકમીત્રો! ભારે હૈયે નોંધવું જ રહ્યું કે ભ્રમની આવી ભાઈબન્ધી ન કરવામાં આવે તો અરધી દુનીયા ડીપ્રેશનમાં સરી પડે અને આત્મહત્યાનું પ્રમાણ અનેકગણું વધી જાય. આમ છતાં ભ્રમની આવી ભાઈબન્ધીનો ઓવરડોઝ મૃગજળનો આભાસ કરાવી હરણ જેવી હાલત કરી શકે છે તે પણ ન ભુલવું જોઈએ.

–બી. એમ. દવે

જેલ ખાતાની દીર્ઘકાલીન સેવાઓ દરમીયાન કાજળની કોટડીમાં રહીને લેખક શ્રી. બી. એમ. દવેનું સતત વાચન, મનન તથા જેલ ખાતાનાં સ્વાનુભવોનો ગહન અભ્યાસ, ચીન્તન–મનન કરીને લખેલા પુસ્તક ભ્રમ ભાંગ્યા પછી(પ્રકાશક : પ્રવીણ પ્રકાશન પ્રા. લી., લાભ ચેમ્બર્સ, મ્યુનીસીપલ કૉર્પોરેશન સામે, ઢેબર રોડ, રાજકોટ. ફોન : (0281) 223 2460/ 223 4602 વેબસાઈટ : https://pravinprakashan.com ઈમેલ : pravinprakashan@yahoo.com પાનાં : 64, મુલ્ય : રુ. 65/-)માંનો આ પાંચમો લેખ, પુસ્તકનાં પાન 35થી 39 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : 

શ્રી. બી. એમ. દવે, પાલનપુર 385 001 સેલફોન : 94278 48224

22 Comments

  1. It is a very good analysis of human mind. To accept reality of life, courage and knowledge is required. It is much better to live I reality than live in day light dream.

    Thanks for a good article.

    Pradeep h. Desai

    USA

    Liked by 2 people

  2. દવે સાહેબે ખૂબ જ સુંદર રીતે ‘ભ્રમ‘ને સમજાવ્યો. કદાચ કહીઅે કે ‘ભ્રમ‘ શબ્દનો ‘ભ્રમ‘ ભાંગ્યો. મઝા અાવી. ચર્ચાને ચોરે વિચાર અાવ્યો કે કદાચ ‘ભ્રમને‘ ભાંગવાનું કર્મ સચ્ચાઇનો પરિચય કરાવી દે….કહેવાયુ છે કે…‘ બુરા દેખન મેં ચલા, બુરા મીલા ના કોઇ…જબ દેખા અપને આપ કો મુજસે બુરા ના કોઇ.‘ અંગ્રજીમાં……illusion, a wrong notion …જેવાં શબ્દો વપરાય છે. ભ્રમ ઉપરથી ‘ભ્રમર ‘ શબ્દ આવ્યો છે. તથા ભ્રમિત શબ્દ બન્યો છે….જે ભ્રમમાં પડેલો છે તે ભ્રમિત……અસ્થિર જેવો.ભ્રાંતિ કે ખોટો ખ્યાલ…..ભોળવી કાઢેલો માણસ અેટલે ભ્રમિત……સાઘુ બાબાઓ ભોળવીને લોકોનો દુરુપયોગ કરે છે….ભ્રમિત કરીને……દુરુપયોગ કરે છે.તળપદી ગુજરાતીમાં ‘ ભોળવવો‘ શબ્દ જ વપરાય છે. સચ્ચાઇ જાણતા હોવા છતાં પોતાની જાતને છેતરવાનું કર્મ પેલાં સિનિયરો કરતાં હોય છે…..અને વૃઘ્ઘાશ્રમમાં ‘ મઝા‘ છે તેમ બોલે છે. અરીસો માણસનો સર્વશ્રેષ્ઠ મિત્ર છે કારણ કે તે જુઠુ નથી બોલતો અેવું કોમેડીયન ફીલોસોફર ચાર્લી ચેપલીન કહેતાં.
    અમૃત હઝારી.

    Liked by 2 people

  3. जाति व्यवस्था ए भ्रम नो ज प्रकार छे । एक जाति ते कोना थि उपर छे । ते ज विचारधारा थी टकि य रही छे । जो ते उपलि जाति साथे सरखावता होत तो जातीवाद खतम थइ गयो होत ।

    Liked by 1 person

  4. ખુબ જ સરસ રીતે Reality કહી છે. સત્ય જાણવુ અને સ્વીકારવુ બંને અલગ છે. અને તેથી જ કદાચ મોટા ભાગના લોકો ભ્રમ માં જીવવાનુ વધારે પસંદ કરે છે.

    Liked by 2 people

  5. મંદિર, મસ્જીદ કે ચર્ચ માં પઈસા આપીને સ્વર્ગ ની આશા રાખવી ઍ પણ ઍક ભ્રમ જ છે.
    ભ્રમરૂપી આશા નું પડ ચઢાવી ને આવી રીતે પુરું જીવન પસાર થઈ જાય છે.

    કાસીમ અબ્બાસ

    Liked by 1 person

  6. કેમ ભ્રમ્મણામાં ભૂલ્યો છે ભાન ધર્મ કરતો નથી
    કર્મના સિદ્ધાંતને માનો. ધ્યાન ધરતો નથી
    તારા અંતરમાં છાયુ અજ્ઞાન

    Like

    1. વહાલા અરવીન્દભાઈ,
      ‘ભ્રમની ભાઈબન્ધી’ લેખને આપશ્રીના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Like

  7. KHARU CHHE. ‘BHRAM NI BHAIBANDHI’ J SAMANYA MANUSHYONE NIRASHA NI GARTAMAN JATA ROKE CHHE.
    Nice article bringing forth the reality. Congrats to the writer & you, Shri Govindbhai for providing nice reading. — navin nagrecha, Pune.

    Liked by 1 person

  8. સરસ લેખ. માનવ મન અકલ્પનિય છે. કઈ ઘડીયે કયો વિચાર આવે એ કોઈ કળી શકતું નથી. માનવ મન ને પરખવાના દાવા તો ઘણા બધા લોકો કરતા આવ્યા છે. પરંતુ આજ સુધી કોઈએ સાચું પારખ્યું નથી. પારખી જવાની ભ્રમણામાં ઘણા રાચ્યા છે.
    આ લેખને મેન ફેસબૂક ના ‘આપણા અડ્ડા (ગુજરાતી) પર મુક્યો છે.

    ફિરોઝ ખાન
    ટોરોન્ટો, કેનેડા.

    Liked by 1 person

    1. વહાલા ખાનસાહેબ,
      ‘ભ્રમની ભાઈબન્ધી’ લેખને ‘ફેસબુક’ના ‘अपना adda’ ગૃપમાં શૅર કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Like

  9. ભ્રમ ભાંગવો અેટલે ‘ આંખ ખોલવી……‘ અંઘારા માંથી પ્રકાશમાં અાવવું…..Let there be light……‘ઊંડા અંઘારેથી પ્રભુ પરમ સત્યે તું લઇ જા.‘

    Like

  10. ભ્રમની ભાઇબંધી ના હોય, તેને તો મગજમાં પેસવા જ ના દેવાય !!!!!!!!!!!
    ભ્રમ એ મનની નબળાઇની સ્થિતિ છે. મનને મક્ક્મ રાખીએ તો ભ્રમ કે ભ્રામણ (વિધિ કરવાવાળા) આપણે ત્યાં આવવાની હિંમત ના કરી શકે. શું કહો છો?
    અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી,
    રોહિત દરજી” કર્મ”, હિંમતનગર

    Liked by 1 person

  11. દવે સાહેબનો લેખ ઘણો જ સચોટ છે. માનવીએ સુખ-ચેનથી રહેવું હોય તો પોતનાથી ઓછા સુખવાળા તથા વધુ દુખવાળાના ભ્રમમાં દિવસો વિતાવવા. પરંતુ ખરેખર તો પોતાની પરિસ્થિતિમાં જ મસ્ત રહી જીવનારની જીંદગી વધુ સુખમય બની રહે છે.

    Liked by 1 person

  12. अति सर्वत्र वर्जयेत । अति मात्रम् दोषाय । Everything in excess is poisonous.

    Liked by 1 person

Leave a comment