‘ગણપતી ઉત્સવ’ – બળે છે મારું કાળજું

‘ગણપતી ઉત્સવ’ – બળે છે મારું કાળજું

– સાંઈરામ દવે

હે મારા પ્રીય ગણપતીપ્રેમી ભકતો,

હું આજે તમને વૉટ્સએપ અને ઈ.મેલ કરવા બેઠો છું. તમારા સુધી કોઈક તો પહોંચાડશે જ એવી આશા સાથે. તમે લોકો છેલ્લાં ઘણાં વર્ષોથી ‘ગણપતી ઉત્સવ‘ ઉજવો છો એનાથી હું આમ તો ખુબ રાજી છું; પરન્તુ છેલ્લાં 10 વરસના ઑવરડોઝથી મારું કાળજું બળે છે. માટે જ આ લખવા પ્રેરાયો છું. તમને યાદ તો છે ને કે ઈ.સ. 14મી સદીમાં સન્ત મોર્ય ગોસાવીએ પુણે પાસે મોરગાવમાં મારું પ્રથમ મન્દીર ‘મોર્યેશ્વર‘ બનાવ્યું હતું. ત્યારથી લોકો ગણપતીબાપા મોર્યને બદલે ‘મોરીયા’ બોલતા થયા. તમે ભુલી ગયા કે મુગલો સામે હીન્દુત્વને એકઠું કરવા ઈ.સ. 1749માં શીવાજી મહારાજે કુળદેવતા તરીકે ગણપતીને સ્થાપી પુજા શરુ કરાવી. તમને યાદ જ હશે કે ઈ.સ. 1893માં બાળ ગંગાધર તીલકે મુમ્બઈના ગીરગાંવમાં સાર્વજનીક ગણેશ ઉત્સવથી અંગ્રેજો સામે ભારતને સંગઠીત કરવા આ ઉત્સવને ગરીમા બક્ષી. વળી, પુણેમાં દગડુ શેઠે ઘરમાં મારી પધરામણી કરાવી, ત્યારથી દગડુશેઠ તરીકે મને પ્રસીદ્ધી મળી.

મારા આ ઉત્સવ સાથે ભારતને એક કરીને જગાડવાના કામના શ્રી ગણેશ ટીળકજીએ માંડ્યા’તા; પણ તમે લોકોએ હવે મારો તમાશો કરી નાંખ્યો છે. અરે યાર, શેરીએ–શેરીએ ગણપતીની પધરામણી કરો છો, તમારી શ્રદ્ધાને વન્દન; પરન્તુ એકબીજાને બતાવી દેવા, સ્પર્ધા કરવા? તમે લોકો તો મારા નામે ‘શક્તી–પ્રદર્શન‘ કરવા લાગ્યા છો. આ ઉત્સવથી ભારતનું ભલું થાય એમ હતું. એટલે આજ સુધી મેં આ બધું ચાલવા દીધું છે. આ ગણપતી ઉત્સવનો સોસાયટીઓની ડૅકોરેશન કે જમણવારની હરીફાઈઓ માટે હરગીજ નથી. જેમને ખુરશી સીવાય બીજા એક પણ દેવતા સાથે લેવા–દેવા નથી તેઓ મારા ઉત્સવો શા માટે ઉજવી રહ્યા છે? આઈ એમ હર્ટ પ્લીઝ, મારા વહાલા ભકતો, સમ્પતીનો આ વ્યય મારાથી જોવાતો નથી.

આખા દેશમાં ગણપતી ઉત્સવ દરમ્યાન અગરબત્તીની દુકાનમાં લાઈન, મીઠાઈની દુકાનમાં લાઈન, ફુલવાળાને ત્યાં લાઈન અરે યાર, આ બધું શું જરુરી છે? માર્કેટની ડીમાન્ડને પહોંચી વળવા નકલી દુધ કે માવાની મીઠાઈઓ ડેરીવાળા પબ્લીકને ભટકાવે છે અને પબ્લીક મને પધરાવે છે. હવે મારે ઈ ડુપ્લીકેટ લાડુ ખાઈને આશીર્વાદ કોને આપવા અને શ્રાપ કોને આપવા, કહો મને?

શ્રદ્ધાના આ અતીરેકથી હું ફ્રસ્ટ્રેટ થઈ ગયો છું. એક ગામ કે શહેરમાં 50 કે 100 ગણપતી ઉજવાય એના કરતાં આખું ગામ કે શહેર કે બધી સોસાયટીઓ ભેગા મળીને એક ગણપતી ઉજવો તો સંત મોર્ય ગોસાવીનો, બાળ ગંગાધર ટીળકનો કે દગડુશેઠ અને શીવાજી મહારાજનો હેતુ સાર્થક થશે અને હું પણ રાજી..

હે… વહાલા ગણેશભકતો, હું તમારું ઍન્ટરટેઈનમેન્ટ નથી, હું તમારા દરેક શુભ કાર્યની શરુઆતનો નીમીત્ત છું, અને તમે મારા ઉત્સવોથી મને જ ગોટે ચડાવી દીધો છે. હું દરેક ભક્તની વાત અને સુખ–દુઃખને ‘સાગરપેટો‘ બનીને સાચવી શકું તે માટે મેં મોટું પેટ રાખ્યું છે; પરન્તુ તમે તો મોટા પેટનું કારણ ભુખ સમજીને મારા નામે તમે લોકો લાડવા દાબવા માંડ્યા. મેં મોટા કાન રાખ્યા જેથી હું દરેક ભકતની ઝીણામાં ઝીણી વાત પણ સાંભળી શકું; પરન્તુ તમે લોકો તો 40000 વૉટની ડી. જે. સીસ્ટમ લગાડીને મારા કાન પકાવવા લાગ્યા છો. મેં ઝીણી આંખો રાખી જેથી હું ઝીણા ભ્રષ્ટાચાર કે અનીષ્ટને પણ જોઈ શકું; પરન્તુ તમે તો તે ભ્રષ્ટાચારીઓ પાસેથી જ ફાળો ઉઘરાવાને મારી આરતી ઉતરાવો છો.

નવરાત્રીને તો તમે અભડાવી નાખી, હવે ગણેશ ઉત્સવને ડાન્સ કે ડીસ્કો પાર્ટી ન બનાવો તો સારું. માતાજીએ તમને માફ કર્યા હશે; પણ મને ગુસ્સો આવશે ને તો સુંઢભેગા સાગમટે પાડી દઈશ. ઈટસ અ વોર્નીંગ. કંઈક તો વીચાર કરો. ચીક્કાર દારુ પીને મારી યાત્રામાં ડીસ્કો કરતાં તમને શરમ નથી આવતી? વ્યસનીઓએ ગણપતીબાપા મોરીયા નહીં; પણ ગણપતીબાપા નો–રીયા બોલવું જોઈએ.

કરોડો રુપીયામાં મારા ઘરેણાંની હરાજી કરી લેવાથી હું પ્રસન્ન થઈ જાઉં એમ? હું કાંઈ ફુલણશી છું કે લાખોની મેદની જોઈને હરખઘેલો થઈ જાઉં? અરે, મારા ચરણે એક લાખ ભકતો ભલે ન આવે; પણ એકાદ સાચો ભકત દીલમાં સાચી શ્રદ્ધા લઈને આવશે ને તો ય હું રાજી થઈ જઈશ. લાડુના ઢગલા મારી સામે કરીને અન્નનો અતીરેક કરવા કરતાં ઝુંપડપટ્ટીના કોઈ ભુખ્યા બાળકને જમાડી દો, મને પહોંચી જશે. મારા નામે આ દેખાડો થોડો ઓછો કરો. વહાલા ભક્તો, જે દરીયાએ અનેક ઔષધીઓ અને સમ્પત્તી તમને આપી છે એમાં જ મને પધરાવી દઈને પર્યાવરણનો કચ્ચરઘાણ વાળતાં સહેજ પણ વીચાર નથી કરતાં? ઈકોફ્રેન્ડલી ગણપતી બનાવવામાં તમને વાંધો શું છે? મારું વીસર્જન પણ કોઈ ગરીબના ઝુંપડાનું અજવાળું થાય એવું ન કરી શકો?

આ ગણપતી ઉત્સવે મારી છેલ્લી એક વાત માનશો? મારા નામે દાન કરવાની નક્કી કરેલી રકમનો એક નાનકડા ભાગથી કોઈ ગરીબનાં છોકરા–છોકરીની સ્કુલની ફી ભરી દો તો મારું અન્તર રાજી થશે. આ સમ્પત્તીનો વીવેકપુર્વક ઉપયોગ કરો. ભારતમાં જન્મેલો પ્રત્યેક નાગરીક આ ગણપતી ઉત્સવે ભારતને વફાદાર રહેવાના સોગંદ લે અને ભારતનો દરેક યુવાન, માવા, ફાકી, ગુટખા, દારુ અને તીનપત્તીમાંથી બહાર નીકળવાની કસમ ખાય અને દરેક દીકરીઓ ફેશનના સફોકેશનમાંથી બહાર નીકળવાની પ્રતીજ્ઞા લે તો જ આવતા વર્ષે આવીશ. બાકી મારા નામે છુટા પાડવાનું છેતરવાનું અને દેવી–દેવતાઓને ઈમોશનલી બ્લેક મેઈલીંગ કરવાનું બન્ધ કરો.

કદાચ છેલ્લીવાર ભારત આવેલો તમારો જ,

લી. ગણેશ

મહાદેવકૈલાશ પર્વત, સ્વર્ગલોકની બાજુમાં.

લેખક સમ્પર્ક :  

શ્રી. સાંઈરામ દવેલોક સાહીત્યકાર અને હાસ્યકલાકાર

સેલફોન : 97277 18950  ઈ.મેલ : sairamdave@gmail.com

અકીલા ન્યુઝ.કોમ દૈનીકમાં તા. 02 સપ્ટેમ્બર, 2014ના રોજ અંકમાં પ્રકાશીત થયેલો એમનો આ લેખ.. લેખકશ્રીના અને ‘અકીલા ન્યુઝ.કોમ’  દૈનીકના સૌજન્યથી સાભાર…

 અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ : govindmaru@gmail.com

પ્રુફવાચન :  ઉત્તમ ગજ્જર     મેઈલ : uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 18–08–2017

 

 

23 Comments

      1. પ્રાચીન કાળના ચીન્તકોએ સમાજમાં સુવ્યવસ્થા સ્થાપવા તથા તેને ટકાવવાના શુભ હેતુથી ઈશ્વર અને સ્વર્ગના ખ્યાલનો પ્રચાર કરીને બહુજન સમાજમાં સદ્ગુણઓ સ્થાપવાનો પ્રયત્ન કર્યો છે. આ તો બાળકને ચૉકલેટની લાલચ આપીને ઘરકામ કરાવી લેવા જેવો ઉપાય થયો. ઉદ્દેશ સારો પરન્તુ રીત ખોટી.
        દુનીયામાં નાસ્તીકો કરતાં આસ્તીકોની સંખ્યા ઘણી વધારે હોવા છતાં ઈશ્વર અને સ્વર્ગનો ખ્યાલ માનવીમાં સદ્ગુણઓ સ્થાપવામાં નીશ્ફળ ગયો છે તે બતાવે છે કે ઉદ્દેશ ગમે તેટલો સારો હોય પરન્તુ જો રીત ખોટી હોય તો કાર્ય સાધી શકાતું નથી.

        Liked by 2 people

  1. સરસ માહિતી ભરેલો લેખ….

    આજે જે લોકો ગણપતિ કે બીજા અન્ય તીયોહાર ના ઢોલ પિટાવે છે… એમાંથી કેટલા ને તીયોહાર નો ઇતિહાસ ખબર હશે?

    તીયોહાર મનાવવા માં ના નથી પરંતુ એનો ઇતિહાસ અને એનું મુખ્ય કારણ સમજવું જરૂરી છે. ગણપતિ ઉત્સવ એક સંગઠન માટે નો તીયોહાર છે પરંતુ આજે તો સ્નગઠન સિવાય બીજું બધું જ જોવા મળે છે….

    ખાસ, આ લેખ ભારત ની ગલી ગલી ઓ માં પ્રસિદ્ધ થાય…..

    Liked by 1 person

  2. વાહ વાહ જોરદાર હો આ હવે સુ થાય સ કે લોકો એ ધાર્મિક તહેવારો મોજમજા માટે ગોઠવ્યા છે એમ સમજે છે એમ કરે પણ છે મંદિરે પણ ફરવા જવા ના બહાને જાય છે અલ્યા ભઈ ફરવા ને મોજમજા ની જગ્યા ક્યાં થોડી છે લ્યાં કંઇક સુધારો હવે તો સારું છે બાકી હવે તો ધરમ બરમ નેય dj bije થી ફેશનેબલ બનાવવા માંડ્યા છો તે મારા બેટા સમજતા કશું નથી બસ આવો અમારો તો ધરમ છે ભાઈ સુધરો હવે

    Liked by 1 person

  3. Samajik sudhara mate saras suchan parantu fari pachhu lakho chho ke gam ke maholla ke saher dith ek ganesh sthapva joiye evat koi rational vyakti ne magaj ma utre evi nathi karan ke je rite kahevata ganesh nu sarjan thayu te vat sambhali ne maru manav man dubhai chhe .

    Liked by 1 person

    1. આપશ્રીના બ્લોગ ‘RKD-रंग कसुंबल डायरो’ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..

      Liked by 1 person

  4. “નવરાત્રીને તો તમે અભડાવી નાખી, હવે ગણેશ ઉત્સવને ડાન્સ કે ડીસ્કો પાર્ટી ન બનાવો તો સારું. માતાજીએ તમને માફ કર્યા હશે; પણ મને ગુસ્સો આવશે ને તો સુંઢભેગા સાગમટે પાડી દઈશ. ઈટસ અ વોર્નીંગ. કંઈક તો વીચાર કરો. ચીક્કાર દારુ પીને મારી યાત્રામાં ડીસ્કો કરતાં તમને શરમ નથી આવતી? વ્યસનીઓએ ગણપતીબાપા મોરીયા નહીં; પણ ગણપતીબાપા ‘નો–રીયા‘ બોલવું જોઈએ.”
    સરસ લેખ, પણ ગણપતીની દેવ તરીકેની કલ્પનાને સ્વીકારી લીધી છે, એનો કંઈક ખુલાસો ક્યાંક કર્યો હોત તો!!
    ભાઈ શ્રી. વીક્રમભાઈ દલાલની વાત ગમી.

    Liked by 1 person

  5. Very Nice and we are agree ,Jai Ganpati Bappa
    very informative articals but this only for best of one , who will accept?
    we sure with you

    Liked by 1 person

  6. આ લેખનો વિષય ઘણા વરસોથી ચર્ચામાં છે.
    અેણે ઘણા ઘણા રંગો બદલ્યા છે.
    દરેક ઘર્મના તાકાતવર, બળવાન, મક્કમ,ફોલોઅર દરેક સૈકામાં તે તે સમયના વાતાવરણમાં રહીને ‘ પોતાની ભક્તિને અમલમાં મુકે છે.‘ અેક અેવો સમય હતો ત્યારે ભારતમાં સર્વઘર્મ સહાનુભૂતિવાળો હતો. અને તે સમયે સમયે જુદા જુદા રુપો બદલતા બદલતા ૨૦૧૭ની સાલ આવી ગઇ છે. હિન્દુઓ કે મુસલમાનો……દિવસે દિવસે વઘુ ઘર્માંઘ જેવા થતા ગયા. ૨૦૧૭ ના વરસના સામાજીક, વહેવારિક, પોલીટીકલ, કૌટુંબિક , અૌઘ્યોગીક, ટેકનીકલ, ફેશન, ના ફેરફારો કે જેનું પ્રાઘાન્ય છે તેની અસર વર્તાય છે. આ ફેરફારો અેટલાં તો મજબુત હોય છે કે તેમાં વાતોથી કોઇ સુઘારા શક્ય નથી. અરે હું જ્યારે મારી પોતાની જીંદગીને જોઉં છું ત્યારે સમયે સમયે મારી જીંદગીમાં થયેલાં ફેરફારો જે રીતે થયેલાં છે તે રીવર્સીબલ નથી. ઘર્માંઘતા પણ ખૂબ વઘી છે. સરકાર પણ તેમાં માથુ મારી શકતી નથી.
    ચર્ચા માટે સુંદર વિષય છે.
    ગણપતિ ઉત્સવ કેવા કારણથી શરુ કરવામાં આવેલો તે જો કે આજે પણ સફળ છે. અેકતા જરુરથી મળી છે.
    ઘોંઘાટ વઘ્યો છે.
    અને મુખ્યત્વે બે ઘર્મો જ આ વિષયે નમતુ જોખવા નથી માંગતા.
    લેખની લખાણપઘ્ઘતિ જુદી છે….ડાયલોગ…..બાકી થીમ તો ચવાઇ ગયેલો છે……અને ાાજ સુઘી સુઘારા કરતાં જેને અાપણે બગાડો કહીઅે છીઅે તે થઇ રહ્યો છે…કારણ કે આપણું મગજ જુના વિચારોથી ચાલે છે. આપણે સિનિયર હોઇઅે ત્યારે પણ જો જીવતાં હોઇઅે તો ૨૦૧૭ના વરસમાં જીવવું જોઇઅે……..
    ચર્ચા માટે જ….જ…જ…મારા વિચારો ખુલ્લા મુક્યા છે……
    આભાર….
    અમૃત હઝારી.

    Liked by 1 person

  7. I request this popular artist —Shri Sai Ram— to write a similar article about the new Matajis being born in Gujarat every year — like Santoshi Mata or Vaibhav Laxmi Mata or this Mata or that Mataji. — –Subodh Shah — USA.

    Liked by 1 person

  8. my salute to author for very thought provoking article with realistic observation of ground reality. Please forward this article to all your contact as it is high time to rethink ,redo and re engineer our way of worshiping god which fit to social reform and prevent commercialization of GOD.

    Liked by 1 person

  9. નવરાત્રી ઉત્સવ અને ગણેશોત્સવની ધાર્મિકતા વિસરાઈ ગઈ છે અને બિન જરૂરી દેખાડો વધી રહ્યો છે. હાસ્યકાર સાંઈ રામની લાલબત્તી વખતસરની છે. એમના વિચારોને વિચારીને અમલ કરવા જેવા છે.

    Liked by 1 person

  10. The article is accurate and is published just in time. As if this celebration is not enough now I am watching celebration of MAHASHIVRATRI WHICH ARE NOW CELEBRATED IN streets and open spaces of CITIES AND BIG TOWNS..

    THIS IS CRAZY AND DO NOT KNOW WHERE IT WILL LEAD THE SOCIETY.

    LET THIS BE NOTED THAT SUCH CELEBRATION SHOULD BE CELEBRATED IN TEMPLES AND NOT AS EXHIBITION ON THE STREETS

    Liked by 1 person

  11. Reblogged this on and commented:
    શ્રી ગોવિંદ ભાઈ, સુંદર લેખ ! મારાં બ્લોગ ઉપર રી-બ્લોગ કરુ છું આભાર !

    Like

  12. સઘળા મુદ્દાઓ આવરી લેતો ખુબ સુંદર મનનીય અને અમલમાં મુકવા જેવો લેખ.
    પહેલા ગામોમાં ભાગ્યે જ ઉજવાતી ” ઘોઘાટ -બગાડ ચોથ” હવે તો ફળયાવાર અને જાતિવાર ઉજવાવા લાગી છે.
    આજ સમય શક્તિ સમ્પ્ત્તી અને શાન આ મૂર્તિઓ પાછળ વેડફવાના બદલે ગરીબવર્ગ અને જ્રુરીયાતમદ લોકોના નિવાસો બનાવવામાં કે તેવા બાળકોને ભણાવવામાં ઉપયોગ કરો તો કેવું રૂડું ??
    ન્યુઝ્પેપર વાળા ફળીયાવાર અને ગામેગામના મૂર્તિઓના અને “ઘોઘાટ -બગાડ ચોથ” સમિતિના પ્રમુખોના ફોતાઓ છાપી છાપીને શું મેળવતા હશે.????

    Liked by 1 person

Leave a comment