સ્ત્રી છો એટલે : કુછ પાને કે લીયે કુછ દીખાના જરુરી હૈ?

સ્ત્રી છો એટલે : કુછ પાને કે લીયે
કુછ દીખાના જરુરી હૈ?

– કામીની સંઘવી

એક યુવા મીત્રએ શેર કરેલો એક કીસ્સો : એન્જીન્યરીંગના સ્ટુડન્ટને તેના સેલફોનમાં સ્ક્રીનગાર્ડ કવર લગાવવું હતું, એટલે તે એક જાણીતા સેલફોન કમ્પનીના સર્વીસ સેન્ટરમાં ગયો. હજુ તો ત્યાંના શૉપકીપર સાથે વાત કરતો હતો, ત્યાં લેટેસ્ટ ડીઝાઈનના વસ્ત્રો પરીધાન કરીને ત્રણ કૉલેજ ગર્લ્સ આવી. ત્રણેય કન્યાનો લુક આંખ ઠરે તેવો હતો. કદાચ તેમને જોઈને કોઈ છોકરાની દીલની ધડકન પણ વધી જાય! પેલા કૉલેજીયન છોકરાની જેમ બીજા પણ બે ત્રણ કસ્ટમર તે સર્વીસ સેન્ટરમાં હતા; પણ તે બધાંને અવગણીને પેલી છોકરીઓ પોતે જ આ સેન્ટરમાં પધારનાર પહેલી વ્યક્તી હોય તેમ સીધી જ દુકાનદાર સાથે વાત કરવા લાગી.. ત્રણેય છોકરીઓએ મધમીઠા અવાજે શરુઆત કરી. અમારે સેલફોનમાં કવર લગાવવું છે. કવર દેખાડશો? અને પેલા સર્વીસ સેન્ટરના ત્રણેય ઍટેન્ડન્ટ પણ બીજા બધાં કસ્ટમરને ભુલીને પેલી છોકરીઓ એક્સટ્રીમ ઈમરજન્સીમાં હોય, તેમ તેમને ટ્રીટ કરવા લાગ્યા.. કયું કવર સારું, કયો કલર સારો લાગે, કેટલી ગેરેન્ટી મળે, પાણીમાં પડે તો સેલફોન ડેમેજ થાય, કેટલાં પરસેન્ટ ડીસ્કાઉન્ટ મળે કે કેમ તેવા અગણીત કામના કે નકામા સવાલ જવાબની રમત ચાલુ થઈ ગઈ. સાથે સાથે તેમનું કામ પણ થવા લાગ્યું. ફટાફટ સેલકવર્સ બોકસમાંથી ખુલી ખુલીને કાઉન્ટર પર ઠલવાયા. અને પેલી ત્રણેય છોકરીઓના સેલફોનમાં લગાવવાનું શરુ થઈ ગયું. અન્તે પેલો એન્જીન્યીરીંગ સ્ટુડન્ડ કંટાળ્યો. તેણે જરા કડક અવાજે કહ્યું કે, ભાઈ હું આ બધી છોકરીઓ આવી તે પહેલાં આવ્યો હતો. તો જરા મારો પ્રૉબ્લેમ પણ સાંભળો. જવાબમાં પેલા દુકાનદારે કહી દીધું વાર લાગશે ઉતાવળ હોય તો પછી આવ જો.

એક વાત ગમે તેટલાં લોકો નકારે પણ હકીકત એ છે કે સારી–સુન્દર દેખાતી છોકરીઓ કે સ્ત્રીઓને જોઈને પુરુષ તેની સાથે વાત કરવા આકર્ષાય છે. સહજ કહો કે નૈસર્ગીક કહો; પણ પુરુષ સુન્દર–સારા ફીગરવાળી સ્ત્રીને જોઈને તેની સાથે વાત કરવા–તેના સમ્પર્કમાં કે તેની ગુડબુકમાં આવવાનો મોકો છોડતો નથી. તેથી વધારે ફાયદો મળે તો પણ તે લાભ કે તક ગુમાવતો નથી. અને હવે તે હકીકત આજની વામા પણ જાણતી થઈ છે એટલે તે યેનકેન પ્રકારે પોતે સ્ત્રી છે તે બાબતનો ફાયદો ઉઠાવતા શીખી છે. આજકાલ આવા અનેક કીસ્સા જોવા કે સાંભળવા મળે છે જેમાં છોકરીઓ પોતે છોકરી છે અને માટે ઘણો ફાયદો મળી શકે તેમ છે તે જાણી–સમજીને ગમે તે પરીસ્થીતીમાં પોતાનો રસ્તો કાઢવામાં સામેવાળી વ્યક્તી પુરુષ છે તેથી તેની સાથે લટુડા–પટુડા કરીને તેનો ફાયદો ઉઠવવાનો મોકો છોડતી નથી. કોઈ કહેશે કે તેમાં ખોટું શું છે? સ્ત્રી થોડી કહે છે કે હું સ્ત્રી છું એટલે તમે મને વધારે મહત્વ આપો? કે હું બ્યુટીફુલ છું એટલે મારી પાછળ ભમો? એ તો પુરુષની વૃત્તી તેવી છે કે તે બ્યુટીફુલ છોકરીઓથી આકર્ષાયને ફુલ પર ભમરો ભમે તેમ ભમવા આવી જાય છે; પણ જો આજે આ નવા મીલેનીયમમાં આપણે બધામાં જ સ્ત્રી હકની, સ્ત્રી સ્વતન્ત્રતા કે સમાનતાની વાત કરતા હોઈએ તો પછી આ બાબતમાં કેમ આપણે સ્ત્રી થઈને તેવો આગ્રહ નથી રાખતા? કેમ આપણે સ્ત્રી છીએ એટલે તેનો ફાયદો ઉઠાવવાનો શોર્ટકટ શોધીએ છીએ? આમ તો આપણે સ્પેસમાં વીહરવાની વાત કરીએ છીએ. અમને એટલે કે સ્ત્રીને પણ પુરુષની જેમ સમાન હકો મળવા જોઈએ. સમાન એડ્યુકેશન, સમાન ઉછેર અને સમાન તકની વાત કરવામાં આપણે પાછા પડતા નથી, તો સમાન વ્યવહાર પણ કેમ નહીં? કે પછી આપણી સમાનતા કે આપણા સમાનતાના ધોરણો ખોખલા છે? જ્યારે જરુર પડે ત્યારે સ્ત્રી હોવાનો જેટલો ફાયદો મળે તેટલો ઉઠાવી લેવાનો અને જ્યાં દાળ ના ગળે ત્યાં સમાનતાના જાપ જપવાના? સોરી ટુ સે, જો તમે આવું કરતા હોવ એટલે કે જ્યાં જરુર પડે ત્યારે સ્ત્રી હોવાની હકીકતનો ફાયદો ઉઠાવતા હોવ તો તમને હક નથી કે તમે સમાનતાની વાત કરો. સમાનતાની પહેલી શરત બધા જ વ્યવહારમાં સમાનતા પ્રયોજવી–આચરવી તે છે; પણ ના આપણે તેમ ઈચ્છતા નથી. આપણને સગવડીયો ધર્મ ફાવે છે કે કોઠે પડી ગયો છે. કહો કે પરીસ્થીતીનો ફાયદો ઉઠવવાનું ગમે છે.

સ્ત્રી થઈને તમે સ્ત્રી હોવાનો ફાયદો એક પરીસ્થીતમાં ઉઠાવશો કે તેવો પ્રયત્ન કરશો તો જરુર બીજા પણ એટલે કે પુરુષ પણ તે બાબતનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરશે જ. તેનુ એક એક્ઝામ્પલ. સાઉથ સુપર સ્ટાર એક્ટર કમલા હસનની સાયલન્ટ ફીલ્મ ‘પુષ્પક’માં એક દૃશ્ય ફીલ્માવાયું છે. ચાલી જેવી બીલ્ડીંગની ગેલેરીમાં એક ઘાટણ સફાઈ કરી રહી છે. તેણે ટીપીકલ નવવારી મહારાષ્ટ્રીયન સાડી પહેરી છે. તેના સાડલાનો છેડો તેણે એવી રીતે ખોસ્યો છે કે તેના બ્લાઉઝમાંથી તેની ક્લીવેઈજ દેખાય. એક મીડલએઈજ્ડ અંકલ ટાઈપ પુરુષ ગેલેરીમાં ઉભો ઉભો સ્મૉક કરી રહ્યો છે. પેલી ઘાટણ કચરો વાળે છે અને વાંકી વળે છે એટલે તેની ક્લીવેઈજ વધુ સ્પષ્ટ બને છે. પેલા અંકલ સીગારેટની રાખ જાણી જોઈને ફરસ પર ખેરવે છે. અને પેલીને ત્યાં ઝાડુ મારવા કહે છે. સૉરી કહેતા નથી ઈશારો કરે છે. કારણ કે ફીલ્મ તો સાયલન્ટ હતી. પુરુષના મનનું બહુ આબાદ ચીત્રણ તે નાનકડાં એક બે મીનીટના દૃશ્યમાં બરાબર ઝીલાયું છે. બસ દેખના હે દીખાનેવાલા ચાહીયે. પુરુષ સારો છે ખરાબ છે તેવું અનેકવાર કહી ચુકાયું છે; પણ તે વાત કેટલી સ્ત્રીઓ સ્વીકારે છે કે પુરુષને છુટો દોર આપવામાં કે તેમને પોતાના ભણી લલચાવવામાં સ્ત્રીઓનો ફાળો પણ હોય છે? કદાચ સ્ત્રીને જોઈને લટુડા પટુડા થતા પુરુષો જેટલો જ વાંક તેમને તેવા મોકો પુરા પાડવા માટે સ્ત્રીઓ પણ જીમ્મેદાર છે?

હક અને ફરજ એક સીક્કાની બે બાજુ જેવા છે તેમ સમાનતા અને સ્વતન્ત્રતા પણ સીક્કાની બે બાજુ જેવા છે. એ તો તમારા પર જ નીર્ભર રહે છે કે તમે સીક્કાની કંઈ બાજુને મહત્ત્વ આપો છો. એક યુવા છોકરીએ તેની સાથીનો કીસ્સો કહ્યો. કૉલેજના સમર વેકેશનમાં એમ.એસસી.ની બે ગર્લસ્ટુડન્ટને એક સારા સ્પેસ સેન્ટરમાં ઈન્ટર્નશીપ કરવાનો મોકો મળ્યો. રીસર્ચ સેન્ટરમાં આ બન્ને છોકરીઓના ગાઈડ તરીકે પીએચ.ડી. કરીને હજુ નવા જ દાખલ થયેલાં બે મેઈલ એમ્પલોયીની નીચે આ છોકરીઓની ઈન્ટર્ન તરીકે ગાઈડ કરવાની અને શીખવાની જવાબદારી સોંપવામાં આવી. બન્ને છોકરીઓ પોતાના ઘરેથી તૈયાર થઈને નીકળતી હતી, ત્યારે એક છોકરીએ જોયું કે તેની ફ્રેન્ડના ટ્યુનીકની નેકલાઈન થોડી વધારે લૉ છે. એટલે બીજી છોકરીએ તેને સજેસ્ટ કર્યું કે તે બીજું કશું પહેરી લે, આજે ટ્રેઈનીંગનો પહેલો દીવસ છે અને આવો ડ્રેસ પહેરીને જઈએ તો કદાચ ખરાબ ઈમ્પ્રેશન પડે. તેના જવાબમાં પેલી મોર્ડન ગર્લ બોલી, ‘લે છોકરી હોવાનો ફાયદો મળતો હોય તો કેમ ન ઉઠાવવો? થોડું દેખાડીને કામ થતું હોય તો શું વાંધો છે?’

સમાનતામાં શોર્ટકટ કયાં આવ્યો? પણ કદાચ આ નવા મીલેનીયમની નવી શોધ છે. કદાચ આટલાં વર્ષોથી પુરુષ સ્ત્રીના સ્ત્રીહોવાપણાંનો ફાયદો ઉઠાવતો આવ્યો છે તે જ રાહ પર હવે, સ્ત્રી જાતે જ સ્ત્રીહોવાપણાંનો ફાયદો ઉઠાવી રહી છે. બન્ને વાતમાં હકીકતમાં અપમાન કહો કે અવગણના તે તો સ્ત્રી માનવ અસ્વીકારની જ છે. સ્ત્રી બનવું કે પુરુષ બનવું તે નક્કી કરનાર તો કુદરત છે; પણ તમે કેવા સ્ત્રી કે પુરુષ બનશો તે તો તમારા જ હાથમાં છે. એટલે કશે પણ સ્ત્રી હોવાનો ફાયદો ઉઠાવવો કે સામાવાળાને તમારા સ્ત્રી હોવાપણાનો ફાયદો ઉઠાવવાની તક આપો તો હાર તો તમારી એક માનવ તરીકેની છે જ. જો તમે તમારું કામ કઢાવવા માટે તમારું માનવપણું પડતું મુકીને સ્ત્રીતત્વને આગળ કરતા હોવ તો તમારી એક સ્ત્રી તરીકે હાર જ હાર છે; કારણ કે આખરે કુદરતે તમને સ્ત્રી બનવાની તક આપી છે તેની સાથે સારા માનવ બનવવાની જીમ્મેદારી પણ સોંપી છે. તો તમારે માત્ર સ્ત્રી બની રહેવું છે કે માનવ પણ બનવું છે? બૉલ ઈઝ ઈન યોર કોર્ટ. તમારે કેવી સ્ત્રી બનવું છે સમાનતાની વાત કરતી કે સમાનતાનું આચરણ કરતી?

રેડ ચીલી

Women always worry about the things that men forget; men always worry about the things women remember. 

– Marjorie Kinnan Rawlings

– કામીની સંઘવી

‘મુંબઈ સમાચાર’ દૈનીક, મુમ્બઈ તા. 31 મે, 2014ની ‘લાડકી’ પુર્તીમાં, પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘દીલ કે ઝરોખોં સે’માં પ્રગટ થયેલો એમનો આ લેખ, લેખીકાના અને ‘મુમ્બઈ સમાચાર’ના સૌજન્યથી સાભાર…

લેખીકા સમ્પર્ક :

કામીની સંધવી, D-804, New Suncity, Aptt., B/H. Bhulka Bhavan School, Anand Mahal Road, Adajan, Surat – 395 009 સેલફોન : 94271-39563 ઈ.મેઈલ : kaminiparikh25@yahoo.in  આ લેખ, કામીનીબહેનની પરવાનગીથી સાભાર…

 

16 Comments

 1. સ્ત્રી બનવું કે પુરુષ બનવું તે નક્કી કરનાર તો કુદરત છે; પણ તમે કેવા સ્ત્રી કે પુરુષ બનશો તે તો તમારા જ હાથમાં છે. એટલે કશે પણ સ્ત્રી હોવાનો ફાયદો ઉઠાવવો કે સામાવાળાને તમારા સ્ત્રી હોવાપણાનો ફાયદો ઉઠાવવાની તક આપો તો હાર તો તમારી એક માનવ તરીકેની છે જ. જો તમે તમારું કામ કઢાવવા માટે તમારું માનવપણું પડતું મુકીને સ્ત્રીતત્વને આગળ કરતા હોવ તો તમારી એક સ્ત્રી તરીકે હાર જ હાર છે; કારણ કે આખરે કુદરતે તમને સ્ત્રી બનવાની તક આપી છે તેની સાથે સારા માનવ બનવવાની જીમ્મેદારી પણ સોંપી છે. તો તમારે માત્ર સ્ત્રી બની રહેવું છે કે માનવ પણ બનવું છે? બૉલ ઈઝ ઈન યોર કોર્ટ. તમારે કેવી સ્ત્રી બનવું છે સમાનતાની વાત કરતી કે સમાનતાનું આચરણ કરતી? Very true

  Liked by 1 person

 2. રેલવેની ટીકીટ-બારી પર કે વીજળીનું બીલ ભરવા માટે મહીલાઓની અલગ લાઈન શા માટે? વળી ટ્રેન કે બસમાં સ્ત્રીઓ માટે આરક્ષીત બેઠકો શા માટે? બસમાં 80 વરસનો વૃદ્ધ ઉભો રહે અને 18 વરસની કૉલેજ-કન્યા બેસે તે સમાજને શોભતું નથી.

  Liked by 1 person

 3. Ye to sadiyon se hota aaya hai !Beauty always attract the human eyes,whether man or woman.And many ones knowingly exploit the other sex.Yuo are talking about ideal…but it will be negligible in numbers.

  Liked by 1 person

 4. It is a very nice and thoughtful article. Either men or women should not take advantage of their gender. We all should follow rules and regulations.

  I have been living in USA since 1977. Here all people try sincerely to follow rules in public life. Indians are way behind in this respect. We can always learn.

  Thanks,

  Pradeep H. Desai

  USA

  Liked by 1 person

 5. Nice સ્ત્રી પુરુષ સ્વભાવ થી ગુણો થી કુદરતી રીતે ભિન્ન છે એવાત સ્ત્રી સમાનતા ના વિચારકો એ સ્વીકારવી પડશે એટલે અમુક બાબતો તો કુદરતી હોય સ્વીકારવી રહી

  Liked by 1 person

 6. સરસ. બઘુ જ સરસ ડીસ્કસ થયું છે. આખો લેખ સામાન્ય જીવનમાં થતાં બનાવોને સમજીને ડીસ્કસ કરીને લખાયો છે. બાલિકા કે છોકરી જ્યારે સ્ત્રીત્વ પ્રાપ્ત કરે છે તે ઉમર તેના શરીરમાં થતાં શારિરિક ફેરફારો અને મગજમાં થતાં માનસિક ફેરફારોને તેના બીહેવીઅરમાં બતાવે છે. આ ફેરફારો સેક્ષ હોરમોન્સને લીઘે થાય છે. સ્ત્રીને તે હોરમોન્સની અસર દેખાવડા તંદુરસ્ત પુરુષ તરફ આકર્ષણ વઘે છે. બાલક કે છોકરો જ્યારે પુખ્તવયનો થાય છે ત્યારે તેને સેક્ષ હોરમોન્સની અસર હેઠળ સ્ત્રી તરફ કુદરતી રીતે આકર્ષણ થાય છે. છોકરી કે છોકરો જ્યારે તમના પોતાના હોરમોન્સની અસર હેઠળ અેકબીજાનો સંગ ઇચ્છે તે અેટલું તો કુદરતી હોય છે કે બન્ને જો પોતાના મગજ ઉપર કાબુ રાખી ના છકે તો…બળાત્કારના કેસ બની જાય…બળાત્કાર બનને તરફથી થઇ છકે…સ્ત્રી કે પુરુષ….આ હોરમોન્સની શક્તિ અેટલી તો તિવ્ર હોય છે કે જેટ વિમાનની ઉડાણ કરતી વખતે વપરાતી શક્તિ કરતાં પણ વઘુ. ટૂંકમાં જે સ્ત્રી પોતાના સ્ત્રીત્વને ઉઘાડુ પાડીને તેનો પુરુષ તરફથી ગેરલાભ ઉઠાવે તે ખોટુ છે. મશક્યુલર અને હેન્ડસમ પુરુષ પણ તેના શરીરનો દુરુપયોગ કરી શકે છે. કુદરતી રીતે આ પૃથ્વિ ઉપર જન્મેલા બઘા જ જીવ ફક્ત ત્રણ કર્મો માટે જ જન્મેલાં છે. જન્મ…પુખ્ત બનવું….( ખાવું..પીવું…પુખ્ત બનવું. ) અને પ્રજનન કરવું. અનર મરી જવું. માણસે બુઘ્ઘિને વિકાસ કરીને જેને આપણે માણસ કહીઅે છીઅે તે બનાવ્યો. અહિં સારુ…નરસું…વ્યવહારમાં આવ્યું. સંસ્કારિતા, નિતિ…નિયમો…માનવતા….રુલ્સ અને રેગ્યુલેશન્સને જીવનમાં ક્યારે અને કેવી રીતે વાપરવા અે દરેક….સ્ત્રી કે પુરુષે સમજવા રહ્યા. પુરુષ સ્ત્રીની પાછળ ભમરો બનીને ફરતો હોય છે તેને જુદી રીતે જોવું રહ્યું સ્ત્રી ગમતા પુરુષની પાછળ વિચારતી રહે તેને જુદા પરિપેક્ષ્યમાં જોવું રહ્યું….ખરે ખર કોનો પોતાની સેક્ષ વૃતિ પર કેટલો કાબુ છે તેની ઉપર તેની બીહેવીયરનો આઘાર રહે છે. ઘણા પોતાની ાાગવી પ્રતિભાનો ગેરલાભ ઉઠાવે તે ખોટું કહેવાય અને કોઇ પોતાની સેક્ષ વૃતતિ તરફની નબળાઇ બીજાને નુકશાન કરે તે પણ ખોટું કહેવાય. સ્ત્રી અને પુરુષ બનને ને સેક્ષ હોરમોન્સ બિહેવીયર કરવા પ્રેરે છે….કોણ તેનો દુરુપયોગ કરે છે તે બઘુ નક્કિ કરે છે…..હ્યુમન સાયકોલોજી…કામ કરે છે. તેના ઉપાયો પણ છે…..
  અમૃત હઝારી.

  Liked by 1 person

 7. રોજીંદા જીવનમાં જોઇઅે છીઅે કે લગ્નોમાં કે બીજા સામાજીક મેળાવડાઓમાં સ્ત્રીઓ જે રીતે શૃંગારરસને છુટો દૌર આપે છે..તે પણ અેક હોરમોન્સની મગજ ઉપર થયેલી અસરનું જ પરિણામ છે. આ અેક સાહજીક કુદરતી પ્રક્રિયા છે. કોણ તે પ્રક્રિયાનો ગેરલાભ ઉઠાવે છે તે જોવાનું રહ્યુ. માણસે નગ્નાવસ્થાના દિવસોથી ….અાજના દિવસો સુઘીમાં કપડાંની ડીઝાઇન પણ શુંગારને બઢતી અાપવાને માટે જ કરી છે. કાલીદાસે શકુંતલાના શરીરનું વર્ણન કરેલું તે શૃંગાર રસ બઘા વાચકોને ગમે છે…પુરુષ તેની દ્રષ્ટિથી જૂઅે અને સ્ત્રી તેની નજરથી જૂઅે. ૨૦૧૭નાવરસમાં સ્ત્રીઓ કપડાંની બાબતમાં વઘુ સ્વતંત્ર થયેલી દેખાય છે…કદાચ સ્વચ્છંદ પણ બનતી હોય છે. ઘણું ઘણું લખી શકાય.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 8. મોટા ભાગ ના કિસ્સાઓમાં સ્ત્રીપણાનો ફાયદો ઉઠાવવા જતા કે પુરુષ ને આકર્ષવા જતા સ્ત્રી પોતે જ ફસાઈ જાય છે અને પુરુષ નો ફાયદો ઉઠાવવા જતા પુરુષ જ એનો ફાયદો ઉઠાવી લે છે અને પછી સ્ત્રી તે પુરુષ કે સમસ્ત પુરુષ જાત પર કીચડ ઉછાળે છે પણ એના કરતા સ્ત્રી પોતે આવી પહેલ ના કરે તો ? કારણકે જ્યાં ગોળ કે ખાંડ હોય ત્યાં કીડી મકોડા ને આમંત્રણ ના આપવું પડે એમ જ્યાં સ્ત્રી પોતે જ સ્ત્રીપણા નો ફાયદો ઉઠાવવા જાય ત્યાં પછી…. કારણકે આજ ના મોર્ડન યુગ માં આપણા યંગસ્ટર ની પોલિસી જ એવી છે કે give & take
  અત્યારે આવું કરવા માં સ્ત્રી હોય કે પુરુષ હોય કોઈ ને એમા ખોટું લાગતું જ નથી જે સમાજ માટે આવનાર સમય માટે બહુ ગંભીર બાબત છે. કામિનીબેન આપે સ્ત્રી તરીકે સ્ત્રીપણા ની આ વાતની જે છણાવટ કરી છે જે ખરેખર બધાએ માં-બાપ તરીકે વિચારવા જેવી છે. ખુબ ખુબ અભિનંદન !

  Liked by 1 person

 9. જો દિખતા હૈ વો હોતા નહીં, જો હોતા હૈ વો દિખતા નહીં.

  Liked by 1 person

 10. kamini ben,
  very bold article..all friends have given their views very nicely.
  you have focused on very crucial point-
  “કુદરતે તમને સ્ત્રી બનવાની તક આપી છે તેની સાથે સારા માનવ બનવવાની જીમ્મેદારી પણ સોંપી છે.”
  This is a cosmic seed- may take eras to fructify..but it will bring change in many-few right now also.
  best luck and await for such more educative articles.

  Liked by 1 person

 11. શ્રી જગદીશ સોની અને શ્રી અેમ.અેચ. ઠાકરની વાતો ખૂબ ગમી.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 12. તમારે કેવી સ્ત્રી બનવું છે સમાનતાની વાત કરતી કે સમાનતાનું આચરણ કરતી?
  એક્દમ સાચી વાત.

  Liked by 1 person

Leave a Reply to Kamini Sanghavi Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s