રુપાલની પલ્લી (ઘી ઢોળવું કે વાપરવું?)

રુપાલની પલ્લી

(ઘી ઢોળવું કે વાપરવું?)

(તસવીર સૌજન્ય : https://www.facebook.com/ActionsOfAhmedabad/)

–ડૉ. જેરામ જે. દેસાઈ

પીવાનું પાણી ભલે ન મળે, પરન્તુ;

અન્ધશ્રદ્ધાઓ ઘીની નદીઓ વહાવે છે.

       ગાંધી રંગે રંગાયેલા સ્વામી આનન્દ તેમના મરણોત્તરી પ્રકાશન ‘ઉત્તરપથયાત્રા’માં લખે છે :

‘આજનો આધુનીક હીન્દુ લંડન, ન્યુયોર્ક અને મોસ્કોની ખબરો રોજ સવાર–સાંજ વાંચે–સાંભળે છે. અમેરીકન તેમ જ યુરોપના દેશોની પ્રજાઓના પહેરવેશ, રીતરીવાજ, સામાજીક એટીકેટ તેમ જ તેમની ખામીઓ અને ખુબીઓનું અપ–ટુ–ડેટ જ્ઞાન ધરાવે છે. આજનો રાજકીય–શ્રેષ્ઠી કે સેવક રોજેરોજ પ્રજાકીય ઉત્થાનની મસમોટી યોજનાઓ ઘડે છે અને દુનીયાની પ્રજાઓનાં મહાજન મંડળોમાંને એલચી, પ્રતીનીધીઓ સમક્ષ આઝાદ હીન્દની શાન અને વટ સાચવવા સારું આંખમાં તેલ આંજી જાગતો રહે છે; પણ ઘર આંગણાના આપણા પ્રાંતો, પ્રદેશો, જાતીઓ અને કોમોની સામાજીક દુરવસ્થાનું, તેમના રીતરીવાજોનું કે તેમના દુ:ખદર્દોનું જ્ઞાન આપણામાંથી કેટલાંકને હશે? (પેજ : 169, પહેલી આવૃત્તી, 1980)

નવરાત્રી હોય કે ગણેશમહોત્સવ, હવે આ ઉત્સવોમાંથી સંસ્કૃતીનું તત્ત્વ ગોચર થતું નથી; પરન્તુ સંસ્કૃતીની જે કંઈ વીકૃતીઓ છે, તે નજરે પડે છે. ઉત્સવોનું વ્યાપારીકરણ થયું છે. ખોટા માણસો ધાર્મીકતાનો આંચળો ઓઢવા આવા આયોજનો ઉત્સાહથી હાથ પર લે છે અને આખું વર્ષ પોતાની અનૈતીક–અસામાજીક પ્રવૃત્તીઓ કરતા રહે છે. ધર્મમાં બેલેન્સનો ખ્યાલ લોકમાનસમાં ઘર કરી ગયો છે. તેથી ઘણું ખોટું કર્યા પછી યાત્રા કરવી, દાન કરવાં અને ધર્મશાળાઓ ખોલવી, એવું બધું કરે છે, જે સમાજની સ્વીકૃતી પણ પામે છે. કેટલાંક કેમીકલ્સ સાથેના રંગો આ મુર્તીઓ પર ચઢે છે અને તે મુર્તીઓ આપણી પ્રદુષીત થઈ ચુકેલી નદીઓને વધુ માત્રામાં પ્રદુષીત કરે છે. ધર્મના આતંકથી ડરીને, પર્યાવરણવાદીઓ પણ કદાચ કશું જ બોલતા નથી. પ્રત્યેક વર્ષે મુર્તી વીસર્જનમાં કેટલાંક માણસો પણ ધક્કામુક્કીમાં વીસર્જીત થઈ જાય છે.

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરથી માત્ર 15 કીલોમીટરના અન્તરે આવેલુ રુપાલ ગામ, પલ્લીને કારણે બધે જાણીતું છે. આ ગામમાં દર વર્ષે વરદાયીની માતાજીની પલ્લી પર નવરાત્રીની નોમની રાત્રે, લગભગ 15,000 (હાલ : 50,000) કીલો શુદ્ધ ઘી જમીન પર ઢોળી દેવાય છે. પ્રતી વર્ષની પરમ્પરા નહીં નહીં તોય પાંચસો સાતસો વરસોથી ચાલી આવતી હોવાનું લોકો જ કહે છે. રજવાડાં ગયા અને આઝાદ ભારતની લોકશાહી સરકારો આવી; પણ કોઈ આ ધર્મને નામે થતો ભયંકર બગાડ અટકાવવા શક્તીમાન બન્યું નથી.

આ બધું ધર્મને નામે થાય છે. રુપાલ ગામના પાદરમાં બીરાજેલા વરદાયીની માતાની તમે માનતા માનો ને તે પુરી થઈને જ રહે, એટલાં સક્રીય અને સાક્ષાત છે. દીકરો માગો તો તે મળે, વાંઝીયામહેણું ટળે, દીકરીના લગ્ન થઈ જાય, વેપારમાં આગળ વધી જવાય, સરકારી નોકરી મળી જાય, વરસો જુનાં વેર અને કજીયો કંકાસ ટળી જાય – આવું ગમે તેટલું માંગો અને વરદાયીની માતાનું વરદાન તમને ફળે જ ફળે…!!!

નોકરી માટે ફાંફાં મારવાના હોય, દીકરીઓનું કંઈ ગોઠવાતું ના હોય અને વરદાયીનીનો વરદ હસ્ત આપણા પર ફરતાં જ કલ્યાણ થઈ જતું હોય તો ‘હે મા તને સો ડબ્બા ઘી ચઢાવીશ’ એવું કહેનારા તો મળી જ આવવાના. હા, તો આવા સફળ થયેલા ભાવીક ભક્તજનો પાશેર કે પાંચસો ડબ્બા ઘી પોતાની યથાશક્તી–મતી પ્રમાણે માતાને ઘેર મોકલી આપે છે. માતાજી પાસે આના નીકાલની કોઈ વ્યવસ્થા નથી. તેથી ગામના પટેલો–બ્રાહ્મણો, વાળંદો–વાણીયા, ઠાકોરો બધાએ પલ્લી કહેતાં માતાજીની પાલખી કાઢવાનો સહીયારો પુરુષાર્થ ઉપાડી લીધો છે. ગામના સત્તાવીસ જેટલાં કેન્દ્રો પર હકડેઠઠ ભેગું ઘી કરીને માતાની મુર્તી વીનાની પલ્લી પર બે–ચાર ઘડીનો સમય મળે તેટલામાં ડોલે–ડોલે, ડબ્બે–ડબ્બે રીતસર ઘી ઢોળવામાં આવે છે.

રુપાલ ગામની પલ્લી વીશે સહેજ ડોકીયું કરીએ… આ ઉત્સવ ગામના દરેક વર્ગના પ્રજાજનો સાથે મળીને પલ્લીનું સર્જન કરે છે. ગામમાંથી કોઈ ખીજડાના ઝાડનાં લાકડાં લઈ આવે છે. પલ્લીના સીધા આકાર પડે છે, જેમાં કોઈ આકર્ષક કલાકૃતીનું સર્જન હોતું નથી. એકદમ સામાન્ય આકાર લઈ ચાર તરફ ગોઠવાયેલા ચાહકોને લોકો પલ્લી તરીકે ઓળખાવે છે.

આશ્ચર્ય એ પણ થાય છે કે આ પલ્લીમાં માતાજીની કોઈ મુર્તી, ફોટો કે પ્રતીક સુધ્ધાં હોતા નથી. પલ્લીને મધરાત પછી ગામના મુખ્ય માર્ગે, લાખો ભાવીક ભક્તોના જનસમુદાયમાં મન્દીર સુધી આનન્દોત્સવભેર લઈ જવામાં આવે છે.

દેશના કરોડો લોકોને પીવા માટે પાણી ન મળતું હોય ત્યારે આ કારમી મોંઘવારીમાં રુપીયા 250/ના (હાલ : 500/-) કીલોના ભાવે મળતું આટલું બધું ઘી માતાજીની પલ્લી ઉપર દર વર્ષે ઢોળાતું જ રહે છે. જ્યારે ગામના રસ્તાઓ બીમાર છે, ગામમાં ગન્દગી છે. બેકારી છે, ગરીબી છે, તેને દુર કરવામાં માતાજીની પલ્લી કે ઘી ઢોળવાની પ્રવૃત્તી કશા જ કામમાં આવતી નથી. લાખો રુપીયાની કીમ્મતનું ઘી આમ રસ્તા ઉપર ઢોળાઈ કે વેડફાઈ જાય, તે કેટલે અંશે યોગ્ય ગણાય?! આપણે ત્યાં કહેવત છે કે, ‘ઘરનાં છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો’. આપણે પોતે ઘરમાં ઘી નહીં ખાઈને, પલ્લી પર ચઢાવીએ છીએ! તે આશરે 500/- રુપીયે કીલોનું ઘી માતાજીના મન્દીરે પહોચવાને બદલે ધુળમાં રગદોળાય છે અને ભાગ્યે જ કોઈના પેટમાં પહોંચે છે. ગામમાં શું કોઈ વીચારશીલ મનુષ્ય નથી, જે આવા મીથ્યા કર્મકાંડ વીરુદ્ધ અવાજ ઉઠાવે?

આ શુદ્ધ ઘી અહીં આટલા મોટા જથ્થામાં કેવી રીતે આવે છે? – ગ્રામજનો તેમ જ દુર દુર વસતો માનવમહેરામણ રોજીન્દા જીવનમાં અણઘટતી બનતી ઘટનાઓ વીશે અજાણ હોય છે. તેમાંથી બચવા, રુપાલ ગામે આવેલ વરદાયીની માતાની બાધા આખડીઓ રાખે છે. અમારાં અમુક કાર્યો સીદ્ધ થશે, તો અમે નવરાત્રીમાં માતાજીની પલ્લીને શુદ્ધ ઘી ચઢાવીશું એવી ધન્ધાદારી માન્યતાઓ ચારે તરફના લોકો રાખતા હોય છે. અને તે દીવસે બાધામાં માને શુદ્ધ ઘી શેર, બશેર, પાંચશેર, દશશેર વગેરે વગેરે… અહીં ગામના ચૌરે ચૌટે ગોઠવાયેલા મોટાં પીપડાં, કઠા અને અન્ય સાધનો ઘી એકત્ર કરવા માટે ગોઠવી દેવામાં આવે છે. દીવસ દરમીયાન દુર દુરથી લોકો આવીને ગોઠવાયેલાં, ખુલ્લે આમ પડેલાં, સાધનોમાં ઘી રેડે છે. સાધનો ખુટે પછી ઘીના પેક ડબ્બા તોડીને મુકાય છે. અને તેમની વર્ષ દરમીયાન રાખેલ આડી અવળી બાધાઓ–માન્યતાઓને પુરી કરે છે. મધરાત થતાં પલ્લી અને શુદ્ધ ઘી ભરેલા કઢા, પીપડાં તૈયાર કરી દેવામાં આવે છે.

લાકડાની નીચે ખુલ્લી પલ્લી પર લોકો રીતસર ઘીના પીપડાં ખાલી કરતા જાય છે. રસ્તા પર અઢળક વહેતા ઘીમાં ધુળ, કચરો, પક્ષીઓની અગાર, પશુઓનાં છાણ, માણસના મળ વગેરે મળી ગંદો કાદવ કીચડ બને છે. ઘુળમાં મળેલું ઘી વળી ગામના દલીતોને એકઠું કરવાની પરમ્પરાથી છુટ અપાયેલી છે. આ દુ:ખીયારાઓ પ્રતીવર્ષ તે એકઠું કરી, ઉકાળી–ગાળીને ખાય છે અને વેચે પણ છે. મધ્યરાત્રીથી સવારના સાત વાગ્યા સુધી આમ વેડફાતા શુદ્ધ ઘીના બગાડથી કોઈને અચરજ થતું નથી; પરન્તુ એ લોકોને તો માતાજીની કૃપા જ પોતાના પર વરસી હોય એમ લાગે છે. તેમના જીવનમાં માતાજી સર્વસ્વ હોય તેવું પાગલપન તેઓ કરતા રહે છે. દુષ્કાળ હોય ચીજવસ્તુઓનો અભાવ હોય, બેહદ મોંઘવારી હોય; છતાં અહીં ધુળીયા રસ્તા પર ચોખ્ખા ઘીનો વરસાદ વરસે છે. રસ્તાપરની ધુળમાં ઘીની નદીઓ વહે છે! ગ્રામજનો તેને મતાજીની ભક્તી માને છે!

બાધાને કારણે પ્રાપ્ત થયેલાં બાળકોનાં મા–બાપ, તેમના માટે રાખેલ બાધાઓ પુર્ણ કરવા, બાળકને પલ્લી સુધી લઈ જાય છે અને પલ્લી પર સળગતી જ્યોત સાથે કુમળાં બાળકોને ધુપ અપાય, જેને ‘જોર આપવું’ કહેવાય. હા, આ વર્ણવવું કેટલું સહેલું છે; પણ વાસ્તવીક દૃશ્ય નીહાળતા કમકમા છુટી જાય તેવું દૃશ્ય હોય છે. જેને દુનીયા વીશે કશું ભાન–જ્ઞાન નથી, તે વળી કયા અવગુણોએ કરી, અવતરતું હશે, જે કારણ એમનાં મા–બાપો નીષ્ઠુર થઈ, ભયાનક માનવગીચતામાં, અજાણ્યા વ્યક્તીઓના હાથે ભડભડતી જ્યોતમાંથી ધુપરુપે આશીર્વાદ અપાવે એ નીષ્ઠુર મા–બાપો પોતાનાં બાળકોને અજાણી વ્યક્તીઓના હાથમાં ‘જોર’ આપવા છુટા મુકી દે છે. માનવ મહેરામણની ભીડ, ગીચતા, ઘોંઘાટ અને એક જ બાવડેથી બીજાને અને ત્રીજાને એમ અનેક વ્યક્તીઓના હાથે તડફતું બાળક રડે છે. તે બાળકોના રુદન અને ચીચીયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠે છે. પલ્લી પરની જ્યોત સાથે અડકાવવાથી બાળકને બેહદ વેદના થાય છે, જેની કોઈને પરવા હોતી નથી. બાળકો મુળ સ્થાને પરત ફરતા તો તે બેહાલ અને અધમુઆ થઈ જતાં હોય છે.

પ્રથમ તબક્કે તો એમ જ થાય છે કે, અહીંના લોકો અજ્ઞાન અને અશીક્ષીત હશે; પરન્તુ એવું નથી; અહીંના લોકો ભણેલા–ગણેલા અને મોટી નોકરી–ધન્ધાએ વળગેલા છે. કેટલાક તો પાટનગરમાં સરકારી કચેરીમાં સારા હોદ્દા પર ફરજ બજાવે છે. આ રુપાલ ‘રંગતરંગ’ના તન્ત્રી નરેન્દ્ર ત્રીવેદીનું ગામ છે, ગુજરાતી સાહીત્યના વીવેચક અને અક્રમવીજ્ઞાની રાધેશ્યામ શર્માનું ગામ છે; નવલકથાકાર પીનાકીન દવેનું ગામ છે. પન્દર કીલોમીટર દુર રાજ્યનું પાટનગર ગાંધીનગર છે. ત્રીસ–પાત્રીસ કીલોમીટરના અન્તરે કોબામાં સ્વામી સચ્ચીદાનન્દનો આશ્રમ પણ છે! આમ છતાં કોઈએ આ બેહુદી બાબત પરત્વે ભાગ્યે જ વીરોધનો એક શબ્દ પણ ઉચ્ચાર્યો હશે. દુ:ખ એ વાતનું છે કે તેઓ તેમની જુની પુરાણી અર્થહીન માન્યતાઓને આજેય ટકાવી રાખવા ઉત્સુક છે. એકાદ વર્ષનું એકઠું થયેલું ઘી સહકારી રીતે ત્યાંની ગ્રામપંચાયત ઢોળાવા ન દે અને વેચી દે, અને તેમાંથી થયેલ આવકને ગ્રામ સુધારણા માટે વાપરે તો રુપાલ ગામ રુડું રુપાળું બની જાય!

ધર્મ અને સંસ્કૃતી વીકાસનાં સોપાનો છે. રુપાલ આજે છેલ્લા પગથીયે છે. ધર્મ, સંસ્કૃતી, શીક્ષણ, સેવા એવા કોઈ પણ ક્ષેત્રે બેઠેલા સૌ કોઈની ફરજ છે કે, આ જાહેર બગાડ થતો અટકાવે. કાયદાથી નહીં, સમજાવટથી. રુપાલની પ્રજા કંઈ ન માને એવી નથી. પહેલાં રુપાલની ગ્રામપંચાયતના ચુંટાયેલા સભ્યોને સમ્બોધો, પછી ગામને; પણ આ બગાડ થતો અટકાવો. શ્રી. અરવીન્દ ત્રીવેદી, લંકેશ ચક્રવર્તીએ તેને અટકાવવા માટે પ્રથમ પ્રયાસ કર્યો હતો. બીજા મીત્રો જેવા કે ડંકેશ ઓઝા, ચન્દુ મહેરીયા, ડી. કે. રાઠોડ, કીરણ નાણાવટી વગેરેએ તેમાં સાથ આપ્યો હતો. શ્રી. ડંકેશ ઓઝાએ તો ‘સત્યાન્વેષણ’, ‘એવરેસ્ટ’ વગેરેમાં લેખો પણ લખ્યા હતા; પરન્તુ સામાજીક કાર્યકર્તાઓ, રાજકીય નેતાઓ, પર્યાવરણવાદીઓ, ગુજરાતના બીજા આગેવાનો વગેરેનો સાથ સાંપડ્યો ન હતો. તેમ છતાં આ લોકો પોતે જનસેવા કરે છે એવું ડીમડીમ રાતદીવસ વગાડતા રહ્યા છે!

રુપાલના વરદાયીની માતાજીની પલ્લીમાં વેડફાતા ઘીની સત્ય ઘટનાને નીહાળતા વૈજ્ઞાનીક સંશોધનની સીદ્ધીઓ પણ જાણે અસ્ત થતી હોય એમ લાગે છે. વર્ષો વર્ષ આ દેશમાં મોંઘવારીનું ખપ્પર વારંવાર રજુ થતું રહે છે. જુદા જુદા ધર્મો, સમ્પ્રદાયો અને ધર્મોના જુદા જુદા દેવતાઓ એ આપણા દેશની સૌથી મોટી નબળી નસ છે. તેમાંથી ઉદ્ભવતી જ્ઞાતીપ્રથાના વાડાઓ અને માનવ માનવ વચ્ચે અસમાનતા.. આ બધું ક્યાં સુધી ચાલશે..! વર્ષો વીત્યા, વીશ્વના દેશો વીકાસ ક્ષેત્રે એકવીસમીમાં હરણફાળ ભરતા રહે છે, જ્યારે આપણો દેશ કાલગ્રસ્ત ભુતકાલીન ધર્મગ્રંથોને વાગોળવા પન્દરમી સદી તરફ મીટ માંડીને ગૌરવ અનુભવે છે.

આ દેશમાં ધર્મના દેવતાઓની વસ્તી માનવ સમુદાયને ગળી જાય તેવી છે. ભારત દેશની વસ્તી એક અબજ (1,349,707,628 (1.34 billion) As of September 10, 2017 http://www.indiaonlinepages.com/population/india-current-population.html  ) ઉપર પહોંચી છે, જ્યારે કહેવાતા ભારતીય દેવોની વસ્તી જોઈએ તો… 33 કરોડ દેવ અને 64 કરોડ દેવીઓની! આ બખડજન્તરને શી રીતે સુધારવું?

(સન્દર્ભ : ડંકેશ ઓઝા, ‘સત્યાન્વેષણ’, નવેમ્બર–ડીસેમ્બર, 1992 અને ‘એવરેસ્ટ’, 16 જાન્યુઆરી, 1992)

ડૉ. જેરામ જે. દેસાઈ

લેખક ડૉ. જેરામ જે. દેસાઈનું પુસ્તકવહેમ–અન્ધશ્રદ્ધા ખંડન(પ્રકાશક : વહેમઅન્ધશ્રદ્ધા નીવારણ કેન્દ્ર, ‘બાસ્કેટબૉલ’, 9, ઉમેદનગર સોસાયટી, નાનાકુમ્ભનાથ રોડ, નડીયાદ 387 001 જીલ્લો : ખેડા ફોન : 0268–87803 85795, 99259 24816 પાનાં : 126, મુલ્ય : રુ. 90/–)માંનો આ 30મો લેખ, પુસ્તકનાં પાન 335થી 341 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખકસમ્પર્ક : ડૉ. જેરામ જે. દેસાઈ, ‘આરોહી’, સરગમ સોસાયટી, વીવેકાનન્દ માર્ગ, વાણીયા વાડ, નડીયાદ – 387 001 ગુજરાત(ભારત) સેલફોન : 87803 85795, 99259 24816

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 6.00 અને દર સોમવારે બપોરે 2.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુમેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 25–09–2017

29 Comments

  1. વાહ??? આવા બ્લોગ હજુ પણ.. ફક્ત એક કોમ ના તેહવારો માં વિપક્ષો ની જેમ વિરોધ કરે છે તે જોઇને…સારું લાગે છે.. અને ચાણક્ય યાદ આવી જાય છે..!! & પેલા.. ભારતીય & કોમ ના ગદ્દારો ..જયચંદો… વિભીષણ & JNU અને વામપંથી ની યાદ તાજી થયી જાય છે….!!!!!!!! કેમ પેલી જાથા… કે તમારા જેવા કેહવતા બુદ્ધિજીવીઓ કે રેશ્નાલીસ્તો.. જાવ ને બીજા ના તેહવારો માં ત્યાં જઈને વિરોધ કે FIR કે સરઘસ કાઢો ને.. ( મેં ખુદ જોયું છે કે કેવી પ્રાણીઓ ને તકલીફ આપે છે..!! ઓહ!! & માણસો પણ.. તેમના ધર્મસ્થાનો માં બીજા ધર્મ ની જેમ ત્યાં પણ આવુજ થાય છે..) અને તેનો vdo અપલોડ પણ કરો.. તો સાચા કેહવાય…!!!!!! બાકી મારી જાણ મુજબ.. હા ઘી ની બગાડ થાય છે. પણ મેં વાંચેલું કે તે ઘી ત્યાં પછાત વર્ગ.. કે લોકો ભેગું કરીને ગાળીને વાપરે છે… અને બાળકો ને જોર આપવું.. તો મેં અન્ય કોમ માં બાળકો ને ઉપર થી નીચે ઝોળીમાં ફેકવા ના vdo જોયા છે ( લગભગ બીજા કે ત્રીજા માળ જેટલી ઊંચાઈ પરથી..) તો ત્યાં તમે લોકો જઈને વિરોધ કર્યો છે કે પછી.. આ કેહવાતી સહિષ્ણ પ્રજા ના જ તેહવારો માં તમને “”બ્રહ્મ”” જ્ઞાન લાધે છે???? હમણા જ એક નાં પાક કટ્ટર ઇસ્લામિક એ માં દુર્ગાનું અપમાન કરતું ચિત્ર બનાવેલું ત્યાં કે આવા માનવતાવાદી કે સર્વધર્મ સમભાવ વાળા વિરોધ ના કર્યો?? કે તેઓના રીલીજ્ય્ન વાળા એ પણ..?? કેમ?? & સનાત્નીઓ તેમના જ ભાંડું ને ભાંડવા માટે સજ્જ જ હોય..!! ( અને તાજા સમાચાર મુજબ… માં દુર્ગા નું સેક્ષી મુવી ૧૫ મિનીટ નું કઈ બનાવ્યું છે.. અહી ફોટો પોસ્ટ ના થાય એટલે બાકી હું જરૂર પોસ્ટ કરત.મલયાલમ માં છે) બાકી આ બ્લોગ માં તો હિંદુઓ ની વિરુદ્ધ માં લેખ આવે કે તરત જ લખવા માંડે.. તો ત્યાં કેમ મિયાં ની મીંદડી ચુપ????? આ કેહવત છે એટલે અન્યો બંધબેસતી ટોપી પાઘડી ના પેહરે. ( મને ખબર જ છે કે આ મારી કોમેન્ટ પાસ થવાની જ નથી કેમ કે બ્લોગ વાળા ને અને અન્યો ને સાચું કહીશું કે લાગી જાય પણ.. શું કરીએ એક સોચી સમજી પ્રિપ્લાન સનાતન ધર્મ ને બદનામ કરવાની એક જેહાદ જ ચાલે છે.. & આવા કેહાવાતા કર્મશીલો આમાં કુદી પડે છે.. તો અન્ય ધર્મ માં કેમ.. તેમને લખતા….????????? હે..??)

    Like

    1. શ્રી ભગવતીકુમારની વાતોમાંનો સાર સમજીને હીન્દુ સીવાયનાઓમાં પણ જે કાંઈ ધતીંગો અને અનીષ્ટો છે તેનેય જાહેર કરવાં જોઈએ. વાચકોએ પણ અહીં કોમેન્ટબોક્સમાં એવા પ્રસંગો મુકવા જોઈએ……ગોવીંદભાઈના બ્લૉગ પર આપની ટીપ્પણી પ્રગટ થઈ છે જ. સમગ્ર સામાજીક પોત (ટૅક્ષ્ચર) બગડી રહ્યું છે ત્યારે સામાજીક માધ્યમોએ તટસ્થ રહીને ચારેબાજુનાં અનીષ્ટો સામે લડવું રહ્યું.

      કેટલીક જાહેર કથાઓમાં જઈને પણ બુમબરાડા પાડવાની જરુર છે કે તમે કથાકારો અન્યોની પણ સારી–નરસી વાતો કરો; અંધશ્રદ્ધાને હવા ન ફુંકો !! લાખ્ખોની મેદનીને ધર્મને નામે અંધશ્રદ્ધાનું અફીણ પીવડાવાતું હોય ત્યાં સુધારકો પહોંચી જાય તો ?!

      કોઈ કથાકાર રુપાલગામમાં જઈને કથા કરે તો મોટું કામ થાય ! પણ વો દીન કહાં ?!!

      Liked by 1 person

      1. આભાર… ગોવિંદભાઈ. થેન્ક્સ. હરીઓમ. આ મારો આક્રોશ તમારા બ્લોગ દ્વારા વ્યક્ત થયો તે બદલ. & જુગલકિશોર જી.. હું પણ આજ કેહવા માંગું છું… અન્ય બીજા મેડિયા ના માધ્યમો માં પણ… પણ જેમ આજે મારી ટીપ્પણી અલાવ થયી તેમ બીજા બ્લોગ & બીજા પેજો માં પણ.. ક્યારેક થાય તો સારું….!!!.?? કેમ કે મારો તો અનુભવ જ છે કે ફક્ત એક ધર્મ કે કાસ્ટ ની પાછળ જ અમુક લોકો & મેડિયા પડી ગયા છે.. આ મારો પોતનો અનુભવ છે. અને તે મૃત્યુ જેટલું જ સત્ય છે.!!!!!!!! હું પણ.. મંદિરો માં વધુ પડતું થાય તો તેને અટકાવું છું… દરેક પૂજા સામગ્રી માં.. ( બ્લોગ માં જ લખેલું કે ધાર્મિકતા ઘટી રહી છે.. હશે.. પણ અન્ય ધર્મ માં કેટલાય મેડિયા માં પ્રૂફ છે. તેમાં પણ આવુજ છે. તો તેનું કેમ લખાતું નથી?) ફરી પાછું.. બ્લોગ & ગોવિંદભાઈ & મારા બીજા વાચક બંધુઓ ને જય હિન્દ!! & આભાર…. થેન્ક્સ.

        Like

  2. જ્યાર થી સમજ આવી ત્યારથી આ મૂર્ખતા પર હું ખિન્ન થયો છું આ દેશ ૧૦૦૦ વર્ષ સુધી
    કોઈ રીતે સુધરે એમ નથી. Sir very very sorry.
    Noway I am with you. Kirit Joshi

    Liked by 1 person

  3. “સ્વચ્છ રાજકારણ” જેવો એક શબ્દ હતો આપણે ત્યાં. હવે આ શબ્દ ‘રાજકારણ’ જ ગંદકીનો પર્યાય બની ગયો છે. બહુ નીરાશા વ્યાપી ગયેલી ત્યારે શીક્ષણ અને ધર્મ તરફ લોકોએ મીટ માંડી હતી. પણ શીક્ષણનેય વેપાર આભડી ગયો. પછી ધર્મ અને ન્યાયતંત્ર બાકી રહ્યા ! ધર્મના આગેવાનો સાત જન્મો સુધી જેલ ભોગવે તેવાં કરતુતો કરવા માંડ્યા !! ને છેવટે ન્યાયાલયોના દ્વારપાળોને પણ જેલ થાય તેવી બાબતો વાસ્તવ બનીને ઉભી રહી ગઈ !!!

    ઘી જ નહીં પણ જીવતાં જનાવરો અને બાળકો સુધ્ધાંને વધેરી નાખવાનું કાર્ય ધર્મને નામે થતું જ રહે છે. આભ ફાટ્યું છે ને આપણે સૌ લેખો લખીલખીને થીગડાં મારવાનો સંતોષ લઈ લઈએ છીએ.

    હવે તો પાંચવર્ષીય ચુંટણી એક જ ઉપાય હોવા છતાં એમાંય લાલચ અને ડર બતાવીને ફોસલાવી લેવાય છે ! હવે એવી કોઈ ચુંટણી થાય જેમાં ઉપર કહ્યાં બધાં જ અનીષ્ટોની સામે લડનારા જીતે !! નેટ ઉપર કેવીકેવી બહાદુરી જોવા મળે છે ! કેટલા બધા સુવીચારો સવ્વારના પહોરમાં મોકલાય છે !!

    પણ કશું જ થઈ શકતું નથી અને –

    ઘીના ઠામમાં ઘી ઢોળાતું રહે છે !

    Liked by 2 people

  4. લેખો લખીને જીવ બાળવાનો કોઈ અર્થ નથી. બધી જ સમસ્યાઓનો એક જ રામબાણ ઉપાય છે, ઈશ્વરમાં માનવું. બઘી ઈશ્વરની લીલા છે. આપણા જેવા પામર જીવોને તેની પાછળ રહેલા ગુઢ રહસ્યની શી ખબર પડે? જય અજ્ઞાન.

    Liked by 1 person

  5. જુગલકિશોરભાઇ ‘રાજકારણ ‘ ને કોઇક સમયે ‘ સ્વચ્છ ‘ હતું તેવું માને છે. દયા અાવી. રાજકારણનું બીજું નામ અેટલે જ ‘ગંદકી ‘ રાજકારણી બનવા માટે લુચ્ચાઇ, લફંગાઇ, વચનભંગી, પાટલી બદલું, જરુર પડે તો ખુના મરકી કરાવનાર, જેવા અનેક સર્ટીફીકેટો ઘરાવનાર હોવો જરુરી છે. ઘેટ ઇઝ ઘી મોસ્ટ ઇસેન્સીયલ રીક્વાયરમેંન્ટ……૫૦૦૦ વરસો થી….મહાભારત….રામાયણના સમયથી…..નરન્દ્ર મોદી જો દેશભક્ત હોય…ગરીબોના બેલી હોય….દેશદાઝવાળા હોય તો…તેમની માતાના આશિર્વાદ લઇને આ પ્રથા બંઘ કરાવે. નેપાલ જઇને તે પોતે મંદિરમાં શું શું પઘરાવી આવેલાં તે સમાચારો તો બઘાઅે વાંચેલા જ હશે. સચ્ચિદાનંદ સ્વામી માટે ઘણું ઘણું વાંચેલું, તેમના બઘા પુસ્તકો વાંચેલાં પરંતુ જો તેઓ લોકોને સમજાવી શકતા નહિ હોય તો પછી ગંગા નાહ્યા. હાલમાં પેલાં સદગુરુ ખૂબ વખણાયા છે. નદીના કામો લઇને ફરે છે. તેમને આ કામ સોંપી દો. પેલાં શ્રી શ્રી……લાખો અનુયાયીના લીડર છે….દિલ્હીમાં યમુના નદી ઉપર કરોડોના ખર્ચે કાંઇક કરેલું અને નરેન્દ્ર મોદીને પણ સરકારના પૈસે પાછા આપવાના બહાને ઉલ્લુ બનાવેલાં. ટૂંકમાં રાજકારણીઓ જ આ બઘું કરવા માટે પ્રોત્સાહન આપે છે. આ પ્ેથા અટકાવીને પણ દેશના લોકોનું સીઘું ભલું કરવાથી વોટબેંક સાચવી રખાય. નરેન્દ્રભાઇનો અેક જ વટ હુકમ ભારતના આવા લેભાગુ કર્મો અને પેલાં આસારામ…રામરહિમ જેવાં…દાઉદ જેવા…વિજય મલ્લયા જેવાને કાબુ કરીને તેમની સંપત્તિને ગરીબો માટે સારા કામો માટે ખર્ચી શકે. પરંતું તેમને આ કરવું જ નથી. ગરીબોના નામને વટાવી ખાય છે…બઘા જ પોલીટીશીયનો…અરે દરેક ઘરમાં પણ અેકાદ પોલીટીશીયન મળી જ રહેશે. જુગલકિશોરભાઇ…..પોલીટીક્સ અેટલે ગંદકી. ગાંઘીજીઅે નહેરુની તરફેણ કરીને વલ્લભભાઇને અન્યાય કરેલો જે થકી ભારતની પ્રજાને અન્યાય કરેલો. તે પણ અેક ગંદું રાજકારણ હતું. થોડા સમજદાર લોકો પોતાની સેફ્ટી માટે દેશ અને દેશની પ્રજાને સુઘારવાના કામોથી દૂર રહે છે. આવતા ૫૦૦૦ વરસો સુઘી ભારતની પ્રજા નહિ સુઘરે…..ગેસ વર્ક….ઇનજીનીયરો, ડોક્ટરો, કોમ્પુટરવાળા, વેપારીઓ, ઉદ્યોગવાળાઓ બઘા સાઘુ બાવાઓના ભક્તો છે….ફીલ્મના અેક્ટરો પણ….ગરીબો પોતાની ગરીબીને કોશતાં કોશતાં બાપુ ભક્ત બની જાય છે…..લેખો લખો….કોઇ ફરક પડવાનો નથી….શેઠની શીખામણ ઝાંપા સુઘી…….
    અમૃત હઝારી.

    Liked by 2 people

    1. આપને મારી દયા આવી તે સારું કર્યું; હું એને લાયક હઈશ જ. પણ મહાભારતથી લઈને નરેન્દ્ર મોદી સુધીના રાજકારણમાં સ્વચ્છતાના અંશો કે સ્વચ્છતાની આશા રાખનારાઓ હતા અને આજે પણ છે….સવાલ એટલો કે આપને ૯૯ % ગ્લાસ ખાલી દેખાયો અને મારા જેવા દયાના લાયક માણસોને ૧% આશા ભરેલી દેખાય છે. આપની વાત સરઆંખો પર રાખીને હું પેલા ૧ % ને આધારે જન્મો સુધી રાહ જોવા તૈયાર છું. ખુબ આભાર સાથે – જુ.

      Liked by 1 person

  6. ગરીબોની સેવા કરતાં કરતાં સેવકો ક્યારે પૈસાવાળા થઇ જાય છે તે તેને પોતાને પણ ખબર નથી પડતી.

    Liked by 1 person

  7. ખૂબ સરસ લેખ,આવા પ્રદૂષણ ફેલાવતા અને નુકસાન કારક તહેવારો ભારતમાં જ જોવા મળશે.. અને જયાં સુધી દરેક જનમાનસ નહિ બદલાય ત્યાં સુધી આવું ચાલુ જ રહેશે.

    Liked by 1 person

  8. આ પરંપરા ની મીહીતી સર્વપ્રથમ મેં ભુપેન્દ્રસિંહ રાઓલ ના બ્લોગ પર વાંચી હતી.

    હું એવું ઈચ્છતો નથી પણ હવે તો એવું લાગે છે કે આવી પરંપરા માં ૫૦૦-૧૦૦૦ નો એક સાથે માનવભોગ થાય તો કદાચ પ્રજા વધારે જાગૃત થાય ..અને એ પણ ભય થી …..

    Liked by 1 person

  9. શું થઇ રહ્યુ છે તે તો બઘાને જ ખબર છે. હવે જેના માટે વિચારવાનું છે અને કર્મ કરવાનું છે તેની ઉપર વિચારવાનું છે. ખોટું થઇ રહ્યું છે તે તો બઘાને જ ખબર છે. તેના નિવારણ માટે વિચારીને કર્મ કરવાનું છે. કાદવમાં હાથ રગડોળો તો તેને સાફ કેવી રીતે કરીઅે તેનો વિચાર કરીઅે છીઅે, નહિ કે હાથ ગંદા થયા તેના જ ગીતો ગાયા કરીઅે અને હાથ ઘોઇઅે જ નહિ.
    અમૃત હઝારી

    Liked by 1 person

  10. કોઇને રવિશંકર મહારાજ કે વિનોબા ભાવે બનતાં કેમ નથી આવડતું ? સદગુરુ બનવનું…શ્રી શ્રી રવિશંકર બનવાનું…આસારામ બનવાનું…રામ રહિમ બનવાનું….મોરારી બાપુ બનતાં…..ભૂપન્દ્રજી બનતાં….રમેશ ઓઝા બનતાં…..વિ…વિ….બનતાં જ કેમ આવડે છે ?….મોટો સવાલ છે…..બઘા પોતાની સંપત્તિ કેટલી છે તે સચ્ચાઇપૂર્વક, ઓનેસટીથી કેમ જાહેર નથી કરતાં ?….આપણા આજના વાચકોમાં ઘણા ઉપર દર્શાવેલાં કથાકારોના ભક્તો હશે જ . પ્રશ્ન પૂછવા જોઇઅે.
    અમૃત હઝારી.

    Liked by 1 person

    1. ભાઈ.. અમે તો અહીં ધાર્મિક તેહવારો કે પ્રસંગો માં જાહેર પ્રસાદ પ્રથા જ બંધ કરી દીધી. કે ખોટો બગાડ થતો બંધ થયો. કેમ કે પેહલા અમે કરીએ તોજ બીજાને કહી શકીએ. ( હા કોઈ પોતાના ફેમીલી કે સ્ટાફ નું કે સમાજ માટે ગેટટુગેધર કરે તે અલગ વાત છે. ત્યાં પણ.. બગાડ થતો અશંત: અટકાવી એ છીએ.. પાણી માં પણ. કેમ કે હવે તો મિનરલ ના જગ આવી ગયા.. અને લોકો એનો પીવા કરતા ઢોળવા હાથ ધોવા વધુ ઉપયોગ કરે છે તો અટકાવીએ & પ્લાસ્ટિક ડીસ્પોસેબલ ગ્લાસ ની જગ્યા પર.. સ્ટીલ ના ગ્લાસ મુક્ત થયા. થાળી પણ.. હા કોક વાર બાજ તે પણ… ખાખર ની.. પેલી થર્મોકોલ કે પેપર ની નહી.

      Like

  11. રૂપાલની પલ્લી છેલ્લી ક્યારે હશે તેની હું વર્ષોથી રાહ જોવુ છું. મોદીજીના કાર્યક્રમમાં જવુ હોય તો ઝેડ પ્લસ સુરક્ષામાં બધાનુ કડક ચેકીંગ કરવામાં આવે છે તેમ જે માણસ ઘી લઇને આવે તેને રૂપાલમાં પ્રવેશબંધી કરવામાં આવે. આ કોણ કરી શકે? સરકારી સુરક્ષા તંત્ર. સરકાર માત્ર એક વર્ષ આમ કરે તો બિચારુ ખાવાનુ ઘી બચી જાય!!!!!!!!!! રૂપાલની પલ્લીને બેસ્ટ અંધશ્રધ્ધાનો એવાર્ડ આપી શકાય. કોણ આપે? જે દેશના પ્રધાનમંત્રી નવરાત્રીમાં નવ દિવસ નકોરડા ઉપવાસ કરતા હોય એ,,,,,,,,,,,,,,,,,,!!!!!!!!!!!!!!!!!
    @ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી
    રોહિત દરજી ” કર્મ ” , હિંમતનગર મો. 9426727698

    Liked by 1 person

    1. મુ. રોહિતભાઈ… કેમ છો?? જય માતાજી.. અને ઉપવાસ એકટાણ કે.. ફક્ત લીક્વીડ પર રેહવું એ વ્યક્તિ ની પોતાની…. વિશ હોય..( કોક વાર નથી આપણ ને તબીબ કેહતા કે આજે લંઘન કરી લો..? હલકું કે સાદો ખોરાક જ.?) હા.. વિરોધ કે પ્રતિબંધ માટે વિચારો એ અલગ છે.. ઋતુઓ માં ખાનપાન અને ઉપવાસ કે.. એતો આપણા શરીર અને દેશ પ્રકૃતિ ને અનુરૂપ આ ચાલતું આવ્યું છે… આવું મેં કશે વાંચેલું હતું એટલે….!!!! હા તે કદાચ વર્ષો પેહલા અંધશ્રદ્ધા ના માહોલ માં… કોઈ અનુસરે નહી એટલે ધર્મ સાથે જોડી દેવાયું હશે..?? આના વિષે તમે કે અન્યો વધુ પ્રકાશ પડી શકે કેમ કે હું તો…. અંધારા માં રેહતું નિશાચર અને ધર્મિક પ્રાણી મતલબ પામર માનવ છું.

      Like

  12. અને આ ઘી ને બીજી અનેક જરૂરીયાતની વસ્તુઓ (જે ભુખ્યા પેટ ભરી શકે તે) વેડફી દેનારા જ ગોકીરા કરે છે કે ” મોંઘવારી વધી રહી છે”!!!!

    કોણ જવાબદાર??? આવી પલ્લી કાયદેસર બંધ થવી જોઇએ,ખોટી ધર્માંધતાના નામે પલ્લીના ભાગીદારો ગુનેગાર જ છે.

    ________________________________

    Liked by 1 person

    1. વિમળાબેન…. રાતોરાત નોટ બંધ થયી પણ… તમાકુ ગુટકા.. સિગારેટ થયી?? તો પછી?????????? આ કોઈ કાળે શક્ય લાગતું નથી..!!!!..???

      Like

  13. જુગલકિશોેભાઇ,
    મેં આપણા અને દુનિયાભરના ગંદા પોલીટીક્સની દયા ખાઘી હતી…કારણ કે આજે ‘સ્વચ્છ‘ પોલીટીક્સ નથી મળતું.લોકોની દયા હાઘી કે તેઓ પોલીટીશીયનોના હાથે હેરાન થઇ રહ્યા છે….જેમને તેઓઅે જ ચૂંટીને મોકલાવ્યા હતાં.‘ મારાં ચૂંટેલા હવે મને જ મારે છે. ‘ જેવી પરિસ્થિતિમાં જીવે છે…તેમની દયા ખાઘી હતી. તમને મનદુ:ખ થયું તેની હૃદયપૂર્વક માફી માંગું છું. હવે ભગવતીકુમારની ચર્ચા વાંચી. ઘણાં જુદાજુદા ઘર્મો આપણી દુનિયામાં કાર્યરત છે. તેઓ પોતપોતાની રીતે સમાજમાં વર્તે છે. આપણે આપણી રીતે વર્તીઅે છીઅે. આપણને જો અાપણી કોઇ વર્તણુક સમાજ માટે ખોટી લાગતી હોય તો હું તો પહેલાં મારી જાતને સુઘારું. બીજા તેમના વિચારોને તેમની રીતે સમાજમાં પ્રસારે. મેં મેરી ફોડતા હું….સબ સબ કી સમ્હાલો……મારી જાતને સુઘારીને મારાં પોતાનાની જીંદગી સુઘરે તેવાં પગલાં ભરું. It is said that ” Culture is not static for any group of people.” ‘ સંસ્કૃતિ હંમેશા બદલાતી રહે છે. તે કદાપિ સ્થિર નથી રહેતી. ‘ આપણે તે સ્થિર ના થાય તેની કાળજી લેવાની છે. મારી જાતને સુઘારવાની પહેલ મારે જ કરવાની છે.
    The best way to predict future is to create yourself.
    Sufi Sant, Rumi said, ” Yesterday I was clever, so I wanted to change the world. Today I am wise, so I am changing myself. ”
    Thanks.
    Amrut Hazari.

    Liked by 1 person

    1. વહાલા અરવીન્દભાઈ,
      ‘રુપાલની પલ્લી (ઘી ઢોળવું કે વાપરવું?)’ લેખને આપશ્રીના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..

      Like

  14. અહીં એક બીજી વાત પણ વીચારવા જેવી છે તે એ કે બધે જ ગંદકી હોય ત્યારે બીજાની ગંદકી અંગે ચર્ચા કરવા કરતાં પોતાનું આંગણું ચોખ્ખું રાખવા માટે જાતનીરીક્ષણ કરવાની વાત બહુ જરુરી ગણાય. “અન્યનું તો એક વાંકું, ‘આપણાં’ અઢાર” હોય ત્યારે આત્મનીરીક્ષણ અગત્યનું બની રહે.

    અભીવ્યક્તી બ્લૉગ જેવી પ્રવૃત્તીઓને “પોતાના ઘરેથી શરુ થતી ચૅરીટી” ગણીને એને ટેકો આપવો રહ્યો.

    એક સુવીચાર હતો : “હે ભગવાન, દુનીયાના સૌ કોઈને સારા બનાવજે અને શરુઆત મારાથી કરજે !!”

    Liked by 1 person

  15. Saras lekh lakhta raho comment pan aapta raho ane bhagvatibhai ne man dukh thayu hoi to aa site par badha lekho vanchva namra vinanti B.M.DAVE, RAMAN PATHAK,BHUPENDRA RAOLJI. vagere na lekho ghana lekhako je sacha rational hase te badhaj dharmo par lakhe chhe ane tatasth lakhvu enu namaj to rationalism, pachhi to jevi jeni soch. aabgar Govind bhai ane Jeram desai khub saras lekh.

    Liked by 1 person

  16. JI..WHATS APPS PAR AANA VIDEO JOYA…TAMARI VAAT SAATHE SAHAMAT…ANDHSHRADHA MA THI MUKTA THAVU KATHIN CHE PAN ASHAKYA NATHI..
    GIRISH DAVE

    Liked by 1 person

  17. Bhai Indu

    Jay Shree Krishna

    Attached message worth reading though no has has been to stop it. Read it for information.

    do not forget to to forward Bapuji’s passport. Please get hold of an forward it

    to me for I want to get that enlarge and frame it for our wall. Please do read this and remember. If not handy please look for without forgetting and this is a humble request.

    Love to all.

    Bhai/Bhabhi

    with love.

    PS; Had a word with Mukesh and Bahen. I have requested Mukesh to talk to you with video phone. Bahen’s response will make you happier.

    ________________________________

    Like

Leave a comment