ધાર્મીક ભ્રષ્ટાચાર

01

 

ધાર્મીક ભ્રષ્ટાચાર

હમણાં એક સરકારી ઑફીસમાં દાખલો કઢાવવા જવાનું થયું. એવા ધક્કે ચઢ્યા કે સાવ નાખી દેવા જેવા કામમાં પુરા ચાર કલાક બગડ્યા. કર્મચારીઓની અન્દરોઅન્દરની વાતચીત પરથી એટલો ખ્યાલ આવ્યો કે દાખલો કાઢી આપવાનું કામ કરતા મી. ગાંધી નામના સજ્જન ચાલુ ઑફીસે સત્યનારાયણની કથા સાંભળવા ગયા હતા. એ ગાંધીભાઈ જલદી પાછા આવી જાય એવી અમે સત્યનારાયણને પ્રાર્થના કરી પણ વ્યર્થ…!!! અમેરીકાથી પધારેલા એક મીત્ર અમારી સાથે હતા. ચાલુ નોકરીએ કથા સાંભળવાની સરકારમાન્ય સુવીધા નીહાળી તેઓ હીઝરાતાં હૈયે બોલ્યા, ‘અમારે ત્યાં તો ઑફીસે પાંચ મીનીટ મોડા પહોંચો તોય પગાર કાપી લે છે!’ સમજો તો દીવા જેવી ચોખ્ખી વાત છે. માણસના રોજીન્દા કામોમાં રુકાવટ લાવે એવી ભક્તી માણસે મનસ્વીપણે ઉભી કરી છે. આપણે એને ધાર્મીક ભ્રષ્ટાચાર કહી શકીએ. દુનીયાનો કોઈ પણ ધર્મ કદી ચાલુ ઑફીસે કથા સાંભળવા જવાનું કહેતો નથી. ખુદ ભગવાનને પણ માણસની એવી ભક્તી સામે ખાસ્સો વાંધો હશે પણ એનું કોણ સાંભળે? હજી આગળ સાંભળો. બેંકમાં એક માણસ ડ્રાફટ કઢાવવા ગયો. ડ્રાફટ લઈને એણે તુરત ગાડી પકડવાની હતી. બાજુના ક્લાર્કે કહ્યું, ‘વાર લાગશે, ડ્રાફટ લખનાર ભાઈ નમાઝ પઢવા ગયા છે.’ પેલા બીરાદર નમાઝ પઢીને આવ્યા ત્યાં સુધી ગ્રાહકે તેની આતુરતાભરી પ્રતીક્ષા કરી પણ ગાડી તો નીકળી જ ગઈ.

સત્ય એ છે કે પ્રત્યેક માણસ માટે કર્તવ્યથી મોટો ધર્મ બીજો એકેય નથી. ખુદાની બન્દગી કે પ્રભુની પુજાનો વાંધો ના હોઈ શકે; પરન્તુ તે કામ નોકરી ધન્ધાના ભોગે તો ના જ કરવાનું હોય. એવી અશીસ્તભરી ભક્તીથી ગ્રાહકો ખુબ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. જરા વીચારો, એક પારસી ડૉક્ટર ઑપરેશન અધુરું મુકી અગીયારીમાં લોબાન–સુખડ ચઢાવવા જાય તો દરદીની શી હાલત થાય? એક હીન્દુ પાયલોટ ચાલુ વીમાને રામની માળા જપવા બેસે તો એવી ભક્તીથી રામચન્દ્રજી રાજી થાય ખરા? કોઈ જૈનબન્ધુ બસડ્રાઈવર હોય અને માર્ગમાં જ્યાં જ્યાં દેરાસર નજરે પડે ત્યાં બસ થોભાવીને દર્શને જાય તો પેસેન્જરોને તે પરવડે ખરું? વીકસીત દેશોની પ્રજા ધર્મ પાછળ સમય બગાડતી નથી. તેઓ કામને જ પુજા ગણે છે. સરદાર વલ્લભભાઈ પટેલ અદાલતમાં કેસ લડતા હતા તે સમયે તેમની માતાના મૃત્યુના સમાચાર મળ્યા; પરન્તુ સહેજ પણ અસ્વસ્થ થયા વીના તેમણે છેવટ સુધી વકીલાત ચાલુ રાખી અને કેસ જીત્યા ય ખરા. દરેક માણસ  સરદાર પટેલ જેવી કર્તવ્યનીષ્ઠા અને એકાગ્રતા દાખવે તો જીવનમાં તેના સારાં પરીણામો જરુર પ્રાપ્ત થઈ શકે; પરન્તુ આપણી તો ભક્તીય ભંગાર અને બન્દગીય બોગસ… એવી તકલાદી ભક્તીના વધુ એક બે દાખલા જોઈએ.

વીતેલા ગણેશોત્સવ વખતે એક પ્રસંગ બન્યો હતો  ગણેશમંડળના થોડાંક જુવાનીયાઓ મુર્તી ખરીદવા ગયા. બન્યું એવું કે પૈસા પરત કરવામાં મુર્તીવાળાથી એક ભુલ થઈ. પૈસા પરત કર્યા તેમાં સો રુપીયા સમજીને પાંચસોની નોટ અપાઈ ગઈ. થોડે ગયા ત્યાં ખ્યાલ આવ્યો કે મુર્તીવાળાએ ભુલથી ચારસો રુપીયા વધારે આપી દીધા છે. જેવી એ વાતની ખબર થઈ કે બધાં યુવાનો ગેલમાં આવી ગયા. એકાદને ય એવો વીચાર ના આવ્યો કે ગરીબ મુર્તીવાળાને ચારસો રુપીયા પરત કરી દઈએ. એક બે તો હરખના માર્યા ચીલ્લાઈ ઉઠયા– ‘ગણપતીબાપ્પા મોરીયા…!’ (અમારા બચુભાઈ હોત તો જવાબ આપ્યો હોત– ‘ને ચારસો રુપીયા ચોરીયા…!’)

ધરમકરમવાળા આ દેશમાં ભગવાનના સોદામાંય લોકો આવી લુચ્ચાઈ આદરે છે ત્યાં બૉફોર્સના તોપસોદાની શી વીસાત? થોડા વખત પરની એક બીના સાંભળો. એક મુસ્લીમ મીકેનીકે એક માણસનું સ્કુટર રીપેર કરતી વેળા તેમાંથી નવી કોઈલ કાઢી લઈને જુની નાંખી આપી. સ્કુટર માલીકે ઝઘડો કર્યો અને પોતાની નવી કોઈલની માંગણી કરી. મીકેનીકે કહ્યું : ‘અમારા રોજા ચાલે છે. રોજામાં અમે થુંક પણ ગળતા નથી તો ધન્ધામાં જુઠું શું કામ બોલીએ? મેં તમારી કોઈલ બદલી જ નથી!’ પેલા સ્કુટરચાલકે ભારે મનદુઃખ સાથે વીદાય લીધી. ચારેક દીવસ બાદ બન્યું એવું કે એના ભાઈના સ્કુટરની કોઈલ ફેઈલ થઈ ગઈ અને યોગાનુયોગ એજ મીકેનીક પાસે તે ગયો. એ મીકેનીકે પેલી ચોરી લીધેલી કોઈલ નાંખી આપી અને પૈસા ઉપજાવી લીધા. (થયેલું શું કે કોઈલ પર પેલા મુળ માલીકે રંગ વડે નીશાની કરી હતી એથી તુરત ઓળખી ગયા કે આ એમની જ કોઈલ છે) આ દેશમાં ધર્મના ઓથે ઠગાઈ ઉદ્યોગનો ખાસ્સો વીકાસ થયો છે. છળકપટ કોઈ કોમનો ઈજારો નથી. માનવીના પ્રપંચો સમ્પુર્ણ બીનસાંપ્રદાયીક રહ્યાં છે. દગાબાજી, વીશ્વાસઘાત, કે લુચ્ચાઈને હીન્દુત્ત્વ કે મુસ્લીમત્ત્વ સાથે કોઈ પક્ષપાત નથી હોતો.

હવે એક સ્ટવ રીપેર કરનાર હીન્દુ માણસનો દાખલો જોઈએ. સ્ટવનું ફક્ત વૉશર બદલવાનું હતું. સ્ટવમાં બીજી કોઈ ખરાબી હતી નહીં. ‘એક ઢાંકણીમાં થોડું તેલ લઈ આવો’ એવું કહી સ્ટવવાળાએ પત્નીને રસોડામાં મોકલી અને તે દરમીયાન પમ્પનો વાલ્વ બદલી તુટેલો વાલ્વ નાંખી દીધો. પછી કહ્યું : ‘જુઓ પમ્પમાં કેરોસીન આવે છે. વાલ્વ તુટેલો છે. બદલવો પડશે!’ મીત્રએ જોયું કે સ્ટવવાળો લુચ્ચાઈ પર ઉતર્યો છે એથી ધમકાવ્યો. પેલાએ કહ્યું : ‘હું નાગદેવતાનો ભક્ત છું…! હું ધન્ધામાં કદી જુઠું બોલતો નથી!’ કહી એણે હાથ પર ચીતરેલો નાગ બતાવ્યો. મીત્રે એને મારવા લીધો. અને પોલીસમાં પકડાવવાની ધમકી આપી. ત્યારે તેણે કરગરી પડતાં માફી માગી અને વાલ્વ બદલ્યો હોવાનું કબુલ્યું.

બચુભાઈ કહે છે, ‘માણસના ચારીત્ર્ય પર પડેલા બેઈમાનીના ડાઘ ધર્મના સાબુથી ધોઈ શકાતાં ના હોય તો એવા ધર્મનો ફાયદો શો? રોજામાં થુંક ગળાઈ જાય તો પાપ લાગે એમ માનતો મુસ્લીમ આખેઆખી કોયલ ગળી જાય તોય તેના રોજા અખંડ રહે છે. એક હીન્દુ નાગદેવતાનો ભક્ત હોવાનું ગર્વ લે છે, પણ ધન્ધામાં નાગની જેમ ગ્રાહકને ડંખ મારે છે ત્યાં તેનો ધર્મભંગ થતો નથી. બધાં જ હીન્દુ–મુસ્લીમો એવાં હોતાં નથી. પણ ઘણા લોકો સગવડીયો ધર્મ પાળે છે. તેઓ ધર્મ પણ પાળે છે અને તક મળતાં બેઈમાની પણ આચરી લે છે. ધર્મને એવા માણસોએ ખુબ બદનામ કર્યો છે.’ 

એકવાર અમે એક દૃશ્ય જોયું હતું. એક બ્રાહ્મણના નાના છોકરાએ ધુળનો ઢગલો કરી તેમાં પેશાબ કર્યો અને તપેલીમાં કડછી વડે શાક હલાવે તેમ જનોઈ વડે તેમાં હલાવવા લાગ્યો. એ દૃશ્ય જોઈ મને વીચાર આવ્યો– માણસે ધર્મ જોડે આ નાદાન છોકરા જેવું જ અળવીતરું કર્યું છે. જનોઈ બાપડીનો પનારો નાદાન છોકરા જોડે પડ્યો. નાદાનકી દોસ્તી ને પેશાબમાં સ્નાન…!

શ્રદ્ધાળુ માણસો ધર્મની ટીકા સાંભળી છંછેડાઈ ઉઠે છે; પણ વાસ્તવીક્તા એ છે કે ધર્મને માણસે પેશાબતુલ્ય બનાવી મુક્યો છે. ધર્મ અને ભગવાનના માથા પર સૌથી વધુ હથોડા ધાર્મીકોએ માર્યા છે. માણસે ધર્મ અને ભગવાન બન્નેને રાતા પાણીએ રડાવ્યા છે. એક વડીલે હીન્દુનો દાખલો આપતાં કહ્યું, ‘એ માણસ રોજ વહેલો ઉઠીને મન્દીરે જાય. ભાવથી પ્રભુપુજા કરે; પણ પાછા આવતી વેળા એની કાકીના ઘર પર એકાદ બે પથ્થરો મારતો આવે. (કાકી જોડે એને કોઈ મીલકત વીષયક મનદુઃખ હતું) એ જે હોય તે પણ કોઈ પણ શાણો હીન્દુ પુજા અને પથ્થરના આ અધમ કક્ષાના ગઠબન્ધનને આવકારી શકે ખરો? કોઈ ચુસ્ત મુસ્લીમ ત્રણ વાર નમાઝ પઢતો હોય, રોજ કુરાનેશરીફ વાંચતો હોય; પણ ત્યારબાદ આતંકવાદીઓના શસ્ત્રગોડાઉનનું મેનેજીંગ કરતો હોય તો અલ્લાહ તો દુર શાણા મુસ્લીમો ય તેને ટેકો આપે ખરાં?

એટલું ખાસ યાદ રાખવા જેવું છે. શીક્ષણ મેળવ્યા પછી માણસ શું બની શકે છે તેમાં શીક્ષણની ઈજ્જત રહેલી છે. તે રીતે ધર્મનું પાલન કર્યા પછી માણસ કેવો વ્યવહાર કરે છે તેમાં તેના ભગવાનની ઈજ્જત રહેલી છે. ચાલો આપણે જીવનમાં ધર્મનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને આપણાં ભગવાનની ઈજ્જતની રક્ષા કરીએ. 

– દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ‘ચાલો, આ રીતે વીચારીએ’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત 395 003 ફોન : 0261–2591449 ઈ.મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/-)માંનો આ પ્રથમ લેખ, પુસ્તકનાં પાન 09થી 11 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખકનાં અન્ય પુસ્તકો :

(1) ‘જીવન સરીતાને તીરે’ (2) ‘ચાલો, આ રીતે વીચારીએ!’ અને (૩) ‘ધુપછાંવ’ એ પ્રથમ ત્રણ પુસ્તકો સુરતના સાહીત્ય સંગમ, ગોપીપુરા, સુરત – 395 003 (સેલફોન : 98251 12481 વેબસાઈટ : www.sahityasangam.com  ઈ.મેઈલ  : sahitya_sankool@yahoo.com )  તરફથી પ્રકાશીત થયાં છે. એક પુસ્તક ‘મનનાં મોરપીંછ’ (પુરસ્કૃત) ઈમેજ પબ્લીકેશન્સ પ્રા. લી., (199/1, ગોપાલ ભુવન, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુમ્બઈ – 400 002 ફોન : (022) 2200 2691 વેબસાઈટ : www.imagepublications.com  ઈ.મેઈલ : info@imagepublications.com) તરફથી પ્રગટ થયું છે. એક પુસ્તક ‘જીવનસરીતા’ અમદાવાદના  નવભારત સાહીત્ય મંદીર, જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ – 380 001 (ફોન : (079) 2213 2921  વેબસાઈટ : www.navbharatonline.com  ઈ.મેઈલ : info@navbharatonline.com )   અને બાકીનાં નવ પુસ્તકો (1) ‘શબ્દોનો સ્વયંવર’ (2) ‘ઉરે ઉગ્યો અરુણ’ (3) ‘બોલો, ઈશ્વર છે કે નથી?’ (4) ‘સ્ત્રી : સંસારલક્ષ્મી’ (5) ‘તનકતારા’ (6) ‘અંતરના ઈન્દ્રધનુષ’ (પુરસ્કૃત(7) ‘હૈયાનો હસ્તમેળાપ’ (8) ‘ધરમકાંટો’ અને (9) ‘સંસારની સીતાર’ એ તમામ પુસ્તકો ગુર્જર ગ્રંથરત્ન પ્રકાશન, રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ – 380 001 (ફોન : (079) 2662 0472/ 2214 4663 ઈ.મેઈલ : goorjar@yahoo.com ) તરફથી પ્રગટ થયાં છે.

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ગુજરાત(ભારત) સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 6.00 અને દર સોમવારે બપોરે 2.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ–મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 18–09–2017

 

18 Comments

 1. અત્યારે જગતનો દરેક ધર્મ “સગવડીયો” ધર્મ બની ગયેલ છે. ઍટલે કે “ધર્મ” અને “ધંધો” ઍ બંને જુદી જુદી વસ્તુ છે. ઉર્દૂ ભાષા ની ઍક કહેવત છે, જેનું ભાષાંતર છે: “૧૦૦ ઉંદરડાઓ મારીને બિલાડી હજ્જ (જાત્રા) કરવા નીકળી”.

  ગુજરાતી ની ઍક કહેવત “પૈસો મારો પરમેશ્વર ને હું પૈસા નો દાસ” અનુસાર પહેલા પૈસા અને પછી ધર્મ અને પરમેશ્વર.

  ઍક જૂની ભારતી ફીલમનું ઍક ગાયન યાદ આવે છે, જેના બૉલ હતા: “પહેલે પૈસા ફીર ભગવાન………………

  આ છે આજના “સગવડીયા” ધર્મ ની પરિસ્થિતિ.

  કાસીમ અબ્બાસ

  Liked by 1 person

 2. It is 100% true. We do dishonesty in our daily life in the name of God.

  Thanks for the article. I fully agree with Qasim’s views.

  Pradeep H. Desai

  USA

  Liked by 1 person

 3. ધર્મ ની પરિભાષા નવેસર થી સ્થાપવાનો સમય થઇ ગયો છે.. તેને પંથક ના દાયરામાં થી બહાર કાઢી.. “પોતાની જોડે છેતરપિંડી ન કરે” તે સ્તરે સ્થાપવા ની જરૂર છે.. ધર્મ સનાતન/ સાચો છે.. પંથકના ઓઠા હેઠળ જે વ્યક્તિ ખોટું આચરણ કરે કે જે પંથક ખોટું કરવા પ્રેરે.. તે દોશી ગણાય.. માટે સાચું આચરણ કરવા માનવ પ્રેરાય તેવું વાતાવરણ સર્જાય તે આવશ્યક છે.. છેવટે ટૂંકી સમજણ અનીતિ સર્જે છે.. તેને કેમ કાપવી તેની ચર્ચા ઉચીત છે.. ધર્મ ને બદનામ કરવાથી કંઇ નહી વળે

  Like

 4. The wrong side walking is the biggest corruption on the earth!as per lords
  krishnas,geeta:the ,naro va kunjerva for welfare of mass?the good and bad
  action and reaction is bounded to all!The mass making more mistakes?the
  mother nature is so kind ,his highness giving the free rain water on the
  welfare of mass!to see the crime is equal to playing the crime! shoot at
  THE sight the crime!WHO WILL BELL THE cat?

  25 સપ્ટેમ્બર, 2017 02:13 PM પર, અભીવ્યક્તી એ
  લખ્યું

  > ગોવીન્દ મારુ posted: ” 01 ધાર્મીક ભ્રષ્ટાચાર હમણાં એક સરકારી ઑફીસમાં
  > દાખલો કઢાવવા જવાનું થયું. એવા ધક્કે ચઢ્યા કે સાવ નાખી દેવા જેવા કામમાં પુરા
  > ચાર કલાક બગડ્યા. કર્મચારીઓની અન્દરોઅન્દરની વાતચીત પરથી એટલો ખ્યાલ આવ્યો કે
  > દાખલો કાઢી આપવાનું કામ કરતા મી. ગાંધી નામના સજ”
  >

  Like

 5. Our Bohra Syedna Sahib is another Dhan guru I must address him that way- In the first 10 days of Moharram when he does the sermons he orders all his followers to close the shops and ask students to be absent from the schools and colleges! How does the dharmguru become an anti educationist? I can tell you countlee things about his religious practices and behavior that deserves him to be sent to jail!

  Liked by 1 person

  1. This man Mufaddal, so called spiritual leader of Bohra community is considering himself like a god and virtually his blind faith Bohra followers worship him, making Sijdah (prostration) to him, kissing his shoes and consider themselves as “Abd-e-Syedana” i.e. Syedana’s bhakt/bandah. On each and every occasion i.e. time and again, he collects “Salami” i.e. Cash in envelope. No Bohra can come near him without Salami, and thus he collects millions and millions of hard earned money from his blind faith followers. No Bohra can go in their Masjid to listen sermon without paying Salami i.e. Cash for Mufaddal. He has appointed his representatives i.e. Aaamil Bhai Saheb in every town and they collect money for him from blind faith Bohras. No dead Bohra can be buried unless money is paid to representative, who issues “chitthi”, and then dead can be buried. When a Bohra woman becomes pregnant, the tax money for Mufaddal is paid for new born yet to come.
   In other words, he virtually is god for Bohras and collects millions from the in the name of religion. And Bohras never thinks about this old age devil practice.

   Liked by 1 person

 6. ચાલો આપણે જીવનમાં ધર્મનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને આપણાં ભગવાનની ઈજ્જતની રક્ષા કરીએ.
  ———–
  રેશનાલિસ્ટ બ્લોગ પર ભગવાનની ઈજ્જતની રક્ષાનો આ જુસ્સો ગમ્યો.

  Liked by 1 person

 7. Khub saras lekh aabhar Govindbhai ane Panchal saheb.
  aahe bharat ni kacherio mo gandhi no photo hoi ane darek chalani noti par pan gandhi no photo hoi have sarkari babuo su gandhi sikari ne ( lanch na paisa rupe ) dival par tangela gandhi ne evu batavava mange chhe ke bapu ame tane bhuli nathi gaya tari sakshi e tara phota vali noto prasad tarike swikarie chhiye ane aapna netao gandhi khadi paherine monga sakshi tarike aa darshan ( tamasho ) joi ne pavan thai chhe.

  Liked by 1 person

 8. દાયકાઓ પહેલાં એક ગુજરાતી સામાયિકમાં વાંચેલો પ્રસંગ ભુલાતો નથી.
  કોઈ તહેવારના દિવસે એક સજ્જન ગરીબોને લાડવા વહેંચતા હતા. એક ખુબ ગરીબ બાઈ
  સાથે તેનું નાનું બાળક હતું તે જોઈને તેમણે તેને ત્રણ લાડવા આપ્યા. તે બાઈએ
  કહ્યું, ” સાહેબ મને બે જ લાડવા આપો.” સજ્જને કહ્યું કે ત્રીજો લાડવો તેના
  બાળકને સાંજે ખાવા માટે આપ્યો હતો. તો કહે, “સાંજે તો મારી _____ મા અમને
  પહોંચાડશે. અત્યારે તો બીજા ઘણા ભૂખ્યા પાછળ છે તેમને આપો.” (આ પણ બનેલી વાત
  છે, કાલ્પનિક નથી.) આનું નામ સાચી શ્રદ્ધા પછી ભલે તે મેલડી મા પ્રત્યે હોય
  કે અંબામા કે ગાયત્રીમા પ્રત્યે હોય. ગુરુ તો આ ભિખારણને બનાવવા જેવી છે કે
  જે વિકટ સંજોગોમાં પણ બીજાની જરૂરિયાત પ્રત્યે સભાન હતી.

  2017-09-25 4:43 GMT-04:00 અભીવ્યક્તી :

  > ગોવીન્દ મારુ posted: ” 01 ધાર્મીક ભ્રષ્ટાચાર હમણાં એક સરકારી ઑફીસમાં
  > દાખલો કઢાવવા જવાનું થયું. એવા ધક્કે ચઢ્યા કે સાવ નાખી દેવા જેવા કામમાં પુરા
  > ચાર કલાક બગડ્યા. કર્મચારીઓની અન્દરોઅન્દરની વાતચીત પરથી એટલો ખ્યાલ આવ્યો કે
  > દાખલો કાઢી આપવાનું કામ કરતા મી. ગાંધી નામના સજ”
  >

  Like

 9. There is ample proof that religion has not improved personal conduct nor society’s ethical value system. People continued to suffer even lakhs of people worship daily or attend puja kirthan and katha. Why still religious blindness is like a rock in society/ Any sociologist will reply ?? I am baffled.

  Like

 10. ઘર્મને નામે ઘતીંગ તો ભારતનો સૌથી જૂનો ઘંઘો છે. જ્યારથી વર્ણવ્યવસ્થા કામે લાગી હતી ત્યારથી જ આ ઘતીંગ શરુ થઇ ગયુ હતું તેને સુઘારવાનો કોઇ રસ્તો નથીં કોઇ બીજો વિષય શોઘીઅે.
  અમૃત હઝારી.

  Like

 11. ખૂબ સુંદર લેખ. મોટાભાગના ધાર્મિક માણસો જ ધતિંગ કરતા હોય છે.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s