Join 1,240 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
Good one.
LikeLiked by 1 person
જે સીધ્ધાન્તો માણસને નીશ્ઠુર બનાવતા હોય તે સીધ્ધાન્તો માનવજાત માટે ખતરનાક છે. લાગણી ઉપર કાબુ રાખવો અને લાગણી મુરઝાવી દેવી એ બે જુદી બાબતો છે. લાગણી ઉપર કાબુ રાખનાર ‘સ્થીતપ્રગ્ન’ છે જ્યારે લાગણીને મુરઝાવી દેનાર ‘જડ’ છે. એકમાં સમઝણ અને બીજામાં અણસમઝ હોય છે.
LikeLiked by 1 person
ઈલા કોઈ સજ્જન સાથે ફરી પરણે તો ? અરૂણને પણ એનું સ્વાતંત્ર્ય છે.
ન.મો. પણ અરૂણ જેવા જ ને? !
LikeLike
હા એ રસ્તો જરૂર ઇલ્લા અપનાવી શકે પરંતુ એની પાસે બે છોકરા નો બોજ નાખી ને અરુણ એ એનું બાયલાપણું બતાવી દીધું એનું શું?
હું હમેશા માનું છું અને કહું પણ છું કે દરેક માનવજાતને જિંદગી ભર એક સાથી હોવો જરૂરી છે. પરંતુ આનો ખોખલો સમાજ આ વાત ફક્ત પુરુષ ને જ પ્રદાન કરે છે સ્ત્રી ને નહિ…. અને એ એક દુઃખદ વાત છે
LikeLiked by 1 person
માનનીય દિનેશભાઇ અને ગોવિંદભાઇ, તમારી આ રજુઆત ખરેખર મનનીય છે. વિગતથી વાત કરીએ તો દરેક સંસારી જીવ ચાર ઋણ લઇને જન્મે છે. માબાપ કે જે એને આ દુનિયામાં લાવે છે. ભરણપોષણ કરે છે. પ્રાથમિક જરુરિયાત ને સામાજિક નિયમો શીખવીને સમાજમાન્ય સભ્ય બનાવે છે. એટલે પોતાના અસ્તિત્વ માટે એ માબાપનો ઋણી. કાળક્રમે ગુરુકુળ, વિદ્યાપીઠ કે સ્કુલમાં જાય. ગુરુ એને જીવનલક્ષી જ્ઞાન સાથે આજીવિકા રળવાના રાહ બતાવે, નીતિનિયમો શીખવે. એક સારો નાગરીક બનાવે એટલે એ ગુરુનો ઋણી. યોગ્ય ઉંમરે ઘરસંસાર વસાવે, સમાજનો ઉત્પાદક સભ્ય બને, નવી પેઢી તૈયાર કરે, માબાપને પરિવારનુ રક્ષણપોષણ કરે, એ પછી સમાજનુ ઋણ. એક કહેવત છે એક બાળકને સમાજ માન્ય સભ્ય બનાવવામાં આખા સમાજનો ફાળો હોય છે. એટલે એ સમાજનો પણ ઋણી. એ નિવૃતિના સમયમાં સમાજઉપયોગી પ્રવૃતિઓ, જયા જરુર પડે ને માગવામાં આવે ત્યારે પોતાના અનુભવનો લાભ આપવાનો. એ પછી પોતાની જાત તરફ. સન્યાસ લેવો કે તીર્થયાત્રા કરવી, પ્રભુભજન કરવુ, એંકાતમાં જતુ રહેવુ એ એમની ઇચ્છા ને અધિકાર. પણ જે લોકો કોઇની શેહમાં આવી, સંસાર વસાવી, સંસાર માણી લીધા પછી ‘આ ખીર ખાટી છે’ કહીને ભાગી જનારા પલાયનવાદિ છે. એમનો કોઇ દિવસ મોક્ષ થતો નથી. કેમ કે માણસ બધાને છેતરે પણ પોતાના આત્માનહિ. વૈરાગ્ય વસ્ત્રોમાં નહિ મનમાં હોય છે. એટલે તો સંસારીને ય ચડે એવા ભોગવિલાસ ને કામલીલા આવા કહેવાતા વૈરાગી આચરતા હોય છે. બીજુ સમાજના ઉત્પાદક સભ્ય થવાને સમયે એમાથી છટકી જનારા સમાજવ્યવસ્થા ખોરવી નાખે છે. આપણુ જીવન બરાબર ટકાવી રાખવા દરેક સભ્યની પ્રમાણિક મહેનત જરુરી છે. આપણા ભાણામાં આવતા દુધ, દહી, શાકભાજી, ફળ, આપણા કપડા, બધામાં અનેક અદ્રશ્ય વ્યકિતઓનો ફાળો હોય છે. ધારો કે રાતોરાત બધા પશુપાલકો કે ખેડુતો બાવા થાય તો? એનાથીય વધારે તો આવા મોક્ષવાછું પાછા એના ભરણપોષણ માટે આવવાના તો સંસારીને આંગણે! સંસારી માથે એના મોક્ષનો કરિયાવર!. અરે ભાઇ, તમને જો સંસાર અસાર લાગતો હોય તો જરુર પડે પાછા સંસારમાં શું કામ દોડ્યા આવો છો?જાવ, જંગલ કે કોઇ એકાંત જગ્યાએ તમારુ અભ્યારણ બનાવી લો. ધાસ ને ઝાડના મુળીયા ખાવ ને માંદા પડો તો અહી આસીયુમાં આવવાને બદલે જેવી ભગવાનની કે તમારા ગુરુની ઇચ્છા માની ભોગવી લો. તમારો વૈરાગ્ય તમારો મોક્ષ તમને મુબારક. પણ એનો બોજો સમાજના ઉત્પાદક સભ્યો પર ન નાખો, એ પણ એક સમાજસેવા જ ગણાશે.
LikeLiked by 1 person
જોરદાર..
LikeLiked by 1 person
દરેક ધર્મ – હિન્દુ, ખ્રિસ્તી, ઈસ્લામ વગેરે અનુસાર, પત્નીના ભરણ પોષણની પુરી જવાબદારી પતિ પર છે. મુસ્લિમ ધર્મશાસ્ત્ર નો શ્લોક ૪:૩૪ પણ ઍમ જ કહે છે. તે માટે ઈસ્લામ ધર્મમાં પત્ની તથા બાળકોના ભરણ પોષણનો બંદોબસ્ત કર્યા વિના હજ યાત્રા માટે જવાની પણ મનાઈ છે.
જ્યારે પુરુષ તેની અર્ધાંગીનીને પત્ની તરીકે સ્વીકારે છે, ત્યારથી પત્નીના છેલ્લા શ્વાસ સુધી પત્ની તથા બાળકોના ભરણ પોષણની પુરી જવાબદારી પતિ પર જ હોય છે.
મુસ્લિમોમાં પણ ઘણીવાર ઍ જોવામાં આવ્યું છે કે અરુણ જેવા અમુક અર્ધ-ધર્મ ઝનુનીઑ, “તબલીગ” ઍટલે કે ધર્મના પ્રચાર કાજે પત્ની તથા બાળકોના ભરણ પોષણનો બંદોબસ્ત કર્યા વિના ઘરને છોડીને ૪૦ દિવસ માટે મુસાફરી ઍ નીકળી જાય છે.
આવા બનાવોની જવાબદારી ધર્મ ઝનુની ધર્મગુરૂઓની છે, જેઓ ભોળા અંધશ્રદ્ધાળુઑનું “બ્રેન વૉશ” કરીને તેમને સંસાર ત્યાગની પ્રેરણા આપે છે.
દરેક ધર્મ “દીન અને દુનિયા”, ઍટલે કે “ધર્મ અને જગત જીવન”, ઍ બંનેને સમતોલ રાખવાની શિખમણ આપે છે.
કાસીમ અબ્બાસ
LikeLiked by 1 person
સાધુ બન્યા વગર પણ તે સત્યનું સંશોધન કરી શક્યો હોત..
LikeLiked by 1 person
“દારુના નશાનો એક મોટો ફાયદો એ છે કે તે ઉતરી જાય છે. ધર્મનો નશો ઉતરતો નથી.”
ખુબ કહી.
LikeLiked by 2 people
જ્યારથી કરન્સી ચલણમાં ઓવી ત્યારથી માણસ વેપારી બની ગયો. અને ઘર્મને વેપારનું રુપ આપ્યું. આપણે હિંદુઓની જ વાત કરીઅે છીઅે. આ સાચી વાત હિંદુ અથવા જૈન ઘર્મની છે અેમ કહી શકાય. વેપારીઓ આજે પણ…મોહ…માયા…સંસાર…અસાર…..ક્રોઘ…માયા….મોહત્યાગ…સંસારત્યાગ…મોક્ષ….સ્વર્ગ…નર્ક….અને બીજા ઘણા શબ્દોનો ઉપયોગ કરીને…..મુરખોને ઉલ્લુ બનાવે છે. હજારોની સંખ્યામાં લોકોને અેક જગ્યાઅે અેકથા કરે છે. ઉલ્લુ બનાવવાવાળો મોક્ષ પામી ગયો ખરો ? આજે દુનિયામાં હકીકતમાં શું ચાલી રહ્યુ છે તેની ઉપર વિચારીઅે છીઅે. ઘર્મગ્રંથોની વાત ભૂલી જઇઅે. અહિં તો ઉલ્લુ બનાવવાવાળા પણ છે અને ઉલ્લુ બનવાવાળા પણ રેડી છે. બાર્ટર સીસ્ટમમાં લોકો પોતાની જવાબદારી વઘુ સમજતાં હતાં અેવું મારું માનવું છે….બાર્ટર અેટલે…વસ્તુ વિનિમય અથવાઅદલા બદલી કરવી. દુનિયામાં ઘરમોઅે જે રીતે નામ ‘ઘર્મ‘નો જેટલો દુરુપયોગ કર્યો છે તેનો કોઇ અંદાજ નથી…હજી પણ તે ક્રિયા વઘુ વેગે ચાલુ જ છે. આ અેક મનોવિજ્ઞાનનો પ્રશ્ન છે. પોચા કે કાચા મનનો માણસ ઉલ્લુ જલ્દી બને છે. ઘરમનો પ્રશ્ન નથી. સાચો તો અેક જ ઘર્મ હોય…અને તે છે માનવ ઘર્મ. વેપારીઓને આ મંજુર નથી. દુનિયાના દાખલાઓ જણાવે છે કે દરેક જાણીતા ઘર્મોમાં, ગૃહસ્થી અને સન્યાસમાં અેક વસ્તુ કોમન છે….અને તે છે સંસારીનું જીવન જીવવું. અરુણ અને ઇલા બન્ને હ્યુમન સાયકોલોજીના પ્રશ્નો છે. અરુણ મોટો પેશંટ છે. ઇલા જો આજના જમાનાની સ્ત્રી હોય તો તે પોતાનું જીવન અને બાળકોનું જીવન નવપલ્લવિત કરી શકી હોત. મન ચાહે તો રસ્તા ઘણા છે. ઘરમ તો અેક વેપાર છે…તે શીવાય બીજું કાંઇ નહિ.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
ખૂબ જ ઉચિત પ્રશ્ન ઊઠાવ્યો છે. સુરેશભાઈએ લખ્યું છે, ન.મો. પણ અરૂણ જેવા જ. હું આની સાથે સહમત નથી. ન.મો. એ રીતસરના કાયદા પ્રમાણે છૂટાછેડાની પ્રક્રીયા અપનાવવી જોઈતી હતી. જે માણસ આટલો મોટો કાયદાનો ભંગ કરે છે, એ માણસ આજે દેશનો કાયદા ઘડનાર અને કાયદાનો રક્ષક કેવી રીતે હોઈ શકે?
LikeLiked by 1 person
યાદ આવ્યુ. ગયે મહિને સુરત તરફ અેક જૈન કપલ ત્રણ વરસની છોકરીને મુકીને સન્યાસ લીઘો અને તેઓ લક્ષાઘિપતિ હતાં. સન્યાસ પણ વાજતે ગાજતે….ફરી કહું છું…કપલે સાથે રન્યાસ લીઘો અેક ત્રણ વરસની છોકરીને મુકીને.ઇલા તો ભૂતકાળમાં પાંચ અાંકડાનો પગાર કમાતી હતી. જો તેનામાં કોન્ફીડન્સ હોત તો તે અરુણને પહેલાં ડીવોર્સ આપતે અને નોકરી શોઘતે…તેનામાં શક્તિ તો હતી જ. અરુણ તેને ડીવોર્સ અાપવા વુના સન્યાસ લઇ લે તો પછી ? બઘા જ સરખાં. રડવાને અને અરુણની નામર્દાનગીને કોઇ સંબંઘ ના હોવો જોઇઅે. ૨૧મી સદીમાં જીવતી ભણેલી ગણેલી વ્યક્તિ અને રડે ? પોતાની ફરજો ઉંચા મસ્તકે નિભાવે. ન.મો શિવાય દુનિયામાં ઘણા અેવાં છે જે હંમેશા કાયદાનો ભંગ કરીને જ જીવતા હોય છે……..અાપણે અાપણા બે પાત્રોની જ વાત કરીઅે. બન્ને માનસિક…સાયકીક પેશંતો છે….અરુણની નામર્દાનગીને અને ઇલાના રડવાને કોઇ સંબંઘ હોવો ના જોઇઅે..જો ઇલા મનની મજબુત હોય તો……આપણે જો ૨૧મી સદીમાં પણ જો ૧૯મી સદીમાં જીવતાં હોઇઅે તેવી વર્તણુક કરીઅે તો પછી પરિણામ રડવાનું જ આવે. રીઅાલીટીમાં જીવીઅે……..દરેક વ્યક્તિની પોતાની જવાબદારી પોતાની સેફટી સાચવવાની હોય છે. દરેક વ્યક્તિ પોતાની જીંદગીમાં ઝાંકીને જૂઅે….રોજીંદા જીવનમાં ……અરુણ તો નામર્દ હતો જ પરંતું ઇલા પણ પોતાનામાં પોતાનો વિશ્વાસ ગુમાવીને બેઠેલી હોશીયાર અને અેક વખત પાંચ આંકડામાં કમાતી, નાટકોમાં અગ્ર રહેનારી સ્ત્રી…..તું જ તારા ભાવિનો ઘડનાર છે……છોકરાં પણ નાના જ છે. પછી તો વાચકોને અજાણેલાં કારણો હોય તો પછી વઘુ ચર્ચા નકામી……
અમૃત હઝારી.
LikeLiked by 1 person
The to come tears in the eyes is the natural reaction of the body!when to
cutting the onion,to put in the eyes drop in the eyes also tears tears
will come out,the heart are teared is not seen?to store excess in any
direction,to see the mass poor,to sea the cows drinking the dirty water and
earring the dirty food thorn by by our holy mahtams on the sand,the real
tears will come in holy souls!
2 ઑક્ટોબર, 2017 02:09 PM પર, અભીવ્યક્તી એ
લખ્યું
> ગોવીન્દ મારુ posted: “02 ઈલા હવે રડતી નથી..! – દીનેશ પાંચાલ આંખ રડે અને
> હૃદય રડે એ બે વચ્ચે ખાસ્સો ફરક હોય છે. માણસ કાંદા કાપે ત્યારે આંખ રડે છે;
> પણ ઘરમાં કાંદા ખરીદવાના ય પૈસા ના હોય ત્યારે હૃદય રડે છે. હમણાં હૃદયના
> રુદનના સાક્ષી બનવાનું થયું. વાત ઈલા અને અરુણની છે. નામ”
>
LikeLiked by 1 person
You are 100% right Dineshbhai and Govinbhai! Excellent example! Nice one!
LikeLiked by 1 person
બીલકુલ તટસ્થતાથી વીચારજો તમે બુદ્ધ વીશે શું માનો છે?
LikeLiked by 1 person
બુદ્ધનું જીવન જાણી લેજો બુદ્ધને રાજકીય કારણથી પરિવ્રાજક બનવું પડેલું પેલા બીમાર, વૃદ્ધ અને મૃત્યુ પામેલને જોવાથી સાધુ બનવું એ ખોટી વાત છે બુદ્ધ પલાયનવાદી નહોતા અતિ કઠીન સંઘર્ષ કરેલો છે
LikeLiked by 1 person
Reblogged this on .
LikeLiked by 1 person
વહાલા અરવીન્દભાઈ,
‘ઈલા હવે રડતી નથી..!’ લેખ આપશ્રીના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
LikeLike
ઈલા જેવી વ્યથિત અને વિના વાકે તરછોડાયેલી મહિલાઓને હિમ્મત અને પીઠ બળ મળે તેવી હ્રદય દ્રાવક સત્ય ઘટના કે જેની રજૂઆત પણ સુંદર !!!!
LikeLiked by 1 person