સમાજમાં સ્ત્રીની ભુમીકા : ઓર્થોડોક્સીઝમનું માત્ર સોફીસ્ટીકેશન?

સમાજમાં સ્ત્રીની ભુમીકા :

ઓર્થોડોક્સીઝમનું માત્ર સોફીસ્ટીકેશન?

– કામીની સંઘવી

કહેવાય છે કે કલાએ જીન્દગીનો પડઘો છે, પછી તેનું રુપ ગમે તે હોય, સંગીત, પેઈન્ટીંગ, નૃત્ય, ફીલ્મ કે સાહીત્ય જેમાં જીવન ઝીલાતું હોય. આજની એકવીસમી સદીમાં જીવનનું પ્રતીબીમ્બ ઝીલતી કલાઓના રુપનું વીસ્તરણ થયું છે, અને તે છેક ટી.વી. અને ઈન્ટરનેટ પરની સોશ્યલ સાઈટસ સુધી લમ્બાયું છે. આર્ટ્સના વીવીધ માધ્યમ દ્વારા દુનીયાનો લેટેસ્ટ ટ્રેન્ડ જાણવા મળે. આજનો માણસ શું વીચારે છે કે શું ખાય પીવે છે? તેના જીવનમુલ્યો, લાઈફસ્ટાઈલ એટ્સેટ્રા… એટ્સેટ્રા… અને આ બધાંનું કલાજગતમાં જીવનનું કેવું પ્રતીબીમ્બ ઝીલાય છે તેના એક બે એક્ઝામ્પલસ. માઈન્ડ ઈટ કલાએ આપણાં સમાજનો આયનો છે.

વોશીંગ પાવડર નીરમાની એડ્ વર્ષોથી ટી.વી પર આવે છે; પણ આજે જે એડ્ ટી.વી પર બ્રોડકાસ્ટ થાય છે અને પહેલાં જે થતી તેમાં આસમાન જમીનનો ફરક છે. આજથી બે–ત્રણ દાયકા પહેલાં આવતી જાહેરાતમાં શું દેખાડવામાં આવતું હતું? તો જુદાં–જુદાં વર્ગની જુદાં જુદાં પ્રકારની મહીલાઓનો પ્રીય કે ફેવરીટ વોશીંગ પાવડર છે નીરમા. ટુંકમાં કહેવું હોય તો હેમા, રેખા, જયા ઔર સુષ્મા સબકી પસન્દ નીરમા. લૉઅરકલાસથી શરુ કરીને હાઈસોસાયટીની મહીલાઓ વોશીંગ પાવડર બાબતે એક મત હતી, તેવું નીરમાની વીસ વર્ષ પહેલાં ટી.વી. પર આવતી એડ્થી સાબીત થતું. નોટેબલ વાત એ હતી કે દરેક વર્ગની સ્ત્રી આ જાહેરાતમાં સાડી જ પહેરીને કપડાં ધોતી કે ફીણ–ઝાંક કરતી દેખાડવામાં આવતી. અફકોર્સ વોશીંગ પાવડરની એડ્ હોય તો તેમાં કપડાં ધોવાતા જ દેખાડાય ને! તે સર્વસ્વીકાર્ય વાત છે. નથીંગ રોંગ ઈન ઈટ. પછી જરા નવા મીલેનીયમનો નવો યુગ આવ્યો. એટલે તેમાં થોડા ફેરફાર થયા. વોશીંગ પાવડર તેનો તે જ હતો; પણ તેમાંના પાત્રનો પહેરવેશ બદલાઈ ગયો. સાડીની જગ્યાએ સલવાર કમીઝ આવ્યા અને પુરુષ પાત્રનો પ્રવેશ થયો. હૅપી ફૅમીલી હોય તે નીરમા વોશીંગ પાવડર વાપરે તે ટાઈપની કંઈક ઈમેજ ઉભી કરવા કે પછી કપડાં ધોવામાં પુરુષનો પણ સહકાર હોય છે, તેવું કંઈક કે પછી પુરુષને પણ વોશીંગ પાવડરમાં રસ પડે છે; તેવું દર્શાવવાનો પ્રયત્ન હોય તેમ કહી શકાય. છેલ્લાં થોડાં મહીનાથી જે જાહેરાત ટી.વી. પર બ્રોડકાસ્ટ થાય છે તેમાં હજુ નામ તો જેમના તેમ જ છે. પણ પાત્રનો પહેરવેશથી લઈને તેમની સોશ્યલ ઈમેજનું પ્રેઝેન્ટેશન બદલાય ગયું છે. હેમા, જયા, રેખા ઔર સુષ્મા હવે વોશીંગ પાવડરની જાહેરાતમાં કપડા વોશ નથી કરતા. પણ એક ગાડી કીચડમાં ફસાઈ ગઈ છે તેને હીમ્મત, કુનેહ અને મહેનતથી બહાર કાઢતા દેખાડવામાં આવે છે. કોઈ પુરુષની મદદ વીના. કદાચ આજની સમાજવ્યવસ્થામાં સ્ત્રીની ભુમીકા બદલાઈ છે. માત્ર ઘરરખ્ખુ કામ જેમ કે રસોઈ બનાવવી, કપડાં–વાસણ ધોવા પુરતી જ નથી રહી; પણ મલ્ટીડાયમેન્શનલ બની છે. કહેવાય છે કે કલાએ આપણાં સમાજનો આયનો છે; અને તો પછી આયનામાં દેખાતી વાતને નકારવી કેટલી યોગ્ય છે? જો સ્ત્રીની ભુમીકા સમાજમાં બદલાય હોય કે બદલાઈ રહી હોય તો તેને નકારવી તે વાત કેટલી યોગ્ય કહેવાય? પણ વાકેય હકીકતમાં સ્ત્રીની ભુમીકા સમાજમાં કે પહેરવેશમાં બદલાય છે? પછી ઓર્થોડોક્સીઝમનું માત્ર સોફીસ્ટીકેશન થયું છે?

એક ડૉકટર યુવતી, ચલો તેનું નામ કૃત્તી રાખીએ. તો કૃત્તીના લગ્ન ત્રણ ચાર મહીના પહેલાં સી.એ. થયેલાં અને સરસ પ્રેકટીસ કરતા છોકરા સાથે થયા. રાજસ્થાની પરીવાર સાસુ–સસરાં મોર્ડન એટલે કોઈ વાતની રોકટોક નહીં. જે પહેરવું હોય તે પહેરો અને જે ખાવું હોય તે ખાવ. નો પ્રૉબ્લેમ; પણ આ બધું ઘર કે ઑફીસ પુરતું. કશે સોશ્યલ ગેધરીંગ કે પછી લગ્ન–મરણ જેવા મેળાવડામાં જવાનું હોય તો સાસુ વહુને ઘીરેથી કહે કપાળ પર જરા નાનકડી બીન્દી લગાવ. હેવી નહીં તો લાઈટવેઈટ મંગળસુત્ર પહેર. વહુ વીરોધ કરવા માટે નહીં; પણ આઈ ડોન્ટ લાઈક ઈટ તેવું કહે; પણ સાસુના મોં પર નારાજગી દેખાઈ એટલે વહુ કમને પણ મમ્મી જેવી મીઠાસ દેખાડતી સાસુને ખુશ રાખવા તેમ કરે. અને સાસુ રાઝી રહે તે માટે સેંથા પર પણ જરાક લીપસ્ટીકનો લાલ ટચ આપે જેથી સેંથો પુરેલો દેખાય. નાનકડું નહીં જેવું મંગળસુત્ર પણ પહેરે કારણ; તો કજીયાનું મોં કાળું. ચાલો તેમ ઍડજસ્ટ કરવાથી પણ સુખ–શાંતી ઘરમાં જળવાઈ રહે તો સારું જ ને! પણ, કોઈ પણ સ્પ્રીંગ દબાવવાથી ડબલ ફોર્સથી તે ઉછળે છે તે નીયમ વીસરાઈ ગયો. વહુ લગ્ન પછી પણ પોતાની સરનેઈમ પીયરની જ વાપરતી હતી; કારણ કે તે નામે જ તે ડૉકટર તરીકે પ્રેકટીસ કરી ચુકી હતી. વળી તે જ શહેરમાં પરણી હતી એટલે તેની ડીસ્પનેસરી પણ તે જ હતી. માત્ર ઘર બદલાયું. પણ જેવા લગ્ન થયા એટલે જે કોઈ નજીકના લોકો હતા તેમને ત્યાંથી કોઈ નીમન્ત્રણ પત્રીકા કે કંઈક ઓફીશીયલ લેટર આવે તેમાં લખ્યું હોય કૃત્તી પારેખ શાહ. શરુઆતમાં આ બાબતને તેણે નાની ગણીને અવગણના કરી પણ એક દીવસ તેના ફેમીલીફ્રેન્ડ તેવા અંકલનો ઈમેલ આવ્યો, જેમાં તેમણે કૃત્તી પારેખ શાહ લખ્યું હતુ. કૃત્તીએ નારાજ થઈ ગઈ. અંકલને ફોન કરીને નારાજગી પ્રકટ કરી કે મારી સરનેઈમ પારેખ છે તે તમે હું જન્મી ત્યારથી જાણો છો તો શા માટે હવે પાછળ શાહ લખવાનું? તો જવાબ મળ્યો, ‘પતીને માન આપવા માટે પતીની સરનેઈમ પાછળ લાગાવવી જોઈએ ને! ઐશ્વર્યા રાય બચ્ચન પણ તેમ કરે છે.’ કેમ, ઐશ્વર્યા કરે તે કાયદો બની જાય, બધાંએ તેનું પાલન કરવાનું હોય! કૃત્તીને સૌથી વધુ ગુસ્સો તે બાબતનો છે કે એરો ગેરો નથ્થુખેરો પણ તેની ખરેખર સરનેઈમ કંઈ છે તે જાણ્યા વીના કૃત્તી પારેખ શાહ કે કૃત્તી શાહ પારેખ તેમ લખીને ઓફીશીયલ કોરસ્પૉન્ડન્સ કરે; પણ તેના પતીદેવને આવા સરનેઈમના પ્રોબ્લેમ લગ્ન પછી નડતા નથી. બીકોઝ હી ઈઝ અ મેન?

લગ્ન પછી સ્ત્રી પતીની સરનેઈમને અપનાવો તો જ તમે પતીને માન આપો છો કે પ્રેમ કરો છો તે સાબીત થાય છે? ભલે નહીં જેવું પણ મંગલસુત્ર પહેરો તો જ તમે લગ્ન કર્યા છે તેનું સર્ટીફીકેટ તમને મળે? ઘણી સ્ત્રીઓ કહેતી હોય છે કે મારા પતી અને સાસરીયા ખુબ સારા છે એટલે હું તેમની સરનેઈમ મારી સરનેઈમની પાછળ લગાવું છું; પણ કોઈ પુરુષ તેમ કરે છે કે પત્ની મને ખુબ પ્રમે કરે છે કે તે ખુબ સારી છે એટલે હું તેની સરનેઈમ મારી સરનેઈમની પાછળ લગાવું? ધે ડોન્ટ નીડ ટુ શો બીકોઝ ધે આર મેન? કેમ પુરુષ કે સ્ત્રીને માપવાના માપદંડો માત્ર તેની જેન્ડર પરથી નક્કી થાય? શા માટે કોઈ વ્યક્તીને માત્ર તે માણસ છે તેમ ન માપવામાં આવે? કે પછી હવે સ્ત્રીઓ સ્વતન્ત્ર થઈ ગઈ છે અને સમાજમાં કયાંય કોઈ ભેદભાવ નથી થતા તેવું આપણે ગાઈ વગાડીને કહીએ છીએ; પણ અમલ કરવાનો આવે ત્યારે હતા ત્યાને ત્યાં જ. પેલી નીરમાની જાહેરાતમાં સ્ત્રીને પુરુષ સમોવડી કામ–કાજમાં દેખાડાય છે તેમ; પણ હજુ તેને નાનું નાનું મંગળસુત્ર પહેરવું પડે? નાની તો નાની બીંદી કરવી પડે? બબ્બે સરનેમઈ લાખવી પડે? બીકોઝ શી ઈઝ અ વુમન?

જેન્ડર ફ્રી શબ્દ તો બહુ સરસ છે પણ તેનો વાસ્તવીક અર્થ જીવનમાં ઉતારવો બહુ અઘરો છે. હજારો વર્ષથી ચાલી આવતી માનસીકતાને બદલવામાં સમય લાગે પણ ઘણીવાર સ્ત્રીને અન્યાય કરતા રીત–રીવાજોને ઘરમુળથી બદલવાના બદલે તેને સોફીસ્ટીકેશનનું નવું રુપ આપવું સમાજ માટે વધુ નુકસાનકારક સાબીત થાય તેમ બને. ખરેખર નાની બીંદી કે મગંલસુત્ર કે પછી સરનેઈમ બહુ મોટી વાત નથી; પણ મોર્ડન દેખાડાના નામે કે અમે મોર્ડન છીએ તેવું દેખાડવા માટેના ઓઠા હેઠળ આ બધું થાય તે ન ચલાવી લેવાય.

એક હાઈ એડ્યુકેટેડ–કરીયર ઓરીયેન્ટેડ યુવતી લગ્ન પછી પહેલીવાર મળવા આવી અને તેણે ઉપર મુજબનનું ડ્રેસીંગ એટલે કે નાની બીંદી, નહીં જેવું મંગલસુત્ર સાથે જીન્સ–ટી શર્ટમાં જોઈ ત્યારે નીરમાની એડ યાદ આવી. પુછયું, ‘આ બધાં શણગાર શા માટે?’ જવાબ મળ્યો, ‘મને તો બહુ ગમે છે. એટલે કરું છું.’ કેમ કોઈ પુરુષને લગ્ન પછી તેમ કરવાનું મન નથી થતું? ઈટ્સ ઑલ અબાઉટ જેન્ડર જીન્સ? કે પછી એડ્યુકેશન આપણી માનસીકતા બદલી શકયું નથી?

રેડ ચીલી

Education is an ornament in prosperity and a refuge in adversity

Aristotle

– કામીની સંઘવી

લેખીકા સમ્પર્ક :

કામીની સંધવી, D – 804, New Suncity Aptt., B/H. Bhulka Bhavan School, Anand Mahal Road, Adajan, Surat – 395 009 સેલફોન :  94271 39563 ઈ.મેઈલ : kaminiparikh25@yahoo.in  આ લેખ, કામીનીબહેનની પરવાનગીથી સાભાર…

‘મુમ્બઈ સમાચાર’  દૈનીક, મુમ્બઈ તા. 3 એપ્રીલ, 2014ની ‘લાડકી’ પુર્તીમાં, પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘દીલ કે ઝરોખોં સે’માં પ્રગટ થયેલો એમનો આ લેખ, લેખીકાના અને ‘મુમ્બઈ સમાચાર’ના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે બપોરે 2.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..  ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુgovindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ : 06/10/2017

4 Comments

  1. કામીનીબેનની વાતોનો વિષય અને લેખનો મર્મ કે સંદેશો અેકબીજાના તાલમાં હોય તેવું કાંઇક લાગ્યુ નહિ. લેખનું મથાળું અંગ્રેજીમાં. અને લેખમાં ઘણા વાક્યો પણ અંગ્રેજીમાં… ફક્ત અક્ષરો ગુજરાતી ‘ આલ્ફાબેટ‘ના. અહિં પણ ઓરથોડોક્સ.. ગુજરાતી,.. સોફીસ્ટીકેશન પામ્યું છે કે કેમ ? હવે આપણે તે બે અંગ્રેજી શબ્દોનો ગુજરાતીમાં લેવાતા અર્થ તરફ વળીઅે.
    Orthdox : જુની માન્યતાઓમાં માનવું કે માનનાર.
    Sophistication : ભેળવવું , વિતંગવાદ , ભોળવવું , ખોટી ચર્ચા વડે બગાડવું.
    Explanation in English : To adultrate Or….1. Complexity, as in design or organization. 2. Impairment or debasement, as of purity or genuineness. 3. Change from the natural character or simplicity, or the resulting condition.
    દરેક અર્થ તે તે પરિસ્થિતિના સંદર્ભમાં લેવાનો હોય છે.
    નીરમાઅે સમયની સાથે ચાલતાં પોતાના સાબુની અેડવર્ટાઇઝમાં ફેરફાર કર્યો તેને સોફીસ્ટીકેશન નહિ કહેવાય. સમયની સાથે ચાલનાર અેક્ટીવ, લાઇવ અને ઇન્ટેલીજન્ટ કહેવાય. સમયની સાથે તાલ મેળવીને નહિ ચાલનાર પાછો પડે છે અને આખરે નાશ પામે છે.
    પુરુષો અને સ્ત્રીનો પ્રશ્ન ક્યાંથી ઉદભવ્યો ?
    સમયની સાથે બદલાતા માણસનામાં આવતાં ફેરફારો કે ચેઇન્જ કુદરતી છે. મારા દાદા કરતાં મારા પિતાશ્રીનું જીવન જુદુ અને તેમના સમયની સાથે ચલાવનારું હતું. મારું જીવન મારા સમયને અનુરુપ છે અને મારા દિકરાઓ તેમના સમયાી સાથે તાલ મીલાવીને જીવે છે….પરંતું મારી ગ્રાન્ડ ડોટર જે સાડાત્રણ વરસની છે તે આજે જ મને અેવીસમી સદીની કોઇ અાશ્ચર્ય લાગે છે….. આ બઘી બાબતો માટે સોફીસ્ટીકેશન અેક ખોટો શબ્દ યોજાયો છે. સમયની સાથે ચાલવાના ફાયદાઓ માટે ગુજરાતી અને અંગ્રેજીમાં ઘણી કહેવતો અને સદવિચારો છે.
    આભાર….
    વઘુ આવતા વિચારો થકી…….
    અમૃત હઝારી.

    Liked by 1 person

  2. When I got married before 19 year.I faced lots of criticism for not wearing Bindi, Bengals and all other jewellery which I didn’t like to wear. My in-laws treated me as rebellion, but I never surrnder them.

    Liked by 1 person

  3. અંગ્રેજીમાં અેક શબ્દ છે. Transformation. : It’s Definition : (1) A through or dramatic change in form or appearance. (2) Change in form, appearance, nature, or character.

    ગુજરાતીમાં અર્થ : રુપાંતર. સ્વરુપ બદલવું, આકાર બદલવો. To change the form.

    There is another word : Transfigure : Meaning…To change the figure. આકાર બદલવો.

    હવે સમજીઅે : જીતેન્દ્ર કે રાજેશ ખન્નાઅે બેલબોટમ પેન્ટની ફેશન ચાલુ કરેલી. લોકોઅે અપનાવેલી. શાહરુખે કે બીજાઅે નેરો બોટમ ફેશન ચાલુ કરી. લોકોઅે અપનાવી. પરંતું આખરે તે ‘ પેન્ટ‘ જ છે. સ્વરુપ બદલાયુ છે…

    .સમયની સાથે સાથે. હવે જોઇઅે કે જન્મે ત્યારે તે બાળકી હોય છે સમયની સાથે સાથે તે કુમારીકા બને છે. મુગ્ઘા બને છે. આગળ જતાં તે યુવાન બને છે…પરણીને પરિણિતા…માતા…..સાસુ…..દાદીમાં……અને વૃઘ્ઘાવસ્થા……અેકજ સ્ત્રી જુદા જુદા સમયે જુદા જુદા સ્વરુપે જીવન વિતાવે છે. દરેક સ્ટેજે તેનું નામાભિકરણ અને શારિરીક બાંઘો પણ જુદા જુદા હોય છે…પરંતું મૂળે તે સ્ત્રી જ હોય છે.

    પુરુષ પણ પોતાની જીંદગી સમયે સામયે નવા નવા સ્વરુપે…નામથી અને ફીઝીકલ સ્વરુપથી ઓળખાય છે પરંતું અંતે તો…મૂળે તો, તે પુરુષ જ છે.

    વિમાન જ્યારે રાઇટ બ્રઘર્સે બનાવ્યુ ત્યારે પંખાને હાથેથી ફેરવવો પડતો. કાર કે ખટારામાં હેન્ડલથી કારનું અેન્જીન ચાલુ કરવું પડતું. સમયની સાથ સાથે નવી નવી ટેકનોલોજી આવી અને વિમાન કે કાર બન્નેના સ્વરુપો બદલાયા. મળતી સગવડો બદલાઇ અને આજે વિમાન કે કારનાં સ્વરુપો છે તે આપણે સૌ જોઇઅે છીઅે…વાપરીઅે છીઅે.
    પરંતું મૂળે તે વિમાન કે કાર જ છે.

    પેલું કહેવાયુ છે ને કે…‘ અંતે તો હેમનું હેમ હોય….‘

    જેમ….પાણી…બરફ પણ બને અને વરાળ પણ બને પરંતુ અંતે કે મૂળે તે તો પાણી જ છે.

    ” you can not reach for anything new, if, your hands are still full of yesterday’s junk.”

    Transformation OR Transfigure , to me, would have been an appropriate word in place of ” Sophistication.”

    I would request friends to express their views.

    Thanks.

    Amrut Hazari.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s