નેહુ મેરા પ્યાર હૈ…

(તસવીર સૌજન્ય : ‘મીડ ડે’ દૈનીક)

 

નેહુ મેરા પ્યાર હૈ…

–રશ્મીન શાહ

સોની ટીવી પર એક સીરીયલ શરુ થઈ હતી. ‘પેહરેદાર પીયા કી’. 19 વર્ષની એક બાળા 09 વર્ષના એક છોકરા સાથે મૅરેજ કરે છે એ સન્દર્ભની આ સીરીયલના ડાયલૉગ્સ રાઈટર–ફ્રેન્ડ નીરંજન આયંગર લખતો હોવાથી એ જોવાનું બન્યું અને જોયા પછી ખરેખર અફસોસ થયો. સીરીયલની શરુઆતમાં મસ્ત મજાનું ડીસ્ક્લેમર હતું. સીરીયલ આ પ્રકારનાં લગ્નના રીવાજની સાથે સહમત નથી અને આવું જ સીરીયલના પ્રોડ્યુસર પણ કહેતા રહ્યા. છેક ત્યાં સુધી જ્યાં સુધી સીરીયલ પર બૅન મુકવાનો નીર્ણય લેવામાં ન આવ્યો અને જ્યાં સુધી સીરીયલનું ટેલીકાસ્ટ અટકાવવામાં ન આવ્યું ત્યાં સુધી. મુદ્દો સીરીયલની વાર્તાનો નથી, મુદ્દો બાળમાનસનો છે અને બાળકના નામે કરવામાં આવી રહેલા તુતનો છે. બાળક જોવાય છે એટલે બાળક વેચાય છે. બાળકોની લાગણીઓને ધ્યાનથી લેવામાં આવે છે એટલે એ લાગણીને મૅક્સીમમ ખરીદવામાં આવે છે. અને કાં તો એ ઉભી કરવામાં આવે છે. શરમજનક અવસ્થા આવી ગઈ છે. TRM (હવે TRP નથી રહ્યું; પણ એની જગ્યાએ TRM આવી ગયું છે એ સહેજ જાણ ખાતર) માટે ચાલી રહેલી આ દોટમાં જેન્યુઈન કહેવાય એવાં પ્રોડક્શન–હાઉસ અને ટીવી–ચૅનલો પણ ઉતરી ગયાં છે ત્યારે કહેવાનું મન થઈ આવે કે કુકરી ખરેખર ગાંડી થઈ છે. ચોપાટ રમ્યા હોય કે ચોપાટનું નૉલેજ હશે તેને આ વાત બરાબરની સમજાઈ જશે. ‘ઝી ટીવી’ પર આવતાં રીયલીટી શૉ ‘સા રે ગા મા પા લીટલ ચૅમ્પ્સ’માં તો જે થઈ રહ્યું છે એ જોઈને ખરેખર ક્યારેક રુંવાડાં ઉભાં થઈ જાય, મગજની નસ ખેંચાઈ જાય, આંખનાં ભવાં તણાઈ જાય અને હૈયાની ધડકનનો સ્તર અપસેટ થઈ જાય. પાંચ વર્ષના જયસ કુમાર નામના દુધમાં કાંકરી એવા એક કન્ટેસ્ટન્ટને આ શૉમાં નેહા કક્કરનો પ્રેમી બનાવી દેવામાં આવ્યો છે અને જે ઉમ્મરે બાળકના સપનામાં ચૉકલેટ અને આઈસક્રીમનો વરસાદ ચાલુ હોય એ ઉમ્મરના બાળકની પાસે સ્ટાર–જજ ‘નેહુ મેરા પ્યાર હૈ’ અને ‘નેહુ કે લીએ મૈં કુછ ભી કરુંગા’ જેવા ડાયલૉગ્સ બોલાવડાવે. નીર્દોષતા વચ્ચે બાળક બીચારો બોલે પણ ખરો અને સામેથી ફ્લાઈંગ કીસ આપવામાં આવે એટલે એ બચ્ચુ પણ બીચારું એવી જ નીર્દોષતા વચ્ચે કીસ આપી દે. આ બચ્ચાઓના નસીબમાંથી ડોરેમોન, પોકેમોન કે છોટા ભીમ છીનવી લેવાનું પાપ કરનારાઓ મનોરંજન માટે આ હદે ઉતરી જાય એ ખરેખર અયોગ્ય છે. પેલા બૅન થઈ ગયેલા શૉ ‘પેહરેદાર પીયા કી’માં નવ વર્ષના બચ્ચાનો અને સ્ક્રીન પર 19 વર્ષની ઉમ્મરનો રોલ કરતી ઍક્ટ્રેસની ફર્સ્ટ નાઈટનો સીન પણ આવે અને એ પછી પણ ડીસ્ક્લેમર તો એવું જ આવે કે અમે આ બધું માનવા તૈયાર નથી.

વૉટ નૉન્સેન્સ.

જે માનવા રાજી નથી, જેને સ્વીકારવા તૈયાર નથી અને જે વાત સાથે તમારી સહમતી નથી એનું પ્રદર્શન શું કામ કરવું છે અને એ પણ બાળકની ઓથમાં? આવી વાર્તા કે પછી આ પ્રકારના શૉની સ્ક્રીપ્ટ લખનારા, શૉની સ્ક્રીન પર અને ઑફ–સ્ક્રીન પર જોડાયેલા સૌકોઈને એ ખબર હોવી જોઈએ કે સમાજ પ્રત્યે તેમનું દાયીત્વ છે અને એ દાયીત્વ ક્યારેય ચુકવું ન જોઈએ. વાર્તાના નામે મનમાં આવે એ કે પછી TRM મેળવવા માટે પાંચ વર્ષના બચ્ચા પાસે લવવેડાં કરાવવાની જે નૌટંકી છે એ ગેરવાજબી જ છે અને એને તમે ગમે એવી તર્કબાજી સાથે પણ સુધારી નથી શકતા. ગ્લૅમર ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અને આજની દુનીયાનાં બાળકો પર ‘મીડ–ડે’ આ વર્ષના ઍન્યુઅલ ઈશ્યુમાં એક ખાસ સપ્લીમેન્ટ ઑલરેડી કરી ચુક્યું છે. એ સપ્લીમેન્ટ અને ખાસ તો એ આર્ટીકલમાં તમામ ભયસ્થાન પણ વર્ણવવામાં આવ્યાં હતાં. માત્ર આંખ જ નહીં, દીમાગ પણ ખોલી નાખે એવી એ સપ્લીમેન્ટ એકેક પ્રોડક્શન–હાઉસ અને ટીવી–ચૅનલે વાંચવી જોઈએ અને એની કૉપી સીરીયલ કે રીયલીટી શૉના રાઈટરના ઘરે મોકલવી જોઈએ. મોકલ્યા પછી પુછવું પણ જોઈએ કે દરેક ઉમ્મરની એક મજા છે, દરેક ઉમ્મરનો એક ચોક્કસ આનન્દ છે તો પછી ઉમ્મર પહેલાંની એ મજા કે પછી એ આનન્દને તોડવાનો કે એને બદલાવવાનો હક તમને કોણે આપ્યો અને કેવી રીતે તમે લઈ પણ લીધો?

માન્યું કે ટીવી મફતનું મનોરંજન છે અને એટલે જ એમાં જે કંઈ દેખાડવામાં આવે છે એ જોવામાં આવે છે, પણ હવે આંખ ખોલીને વીચારવાનો સમય આવી ગયો છે કે ઘરમાં ટીવી પર જે કંઈ આવી રહ્યું છે એમાંથી કેટલું જોવું અને કેટલું અવગણવું. પાંચ વર્ષનું બચ્ચુ અભાન અવસ્થામાં કે પછી બધા પોતાને જોઈને ખુશ થઈ રહ્યા છે એટલે અમુક અંશે આંખો ખેંચી રાખવાની લાલચમાં ‘નેહુ, આઈ લવ યુ’ બકી પણ દેશે અને બધા તેની નીર્દોષતા પર હસી પણ પડશે; પણ યાદ રહે, એ બચ્ચાની આવી નીર્દોષતાને તમાશો બનાવીને TRM કમાવાનું દુષ્કૃત્ય ખરેખર તો સૃષ્ટી વીરુદ્ધના કૃત્ય સમાન છે. જો સમલીંગી સમ્બન્ધ અયોગ્ય હોય તો પછી ઉમ્મર પહેલાંની લાગણીઓ જગાડવી એ પણ અયોગ્ય જ છે. નવ વર્ષની ઉમ્મરે સોસાયટીમાં થતી પ્રાચીન નવરાત્રીમાં ગરબા લેવા જવું જ શોભે અને પાંચ વર્ષની ઉમ્મરે એક હાથમાં પેંડો અને બીજા હાથમાં પીપુડી જ સારી લાગે. બને કે બાળકમાં ટૅલન્ટ છે એટલે પીપુડીને બદલે તેને માઈક મળી ગયું, પણ એ માઈકની લાલચમાં નહીં પડીને બાળકના માનસ સાથે થઈ રહેલા આવા ખતરનાક અખતરાઓને અટકાવવા એ માબાપનો ધર્મ છે. અગાઉ કહ્યું છે અને ભવીષ્યમાં પણ કહેતા રહેવું પડશે. એવું લાગે છે કે માબાપ બનવું એ પાંચ મીનીટનું, રોકડી પાંચ મીનીટની કામ છે અને આટલી જ અમસ્તી પ્રક્રીયા પછી નવ કે સવાનવ મહીનાના અન્તરે તમારા ઘરે પારણું બન્ધાઈ જાય છે, પણ સારાં માબાપ બનવાની પ્રક્રીયા કદાચ આખી જીન્દગી કરો તો પણ ન બની શકો એવું બની શકે. નવ વર્ષનું બચ્ચું આવીને જો સેક્સની વાત કરે કે પ્રેમની વાત કરે તો એ માટે આંખમાં રતાશ આંજવી જ પડે; કારણ કે આ ઓગણીસમા વર્ષે બોલવાના શબ્દો છે અને એવું જ પાંચ વર્ષની ઉમ્મરના બાળકની વાતમાં પણ લાગુ પડે. એવા સમયે સેટ પર બેસીને તમે મમ્મીપણું ભુલીને ખીખીયાટા કરો તો ઘેલસાગરા લાગો, બીજું કંઈ નહીં. તમે ક્યારેય આવી રીતે ખીખીયાટા કરીને તમારું નામ ઘેલસાગરાની યાદીમાં લખાવો છો કે નહીં એ જોવાનું કામ તમારું છે. માત્ર અને માત્ર તમારું. બાકી વાત રહી અત્યારે ચાલી રહેલા અને બાળકોના નામે TRMની ભીખ એકઠી કરી રહેલા શૉને તો કહેવાનું માત્ર એટલું કે આપણા વડાપ્રધાનશ્રી મોદીજી એક વાર આ બાજુ જોવે એટલી વાર. ત્યાં સુધી તમતમારે કરી લો ઝીંકમઝીંક.

– રશ્મીન શાહ

લેખકસમ્પર્ક : 

શ્રી. રશ્મીન શાહ, સેલફોન : 98255 48882 મેઈલ : caketalk@gmail.com

મુમ્બઈના મીડડેદૈનીકમાં પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘સોશ્યલ સાયન્સ’ (8 સપ્ટેમ્બર, 2017)માંથી.. લેખકશ્રીના અને ‘મીડ–ડે’ના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે બપોરે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ  –મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 27–10–2017

 

14 Comments

  1. Saras lekh sarkarne jo prajani padi hoi to TV par jyotisho ajmerivale bapuo vastushastrio badhi advertising bandh kari shake karmakandi brahmano ni advertising bandh kari sake khatle moti khod e chhe ke prajane sudharvani koine padi nathi badhane dhandhoj karvo chhe bapuo ne TV valane ane netaone netagiri sivai koi ras nathi APNA KAM BANTA BHAD ME JAYE JANTA.

    Liked by 1 person

  2. નાના બાળક પાસે મર્યાદા ઓળખાવી પ્રેમના વમળમાં દોરી જઈ મનોરંજન ઉત્પન્ન કરવાની રીત એ સમાજના સડાનું પ્રતિબિંબ કહેવાય. રશ્મિ શાહની દલીલો ખરેખર પ્રસંશનીય છે.

    Liked by 1 person

  3. એકદમ સચોટ અને સો ટકા સાચી વાત કહેતો લેખ. પણ આપણા લોકોની માનસીકતા “શેઠની શિખામણ ઝાંપા સુધી પણ નહીં.. ઊંબરા સુધી” જ રહે છે.

    Liked by 1 person

  4. “દરેક ઉમ્મરની એક મજા છે, દરેક ઉમ્મરનો એક ચોક્કસ આનન્દ છે તો પછી ઉમ્મર પહેલાંની એ મજા કે પછી એ આનન્દને તોડવાનો કે એને બદલાવવાનો હક તમને કોણે આપ્યો અને કેવી રીતે તમે લઈ પણ લીધો?”

    “બાળકના માનસ સાથે થઈ રહેલા આવા ખતરનાક અખતરાઓને અટકાવવા એ માબાપનો ધર્મ છે”

    આ તો ભૂલકાઓ સાથે થતા અત્યાચારની, જુલ્મ તથા અન્યાય ની ઍક તસ્વીર. બીજી તસ્વીર ભારત ના શહેર હેદ્રાબાદ માં સગીરાઓ (બાળકીઑ) સાથે થતા અત્યાચારની છે, જ્યાં અરબ દેશો થી ઘરડા કરોડપતિઑ આવીને તેણીઓ ને “ખરીદી” ને (પરણી) ને લઈ જાય છે. આ અત્યાચાર વિષે ભારત સરકાર ને પુરી જાણ હોવા છતાં આ અત્યાચાર બંધ નથી થતા. આ સગીરાઓના માતાપિતા ને ભારી રકમ આપી ને આ લગ્ન કરવામા આવે છે.

    આ વિષે ઍક વિગતવાર લેખ જ આ અત્યાચાર વિષે પ્રકાશ પાડી શકે છે.

    કાસીમ અબ્બાસ

    Liked by 1 person

  5. Govinduncle and Rashminbhai reallly best article che..
    Aaj na current days ma Reality shows ma je rite behavior thay che even parents ne pan je rite batavay che had chhe.. Badhi j limit cross kari che. Talent to side per rahi jay chhe ne biju badhu vadhi jay chhe.TV Shows ne to potani TRM ni padi chhe pan parents ne pan ghelchha che publicity ni.. Child nu koi vichartu nathi only potani publicity ni padi chhe.

    Liked by 1 person

  6. રશ્મીન શાહે લખવા માટે અેક સરસ વિષય હાથ ઘર્યો છે. તેઓ ખૂબ ઇમોશનલ થઇ ગયા તે પણ સ્વીકાર્ય છે. ટીવી ઉપર મોટે ભાગના સમાજમાં અા પ્રકારના વિષયો પ્રસારીત કરવા તેને મોટો ગુનો ગણવો જોઇઅે. તે પણ સારી વાત છે.
    મૂળે અા વિષયને હ્યુમન સાયકોલોજીનો વિષય ગણાય.
    આ સબ્જેક્ટ ઉપર વિચારવા માટે પણ અેક ચોક્કસ પ્રકારનું બેકગ્રાઉન્ડ જોઇઅે. રશ્મીનભાઈએ વિચાર કરીને આ સુંદર લેખ લખ્યો. તેનું મૂળ કારણ તેમનુંં ભણતર, ફેમીલી બેકગ્રાઉન્ડ, વાંચન, સંસ્કાર અને સારા નરસાનું નોલેજ.
    ભારતની કુલ વસ્તીના કેટલાં ટકા રશ્મીનભાઈના બેકગ્રાઉન્ડવાળા ? કેટલાંને આ વાતમાં સમજ પડે. કેટલાં અા વિષય ઉપર ઇન્ડીપેન્ડન્ટલી વિચારી શકે ? પોતાના અેજ્યુકેશનને આઘારે ? કેટલાંને આવાં નીચી કક્ષાના અેન્ટરટેઇનમેંટમાં જ રસ ? કારણ કે તેમનું કુલ બેકગ્રાઉન્ડ હલકી કક્ષાનું મનોરંજન જ માંગે. અને તેમના પરસંટેજ ખૂબ મોટા છે.
    પ્રોડક્શન કંપનીઓ અને ડાયરેક્ટરોને પૈસા કમાવા છે. બોલીવુડની કઇ ફિલ્મ ફેમીલીમાં સાથે બેસીને જોઇ શકાય ? ખાસ કરીને રશ્મીનભાઈ જેવાથી ? પૈસો મારો પરમેશ્વર જ તે ઘંઘાનો નિયમ છે….પુરી દુનિયાની વસ્તીનો ઘર્મ ‘પૈસા‘ જ છે.
    હવે પેપરોમાં આવતાં સમાચારોમાં વાંચીઅે છીઅે….અેક આઘેડ ઉમરના પુરુષે અેક નવ વરસની છોકરી ઉપર ફોસલાવીને બળાત્કાર કર્યો…..અેવા બહાર આવેલાં અને નહિ આવેલાં અગણિત દાખલાઓ હોય છે. કચરા જેવા વિચારતા મનના લોકો પણ સમાજમાં અગણિત છે. આપણા જેવાં નાના પરસંટેજમાં જીવતાં લોકોને આ સમાચારો દુ:ખદ લાગશે પણ કાંઇ કરી નહિ શકો. કાયદાની છટકબારીનો તેઓ ગેરલાભ ઉઠાવે છે જેમકે આ કથાની સ્ક્રીપ્ટમાં લખેલી છટકબારીઓ.
    નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ જોયો. પોલીટીશીયનો અેટલે પોતાના સ્વાર્થ માટે આંખમીચામણા કરવા વાળી જાત. પૈસા અને મત બે મળે તો તેઓ કોઇને પણ કાયદામાં રહીને કાંઇ પણ…હાં કાંઇ પણ કરવાની છુટ આપે. શું તમે અેવું સમજો છો કે સરકારમાં ૧૯ વરસની છોકરી અને ૯ વરસનાં છોકરાની વાત પહોંચી નહિ હોય ? પ્રઘાનો અસભ્ય કર્મો કરતાં પકડાય છે…સાઘુ બાવાઓ…ખુલ્લેઅામ અશ્લીલ કર્મો કરે છે….જાહેરમાં કરે છે…કાંઇ થયું ? થોડી આઇ વોશ કરી બતાવે પરંતું અંદરખાને તો તેઓને પંપાળવામાં જ આવતાં હોય છે.
    પરદેશમાં વેસ્ટર્ન વર્લડમાં ન્યુડીસ્ટ કોલોની બની હતી…કદાચ હશે પણ…..આ પણ હ્યુમન સાયકોલોજીનો વેષય છે. તેમની વિચારવાની રીત…માન્યતાની વાત સમાજના બીજા લોકોથી અલગ હોય છે. ત્યાં બાળકો પણ….હજારો…લાખો વરસ પહેલાના દીગમ્બરોના વેશમાં જીવે છે.
    માણસ મૂળે તો અેક પ્રાણિ જ છે. કોઇ કોઇ સભ્યતા શીખે…સંસ્કાર મેળવે…અને તે રીતે વરતે. કોઇ બનાવટી સંસ્કારીતાના પદડા નીચે ગોરખ ઘંઘા કરે.
    ટૂંકમાં મારું કહેવું અે છે કે દરેક ખોટું કર્મ માણસ સાચુ શું છે તે જાણી…સમજીને પછી જ ડીઝાઇન કરે છે. આ સીરીયલના બનાવનારાને પણ ખબર છે કે સાચું શું છે. અને કયાં કાયદાની ઓઠે રહીને લોકોને ઝેર પાઇને પૈસા કમાઇ લેવા. અને તેઓ તે પણ જાણતા હોય છે કે તેમને આ કર્મ કરવામાં કોણ કોણ મદદરુપ થઇ શકે તેમ છે.
    આપણા જેવા હૈયા વરાળ કાઢીને બે દિવસ પછી શાંત થઇ જશે તે પણ તેમને ખબર છે. તમે તમારા વિચાર અભિવ્યક્તિના વાચકો સમક્ષ રજૂ કર્યા તે અેક સુંદર કાર્ય કર્યુ છે. અભિનંદન.
    આ જગત ખૂબ વિચિત્ર છે. સારા કરતાં ખરાબ માણસો વઘારે છે અને તેઓ જ રાજ કરે છે.
    સદ્ વાક્ય સાંભળે, વિચારે અને સમજે પછી પોતાના જીવનમાં ઉતારીને જીવે છે કેટલાં ? તારી જાતને જો…અને સમજીને જીવન બદલ…દિવાલ ઉપર લખેલું અેક સુંદર વાક્ય જ ખાલી છે.
    અભિવ્યક્તિનો મૂળ સંદેશો ભગવાન બુઘ્ઘનો છે…જે દરેક લેખને માટે સૂચનો આપે છે. શું આ સુવિચાર જ છે ? જીવનમાં ઉતારવા માટે કે જીવવા મા પોથીમાંના રીંગણા…..
    અમૃત હઝારી.

    Liked by 1 person

  7. This should stop immediately. We understand that law can not do anything. But social worker as well as society should boycott this kind of serial. Keep making noise.
    Manu and Pushpa.
    USA

    Liked by 1 person

  8. Most of the TV serials and films in India look extremely silly. Even a person with the minimum of common sense can see this for himself. That is why I have stopped looking at these shows since several years.
    The problem with such shows is not only that they are bad enough. The more serious problem is that a big majority of Indians keep following them in the name of Entertainment. This also applies to Pauranik stories.
    Daily exposure to such stupid shows makes us more silly than what we actually are. Irrationality becomes a habit of our minds. This is the bitter truth that we are not able to understand.
    Thanks.
    —Subodh Shah — USA.

    Liked by 1 person

  9. Now a days. People are SICK. What about this child’s parents. They want money ? This child will never forget about this when he will be full fledged man ! It is gross

    Liked by 2 people

  10. ખુબ ખુબ અભિનંદન, ગોવિંદ ભાઈ અને રશ્મિનભાઈ, આટલી સ્પષ્ટ વાત રજુ કર્યા બદલ. અમો પતિ પત્ની વચ્ચે હમ્મેશા આ ચર્ચનો વિષય રહ્યો છે. આવડા નાના બાળક ના મન પર આ બધા ની કેવી અને શું અસર પડે. માનસશાસ્ત્રની નજરે પણ આ કેટલું યોગ્ય ?
    આ શો પર બંધન વિષે જાણવા મળ્યું નથી અને હવે તો શો પણ સંકેલાઈ ગયો છે. જો કે આવું ભવિષ્યમા ન થાય એ કાળજી લેવી જરુરી છે.

    Liked by 1 person

  11. THIS ARTICLE PRESENTED PERFECTLY- but as few comments says majority like these type of cheap shows..piya albela-was classic show in the beginning– and now it has spoiled– showing naren from spiritual to notorious- drinking and and abusing all–so we stopped seeing it– we can do that only–but there should be bold people like Rashmin bhai- to make minority also aware– and when we become slowly majority then one evil will subside and new one in new garment will come– many shows of dance also- big boss- and other are all that way making younger generation to compete in glamour world.
    All other serials are sas-bahu type are also time pass–and creating problem in many families to play politics.
    some historic serials are good to the extent.
    but as people have no better alternative so its going on….and on
    great effort rashmin bhai and govind bhai

    Liked by 2 people

  12. This is one kind of child labour as well as child exploitation. I am surprised why the people working for advocacy are not taking any legal action again for these type of show. It must be banned.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s