કંકુવરણા કાવતરા

8

કંકુવરણા કાવતરા

ભારતીય પ્રજાને ત્રણ વર્ગોમાં વહેંચી શકાય. પ્રથમ વર્ગ આસ્‍તીકોનો છે. તેઓ માને છે– આ સૃષ્ટીનું સ્‍કુટર પ્રભુ નામના પેટ્રોલથી ચાલે છે. બીજો વર્ગ નાસ્‍તીકનો છે. તેઓ માને છે–  એ સ્‍કુટર સ્‍વયં સંચાલીત છે. તેની તમામ ગતીવીધીમાં ભગવાનનો કોઈ હાથ નથી. અને ત્રીજો વર્ગ તટસ્‍થ લોકોનો છે. તેઓનું કહેવું છે– ‘ઈશ્વર હોઈ પણ શકે… ન પણ હોય! પણ માણસના હોવા ન હોવા વીશે બે મત નથી. એથી ઈશ્વરની વાત છોડી મનુષ્‍યોની સેંકડો સમસ્‍યાઓ અને તેના સુખદુઃખ વીશે જ વીચારો!’

માણસની સમસ્‍યા એ છે કે ઈશ્વરના રુપ– સ્‍વરુપ અને તેની કામગીરીની એની પાસે કોઈ ઠોસ સાબીતી નથી. દુધમાં પાણી ભેળવ્‍યું હોય તો મીટર દ્વારા જાણી શકાય છે. પણ ઈશ્વરના સ્‍વરુપને પારખવા માટે બુદ્ધી સીવાયની કોઈ ચકાસણી ઉપલબ્‍ધ નથી. ઈશ્વર વીશેના અનેક પ્રશ્નો અનુત્તર છે. ઈશ્વરની સાચી ભક્‍તી ક્‍યારે થઈ કહેવાય? ઈશ્વર માણસની ભક્‍તીની નોંધ લે છે કે નહીં?  લેતો હોય તો માણસને તેની જાણ શી રીતે થઈ શકે? ઈશ્વરની કૃપા– અવકૃપા માપવાનો  આધારભુત માપદંડ કયો? ઈશ્વરના સ્‍વરુપ વીશે પણ માણસ સ્‍પષ્ટ નથી. પુરાણો અથવા ધર્મગ્રંથોમાં ચીતર્યા મુજબનો ભગવાન તેના મનમાં વસેલો છે.

ઈશ્વરભક્‍તી એવી પરીક્ષા છે જેનું રીઝલ્‍ટ જાહેર થતું નથી. ઈશ્વરભક્‍તી એવો પ્રેમપત્ર છે જેનો વળતો જવાબ મળતો નથી. ઈશ્વરને ચુંટણીના ઉમેદવાર તરીકે કલ્‍પી લઈએ તો દુનીયાના સઘળા આસ્‍તીકોને મતદાતા ગણવા રહ્યાં. કમનસીબે તેઓ એવા મતદાતા છે જેમનો મત કેન્‍સલ થઈ જાય છે તેની તેમને ખબર પડતી નથી. સંક્ષીપ્‍તમાં ઈશ્વર ભક્‍તી એટલે આકાશની દીશામાં ઉંચે ફેંકવામાં આવતો ટોર્ચનો પ્રકાશ! આકાશમાં એ ક્‍યાં અંકીત થાય છે તેનું કોઈ પ્રમાણ  મળતું નથી. ઈશ્વર ઝાંઝવાનું જળ છે. તે જીન્દગીભર પાછળ દોડવા પ્રેરે છે; પણ તેનાથી માણસની પ્‍યાસ બુઝાતી નથી. પ્રશ્ન થાય છે– ઈશ્વરના ચોપડામાં આખું વર્ષ જમા કરાવેલું પુજાપાઠનું પ્રોવીડન્‍ટ ફંડ ઘડપણમાં ડબલ થઈને પાછું મળે છે ખરું? ઘડપણનું છોડો મર્યા પછી તેમાંથી બીજા ભવમાં પુણ્‍યનું કોઈ પેન્‍શન મળે છે ખરું? આ પ્રશ્નોના જવાબ હકારમાં આપનારાઓની સંખ્‍યા મોટી છે. પરન્તુ  સૃષ્‍ટી પરના ઈશ્વરના અનેક અટપટા આયોજન વીશે ઉંડાણથી વીચારનારા બૌદ્ધીકોને અનેક પ્રશ્નો ઉદ્‌ભવે  છે.

જેમકે– ‘હરીને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે…’ એવું ભજનમાં ગવાયું છે પરન્તુ મન્દીરમાં જીન્દગીભર પુજાપાઠ કરનારા પુજારીને ત્‍યાં આંધળા લુલાં સંતાનો કેમ અવતરે છે? શું ઈશ્વરની ઑફીસમાં પી.એફ., ગ્રેજ્‍યુટી વગેરેમાં આવું અન્ધેર ચાલે છે? ખુદ કૃષ્‍ણભગવાનનો મીત્ર સુદામા ગરીબ કેમ હતો? સુખદુઃખનો આધાર પરભવના સારા નરસા કર્મો પર જ રહેતો હોય તો એમ નથી લાગતું કે ભગવાનનો કેડો મુકી દઈ માણસે કર્મો જ સારા કરવા જોઈએ, જેના મીઠાં ફળ આ જન્‍મે જ પ્રાપ્‍ત થઈ શકે!

ઈશ્વરની ચર્ચા નીકળે છે ત્‍યારે પુર્વજન્‍મ અને તેના કર્મફળની વાત ખાસ ચર્ચાય છે. પ્રશ્ન ઉદ્‌ભવે છે– પુર્વજન્‍મ કે તેના કર્મફળની સાબીતી કઈ છે? કીડી તેના આખા અવતારમાં કોઈ પાપ કે પુણ્‍ય કરતી નથી. તેને બીજો અવતાર શેનો મળતો હશે? ભ્રષ્ટ રાજકારણીઓ, દાણચોરો, કે ગુંડાઓ આ જન્‍મે જ દુનીયાભરનો તમામ સુખવૈભવ ભોગવતાં હોય છે. બાકીના કરોડો લોકોને એવું સુખ મળતું નથી. શું એમ માનવું કે એ કરોડો લોકો પુર્વજન્‍મના પાપીઓ હશે? વર્ષો પુર્વે જયલલીતાના ઘરમાંથી હજારો સાડીઓ, સેન્‍ડલો અને હજારો  સોના–ચાંદીના ઘરેણાં નીકળ્‍યાં હતાં. કોઈ ધર્મપંડીતને પુછીએ, એટલું ભવ્‍ય સુખ મેળવવા જયલલીતાએ રોજ કેટલીવાર માળા ફેરવી હતી? કેટલાં યજ્ઞો કરાવ્‍યાં હતાં? કયા કયા પુણ્‍યો કર્યાં હતાં?

જગતભરના સંતો કે  ધર્મગુરુઓ ભેગાં મળી ઈશ્વરના અસ્‍તીત્‍વનો કુટપ્રશ્ન હલ કરવા ધારે તોય કરી શકે એમ નથી. ઈશ્વરના પ્રશ્નો ઈશ્વરથીય અધીક પેચીદા છે. પૃથ્‍વીલોકની યુનીવર્સીટીમાં ઈશ્વર અંગેનો કોઈ માન્‍ય અભ્‍યાસક્રમ નથી. એની પરીક્ષા નથી અને પરીણામ પણ નથી. એથી ઈશ્વરને ભજવાનું કામ દુનીયાનું સૌથી સહેલું કામ છે. બચુભાઈ કહે છે– ‘ઈશ્વર અને તેની કૃપા એટલે હવાનો ગોળો હવાના હાથમાં ઉછાળવા જેવી ઘટના! હાથ ક્‍યાં છે, હવા ક્‍યાં છે, ગોળો ક્‍યાં છે– કશું જ દેખાતું નથી. આખી પ્રક્રીયા માનસીક રીતે કલ્‍પી લેવાતી હોય છે. ચીત્રકાર નથી દેખાતો. પીંછી, રંગ  અને  કેનવાસ પણ નજરે પડતાં નથી; છતાં માણસ કહે છે– ‘ચીત્ર ખુબ સુન્દર છે!’ ભગવાન કરતાં માણસે ભગવાન વીશે વધુ ગુંચવાડા ઉભા કર્યા છે. માણસના દીમાગમાં ભગવાનના હજારો ચીત્રો અંકીત થયેલાં છે. દુર્ભાગ્‍યે એક ચીત્રનો બીજા ચીત્ર સાથે મેળ ખાતો નથી. દુનીયાના બધાં શ્રદ્ધાળુઓ ઈશ્વર વીશે એક મત થઈ શકતાં નથી.

મદ્રાસીઓ પેન્‍ટને બદલે લુંગી શા માટે પહેરે છે? કદાચ એનું કોઈ ઠોસ કારણ હોય તો  એટલું જ કે તેમના પીતા અને દાદા, પરદાદાઓ લુંગી પહેરતા હતાં. ઈશ્વરપુજા પણ માણસ માટે મદ્રાસીઓની લુંગી જેવી ઘટના છે. સદીઓથી માણસના પુર્વજો ઈશ્વરની પુજા કરતાં હતાં એથી આજનો માણસ પણ કરે છે. ઈશ્વર એ માણસની બાપુકી મીલકત છે. માણસને બાપદાદાની મીલકત વહાલી હોય છે. આસ્‍તીક્‍તા માણસનો આધ્‍યાત્‍મીક વારસો છે. સોનાનો બંગલો ખરીદી શકે એવો ધનાઢય માણસ પણ બાપુકી ઝુંપડી માટે મરી ફીટે છે.

મુલતઃ માણસ લાગણીશીલ પ્રાણી છે. તેની લાગણીશીલતા તેને ઈશ્વરના અસ્‍તીત્‍વ તરફ દોરી જાય છે. તેને જીવનમાં સુખ મળે છે, સીદ્ધી મળે છે, ત્‍યારે તે વીચારે છે– ઈશ્વર સીવાય આવું સુખ કોણ આપી શકે? બાળપણથી માણસને શીખવવામાં આવે છે– દુનીયામાં બધું ભગવાનની કૃપાથી થાય છે. તેની ઈચ્‍છા વીના એક પાંદડુંય હાલતું નથી.

પરન્તુ નાસ્‍તીકોના વીચારો સામા છેડાના છે. તેઓ કહે છે– ‘જેના નામનો આ પૃથ્‍વી પર જબરજસ્‍ત હાઉ ઉભો કરાયો છે એ ઈશ્વર અસલમાં ખેતરના ચાડીયા જેવો છે. ચાડીયો પક્ષીઓ માટે ઉભો કરેલો હાઉ માત્ર છે. વાસ્‍તવમાં તે નીરુપદ્રવી પુતળું છે. ચાડીયાની અસલીયત જાણી ચુકેલાં ચતુર પક્ષીઓ ચાડીયાના માથે બેસી દાણા ચણે છે. ઘણાં ધાર્મીક ધુતારાઓ પણ ભગવાનના નામે લુંટ ચલાવે છે. કાશી, મથુરા કે દ્વારકા જેવા ઘણાં તીર્થસ્‍થળોએ ભગવાનની પુજા કરાવનારા પંડાઓ ભગવાનના નામે ભક્‍તોને ઠગી લેતાં હોય છે. અમારા બચુભાઈ તેમના વ્‍યવસાયને ‘કંકુવરણા કાવતરા‘ કહે છે.

ભગવાનના નામે એવી ચાંચીયાગીરી ચલાવતાં ભગવાધારી ઠગોને પ્રમોશન મળે ત્‍યારે સમાજને એક સ્‍વામી પ્રાપ્‍ત થાય છે. આપણા સમાજને ધર્મ અને ભગવાનના નામે લુંટાવાનો ભારે ઉમળકો હોય છે. બદ્‌કીસ્‍મતે એવા સમાજની રચના ઉજ્જવળ સંસ્‍કૃતીમાં થાય છે. ચાડીયાની અસલીયત જાણી ચુકેલાં પક્ષીઓની જેમ ઘણાં માણસોને સમજાઈ ચુક્‍યું છે કે અહીં લુંટ કરો કે લુંટાવી દો, ભગવાન ખુશ થતો નથી અને ખફાય થતો નથી. તેમને ખાતરી થઈ ચુકી છે કે ભગવાન ડેડબોડી જેવો છે. ડેડબોડી સાથે જીવીત વ્‍યક્‍તી કેવળ લાગણીથી જોડાયેલી હોય છે. માણસના પ્રેમ કે નફરતની મૃતદેહને કોઈ અસર થતી નથી. માણસ અને મૃતદેહ વચ્‍ચે લાગણીનો વનવે ટ્રાફીક હોય છે તેવો ઈશ્વર અને માણસ વચ્‍ચે હોય છે.

બૌદ્ધીક કક્ષાના શ્રદ્ધાળુઓને પણ પ્રશ્ન થયા વીના નથી રહેતા. આપણે ત્‍યાં નીત નવાં મન્દીરો બંધાય છે. સતત રથયાત્રાઓ કે ભગવાનના વરઘોડાઓ નીકળતા રહે છે. રામકથાઓ કે ભાગવત સપ્‍તાહો યોજાતી રહે છે. એ સીવાય આખું વર્ષ ઢગલેબન્ધ ધાર્મીક તહેવારો ઉજવાતાં રહે છે. અરે! અહીં વીશ્વશાંતી યજ્ઞો પણ થતાં રહે છે…! છતાં આ દેશ પર ઈશ્વરકૃપા કેમ વરસતી નથી. સમ્ભવતઃ ભારત વીશ્વનો સૌથી દુઃખી દેશ હશે. જ્‍યાં તેત્રીશ કરોડ દેવી દેવતાઓ જન્‍મ્‍યાં છે, જ્‍યાં રાત દહાડો માણસ ભગવાનને ભજે છે ત્‍યાં સુખશાંતી અને પ્રગતીના નામે આવું અંધારું શા માટે? શું ઈશ્વરને માણસના સુખદુઃખની કશી પરવા નથી? પશ્ચીમીના દેશોમાં ભગવાનની આટલી ગાઢ ભક્‍તી થતી નથી છતાં તે પ્રજા આપણાં કરતાં વધુ સુખી અને સમૃદ્ધ કેમ છે? આપણે નવેસરથી વીચારીને એ નક્કી કરવું પડશે કે માણસનું કલ્‍યાણ શેમાં છે? નરસીંહ મહેતાની જેમ દીનરાત ભક્‍તીનો તંબુરો વગાડ્યા કરવામાં કે સખત પરીશ્રમ કરી દેશનો વીકાસ કરવામાં? આ બધા પ્રશ્નોમાં કેટલું વાજબીપણુ છે તે વીશે વીચારાવું જોઈએ.

દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત 395 003 ફોન : 0261–2591449 .મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/-)માંનો આ 8મો લેખ, પુસ્તકનાં પાન 32થી 34 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખકસમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ગુજરાત સેલફોન : 94281 60508 .મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 13–11–2017

 

20 Comments

  1. I agree,it’s a good thought provoking article, but nobody has or can give answers . Does God exist ? Is the life created by God or is it created on its own ? How can all intricate processes going in human & other living things run on its own ? Perhaps we have imagined that only somebody like God exists who can keep on everything running.

    Like

  2. પશ્ચિમના દેશોમાં પણ આંધળી ભક્તિ છે જ. અહીં પણ ચર્ચમાં લોકો બેફામ પૈસા વાપરે છે. ભારતમાં જ થાય છે એ વાત સાચી નથી. અંધશ્રદ્ધા ભારતમાં જબજસ્ત ફેલાયેલી છે અને ભારતીય લોકોની અંધશ્રદ્ધા માટેની મૂર્ખતા આખી દુનિયામાં અજોડ છે અને અક્કલવિહીન, તર્ક વગરના રૂઢિગત ખયાલો એ ભારિતયોને એ ક્ષેત્રે મૂર્ખતાના અગ્રક્રમે મૂકેલ છે.

    Liked by 1 person

  3. સુજ્ઞ દિનેશભાઇ તથા ગોવિંદભાઇ, તમે આજે જુગ જુગ જુનો સવાલ છેડ્યો છે. ભગવાન દરેકની જરુરિયાત મુજબ હોયએવુ લાગે. આખરે માણસને જીવવા માટે કોઇને કોઇ અવલંબનની જરુર રહે છે. સ્વીકારીએ કે નહિ પણ વિરાટની
    સરખામણંીમાં માણસની શારિરીક ને માનસિક મર્યાદા છે. જયારે કોઇ પરિસ્થિતિ એની શકિત બહારની કે કાબુ બહારની બને ત્યારે એને આધારની જરુર પડે. પછી એ ગમે તે સ્વરુપમાં હોય. દા.ત. બાળક નાનુ હોય ત્યારે એને માબાપ જ ભગવાન લાગે. ભિખારીને ભોજન આપનાર, બેકારને નોકરી આપનાર ને નેતાને મત આપનાર જનતા જનાર્દન લાગે. દર્દીને ડોક્ટર ભગવાન લાગે. આમ જરુરિયાત પ્રમાણે એના રુપ બદલાય. ટુંકમાં મુશ્કેલીમાં સહારો આપે તે ભગવાન. આપણા ભક્તો પણ ભીડ પડે ત્યારે જ ભગવાનને પોકારે છે. હા. મારી સમજણ પ્રમાણે આખી સુષ્ટિનુ સંચાલન કરતુ કોઇ પરિબળ જરુર છે. માણસ જેટલો લાચાર, નિર્બળ ને દુઃખી એટલો ભગવાનને વધારે ભજવાનો. જુઓ આપણા નેતાઓ ચુંટણી ટાણે મંદિરોમાં આરતી પુજામાં કે યજ્ઞમાં મસ્તક નમાવે છે. આમ દરેકની જરુરિયાત પ્રમાણે પથ્થર, મુર્તિ, ફોટા વગેરેમાં ભગવાન દેખાય છે. એટલે એના સ્વરુપની વિવિધતા, કયુ સ્વરુપ સાચુ કે ખોટુ? એમાથી ધર્મના ફાંટા ને વાદવિવાદ ને ઝધડા ઉભા થાય છે. પછી તો એના એજન્ટો! જ ભગવાન બની બેસે છે. બીજી રીતે જોઇએ તો કોઇ મોટી કંપનીમાં માલિકને મળવા જાવ પણ તમારી સમજણને અભાવે દરવાનને જ માલિક માની લો. કોઇ આગળ વધીને સેક્રેટરીને માલિક સમજી બેસે તો કોઇ સુપરવાઇઝર ને માલિક સમજી લે. બાકી મળવાની જેની ક્ષમતા હોય એજ માલિકને મળી શકે. એવુ જ કાઇક દુનિયામાં છે.

    Liked by 1 person

  4. Interesting article and thoughts. I have had always a question in my mind, that these so called Gods men really believe in an entity like God, as most of them deceive the common believing public by means of God and take control of their body, mind and actions and also their wealth. I think they are staunch ” nastiks, deceiving the people in the name of the so called God

    Liked by 1 person

  5. Not a single religion of the world is immune of brain washing it’s followers and they blindly follow their preacher and donate millions of their hard earned dollars,pounds and those Gurus,Priest,Mullas, spend donated monies for their lavish life styles and abuse children,girls,boys,women for sexual enjoyments and involve in scandals of money laundering and drugs and even committing murder if anyone opposes.
    As an example. View documentary ” Holy money” produced by Passionate Eye a Canadian TV channel on Vatican city’s involvement.Same goes to other religions too.
    Go to youtube and search for Holy money.
    Discussion of God’s existence is very complex and never ending subject and each and every individual has his own thinking and belief.

    Liked by 1 person

  6. વરસોના વરસો…મહાન ગુરુજીઓ…ભણેલાં…ગણેલાં….રામ…રહિમ….મીરાં…નરસિંહ….અખો….વિ..વિ…લાખોની સંખ્યામાં આ વિષયને ટચ કરી કરીને પોતાના મનની વાતો કરી ગયા છતાં અા પ્રશ્ન હજી ત્યાંનો ત્યાં જ છે…..હાલમાં થોડા વિચારો વાંચવામાં આવેલાં તે રીપીટ કરું છું…મારા પોતાના કોઇ વિચારો નથી.
    (૧) ઘણી કરી શોઘ મેં શ્લોક અને સ્તુતિમાં….પણ
    આખરે ઇશ્વર દેખાયો મને સહાનુભૂતિમાં.

    (૨) ઇન્સાન સે મિલના તુજે આયા નહિ હૈ ‘ સાહિલ ‘,
    ભગવાન સે મિલને કી આરઝૂ પે હંસી અાતી હૈ.

    (૩) નહિ મંદિર, ના હિ કાબા કૈલાસ રે….
    મો કો કહાં ઢૂંઢે રે બંદે, મો તો તેરે પાસ રે. ( કબીર)

    (૪) આભ લગ લાવ્યો નમન, કર માન્ય તું,
    તુંય કર સાબિત પ્રભુત્વ: ઊતરીને…….( જનક દેસાઇ )

    (૫) પત્થર પૂજે પ્રભુ મીલે, તો મેં પૂજું પહાડ,
    તા તે ચક્કી ભલી, પીસ ખાય સંસાર. ( કબીર)

    (૬) પહાન કૈરા પૂતલાં, કરિ પૂજૈ કરતાર,
    ઇન્હી ભરોસે જો રહે, તે બૂડે કાલી ઘાર. ( કબીર)

    (૭) Never let your fear decide your future.

    ( 8) Vine Deloria Sioux said……

    Religion is for people who are afraid of going to hell…..
    Spirituality is for those who have already been there.

    (૯) બાબા સાહેબ આંબેડકરે કહેલું કે……

    મંદિરમાં બૈઠા ભગવાન ખુદ અપના દિપક નહિ જલા શકતા, વો તુમ્હારી જીંદગી મેં કૈસે દિયા જલાયેગા ?

    (10) Cataract is the third biggest cause of BLINDNESS……Religion and politics remain the first TWO…..

    (૧૧) આશ્ચર્યની અે વાતનું છે કે રાવણને સળગાવતાં પહેલાં, આપણે જ અેને બનાવીઅે છીઅે.

    (૧૨) અેક વાર ભગવાન અને માણસનો ભેટો થઇ ગયો. બન્ને જણાના મનમાં અેક સરખો જ વિચાર આવ્યો…..‘ મને બનાવવાવાળો મળ્યો ખરો…‘

    ( ૧૩) શું ઘડયો છે શિલ્પકારે નાક નકશો કોંક નો, કીઘું અેણે આ પ્રભુ છે….તો બઘા માની ગયા. ……..અને……છેલ્લે…….

    (૧૪) ઇશ્વર બદલી ના શક્યો કોઇ માણસને આજ સુઘી…….અને….
    સેંકડો ઇશ્વર બદલી નાંખ્યા માણસોઅે…આજ સુઘી…….

    આભાર,

    અમૃત હઝારી.

    Like

  7. The whole earth is our vasudav kootumbakam!as ate as we react?the animals
    are ran after the food day and nights and become a food for others?the only
    humankind is next to god?the earth is training center for all and the life
    is so short!the illiteracy is the cancer of earth!as big the lamp as big
    darkness under the lamp?the lord sun bringing the light on the earth for
    welfare of all,those are sleeping they are looser!THE BUSINESS OF WORDS ARE
    NEVER LITTLE,use the words for the welfare of mass!

    Like

  8. ઈશ્વર નું અસ્તિત્વ છે કે નહીં તેને સમજવા પૂર્વે ઍ જાણવું જરૂરી છે કે શું તેનું નામ “ઈશ્વર” જ છે? દરેક ધર્મવાળાઑ ઍ જેને જુદા જુદા નામ આપેલ છે, તે હસ્તી કોણ છે? તેને આ રીતે સમજવાનો પ્રયત્ન કરીઍ.

    ઘડિયાળ ચોક્કસ સમય બતાવે છે, તો તેને બનાવવા માટે ઍક ચોક્કસ કાર્યપદ્દતિ નો ઉપયોગ કરવામાં આવેલ છે. ઘડિયાળ આપમેળે નથી બની ગયેલ. ચોક્કસ કાર્યપદ્દતિ નો ઉપયોગ કરવાવાળો કોઈ પણ હોય શકે છે. તે જ અનુસાર પૃથ્વી સૂર્યની આસપાસ ઍક ચોક્કસ સમયમાં ઍક ચક્કર લગાવે છે, અને તે સમય છે ૩૬૫ દિવસ, ૬ કલાક, ૯ મિનિટ અને ૧૩ સેકન્ડ. આટલો ચોક્કસ સમય શું આપોઆપ ઉત્પન્ન થઈ ગયો, જે હજારો વર્ષ થી ચાલ્યો આવી રહ્યો છે, અને તેમાં ઍક સેકન્ડનો પણ તફાવત નથી થયેલ? આ શું સુચવે છે? આ ચોક્કસ સમયની કામગીરી ઍક ખાસ કાર્યપદ્દતિ થકી કરનાર કોઈ તો હોવો જોઈઍ. અને આ કામગીરી કરનારાને દરેક ધર્મ વાળાઑ ઍ જુદા જુદા નામ આપી દીધેલ છે. ઍ હસ્તી કોઈ પણ હોય શકે છે, ઍટલે કે કોઈ શક્તિ તો જરૂર છે. અને તે ખરેખર કોણ છે તેને જાણવું ઍ મનુષ્ય ની વિચાર શક્તિ ની બહાર છે.

    કાસીમ અબ્બાસ

    Liked by 1 person

  9. I think Marx or some one said–” its Opium in the name of God we all are taking like China was shikar of Afin earlier– and now it has come out — to be world leader without Afin”
    very nicely dealt all points–thx again Dinesh bhai and Govind Bhai

    Liked by 1 person

  10. જો કોઈ ઈશ્વર હોય તો એ કાં તો ખૂબ ક્રૂર છે કાં મૃત્યુ પામ્યો છે. મતલબ નિર્જીવ હોય.. નિર્જીવ ઈશ્વર ના ખ્યાલ સાથે આપણે પ્રકૃતિને જ ઈશ્વર ગણી શકીએ જેની પૂજા કરો ના કરો કશો ફેર પડતો નથી. પ્રકૃતિ તેના નિયમ પ્રમાણે ચાલે છે અને ચાલ્યા કરશે…

    Liked by 1 person

  11. આ મહાકાય બ્રહભાંડને ચલાવવાની કામગીરી ઍક ખાસ કાર્ય પદ્દતિ થકી ચલાવનાર કોઈ તો હોવો જોઈ ઍ. અને આ કામગીરી કરનારાને દરેક ધર્મવાળાઑઍ જુદા જુદા નામ આપી દીધેલ છે. ઍ હસ્તી કોઈ પણ હોય શકે છે. તે ખરેખર કોણ છે તે ને જાણવું ઍ મનુષ્ય ની વિચાર શક્તિ ની બહાર છે.

    પરંતુ આ ઈશ્વર અને ધર્મ ના નામને વટાવી ખાનારા દરેક ધર્મ મા કરોડોની સંખ્યામાં જગતમાં ચારે તરફ ફેલાયેલા છે. અને ઈશ્વર અને ધર્મના નામ તળે કાળા કર્મો કર્યા કરે છે. ધર્મગુરૂઓ, પાસ્ટરો અને મુલ્લાઓ પોતાના અનુયાયીઓનું જાતિય શોષણ કરે છે, તેવા સમાચારોનો તોટો નથી.

    ઈશ્વર હોય કે ના હોય, પરંતુ તેના નામ તળે કેવા કેવા આધર્મો થઈ રહ્યા છે, તે જોઈ ને કદાચ ખરેખરનો ઈશ્વર પણ ધ્રુજી ઉઠતો હશે

    કાસીમ અબ્બાસ

    Liked by 1 person

  12. અપી માનવના સમયથી વાત શરુ કરીઅે. ભાષા ન્હોતી. વિજ્ઞાનના જ્ઞાનનું અસ્તિત્વ ન્હોતુ. જે કાંઇ આજુબાજુ થતું તેને તે આશ્ચર્યથી જોતો. મગજનો વિકાસ થતો ગયો. આજુબાજુ થતી કુદરતી ક્રિયાઓને સમજવા લાગ્યો…..પરંતું જે થઇ રહ્યુ છે તે કેવી રીતે થાય છે તે સમજ ન્હોતી કેળવી શક્યો. તો તેણે કોઇ શક્તિનો વિચાર કર્યો….અે કદાચ તે સમયે તેણે તે કાર્યને કરનારને તે કર્મના નમે ભગવાન બનાવી દીઘો હોય. ઇસ્લામ તો માણસની જાણમાં બન્યો. બૌઘ્ઘ અને જૈન ઘર્મ પણ. અને ખ્રિસ્તિ ઘર્મને બન્યાને તો ૨૦૧૭ વરસો જ થયા છે. દરેક જુદી વિચાર શરણીવાળાઅે પોતાના દેવને જુદા જુદા નામે ઓળખવાની શરુઆત કરી…ફક્ત જેને આર્યો તરીકે જાણીઅે છીઅે તેઓ લગભગ ૫૦૦૦ વરસોથી પોતાનો હિન્દુ ઘર્મ સાચવીને બેઠા છે. તેમણે અવકાશમાં અને પૃથ્વિના વાતાવરણમાં થતી પ્રક્રિયાઓ કેવી રીતે બને છે તેની ચોખ્ખી સમજ નહિ પડી ત્યારે તે તે પ્રક્રિયાઓના કરનારને તે પ્રક્રિયાના દેવ બનાવી અાપ્યા.
    દા.ત. ભારતમાં શીતળાનો રોગ આજથી ૫૦…૬૦…૭૦…વરસો પહેલાં ખૂબ થતો. તેને માટે થવાના કારણો કે તેની દવા ન્હોતી અેટલે શીતળામાતાને તે રોગના દેવી બનાવીને તેની પૂજા નૈવૈઘ ઘરાવતા થઇ ગયા…ઠંડક માટે લીમડાના ઝાડની ડાળી નજીક મુકતાં થયા.

    જેવી યુરોપમાં શીતળાની દવા શોઘાઇ કે તરત લોકો દવા કરતાં થઇ ગયા અને સાજા પણ. પરંતું શીતળામાતાજી હજી પણ પુજાય છે….જો કે ઓછા પ્રમાણમાં. અેવા તો અવકાશનાં સંશોઘનો બાદ મંગલ કે શની નડતા ઓછા થયા છે. મંગલ કે શની પણ દેવતા જ કહેવાય છે ને ? બીજા ઘણા ગ્રહો અને ઉપગ્રહો શોઘાયા છે તો તેમની અસર પડે કે નહી ?

    રસોડામાં અગ્નિ ના હોય તો ? વરાળથી ચાલતાં અેન્જીન શોઘાયા પછી અગ્નિ દેવની પૂજા થાય છે ? લગ્નમાં જરુરથી થાય અને તે પણ હિન્દુઓના લગ્નમાં જ.

    અેક વાત : પૃથવિનો જન્મ થયો તેના પછી કરોડો વરસો બાદ જ્યારે પૃથ્વિનું ઉપરનું પડ ઠંડું પડયુ તય્ારબાદ પૃથ્વિ ઉપર જીવની ઉત્પત્તિ થઇ. સીંન્ગલ શેલથી શરુઆત થઇ…મલ્ટીશેલ બન્યા….અને તેમાં પણ પ્રાણિબન્યા અને વનસ્પતિ બની. ત્યારે કોઇ ઘરમ ન્હોતો બન્યો. કોઇ પાસે ઘરમ ક્યારે બન્યો અને કોણે બનાવ્યો તેનો સાચો ઇતિહાસ આજસુઘી નથી. હવે મૂળવાત. જ્યારથી બન્ને પ્રકારનાં જીવો બન્યા ત્યારથી માણસો બન્યા ત્યાં સુઘીના બીજા કરોડો કે અબજો વરસોના સમયમાં અબજોના અબજો જીવો મર્યા હશે અને પૃથ્વિના પડમાં દતાયા હશે. તેજ રીતે વાનર અને માણસો જ્યારથી બન્યા ત્યારથી ૨૦૧૭ના ઇશુના વરસ સુઘીમાં પણ કરોડો લોકો મર્યા હશે જેઓ જમીનમાં દતાયા હશે. આજે મિદિરો, મસ્જદો, ચર્ચો તેજ પૃથ્વિ ઉપર બને છે કે જે જમીનની નીચે સ્મશાન હતું. વલસાડમાં હું જાણું છું જ્યા નાના કે તરતના જન્મેલા અને મરણ પામેલાં છોકરાંઓને દાટવાનું અેક સ્મશાન હતું મારી છેલ્લી વીઝીટ દરમ્યાન મેં ત્યાં સોસાયતી બંઘાયેલી જોઇ. લોકો અારામથી મઝેથી…જિવે છે….તેમને કોઇ દેવ કે દાનવ કે મૃત્યુનો દેવ…પાડા પર બેસીને મળવા નથી આવતો….યમ ક્યાં રહે છે તે કોઇને ખબર નથી કે તેનાં ચોપડાં ક્યાં કે કયા મ્યુઝીયમમાં રાખેલાં છે તેની કોઇને ખબર નથી કે કોઇને તેની પડેલી પણ નથી. આજની આપણી સિનીયરોની પેઢી યમના નામથી બીે છે જ્યારે યુવાન પેઢી કદાચ તેને ઓળખતી પણ નથી. ગભરાઇને જીવવાવાળો તો જીવતાં જીવતાં જ ‘પ્રભુઘામ ‘ પહોંચી ગયેલો હોય છે.

    ખૂબ લખી શકાય…સાબિતિઓની સાથે લખી શકાય. જ્યારે ઘરમના પાઠો સાબિતિ નથી આપતાં તઓ કહે કે સવાલો નહિ કરવાનાં…માની જ લેવાનું.

    દરેક સદ્ વિચાર અેક થીયરી હોય છે. સાબિત કરવાનાં પ્રક્ટીકલ્સ જુદો રસ્તો બતાવતા હોય છે.

    અમૃત હઝારી.

    Liked by 1 person

  13. ઈશ્વર /પરમાત્મા કે પ્રભુ આ બાબત હજારો વરસથી ચર્ચામાં રહી છે.ઉપરના સઘળા મંતવ્યો એક પ્રકારની બોદ્ધિક કસરત સિવાય કશું નથી.ઈશ્વરને માણસના સર્ટીફીકેટ ની જરૂર નથી.સ્વામી વિવેકાનંદ પણ આવીજ કઈ માનસિકતા થી પીડાતા હતા.પણ રામકૃષ્ણ પરમહંસ દ્વારા સાક્ષાત કાલી માતાના દર્શન કરાવતા તેમણે ઈશ્વર/ભગવાન કે શક્તિ નાં અસ્તિત્વ બાબત સ્વીકાર કરવો પડેલ.દરેક દેશમાં ધર્મના નામે ઓછા વધતા ધતીંગો ચાલતા હતા,ચાલી રહ્યા છે અને ચાલતા રહેશે.ફક્ત જો કાઈ વિચારવાનું હોય તો માણસે.ઈશ્વર કોઈને કહેતો નથી કે તમે મારા હોવા નાં હોવા વિષે ચર્ચા,તકરાર,કે વિવાદ કરો.દરેક માણસે પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનો હોય છે.બાકી એક વાત નક્કી છે કે લાખો માણસો સ્વામીઓ ની સભામાં બેસી સમય બરબાદ કર્યા સિવાય પ્રોદ્ક્તીવ કામમાં સમયનો ઉપયોગ કરે તો દેશની પ્રગતિમાં હરણફાળ ભરી શકાય અને બેરોજગારીને મોટા પ્રમાણમાં ઘટાડી શકાય.

    Liked by 1 person

  14. ઇશ્વર બદલી ના શક્યો કોઇ માણસને આજ સુઘી…….અને….
    સેંકડો ઇશ્વર બદલી નાંખ્યા માણસોઅે…આજ સુઘી…….
    મંદિરમાં બૈઠા ભગવાન ખુદ અપના દિપક નહિ જલા શકતા, વો તુમ્હારી જીંદગી મેં કૈસે દિયા જલાયેગા ?
    ) અેક વાર ભગવાન અને માણસનો ભેટો થઇ ગયો. બન્ને જણાના મનમાં અેક સરખો જ વિચાર આવ્યો…..‘ મને બનાવવાવાળો મળ્યો ખરો…‘
    ઇન્સાન સે મિલના તુજે આયા નહિ હૈ ‘ સાહિલ ‘,
    ભગવાન સે મિલને કી આરઝૂ પે હંસી અાતી હૈ.

    Liked by 1 person

  15. ગોવિંદભાઇ, આપે જે આસ્તિક, નાસ્તિક અને તટસ્થ એમ ત્રણ ભાગ પાડ્યા એ જરા ખોટું લાગે છે, આસ્તિક ઈશ્વરમાં માને છે અને એમાં શ્રદ્ધા રાખે છે, નાસ્તિક ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારે છે પણ એમાં શ્રદ્ધા નથી,જયારે તટસ્થ? શે માટે તટસ્થ?આસ્તિક અને નાસ્તિકની વચ્ચે કોઈ મધ્યમ સ્તર નથી, આપ જેને તટસ્થ કહો છો એ તો atheist છે જે કોઈ supreme શક્તિ છે એવું માનતા નથી,( atheist definition : a person who denies or disbelieves the existence of a supreme being or beings.)
    રેશનાલિસ્ટ આ ત્રણે માં કશે પણ હોઈ શકે, સિવાયકે દરેક કાર્ય,તર્કસંગત છે અને ન હોય તો એનો અનાદર કરે,
    બાકી તો મદ્રાસી લૂંગી કેમ પહેરે છે અને પેન્ટ કેમ નથી પહેરતા એવો આપનો પ્રશ્ન હોય તો આપણે પૂછવાનું કે શું મદ્રાસના વાતાવરણ, જે ગરમ અને ભેજવાળું છે એમાં લૂંગી જેવો પોશાક જ સરળ રહે,નહિ કે પેન્ટ જે પશ્ચિમનો ડ્રેસ છે અને ઠંડા વાતાવરણ માટે હવાની સહુ થી ઓછી અવરજવર થાય એવો પોશાક છે જેમ લૂંગી યુરોપ અમેરિકામાં ન ચાલે એમજ પેન્ટ મદ્રાસમાં અનાવશ્યક છે, આમ આપનો તર્ક કેમ કામ નથી કરતો? મારી મચડીને દરેક વાતને ઈશ્વર અને આસ્થા સાથે ન જોડો।

    Liked by 1 person

Leave a comment