Join 1,240 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
દુનીયાનું સૌથી આંધળુ પ્રાણી કયું? જવાબ એક જ છે માણસ.
કાસીમ અબ્બાસ
LikeLiked by 1 person
સરસ લેખ. હેડીંગ છે…‘ પરમેશ્વર જોડે પંજો લડાવતો માણસ. અેટલે કે પરમેશ્વરનું અસ્તિત્વ સ્વિકારીને જ આપણે આગળ વઘી રહ્યા છીઅે. અભિવ્યક્તિ પરમ ઇશ્વરનું અસ્તિત્વ કબુલે છે ખરું ? અને તે પણ ભગવાન (?) સાથે પંજા લડાવતો ?
છેલ્લો પેરેગ્રાફ કહે છે…‘ જરા વિચાર કરો, ભગવાનની અે કેવી મેન્યુફેક્ચરીંગ ડીફેક્ટ કે અેણે માણસને પુરા સો. વરસનું આયુષ્ય આપ્યુ હોય અને બેતાલીસ વરસે જ બેતાલા આવી જાય.! અેરોપ્લેનની ટાંકીમાં અેક જ લીટર પેટરોલ સમાઇ શકે અેવી ટુંકી બુઘ્ઘિની વ્યવસ્થા કરનાર અેન્જીનીયરને આપણે કહીઅે તો શું કહીઅે ?……..જો ભગવાનને માનતા હો તો ડીફેક્ટ સાથે જન્મેલો બાળક ટુંકી બુઘ્ઘ્િના ભગવાને મોકલેલો છે તેમ મનવુ પડે. (?).
વાત અેવી છે કે બાળક જન્મે ત્ારથી જ સર્ટીફીકેટ લખાવીને નથી લાવતો કે તને બેતાળીસમે વરસે જ બેટાલા આવશે…તથાસ્તુ….માણસે શોઘ કરી છે કે માલન્યુટરીશન બાળકના જીવનમાં આવતાં રોગોનું મુખ્ય કારણ હોય છે. બેટાલાને સારા ખોરાકની માવજતથી દૂર રાળી શકાય છે. અરોપ્લેન બનાવવાવાળા અેન્જીનીયરને, બેટાલા આપીને મોકલતા ભગવાન સાથે શરખાવો છો ?
માણસે શોઘ કરી છે કે જીનેટીક કોડમાં ડીફેક્ટ આવે તો જે ડીફેક્ટ છે તેને લગતી ખામી આવે. અેક બાજુ લેખક માણસની શોઘોના વખાણ કરે છે અને બીજી બાજુ તે માણસને ટૂંકી બુઘ્ઘિનો અેન્જીનીયર કહે છે.
ભાઇ, આજ સુઘી જે કાંઇ નોલેજ આપણને મળ્યુ છે તે બઘુ જ માણસે શોઘેલું જ્ઞાન છે. હજી ઘણું અેવું જ્ઞાન છે જેને માટે આપણે અજ્ઞાની છીઅે. પૃથ્વિ તેની ઉપરનું પાણી, જીવની ઉત્પત્તિ માટે જોઇતી આબોહવા…પૃથ્વિના પડોમાંની ઘાતુઓ…વિ…વિ…ના સંમિશ્રણ થકી જીવ બનેલો હતો તે પણ માણસ જાણે છે. અેક કોષી જીવમાંથી માણસ બનવા શુઘીની પ્રક્રિયા વિશે પણ માણસે શોઘો કરી છે. હજી ઘણી સીક્રેટસ છે જે માણસ જાણવાની કોશીશ કરી રહ્યો છે. લેબમાં ઘેંટું પણ બનાવેલું છે. ઠંડા કરેલાં સ્પર્મ , અેગ્સમાંથી વરસો પછી જીવને જન્મ આપી શકે છે.
બુઘ્ઘિ..મગજ..મગજના જુદા જુદા ભાગોના કરમોનું પણ નોલેજ માણસને છે…..મગજના રોગોને પણ માણસ ઓળખે છે. જેને ભગવાને કોઇ સર્ટીફીકેટ સાથે જન્મ નથી આપેલો હોતો. તે માણસની પોતાની જીવન જીવવાની રીતો થકી થાય છે. સુગરનાં રોગ વિના જન્મેલો માણસ…જો વઘુ ‘ ખાંડ‘ ખાતો રહે તો તેને ડાયાબિટીસ થવાનો. માણસ પોતે ડાયાબીટીસ કેમ કરી દૂર રાખવો તે રીતે જીવીને કરી શકે છે.
ભગવાન કે પરમેશ્વર ની અેન્ટીટી શોઘવાની રીસર્ચ પણ તે કરી રહ્યો છે. જ્યારે તે પરમેશ્વરની હયાતી શોઘી કાઢશે ત્યારે તે કબુલ કરી લેશે. આજ સિઘીની દરેક રીસર્ચ તેણે સત્યતાના પ્રયોગો કરી સત્ય શોઘીને કબુલ કરેલું છે તેનાં ફળો માણસ ભોગવી રહ્યો છે….સારા કરમોમાં કે ખરાબ કરમોમાં….પ્રમ માટે કે લડાઇ માટે.
Albert Einstein said, ” Blind belief in authority is the greatest enemy of TRUTH. ”
( Who is the ” Authority” ? )
Amrut Hazari..
LikeLiked by 1 person
Ishvare buddhi j ene ena problems sol ve karava aapi chhe.Jara vichar karo ke problems j na hoy to jivan ketluuu niras thai jay!…Ne samay kapvo ketketlo kathin thai jat !
LikeLike
The great article!!!
LikeLiked by 1 person
ભાઈ અમૃતની કૉમેન્ટ સાથે હું સંમત છું. બેતાલાં માટે કુદરત જવાબદાર નથી, જેને બેતાલાં આવે છે તે જવાબદાર હોય છે. અને હા, બધાંને જ બેતાલાં આવે છે એવું નથી. ભુલ તો માણસની છે – એના કુદરતી આહારમાં કરેલા ફેરફારોને કારણે અનેક પ્રકારની સમસ્યા એણે એના સ્વાસ્થ્ય માટે પેદા કરી છે. આ લેખ સાથે બધી રીતે તો સંમત થઈ શકાય એમ નથી.
LikeLiked by 1 person
મિત્રો,
મારા ભેજામાં અેક વિચાર આવ્યો. મુરખ વિચાર કહેવાય કદાચ ! પરંતું તે વિજ્ઞાન, તેની શોઘો અને ઘાર્મિક વાતો સાથે ગાઢો નાતો ઘરાવે છે. કોઇના દિલને દિભાવવા આ વાત નથી લખતો. પરંતું વિજ્ઞાનને સમજવા માટે લખું છું. જે કોઇને ના ગમે તેઓની પહેલેથી જ માફી માંગી લઉ છું.
ગુગલમાં જઇને આ વાતને શોઘવાની કોશીશ કરવા વિનંતિ છે.
Enter to find : Human evolution & facial features, 2000 years ago.
Then enter : Human evolution & facial features, 4000 years ago.
You will find series of photos and details of research and research results.
હિન્દુ ઘાર્મિક પુસ્તકો પણ કદાચ ૪૦૦૦ વરસો પુરાણા કે ૨૦૦૦ વરસો પુરાણા હોવા જોઇઅે.
આ પુસ્તકોમાં બતાવવામાં આવેલા દેવો, રાજાઓ કે સામાન્ય લોકોના મૌખિક ફીચરો…હેન્ડસમ બતાવાય છે.
સાચુ…ખોટું… જેમની જેવી શ્રઘ્ઘા.
વિજ્ઞાન સાથે આપણો જીવન મરણનો નાતો જોડાયેલો છે. વિજ્ઞાને કરેલી શોઘોના ઉપયોગથી આજે ૨૦૧૭ માં આપણુ જીવન આપણે રોજે જાણીઅે માણીઅે છીઅે…..
LikeLiked by 1 person
Reblogged this on માનવધર્મ.
LikeLiked by 1 person
વહાલા વલીભાઈ,
આપના બ્લોગ પર ‘પરમેશ્વર જોડે પંજો લડાવતો માણસ’ લેખને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
..ગો. મારુ
LikeLike
excellent – interpretation of human buain to win over nature–“necessity is mother of invention”
birth time and death also conquered up to some extent
LikeLiked by 1 person
*‘લે ચલ છુપાકે કફનમેં બોતલ* *કબ્રપે બેઠકે પીયા કરેંગે…* *ઔર જબ ખુદા કરેગા
ગુનાહોંકા ફેંસલા…* *તો દો દો જામ ઉસે ભી દીયા કરેંગે…!’*
અથવા સત્યનારાયણની કથા કરાવીશું એટલે બધી ભૂલો અને અપરાધો માફ થઇ જશે.
“ઈશ્વરની ઈચ્છા વીના એક પાંદડુંય હાલતું નથી; પણ બીજી તરફ એણે જ્ઞાન
વીજ્ઞાનના અને ટૅક્નોલોજીના વીકાસ વડે દુનીયામાં એવું ચક્રવર્તી સામ્રાજ્ય
સ્થાપ્યું છે કે એ(*માણસ*)ની ઈચ્છા વીના એક પાંદડુંય ઉગી શકતું નથી.” ખુબ
સરસ અવલોકન! જરા જુદી રીતે વિચારીએ. ઈશ્વર કાંઈ બધા પાંદડાઓને હલાવી કે
સ્થિર ના રાખે, પણ તેણે બનાવેલા વૈજ્ઞાનિક નિયમો વિના પાંદડાઓ હાલી ના શકે.
(ભારતીય) પાર્લામેન્ટ કે (અમેરિકાની) કોંગ્રેસ કાયદા પસાર કરે પણ રાષ્ટ્રપતિ
કે પ્રેસિડેન્ટની ઈચ્છા ના હોય તો સહી ના કરે અને કાયદો અમલમાં ન આવે. તેવી
રીતે વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ પણ ઈશ્વરે તેની સ્વેચ્છાએ બનાવેલા વૈજ્ઞાનિક નિયમો
અનુસાર જ થઇ શકે છે. (દા.ત. પાણીમાં ડૂબે એવો બરફ બનાવી શકાતો નથી.) તે
અર્થમાં કહી શકાય કે “ઈશ્વરની ઈચ્છા વીના એક પાંદડુંય હાલતું નથી”. ડોક્ટરોએ
ઘણા રોગો દુનિયાભરમાંથી નાબૂદ કર્યા તે સિદ્ધિ અને બીજી બધી વૈજ્ઞાનિક સિદ્ધિઓ
બિરદાવવી જ જોઈએ, પરંતુ એટલું સમજીએ કે તે સફળતાઓ ઈશ્વરે બનાવેલા નિયમોની
બારીકીઓ સમજીને તેનો યથેચ્છ અને યથોચિત ઉપયોગ કરીને જ મેળવેલી હોય છે.
વિજ્ઞાન બધું સમજાવી શકે છે. હવે તો માબાપના તેમના સંતાનો માટેના પ્રેમ પણ
ઉત્ક્રાંતિના સિદ્ધાંતના આધારે સમજાવાય છે. પણ ડોસા-ડોસીઓનો પૌત્રો-પૌત્રીઓ
માટેનો પ્રેમ કોણે સર્જ્યો અને શા માટે? જવાબ છે?
આરોપી ફરાર છે, પણ છે ખરો. પુરાવાનો અભાવ એ અભાવનો પુરાવો નથી. તેના અપરાધના
દાર્શનિક પુરાવા મળવાની કોઈ જ શક્યતા નથી તો પણ સાંયોગિક પુરાવાને આધારે તે
દોષિત પુરવાર થયો છે. તે માફિયા સરદારોની જેમ જાતે કશું કરતો નથી પણ બીજાઓ
પાસે કરાવે છે. જેવો છે તેવો પણ માથે પડેલા પતિ કે પત્નીની જેમ પડ્યું પાનું
નિભાવવું જ રહ્યું.
LikeLiked by 1 person
સરસ….
.મારા મિત્ર…ઊંઘી ખોપરીજી,
દરેકને શ્રઘ્ઘા ( પોઝીટીવ )સાથે જીવન જીવવાનું હોય છે. અને તે‘ શ્રઘ્ઘા‘ મને મંજુર છે.
માણસ તો કુદરતે બનાવેલાં નિયમોને શોઘીને તેના ઉપયોગ કે દુરુપયોગ કરે છે. માણસનું કામ ….સંશોઘન કરવાનું છે…..કુદરતમાં જે છે અને માણસને તે પ્રશ્ન લાગે તો તેની ઉપર સંશોઘન કરે.
જેને હું કુદરત કહું છું તેને બીજા ‘ ઇશ્વર ‘ કહે તો તે પણ મને મંજૂર છે.
હેલ્ઘી ડીશ્કશન આપણને વઘુ જ્ઞાન આપે છે.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
સુજ્ઞ દિનેશભાઇ, તમારા આ લેખમાં તમે ભગવાનને આરોપી ગણાવો છો. એ બરાબર નથી લાગતુ. હુ એટલુ તો માનુ છુ કે આ વિરાટ દુનિયાનુ કોઇ સંચાલક બળ તો છે જ. પણ એ માત્ર સાક્ષીભાવે બધુ જોયા કરે છે. એ માત્ર ન્યાય કરે છે. બાકી તો દરેક માનવને વિવેકબુધ્ધિ તો મળેલી જ છે. જન્મ લેવો કદાચ આપણા હાથમાં નથી પણ કેમ જીવવુ એ તો આપણા હાથમાં છે. આપણા શરીરની સંભાળ લેવી એ આપણી જવાબદારી. માબાપ પણ સંતાનો મોટા થાય એટલે એટલે એનુ જીવન એને સોંપી દે. આપણા આપણી ઇન્દ્રીયોને પોષણ ન આપીએ કે વધારે બોજો આપીએ તો પરિણામ આવે એને માટે ભગવાનને દોષ કેમ દેવાય?મોડી રાતોના િબનજરુરી ઉજાગરા, સુર્યના તાપમાં આંખનુ રક્ષણ ન કરવુ કે
અયોગ્ય ખોરાગને કારણે આંખ બગડે તો કોનો વાંક? માત્ર સ્વાદને ખાતર તળેલ, તીખો, ને ધરમાં પણ સમજને અભાવે રાંધવાની રસમને કારણે પૌષ્ટિક તત્વોનો નાશ થયેલો સત્વહીન ખોરાક એમાં ભગવાન કયા આડો આવે? માનો કે શો રુમમાંથી કાર ખરીદીને બહાર આવો. પછી કોઇ પણ કારણસર કુતુહલ કે લોભથી પૈસા બચાવવા પેત્રોલને બદલે પાણીથી કાર ચલાવવા અખતરો કરોતો એમાં કારના ઉત્પાદકનો શુ ં વાંક કે તમારી કાર બગડી જાય? તમે દુધને બદલે દારુ પીવો ને બદામને બદલે માવો કે કેફી પદાર્થો લોને તમારી હોજરી બગડે તો કોણ જવાબદાર?કહેવત છે કે ‘બ્રાહ્મણ
ફેરા ફેરવી દે પણ સંસાર ન ચલાવી દે’. બીજુ મૃત્યુના અનેક પ્રકારો માણસે પોતે જ શોધ્યા છે. આત્મહત્યાથી લઇને મારામારી, ખુન, હત્યા, અકસ્માત, યુધ્ધ. આ માટેના સાધનો શોધનાર પણ માણસ ને અનેકવિધ જીવન બચાવનાર દવાઓ ને સુખસગવડના સાધનો શોધનાર પણ માણસ. એવુ લાગે માણસ જ દેવ છે ને માણસ જ દાનવ છે. પણ માણસને પોતાના દુઃખ ને પોતાની અણઆવડત છુપાવવા કોઇ બહાનુ કે હોળીનુ નાળીયેર જોઇએ એટલે બધો વાંક ભગવાન પર ઢોળી દો. મને તો લાગે છે કે એટલે જ એ સંતાઇ ગયો છે માણસોના આવા બહાનાથી ત્રાસીને.
LikeLike
ઈશ્વરને ‘આરોપી’ કહ્યો તો ખરો પણ આરોપ શાનો છે તે જાણવું જોઈએ. આરોપ છે સમગ્ર સૃષ્ટિનું સર્જન અને સંચાલન કરવાનો. તેની સજા તરીકે બિચારાને બધા માનવોની અરજીઓ સાંભળવી પડે છે.
ઈશ્વર કાંઈ બધા કામ જાતે ના કરે. જરા જુદી રીતે સમજીએ.
લોકશાહી તંત્રમાં સંવિધાન સૌથી મહત્વનું હોય છે. તેની મર્યાદામાં રહીને જ ધારાસભાઓ કાયદાઓ પસાર કરી શકે. તે કાયદાઓને અનુરૂપ જ નિયમો બનાવવામાં આવે. અને તે નિયમો હેઠળ સરકારી અધિકારીઓને તેમના હોદ્દાની રૂએ મુનસફી સત્તા (discretionary powers) પણ આપવામાં આવે છે. તે વાપરીને તેઓ નિર્ણયો લઇ શકતા હોય છે. સરકારી આદેશોના પરિપત્રો પર રાજ્યપાલશ્રી કે મંત્રીઓ સહી નથી કરતા. સચિવાલયના અધિકૃત કર્મચારી સહી કરે છે પણ તેની ઉપર લખાણ હોય છે “By order and in the name of the Governor of Gujarat (ગુજરાતના રાજ્યપાલશ્રીના આદેશથી તેમના વતી)”. રાજ્યપાલશ્રી કાંઈ બધા આદેશો જાતે આપતા નથી. સત્તાનો દુરુપયોગ કરનારા અધિકારીને તે બદલ સજા પણ કરી શકાય છે.
નાગરિક તરીકે આપણે ઉપરની વ્યવસ્થાનો અમલ કરીએ છીએ. માનવી તરીકે આપણું સંવિધાન માનવધર્મ છે. આપણે પોતે ગમે તે ધર્મ પાળતા હોઈએ તો પણ તેના નિયમો માનવધર્મને અનુરૂપ જ હોવા જોઈએ. આપણને તો ઘણી મુનસફી સત્તા (વિવેકબુદ્ધિ) મળી છે. તેનો સદુપયોગ જ કરવો જોઈએ.
LikeLiked by 1 person
ભગવાનને મૂરખ બનાવે એટલો ચતુર માણસ છે કોઈની વાડ પરથી પૂછ્યા વગર ફૂલો લઈ ભગવાનને રીઝવે છે બળેલું ઘી ે દીવામાં વાપરી ભગવાનને બનાવે છે આમ અનેકરીતે ભગવાને બનાવે પણ લાચાર ભગવાન કંઈ કહેતો નથી ……કેવી મઝા માણસને કેવી આત્મપ્રવંચના !
LikeLiked by 1 person