ટ્રાંસપ્‍લાન્‍ટેશન ઓફ વરચ્‍યુઝ…! (સદ્‌ગુણોનું પ્રત્‍યારોપણ)

15

ટ્રાંસપ્‍લાન્‍ટેશન ઓફ વરચ્‍યુઝ…!

(સદ્‌ગુણોનું પ્રત્‍યારોપણ)

– દીનેશ પાંચાલ

જમીન અને હવામાં કરોડોની સંખ્‍યામાં તરેહ તરેહના જીવજંતુઓનું અસ્‍તીત્‍વ રહેલું છે. સાધારણ માણસ તે અંગે ઉંડી જાણકારી ધરાવતો નથી. વસ્‍તુને હજાર ગણી મોટી દેખાડતા મેગ્નીફાઈંગ ગ્‍લાસ વડે જ જોઈ શકાય એવા સુક્ષ્મ જંતુઓ પેદા કરવાનું કુદરત પાસે કયું કારણ હશે તે આપણે જાણતા નથી; પરન્તુ  ટીવીની ‘ડીસ્‍કવરી’ ચેનલ જોતાં ખ્‍યાલ આવે છે કે કુદરતની અદ્‌ભુત લીલાઓ વીશે આપણે બહું ઓછું જાણીએ છીએ.

સદીઓ પુર્વે માનવી અળસીયાં, પતંગીયા, જેવાં નાના જીવોની ઉપયોગીતા વીશે જાણતો નહોતો. હવે માણસને એવાં અનેક જીવોની ઉપયોગીતા સમજાઈ છે. જેમ કે અળસીયાં જમીનને ફળદ્રુપ બનાવવાના કામમાં આવે છે. (કેટલીક જગ્‍યાએ તો અળસીયાંની ખેતી કરવામાં આવે છે.) પતંગીયા ફુલોના ફલીકરણ માટે પરાગરજ વહન કરવાના કામમાં આવે છે. પૃથ્‍વી પર સાપના અસ્‍તીત્‍વનું શું પ્રયોજન એવો પ્રશ્ન થઈ શકે; પણ સાપ ખેડુતનો ગુરખો ગણાય છે. પાકને ભયંકર નુકસાન પહોંચાડતા ઉન્દરને ખાઈ જઈ તે ખેડુતોને ખેતીમાં રક્ષણ આપે છે.

જીવસૃષ્‍ટીનાં આવા સેંકડો રહસ્‍યો માણસે શોધ્‍યા છે. એટલું જ નહીં, તેનું રક્ષણ અને સંવર્ધન પણ કર્યું છે. ઈન્‍સાન અને કુદરતના કોલોબોરેશનથી એવી ઘણી સીદ્ધીઓ પ્રાપ્‍ત થઈ શકી છે. માણસના કે ઢોરના મળમુત્ર જેવી સર્વથા ત્‍યાજ્‍ય ચીજોમાંથી ગોબર ગૅસ જેવી અતી ઉપયોગી ઉર્જા માણસે પેદા કરી છે. સો દોઢસો વર્ષ પુર્વે કોઈએ કહ્યું હોત કે મળમુત્રમાંથી ગૅસ જેવી કીંમતી ઉર્જા પેદા કરી શકાશે તો માની શકાયું ના હોત.. અને વળી આ કોમ્‍પ્‍યુટર..? અલ્લાઉદીનના જાદુઈ ચીરાગ જેવા કોમ્‍પ્‍યુટરે જે હેરતંગેજ કારનામા કર્યા છે તેની તો વાત જ નીરાળી છે.

આ બધી સીદ્ધીઓનું સરવૈયું માનવજીવનની શ્રેષ્‍ઠતમ સુખાકારીઓ વીશે આશાવાદી બનાવે છે. આજે કોઈ સમસ્‍યા યા કોઈ પ્રશ્નોનો જવાબ વીજ્ઞાન પાસે ના હોય તો હાલ પુરતું તેને વીજ્ઞાનની પહોંચ બહારની વાત ગણાવી શકાય. શક્‍ય છે આવતી કાલે તે માણસને પ્રાપ્‍ત થઈ શકે. આજપર્યંત વીકસતા વીજ્ઞાનના સથવારે માણસે પ્રકૃતીના સેંકડો રહસ્‍યો હસ્‍તગત કર્યાં છે. આજે અસાધ્‍ય લાગતા કેટલાંક અકબંધ રહસ્‍યો ભવીષ્‍યમાં માણસની મુઠીમાં આવી શકશે. આજે લોહી બનાવી શકાતું નથી. કાળક્રમે તેય શક્‍ય બનશે. કૃત્રીમ ફેફસા અને હૃદય–(‘પેસમેકર’) બનાવવામાં માણસને  સમ્પુર્ણ સફળતા મળી શકી છે.

અત્રે એક આગાહી કરીએ, જે હાલ તો ગપ્‍પા જેવી લાગવા સમ્ભવ છે, પરન્તુ વૈજ્ઞાનીક શોધખોળોની તેજ રફતાર જોતાં ભવીષ્‍યમાં તે અવશ્‍ય શક્‍ય બનશે. અફસોસ એટલો જ કે ત્‍યારે આ લખનાર અને વાંચનાર બન્‍ને હયાત નહીં હોય! એ સીદ્ધી છે ટ્રાંસપ્‍લાન્‍ટેશન ઓફ વરચ્‍યુઝની! અર્થાત્‌ ભવીષ્‍યમાં વીજ્ઞાનની મદદથી માણસને સજ્જન બનાવી શકાશે. પ્રેમ, માનવતા, કરુણતા, સજ્જનતા જેવાં તમામ સદ્‌ગુણો, લોહીની જેમ માનવીના મગજમાં રોપી શકાશે. એ રીતે દુષ્ટ માણસને થોડો સજ્જન બનાવી શકાશે. એમ કહો કે દાઉદ ઈબ્રાહીમના દીમાગમાં કોઈ સંતના સદ્‌ગુણો દાખલ કરીને તેને સજ્જન બનાવી શકાશે. બ્‍લડ બેંકોની જેમ ભવીષ્‍યમાં સદ્‌ગુણોની બેંકો અસ્‍તીત્‍વમાં આવશે. 

મૃત માનવીનો આજે અગ્નીસંસ્‍કાર કરવામાં આવે છે. કેમકે કુદરતે માનવીના હૃદયમાં મુકેલી ધબકારાની કરામત હજી માણસને હાથ લાગી નથી. માણસને હૃદયની ઘડીયાળ રીપેર કરતાં આવડી જશે ત્‍યારે માણસનું મરણપ્રમાણ શુન્‍ય થઈ જશે. વર્ષો પુર્વે કૃત્રીમ હૃદયથી માણસને જીવાડવાની વાત ગપગોળા જેવી જણાતી હતી. આજે વીજ્ઞાને એ કરીશ્‍મો સીદ્ધ કરી બતાવ્‍યો છે. ભવીષ્‍યમાં વીજ્ઞાન એવું સંશોધન કરશે કે હોલવાઈ ગયેલી સગડી ગૅસનું સીલીન્‍ડર બદલવાથી પુનઃ ચાલુ થઈ શકે છે. (અથવા ઘડીયાળમાં સેલ બદલવાથી તે ફરી એકાદ વર્ષ સુધી જવાબ આપે છે) તેમ માણસના બંધ પડી ગયેલા હૃદયમાં આયુષ્‍યનો ગૅસ પુરવાથી તે બીજા થોડાંક વર્ષો સુધી ફરી જીવી શકશે. અર્થાત્‌ હૃદયની બેટરી રીચાર્જ થઈ શકશે. શરીર પરનું વસ્‍ત્ર જે સહજતાથી તે બદલી શકાય છે તેટલી સહજતાથી શરીર આખાની ચામડી બદલી શકાય એવું મેડીકલ સંશોધન તો હાલ થયું જ છે. એ સીવાય પણ મેડીકલ સાયન્‍સે સેંકડો સંશોધનો કર્યાં છે. આજે કાળા, કદરુપા માણસને પ્‍લાસ્‍ટીક સર્જરી વડે રુપાળા બનાવી શકાય છે. અન્ધજનોને દેખતાં કરી શકાય છે. બહેરાને સાંભળતા કરી શકાય છે. લુલા, લંગડા અપંગોને ચાલતાં કરી શકાય છે. સ્‍ત્રીની મદદ વીના બાળકને ટેસ્‍ટટયુબમાં વીકસાવી શકાય છે. અરે! સ્‍ત્રીને પુરુષ અને પુરુષને સ્‍ત્રી બનાવવા સુધીની તરક્કી મેડીકલ સાયન્‍સે કરી છે. લોહીનું કેન્‍સર (લ્‍યુકેમીયા) થયું હોય એવા દરદીનું બધું લોહી કાઢી લઈ નવું લોહી આપી તેનો જીવ બચાવવામાં પણ માણસને સફળતા મળી છે.

આ ઉપરાંત ભવીષ્‍યમાં એક માણસનું મગજ બીજા માણસમાં ટ્રાન્‍સપ્‍લાન્‍ટ (પ્રત્‍યારોપીત) કરી શકાશે. (ભુલતો ના હોઉં તો હૃદયસ્થ કાંતી મડીયાના એક નાટક ‘કોઈ ભીંતેથી આયના ઉતારો‘માં મગજના ટ્રાંસપ્‍લાન્‍ટેશનનો આવો જ પ્‍લૉટ રજુ થયો હતો.) બચુભાઈ કહે છે– ‘અગર એવું શક્‍ય બનશે તો કોંગ્રેસીનું મગજ ભાજપવાળામાં નાખવામાં આવશે તો વટલાયેલો ભાજપીયો અડવાણી કે બાજપેયીની અદબ જાળવવાને બદલે છુટે મોઢે ગાળો ભાંડવા લાગશે!’) ‘પેસમેકર’ દ્વારા ખોટકાયેલા હૃદયને કાર્યરત કરવા સુધી માણસ પહોંચી શક્‍યો છે; પરન્તુ સમ્પુર્ણ બંધ પડી ગયેલા  હૃદયને પુનઃ ચાલુ કરવામાં તેને સફળતા મળશે તો વીજ્ઞાનની તે અજીબોગરીબ સીદ્ધી હશે. આપણે ભવીષ્‍યના ગાંધી, ડૉ. આંબેડકર, સરદાર કે શાસ્‍ત્રીજીને ગુમાવવા નહીં પડે. માનવ વસતીમાં મૃત્‍યુનો મૃત્‍યુઘંટ વાગી જશે. સ્‍મશાનો ખંડેર બની જશે. નનામીઓ મ્‍યુઝીયમમાં મુકાશે. વીજ્ઞાન નામના દેવતાના આશીર્વાદથી માણસ અમરત્‍વ પ્રાપ્‍ત કરી લેશે. એક જમાનામાં આકાશમાં ઉડવાની વાતો કે સમુદ્રના તળીયે પહોંચવાની વાતો પરીકથા જેવી લાગતી હતી. આજે વીજ્ઞાને તે શક્‍ય બનાવ્‍યું છે.

ઉપર્યુક્‍ત આગાહીઓ આજે ગપગોળા જેવી લાગે છે પણ તે સાચી પડશે ત્‍યારે પૃથ્‍વીલોક પર ફરી દેવયુગની સ્‍થાપના થશે. જેમાં વીજ્ઞાનની મદદથી દુર્જનોને સજ્જન બનાવી શકાશે. મોરારીબાપુની રામકથા માણસને સજ્જન બનાવવાની કોઈ ગેરન્‍ટી આપી શકતી નથી. પરન્તુ વીજ્ઞાન માણસને સજ્જન બનાવવાની સો ટકા ગેરન્‍ટી આપશે. હા, એ સીદ્ધીના કેટલાંક ભયસ્‍થાનો પણ હશે. જે રીતે અણુબોમ્‍બ માનવ કલ્યાણને બદલે માનવ વસતીને નષ્ટ કરવા માટે પણ વાપરી શકાય છે તેમ માણસના મગજમાં સજ્જનને બદલે દુષ્ટ માણસના વાયરસ દાખલ કરવાથી તે રાક્ષસ બની જાય એવું પણ બનશે! (પાકીસ્‍તાનવાળા એ શોધ વડે લાખોની સંખ્‍યામાં દાઉદ ઈબ્રાહીમો કે ઓસામા–બીન–લાદેનો પેદા કરી ભારતમાં છુપા માર્ગે ઘુસાડશે. પછી કદાચ તેમણે ભારત સાથે યુદ્ધ કરવાની જરુર નહીં રહે!)

– દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત 395 003 ફોન : 0261–2591449 .મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/-)માંનો આ 15મો લેખ, પુસ્તકનાં પાન 54થી 56 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોરનવસારી – 396 445 ગુજરાત સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 25–12–201

8 Comments

  1. સદ્દગુણોનું પ્રત્યારોપણ લેખ દ્વારા દીનેશભાઈની આગાહી સાચી પડશે તો સાથે જે દુર્ગુણોના પ્રત્યારોપણનો ભય દર્શાવ્યો છે એ પણ હાવી થશે જ. મને લાગે છે કે માનવીનો અહમ નાબૂદ કરવાનો ઉપાય વૈજ્ઞાનિકો શોધશે તો સુખના દિવસો હાથવગા રહેશે. બાકી મ્રુત્યુને નાબૂદ કરવાની શોધ કુદરતને પણ મંજૂર ના હોય.

    Liked by 1 person

  2. dineshbhai,
    this is ultimate- and
    as said in book “Future Shocks” what you are writing -will be materialize- as thought is blue print..
    and human being is always trying to search Elixir in life- to live young- and so live long naturally.
    this idea is very soon possible as reality-as basis of all different behavior is in brain deep rooted in different areas.
    so if that pin point – area only needs to be modified.
    now there are many ways to reach it-without any operation. by 5 sense organs– by touch- taste- smell – sound- sight etc.
    science will attack from different route as non invasive transplant.
    keep giving such scientific fiction article time to time .

    Liked by 1 person

  3. હું જીવ કે ઈશ્વર માં માનતો નથી એટલે એને સંબંધિત મોક્ષ માં પણ નથી માનતો.પણ માણસ ના શરીર માં જેમ કમ્પ્યુટર માં o.s.હોય છે એમ ચિત્ત કે મન install થયેલું છે અને તેની નિવૃત્તિ કે મોક્ષ જરૂરી છે જે ગૌતમ બુદ્ધ ના બતાવેલા મારગે મેળવી શકાય છે.હું વિજ્ઞાન ના સમર્થન માં જ છું.પણ આ એક જ વિજ્ઞાન નો માઇનસ અને ધમ્મ નો plus point છે.

    Liked by 1 person

    1. વહાલા અરવીન્દભાઈ,
      ‘ટ્રાંસપ્‍લાન્‍ટેશન ઓફ વરચ્‍યુઝ…! (સદ્‌ગુણોનું પ્રત્‍યારોપણ)’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Like

  4. આ આર્ટીકલમાં દીનેશભાઇઅે આજના જીવોની વાત લખી છે. વિજ્ઞાને કરેલી રીસર્ચની વાતો કરી છે. વિજ્ઞાનની પ્રગતિની વાતો લખી છે. જેટલી માહિતિ તેમની પાસે છે તે બઘીને લખી છે.

    હકિકતમાં અેક વાત વિજ્ઞાને પૃથ્વિ ઉપર જીવતાં બુઘ્ઘિશાળી પ્રાણિને આપી છે તે છે…..પ્રાણિ કે વનસ્પતિ બન્ને અેકબીજા ઉપર પોતાના જીવનનો આઘાર રાખિને જીવે છે. પ્રાણિ અને વનસ્પતય બન્ને અેકબીજા વિના અઘુરા કે મરેલાં ગણવા.

    પ્રાણિના શરીરમાંથી નીકળેલો કચરો વનસ્પતિ પોતાના જીવન માટે જીવનદાતા તરીકે વાપરે છે અને વનસ્પતિના શરીરમાંથી નિકળેલો કચરો પ્રાણિ પોતાના જીવનના જીવનદાતા તરીકે વાપરે છે….દા.ત. કાર્બન ડાયોક્ષાઇડ…( પ્રાણિનો કચરો) અને ઓક્ષીજન ( વનસ્પતિનો કચરા) ( બીજ કચરાની વાત પછી. )

    ટેબલ ઓફ અેલીમેંટસની શોઘે માનવીની અને વનસ્પતિની દુનિયા બદલી નાંખી છે.

    આજના જમાનામાં જે કાંઇ રીસર્ચ કે ઇન્વેન્સન થાય છે તેણે માનવીના જીવનને જે મોડ આપ્યો છે તેના ફળો ( સારા કે ખરાબ ) માનવી ભોગવી કે માણી રહ્યો છે.

    જવ કે જીવાણુઓની જીંદગીનો અભ્યાસ પણ સૌથી વઘુ ૧૯મી સદી પછી થયો છે. ૨૦ મી અને ૨૧ મી સદી વિજ્ઞાનમા ભરાયેલી હરણફાળ આપનારી છે.

    દરરોજ માનવ શરીરના દરેક વિષયોમાં જેટલી રીસર્ચ થાય છે તે જરુરથી કહે છે કે માણસના જીવનના ઘણા રોગો ઉપર કાબુ મેળવવાનું મળતું જશે.

    આજના વિજ્ઞાની…અેટલે….જૂના જમાનાના ઋષિમુની…..( મહાભારત કે રામાયણ કે વેદો….) તેમની સૌથી વઘુ ઇજ્જત કરતાં શીખીઅે.

    સદગુણોવાળા જ માનવો ? મેડીકલ રીસર્ચના સમાચારો વાંચતા રહો.

    અમૃત હઝારી.

    Liked by 1 person

  5. Info: The Periodic Table of Elements was prepared by a Russian chemist, named Dimitri Mendeleev, in 1869. He used the Atonic mass of the elements to arrange the table. He kept few slots open for he thought in future these elements will be found out. He has foreseen the use of his research. All the products, chemicals, human or plant body structures are made up of these basic elements….either in form of In-Organic chemical or organic chemical. Organic chemicals are also known as HYDROCARBONS. Basically Hydrogen & Carbon combine to make Organic chemicals. In-Organic Chemicals are made up of metallic elements and other elements. e.g. Common salt is…Sodium Chloride,,,NaCl…. The Earth, and water and all other products we see on this earth…live or dead….are made up of these basic elements in different combinations. In 1886…a French physicist found out Radioactivity….Element giving radioactive rays…..The synthetic chemistry started giving positive results, useful for life on the Earth. Periodic Table of Elements is most important basic research made by Mendeleev….Even today for any research it is useful….It is very interesting to study…” The history of Periodic Table. ”
    Thanks.
    Amrut Hazari.

    Liked by 1 person

Leave a reply to Dhanesh Bhavsar Cancel reply