અઠંગ બાબાના ફોલોઅર્સ છો તો તમારા જેવો કમનસીબ બીજો કોઈ નથી

(તસવીર સૌજન્ય : સંદેશ દૈનીક)

અઠંગ બાબાના ફોલોઅર્સ છો

તો તમારા જેવો કમનસીબ બીજો કોઈ નથી

– ડૉ. સન્તોષ દેવકર

 ‘પેલો સાયન્ટીસ્ટ આજકાલ શું કરે છે?’

તમે સુજલની વાત તો નથી કરતાં ને?

‘હા…. હા… એ જ.’

અને આખા હોલમાં સોંપો પડી ગયો હતો. સેમીનાર હોલમાં ઉપસ્થીત સૌ સુજલનું નામ સાંભળીને શોકમાં ગરકાવ થઈ ગયા હતા. કેમ આમ થયું હતું? વાતાવરણ એકાએક બદલાઈ કેમ ગયું? કંઈ સમજી શકાય તેમ નહોતું.

‘કેમ શું થયું, સુજલને?’ પ્રશ્ન પડઘાતો રહ્યો.

સુજલ એનું નામ. સૌરાષ્ટ્રના ઉંડાણના ગામડામાંથી આવેલો. અમદાવાદમાં હોસ્ટેલમાં રહેતો. ભણવામાં અતી તેજસ્વી. એમ.એસસી.માં યુનીવર્સીટીમાં ર્ફ્સ્ટ. બધા એને સુજલ નહીં; પણ સાયન્ટીસ્ટ કહેતા. લાઈબ્રેરીને લેબોરેટરીમાં વધુ સમય પસાર કરતો. પોતાના સહાધ્યાયીઓને સાયન્સના પ્રેક્ટીકલ શીખવાડતો. હમ્મેશાં નીતનવા પ્રયોગો કરતો. જે સમીકરણો પ્રૉફેસરથી ન બેસે તેનો ઉકેલ સુજલ લાવતો. ગુરુજનોમાં પણ તે સૌનો માનીતો. સુજલ–સાયન્ટીસ્ટ વીશે પૃચ્છા થતી હતી.

‘સર, હવે એ સાયન્ટીસ્ટ નથી રહ્યો.’

‘વોટ? સરે આશ્ચર્ય વ્યકત કરતાં કહ્યું.’

‘સર, એણે રસ્તો બદલી નાખ્યો છે. એ ‘અનુયાયી’ બની ગયો છે.’

‘શું વાત કરે છે? સાયન્ટીસ્ટ ‘અનુયાયી’ બની ગયો?

કેમ? શા માટે? ‘સહાધ્યાયીએ માંડીને વાત કરી,’ સર, તે દીવસે તેના ઘરે કોઈ બાબા આવેલા અને સુજલને આશીર્વાદ રુપે કોઈક ફ્ળ ખાવા આપેલું. બસ. ત્યારથી સુજલ બાબાના રવાડે ચઢી ગયો છે. દવા બનાવતી મોટી કમ્પનીમાં સીઈઓની મોટી સેલરીવાળી ઓફરને તેણે ઠુકરાવી દીધી. તેને લાગે છે કે આ વીશ્વમાં બાબા જ સર્વસ્વ છે. સુજલના મા–બાપે એકનો એક દીકરો ગુમાવી દીધો છે. છેલ્લા કેટલાય વર્ષોથી ઘરે પાછો આવ્યો નથી.’ આ સાંભળીને સર સ્તબ્ધ થઈ ગયા. ચા–પાણી માટે ગોળ રાઉન્ડમાં ઉભા રહેલાં સુજલના મીત્રોને સરે ગમ્ભીરતાપુર્વક કહ્યું : ‘‘દોસ્તો, શ્રદ્ધા પર જયારે અન્ધશ્રદ્ધા પર હાવી થઈ જાય અને પોતાનો આત્મવીશ્વાસ ડગમગવા માંડે ત્યારે આવી દુર્ઘટનાઓ બનતી હોય છે. આ બાબાઓ તો લાગ જોઈને બેઠા જ હોય છે. દરેકને પોતાની દુકાન ચલાવવી છે. જો તમે કોઈ સાચા સન્તના અનુયાયી છો તો ઠીક છે; પણ જો કોઈ અઠંગબાબા ના ફોલોઅર્સ છો તો તમારા જેવો કમનસીબ બીજો કોઈ નથી.’’

કોઈ મહન્ત, પાદરી કે મુલ્લા આપણું નસીબ ચમકાવી શકે નહીં. પરીશ્રમનો કોઈ વીકલ્પ નથી. સાહસ ખેડવાની વૃત્તીના અભાવે લોકો ઢોંગી બાબાના ચરણોમાં પડે છે. સન્તતી અને સમ્પત્તીનો અભાવ, નોકરી ન મળવી, લગ્ન ન થવા, ધન્ધો ન ચાલવો વગેરે પ્રશ્નો તો સંસારમાં રહેવાના જ. અને આ સમસ્યાનું સમાધાન ‘બાબા’ પાસે નથી જ નથી. આજની વોટ્સએપ પેઢીએ કહેવાતા બાબા’ઓ વીશે ચીંતા અને ચીન્તન કરવાની જરુર છે.

માત્ર માર્કશીટના ઉંચા ગુણ જીવન જીવવાની પદ્ધતી શીખવતા નથી. આત્મવીશ્વાસુ, શ્રદ્ધાવાન અને સાહસી બનવા માટે જીવનની કેળવણી મેળવવી પડે. ત્યારે સંસ્કારોની પાઠશાળા ઉપયોગી થઈ પડે છે. સમ્પત્તી કરતાં સંસ્કાર ચઢીયાતા છે. સમ્પત્તીથી ‘વીલ’ બને અને સંસ્કારથી ‘ગુડવીલ’ બને. મા–બાપથી મોટા કોઈ ગુરુ નથી. અને સ્વયંના આત્મવીશ્વાસ જેવો બીજો કોઈ ગુણ નથી. ઉમાશંકર જોશીએ લખ્યું છે કેજગતની તમામ સમસ્યાઓનું મુળ કેળવણીમાં રહેલું છે.

મીસરી

“વેદનાને ભીંત પર દોરી અમે

આ તીરાડો એ રીતે જોડી અમે”

ધ્વનીલ પારેખ

– ડૉ. સન્તોષ દેવકર

લેખક સમ્પર્ક : Dr. Santosh Devkar, 

Latiwala D. El. Ed. College, College Campus,  MODASA – 383 315 Dist.: Arvalli (North Gujarat) eMail: santoshdevkar03@gmail.com  Mobile: 94265 60402 FaceBook:  https://www.facebook.com/santosh.devkar.90

‘સંદેશ’, દૈનીકમાં વર્ષોથી ડૉ. સન્તોષ દેવકરની ‘મધુવનની મહેક’ નામે લોકપ્રીય કૉલમ પ્રકાશીત થાય છે. તેના તા. 10 સપ્ટેમ્બર, 2017ના અંકમાંથી લેખકશ્રી અને ‘સંદેશ’ દૈનીકના  સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, .મેઈલ : govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ : 5/01/2018

9 Comments

  1. બાબાઓ નો હિન્દુ, મુસ્લિમ તથા ખ્રિસ્તી – ઍમ ત્રણે ધર્મો માં તોટો નથી. આ પહેલા આસારામ તથા રામ રહીમ સિંઘ ની પૉલ ખૂલી ગયેલ છે.

    ધર્મ ના નામને વટાવી ખાનારા આવા લેભાગુઓ ને ભક્તો પણ મળી જાય છે. જ્યાં સુધી પ્રજા માં જાગૃતિ નહીં આવે, આવા લેભાગુઓ સમાજમાં છવાયેલા રહેશે.

    કાસીમ અબ્બાસ

    Liked by 2 people

  2. કશેક વાંચેલું, ‘

    સમય પણ શીખવે છે. અને શિક્ષક પણ શીખવે છે. બન્નેમાં ફર્ક ફક્ત અેટલો જ કે……શિક્ષક શીખવાડીને પછી પરીક્ષા લે છે જ્યારે સમય પરીક્ષા લઇને શિખવાડે છે.

    અને……ઇન્સાન સે મિલના તુજે આયા નહિ હૈ ‘ સાહિલ ‘,
    ભગવાન સે મિલને કી આરઝૂ પે હંસી આતી હૈ.

    અને નરસિંહ મેહતા કહી ગયેલાં……

    અે સહુ પ્રપંચ પેટ ભરવા તણા, સાઘુ, સંત, મહંત…માટે……

    કોને દોષ દેવો ?

    અમૃત હઝારી.

    Liked by 1 person

  3. ઉમાશંકર જોશીએ લખ્યું છે કે ‘જગતની તમામ સમસ્યાઓનું મુળ કેળવણીમાં રહેલું છે.’
    very nicely told in small article taking example of Sujal scientiest – 180 degree turn- from sciece to andh shraddha..many educated has similar fate.i have also seen many Sujal lost in dark Abby.

    Liked by 2 people

    1. વહાલા હીમાંશુભાઈ,
      ભુલ સુધારી. ક્ષમા…
      ધન્યવાદ.
      ..ગો.મારુ

      Liked by 1 person

  4. Learning facts and formulas of science is very different from acquiring a scientific attitude.
    Schools usually teach the former; but a man has to struggle a lot more himself to acquire the latter.
    Thanks for a very nice article. — Subodh Shah —

    Liked by 1 person

  5. ‘જગતની તમામ સમસ્યાઓનું મુળ કેળવણીમાં રહેલું છે.’
    સ્વ.કવિ ઉમાશંકર નું આ કથન સૌએ વિચારવા જેવું છે.
    આ કથનમાં” કેળવણી” ને બદલે ” સાચી કેળવણી ” એમ એક શબ્દ મને ઉમેરવા જેવો લાગે છે .જો કેળવણી સાચી હશે તો જ શિક્ષિત વ્યક્તિ સાચો નિર્ણય લઇ એ પ્રમાણે એનું વર્તન કરી શકશે .

    Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s