સંભોગથી સમજદારી તરફ…!

20

સંભોગથી સમજદારી તરફ…!

        –દીનેશ પાંચાલ

વર્ષો પુર્વે એક મેગેઝીનમાં વાર્તા વાંચી હતી. એક ગુરુએ કોઈ અપરીણીત યુવાન પાસે એક વીચીત્ર પ્રતીજ્ઞા લેવડાવી. યુવક લગ્ન કરે ત્‍યારે તેણે મહીનાના પ્રથમ પખવાડીયામાં એટલે કે સુદમાં સ્‍ત્રીસંગથી દુર રહેવું. ગુરુ માનતા હતા કે જગત મીથ્‍યા છે અને તેના સર્વ સુખવૈભવ પોકળ છે. બ્રહ્મ સત્‍ય છે અને મોક્ષ માણસની મંઝીલ છે. બ્રહ્મચર્યનું પાલન કરવાથી મોક્ષપ્રાપ્‍તી સરળ બને છે. એથી માણસે ચુસ્‍તપણે બ્રહ્મચર્ય પાળવું જોઈએ.

એ યુવકના લગ્ન થયા. પ્રથમ રાત્રીએ એણે પત્‍ની સમક્ષ પ્રતીજ્ઞાની વાત કહી. યુવતી અવાક્ થઈ ગઈ. યોગાનુયોગ એ જ ગુરુએ યુવતી પાસે પણ પતીસંગથી દુર રહેવાની પ્રતીજ્ઞા લેવડાવી હતી; પણ એ સમયગાળો વદનો હતો. સ્‍થીતી એવી ઉદ્‌ભવી હતી કે બન્‍ને જણે આજીવન બ્રહ્મચર્યનું પાલન કરવું પડે એમ હતું. પરણ્‍યા છતાં કુંવારા જેવી સ્‍થીતી ઉદ્‌ભવતા બન્‍ને મુંઝાઈ ગયા હતા. અમને વાર્તામાં ઉદ્‌ભવતું એ વીચીત્ર ધર્મસંકટ યાદ રહી ગયું હતું. અન્તમાં શું થયેલું તેનું સ્‍મરણ નથી પણ આવી જીવનવીરોધી તત્ત્‍વોવાળી ઘણી વાર્તાઓ એ ધાર્મીક મેગેઝીનમાં પ્રગટતી. વાર્તાનો અન્ત યાદ નથી પણ કલ્‍પી શકાય કે પતી–પત્‍નીએ પ્રતીજ્ઞા મુજબ આજીવન બ્રહ્મચર્યનું પાલન કરવાનું નક્કી કર્યું હોય અને પેલા ગુરુદેવે રાજી થતાં કહ્યું હોય : ‘યે તો અનજાનેમેં પ્રભુકી બહોત બડી કૃપા હો ગઈ… તુમ બહોત ભાગ્‍યશાલી હો બચ્‍ચા… તુમ દોનો કો અવશ્‍ય મોક્ષ મીલેગા…!’ 

એક વાત સૌએ વીચારવી રહી. ગુરુ કરવાનો અર્થ શું એવો થાય કે વીવેકબુદ્ધીને નેવે મુકી દઈ ગુરુઆજ્ઞાનું આંધળુ અનુસરણ કરવું? આપણા બહુધા ધર્મગુરુઓએ તેમના વૈચારીક ગોબરથી સમાજને ગંદો બનાવ્‍યો છે. લોકોને ઈહલોકની ફરજો ભુલી પરલોકના કાલ્‍પનીક સુખો માટે પ્રભુપ્રાપ્‍તીને રવાડે ચઢાવ્‍યાં છે. આ મૃત્‍યુલોકમાં ધર્મગુરુઓએ એવી અફવા ફેલાવી છે કે બ્રહ્મચર્યનું પાલન કરવાથી કે સંસારના સુખો ઠુકરાવવાથી મોક્ષ મળે છે. બચુભાઈ કહે છે : ‘માણસ જીવતા જીવત જીવનના સુખવૈભવ ઠુકરાવીને મર્યા પછીના કાલ્‍પનીક મોક્ષનો મોહ રાખે એ એવી વાત થઈ કહેવાય માનો મારી સામે બદામ પીસ્‍તાવાળી બાસુંદીનો કટોરો મુકવામાં આવ્‍યો હોય અને કોઈ ધર્મગુરુ મને એમ કહે : ‘આ બાસુંદી તારી છે પણ તે ખાવાને બદલે તું ભુખ્‍યો રહીશ તો સ્‍વર્ગમાં તને આનાથી ય વધુ સારી બાસુંદી મળશે!’

સાચી વાત એટલી જ કેબ્રહ્મ સત્‍ય જગત મીથ્‍યાવાળી થીયરી જ ખોટી છે. સ્‍વર્ગની બાસુંદી કોણે ચાખી છે? ભગવાન કે મોક્ષ વીના આપણે શું કાચુ ખાઈએ છીએ? ઈશ્વર વીના આપણા કયા કામો અટકી પડ્યા છે?’ ફીલ્‍મ ‘હીરરાંઝા’ના એક ગીતમાં કવીએ બચુભાઈની આ જ વાત સરસ રીતે કહી છે :

ઉનકો ખુદા મીલે, હૈ ખુદા કી જીન્‍હેં તલાશ…

મુઝકો તો બસ એક ઝલક મેરે દીલદાર કી મીલે…!

સત્‍ય એ છે કે બ્રહ્મ અને બ્રહ્મચર્ય વીશે માનવીના ચીત્તમાં ઘણા ખોટા ખ્‍યાલો પ્રવર્તે છે. સૌ પ્રથમ તો એ માન્‍યતા જ અવૈજ્ઞાનીક છે કે બ્રહ્મચર્ય પાળવાથી માણસની શક્‍તી, તેજ વગેરેમાં વધારો થાય છે. સૅક્‍સોલોજીસ્‍ટ ડૉ. પ્રકાશ કોઠારી કહે છે કે, બાળપણથી દીક્ષા લઈને હીમાલય પર ચાલ્‍યા ગયેલા સાધુઓ બ્રહ્મચર્યને કારણે બસો ત્રણસો વર્ષ જીવી શકતાં હોય એવું બનતું નથી. તેમને પણ હૃદયરોગ, ડાયાબીટીશ, પ્રેસર જેવાં તમામ  રોગો  થાય છે. બલકે જાતીય વૃત્તીનું દમન કરીને તેઓ અકુદરતી જીવન જીવતાં હોવાને કારણે તેઓ શારીરીક રીતે સંસારી માણસો કરતાં અનેક ગણા દુઃખી હોય છે. હજી સુધી કોઈ સંસ્‍થાએ હીમાલયના સાધુઓનો સર્વે કરીને એવું તારણ રજુ કર્યું નથી કે બ્રહ્મચર્યને કારણે એ સાધુઓ શારીરીક અને માનસીક રીતે સંસારી મનુષ્‍યો કરતાં ઘણા સુખી અને તન્દુરસ્‍ત હોય છે!’

સ્‍વામી શ્રી. સચ્‍ચીદાનંદજીએ તેમના કોઈ પુસ્‍તકમાં લખ્‍યું છે : ‘સાધુ સંન્‍યાસીઓ કરતાં ક્‍યારેક સંસારીઓના ચહેરા પર વધુ તેજ દેખાય છે. કેમકે સંસારીઓ ઈહલોકના સઘળા સુખો ભોગવી તૃપ્‍ત રહે છે. સાધુ સન્‍યાસીઓની જેમ તેમણે મનની ઈચ્‍છાઓને મારીને જીવવું પડતું નથી!’ સાચી વાત છે. બળજબરીથી બ્રહ્મચર્ય પાળતા બાવાઓ તક મળતાં સંસારીઓની બહેન દીકરીઓની ઈજ્જત પર હાથ નાખતાંય અચકાતા નથી. આશારામબાપુ અને નારાયણસાંઈનું ઉદાહરણ મૌજુદ છે. જાતીયતા એ પાપ નથી કુદરતી પ્રક્રીયા છે. માણસને બાળપણમાં દુધની જરુર પડે છે. યુવાનીમાં પ્રેમની જરુર પડે છે. સેક્‍સ પણ તેવી જ એક વયલક્ષી જરુરીયાત છે. એને ધર્મગુરુઓએ અવળે રસ્‍તે ફંટાવી ખોટો હાઉ ઉભો કર્યો છે. હીમાલયનો બાવો બ્રહ્મચર્ય પાળતો હોવા છતાં પન્દર મણ વજનની ગુણ માથે ઉંચકી શકતો નથી. ચારસો વર્ષ સુધી જીવી શકતો નથી. તે ઝેર પી જાય તો ય ન મરે એવું બનતું નથી. તેને પણ ઘડપણ આવે છે. દાંત પડી જાય છે. આંખે મોતીયો આવે છે. સંસારીઓ જેવી તમામ વયસ્‍ક બીમારીઓનો તેણે પણ સામનો કરવો પડે છે.

એકવાર એક જૈન દમ્પતીને દીક્ષા ગ્રહણ કર્યા બાદ સંસાર સુખની એષ્‍ણા જાગતાં તેમણે પુનઃ સંસાર પ્રવેશ કર્યો હતો. જૈન સમાજમાં એ ઘટનાથી ભારે ખળભળાટ મચી ગયો હતો. દમ્પતી બદનામ થઈ ગયું હતું. મનુષ્‍ય અવતાર ધારણ કર્યા પછી સંસાર ત્‍યાગીને જીવન પુરું કરવાની વાત વહેણની વીરુદ્ધ દીશામાં તરીને સામે કાંઠે પહોંચવા જેવી જીદ ગણાય. આપણા ઘણા પ્રાચીન ઋષીમુનીઓ પરણેલા હતા. ખુદ રામ અને કૃષ્‍ણ પણ પરીણીત હતા. જરા આગળ વીચારીએ તો પ્રશ્ન થાય છે એ તે કેવી વીચીત્રતા કે ભગવાનને પામવા નીકળેલો માણસ કુદરતે આપેલી જાતીયતાને ઓળખી જ શકતો નથી. કોઈ સ્‍ત્રી માતા બનવા તત્‍પર હોય પણ ગર્ભાશય કઢાવી  નાખવાની ભુલ કરે તો માતા બની શકે ખરી?

પ્રભુતા માણસના રુંવે રુંવે વ્‍યાપેલી છે. સંભોગથી સમાધી તરફ નામના પુસ્‍તકમાં શ્રી. ઓશો રજનીશજીએ પ્રભુતાનો સુંદર પરીચય કરાવ્‍યો છે. સ્‍ત્રી પુરુષના સહપોઢણના ક્‍લાઈમેક્‍સનું સુખ લાખોના ખર્ચે બનાવેલા યન્ત્રમાનવ– ‘રૉબોટ’ને મળી શકતું નથી. ઉંડાણથી વીચારો તો સ્‍ત્રી પુરુષના સહપોઢણમાં પુરા કદની પ્રભુતા સમાયેલી છે. સોળ વર્ષની સોડષીના દીલમાં વીસ વર્ષના નવજુવાનને જોઈને જે સ્‍નેહસ્‍પન્દનોના અવર્ણનીય હીલ્લોળ જાગે છે તે કુદરતની અદ્રશ્‍ય દરમીયાનગીરી વીના શક્‍ય બને ખરું?

ઈશ્વરે પોતાના અસ્‍તીત્‍વની સાબીતી માનવીના અંગેઅંગમાં આપી છે. કબીરે અમસ્‍થુ નથી કહ્યું :

કસ્‍તુરી મૃગમેં બસે, મૃગ ઢુંઢે બનમાંહી…

વૈસે ઘટઘટ રામ બીરાજે, દુનીયા દેખે નાંહી!

માણસ ઈશ્વર પ્રાપ્‍તીના અસલી ઈલાકાઓ છોડી ભળતી જગ્‍યાએ ભગવાનને ફંફોસતો રહે છે. ભગવાન ક્‍યાં હશે તે આપણે નથી જાણતાં પણ એટલું નક્કી કે જાતીયતાનો ત્‍યાગ કરવાથી તે મળી જાય છે એ વાત ખોટી.

સુપ્રસીદ્ધ સૅક્‍સોલોજીસ્‍ટ ડૉ. હેવલોક એલીસે કહ્યું છેઃ ‘ઉપવાસ એ સ્‍વયંમ્‌ ઈચ્‍છીત સ્‍થીતી છે. જ્‍યારે ભુખમરો એ લાચારી છે. પરીણીતોનું બ્રહ્મચર્ય ઉપવાસ સમુ પવીત્ર હોય શકે. વાંઢાના બ્રહ્મચર્યને ભુખમરો કહી શકાય. બગાસું ખાવું એ પાપ નથી. છીંક ખાવી એ ગુનો નથી. હેડકી આવવી એ કલંક નથી. તેમ કુદરતે બક્ષેલી જાતીયતાને અનુસરવામાં કોઈ પાપ નથી. છતાં કોઈ વાજબી કારણોસર તબીબી સલાહ અનુસાર એ વૃત્તી પર સંયમ રાખવા ઈચ્‍છો તો તે ખોટું નથી; પણ કારણ વીના જાતીય આવેગોનું બળજબરીથી દમન કરવામાં આવશે તો તે નુકસાનકારક સીદ્ધ થશે. તમે છીંક રોકવાની કોશીષ કરી જોજો…!’  

                           –દીનેશ પાંચાલ

લેખક શ્રી. દીનેશ પાંચાલનું પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવાસીદી, ગોપીપુરા, સુરત 395 001 ફોન : 0261–2597882/ 2592563 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395 003 ફોન : 0261–2591449 ઈ.મેઈલ :  sahitya_sankool@yahoo.com પાનાં : 126, મુલ્ય : રુ. 90/–)માંનો આ 20મો લેખ, પુસ્તકનાં પાન 69થી 72 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોરનવસારી – 396 445 સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ–મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 29–01–2018

21 Comments

 1. લોભિયા હોય ત્યાં ધૂતારા ભુખે ન મરે…જુની કહેવત
  મુર્ખા હોય ત્યાં ચાલાક દુ:ખે ન મરે…
  ભારતમાં સેનેટરી પેડ પર 12% ટેક્સ લેવામાં આવે છે જ્યારે વિયાગ્રા ટેક્સ ફ્રી છે. આવું તે માટે થાય છે કારણે કે, ઘણાં રાજ્યોમાં નીતિઘડતર માટે 65 વર્ષથી મોટી ઊંમરના લોકો છે.

  Liked by 1 person

 2. જે સીધ્ધાન્તો માણસને નીશ્ઠુર બનાવતા હોય તે સીધ્ધાન્તો માનવજાત માટે ખતરનાક છે. લાગણી ઉપર કાબુ રાખવો અને લાગણી મુરઝાવી દેવી એ બે જુદી બાબતો છે. લાગણી ઉપર કાબુ રાખનાર ‘સ્થીતપ્રગ્ન’ છે જ્યારે લાગણીને મુરઝાવી દેનાર ‘જડ’ છે. એકમાં સમઝણ અને બીજામાં અણસમઝ હોય છે.

  Liked by 1 person

 3. એ તે કેવી વીચીત્રતા કે ભગવાનને પામવા નીકળેલો માણસ કુદરતે આપેલી જાતીયતાને ઓળખી જ શકતો નથી. —————————- ઉંડાણથી વીચારો તો સ્‍ત્રી પુરુષના સહપોઢણમાં પુરા કદની પ્રભુતા સમાયેલી છે. ——————————– કુદરતે બક્ષેલી જાતીયતાને અનુસરવામાં કોઈ પાપ નથી.

  ૧૦૦ ટકા સત્ય શ્રીમાન દીનેશ પાંચાલ સાહેબે લખેલ છે.

  કુદરતે અર્પણ કરેલ સુવીધા ની અવગણના કરવી ઍ પાપ સમાન અને ક્રુરતા જ કહેવાય.

  મુસ્લિમ ધર્મશાસ્ત્ર માં આ વિષે ઘણુ કહેવામાં આવેલ છે. શ્લોક ૨:૧૮૭ માં તો ઉપવાસ ના પવિત્ર માસ રમઝાનની રાત્રી માં પણ પત્ની સાથેના સંપર્ક ની પરવાનગી આપવામાં આવેલ છે, અને ત્યાં સુધી કહેવામાં આવેલ છે કે “તમે બન્ને ઍક બીજા ના પોશાક સમાન છો.”

  કાસીમ અબ્બાસ

  Liked by 1 person

 4. આજે અમેરિકામાં એક પછી એક પૈસાદાર ઉપરીઓની આ લીલા બહાર આવી રહી છે અને આવતી રહેશે જ. મોટાભાગના રાજીનામા આપી રહ્યા છે, પણ કોઈ કહેતું નથી કે ભાઈઓ અને બહેનો ‘એક હાથે તાલી પડી છે?’

  લેખકે ‘જીગર અને અમી’ નવલકથાની વાત છેડવા જેવી હતી હાં!

  ગાંધીજીએ એમની આત્મકથામાં આ વિષયની વાત છેડીને આ લેખ સાથે કેવી ભળી જાય છે!

  લેખકને આ લેખ લખવા માટેની અને ગોવિંંદભાઈને અહિ મૂકવા માટેની હિમ્મતને સલામ.

  Liked by 1 person

 5. It is a good article for all of us. Sex is one kind of hunger and it is a natural need for all physically matured people. We should develop a healthy attitude towards it. Never try run away from life reality.

  Thanks,

  Pradeep H. Desai
  USA

  Liked by 1 person

 6. Friends,
  I’m out of my town and that’s why writing my comment in English.
  Gandhiji also have expressed his views on this subject in his autobiography, ” My experiments with truth. ” ” Mara Satyana Prayogo “. Worth reading.
  Hindu, Jain, Budhha religions are known religions recommend sadhu life. Male and female both get involved and then under the influence of sex hormones get involved in sex. The power of sexual hormones is so big that no one can resist. And the results are seen. …openly. Many cases get covered up.
  The philosophy of mox has created so many bad results that many families have ruined
  Their lives.

  Liked by 2 people

 7. “એક વાત સૌએ વીચારવી રહી. ગુરુ કરવાનો અર્થ શું એવો થાય કે વીવેકબુદ્ધીને નેવે મુકી દઈ ગુરુઆજ્ઞાનું આંધળુ અનુસરણ કરવું? આપણા બહુધા ધર્મગુરુઓએ તેમના વૈચારીક ગોબરથી સમાજને ગંદો બનાવ્‍યો છે. લોકોને ઈહલોકની ફરજો ભુલી પરલોકના કાલ્‍પનીક સુખો માટે પ્રભુપ્રાપ્‍તીને રવાડે ચઢાવ્‍યાં છે. “

  Liked by 2 people

 8. દિનેશભાઈ કહે છે, “વાંઢાના બ્રહ્મચર્યને ભુખમરો કહી શકાય.” જો એ કુદરતી, સ્વાભાવીક રીતે લાગેલી ભુખ હોય અને એને પરાણે દબાવી હોય તો. એવું પણ બની બની શકે કે કોઈ વાંઢાનું બ્રહ્મચર્ય સ્વાભાવીક પણ હોય, તો તે ભુખમરો ન કહેવાય. વળી સેક્સની ભુખ અસ્વાભાવીક પણ હોઈ શકે અને તેને કારણે અત્યારે જે સેક્સ સ્કેન્ડલ્સ બહાર આવ્યાં છે તે હોવાની શક્યતા છે.
  મને યાદ છે એક વાર એક મજુર માણસે, જે કદાચ નીરક્ષર હતો, તેણે કહેલું, “મારી પોતાની પત્ની સીવાય અન્ય સાથે સેક્સની મને કદી ઈચ્છા જાગતી જ નથી.” હવે જો કોઈ વાંઢાની માન્યતા આ ભાઈના જેવી હોય તો તેના બ્રહ્મચર્યને ભુખમરો ન કહેવાય. આ માન્યતામાં મોક્ષની કોઈ વાત જ નથી. વ્રતની વાત પણ નથી. હા, સર્વમાન્ય નીતીની વાત હોઈ શકે. પણ કહેવાતા સંતોનાં ભોપાળાં પાછળ સ્વાભાવીક ભુખ આ મજુર ભાઈએ કહી છે તેવી નથી કે સ્વાભાવીક નીતી પણ નથી.
  મહાભારતની કથામાં ઋષીમાં પેદા થયેલા કામવાળા પ્રસંગમાં પણ ઋષી નીતી ચુકી ગયો છે.

  Liked by 2 people

 9. ઉપર્યુક્ત પોસ્ટ “સંભોગ થી સમજદારી તરફ….” વાંચી ને આનંદ થયો…
  આભાર સહ…
  મુકેશ અજુડિયા,
  જામનગર.

  Liked by 1 person

 10. શરીર સાથે જોડાયેલા સંભોગની અવગણના કે ત્યાગ કરવો જોઈએ નહીં. સાધુઓ, બાવાઓ કે ગુરુઓ સંભોગથી જ અવતરેલા છે. સંભોગ શરીરને સ્વસ્થ રાખવાની ચાવી છે. બ્રહ્મચર્યને
  નામે ગુરૂ ઘંટાલોના ગોરખધંધા ચાલતા હોય છે. બાકી, શરીરને મળેલી એ ક્રિયા શા માટે રોકવી?
  @ રોહિત દરજી”કર્મ”,હિંમતનગર

  Liked by 1 person

 11. Dinesh Bhai ,
  Your article on sambhog to samajdari
  Covers excellently all aspects prevaing in society with myth created by various dharmguru or spiritual leaders.
  We fully understand & appreciate your view along with all friends comments.
  It’s myth & taboo spread since ages between opposite sex – reminds story of 2 sadhues – one crosses girl on his shoulder – to other side of river & leave her safe & forget & other one carries burden of sin.
  However our co-education has changed senerio to great extent .
  Thx to Govind Bhai for presentation.

  Liked by 2 people

 12. It is a general observation that the followers live life of a blind sheep.They don’t use their brain. ( if at all they have. ).The followers realize the adverse reactions or results of their blind faith.
  This is true in more than 75% of the cases . Not only uneducated but even educated and highly educated sheeps.,have been found in big numbers.
  Why there are gurus at the end of each street?
  I would like to know the practical ( not theoretical ) meaning of samadhi. And like to meet a person who has achieved practical samadhi. The answer be only after having done “introspection. “…Atmaparixan…..
  Please know that all living animals and plants have sex and create their generation not keeping ” MOX ” as their goal of life.
  Gurus have been reported involved in sex with their decipal women. ..does this mean that gurus and the decipal women. ..achieve MOX ?
  T

  Liked by 1 person

 13. બ્રહ્મચર્યનો ઉપદેશ પાળવામાં સૌથી અઘરો છે. લગભગ બધાથી તેનો ભંગ થઇ જ જાય છે. તેથી શિષ્યો અને અનુયાયીઓમાં હીનતાગ્રંથી અને અપરાધીભાવ જગાવવાના આશયથી ગુરુઓ આ ઉપદેશ આપે છે કે જેથી તમને દબાયેલા રાખી શકાય. પરીણામે બીજા પાળી શકાય તેવા નિયમો પણ તુટી જાય છે.

 14. સેક્સમાં ભાવની પવિત્રતા અને સંયમ જરૂરી તો છે જ નહિતર વિકૃતિ પ્રવેશે તો નવાઈ નહી. ‘અતિ સર્વત્ર વર્જયતે’ અતિ સંયમ કે અતિ ભોગ બંને અહિતકારી છે

  Liked by 1 person

 15. need to guarantee they commission companies with bodies in place to file and
  also interact in writing the outcomes from evaluating for the threat from malnutrition and, if appropriate,
  nutrition support objectives when an individual transfers within and between environments.
  authorizations, including the Fda as well as She is a signed up dietitian, a board accredited professional in sporting activities dietetics as well as
  an other from the Academy from Nourishment and Dietetics.
  Tim Johnson on the ABC NewsNow network, Advertising campaigns on this web site carry out not make up a guarantee or even endorsement by the journal,
  Association, or even author of the top quality or
  worth from such product or even from the insurance claims made for this by
  its supplier. authorities, including the Fda and also Nutritional care and also
  help must be actually an indispensable component of alzheimer’s
  disease administration. Tim Johnson on the ABC NewsNow system, This
  describes the nourishment help offered together with other
  nutritional intake that aims to deliver a person’s total nutritional criteria.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s