ખાંધ પર બેઠેલાં

ખાંધ પર બેઠેલાં

મનુભાઈ પંચોળી ‘દર્શક

(તારીખ 01 ફેબ્રુઆરી, 1995ના ‘ભુમીપુત્ર’ પખવાડીકમાં પાંડુરંગ શાસ્ત્રીની વીચારસરણીનું મુલ્યાંકન કરતો લેખ કંઠે પાહાણ શકે ક્યમ તરી પ્રસીદ્ધ થયો હતો. આ લેખના સમર્થનમાં ‘ઝેર તો પીધાં જાણી જાણી’, ‘સોક્રેટીસ’ ‘બંદીઘર’, ‘પ્રેમ અને પૂજા’, ‘બંધન અને મુક્તિ’, ‘કલ્યાણયાત્રા’ અને ‘દીપનીર્વાણ’ વગેરે નવલકથાઓના સર્જક મનુભાઈ પંચોળી ‘દર્શકએ વ્યક્ત કરેલા વીચારો. ગોવીન્દ મારુ)

આ સત્કૃત્ય ધન્યવાદને પાત્ર છે; કારણ કે આપણા દુર્ભાગી દેશમાં જડ ગુરુભક્તી, જડ મુર્તી, મન્દીર, પુજાએ ફરી જોર કરવા માંડ્યુ છે. જાણે રાજા રામમોહન રૉયથી આજ સુધીનો સુધારણાયુગ થયો જ નથી! મહન્તો અને કહેવાતા ધર્મગુરુઓનો ‘હીન્દુ ધર્મ ભયમાં છે’ એવો હોબાળો આની નીશાની છે. હીન્દુ ધર્મ ભયમાં છે જ. ઘણા વખતથી ભયમાં છે; પણ તે તો આંતરીક રોગને કારણે. તે રોગમાં કેન્દ્રસ્થ તો જન્મગત વર્ણવ્યવસ્થાની હીમાયત છે. બધા અન્યાયો, અસમાનતા, વીદ્રોહોનું મુળ જ જન્મગત વર્ણવ્યવસ્થા છે. જમાનાઓથી કર્ણ, એકલવ્ય જેવાએ પોતામાં શક્તી, તેજ, ધગશ હોવા છતાં અસહ્ય અપમાનો સહન કરવાં પડ્યાં છે.

માણસ માત્ર સમાન છે, શક્તીમાં નહીં તો ઈચ્છાએ સમાન છે જ. બધાને સ્વમાન છે જ – અને બધામાં ઓછીવત્તી લગભગ સરખી સમજદારી છે. આ પ્રતીતી નવા યુગનો પાયો છે. તે માણસ કયા રંગ, કયા ધર્મ, કયા દેશનો છે. કયા વંશનો છે તે બીનમહત્ત્વનું છે. નવા યુગનું બીજું પ્રતીપાદન અનુભવપ્રમાણ્ય છે, ગ્રંથ કે ગુરુપ્રમાણ્ય નહીં. ગુરુ સો વાક્યો ટાંકે તોયે અગ્ની શીતળ થતો નથી, એ અનુભવ હરકોઈ જોઈ શકે છે.

જન્મગત વર્ણવ્યવસ્થા બુદ્ધીને મંજુર નથી; કારણ કે વૈશ્યોમાંથી ગાંધી ને સરદાર થઈ શકે છે અને ક્ષત્રીયોમાં બુદ્ધમહાવીર થાય છે. આ અપવાદો નથી. બધાને માટે દરવાજા ખુલ્લા થતાં ભારતીય બન્ધારણના શીલ્પી ડૉ. આંબેડકર નવી મનુસ્મૃતી રચી શકે છે.

કૃપા કરીને બુદ્ધીના સ્વતન્ત્રતા, સમાનતા, બન્ધુતાના દરવાજા બન્ધ કરવાનું છોડી દો. મનુસ્મૃતીમાં જે શ્લોકો માનવતાના વીરોધી – જેવા કે શુદ્ર વેદ સાંભળી જ ન શકે, એક જ ગુના માટે અવર્ણને વધારે સજા અને સવર્ણ બ્રાહ્મણને ઓછી સજા. સ્ત્રીને સ્વતન્ત્રતા જ ન હોય –તેવા શ્લોકો ભુંસી નાખો.

મનુસ્મૃતી કે કોઈ જુની પુરાણી સ્મૃતીને તે પુરાણાં છે માટે જ માન આપવાનો મહીમા કરવાનું બન્ધ કરો. સામાજીક અન્યાયોને સમર્થન આપતાં ધર્મવાક્યોને છેકી નાખો. નહીંતર વેદાંતનો શો અર્થ છે? બધામાં બ્રહ્મ છે, સૌમાં રામ જ છે, એ વાત છતાં; પણ ઉંચી કોમમાં વધારે છે, નીચી કોમમાં ઓછો છે, એવી પોપટપંચી બન્ધ કરો.

વેદાંત એ મનુષ્ય માત્રની સમાનતા અને સ્વતન્ત્રતાની ઘોષણા છે. તેને નકામાં સ્મૃતીવાક્યો ટાંકી નકામી ન કરો. પુર્વકર્મો, જન્મજન્માંતરની જાળને સમાજસુધારણાના આડે ન લવાય. એ પ્રત્યાઘાતી વલણ છે. મારાં કર્મો જ નહીં, સમાજનાં અપકર્મો પણ મને નડે છે, બાંધે છે. બાળવીધવા બાળલગ્નને કારણે થાય છે, અને બાળલગ્ન એ સામાજીક કુરીવાજ છે. તેમાં પુર્વજન્મની વાત અસ્થાને છે. જો દરેકને પોતાનાં જ કર્મો નડે છે એવું એકવાર ચલાવો, તો ખાંધ પર બેઠેલાં કદી ઉતરવાનાં નહીં અને શોષક અને શોષીત રહેવાના, અને લોકશાહી જે સર્વ માનવીને મુળ અધીકારોમાં, મુળ જરુરીયાતોમાં, મુળ ઝંખનાઓમાં સમાન ગણે છે, તેનો પાયો જ નખાશે નહીં.

– મનુભાઈ પંચોળી ‘દર્શક

લેખીકા રચના નાગરીકના કંઠીમુક્ત વીચારલેખોની પુસ્તીકા ‘બૈઠ પથ્થર કી નાવ’ (પ્રકાશક : [1] માનવવીકાસ ટ્રસ્ટ, 9, મહાકાન્ત કૉમ્પલેક્ષ, વી. એસ. હૉસ્પીટલ સામે, એલીસબ્રીજ, અમદાવાદ – 380 006,  [2] વૈશ્વીક માનવવાદ, 1–એ, કલ્પના સોસાયટી, મહેમદાવાદ – 387 130 જીલ્લો : નડીયાદ અને [3] નયા માર્ગ, ખેત ભવન, હરીજન આશ્રમની પાસે, અમદાવાદ – 380 027 પાનાં : 64, મુલ્ય : રુ. 40/)માંની આ પ્રથમ પ્રસ્તાવના, પુસ્તીકાનાં પાન 5થી 6 ઉપરથી, લેખીકા અને પ્રકાશકોના સૌજન્યથી સાભાર..

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 23–02–2018

19 Comments

  1. એવી કઈ કુદરતી ઘટના છે કે જે ગરીબ અને તવન્ગર, હીન્દુ અને મુસાલમાન, કાળા અને ગોરા, ઉંચા અને નીચા કે આસ્તીક અને નાસ્તીક માટે જુદી જુદી હોય?
    જો કુદરતનો અનુભવ દરેકને સરખો જ થતો હોય તો પછી આપણે આ બાધા વાડાઓ શા માટે ઉભા કર્યાં છે?

    બે વ્યક્તીઓ વચ્ચે ભેદભાવ ઉત્પન્ન કરતી કોઈ પણ વીચારસરણી ત્યાજ્ય છે. મનુશ્યને પશુતામાંથી બહાર ન આવવા દેવામાં ધર્મ, જાતી, ન્યાત, ભાશા, દેશ કે રંગના ભેદોએ અગત્યનો ભાગ ભજવ્યો છે. વીગ્નાન આવા ભેદને સ્વીકારતું નથી પરન્તુ કહેવાતા ધર્માચાર્યો અને રાજકારણીઓ આવા ભેદને માત્ર ચાલુ રાખવા જ નહીં પણ બની શકે એટલા દૃઢ કરવા પ્રયત્નો કરે છે કારણ કે તેમનુ અસ્તીત્વ આવા વાડાઓ ઉપર જ નભતું હોય છે.

    સૌને પોતાના કરેલા કાર્યોના ફળ ભોગવવાં જ પડે છે તેવું ઈશ્વરવાદીઓ ઢોલ પીટીને કહેતા હોય છે.
    જ્યારે હીન્દુસ્તાન અને પાકીસ્તાનના ભાગલા પડ્યા ત્યારે કેટલીએ સ્ત્રીઓ ઉપર અત્યાચાર થયો. માની લઈએ કે તેમણે ગયા જન્મનાં કરેલાં કાર્યોની શીક્શા થઈ તો શું શીક્શા કરવાની ઈશ્વરી રીત આવી છે?

    વીગ્નાન એટલે કુદરતી ઘટનાઓના અભ્યાસ ઉપરથી સત્ય તારવવાની પ્રક્રીયા; જ્યારે સમ્પ્રદાય એટલે કુદરતી ઘટનાઓ તરફ આંખ આડા કાન કરાવીને બહુજન સમાજને પોતાના ગુલામ બનાવી દેવાની ધર્મગુરુઓની સ્વાર્થલોલુપ યોજના. વીગ્નાન મનુશ્યની દૃશ્ટીને વધારે વીશાળ કરે છે જ્યારે સામ્પ્રદાયીકતા મનુશ્યની દૃશ્ટીને સંકુચીત રાખવા મથે છે તેથી તે તર્કને નકારવા અને (અન્ધ)શ્રધાને સ્વીકારવા ઉપદેશ આપે છે.
    બીનજવાબદારી એ મનુશ્યની મોટામાં મોટી ઉણપ છે અને તેને ટકાવી રાખવામાં ઈશ્વરવાદીઓ કારણભુત છે કારણ કે આપણી ભુલો અને ઉણપોને તટસ્થ અને વેધક રીતે જોઈને સુધારવાને બદલે તેમણે નસીબ, ગયા જન્મનાં કર્મ અને ઈશ્વરેચ્છા જેવાં સાન્ત્વનો આપીને મનુશ્યને માઈકાંગલો બનાવી દીધો છે.
    આપણા બધા જ પ્રશ્નો કોક ઉકેલી આપશે એવા બાલીશ ખ્યાલને લીધે આપણે નીશ્ક્રીય થઈ ગયાં છીએ. આ કોક એ માતા–પીતા, સગાં–વ્હાલાં, શીક્શક, પોલીસ, સરકાર, પ્રધાનો, સાધુ–સન્તો અને છેલ્લે ઈશ્વર હોઈ શકે.
    આપણું ચાલે તો આપણે ચાવીએ પણ નહીં.

    Liked by 4 people

    1. ઈશ્વરપ્રેમીઓ કાંઈ બધી રીતે આળસુ નથી હોતા. ગાંધીજી જેવા ઘણા કર્મયોગીઓ પણ હોય છે.

      વિજ્ઞાન માટે પણ અંધશ્રદ્ધા ના રાખવી જોઈએ. એવી ઘણી વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ એવી છે પળેપળ અને બધા સ્થળે થયા કરતી હોય છે અને સર્જનહાર ઈશ્વરની દીર્ઘદૃષ્ટિ દર્શાવે છે.

      વિજ્ઞાનના નિયમો અનુસાર ટાઇટેનિક ડૂબી ગઈ. 2240 પૈકી 1535 લોકો મરી ગયા, 705 બચી ગયા. જરા વિચારો, બધા જ કેમ ના ડૂબી ગયા કે બધા જ કેમ ના બચી ગયા? ડૂબનારા બધા જ પાપી હતા ને બચનારા બધા જ પુણ્યશાળી હતા એવું તો નહોતું જ. વિજ્ઞાનના નિયમોના સંકલનના કેટલાક સમૂહો એવા હતા કે તેના ભોગ બનનારાઓ ડૂબ્યા. બીજા કેટલાક સમૂહો એવા પણ હતા કે જેનો લાભ 705 વ્યક્તિઓને મળ્યો. આમ કેમ થયું? તેનું વૈજ્ઞાનિક પિષ્ટપેષણ કરવાને બદલે તે બધા નહિ તો તેમાંના થોડા બચનારાઓ ઈશ્વરનો આભાર માને તો તેનો વાંધો શીદ ઉઠાવવો?

      તૂટી પડેલા મકાનના કાટમાળમાંથી નાનું શું બાળક દિવસો પછી જીવતું મળી આવે એવા ઘણા બનાવો બને છે. આને ઈશ્વરનો ઉપકાર ના માનવા જેવી ભૂલ બીજી કઈ હોઈ શકે?

      Like

  2. * ‘કંઠે પાહાણ શકે ક્યમ તરી’ *એ લેખ ક્યાંથી મળી શકે?

    2018-02-22 20:17 GMT-05:00 ‘અભીવ્યક્તી’ :

    > ગોવીન્દ મારુ posted: “ખાંધ પર બેઠેલાં મનુભાઈ પંચોળી ‘દર્શક’ (તારીખ 01
    > ફેબ્રુઆરી, 1995ના ‘ભુમીપુત્ર’ પખવાડીકમાં પાંડુરંગ શાસ્ત્રીની વીચારસરણીનું
    > મુલ્યાંકન કરતો લેખ ‘કંઠે પાહાણ શકે ક્યમ તરી’ પ્રસીદ્ધ થયો હતો. આ લેખના
    > સમર્થનમાં ‘ઝેર તો પીધાં જાણી જાણી’, ‘સોક્રેટીસ’ ‘બંદીઘર’, ‘પ”
    >

    Liked by 1 person

  3. We all are suffering from the illness of LAKHVA?lord Krishna teach us that,?The willfully passing the untruth is the unforgivable sin for the future?NAROVA KUNGER VA: IS OUR DEMOCRACY?The relationship is the cancer of the future?THE TRUTH IS THE GOD ON THE EARTH!to serve the cow on the earth is the great religion,to save water,food,trees, ,keep a safe side for others is the greatest religion for all on the earth!

    Like

  4. આ લેખનો આત્મા…વર્ણવ્યવસ્થા…હિન્દુઓને માટે ઝેર છે..તે..હજાર નહિ પરંતુ કરોડ વખત ચવાય ગયેલો છે.
    કોઇ ફેરફાર નજરે ચઢતો નથી.
    રાજા રામમોહન રાયની વાત કહી છે. થોડી વિગત : જન્મ : મે ૨૨, ૧૭૭૨. મરણ : સપ્ટેમ્બર ૨૭, ૧૮૩૩.
    ૧૮૨૮ માં ‘ બ્રહ મો સભાના સર્જક. This was a movement which endengered the BRAHMO SAMAJ, that has influence on Hindu religion. His activity was known for…” RELIGIAN REFORM MOVEMENT.”

    આ ઉપરાંત તેમના પછી સમાજ સુઘારણા માટે ઘણાઓઅે વાંજીયા પ્રયત્નો કરેલાં તેમને પણ યાદ કરીઅે…..( થોડા મોટા નામો)
    (૧) ઇશ્વરચંન્દ્ર વિદ્યાસાગર (૨) દયાનંદ સરસ્વતી (૩) સ્વામી વિવેકાનંદજી (૪) દેવેન્દ્ર ટાગોર. (૫) જ્યાતિન્દ્ર ફૂલે…….અને બીજા ઘણા…..

    લેખના ચોઠા પેરેગ્રાફમાં કહેવાયુ છે કે મનુસ્મૃતિના અમુક વાક્યોને ભૂસીનાંખીઅે. મનુસ્મૃતિના પાનાઓમાંથી ભૂસી નાંખવાથી હિન્દુઓના મગજ અને જીન્સમાંથી નથી ભુરાવાના…તે સમજી લેવું જોઇઅે.

    આ તો બઘી ગાજરની પીપુડીઓ છે. પેપરના પાનાઓ ભરાની રીતો છે. જીવનમાં અમલમાં મુકવાની કોઇની પણ તૈયારી નથી….૨૧મી સદીમાં પોતે સમજીને જાગૃત થયેલાઓનો નાનો સમાજ છે જે બીતાં બીતાં પોતાના જીવનમાં પાળે છે. સમાજને સુઘારવા માટે જો આગળ આવે તો સ્વામી સચ્ચિદાનંદજીની જેમ સ્વબચાવ માટે બંદુક કે પીસ્ટોલ રાખવી પડે.

    ૨!મી સદીમાં કથાકારો, વ્યાખ્યાનકારો, સ્વાર્થી ગુરુ લોકો મનુસ્મૃતિને તેમની સભાજનોને શીખવવાના કામો કરતાં હોય છે…

    .વર્ણવ્યવસ્થાને આજે પણ પળાતી જોઇ શખાય છે. મોટે ભાગેનો સમાજ સુઘરવા માંગતો નથી તે સત્ય છે

    વર્ણવ્યવસ્થા તો અજર અને અમર છે….ઘણાને માટે.

    મનુભાઇઅે સમાજના ભલા માટે લખ્તય…સમાજે વાંચ્યુ અને કેટલું યાદ રાખે ? રોજીંદા જીવનમાં હર સેકંદે જે ચાલતુ હોય તે જ ચાલે..

    અમુત હઝારી.

    Liked by 1 person

    1. what is the castisium?the earth is the garden of different types trees,flower of the beauty of the nature?what is the motto of the kingdom of nature?to killing the any innocent tree without the permission is unforgivable sin for future?why the animals are killed?THE ANIMALS ARE RAN AFTER THE FOOD DAY AND NIGHT AND BECOME A FOOD FOR OTHERS?The only mankind is next to god head!to pray the mother nature,lord sun .moon .stars,rivers,air,sea is our direct god on the earth!who will save the mountains?LORD HANUMAN GONE TO LANKA FOR TO SEARCHED THE MOTHER SITA ,his highness suffering from hunger,his highness permited to mother SITA to eate the fruits?MOTHER sita,replied,eat only fallen fruits not direct from the tree?we are drawing the line between this is good and that is bad ,and that the illness of mass!we having the power to say,this is THE good and that a bad to all natural products?

      Like

  5. મિત્રો,
    ઉતાવળમાં લખતાં મારી ઘણી ભૂલો રહી ગઇ છે તેને સુઘારીને વાંચજો. આભાર.

    અમૃત હઝારી.

    Liked by 1 person

    1. વહાલા વલીભાઈ,
      પ્રસ્તાવના ‘ખાંધ પર બેઠેલાં’ને આપના બ્લોગ ‘માનવધર્મ’ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Like

  6. એવી કઈ કુદરતી ઘટના છે કે જે ગરીબ અને તવન્ગર, હીન્દુ અને મુસાલમાન, કાળા અને ગોરા, ઉંચા અને નીચા કે આસ્તીક અને નાસ્તીક માટે જુદી જુદી હોય?
    જો કુદરતનો અનુભવ દરેકને સરખો જ થતો હોય તો પછી આપણે આ બાધા વાડાઓ શા માટે ઉભા કર્યાં છે?
    નહી આવું મંદિરે!પૂજ્યો પણ. અંતે તો તુંપથ્થર, દેવ!
    ઘર એજ મંદિર. પ્રસન્નતા પરમેશ્વર. કર્તવ્યો તપસ્યા. વહાલ,વાત્સલ્ય એટલે પ્રસાદ. પરસ્પર પ્રત્યે વિશ્વાસ એ સંપ્રદાય. સાચી,તટસ્થ સમજણ એજ મોક્ષ.

    Liked by 1 person

  7. समय के साथ बौद्धिक विकास होने और वैज्ञानिक विचार बढ़ने के बजाय देश पीछे की ओर जा रहा है, जहां पर अंधविश्वास और मूर्खता को जमकर बढ़ावा दिया जा रहा है। फतेहपुर से खबर आ रही है कि 211 गायों को 211 पंडित श्रीमद् भागवत कथा सुना रहे हैं। सवाल उठता है कि जिन जानवरों को ढंग से चारे की जरूरत है, रखरखाव की जरूरत है, जरुरी इलाज की जरूरत है; उनको श्रीमद् भागवत कथा सुनाकर क्या साबित किया जा रहा है ? भागवत कथा के शब्दों, कहानियां से बेजुबान जानवरों का क्या लेना-देना है ? इस खबर को सोशल मीडिया पर शेयर किया जा रहा है और लोग ऐसी मूर्खता का मजाक उड़ा रहे ‘यह 21वीं सदी के डिजिटल भारत की तस्वीर है, जिन बेजुबान जानवरों को घास की जरूरत होती है उनको पंडित जी 7 दिन तक भागवत सुना रहे हैं। ये 21 वीं सदी के डिजिटल भारत की तस्वीर है ?? जिन बेजुबान जानवरों को घास तुड़े की जरूरत होती है उनको पंडित जी सात दिन तक भागवत पेलेंगे??

    Liked by 1 person

  8. Congratulations to Govind Bhai for publishing this interesting article by one of our best writers.
    I did not understand one important point: There is a reference here to Shri Pandurang Shastri’s thoughts and to Bhoomi Putra periodical. Both of them are wll known and strong supporters and advocates of the Geeta.

    Bhagwan Shri Krishna has clearly said in the Geeta that He Himself “created the caste system.” Manubhai is rightly opposed to it. How is that? Can someone explain this kind of hypocrisy? Thanks. — Subodh Shah — USA.

    Liked by 1 person

    1. My gut feeling is that the Bhumiputra article ‘કંઠે પાહાણ શકે ક્યમ તરી’ may have been a longer article criticizing Shri Pandurang Shastri’s views. Shri મનુભાઈ પંચોળી ‘દર્શક’ wrote this article ખાંધ પર બેઠેલાં in support of the former. That is why I asked ‘કંઠે પાહાણ શકે ક્યમ તરી’ *એ લેખ ક્યાંથી મળી શકે? in my previous response of yesterday. It would be of great interest to read it.

      About forty years ago, a fan of Svadhyaya movement gave me a book by Shri Pandurang Shastri (‘Dada’). Upon reading it, I became a critic, instead of of a fan, of that movement because Dada’s views expressed in that book were far from convincing.

      Dada used to justify our caste system based on चातुर्वर्ण्यं मया सृष्टं supposed to have been said by Lord Shrikrishna in Gita. The fourth adhyaya of Gita starts with an answer to a question that was not asked by Arjun. Why would Lord Shrikrishna bring up an irrelevant discussion in the middle of the battlefield? It is quite probable that the chapters Fourth through Eighteenth of Gita are ‘xepak’ (add on) written by some self-serving ‘swami’ and accepted by others like him. Some of their contents are excellent, but not all. We have to exercise discretion in what to believe and what to reject. चातुर्वर्ण्यं मया सृष्टं deserves rejection because a godly person that Lord Shrikrishna was would in no way create such an inhuman and unjust system as ours.

      The गुणकर्म विभागश: part of the shlok was ignored not only by the commoners but also by Lord Shrikrishna himself. (This is another reason why I believe that chapters Fourth through Eighteenth of Gita are ‘xepak’ ) He treated Karna whose qualities and actions both were those of a Kshatriya but was treated like a shudra. Why? Because his foster father who raised him was a charioteer a function that Lord Shrikrishna himself later performed in the war. Mahabharat is full of such anomalies.

      Liked by 1 person

  9. Thanks Subodhbhai.

    I would like to quote the reference : Adhyay : 4, Shlok : 13.And Adhyay : 9. Shlok: 32. Adhyay : 18. Shlok :41.

    Thanks.

    Amrut Hazari.

    Liked by 1 person

  10. Read this short article by Darshak, and many interesting comments by several learned people. Shri Manubhai wrote about Manusmriti, criticizing it for treatment of women and persons not born as Brahmins, mainly sudras. But where is mention about Pandurang Athawale, to whom this article was supposed to be pointed? May be in the title ” Kanthe phan kyam Shake taree” did he indirectly or directly pointed a finger at him?? If my memory is correct at that time in mid nineties Athawale was under criticism from lots of people including many famous followers.
    Thank you Govindbhai’s for bringing this in the light now, also read with interest “nastikni abhyarthana” by late Anilbhai Shah.

    Liked by 1 person

  11. Shri Ramnikbhai,

    Thanks.
    The comments on Gita and VARNVYAVASTHA….has been discussed in my other articles several times….Also on ABHIVYAKTI…..No sooner I read Subodhbhai’s comment, I sent my reference note. As you rightly said, some of the chapters in Gita , I think have been added by other writers.

    e.g. Adhyay : 3 and Shlokas : 10, 11, & 12….
    Is this the starting point of bribing ? Corruption ?

    વિચારવિનીમય માટે જ આ લખુ છું.

    Thanks.
    Amrut Hazari.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s