સૌને પોતાનો વાડો મોટો કરવો છે
આપણે ત્યાં અધ્યાત્મની જગ્યાએ સામ્પ્રદાયીકતા ફાલીફુલી છે. અધ્યાત્મની સતત વાતો કરનારા પણ સાચા અર્થમાં આધ્યાત્મીક નથી હોતા. આવા લોકોને પણ ભૌતીક સુખસગવડો જોઈતાં હોય છે. મારી દૃષ્ટીએ ભારતમાં સાચી આધ્યાત્મીકતા નહીંવત્ છે. હા, અધ્યાત્મને નામે વીશાળ પરોપજીવી વર્ગ તૈયાર થયો છે. તેને આલોકના પાયાના પ્રશ્નોની જગ્યાએ પરલોકના પ્રશ્નો ઉકેલવામાં વધુ રસ છે. નાનાં બાળકો, યુવાનો અને યુવતીઓને સાધુસાધ્વી થઈ જવાની પ્રેરણા આપીને દેશના યુવાધનને નીષ્ક્રીય, પરાવલમ્બી અને પ્રતીક્રીયાત્મક વીચારોમાં લગાવી દેવામાં આવે છે.
સાચું અધ્યાત્મ પ્રગટાવવા માટે કોઈ મન્દીર કે ધર્મસ્થાનની અનીવાર્યતા નથી રહેતી. ઈશ્વર અને અધ્યાત્મ ઉપર ચઢાવેલો પ્રત્યેક ભૌતીક શણગાર દર્શકને ગુમરાહ કરે છે. સાચા અધ્યાત્મને બચાવવું હોય તો આ શણગારપ્રેમી દુકાનદારોથી તેને બચાવો, બનાવટી અધ્યાત્મથી દેશ મુક્ત થાય. ભારતે હવે વૈજ્ઞાનીકો, વીરપુરુષો, સાહસીકો, આલોકના પ્રશ્નો ઉકેલનારા કાર્યકર્તાઓની પુજા કરવાનું વલણ ધરાવવું જોઈએ. ચમત્કારો કરનારા કે આશીર્વાદનો વ્યાપાર કરનારાથી બચવું જોઈએ.
શું ભારત ઉચ્ચ સંસ્કૃતીવાળો દેશ છે? કદી દલીત કે શુદ્ર થઈને વીચાર કર્યો કે આ સંસ્કૃતીથી તેમને કેવું જીવન મળ્યું? શા માટે હીન્દુઓ ધર્માન્તર કરે છે? અસ્પૃશ્યતા, સતીપ્રથા, દેવદાસીપ્રથા, બાળવૈધવ્ય વગેરેની નાબુદી હજી થઈ શકી નથી. શું કારણ છે કે હીન્દુ પ્રજા હજી પણ સમરસ નથી થઈ શકતી? સમ્પ્રદાયો, યોગીઓ ઉપરના સુખી વર્ગને પોતાના તરફ ખેંચવા મથામણ કરી રહ્યા છે. નીચેના વર્ગની કોઈને ચીંતા નથી. સૌને પોતપોતાનો વાડો મોટો કરવો છે. ગગનચુમ્બી મન્દીરો બાંધવાં છે અને અવતારી પુરુષ થઈને ગોઠવાઈ જવું છે. પ્રતી વર્ષ ધર્મગુરુઓનાં સમ્મેલનો ભરાય છે. વગર પ્રશ્નોના પ્રશ્નોની ચર્ચા થાય છે, અને ‘ધર્મ કી જય હો’ના નારા મલકાતાં મલકાતાં સૌ વીખરાય છે; પણ પાયાના પ્રશ્નોને કોઈ આંગળી પણ અડાડતું નથી.
–સ્વામી સચ્ચીદાનન્દજી
લેખીકા રચના નાગરીકના કંઠીમુક્ત વીચારલેખોની પુસ્તીકા ‘બૈઠ પથ્થર કી નાવ’ (પ્રકાશક : [1] માનવવીકાસ ટ્રસ્ટ, 9, મહાકાન્ત કૉમ્પલેક્ષ, વી. એસ. હૉસ્પીટલ સામે, એલીસબ્રીજ, અમદાવાદ – 380 006, [2] વૈશ્વીક માનવવાદ, 1–એ, કલ્પના સોસાયટી, મહેમદાવાદ – 387 130 જીલ્લો : નડીયાદ અને [3] નયા માર્ગ, ખેત ભવન, હરીજન આશ્રમની પાસે, અમદાવાદ – 380 027 પાનાં : 64, મુલ્ય : રુ. 40/)માંની આ દ્વીતીય પ્રસ્તાવના, પુસ્તીકાનાં પાન 7થી 8 ઉપરથી, લેખીકા અને પ્રકાશકોના સૌજન્યથી સાભાર..
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 23–03–2018
ખુબ જ ઉપયોગી વીચારો. આનો અમલ આપણા દેશમાં નજીકના ભવીષ્યમાં થવાની શક્યતા નહીંવત્ જણાય છે, કેમ કે ઉગતી પેઢી પણ ચીલાચાલુ કહેવાતી ધાર્મીક માન્યતાથી મુક્ત થતી હોય એવું લાગતું નથી.
LikeLiked by 1 person
Khub saras lekh. Aaje deshne jarur chhe Rational Government ane school ma Rational Shikshan ni. Tena badle aaje netao, abhinetao potano ullu sidho karva ane time pass karva kahevati aadhyatmikta no dekhado kare chhe ane samanya manavi tenu aandhalu anukaran kare chhe, tema pela dhutarao fave chhe.
LikeLiked by 1 person
Reblogged this on my blog.
LikeLiked by 1 person
વહાલા વડીલ અરવીન્દભાઈ,
‘સૌને પોતાનો વાડો મોટો કરવો છે’ પ્રસ્તાવના/લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
..ગો. મારુ
LikeLike
You’ve nailed it!
If we want to change the world around us it has to start with ‘me’ and this Forum is the beginning of how to eradicate Blind Faith in the Human Culture.
So many people have been brainwashed into the name of Religions. Is it really worth it? Nope, not at all.
Yes, there was a time Centuries ago when Sadhus and Gurus were honest who taught the righteousness but they are like no gone. These places of Worships have turned into Business Empires nowadays. Human Greed has taken over real faith, shame!
We are educated enough to find our own Religion in Humanity.
Yes, visiting a place of worship is important for many worshippers. However, there is no need to follow that Drama as I call it, because God lives in our own hearts!
I repeat, believe in your self, stay confident and you can reach for the Stars!
With my
Kind Regards
LikeLiked by 1 person
It is a very good article with 100% truth. I agree with Urmila Sharma’s views. The general public want free and easy things in their life. All these so called sadhus know your weak points. They can exploit you easily.
Thanks,
Pradeep H. Desai
USA
LikeLiked by 1 person
The arguments of pious Sachchidanandaji is heart touching. He is the true saint. his philosophy is acceptable, in true sense, by rationalists
LikeLiked by 1 person
વર્શો પહેલાં નડીયાદમાં ‘ગુજરાત રૅશનાલીસ્ટ’ની સ્થાપના થઈ ત્યારે તેઓ મુખ્ય મહેમાન હતાં અને તેમણે બહુ જ મનનીય પ્રવચન આપ્યુ હતું. ત્યાર બાદ તેમના પ્રવચનથી પ્રભાવીત થઈને તેમના આશ્રમમાં સ્વામીજીને હું રુબરુ મળ્યો છું. તેઓ ઈશ્વરમાં માને છે તે બાદ કરતાં નખશીખ રૅશનાલીસ્ટ છે. મારા એક પ્રશ્નના જવાબમાં કહે, ‘જ્યારે ધર્મગ્રન્થ અને વીગ્નાન વચ્ચે તફાવત ઉભો થાય ત્યારે હમેશાં વીગ્નાનની વાત માનવી.’
LikeLiked by 1 person
મંત્રની જેમ રટણ અને આચરણ કરવા જેવા ખુબ સચોટ વિચારો.
LikeLiked by 1 person
હમેશા વિજ્ઞાનની વાત માનવી.
LikeLiked by 1 person
ભાઈશ્રી ગોવિંદ મારુ
આપણા અડ્ડા (ગુજરાતી) FB પેજ પાર આજ રોજ પોસ્ટ કર્યું છે.
આભાર.
ફિરોઝભાઈ.
________________________________
LikeLike
વહાલા ખાનસાહેબ,
મારા ‘અભીવ્યક્તી’ બ્લોગનો લેખ ‘સૌને પોતાનો વાડો મોટો કરવો છે ’ને ‘ફેસબુક’ના ‘अपना adda’ પેજ પર જનજાગૃતી અને ચર્ચા અર્થે શેર કરવા બદલ ખુબ ખુબ આભાર..
..ગો. મારુ
LikeLike
I read your article after very long time. Always respect your thoughts because it is always scientific.
Lots of respect and thank you,
LikeLiked by 1 person