33
ઈશ્વરના નહીં માણસના અસ્તીત્વની ચીંતા કરીએ
– દીનેશ પાંચાલ
એક બાળકે એના પીતાને પ્રશ્ન કર્યો– ‘ડૅડી, ભગવાન દેખાતો કેમ નથી?’ જેનો જવાબ જગતના મહાન જ્ઞાની, પંડીતો કે વીજ્ઞાનીઓ પાસે પણ નથી હોતો તે સાધારણ માણસ પાસે ક્યાંથી હોય? પણ ગણદેવી (ધનોરી)ના હાસ્યનારાયણ શ્રી. ઠાકોર જોષી ઘણીવાર તેમના કાર્યક્રમમાં એ પ્રશ્નનો જવાબ આપે છે. ‘ભગવાન એટલા માટે નથી દેખાતો કે તેણે આ દુનીયા એવી વીચીત્ર બનાવી છે કે તે કોઈને મોઢુ બતાવવાને લાયક રહ્યો નથી!’ ભગવાનની અદૃષ્ટ સ્થીતી પર આ રીતે હસી લીધા પછીય મુળ પ્રશ્ન ત્યાં જ રહે છે. ઈશ્વર દેખાતો કેમ નથી?
થોડા વર્ષો પુર્વે સુરતીઓની બેદરકારી અને ગંદકીને કારણે પ્લેગ ફાટી નીકળ્યો હતો ત્યારે સુરતીઓ મોઢા પર માસ્ક(મહોરું) પહેરીને ફરતા હતા. હાસ્ય કલાકાર શ્રી. રમેશ ચાંપાનેરી ત્યારે રમુજમાં એ મતલબનો જ ઉત્તર વાળતા– ‘સુરતીઓ મોઢું ઢાંકતા નથી, મોઢું છુપાવે છે. સુરતમાં પ્લેગ પેદા કરીને તેમણે એવો અપરાધ કર્યો છે કે તેઓ કોઈને મોઢું બતાવવાને લાયક રહ્યાં નથી!’ સુરતના તે વખતના કમીશનર શ્રી. રાવે સુરતીઓના મોઢા પરથી ગંદકીનું મહોરું ઉતારી સુરતના ગળામાં સ્વચ્છતાનો મેડલ પહેરાવ્યો હતો. ઈશ્વર અંગે માણસે પણ પોતાની જરીપુરાણી વૈચારીક્તા પરથી અબૌદ્ધીક્તાનું મહોરું ઉતારીને થોડા બુદ્ધીનીષ્ઠ બનવાની જરુર છે.
ઈશ્વરની અદૃશ્યમાન સ્થીતી અંગે આપણે ગમે તેટલા આંખ આડા કાન કરીશું તોય ઈશ્વરનું અદૃષ્ટ સ્વરુપ તેના અસ્તીત્વ અંગે ઘેરી શંકા ઉપસ્થીત કરે છે. અમારા બચુભાઈ કહે છે– ‘ઈશ્વરે શા માટે અદૃશ્ય રહેવું જોઈએ? સમગ્ર સૃષ્ટીના પાલનહારની એવી કઈ મજબુરી છે જે તેને છુપાઈ રહેવા મજબુર કરે છે? ઘરનો વડીલ બુરખામાં રહી ઘરના સૌથી મો છુપાવે એ ઉચીત કહેવાય ખરું?’
એ જે હોય તે પણ સદીઓથી ઈશ્વરનું અસ્તીત્વ શંકાસ્પદ રહ્યું છે. અને તેના અદૃશ્યપણાથી એ શંકા વધુ મજબુત બને છે. એ સંજોગોમાં સૌને એવી અપેક્ષા જન્મે છે કે ઈશ્વરે કાંઈ નહીં તો નાસ્તીકોને ચુપ કરી દેવા માટે પણ તેના અસ્તીત્વનો દાર્શનીક પુરાવો આપવો જોઈએ. બાકી હાલ તો સુરજ, ચન્દ્ર, ધરતી, આકાશ કે હવા જેવી વચગાળાની સાબીતીઓ દ્વારા શકનો લાભ આપીને તેના અસ્તીત્વને સ્વીકારવું પડે એવી સ્થીતી છે.
એક તરફ ઈશ્વરનું અદૃશ્યપણું તેના અસ્તીત્વ સામેનો સૌથી મોટો માઈનસ પોઈન્ટ બની ચુક્યું છે, તો બીજી તરફ આસ્તીકોની દલીલો પણ ધ્યાન ખેંચે એવી છે. કેટલીક જુની દલીલો સર્વવીદીત છે. હવા નથી દેખાતી તેથી તેનું અસ્તીત્વ નથી એમ કહી શકાતું નથી. માણસને બહુ બહુ તો તેના પાંચમા છઠ્ઠા દાદા પરદાદાઓનું નામ યાદ હોય છે. તે પછીના પુર્વજોનું નામ યાદ હોતું નથી. તેને તેમણે જોયા પણ હોતા નથી, છતાં તેનું અસ્તીત્વ નહોતું એમ કહી શકાતું નથી.
અમારા એક વડીલે ઠપકો આપતાં કહ્યું– ‘તું ઈશ્વર વીશે કશું જાણતો નથી ને લખ લખ કર્યે રાખે છે. દેશના રાષ્ટ્રપતીની કારમાં એવો કાચ લગાડ્યો હોય છે કે તેઓ કોઈ રાજ્યની મુલાકાતે જાય છે ત્યારે તેમને કોઈ જોઈ શકતું નથી. રાષ્ટ્રપતી માટે એવી ગુપ્તતા જરુરી હોય તો સૃષ્ટીપતી માટે કેમ નહીં? માત્ર ન દેખાવાથી કોકની હસ્તી મટી જતી નથી. એક દાખલો આપું. માન કે ચાર દીવસ માટે તારે બહાર ગામ જવાનું થયું. આવીને તું ઘર ખોલે છે, અને જુએ છે કે ઘરની બારીના સળીયા તુટ્યા છે. ઘરની તમામ ચીજવસ્તુઓ ઉથલપાથલ થઈ ગઈ છે. તીજોરીનું તાળુ તોડવાની કોશીષ થઈ છે. કબાટે મારવામાં આવેલું તાળુ પણ છુંદી નાખવામાં આવ્યું છે. આ બધું જોઈને તને એ સમજાતાં વાર લાગતી નથી કે ઘરમાં ચોર આવ્યો હતો. તું ચોરને જોઈ શકતો નથી છતાં તેના અસ્તીત્વ વીશે તને શંકા ઉપજતી નથી. તો ઈશ્વર વીશે કેમ ઉપજે છે? કુદરતની વીશાળ પ્રકૃતીમાં (તીજોરીના તુટેલા તાળાની જેમ) ઈશ્વરની પણ સીધી આડક્તરી અનેક સાબીતીઓ છે. આ પૃથ્વી, સમુદ્ર, સુરજ, ચન્દ્ર, તારા વગેરે જોઈને તને એમ નથી થતું કે એનો સર્જક પણ કોઈ હશે જ…!’ વડીલની વાત પ્રથમ નજરે ગળે ઉતરે એવી હતી; પણ બુદ્ધીની એરણ પર ટકી શકે એવી નહોતી. ચોર પોતાના કુકર્મોથી બચવા મોઢું સંતાડે છે. ભગવાનને એવી કોઈ મજબુરી નથી. વળી કાળક્રમે ચોર તો પકડાઈ પણ શકે છે… ભગવાન કેમ પકડાતો નથી? એક અન્ય આસ્તીક મીત્રે એવો જ બીજો દાખલો આપતાં કહ્યું– ‘આકાશમાં અત્યન્ત ઉંચે પહોંચેલા પતંગની દોરી માણસને દેખાતી નથી છતાં પતંગનું અસ્તીત્વ નથી એમ કહી શકાતું નથી. ઈશ્વરે પણ આ દુનીયાના પતંગની ફીરકી પોતાના હાથમાં રાખી છે. આપણને કેવળ પતંગ દેખાય છે, ચગાવનારો દેખાતો નથી. એ ક્યારેક ઢીલ મુકે છે… ક્યારેક ગુંલાટ ખવડાવે છે!’
બચુભાઈના હમ્મેશાં એવા પ્રયત્નો રહે છે કે ઈશ્વર હોય કે ન હોય તેના વીશેની ચર્ચામાં ગરમાટો આવવો જોઈએ. એથી એઓ આસ્તીકોને ઉશ્કેરવા તેજાબી દલીલો કરે છે. તેમણે કહ્યું : ‘અલ્યાભાઈ…, તમારા ઈશ્વરને ન તો પતંગ ચગાવતા આવડે છે ન એના દોરામાં ભલીવાર છે. સાચી વાત એ છે કે એક પછી એક ઈશ્વરના કેટલાંય પતંગો વીજ્ઞાને કાપી નાંખ્યા છે. હવે મનુષ્યનો જીવ બનાવવાનું એક માત્ર કામ વીજ્ઞાન માટે બાકી છે. એમ કહો કે ઈશ્વર જોડે માણસનો એ છેલ્લો પૅચ લાગ્યો છે. જે દીવસે માણસના દેહમાં ધબકતી હૃદયની ઘડીયાળનો આયુષ્યરુપી સેલ વીજ્ઞાન બનાવી શકશે તે દીવસે ઈશ્વરનો પતંગ ભર દોરીએ કપાયો સમજો…! અને ત્યારે દુનીયાના લાખો નાસ્તીકો ચીલ્લાઈ ઉઠશે– ‘કાઈપો… કાઈપો…!’
વીચારીશું તો સમજાશે કે આજપર્યન્ત માણસે ઈશ્વરને કેટલાંય ટન લોબાન ચઢાવ્યો હશે. ગાંસડીઓની ગાંસડી ફુલો ચઢાવ્યા હશે. અબજો ટન અબીલ, ગુલાલ અને કંકુ વાપર્યા હશે. મન્દીરોમાં સળગાવવામાં આવતી અગરબત્તીઓની રાખનો ઢગલો કરવામાં આવે તો આકાશ જેટલો ઉંચો થાય… કેટલાંય ગૅલન ઘી તેલના કુવાઓ ખતમ થયા હશે. નારીયેળોય ફુટ્યાં ને માથાય ફુટ્યાં… એક ભગવાન ક્યાંયથી ના ફુટ્યાં…! આપણે એકવીસમી સદીમાં પ્રવેશી ચુક્યા છીએ. હવે શું કરવું છે? ઈશ્વર જોડેનો આ વનવે ટ્રાફીક ક્યાં સુધી ચાલુ રાખવો છે? યાદ રહે, સતીયુગ કે સંતયુગ કરતાં વીજ્ઞાનયુગે માણસને સુખી કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. ઈશ્વરનું અસ્તીત્વ શંકાસ્પદ છે; પણ માણસના અસ્તીત્વ વીશે બેમત નથી. ચાલો એ ન દેખાતા ઈશ્વર પાછળની ગાંડી દોટ છોડી સમગ્ર માનવજાતની સુખશાંતી અને સમૃદ્ધીની જ વાત વીચારીએ!
– દીનેશ પાંચાલ
લેખકમીત્ર શ્રી. દીનેશ પાંચાલનું મુલ્યવાન રૅશનલ પુસ્તક ‘ચાલો, આ રીતે વીચારીએ’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલીની વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત – 395 001 ફોન : (0261) 259 7882/ 259 2563 ઈમેલ : sahityasangamnjk@gmail.com પાનાં : 126, મુલ્ય : રુપીયા 90/–)માંનો આ 33મો લેખ, પુસ્તકનાં પાન 113થી 115 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..
લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com બ્લોગ : dineshpanchalblog.wordpress.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in
પોસ્ટ કર્યા તારીખ : 30/04/2018
શ્રી. દીનેશ પાંચાલ લખે છે:
“બાકી હાલ તો સુરજ, ચન્દ્ર, ધરતી, આકાશ કે હવા જેવી વચગાળાની સાબીતીઓ દ્વારા શકનો લાભ આપીને તેના અસ્તીત્વને સ્વીકારવું પડે એવી સ્થીતી છે.”
“માત્ર ન દેખાવાથી કોકની હસ્તી મટી જતી નથી”
“આ પૃથ્વી, સમુદ્ર, સુરજ, ચન્દ્ર, તારા વગેરે જોઈને તને એમ નથી થતું કે એનો સર્જક પણ કોઈ હશે જ…!’”
જરૂર, જરૂર, જરૂર…….. ઍક સર્જક છે, પણ તેના ચોક્કસ નામ વિષે ૧૦૦ ટકા ન કહી શકાય. દરેક ધર્મ વાળાઑ ઍ જુદા જુદા નામ આપી દીધેલ છે. આપણે નામ આપી ઍ: “કુદરત – Nature – કુદરત ના નીયમો અને કાયદાઓ, જે થકી આ બ્રહભાન્ડ ની સુંદર અને ચોક્કસાઈ પૂર્વક રચેલી વ્યવસ્થા ચાલી આવી રહી છે. તેના તરફ આભાર વ્યક્ત કરવા માટે મંદિર, મસ્જીદ કે દેવળ માં જવું જરૂરી નથી. આભાર દરેક સમયે, દરેક જગ્યાઍ અને કોઈ પણ રીતે વ્યક્ત કરી શકાય છે.
LikeLiked by 3 people
Very good
LikeLiked by 1 person
Agree completely!
LikeLiked by 2 people
Now Dineshbhai is writing as a true rationalist and Quasimbhai’s response is equally true to the rationalistic philosophy. It is true that there is no GOD to create all this, the cosmos and life including us, humans. It all happened according to the laws of Nature,some known but still many unknown. We are humans so be a good humans and follow the path of humanity or humanism.Of all the scriptures only two words are important, “Paropkarah Punyay” means help others and beget good merits. Also another saying is “Manushat na paro Dharma” meaning ,no greater boon than service unto humanity. There is no need to go to temple,church or other places of worship, but just serve the fellow beings.
Many thanks to all concerned to allow me to write.
LikeLiked by 2 people
Laws of nature Nature itself kone banavya bhai ?!
LikeLiked by 1 person
તમે પહેલાં ઈશ્વર ની વ્યાખ્યા કરો તે સારો છે ખરાબ છે?તે સર્વજ્ઞ છે?તે સર્વશક્તિમાન છે?તે સજીવ છે કે નિર્જીવ?તે લૌકિક છે કે અલૌકિક?તે ભૌતિક નિયમો થી બંધાયેલો છે કે નહિ?તેની વ્યાખ્યા કરો પછી સાબિત કરો.આત્મા વિશે પણ આવું જ છે જીવ નામની પણ કોઈ વસ્તુ નથી.જે કંઈ ઊર્જા છે તે માત્ર ભૌતિક ઊર્જા જ છે ઈશ્વર કે આત્મા નામની કોઈ વસ્તુ નથી.
LikeLiked by 2 people
સુજ્ઞ દિનેશભાઇ તથા વાંચકમિત્રો. ઇશ્ર્વરના અસ્તિત્વ વિશેનો યુગ યુગ જુનો પ્રશ્ર્ન. મારી અલ્પમતિ પ્રમાણે મને એવું લાગે છે કે એ કહેતો હશે કે હે બાળકો, તમારે માટે મે આટલી સરસ દુનિયા બનાવી, પાણી માટે નદીઓ આપી, ઉષ્મા ને પ્રકાશ માટે સુરજ, આરામ માટે ચાંદની રાત ને મનોરંજન માટે તારા ભરેલું આકાશ, સુર્યોદય, સુર્યાસ્ત, વર્ષા મેધધનુષ આવા પ્રકૃતિના અનેક રંગો આપ્યાં. વિશાલ ધરતી આપી ખેડી ખાવા ને ફળફળાદિ ઉગાડો ને તમારા ભાઇભાંડુ જોડે વંહેચી ખાવ ને આનંદ કરો. પણ તમે પ્રમાદી ને પરાવલંબી ને તમારા ભાઇબહેનો કે જે મારાજ સંતાનો છે એને જ હરીફ કે દુશ્મન માનીને એકબીજાને દુઃખ આપવામાં જ મશગુલ છો! પ્રમાદી કેવા કે ખેતર ખેડવાને બદલે કહેશે કે ભગવાન સીધો રોટલાનો જ વરસાદ કરી દે ને. અહી આવીને જાતજાતની અરજી મુકી જશે. પાઇ મુકીને પાવલી ને મુઠી મુકીને મણ માગશે. મારે બદલે ઓલા વચેટીયાને પુજશે. જેમ ઓફિસમાં પટાવાળો પુજાય એમ. મારે આવા ભોગ કે રહેઠાણ ને હીરના ચીરની જરુર નથી. મારા બીજા બાળકો
ભુખ્યા ભટકે છે, ઠંડીમાં થથરે છે. એને માટે કાંઇક કરો જો થાય તો. બાકી મારા નામે આ મહાલયો ચણાવીને પછી રાતદિવસ માગણની જેમ આ આપો ને તે આપો. બસ આપો. નહિતર અમે આત્મ વિલોપન કરશું. થોડાક વેપારી મતિવાળા લાંચ આપશે કે મને આટલુ આપીશ તો તારા આટલા ટકા ભાગ. ખરુ કહું તો આ બધા ત્રાગા ને ભીખારી વૃતિથી ત્રાસી ને હું સંતાઇ ગયો છું. મારા બાળકો આવા નિર્માલ્ય!આટલા સ્વાર્થી! શરમ આવે છે મને મારા સર્જન પર. પણ બાપ કરતા બેટા સવાયા. સાગરમાં સંતાઇ ગયો તો સબમરીન લઇને આવ્યા. ડુંગર પર ચડી ગયો તો ત્યા ય વાહન લઇને પંહોચી ગયા. આકાશમાં સંતાયો તો વિમાન લઇને પાછળ આવ્યા. હવે તો મારે છુપાવાનૂં કોઇ સલામત સ્થળ રહ્યું નથી. હે બાળકો, સદીઓથી તમને મદદ કરી ને આજે હું મદદ માગું છું.
LikeLiked by 1 person
શ્રી દીનેશ પાંચાલનો આ લેખ ગમ્યો. દાખલાઓથી ભરેલો. ચર્ચાને ચોરે આ પ્રશ્ન કેટલીઅે સદીથી ચર્ચાતો આવ્યો છે. ઘર્મ અને વિજ્ઞાન સામ સામે છે……ચર્ચાને ચોરે. જ્યારે અનંત વિશ્વમાં બનતી ઘટનાઓ કેમ બને છે તેના વૈજ્ઞાનિક સત્યો માણસ જાણતો ન્હોતો ત્યારે તે તેની અણસમજને કોઇ અજાણને નામે ચઢાવી દેતો. વિજ્ઞાને આ લેખમાં કહ્યુ છે તેમ, ઘણી ઘટનાઓની પાછળ જે જે નિયમો કાર્યરત છે તેને માનવ જાતીને સમજાવ્યા અને સાબિતિ આપીને સમજાવ્યા. આ વિશ્વમાં…ના…ના…પૃથ્વિ ઉપર…. માણસ જ અેક અેવું પ્રાણિ છે જેનું મગજ કાર્યશીલ છે…ક્રિયેટીવ છે. અને સદીઓ સુઘી ઘર્મના સકંજામાં જકડાયેલાઓ , વિજ્ઞાને આપેલી સાબિતિઓ માનવા તૈયાર નથી.તેમને તો પેલી કુવાવાળી વાત જ પસંદ છે. સમય લેશે…વિજ્ઞાનને સમજવામાં. આજની યુવા પેઢી વિજ્ઞાનના સંશોઘનના સહારે આગળ વઘી રહી છે. નાસા અને બીજી કંપની નામે માર્સ વન…૨૦૨૨ થી લઇને ૨૦૩૨ સુઘીમાં મંગળના ગ્રહ ઉપર માનવ કોલોની બનાવવાની તૈયારીમાં છે. આજના જ્યોતિષિઓને પૂછીઅે કે તે બઘાને મંગળ નડશે કે કેમ અને નડશે તો તેઓનું મંગળ ઉપર ભાવિ શું ? અંઘશ્રઘ્ઘા કે અજ્ઞાનતા આ સવાલો ઉભા કરે છે. વિજ્ઞાનની પ્રગતિ દરેક વિષયોમાં અેટલી તો થઇ છે કે માણસને અેક સબ્જેક્ટના સ્પેશીયાલીસ્ટ બનવું પડે છે તો સામાન્ય માણસને કેટલું નોલેજ હોય ? થોડા વિચારો કામ લાગશે થોડું કાંઇક ચોખ્ખુ જોવા માટે…..
1. As mind clears, the eyes see more.
2. Aristotle said, ” Educating the mind without educating the heart is no education at all.”
3. Your value doesn’t decrease based on someone’s inability to see your worth.
( This applies to Science.)
4. This is to be read with reference to SCIENCE only. ” Never argue with stupid people, they will drag you down to their level and then beat you with experience.”
૨૦૧૮ની સાલ સુઘીમાં માનવ જીવનના લાગતા વળગતા દરેક વિષયમાં વિજ્ઞાને જે પ્રગતિ કરીને સુખ સગવડ કરી આપી છે તેને આજનો માણસ વગર વિચાર કર્યે વાપરીને સુખેથી જીવે છે. વિજ્ઞાને વિશ્વમાં છુપી શક્તિઓને બહાર કાઢીને માનવ સમક્ષ મૂકી છે.
છતાં ઘણા અેવાં મળશે કે તેઓ સવાલોમાંથી જ બહાર નહિ આવે. અને તેઓને ચઢાવવા માટે અેક ગ્રુપ હંમેશા તૈયાર છે કારણકે તેમ કરવામાં તેમનું જીવન રાજાની માફક જીવવા મળે છે.
ચાલુ રાખો ચર્ચા…….જે સમજ્યા છે તેને સમજાવવાની જરુરત નથી. બીજાને તેમના વિચારે જીવવા દો. આવતી પેઢીમાં પોઝીટીવ થીંકિંગ મૂકીઅે.
અમૃત હઝારી..
LikeLiked by 2 people
Some more…….compilations…….
Albert Einstein said, ” Blind belief in authority is the greatest enemy of truth.”
And someone defined, Blind Belief as, ” Belief without true understanding, perception, or discrimination.”
Elenor Rusvelt said, ” Great minds discuss ideas; Average minds discuss events and small minds discuss people.”
Great thought…” Arguing with a fool only proves that there are TWO.”
Nothing changes, until you change, Everything changes, once you change.
&
WONDER rather than DOUBT is the root of all KNOWLEDGE.
Thanks.
Amrut Hazari…
LikeLiked by 2 people
આપણી ઈન્દ્રીઓ ન અનુભવી શકે તેવી શક્તીઓ પણ અસ્તીત્વ ધરાવે છે, માટે ઈન્દ્રીઓ મારફત મેળવેલું ગ્નાન અપુર્ણ જ હોય. દા.ત. અલ્ટ્રાવાયોલૅટ, ઈન્ફ્રારેડ અને ઍક્સ-રે જેવા પ્રકાશના પ્રકારો અસ્તીત્વ ધરાવે છે પણ તેને જોઈ શકાતા નથી. જેમ અદ્રશ્ય પ્રકાશ છે તેમ અશ્રાવ્ય અવાજ પણ હોય છે.
વળી, ઈન્દ્રીઓ મારફત થયેલો અનુભવ એ હમેશ સત્ય જ હોય છે તેમ માનવું પણ બરોબર નથી. સીનેમામાં એક સેકન્ડમાં 24 ચીત્રો પડદા પર પડે છે. આ દરેક ચીત્ર તદ્દન સ્થીર હોવા છતાં તેમાં ગતીનો ભાસ થાય છે. એ જ પ્રમાણે કલાકનો કાંટો સતત ખસતો હોવા છતાં અપણે તેને ખસતો જોઈ શકતા નથી.
હોવું અને અનુભવવું એ બે જુદી બાબતો છે.
LikeLiked by 2 people
સમુદ્રોનાં ઊંડાણમાં જ્યાં સૂર્યનો પ્રકાશ પહોંચતો નથી, જ્યાં આપણે કશું જોઈ શકતા નથી ત્યાં પણ સુંદર રંગોવાળા જળચરો જીવે છે. તેમને આંખો પણ હોય છે જેના વડે તેઓ અદ્રશ્ય પ્રકાશ જુએ છે. તેમને અશ્રાવ્ય અવાજ સંભળાય પણ છે.
“આપણી ઈન્દ્રીઓ ન અનુભવી શકે તેવી શક્તીઓ પણ અસ્તીત્વ ધરાવે છે ” તે ખરું. સાથે સાથે એ પણ વિચારવું અને સમજવું જોઈએ કે આ અને આપણે અનુભવી શકીએ છીએ તે શક્તિઓ મળીને બધી શક્તિઓના સંચાલન, સંકલન અને નિયંત્રણ કરનારી કોઈ સર્વોપરી શક્તિ હોવી જોઈએ. તેને ઈશ્વર કહો કે ના કહો.
” ઈન્દ્રીઓ મારફત થયેલો અનુભવ એ હમેશ સત્ય જ હોય છે તેમ માનવું પણ બરોબર નથી.” તે પણ ખરું. સાથે સાથે એ પણ વિચારવું અને સમજવું જોઈએ કે તર્ક, ગણિત અને ભૌતિક વિજ્ઞાન દ્વારા ના જાણી શકાય તે નથી જ નથી એમ ના માની શકાય. તે ખામી ઈશ્વરની નથી, તર્ક, ગણિત અને ભૌતિક વિજ્ઞાન એ ત્રણની છે. Absence of proof is not he proof of absence.
LikeLiked by 1 person
ઈશ્વર ન દેખાય.
ઈશ્વરની રચના થઈ ત્યારે પૃથ્વી સપાટ હતી અને હવે પૃથ્વી ગોળ દડા જેવી થઈ ગયી છે. સુર્યના વજન અને પ્રમાણમાં પૃથ્વી ટપકું થઈ ગઈ છે.
ઈશ્વર નથી એ ખબર પડી ગઈ છે.
LikeLiked by 2 people
ન દેખાતા ઈશ્વર પાછળની ગાંડી દોટ છોડી સમગ્ર માનવજાતની સુખશાંતી અને સમૃદ્ધીની જ વાત વીચારીએ!
આ લેખના છેલ્લા વાક્યના ઉપરોક્ત શબ્દો ગમ્યા.
ભાઇ, આ ઇશ્વર-ફીશ્વરની બોઘસ થીયરી છોડીએ. ઇશ્વર,ભગવાન,પ્રભુ,માતાજી,ગોડ,અલ્લાહ વિગેરે…વિગેરે… અનેક શબ્દોને આપણી ડેક્શનરીમાંથી દૂર કરીએ. મેં તો ક્યારનોય આવા ઢગલાબંધ શબ્દોનો,તેવી વસ્તુઓનો,તેવી વાતોનો,તેવા તૂતોનો મહાત્યાગ કરી દીધો છે. કાચા રેશનાલીસ્ટ તરફથી પાકા રેશનાલીસ્ટ થવાની સફરમાં આપણે સંસારને છોડવાનો નથી, ધર્મ અને આધ્યાત્મને નામે આપણી ઉપર ચૉટેલો મેંલ સાફ કરતા જવાનું છે. ત્યારે જ એક ઉજળી માનવતા શોભી ઉઠશે. આવુ કરવા હિંમત જોઇશે. કહેવાતા ભગવાન તરફની નફરત વધારતા જવાથી આપણા આત્મવિશ્વાસમાં વધારો થશે.
ફીલ્મોમાં ભગવાનદાદા નામના એક કલાકાર હતા. તેમનુ 1951માં બનેલી અલબેલા ફીલ્મનુ એક ગીત —- ભોલી સુરત દિલ કે ખોટે, નામ બડે ઔર દર્શન છોટે…… દર્શન છોટે….. સાંભળીને બહેકવાની જરુર છે. દિલ ડોલી ઉઠશે, ભગવાનદાદાના ડાન્સથી અને સુંદર મ્યુઝીકથી.
એવા ભગવાન ગમશે. તમને ગમશે ને? યુ-ટ્યુબ પરથી આ ગીત જરૂરથી સાંભળવા અરજ છે.
@ અંધશ્રધ્ધાનો વિરોધી, માનવતાનો પ્રહરી
રોહિત દરજી” કર્મ “, હિંમતનગર
મો. અને વૉટ્સએપ નં- 94267 27698
LikeLiked by 2 people
ઈશ્વર દેખાતો નથી કારણ કે તે એક કલ્પના જ છે, જે આપણા પોતપોતાના મનમાં વસે છે.
તું ઢૂંઢતા હૈ જિસકો બસતીમેં, આકે બનમેં વો સાંવરા સલોના રહેતા હૈ તેરે મનમેં. (યાંત્રિક ફિલ્મનું ગીત)
લોગ ઢૂંઢતે હૈં જિસકો ગુરુઓંકે ચરણોંમેં , વો સાંવરા સલોના રહેતા હૈ ઉનકે હિ મનોંમેં. (આ લખનારની માન્યતા)
કલ્પના છે તેથી નકામી નથી. બધી બાજુથી વિકટ સંજોગોથી ઘેરાયેલી વ્યક્તિ માટે તે ‘ડુબતાનું તરણું’ બની શકે છે.
ગણિતમાં કોઈ પણ સંખ્યાને તેનાથી જ ગુણીએ તો જવાબ હંમેશા ઘન (positive) આવે. તેથી ઋણ (negative ) સંખ્યાઓના વર્ગમૂળ અર્થહીન હોય. છતાં ગણિતમાં -1 નું વર્ગમૂળ વપરાય છે. તેને i (imaginaryનો પહેલો અક્ષર) ની સંજ્ઞા આપવામાં આવે છે. તેનો ઉપયોગ કરીને કેટલીક ગણતરીઓ સરળતાથી કરી શકાય છે. ઈશ્વરના અંગ્રેજી સ્પેલીંગનો પહેલો અક્ષર પણ i છે ને!
પાણી. તેની પૌષ્ટિકતાનું વિશ્લેષણ (Nutrition Facts) કરીએ તો કેવું? ના મળે પ્રોટીન કે ના મળે કાર્બોહાઇડ્રેટ્સ કે એક પણ વિટામિન. તો યે તેના વગર ચાલે? ના તો પાણી વગર ચાલે, ના તો ખોરાક વગર, તેવી જ રીતે ના તો બુદ્ધિ વગર ચાલે, ના તો શ્રદ્ધા વગર. એકલી બુદ્ધિ વાપર્યા કરીએ તો ડીહાઇડ્રેશન થઇ જાય.
વિજ્ઞાન! બધું જ વિજ્ઞાન અને બધા જ વૈજ્ઞાનિકો માનવહિતકારી નથી હોતા. આઇન્સ્ટાઇને પણ વગર ઇરાદે માનવજાતનું ઘણું મોટું અહિત કર્યું છે. ઈ.સ. 1905 માં તેમણે તેમનું જાણીતું સમીકરણ E = mc2 પ્રગટ કર્યું. તેનો શાંતિમય ઉપયોગ કેવી રીતે કરવો તે તેઓએ ક્યારે પણ સૂચવ્યું નહોતું. 2 ઓગસ્ટ 1939 ના દિવસે તેમણે અમેરિકન પ્રેસિડેન્ટ રુઝવેલ્ટને પત્ર લખીને ભલામણ કરી કે અમેરિકાએ જર્મની બનાવે તે પહેલા અણુબોંબ બનાવવો જોઈએ. ત્યાર બાદ બીજા ત્રણ પત્રો લખીને દબાણ પણ કર્યું. પણ તેઓ ‘શાંતિવાદી’ ગણાતા હોવાથી અમેરિકન સરકારે તેમની મદદ વગર જ અણુબોંબ બનાવવાની શરૂઆત કરી. નીલ બોહ્ર (Neil Bohr), ઓપનહાઈમર, રિચાર્ડ ફેઈનમાન વગેરે ‘મહાન’ વૈજ્ઞાનિકોએ તેમાં મદદ કરી. પહેલું અણુવિદ્યુત મથક તો ઠેઠ ઓગણીસસો પચાસના દાયકામાં શરુ થયું. અણુકચરાના નિકાલની સમશ્યા હજુ હલ થઇ નથી. જર્મની વગેરે દેશોએ તેમના અણુવિદ્યુત મથકો બંધ કરવા માંડ્યા છે.
ટૂંકમાં વિજ્ઞાનની સિદ્ધિઓથી અંજાઈ જવાની જરૂર નથી.
LikeLiked by 1 person
I believe that our purpose is to help our people. Rather than debate whether there is a God or not, please consider the following.
Personally, I compare God to the joker in a pack of playing cards. That card is not used in the game of bridge because that game needs a lot of logic to play but not luck once the cards have been dealt. Not everyone can play bridge. I don’t. It is too taxing to my brain. But in other games, the joker card is assigned a value exceeding even the ace of trump. It overrides all other cards. A player who got only the lower value cards would hope, and probably pray, for a joker. Similarly, those of us who have received only low value cards (opportunities) in our lives can, and should, be excused for wishing the help of the joker that God is, just an imaginary arbitrary concept. Why should not we use that concept for benevolent use to prevent its misuse by those who mislead people?
LikeLiked by 1 person