શ્રદ્ધાના શૅરબજારમાં ભગવાનના ભાવ હજી ગગડ્યા નથી!

34

શ્રદ્ધાના શૅરબજારમાં ભગવાનના ભાવ હજી ગગડ્યા નથી!

– દીનેશ પાંચાલ

ચન્દ્રગ્રહણ ક્‍યારે થવાનું છે… વરસાદ ક્‍યારે પડવાનો છે… સમુદ્રી તોફાનોની શક્‍યતા છે કે નહીં તે માણસ જાણી શકે છે. માતાને બાળક કઈ તારીખે જન્‍મશે તે પણ ડૉક્‍ટરો કહી શકે છે. પણ પોતાની ભીતર ધબકતું હૃદયરુપી એન્‍જીન ક્‍યારે બન્ધ પડી જવાનું છે તેની માણસને જાણ થઈ શકતી નથી. પ્રશ્ન થાય છે પ્રખર જ્ઞાની કહેવાતા માણસની એ મર્યાદા કોને આભારી છે? કોની એ કરામત છે કે માણસના આયુષ્‍યના ભાથામાં હજી કેટલાં તીર બાકી રહ્યાં છે તેની એને ખબર પડતી નથી? એક વૃદ્ધ તરેહ તરેહના રોગનો ભોગ બન્‍યો હોવા છતાં 95 વર્ષ સુધી જીવે છે અને એક બાળક જન્‍મ્‍યા બાદ પુરા પાંચ કલાક પણ નહીં એવું કેમ? દરેક ગૅસ સીલીન્‍ડરમાં એક જ સ્‍થળેથી, એક જ કમ્પનીનો, એક સરખો ગૅસ ભરાય છે, છતાં હૃદયનું એક સીલીન્‍ડર 95 વર્ષ સુધી જવાબ આપે છે અને બીજું પાંચ કલાક પણ નહીં એનું કારણ શું? ડૉક્‍ટરો તપાસીને જણાવે છે એના બધાં રીપોર્ટ નોર્મલ હતાં છતાં તે શા માટે મૃત્‍યુ પામ્‍યો તેનો જવાબ ડૉક્‍ટરો પણ આપી શક્‍તાં નથી.

આપણે ત્‍યાં બે પ્રકારના લોકો છે. એક વર્ગ ભગવાનનું નામ આવતાં જ નકારમાં ડોકું ધુણાવીને ઉભો થઈ જાય છે. એવા નાસ્‍તીકો સામે સ્‍વયમ્‌ ભગવાન હાજર થાય તો તેને સ્‍વીકારવાની પણ તેમની તૈયારી હોતી નથી. તેમણે એક પક્ષીય રીતે નક્કી કરી લીધું હોય છે કે ઈશ્વર નથી એટલે નથી જ! એ સંજોગોમાં ઈશ્વરના હોવા અંગેના જડબેસલાક પુરાવાઓ પ્રાપ્‍ત થાય તો પણ તેને તેઓ બુદ્ધીની એરણ પર ચકાસવા તૈયાર હોતા નથી. ઈશ્વર નથી એવું અન્ધાધુન્ધ પ્રચાર્યા બાદ ઈશ્વર કદાચ હોય પણ શકે એમ કહેવું પડે એ વાતને તેઓ તેમનો બૌદ્ધીક પરાજય સમજે છે. અલ્‍પબુદ્ધીના અન્ધશ્રદ્ધાળુઓથી સમાજને જે નુકસાન થઈ શકે છે તેવું જ નુકસાન જડ રૅશનાલીસ્‍ટોથીય થઈ શકે છે.

બીજો વીશાળ વર્ગ આસ્‍તીકોનો છે. તેમનું વૈચારીક વલણ બીલકુલ સામા છેડાનું હોય છે. ઈશ્વરના મામલામાં તેઓ નાસ્‍તીકોથી ચાર ચાસણી ચઢે એવા ઝનુની હોય છે. ઈશ્વર અંગે તેમની પાસે વીચારો કરતાં ઝનુન વીશેષ હોય છે. આ બન્‍ને અન્તીમો વચ્‍ચે એક ત્રીજો વર્ગ અસ્‍તીત્‍વ ધરાવે છે. તેઓ માને છે ઈશ્વર હોય પણ શકે… કદાચ ન પણ હોય; પરન્તુ માણસના જીવન મરણને ઈશ્વરના હોવા ન હોવા સાથે કશો સમ્બન્ધ નથી. માણસ ઈશ્વરને ભજે ન ભજે એ તેના વૈચારીક સ્‍વાતન્ત્ર્યનો મુદ્દો છે; પણ એક આદર્શ માનવી તરીકે ઈમાનદારી અને માનવતાપુર્વક જીવવાનું આસ્‍તીક નાસ્‍તીક બન્‍ને માટે ફરજીયાત છે. આ દુનીયામાં સૌ સુખશાંતીથી જીવી શકે એવા માનવ ઉપયોગી કામો તેણે કરવા જોઈએ. ઈશ્વરભક્‍તી કરતાંય માનવકલ્‍યાણના કામોને તેણે અગ્રીમતા આપવી જોઈએ.

અમારા એક વીદ્વાન મીત્ર કહે છે, ‘ઈશ્વર ન હોવાની સાબીતીઓ કરતાં હોવાની સાબીતીઓનું પ્રમાણ વધારે છે. ઈશ્વર નથી એ માણસનો બૌદ્ધીક મનોવ્‍યાપાર છે. જે કેવળ ચૈત્તસીક છે; પણ ઈશ્વર હોવાનું પ્રમાણ કુદરતની વીશાળ પ્રકૃતીમાં ઠેર ઠેર જોવા મળે છે. કેટલાંક બૌદ્ધીકો એવું પ્રચારે છે કે ‘આ દુનીયા કેવળ એક અકસ્‍માત છે. દુનીયાની સર્વ ઘટનાઓ આકસ્‍મીક રીતે બને છે. બધું જ આકસ્‍મીક રીતે સર્જાય છે અને નાશ પામે છે. તેમાં ઈશ્વર જેવી કોઈ શક્‍તીનો હાથ નથી. બલકે ઈશ્વર જેવી કોઈ શક્‍તી છે જ નહીં!’ આવી વૈચારીક્‍તા થોડા પ્રશ્નો ઉભા કરે છે.

ભગવાનદાસકાકા કહે છે– ‘પૃથ્‍વીના ત્રણ ભાગમાં પાણી અને એક ભાગમાં માનવ વસતી છે. પૃથ્‍વી પાણી સહીત સમગ્ર માનવસૃષ્ટીને લઈને પોતાની ધરી પર તો ફરે જ છે; પણ સુરજની આસપાસ પણ ફરે છે. અને છતાં સુપડું ઉંચુ નીચુ કરવાથી ચોખા એકમેકમાં ભળી જાય છે તેમ પાણી માણસ પર ફરી વળતું નથી, કે માણસ પાણીમાં ફંગોળાઈ જતો નથી. ગુરુત્‍વાકર્ષણ અને એવા બીજા અનેક કુદરતી નીયમો વડે એ શક્‍ય બન્‍યું છે. પ્રશ્ન એ ઉદ્‌ભવે છે કે એ ગુરુત્‍વાકર્ષણ કોણે બનાવ્‍યું… શા માટે બનાવ્‍યું? ગુરુત્‍વાકર્ષણ વીના જે નુકસાન થઈ શકે એમ હતું તે કોને પરવડે એમ ન હતું? માણસ પ્રયોગરુપે પૃથ્‍વીના હજારમાં ભાગ જેટલા નાના સુર્ય અને પૃથ્‍વી બનાવી ત્રણ ભાગમાં પાણી ભરેલી પૃથ્‍વીને સુર્યની આસપાસ ફેરવે તો સફળ થઈ શકે ખરો? જો ન થઈ શકે તો કેમ ન થઈ શકે? પૃથ્‍વી શા માટે પોતાની ધરી પર અને સુરજની આસપાસ પણ ફરે છે? આ બધી વ્‍યવસ્‍થા કોણે અને શા માટે ગોઠવી? સુરજ પ્રકાશે છે તેથી ધરતી પર જીવન ધબકે છે. એ સુરજ કોના હુકમથી સ્‍ટ્રીટ લાઈટની જેમ રોજ ચોક્કસ સમયે પ્રકાશે છે. એક જ મોટા ગોળામાંથી સુર્ય, ચન્દ્ર, તારા વગેરે છુટા પડ્યા હોવા છતાં કોઈ સ્‍વપ્રકાશીત અને કોઈ પરપ્રકાશીત એવું શાથી હોય છે? બ્રહ્માંડમાં સદીઓથી કરોડો ગ્રહો, ઉપગ્રહો નક્ષત્રો અને તારાઓ પરસ્‍પર વચ્‍ચે ચોક્કસ અંતર રાખી ઘુમતા રહે છે. ભાગ્‍યે જ કોઈ તારો બીજા તારા સાથે ટકરાય છે. સરકસમાં પાંચ ખુરશી પર અધ્‍ધર ઉભેલા જોકરને જોઈ આપણે આશ્ચર્યચકીત થઈ જઈએ છીએ; પણ ઉપરવાળાએ બ્રહ્માંડના સરકસમાં આવા ઘણાં કરતબો કર્યા છે. આપણે તેનાથી ખાસ આશ્ચર્ય પામતા નથી.

ભગવાનદાસકાકાની ઉપર્યુક્‍ત પ્રશ્નોત્તરી સાંભળી મનેય એક પ્રશ્ન થયો. માણસને જીવાડવા ઑક્‍સીજન મહત્‍વનો ભાગ ભજવે છે. વૃક્ષ એ ઑક્‍સીજન આપે છે. ભગવાનદાસકાકાની શૈલીમાં કહું તો વૃક્ષ કોના હુકમથી માણસ પર એ મહેરબાની કરે છે? ઍચટુઓ(H2O) અર્થાત્‌ બે ભાગ હાઈડ્રોજન અને એક ભાગ ઑક્‍સીજનના સંયોજનથી પાણી પેદા થઈ શકે એવું માણસે શોધ્‍યું; પરન્તુ તેથી પાણીનું ફક્‍ત રાસાયણીક બન્ધારણ જાણવા મળ્‍યું. એ બન્ધારણ મુજબ વીપુલ માત્રામાં પાણી બનાવી શકાતું નથી. જો એ રીતે પાણી બનાવવાનું સહેલું હોત તો દેશમાં દુષ્‍કાળની સમસ્‍યા હમ્મેશ માટે હલ થઈ શકી હોત! વસ્‍તુતઃ માણસે પાણીનું બન્ધારણ ઍચટુઓ શોધ્‍યું એ માટીનું સફરજન બનાવવા જેવી ઘટના છે. માટીનું સફરજન ખાઈ શકાતું નથી. ખાવા માટે તો ઝાડ પર ઉગેલું અસલી સફરજન જ કામ આવી શકે છે.

એ જ રીતે માણસ લોહી બનાવી શક્‍યો હોત તો આજે પ્રતીદીન હજારો બૉટલ રક્‍તની જરુર પડે છે તે માટે  લોકોને ટહેલ ના નાખવી પડતી હોત? દરદીને કીડનીની જરુર પડે છે ત્‍યારે અન્‍યની કીડનીનો ઉપયોગ કરવામાં આવે છે. માણસે ખુબ પ્રગતી કરી છે; પણ કીડની રીલાયન્‍સની ફેક્‍ટરીમાં બનાવી શકાય એટલી પ્રગતી એ કરી શક્‍યો નથી. માણસ કીડી નથી બનાવી શકતો અને કીડની પણ નથી બનાવી શકતો. એ સામર્થ્‍ય હજી કુદરતના હાથમાં જ અકબન્ધ રહ્યું છે. મેડીકલ સાયન્‍સે ‘પેસમેકર’ (કૃત્રીમ હૃદય) બનાવ્‍યું; પણ દીલ બનાવી શકયું નથી. તે પ્રેમ અનુભવી શકે છે; પણ પ્રેમ અનુભવવાની ક્ષમતા તેનું મૌલીક સર્જન નથી. માણસે કૃત્રીમ આંખો બનાવી પણ ક્‍યારેક બન્ધ આંખે સાત સમન્દર પારના દૃશ્‍યો એને દેખાય છે તેવા દીવ્‍યચક્ષુનું દુરબીન એ નથી બનાવી શક્‍યો. ઈયરફોન બનાવી એ કાનની બહેરાશ દુર કરી શક્‍યો; પણ માણસની મુંગી જબાનને એ વાચા આપી શક્‍યો નથી.

દેહના બધાં અંગોની બેંક માણસે ખોલી છે. રક્‍તબેંક… ચક્ષુબેંક… શુક્રાણુબેંક… વગેરે; પરન્તુ હજી દીલની બેંક ખોલી શકાયી નથી. કોઈના દીલમાં તમારું ખાતું હોય શકે પણ દીલની બેંકો હોતી નથી. માનવજીવનમાં દીલનું અનેરું મહત્ત્‍વ છે. પ્રતીરોજ દીલના સ્‍ટૉકઍક્ષ્ચેંજમાં લાગણીઓના લાખોના ચેકોની ઉથલપાથલ થાય છે. આજે ખુબ કમાવી આપતો શૅર આવતી કાલે કોડીનો થઈ જાય એવું બને છે; પણ માણસના દીલના શૅરબજારમાં ભગવાનના ભાવ હજી ગગડ્યાં નથી. માણસને ભગવાન વીના ચાલ્‍યું નથી અને ચાલશે પણ નહીં. ઈશ્વર સૃષ્ટીનું અવીભાજ્‍ય અંગ છે. તે માણસ માટેનું ચાલક બળ છે. તેના વીના માણસનું જીવવું મુશ્‍કેલ છે. માણસ મરી શકે પણ તેની શ્રદ્ધાના સંવર્ધન ખાતર ભગવાનને મરવાનું પરવડે એમ નથી.

એક બીજો મુદ્દો વીચારવા યોગ્‍ય છે. ઈશ્વરે સૃષ્ટીમાં સર્વ પ્રકારના સુખો અને આનન્દો સર્જ્‍યા; પણ તે સર્વમાં સ્‍ત્રી પુરુષનો પ્રેમ…, સ્‍ત્રી પુરુષનું જાતીય સુખ… એ માનવજીવનનો સર્વોત્તમ આનન્દ છે. એમાં પુરા કદનું ઐશ્વર્ય સમાયું છે. સ્‍ત્રી અને પુરુષ ભેગા મળે એ ઘટના આ મૃત્‍યુલોકના મન્દીરમાં ઈશ્વરની સાચી પ્રાણપ્રતીષ્‍ઠા છે! નીર્જીવ પથ્‍થરમાં શ્રદ્ધાની પ્રાણપ્રતીષ્‍ઠા થતાં મુર્તી જીવન્ત બની જાય છે તેમ સ્‍ત્રીના ગર્ભમાં પુરુષના પ્રેમની પ્રાણપ્રતીષ્‍ઠા થતાં તેમાંથી એક બીજો જીવ આકાર લે છે. કદાચ એથી જ રવીન્‍દ્રનાથ ટાગોરે કહ્યું છે– ‘આ પૃથ્‍વી પર બાળકો જન્‍મે છે ત્‍યાં સુધી ઈશ્વર વીશેની આશા આપણે છોડી દેવા જેવી નથી!’ સ્‍ત્રીપુરુષના સંસર્ગથી માના પેટમાં બાળકની પ્રાણપ્રતીષ્‍ઠા થાય એવી ઘટના હજી આજેય વીજ્ઞાનની પહોંચની બહાર છે. વીજ્ઞાન ટેસ્‍ટટ્યુબ બેબી પેદા કરી શક્‍યું છે તેની ના નહીં; પણ એતો કેવળ સ્‍થળ બદલાયું… વાનગી નહીં! અર્થાત્‌ માણસ ટેસ્‍ટટ્યુબ બનાવી શક્‍યો… બેબી નહીં! બેબી માટે તો એને ઈશ્વરે બનાવેલા ગર્ભાશયની (અને બીજની) જ જરુર પડે છે. એમ કહો કે માણસ પેસમેકર બનાવી શક્‍યો; પણ હૃદય નહીં. પેસમેકર હૃદય જેવું કામ આપી શકતું હોત તો મરી ગયેલા માણસને ફરીથી જીવતો કરી શકાતો હોત!

ઘરમાં નવી વહુ આવે ત્‍યારે સાસુમા તેને ઘરની થોડી ચાવીઓ આપી દે છે; પણ જ્‍યાં સુધી તે સમ્પુર્ણ પાવરધી ના થાય ત્‍યાં સુધી ઘરનો પુરો કારભાર તેના હાથમાં સોંપતી નથી. માનો યા ના માનો પણ કુદરતે કેટલીક ચાવીઓ હજી પોતાના કબજામાં રાખી છે. એ સઘળી ચાવીઓ હસ્‍તગત કરવા માણસે સમ્પુર્ણ પાવરધા બનવાનું હજી બાકી છે.

– દીનેશ પાંચાલ

લેખકમીત્ર શ્રી. દીનેશ પાંચાલનું મુલ્યવાન રૅશનલ પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલીની વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત  395 001 ફોન : (0261) 259 7882/259 2563 ઈમેલ : sahityasangamnjk@gmail.com પાનાં : 126, મુલ્ય : રુપીયા 90/-)માંનો આ 34મો લેખ, પુસ્તકનાં પાન 116થી 1119 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. 

અક્ષરાંકન : ગોવીન્દ મારુ .મેઈલ : govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ : 07/05/2018

23 Comments

  1. શ્રી દીનેશ પાંચાલ લખે છે :

    “માનો યા ના માનો પણ કુદરતે કેટલીક ચાવીઓ હજી પોતાના કબજામાં રાખી છે. એ સઘળી ચાવીઓ હસ્‍તગત કરવા માણસે સમ્પુર્ણ પાવરધા બનવાનું હજી બાકી છે.”

    જે ચાવીઓ હજી કુદરત ના કબજા માં છે, તે ચાવીઓ જ અસલ માં “અલોકિક શક્તિ” છે, જેને આપણે “કુદરતી શક્તિ” ના નામે ઓળખીએ છીએ, અને તે જ “કુદરતી શક્તિ” ને જુદા જુદા ધર્મ વાળાઓ એ જુદા જુદા નામ આપેલ છે.

    Liked by 1 person

  2. આ લેખક કેમ અચાનક કુદરત ની વાત કરવા લાગ્યા. ?

    Liked by 2 people

  3. સુજ્ઞ ગોવિંદભાઇ મારૂ,
    આપની મહેનત એળે જશે.અભિવ્યક્તિ બ્લોગ દ્વારા જાગૃતિનુ અભિયાન નિષ્ફળ જશે. આપે બનાવેલો રેશનાલીઝમનો કીલ્લો કડડભૂસ થશે. વિજ્ઞાન હારશે અને આધ્યાત્મિક્તા/અંધશ્રધ્ધા જીતશે. અભિવ્યક્તિ પરિવાર ફરીથી ભૂવાઓ જોડે જતો થશે. અંધશ્રધ્ધાનો મેલ ફરીથી લપેટાશે. ઇ-મેલને બદલે લોકો ઇ-શ્વરમાં માનતા થશે. મંગળ ગ્રહ ઉપર જવાની તૈયારી કરતો માનવી કંઇક અમંગળ ના થાય તે માટે શુકન જોશે. કંમ્પ્યુટર્સને ભૂલી જશે અને આંખો બંધ કરીને અંતર્ધ્યાન ધરશે. શું શું કહું ????????????????????????
    તદ્દન હંબગ લેખ મૂક્યો છે, આવા લેખ મૂકાશે તો ઉપર લખ્યુ તેવુ થશે અને તેનાથી પણ વધારે અવૈજ્ઞાનિક્તા ફેલાશે.ગુજરાતીમાં એક કહેવત છે” એક સાંધતા તેર તૂટે” , તે મુજબ વિવેકબુધ્ધિવાદ વિકસાવવાનો પ્રયાસ સદંતર નિષ્ફળ જશે. કાચા રેશનાલીસ્ટો પાછા પોતાના માળામાં બેસી જશે અને રામનામની માળા કરતા થઇ જશે.
    લેખક દીનેશ પંચાલ વિશે બનાવેલુ ચિત્ર હવે તૂટી ગયુ છે. દીનેશ પંચાલ ક્યારેય રેશનાલીસ્ટ ના હોઇ શકે. માત્ર ભાષાના રંગીન શબ્દોના વસ્ત્રો પહેરાવી દઇને તૈયાર કરેલ આવો લેખ વાસ્તવિક્તાથી અને વિજ્ઞાનથી જોજનો દૂર છે. આ વિષય પર મારી કોમેંટ લખતો રહુ તો લેખ કરતા કોમેંટ મોટી થશે. શેખચલ્લી જેવા વાહીયાત વિચારો અને કલ્પનાઓ લખીને લેખક રેશનાલીસ્ટોનુ મનોબળ તોડી રહ્યા છે. લેખકનુ આ વાક્ય – માણસ કીડી નથી બનાવી શકતો અને કીડની પણ નથી બનાવી શકતો—- જૂઓ , માત્ર સારુ વાક્ય બનાવવા શબ્દો ગોઠવ્યા હોય તેવુ નથી લાગતુ? અરે ભાઇ, કીડી તો કોઇ બનાવવાની ચીજ છે? સીડી/ડીવીડીના જમાનામાં કીડી બનાવવાની વાતો બીડી સમાન છે. સળગી જાય અને ફેંકી દેવાની.
    આપણા સેલફોનમાં આવતુ સીમ કાર્ડ કે મેમરી કાર્ડ કેટલુ નાનુ છે, પરંતુ તે કેટલો બધો ડેટા સંગ્રહ કરે છે. દીનેશભાઇ તમે કાલે એવુ કહી દેશો કે આવુ ભગવાન સિવાય કોણ કરી શકે? મારા સાહેબો, કાળા માથાના માનવીએ શોધેલું વિજ્ઞાન એ વિજ્ઞાન છે. જરૂરીયાત એ શોધોની જનની છે એ ઉક્તિ મુજબ નવા નવા આવિષ્કાર થાય છે, કરવામાં આવે છે. સ્પેસ સાયંસ,મેડીકલ સાયંસ,એંજિનીયરીંગ જેવા ક્ષેત્રોમાં માનવે ઊંચી ઉડાન ભરી છે અને ભરશે. ઇલેક્ટ્રોનિક્સ ,આઇ.ટી. કે એગ્રીકલ્ચર -કોઇ ક્ષેત્ર બાકી નથી કે જેમાં અદ્ભુત વિકાસ થઇ રહ્યો છે. હા, આ બધુ રીસર્ચ અને ડેવલપમેંટ થકી માણસ જ કરી રહ્યો છે.
    ખરેખર માણસ એક અદભુત પ્રાણી છે. પરંતુ વિજ્ઞાનના બદલે ભગવાન પર ભરોસો કરનાર માણસ પર મને દયા આવે છે. કારણકે એવા માણસોના મગજ હજુ સુધી કેમ વિકસ્યા નથી?
    કહીશ કે રેશનાલીઝમ જે સુષુપ્ત છે તેને આપણે સૌએ સાથે મળીને જગાડવુ પડશે.
    નહીંતર આપણે ” દેવના દીધેલ ” કહેવાશુ!!!!!!!!!!!!!!!!!!!!
    @ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી
    પાક્કો રેશનાલીસ્ટ
    રોહિત દરજી” કર્મ “, હિંમતનગર
    મો.અને વૉટ્સ એપ નં- 94267 27698

    Liked by 3 people

    1. ઈશ્વર માટી બનાવી શકે પણ ઈંટ નહીં.
      ઈશ્વર નદી બનાવી શકે પણ નહેર નહીં.
      ઈશ્વર તળાવ બનાવી શકે પણ કુવો નહીં.
      ઈશ્વર સુરજ સળગાવી શકે પણ ચુલો નહીં.
      ઈશ્વર કાંટા ઉગાડી શકે પણ સૉય નહીં.
      ઈશ્વર ઘઉં ઉગાડી શકે પણ રોટલી નહીં.
      ઈશ્વર રુ ઉગાડી શકે પણ કાપડ નહીં.
      ઈશ્વર ગુફા બનાવી શકે પણ મકાન નહીં.
      ઈશ્વર જંગલ બનાવી શકે પણ બગીચો નહીં.
      જ્યાં ગ્નાન છે ત્યાં ઈશ્વર ઈશ્વર રહી શકતો નથી. ઈશ્વર હમેશાં ગ્નાનની પેલે પાર જ અસ્તીત્વ ધરાવી શકે. તેથી શ્રદ્ધાના શૅરબજારમાં ભગવાનના ભાવ ગગડશે.

      Like

  4. ઈશ્વર માટી બનાવી શકે પણ ઈંટ નહીં.
    ઈશ્વર નદી બનાવી શકે પણ નહેર નહીં.
    ઈશ્વર તળાવ બનાવી શકે પણ કુવો નહીં.
    ઈશ્વર સુરજ સળગાવી શકે પણ ચુલો નહીં.
    ઈશ્વર કાંટા ઉગાડી શકે પણ સૉય નહીં.
    ઈશ્વર ઘઉં ઉગાડી શકે પણ રોટલી નહીં.
    ઈશ્વર રુ ઉગાડી શકે પણ કાપડ નહીં.
    ઈશ્વર ગુફા બનાવી શકે પણ મકાન નહીં.
    ઈશ્વર જંગલ બનાવી શકે પણ બગીચો નહીં.
    જ્યાં ગ્નાન છે ત્યાં ઈશ્વર ઈશ્વર રહી શકતો નથી. ઈશ્વર હમેશાં ગ્નાનની પેલે પાર જ અસ્તીત્વ ધરાવી શકે. તેથી શ્રદ્ધાના શૅરબજારમાં ભગવાનના ભાવ કદીયે ગગડશે નહીં.

    Liked by 2 people

  5. Many times it is hard to understand this author, Dineshbhai Panchal. Some times he writes totally rationalistic ideas and other times,some thing different like the above mentioned article. Where does he stand? Is he a believer or non believer,looks like he prefers to sit on a fence so can jump on either side.I completely agree with the long comment of Rohitbhai above and say that by this kind of articles, many people who in doubt about RATIONALISM and come to this blog to clear their doubts, will be confused. This is a disservice to the cause of Rationalism.
    I congratulate Rohitbhai for expressing his thoughts,openly and boldly in the above comment on this article.

    Liked by 3 people

  6. – હું કોઇ ધર્મ-દેવ-દેવી-ભગવાન-પરમેશ્વર-અલ્લાહ-ઇસુનો વિરોધી નથી (જો કે તેમને સ્વીકારતો નથી એટલે મારી નજરે જેનું અસ્તિત્વ જ ન હોય તેના વિરોધનો કોઇ મતલબ પણ નથી.) પરંતુ મહાન ધર્મ કે પરમેશ્વરના નામે ચાલતા અતિરેક ભર્યા ખયાલો અને જીવન વિશેની જડ માન્યતાઓ પ્રત્યે મને સખત વાંધો છે. (જો કે આમ તો આ મારી અંગત સમસ્યા છે.)

    Liked by 2 people

  7. I cannot understand why Rationalists are not acknowledging NATURAL/INVISIBLE FORCE (KUDRAT), since it is these forces, on which scientists of the world have not acquired control despite immense development in science and technoloogy.

    Could Albert Einstein could stop his own death? Could Stephen Hawking cure his own serious decease? NO. ABSOLUTELY NO. Because these greatest of greatest scientists were helpless against NATURAL/INVISIBLE FORCE (KUDRAT).

    Human being will never be able to understand the truth, fact and secret of these NATURAL/INVISIBLE FORCE (KUDRAT).

    I believe Shree Dinesh Panchal has very correctly written the facts.

    Every Rationalist has to acknowledge that there exists NATURAL/INVISIBLE FORCE (KUDRAT), which controls whole Universe i.e. BRAHBHAAND under set rules and regulations.

    Liked by 1 person

  8. ‘સુખી થવું હોય તો મન્દીરો, મસ્જીદો, ચર્ચો અને ગુરુદ્વારાઓને બદલે જાજરુ–મુતરડીઓ, દવાખાના–હૉસ્પીટલો, જળાશયો, રસ્તાઓ, પુલો, રેલવે, શાળાઓ, કૉલેજો વગેરે બાંધો. જે મન્દીરો છે એને પણ શીક્ષણ અને આરોગ્યધામોમાં બદલી નાખો. ભગવાનનું ભુત અને ધર્મનો નશો ઉતરી જતાં રીદ્ધી, સીદ્ધી, સમજણ અને સમૃદ્ધીનો માર્ગ મોકળો થશે.’

    Liked by 3 people

  9. શ્રઘ્ઘાના શેરબજારમાં ભગવાનના ભાવ હજી ગગડયા લાગતાં નથી.
    શ્રઘ્ઘા. શેરબજાર. ભાવ. ભગવાન.
    ચારે શબ્દો ખોટી જગ્યાઅે ખોટી સમજ ઉપજાવનારા છે જે ‘અભિવ્યક્તિ‘ ને છાજે તેવા સંયોગમાં નથી.
    મોટે ભાગના માનવોમાં, ‘શ્રઘ્ઘા‘ , અંઘશ્રઘ્ઘામાં હોય છે.
    લેખ, કોઇપણ ચર્ચા કરવા માટે યોગ્ય નથી દેખાતો.
    અમૃત હઝારી.

    Liked by 2 people

  10. ઈશ્વરના નામે ધતીંગો અને પાખંડો ચાલે છે તેમનો વિરોધ કરવો તે એક વાત છે અને સમજ્યા મુક્યા વગર ઈશ્વર નથી જ નથી એવો આગ્રહ રાખવો તે કાંઈ રેશનાલીઝમ નથી. ધર્માત્માઓના પાખંડી ધતીંગોનો વિરોધ કરવા જતાં વિવેકભાન ચૂકાઈ ના જવું જોઈએ. We should not throw away the baby along with the bath water.
    ઈ.સ. 1922 થી 1911 સુધી સોવિયેટ સંઘે નિરીશ્વરવાદ ચલાવ્યો. તેના 69 વરસો દરમ્યાન ઘણી પેઢીઓ જન્મી અને ગળથુથીમાંથી નિરીશ્વરવાદમાં ઉછરી. છતાં તે સંઘનો અંત થયો કે તરત જ ધર્મ પુનર્જીવિત થયો. કારણ? માણસજાતને ઈશ્વર વગર ચાલે તેમ નથી.
    આલ્ડસ હક્ષલીએ લખ્યું છે, “Religion is the price that the mankind has to pay for being intelligent but not sufficiently so.”
    આપ સૌ ખુબ બુદ્ધિશાળી છો. પણ તેથી બીજા બધાએ આપના જેટલા બુદ્ધિશાળી થવું જ જોઈએ તેવો આગ્રહ રાખવો તેમાં જ રેશનાલિઝમની ઇતિશ્રી નથી આવી જતી. માનવસ્વભાવની જરૂરિયાતો પણ સમજવી જોઈએ. ઈશ્વરમાં માનવું તે માનવજાતની નબળાઈ ગણો તો તે. અથવા થોડો વિધાયક અભિગમ રાખીએ તો તેને ખાસિયત પણ ગણી શકાય.
    વિજ્ઞાન એક સાધન છે, સાધ્ય નથી તેટલું યાદ રાખવું જોઈએ. કુદરતના પરિબળો ક્યારે, ક્યાં, કેવી રીતે કામ કરે છે તે સમજવા માટે વિજ્ઞાન જરૂરી છે. ઇશ્વર છે કે નહિ તે નક્કી કરવાનું કામ વિજ્ઞાનનું નથી. ઈશ્વર છે એમ કહેવાનો પણ તેને અધિકાર નથી. વિજ્ઞાનની પ્રક્રિયાઓના સંચાલન, સંકલન અને નિયંત્રણ કરવા વાળી સર્વોપરી શક્તિ હોવી જોઈએ. તે ઈશ્વર.
    કેટલીક કુદરતી પ્રક્રિયાઓ નિશ્ચિતાત્માક (deterministic) હોવાને બદલે સંભાવનાત્મક (probabilistic) હોય છે. કયારે કેટલો વરસાદ પડશે તે ચોક્કસ ના કહી શકાય પણ તેની શક્યતા ટકાવારીમાં દર્શાવાય. કોઈ રોગી કેટલા દિવસ જીવશે તે પણ સંભાવના દેવી (Goddess Probability) નક્કી કરે, ડોક્ટરો નહીં. સ્ટેફાન હૉકિંગ કે જેમને જીવવા માટે ડોક્ટરોએ ત્રણ વર્ષની આગાહી કરેલી તે બીજા પંચાવન વરસ જીવ્યા. સંભાવના દેવીની ઉપરવટ જઈને બીજા બેપાંચ વર્ષ જીવાય. જેણે બાવન વર્ષ સુધી જીવાડ્યા તે તત્વને અમે ડોબાઓ ઈશ્વર કહીએ છીએ. શાણપણના અભાવે તેઓ નિરીશ્વરવાદી બન્યા હતા. પણ એમ ના વિચાર્યું કે કેટલા બધા લોકોએ તેમને નિસ્વાર્થભાવે મદદ કરી તે ઈશ્વરની નહિ તો બીજા કોની પ્રેરણાથી હશે?
    કાટમાળમાં દટાયેલું નાનું બાળક દિવસો પછી જીવતું મળી આવે તો તે ઈશ્વરનો પ્રભાવ કેમ ના મનાય? આવા તો ઘણા પ્રસંગો જાણવામાં આવે છે. તે બધાને અવગણવામાં રેશનાલીઝમ નથી.

    Liked by 1 person

  11. રેશનાલીઝમ એટલે શું? ફેનેટિઝમનું બીજું નામ? રેશ્નાલિઝમનો હેતુ શો? બસ, રેશનાલિઝમ શબ્દનું રટણ કર્યા કરવાનું અને આપણે વીસેક જણાઓએ અંદર અંદર મતભેદો લખ્યા કરવાના?

    Liked by 1 person

    1. રેશનાલીશમ એ એવો વિવેક બુદ્ધિ વાદ છે કે જે વાસ્તવિક જગત ને એના કાર્યકારણ વાદ પ્રમાણે જુએ છે અને એ પ્રમાણે ની ન હોય તેવી કલ્પનાઓ કે ખોટા તર્કો નો અસ્વીકાર કરે છે માત્ર એટલા માં સીમિત ના રહેતા એ નીતિમત્તા ની તરાહ સ્થાપે છે જેનો ઉદ્દેશ્ય માનવ જીવન ની સમાનતા સ્વતંત્રતા અને સુખાકારી છે

      Liked by 2 people

  12. શેર બજાર અને ભાવ…. સટોડીયો ઓછી મહેનતે બીજાના ભોગે રુપીયા કમાવવાની પ્રવૃત્તી કરે છે. માનવ જંગલમાં ભટકતો હતો અને ઝાડ ઉપરથી નીચે ઉતરી બે પગે ચાલવા લાગ્યો. પછી ખેતી કરવા લાગ્યો અને સમુહમાં રહેવા લાગ્યો.

    સંગ્રહખોરી કરી સટ્ટો રમવાનું શરુ થયું. લેભાગુઓએ ભગવાનની રચના કરી. આ ભગવાન કે શેતાન રચના એક જ સમજવું.

    મુઠ મારવી, યજ્ઞ કે હોમ હવન કરી બીજા કરતાં પોતે વધુ માંગવું આ બધી ભગવાન કે શેતાનની પ્રવૃત્તી છે. તુત શરુ થયું. ભગવદ ગીતામાં તો વર્ણવ્યવસ્થા વીશે પણ ઉલ્લેખ છે. રાજકરણીઓને દોડવા માટે ઢાળ મળી ગયો અને રથા યાત્રા કે  રામ મંદીર કે એવા તુત થી સતા આવવા લાગી.

    ધંધો ચાલવા લાગ્યો અને સટોડીયા ફાવવા લાગ્યા.

    દેશમાં સ્વચ્છતા અભીયાન શરુ થયું પણ રસ્તામાં કે બસ રેલ્વેની બારીમાંથી થુંકવાનું ચાલુ રહ્યું એના જેવું.

    Liked by 1 person

  13. હું દિનેશ ભાઈ પંચાલ ને કહીશ કે તમે બાબાસાહેબ લિખિત બુદ્ધ અને તેમનો ધમ્મ પુસ્તક વાંચો અને કબીર સાહેબ ના પારખ સિદ્ધાંત પર નું પૂરણ સાહેબ રચિત ત્રીજા પુસ્તક અને રમરહસ સાહેબ લિખિત પંચ ગ્રંથિ સદગ્રંથ વાંચો

    Liked by 2 people

  14. એક સુધારો. “હૃદયનું એક સીલીન્‍ડર 95 વર્ષ”! હૃદય એક સીલીન્‍ડર નહીં પણ “પમ્પ” છે.

    Liked by 1 person

  15. લેખકમીત્ર શ્રી. દીનેશ પાંચાલનું મુલ્યવાન રૅશનલ પુસ્તક ‘ચાલો, આ રીતે વીચારીએ’ .
    આ પુસ્તકમાંથી આ લેખ મૂકાયો છે. આ પુસ્તક ક્યારેય – રેશનલ પુસ્તક કહી શકાય નહીં.
    શોરૂમ જોયા પછી ગોડાઉન કેવુ હશે એ તો ખબર પડે જ ને!!!!!

    Liked by 1 person

Leave a reply to Rashmikant C Desai Cancel reply