મન્ત્ર–યન્ત્ર–તન્ત્રનું અવીજ્ઞાન

1

પ્રાસ્તાવીક

–ડૉ. બી.એ. પરીખ

મન્ત્ર, યન્ત્ર, તન્ત્રને લોકબોલીમાં મન્તર, જન્તર, તન્તર કહેવામાં આવે છે. વીશ્વના દરેક પ્રકારના ધર્મ તેમ જ સમ્પ્રદાયોમાં તેમ જ જેમનો કોઈ સ્પષ્ટ ધર્મ નથી એવી આદીમ જાતી(Primitive Tribe)માં પણ એક યા બીજા રુપમાં મન્તર, જન્તરની પ્રણાલીકાઓ પ્રવર્તે છે. આપણા હીન્દુ ધર્મમાં તો એવી ઘણી કથાઓ છે જે પ્રતીપાદીત કરે છે કે જન્તર, મન્તર, જપ–જાપનો ઘણો મહીમા અને પ્રતાપ છે. દા.ત. રામાયણમાં વાલીયા લુંટારાને નારદ મુનીએ ‘રામ’ના મન્ત્રનો જાપ કરવાનું કહ્યું અને વર્ષોના રામમન્ત્રના જપ–તપથી વાલીયો લુંટારુ વાલ્મીકી ઋષી બની ગયો. અને રામાયણની કથા આલેખી. જપ–તપ કરવાથી સીદ્ધી પ્રાપ્ત કરવાની, ધાર્યું ફળ મેળવવાની ઘણી કથાઓ છે.

હીન્દુ ધર્મમાં તો દરેક દેવ, દેવી, ગ્રહો અને માતાજીઓના પાઠ કરવાના મન્ત્રો છે. તેમની પુજા–અર્ચના કેવી રીતે કરવી તેનાં તન્ત્રો, વીધી–વીધાનો છે. શ્રી કૃષ્ણ શરણમ્ મમ કે ગાયત્રી મન્ત્રની રોજ માળાઓ ફેરવવાનો, ‘ગીતાપાઠ’ કરવાનો નીયમ ઘણા ચુસ્તપણે પાળે છે. આપણા સાધુ, બાપુ–બાવાઓ મન્ત્ર ભણીને, પાણીને ‘પવીત્ર’ જળ બનાવી શકે છે. આ અભીમન્ત્રીત જળ હવે સાદું પાણી રહેતું નથી એ જળ જાતજાતની શારીરીક, વ્યાવહારીક મુશ્કેલીઓ, તકલીફો માટેનો અક્સીર ઈલાજ છે. આ અભીમન્ત્રીત જળના આચમનથી ભલભલા ‘રોગ’ દુર થઈ જાય છે. નાણાકીય આફતો ટળે છે. આ મન્ત્ર, તન્ત્ર કેવળ હીન્દુ ધર્મમાં જ પ્રવર્તમાન રુઢી છે એવું નથી. જૈન ધર્મના અનુયાયીઓ હમ્મેશાં ધ્યાન રાખે છે કે, તેમના નીવાસસ્થાન જૈન દેરાસરની નજીકમાં જ હોય, રોજ સવારે માત્ર એક સફેદ ઉપરણું પહેરીને પુજા, મન્ત્ર જાપ કરવા જવાનો નીયમ. બૌદ્ધ સાધુઓ સતત ‘બુદ્ધમ શરણમ્ ગચ્છામી’નો મન્ત્ર પઢતા રહે છે. આવો કોઈને કોઈ જાપ મન્ત્રનો કર્મકાંડ ખ્રીસ્તી, ઈસ્લામ, શીખ દરેકે દરેક ધર્મમાં તેમ જ તેમાંથી પ્રગટેલા સામ્પ્રદાયીક ફાંટાઓમાં છે જ. સામાન્યત: આ જાપ તો ઈશ્વર, અલ્લાહ, ગૉડની પ્રાર્થના–પુજા રુપે, તેમની મહેરબાની આશીર્વાદ મેળવવા તેમ જ આ ભગવાન આપણને આપત્તીઓમાંથી ઉગારે, સુખ, સમ્પત્તી આપે તે માટે હોય છે; પરન્તુ આપણે આગળ જોઈશું કે આ મન્ત્ર–તન્ત્રનો ઉપયોગ દુશ્મનનું કાસળ કાઢવા, કોઈનું અનીષ્ટ કરવા, કૉર્ટ કચેરીના કેસ જીતવા માટે પણ કરવામાં આવે છે.

આ મન્ત્ર, યન્ત્ર, તન્ત્ર ત્રણેય રચનાઓ એક બીજા સાથે અંતર્ગત રીતે સંકળાયેલી છે. યન્ત્ર કે તન્ત્ર, જન્તર–તન્તર કરવા માટેના દરેક કર્મકાંડમાં કોઈને કોઈ પ્રકારના મન્ત્રો તો સંકળાયેલા હોય છે.

આ મન્ત્ર, યન્ત્ર, તન્ત્રની વ્યવસ્થા, રચનાનું તેમાં રહેલા વૈવીધ્યનું વીવરણ સમજુતી આપી; પછી આ રીતે મન્ત્ર–તન્ત્રથી ખરેખર કોઈ કાર્યસીદ્ધી પ્રાપ્ત થતી જ નથી એ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આ મન્ત્ર–તન્ત્ર દ્વારા આપણી પરીસ્થીતી, અન્ય વ્યક્તીઓ તેમ જ સમસ્યાઓ ઉપર કંઈ અસર કરી ઉપજાવી શકાતી નથી જ. આજના યુગમાં આપણે સૌ આપણા વ્યવસાય–કામગીરીમાં બહુ વ્યસ્ત હોઈએ છીએ એટલે આ મન્ત્ર–તન્ત્રની ઝંઝટ જાતે કરવાનો સમય ન હોય અને તેથી આ કર્મકાંડ નાણાં આપીને ખાસ બ્રાહ્મણ–પુજારીઓ દ્વારા કરાવવાની વ્યવસ્થા પણ વીકસી છે. પ્રશ્ન એ પણ ઉપજે છે કે માણસે પોતાની સમસ્યા ઉકેલવા માટે જાતે જ પ્રયત્નો કરવાના હોય કે તેના બદલે તે બીજા પાસે કરાવે તો પરીણામ આવે ખરું?

વળી, નાણાં આપી ભાડે રોકેલા આ પુજારીઓ તમારા વતી મન્ત્ર–પુજા ખરેખર કરે છે ખરા? પુજારીને ખરેખર પુછશો, તપાસશો તો જાણવા મળશે કે તેઓ કશું કરતા જ નથી. શા માટે કરે?

આપણા તમામ ધર્મના ગ્રંથોમાં મન્ત્ર–તન્ત્ર, તપ, પાઠ, પુજા દ્વારા સમસ્યા ઉકેલ મેળવવા આપત્તી કટોકટીમાંથી હેમખેમ બહાર નીકળી ગયાના, વરદાન મળવાની કથાઓ છે. એટલે કોઈને પણ તેની સમસ્યા ઉકેલ માટે આ મન્ત્ર–તન્ત્ર કરવાની સલાહ આપવામાં આવે છે. ઘણા માણસો તેમની સમસ્યોથી એવા ઘેરાયેલા હોય છે કે તેમને તેમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય, રસ્તો સુઝતો નથી. ત્યારે ‘લાગ્યું તો તીર; નહીં તો તુક્કો’, આમ કરવામાં શું નુકસાન છે? એમ વીચારી મન્ત્ર–તન્ત્રનો ઉપાય અજમાવે છે. મન્ત્ર–તન્ત્રના માળખામાં સપડાઈને ઘણા માણસો ખુવાર થાય છે, છેતરાય છે, મુર્ખ બનાવાય છે. એવા અનુભવો થવા છતાં પણ મન્ત્ર–તન્ત્રનો ઉપયોગ અટકતો કે ઘટતો નથી. એવું નથી કે માત્ર અભણ, ઓછી બુદ્ધીવાળા, ગરીબ, ગ્રામીણ, સ્ત્રી–પુરુષો જ આ મન્ત્ર–તન્ત્રના કારસ્તાનમાં જોડાય છે. વાસ્તવમાં તે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર તમામ પ્રકાર, વર્ગ કોટીના માણસો જોડાય છે.

અત્રે આ મન્ત્ર–યન્ત્ર–તન્ત્રનું માળખું શું છે, તે શાથી, કેવી રીતે અમલમાં આવ્યું અને હજી ચાલુ રહ્યું છે, તેમ જ તેનાથી પરીણામો, સફળતા, કાર્યસીદ્ધી મળવાની જે વાતો, કથાઓ છે તેમાં ખરેખર શું, કેટલું તથ્ય છે વગેરેનું વીવરણ, વીશ્લેષણ કરી મન્ત્ર–યન્ત્ર–તન્ત્રની નીરર્થકતા, અવૈજ્ઞાનીકતા સમજાવવાનો આ પુસ્તીકામાં પ્રયાસ કર્યો છે. આપણામાં સાદી સમજ છે કે હોજમાં તરવું હોય તો હોજમાં કુદકો મારી પડવું જ પડે. તરવાનો મન્ત્ર કે તરવાની રીતનું રટણ કરવાથી ‘તરતાં’ ન આવડે. નાણાં કમાવા હોય તો કામ–મહેનત કરવી જ પડે. નાણાનો મન્ત્ર બોલવાથી કે લક્ષ્મીની પુજા, તન્ત્ર કરવાથી નાણાં વરસતાં નથી જ. આતંકવાદીને દુર કરવો હોય તો એને માટે ‘મારણમન્ત્ર’ બોલવાથી કે કાળો જાદુ, ટુચકો કરવાથી તેનો વાળ પણ વાંકો ન થાય. બાળકની માંદગી તેની નજર ઉતારવાથી ન મટે; તબીબી ઉપચાર જ કરવા પડે. આમ ભલે, આપણે આપણી ધર્મ, સંસ્કૃતી અનુસાર મન્ત્ર, તન્ત્ર, યન્ત્ર કરીએ; પરન્તુ તેથી કોઈ કાર્ય સફળ થાય જ નહીં. આ સમજાવવાનો પ્રયાસ આ પુસ્તીકામાં કર્યો છે તે સમજો અને જાત મહેનત કરો.

–ડૉ. બી.એ. પરીખ

ડૉ. બી. એ. પરીખ(મનોવીજ્ઞાનના આ અધ્યાપકે, પ્રૉફેસર, પી. જી. ટીચર, એમ. ટી. બી.  કૉલેજ ઓફ આર્ટ્સના પ્રીન્સીપાલ, વીનયન વીદ્યાશાખાના અધ્યક્ષ, સીન્ડીકેટ સભ્ય અને વીર નર્મદ દક્ષીણ ગુજરાત યુનીવર્સીટીના કુલપતી તરીકે સેવાઓ આપી છે. સત્યશોધક સભા, સુરતની સ્થાપના તેમણે કરી હતી અને હાલ તેના પેટ્રન સભ્ય છે.)ની મનોવીજ્ઞાનીક સુઝ ધરાવતી આ રોચક પુસ્તીકા ‘મન્ત્રયન્ત્રતન્ત્રનું અવીજ્ઞાન’ પ્રકાશીત થઈ છે. (પ્રકાશક : સાહીત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત – 395 001 ફોન નંબર : (0261) 259 7882/ 259 2563  પૃષ્ઠ : 48, મુલ્ય : રુપીયા 50/-)માંથી લેખકના અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક :

ડૉ. બી.એ. પરીખ, 154, સર્જન સોસાયટી, પાર્લે પોઈન્ટ, સુરત–395 007 સેલફોન : 99241 25201 ઈ–મેઈલ : bhanuprasadparikh@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ :  govindmaru@gmail.com

પુસ્તક સૌજન્ય અને પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ :  18/05/2018

16 Comments

  1. It is a very good article. Hard work and honesty in life bring good success in life.
    Thanks to author for this article.

    Pradeep H. Desai
    USA

    Liked by 2 people

  2. માથું દુખતું હોય અને ડોકટર ઍસ્પ્રીન ખાવાની સલાહ આપે, તો ઍસ્પ્રીનનું ૧,૫૦૦ વાર રટણ કરવાથી માથાનું દર્દ દૂર નથી થતું.

    પરીક્ષામાં પાસ થવું હોય, તો વિધ્યાર્થીને ૨૧,૦૦૦ વાર ફલાણા મંત્રનું પઠન – જાપ (મન્ત્ર–તન્ત્ર) કરવાની સલાહ આપવામાં આવે છે. (મુસ્લિમ ધર્મમાં આ ક્રિયાને “વઝીફો” કહેવામાં આવે છે). પુરી રાત ૨૧,૦૦૦ વાર અડધી રાત કે પરોઢ સુધી પઠન – જાપ કરવાથી વિદ્યાર્થીની પરીક્ષાના હૉલમાં કેવી દશા હશે ???

    આ છે મંત્ર, તંત્ર (વઝીફા) નું ધતિન્ગ કે તૂત!

    Liked by 2 people

    1. ૨૧૦૦૦ મંત્ર -તંત્રના જાપને બદલે વિદ્યાર્થી રાત્રે જે તે વિષયનો અભ્યાસ કરે તો જરૂર સફળ થાય.
      પણ એવી સાચી સલાહ કોણ આપે??!!

      Liked by 2 people

  3. Parikh saheb,
    ચાહે સર ફૂટે યા માથા, મૈ તો મંત્ર તંત્રકા ચિંતન કરુંગા. આવી ભ્રામક અંધ શ્રદ્ધામાં અનેક લોકો ડૂબી ગયા છે. ભણેલા ગણેલા લોકો પણ આવી નક્કામી ધાગા દોરાની લાયમાં બરબાદ થચી ગયા છે એ હકીકત છે.. આપના કર્મની સજા આ ભવમાજ મળશે. ઈશ્વરને માનતા હો તો લાભની આશાએ માનવું એટલે સમયની બરબાદી છે.
    ધન્યવાદ પરીખ સાહેબ.
    જય જીનેન્દ્ર.

    Liked by 2 people

  4. Looks like a good beginning of an interesting booklet by Prof. B.A. Parikh Saheb. This preface is itself interesting and fore telling of what is to come out further in the book. Will be eagerly waiting every Monday for further reading.
    Only regret is this kind of literature should be widely publicised and distributed to common people who need it, but via this blog it circulates only among a few rationalistic minded people who read this blog.Other problem is that I am in US and how to get this book and other of this kind ,to read and circulate among friends? With sincere appreciation and thanks.

    Liked by 2 people

  5. મંત્રજાપ અંગે કોઈક એવી દલીલ પણ કરે કે એટલા સમય પુરતું તો મન ફાલતું વીચારોથી અળગું રહે છે. પણ એટલો સમય સુવીચારોમાં પસાર કરવાથી કંઈક લાભ થઈ શકે કે નહીં? વળી કેટલાક લોકો મનના શરીર પર થતા પ્રભાવને કારણે રોગમુક્તી થઈ શકે એવી દલીલ પણ કદાચ કરતા હોય છે. જો કે ખરેખર એ રોગ માનસીક હોય તો. પણ આ બાબતો અંગે કોઈ સંશોધન કરવામાં આવ્યું હોય તો તેની મને ખબર નથી.
    પણ મંત્રો વડે અન્ય પર પ્રભાવ પડી શકે એમ માનવું તો નરી મુર્ખતા જ ગણાય. અને બીજાનું બુરું ઈચ્છનારનું પ્રથમ તો પોતાનું બુરું થવાની શક્યતા વધુ છે, કેમ કે જેના મનમાં બુરાઈ હોય તે જ બીજાનું બુરું ઈચ્છશે ને?

    Liked by 2 people

  6. સરસ. પરીખ સાહેબે આમ જનતાની આંખ ખોલવાનો સરસ પ્રયત્ન કર્યો હોય તેવું લાગે છે. આ તો પરિચય પાઠ છે. આગે આગે ક્યા આતા હૈ વો દેખતે રહીઅે….સરસ મનને સમજાવતા લેખો જ હશે. હવે મારા વિચારો……ભારતથી અમેરિકા આવતાં ઇમીગ્રન્ટોને મારે અેક સલાહ આપવી છે…..તમારી પાસે હાય અેજ્યુકેશન નહિ હોય તો અમેરિકામાં જીવન કેમ વિતાવશોની ચિંતા કરવા વગર આ સલાહ માનીને અેક મંદિરના પુજારી બનીને આવજો…બને તો જ્યોતિષ કે વાસ્તુશાસ્ત્રના જાણકાર છીઅે અેવા પ્રિટેન્ડમાં આવજો. ભલભલા તમારા આંગણે આવીને તમને પગે લાગીને તેમને ઘરે પૂજા પાઠ કરાવવા લઇ જશે….હાં ભલ ભલા…..તમારી ઇનકમ ટેક્ષ ફ્રી બનેલી હશે. અહિં તો અેક ડોક્ટર સાંઇ સેન્ટર ચલાવે છે. તેમના અેક પૂજારીઅે છુટા થઇને પોતાનું ઘીકતી કમાણી કરતું બીજું સેન્ટર ખોલ્યુ છે. સેન્ટર …મંદિર નહિ….કથા કરતાં આવડતું હોય તો તે પણ ચાલે. ઇજનેર કે ડોક્ટર બનીને આવશો તો અહિની પરીક્ષા પાસ કરવા વિના જોબ નહિ મળે. ઇન્ડીઆમાં તો પુજારી, તાત્રિક, જ્યોતિષનો ઘંઘો ખૂબ ચાલે જ છે. જો જીવ બચાવીને જીવવું હોય તો પાણીના પ્રવાહની સાથે તરજો….સામે નહિ……

    તિલક કરતાં ત્રેપન થયાં, જપમાળાનાં નાકા ગયા, કથા સૂણી ફૂટયા કાન, અખા તોઅે ના આવ્યું બ્રહ્મજ્ઞાન.

    અેક મુરખને અેવી ટેવ, પત્થર અેટલાં પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન, અે અખા વઘુ ઉત્પાત, ઘણા પરમેશ્વર અે ક્યાંની વાત ?

    સાથે સાથે સ્વ, નાનુભાઇ નાયકને માટે હૃદયની પ્રાર્થના…શાંતિ…શાંતિં…..શાંતિ….

    અમૃત હઝારી.

    Liked by 2 people

    1. I am very glad that there is an instant and unprovoked appreciative response from several readers. It is a very hopeful situation. My request to these and others is that please make your efforts to educate your children and others to cultivate Scientific Temper. I have written several such monographs on various topics and issues of Science and Rationalism. I wish you get the copies and read them These books are written in Gujarati.
      For example: (1) Science and Supernatural events (2) Adhyatma -a scientific analysis (3) Atma , Punjanma and theory of Karma.(4) Against Astrology (5) Against Vastushastra (6)Darwin-Theory of Evolution and the Descent of Man (7) Bhutne Bhagado (8) Understand the superstitions (9) Rogo of body as well as of mind (10) Wrong, unscientific beliefs about the growtrh and development of Body (11) History of Science (12) The face of Atankvad in India etc B.A.Parikh

      Liked by 2 people

  7. My book on Bharatmo Vigan = Science in India is the press. Recently there are foolish claims that whatever scientific technology is to day all these were in our old Bharat.
    B.A.Parikh

    Liked by 2 people

  8. first our RIP to Nanubhai Naik and condolences to his family and friends..
    and liked very much first artical of Dr. B.A.Parikh – all have positively commented– still we all do some or other mantra- and other ritual time to time- but its time to awake.

    Liked by 1 person

  9. પરીખસાહેબ,
    તમારો લેખ મનનીય છે જો કોઇ વાંચીને સમજવા કે અનુસરવા પ્રયત્ન કરે. મુળ તો આપણે પરંપરામાં માનનાર પ્રજા છીએ. આપણા પુજ્ય ને મહત્વના પાત્રો બધા જ મંત્ર, તંત્ર, તપ, યજ્ઞયાગ ને વરદાનથી પેદા થયેલા છે. એટલે જરાક મગજને તકલીફ પડે કે વિચારવાનુ બાજુમાં રાખી આપણે તરત દોરાધાગા, મંત્ર, માંદળીયાને એને માટે કોઇ પણ ભગવાધારી યુનિફોર્મને ટીલાટપકાના મેકપવાળા બાબા કે સંતને ચરણે દોડીએ છીએને કેટલીક વખત તો આજીજીને પ્રાર્થનાને રોકકળથી એમને કાંઇક ચમત્કાર કરવા મજબુર કરીએ. એટલે વાંક માત્ર આવા બાબાઓનો જ નથી. મન વચન ને કર્મથી પ્રમાદી, લાલચું લોકોથી થાકી છેવટે એ આશીષ આપી દે. બાકી સારુનરસુ બનવું એ જે તે માણસના કર્મ પર આધારીત છે.એ તો એ પણ જાણે છે. વિચાર કરીએ તો આવા ચમત્કારી પુરુષોને પોતાના અંત સમયે જે શારીરિક વેદના ભોગવવી પડે છે તો એ બીજા માટે શું કરી શકે જે પોતાના દુઃખ દુર કરી શકતા નથી. રહી વાત આપણી પ્રાચીન સિધ્ધીની બડાઇની. તો આપણા સંતો જે હવાઇ જહાજમાં ફરે છે, માઇકનો, ફોનનો ને કોમ્પયુટરનો ઉપયોગ કરે છે. એ પુષ્પક વિમાન, સંજયદ્રષ્ટિ કે આકાશવાણીનો પ્રતાપ નથી પણ રાઇટબ્રધર્સ ને એવા વિચારકોની મહેનતનું પરિણામ છે. બીજી બધી વાત છોડો. આપણી એકદમ પાયાની જરુરિયાત જે દુનિયાની પછાત ગણાતી જાતિઓએ પણ વ્યવસ્થિત વસાવી છે એ સંડાસ ને જાજરુ કે બાથરુમની માટે કેમ કોઇએ વિચાર કર્યો નથી. આખી દુનિયામાં આ મુદા પર આપણે આંખે ચડી ગયા છીએ. પરદેશમાં મોટા થયેલા બાળકો આજ બાબત પર દેશમાં આવતા અચકાય છે. માફ કરજો વતનવાસીઓ, વધારે પડતુ લખાઇ ગયું હોય તો. આપણા એકાદ સંતને આ બાબત ચમત્કાર કરવા કહી શકાય?

    Liked by 2 people

  10. સ્નેહી ડો. પરીખ સાહેબ,
    વૈજ્ઞાનિક વિચારોથી ઘડાયેલા આપના પુસ્તકો, મારે મતે, જો ભારતની…ગુજરાતની શાળાઓમાં બાળકોને આપવામાં આવે અને તેઓ તેમના પેરેન્ટસને વંચાવે તેવું વાતાવરણ જો ઉભુ કરી શકાતુ હોય તો ઘારેલું પરિણામ ૫૦ થી ૬૦ ટકા પણ જો મળે તો સંતોષ થાય. ભગત, ભૂઆ, જ્યોતિષ, વાસ્તુશાસ્ત્રી, ……બઘા બીઝનેસમેન છે. તેઓ હ્ુમન સાયકોલોજી બરાબર સમજીને જ આ બીઝનેસમાં આવે છે. તેમને બીઝનેસ આપવાવાળા તો…બાકીના લોકો છે…ભણેલા કે અભણ….જો સુઘારવા હોય તો કરોડો…હાં …કરોડો લોકોને ( અહિં આપણે ફક્ત હિંદુઓ, જૈનો, …વિ. ની જ વાત કરીઅે છીઅે…) ( ખ્રિસ્તી કે મુસ્લીમોની વાત કરતાં નથી.)
    જૂની પેઢી તો હાડકાં વાળીને નબળા, બ્રિટલ બનાવીને જીવી રહી છે. તેમના વિચારોમાં કોઇ પણ બદલાવ હવે નહિ આવે….કદાચ ૫ ટકા સુઘરે. નાના બાળકો કે ૧૧… ૧૨ વરસના બાળકોને સુઘારવા સહેલું પડે. સવાલ તો આપણે જાણીઅે જ છીઅે….હવે જે કાંઇ કરવાનું છે તે જવાબ શોઘવાનો છે….ઘારેલું પરિણામ મેળવવાનું છે. પરંતું આ કાર્યમાં….પહેલું આડ પગલું છે…પોલીટીશીયનો. આજ કાલ પોલીટીશીયનો શાળાઓ ચલાવે છે…તેમની ઇચ્છા મુજબ. અને યુવાનો તો નાચ કુદ જ્યાં કરવાનું મળે ત્યાં આગળ પડતાં થઇને ભાગ લે છે.
    અખા ભગત જેવાં કેટલાં સમાજ સુઘારકો પ્રયત્નો કરીને પોતાનાથી જે કાંઇ થયું તે કરીને ચાલી નીકળ્યા…સમાજ હજી પણ સામાજીક અંઘશાળામાં ભણી રહ્યા છે…અને ગ્રેજ્યુઅેટ થઇ રહ્યા છે. અમેરિકામાં કદાચ આ પરિસ્થિતિ વણસી ચૂકી છે. પૂજા પાઠ કરતાં બ્રાહ્મણ ચોપડી વાંચીને પણ પૂજાપાઠ કરાવે તો પણ ચાલે….સમજની કોને પડી છે….?……આજકાલ અમેરિકામાં પણ પવન ફૂંકાયો છે…..ઘાર્મિક સંસ્થાઓ બની રહી છે….મંદિરો ગામે ગામ બની રહ્યા છે. સરસ ઓરેટરશીપ ઘરાવતાં સાઘુઓ, સંતો યુવાન પેઢીને શબ્દોની જાળમાં બાંઘી દે છે. આ પરિસ્થિતી ઇસ્લામ અને ખ્રિસ્તિ ઘર્મના ફેલાવા માટે જે કાર્યો થયા હતાં….તેની યાદ અપાવે છે….આ કર્મ શાંતિથી થાય છે. ભક્તો કદાચ દારુની દુકાનના માલિક હોય તે પણ બને…તેઓ રેસ્ટોરન્ટ કે દુકાનોમાં નોનવેજ સેન્ડવીચ પણ વેચતા હોય. તેમના બાળકો કદાચ નોનવેજીટેરીયન પણ હોઇ શકે છે. સાચી પરિસ્થિતિ જાણવા માટે દસે દીશાની સાચી પરિસ્થિતિનો ઊંડો અભ્યાસ…રીસર્ચ….સાચો માર્ગ બતાવે. મોટે ભાગેના લોકોની શ્રઘ્ઘા અંઘશ્રઘ્ઘામાં વઘુ છે તે આપણા લોકો સાબિત કરે જ છે. કુમળા ઝાડને વાળીઅે….પ્રોજેક્ટ ટૂંકી મુદતનો નથી…સૈકાઓ વીતી ગયાં…..પરિણામ ઉલ્ટું આવ્યાનું દેખાય છે. છતાં પ્રયત્નશીલ રહેવું જ જોઇઅે. ઘણા સંપ્રદાયો પોતાનો ફેલાવો કેમ વઘુ થાય તેને પામવા નવા નવા પ્રયત્નો કરતાં રહે છે. અને યુવા પેઢીને તેમાં કેમ જોડવી તે નવા નવા નુસ્કાઓ અજમાવતા રહે છે. નિગેટીવ પરિણામોની ઘાક પણ બતાવવામાં આવે…તેવું પણ બને. અેટલે જ આપણે કોઇપણ સમાજસુઘારાની વાતો કરીઅે તે પહેલાં સારી રીસર્ચ કરવી રહી. પ્રશ્નને સમજીઅે તે કેટલો ઊંડો છે તેનો અભ્યાસ કરીઅે. This is the reality. We can not ignore the reality. We have to be clear with the steps we take to solve the problem..
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 2 people

  11. I wonder what a person pays attention to when he/she is repeating a ‘mantra’ a certain number of times. For example, if one is supposed to repeat it for 108 times, does she/he keep track of the count or of the mantra? With such divided attention, how can any good result be expected?

    Liked by 2 people

  12. વેદ ઉપનીષદના જમાનાથી મંત્ર તંત્ર ચાલુ છે. 

    હજી તો વેદ યુનીવર્સીટી બનવાની છે. પછી જોર જોરથી મંત્રોચ્ચાર થશે. 

    વડા પ્રધાન પ્રોફેસરો સામે કહેશે શંકરે પુત્રના માથા ઉપર હાથીનું માથું ચીપકાવી નાખ્યું એ સર્જરીની શરુઆત સમજવી.

    રાષ્ટ્રપતી ગુરુના ચરણ ધોશે. અમુક તમુક મંત્ર બોલી અજમેર શરીફ ઉપર ચાદર ચડાવશે કે શીરડીના સાઈબાબાના મંદીરમાં જશે.

    કમાલ તો જુઓ. મંદીરનો પુજારી વડા પ્રધાન કે રાષ્ટ્રપતીની મુલાકાત પછી મંદીરને અભીષેક કરી પવીત્ર કરે છે. વીધી વીધાન મુજબ.

    પછી યજ્ઞમાં હાથી કે માનવ બલીદાન થાય. પુજારી ધનનો ભંડાર મળશે એમ કહી બલીદાનની વીધી બતાવશે. કાળસર્પ વીધી કે અઘોરી વીધી શરુ થાય.  બાબા, ગુરુ નવા નવા મંત્ર શોધે છે. કોર્ટ, હાઈકોર્ટ કે સુપરીમ કોર્ટ સજા કરે છે ત્યારે પોલ ખુલે છે…

    પરીખ સાહેબ વરસોથી મંતર તંતર બાબત લોકોને સમજાવે છે. સત્યશોધક સભા, સુરતની સ્થાપના કરેલ છે.

    Liked by 2 people

  13. ડૉ. બી.એ. પરીખ સાહેબ,
    આપનો લેખ ચિંતનીય અને મનનીય છે. આપશ્રી પુના અમારા જૈન સમાજમાં આપનું વ્યક્તવ્ય માંડવા માટે ભાવભીનું આમંત્રણ છે.
    -ચીમનભાઈ દેસાઈ નાં જય જીનેન્દ્ર

    Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s