ચીતરામણના દીપકથી અન્ધારું ન ટળે

ચીતરામણના દીપકથી અન્ધારું ન ટળે

ડૉ. બી. એ. પરીખ

નરસીંહ મહેતાએ કૃષ્ણલીલા જોઈ. ગૌતમ બુદ્ધને સાક્ષાત્કાર થયો. રામકૃષ્ણ પરમહંસને કાલીકાનાં દર્શન થયાં. હજરત પયગમ્બરને દેવદુતનાં પ્રત્યક્ષ દર્શન થયાં. આ ઘટનાઓ શું છે? નરસીંહ મહેતાને ભાભીએ મહેણું માર્યું તેથી ખોટું લાગ્યું અને મહાદેવને પ્રસન્ન કરવા ઉપવાસ કર્યા. અગીયાર દીવસના ઉપવાસ પછી મહાદેવનાં પ્રત્યક્ષ દર્શન થયાં અને નરસીંહ મહેતાને વૈકુંઠમાં લઈ ગયા; ત્યાં કૃષ્ણલીલાનું દર્શન કરાવ્યું. મનોવીજ્ઞાનના સાદા સીદ્ધાન્તોની સમજવાળા સમજી શકશે કે નરસીંહ મહેતાને થયેલ મહાદેવ સાક્ષાત્કાર અને કૃષ્ણલીલાનું દર્શન વાસ્તવીક અનુભવ નહોતો; પરન્તુ તેમના ચીત્તની એક અવસ્થા હતી, જેને વીભ્રમ કહેવાય. વીભ્રમ એટલે જ્યાં કંઈ ન હોય ત્યાં કંઈક હોવાનો અનુભવ થાય તે. અમુક ઈચ્છા, વૃત્તી વ્યક્તીના ચીત્તમાં એટલી પ્રબળ હોય કે તેનો કલ્પીત વ્યવહાર પણ વાસ્તવીક જેવો લાગે. નરસીંહ મહેતાને ઈશ્વર પામવાની તાલાવેલી હતી. તેમાં અગીયાર દીવસના અપવાસના કારણે વીચારક્રીયા પણ શીથીલ બની ગઈ હોય. આથી ઝંખના હોય તે બાબતનો વીચાર વાસ્તવીક જેવો લાગે. આ સ્વાભાવીક છે.

ઈશ્વરના આ ભક્તો નીર્દોષ, ભોળા હોય છે, જગતનાં દુ:ખોમાંથી છુટવાનો માર્ગ શોધવાની તીવ્ર ઝંખના તેમને હોય છે. તેથી જ ગૌતમ બુદ્ધ કે મહાવીરસ્વામી કે પયગમ્બરસાહેબ જેવા સતત આત્મચીંતન અને મનન કરતા હોય છે. દીવસો સુધી પોતાની શારીરીક જરુરીયાતનો ખ્યાલ કર્યા વગર ચીન્તન સાથે એકાકાર બની સમાધીમાં રહ્યા હોય છે. આમ સતત ચાલતી પ્રક્રીયાને પરીણામે અંતરના ઉંડાણમાંથી, તેમના અબોધ સ્તરમાંથી મનની સપાટી ઉપર આવતા વીચારો તેમને ઈશ્વરે આપેલા વીચારો છે એવી અનુભુતી થાય છે. તેમના આ વીચારો જનસમાજને માર્ગદર્શન આપે છે, લોકો તેનું પાલન કરે છે. બોધ, વીચારોને વ્યવસ્થીત રુપ આપવામાં આવે ત્યારે તે ધર્મનું તત્ત્વજ્ઞાન પાયાના સીદ્ધાંતો બને છે. આમ કોઈ ધર્મ કે ધર્મગ્રંથ દૈવી નથી. વેદ, ગીતા, કુરાન, બાઈબલ, ગ્રંથસાહેબ કે કોઈ પણ ધર્મગ્રંથ ઈશ્વરરચીત નથી. ધર્મગ્રંથ એટલે જે તે ધર્મના સ્થાપકો, આદ્ય વીચારકોએ જે ચીન્તન કર્યું તેનું વ્યવસ્થીત રુપ. કોઈ પણ ધર્મગ્રંથનું વીવરણ કરીશું તો જણાશે કે આ ગ્રંથ રચાયો તે સમયના સમાજનું, દેશકાળની પરીસ્થીતીનું તેમાં પ્રતીબીંબ પડ્યું છે અને લોકોને વ્યક્તીગત તેમ જ સામાજીક જીવન સારી રીતે જીવવા માટેના નીતીનીયમો, ધોરણો, આચારસંહીતાનું તેમાં વીવરણ હોય છે. ધર્મગ્રંથ રચાયાને હજારો વર્ષ થઈ ગયાં. જીવનવ્યવહારમાં આમુલ પરીવર્તનો આવ્યાં. તેથી વર્તમાન સમયના સન્દર્ભમાં ધર્મગ્રંથના વીચારોનું, નીયમોનું પુન: અર્થઘટન કરવાની જરુર છે. ધર્મગ્રંથનાં તથ્યો અબાધીત સત્યો છે તેમ કહી શકાય નહીં. કોઈ કાળમાં, કદી પણ કોઈ વ્યક્તી કે તેમનો બોધ પુર્ણ હોઈ શકે નહીં. દરેક સમયમાં દેશકાળ પરીસ્થીતી પ્રમાણે મહાપુરુષો પેદા થાય છે અને સમયની જરુરીયાત મુજબ બોધ આપે છે.

સાચો સંત તો સત્યની, જ્ઞાનની, ઈશ્વરના અનન્ત તત્ત્વની ખોજમાં હોય છે. તેને ભૌતીક જગતની દરકાર હોતી નથી. આવા સંતો ચમત્કારીક કે અલૌકીક હોવાનો દાવો કરતા નથી. મઠો, આશ્રમો સ્થાપી શીષ્યવૃન્દ ઉભું કરી પ્રતીષ્ઠા માટે રાચતા સંતો પુરેપુરા સંસારી છે અને સમાજમાં ખોટાં ઉદાહરણો પુરાં પાડે છે. પોતાને ભગવાન તરીકે પુજવાનો આગ્રહ રાખતા આ સંતો, શાસ્ત્રીઓ, સ્વામીઓ, પ્રગટબ્રહ્મસ્વરુપોને કારણે ભગવાન જ ભયમાં મુકાયો છે. જલારામ બાપા કે પુનીત મહારાજ સીધાસાદા માનવીઓ હતા અને તેમણે લોકકલ્યાણની ઉત્તમ પ્રવૃત્તીઓ કરી. આવા સંવેદનશીલ માનવીઓના પુરુષાર્થનું યોગ્ય મુલ્યાંકન અને અનુસરણ કરવાને બદલે તેમનામાં ચમત્કારીક શક્તી આરોપવામાં આવે તેમાં તેમનું અવમુલ્યન થાય છે.

દુનીયાની દરેક પ્રજા કોઈ ને કોઈ ધર્મ પાળે છે. ધર્મે એક સંસ્થાકીય સ્વરુપ ધારણ કર્યું છે. ધર્મની ઉત્પત્તી મુળભુત રીતે તો પ્રકૃતીની ઘટનાઓને સમજવાના પ્રયાસોમાંથી થઈ છે. એ રીતે ધર્મ પણ સત્યશોધનની પ્રવૃત્તી છે; પરન્તુ ધર્મનો અભીગમ રુઢીવાદી, પરમ્પરાવાદી, વ્યક્તીલક્ષી, વાસ્તવીક હકીકતોને એક બાજુએ મુકી તરંગી અને ઝનુની બની જવાને કારણે અજ્ઞાનનો પોષક અને સત્યશોધનનો વીરોધી બની રહ્યો છે.

આજે જ્યારે આપણા જીવનના અણુએ અણુમાં, પળેપળ ઉપર વીજ્ઞાન અને ટેકનોલૉજી છવાઈ ગયાં છે, તેમને માણીએ છીએ ત્યારે ધ્યાન–નીષ્ક્રીયતા, ટીલાંટપકાં, શુકન–અપશુકન, મનુવાદી કુરુઢીઓ, અન્ધશ્રદ્ધા, કર્મકાંડો, હોમ–હવનમાં રાચવું, એ માનસીક માંદગીની પરીસ્થીતી છે. ધર્મને સમાજજીવનથી જુદો કરી શકાય તેમ નથી તેથી વીવેકબુદ્ધીની વાત એ છે કે રૅશનાલીસ્ટોએ ધર્મનું તત્ત્વજ્ઞાન અને મનોવીજ્ઞાન સમજવા પ્રયાસ કરવો જોઈએ. ધર્મને, ધર્મના વીચાર–આચારને કેવી રીતે વૈજ્ઞાનીક, જીવનસંગત, હેતુલક્ષી, અર્થપુર્ણ બનાવી શકાય તે રીતે વીચારવું જોઈએ.

–ડૉ. બી.એ. પરીખ

લેખીકા રચના નાગરીકના કંઠીમુક્ત વીચારલેખોની પુસ્તીકા ‘બૈઠ પથ્થર કી નાવ’ (પ્રકાશક : [1] માનવવીકાસ ટ્રસ્ટ, 9, મહાકાન્ત કૉમ્પલેક્ષ, વી. એસ. હૉસ્પીટલ સામે, એલીસબ્રીજ, અમદાવાદ 380 006, [2] વૈશ્વીક માનવવાદ, 1–એ, કલ્પના સોસાયટી, મહેમદાવાદ387 130 જીલ્લો : નડીયાદ અને [3] નયા માર્ગ, ખેત ભવન, હરીજન આશ્રમની પાસે, અમદાવાદ380 027 પાનાં : 64, મુલ્ય : રુ. 40/)માંની આ ચતુર્થ પ્રસ્તાવના, પુસ્તીકાનાં પાન 10થી 12 ઉપરથી, લેખીક અને પ્રકાશકોના સૌજન્યથી સાભાર..

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 25–05–2018

15 Comments

 1. બધા જ ધર્મોમાં ભૌગોલીક કારણો અગત્યનો ભાગ ભજવતાં હોય છે; તેથી મન્દીર, મસ્જીદ કે ગરુદ્વારામાં પગરખાં પહેરીને અન્દર જવાની મનાઈ છે પરન્તુ ચર્ચમાં મનાઈ નથી.

  Liked by 2 people

 2. ચીતરામણના દીપકથી અન્ધારું ન ટળે

  મુરબ્બીશ્રી પરીખ સાહેબે અન્ધારું હટાવવાની વીગતો આપેલ છે. 

  કોઈક કારણસર શરીરનું તાપમાન વધી જાય અને આપણે 
  બબળવાનું શરુ કરીએ છીએ. અચાનક આગ લાગે અને આપણે 
  જીવ બચાવવા જે પ્રયત્ન કરીએ છીએ એ સાધના કહેવાય. 
  નરસીંહ મહેતા, મહાવીર કે મુહમ્મદ પયંગંબરે આવી જ 
  સાધના કરેલ છે અને પછી તો એમણે આમ કરવા બધાને જણાંવ્યું…

  પોસ્ટમાં જણાંવેલ છે કે …પોતાને ભગવાન તરીકે પુજવાનો આગ્રહ
  રાખતા આ સંતો, શાસ્ત્રીઓ, સ્વામીઓ, પ્રગટબ્રહ્મસ્વરુપોને કારણે
  ભગવાન જ ભયમાં મુકાયો છે. ..
  ખાલી ભગવાન નહીં એની સાથે શેતાન અને બધા 
  અનુયાયીઓ પણ ભયમાં મુકાયા છે.

  પોસ્ટના અંતે જણાંવેલ છે કે ….આ માનસીક માંદગીની પરીસ્થીતી છે. 
   ગેલેલીયોની સજા વખતે એણે કબુલ તો કર્યું કે 
  પૃથ્વી ગોળ દડા જેવી નથી અને સુર્યની આસપાસ ફેરફુદરડી 
  જેમ ફરતી નથી… પણ પછી જે બળબળાટ કરેલ એ ચારસો  વરસ 
  પછી પેપલ કમીશનને સમજાયું. આપણાં દેશમાં વેદ ઉપનીષદના
   નામે જે તુત ચાલે છે એ ક્યારે સમજાશે એ તો ખબર નથી પણ 
  આત્મા આત્મા નું ભુત ધુણે છે. કોઈક પેપલ કમીશન રચાય એ જરુરી છે…

  Liked by 2 people

 3. મિત્રો,
  ડો. પરીખનો આ લેખ પણ તેમના આગલા લેખ જેટલો જ શક્તિશાળી છે. તેના દરેક શબ્દો ઉપયોગી છે. આ લેખને જે છેલ્લા પેરેગ્રાફમાં સમાવીને પીરસ્યો છે તે બન્ને….રેશનલ અને ઘર્મશ્રઘ્ઘાળુઓને અેક સરખી રીતે સંદેશો આપે છે. લેખની શરુઆતમાં તેમણે ઘર્મપુસ્તકોના સર્જનના સમયની વાત કરી તે પણ ૨૦૧૮ના વરસમાં આંખ ખોલનારી છે….સચચાઇ છે.
  As the mind clears, the eyes see more. કેટલું સાચુ છે ?
  પરીખ સાહેબે સંસ્કાર, કલ્ચર વિ. ના બદલાવાની સરસ અને સાચી વાત કહી તેને માટે અંગ્રેજીમાં કોઇકે સરસ વાત કહી છે…” Culture is not static for any group of people.” સંસ્કૃતિ હંમેશા બદલાતી રહે છે તે કદાપી સ્થિર નથી હોતી કે રહેતી.
  સંસ્કૃતિ અને તેની સાથે તાણે વાણે જોડાયેલી માનવ જીંદગી પળે પળે બદલાય છે…દરેક માનવીે પવન જોઇને શઢ ખોલવાના હોય છે.રાજકપુરે કહેલું કે…‘ ચલના જીવનકી કહાણી, રુકના મૌતકી નીશાની.‘
  સુફી સંત રુમીઅે તો ડો. પરીખ સાહેબના વિચારો તેમના શીષ્યોને કહ્ય હતાં….” Yesterday I was clever, so I wanted to change the world. Today I am wise, so I am changing myself.” છે ને સચ્ચાઇ ?
  ઉત્તરભારતની અેક લોકોક્તિ છે…….
  ભગત જગત કો ઠગત હૈ, ભગતહિં ઠગૈ સો સંત,
  જો સંતન કો ઠગત હૈ, તિનકો નામ મહંત.
  આ લોકોક્તિ સ્વ. શ્રી ચંન્દ્રકાંત બક્ષીજીઅે લખ્ી હતી.
  આ બઘી વાતો, કે જે પરીખ સાહેબે કહી તે જેમ ‘ શેઠની શીખામણ ઝાંપા સુઘી‘ જેવો ઘાટ છે. જેમકે ‘ ચીતરામણના દીપકથી અન્ઘારું ના ટળે.‘ આને માટે અેરીસ્ટોટલે સરસ વાત લખી છે,
  ” Educating the mind without educating the heart, is no education at all.”
  સરસ વાત વાંચી હતી , ‘ જીંદગીમાં અેવું કશું જ મુશ્કેલ નથી હોતું જે આપણે વિચારવાની હિંમત ના કરી શકીઅે, હકીકતમાં આપણે કશુંક જુદુ જ કરવાનું વિચારવાની હિંમત નથી કરી શકતાં.
  ‘ બે….
  ત્રણ…ચાર…પાંચ હજાર વરસો પહેલાના સામાજીક, ટેકનોલોજીકલ, અને પોલીટીકલ વાતાવરણના મૂળભૂત પાયામાંથી થયેલાં ફેરફારોને જીવન સાથે બાંઘીને ચાલનાર, જીવનાર જ્યારે ફક્ત ઘાર્મિક વિષયે હજારો વરસોના તે જમાનાને વળગીને ચલાયેલાં વિચારોને વળગી રહેવાનું કેટલું ઉચિત ?
  ” You can’t reach for anything new if, your hands are still full of yesterday’s junk.” That is a saying.
  પરીખસાહેબને પ્રણામ અને લાખો અભિનંદન. શું ક્લેરીટી આપી છે તમે ? ગોવિંદભાઇને પણ હાર્દિક અભિનંદન. ઘણા સમયે જેને અેક બીજા સાથે હુદય અને પૂર્ણ મગજથી ચર્ચા કરી શકાય તેવા છેલ્લા બે અભ્યાસપૂર્ણ લેખો આપવા બદલ.
  અમૃત હઝારી.

  Liked by 2 people

 4. Friends,
  Please read ” Eyes ” in the first slogan. & read it as, ” As the mind clears, the eyes see more.”
  Thanks.
  Amrut Hazari.

  Liked by 2 people

 5. ‘ચિતરામણના દીપકથી અંધારું ના ટળે’ કેટલું સચોટ શિર્ષક છે પરીખસાહેબના આ લેખનું ! ધર્મને સમાજ જીવનથી જુદો કરી શકાય એમ નથી એ વાસ્તવિકતા સ્વીકારી પરીખસાહેબે ધર્મનું તત્ત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન સમજવા રેશનાલીસ્ટોને જે દીશાસૂચન કર્યું છે એ ખરેખર આવકાર્ય છે.

  Liked by 2 people

 6. Thank you Parikh Sahebfor such an eye opening article from a scholarly monogram. The examples given are from recent “known “ history and how much myth, falsehood and imagination surrounds it. Compare to this how much faith we can put in ancient books and scriptures or Shasta’s? Basically full of wild imagination mainly for mass entertainment. Thanks again and also to Govindbhai for bringing out these kind of thoughts.

  Liked by 2 people

 7. રૅશનાલીસ્ટોએ ધર્મનું તત્ત્વજ્ઞાન અને મનોવીજ્ઞાન સમજવા પ્રયાસ કરવો જોઈએ. ધર્મને, ધર્મના વીચાર–આચારને કેવી રીતે વૈજ્ઞાનીક, જીવનસંગત, હેતુલક્ષી, અર્થપુર્ણ બનાવી શકાય તે રીતે વીચારવું જોઈએ.
  ——–
  ગમ્યું.

  Liked by 2 people

 8. લેખની શરૂઆતમાં વાત કરી માનસિક સ્થિતિની પછી પાછી વિષયની સાથે સેટના થાય એવી ખોટી લાઈન મૂકી દીધી
  કે સાચો સંત તો સત્યની જ્ઞાનની ઈશ્વરના અનંત સ્વરૂપ ની શોધ માં હોય છે.

  Liked by 1 person

 9. In essence, we need to free ourselves as well as God from the stranglehold of all religions.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s