વહાલા વડીલો અને મીત્રો,
એન્ડ્રોઈડ(સ્માર્ટ) ફોનમાં ઘણાં વાચકમીત્રોને ‘અભીવ્યક્તી’ બ્લૉગ ખોલવાની ફાવટ નથી. તેવા મીત્રો માટે ‘ગુગલ પ્લે સ્ટોર’ પર ‘અભીવ્યક્તી’ની ઓફીશીયલ એપ્લીકેશન ‘Govind Maru’ શરુ થઈ છે.
દર સોમવારે સાંજે અને શુક્રવારે સવારે 7.00 કલાકે ‘અભીવ્યક્તી’ બ્લૉગ પર નીયમીત મુકવામાં આવતા લેખો સરળતાથી માણવા માટે ‘ગુગલ પ્લે સ્ટોર’ પરથી ‘Govind Maru’ ‘એપ’ ડાઉનલોડ કરવા વીનન્તી છે.
‘એપ’ ડાઉનલોડ કરવા માટે સરળ સોર્સ :
https://play.google.com/store/apps/details?id=com.digifarm.govindmaru
ધન્યવાદ.
–ગોવીન્દ મારુ
●♦●♦●
મન્ત્ર, યન્ત્ર અને તન્ત્રનાં વીધી–વીધાન
2
મન્ત્ર–યન્ત્ર–તન્ત્રની વીભાવનાઓ
–ડૉ. બી. એ. પરીખ
આ મન્ત્રના શાસ્ત્રને અંગ્રેજીમાં Hemastrology કહે છે. મન્ત્ર, યન્ત્ર અને તન્ત્ર ત્રણેય ક્રીયાઓ અન્તર્ગત રીતે, પરસ્પર આશ્લેષી છે. મન્ત્રોચ્ચાર એકલા સ્વતન્ત્રપણે થઈ શકે છે; પરન્તુ યન્ત્ર તેમ જ તન્ત્રના ઉપયોગ સાથે તે સમ્બન્ધીત વીશીષ્ટ મન્ત્રો સંકળાયેલા છે, અને આ યન્ત્ર–તન્ત્રની ક્રીયાઓ મન્ત્રોના ઉચ્ચારની સાથે થાય છે.
મન્ત્રોનો સમ્બન્ધ આંતરીક આત્મા, ચેતના સાથે છે. યન્ત્રનો સમ્બન્ધ કોઈક તત્ત્વનું સર્જન કરવા સાથે છે. તન્ત્રનો સમ્બન્ધ કોઈ ચોક્કસ પ્રકારની ક્રીયા કરવા સાથે કે ચોક્કસ અસરો ઉભી કરવા સાથે છે.
મન્ત્રનો સમ્બન્ધ રટણ, સતત ઉચ્ચારણ દ્વારા ઉર્જા શક્તી મેળવવા માટે છે.
યન્ત્રનો અર્થ કંઈક આયોજન, યોજના, રચના કરવા સાથે છે.
તન્ત્રનો અર્થ કંઈક અમલ વ્યાવહારીક પ્રયોગ, કોઈક ચોક્કસ હેતુ, કાર્ય, સીદ્ધ કરવા સાથે છે.
આમ, Enegry–ઉર્જા, Planning–આયોજન અને Execution–અમલ, કાર્યસીદ્ધી આ ત્રણેય કાર્યો અનુક્રમે મન્ત્ર, યન્ત્ર અને તન્ત્રના હેતુઓ છે.
મન્ત્ર એટલે ‘એક કે વધારે અક્ષરો શબ્દોનો સમુહ’ જેનું રટણ કરવામાં આવે છે. આ મન્ત્રના શબ્દોના ધ્વનીથી હવામાં સ્પન્દનો, મોજાં ઉત્પન્ન થાય છે. આ ધ્વનીનાં સ્પન્દનો, મોજાં આધ્યાત્મીક પ્રકારના હોય છે એવું મનાય છે. આ મન્ત્રના એકધારા રટણથી ઉત્પન્ન થયેલાં સ્પન્દનો મન્ત્ર બોલનાર વ્યક્તી, ભક્તમાં તો એકચીત્ત–એકાગ્રતા ઉપજાવે છે, વધારામાં સ્પન્દનોની હવા વાતાવરણને પણ પવીત્ર બનાવે છે. આ મન્ત્રોના પાઠ કે રટણ એકલદોકલ વ્યક્તી કરે અથવા સમુહમાં પણ થાય છે. કેટલાક મન્ત્રોમાં માત્ર મુખપાઠ હોય છે. કેટલાકમાં મન્ત્રોચાર સાથે વીધી–કર્મકાંડ પણ જોડાયેલાં હોય છે. જુદા જુદા પ્રકારની સમસ્યાઓ, જુદા જુદા પ્રકારના હેતુઓ માટે જુદા જુદા પ્રકારના મન્ત્રો હોય છે. આવા દરેક મન્ત્રનું ઉચ્ચારણ, રટણ, પઠન કેવી રીતે કરવું, કોણ કરી શકે, કોના માટે પ્રતીબન્ધ છે, શા માટે કરવું, તેના વીશે ઘણા કીસ્સાઓમાં વીગતવાર નીયમો, સુચનો પણ જોવા મળે છે. આવા મન્ત્રોનું શાસ્ત્ર હીન્દુ, ઈસ્લામ, ખ્રીસ્તી, જૈન, બૌદ્ધ– તમામ ધર્મોમાં રહેલું છે. Man(મન્) એટલે Mans, Mind, મન, ચેતના, આત્મા, મને Tra(ત્ર) એટલે Trayite એટલે મુક્ત કરવું. પરીવર્તન સંક્રમણ કરી શકવાની શક્તી. મન્ત્ર એ બ્રહ્માંડ (Cosmos)માં રહેલી આધ્યાત્મીકતા, દૈવી તત્ત્વોને જગાવે છે, પ્રગટાવે છે. ધ્વનીનાં મોજાં, સ્પન્દનો દ્વારા પ્રબળ પ્રભાવ પાડી ઈચ્છીત પરીવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે. જેમ કે ગાયત્રી મન્ત્ર….
યન્ત્ર (Yantra)
યન્ત્ર એટલે ચીત્ત, માનસીક જગતમાં સ્પન્દનો ઉપજાવી ચીત્તને સમતોલ બનાવી શક્તીશાળી બનાવવા માટેની પ્રવૃત્તીઓ. યન્ત્ર એટલે સાધના પ્રક્રીયા, વીશ્લેષણ કે સંશ્લેષણ જેને કોઈક રચના, બન્ધારણ હોય છે. જેમ કે, શ્રી યન્ત્ર. આ યન્ત્રોને ભૌમીતીક આકારો ડીઝાઈનમાં મુકી ભૌમીતીક, વાસ્તવીક સ્વરુપ આપવામાં આવે છે. યન્ત્રોમાં ચોરસ, ત્રીકોણ, વર્તુળ તેમ જ જાત જાતની ડીઝાઈન ગોઠવાયેલી હોય છે. યન્ત્ર રચનામાં મુકેલા જાત જાતના આકારો કોઈકને કોઈ શક્તી (Power)નું પ્રતીનીધીત્વ કરતા હોય છે. આ યન્ત્રો એ બ્રહ્માંડમાં રહેલી વૈશ્વીક શક્તી (Cosmic Power)નાં પ્રતીકો છે.
તન્ત્ર (Tantra)
તન્ત્ર એટલે કર્મકાંડ ક્રીયાવીધીઓ, જે એક ધ્યાન, એકાગ્રતાથી કરવામાં આવે તો તેનાથી સમસ્યાઓમાંથી છુટકારો ઉકેલ પ્રાપ્ત થાય છે. આમ તન્ત્રવીદ્યા જેને ગ્રામીણ ભાષા, લોકબોલીમાં કામણ, ટુમણ, ટુચકા કહેવામાં આવે છે, તેનો ઉપયોગ રોજબરોજના વ્યવહારોમાં થાય છે. આવા ટુચકા, કામણ, ટુમણ કરવાથી આપત્તીઓ ટળે છે. દા.ત.; નજર લાગી તેની અસરને દુર કરવાની વીધી, બારણે લીંબુ–મરચાં લટકાવવાં વગેરે….
તન્ત્ર, તન્ત્રવીદ્યાનો સમ્બન્ધ કાળો જાદુ(Black Magic) સાથે પણ છે. જેમ કે ભુવા–ભગત જે ધુણે છે, ડાકલાં વગાડે, જાતજાતના ચેનચાળા કરે, કંઈક કામણ–ટુમણ કરે. આમ કરવામાં અન્ય વ્યક્તી કે પરીસ્થીતી ઉપર પ્રભાવ પાડવાનો હેતુ હોય છે. તન્ત્રવીદ્યા એવી આધ્યાત્મીક તેમ જ પૈશાચીક પ્રક્રીયા છે જે થકી માણસો પોતાની જાતને જાતજાતની સમસ્યાઓ, આપત્તીઓમાંથી બહાર કાઢવાનો, રક્ષણ મેળવવાના ઉપાય શોધે છે.
મન્ત્ર(Mantra), યન્ત્ર(Yantra), તન્ત્ર(Tantra) આ ત્રણ શબ્દો મોટે ભાગે એક સાથે ઉચ્ચારાય છે. આ ત્રણેયની વચ્ચે બહુ જ મહત્ત્વનો નહીં એવો, પ્રક્રીયાનો ભેદ અને અર્થભેદ પણ છે. ઘણા પ્રસંગોમાં મન્ત્ર, તન્ત્ર, યન્ત્રનો પ્રયોગ એક સાથે પણ થાય છે. તેમ જ ઘણીવાર પર્યાયે એકને સ્થાને બીજાનો ઉપયોગ થાય છે. આમ મન્ત્ર, યન્ત્ર, તન્ત્ર પરસ્પર આશ્લેષી, એકબીજામાં ઓછા વત્તા પ્રમાણમાં પ્રસંગે પ્રસંગે સમાઈ જાય છે.
મન્ત્રમાં આમ તો શબ્દોચ્ચારનું શાબ્દીક રટણ, પઠનનું મહત્ત્વ છે. છતાં મન્ત્રની સાથે તન્ત્ર, તેમ જ તન્ત્રની સાથે મન્ત્રોચ્ચાર પણ પ્રયોજાય છે. દા.ત.; મન્ત્રોચ્ચાર સાથે હવન, પુજા, પ્રતીષ્ઠા, સ્થાપન થાય તેવી જ રીતે તાન્ત્રીક પ્રયોગ(મુઠ મારવી, નજર ઉતારવી) સાથે મન્ત્રોનું પણ રટણ થાય છે. એ જ રીતે યન્ત્ર જેમ કે શ્રી યન્ત્રની પુજા કરતી વેળા મન્ત્રોના ઉચ્ચાર પણ થાય છે. આમ મન્ત્ર–તન્ત્ર–યન્ત્ર એ એક સમન્વીત કર્મકાંડ છે.
મન્ત્ર, યન્ત્ર, તન્ત્ર આ ત્રણે ક્રીયાઓમાં ધ્વની શબ્દોચ્ચાર તેમ જ ક્રીયાકર્મ સાથે કોઈક અલૌકીક શક્તીનું વાતાવરણ ઉપજાવવાનો કે અલૌકીક, દેવી શક્તી મેળવવાનો હેતુ હોય છે. આવી શક્તી મળવાને પરીણામે મન્ત્ર–તન્ત્રની સાધના કરનાર વ્યક્તીનાં દુ:ખ, સમસ્યા, આપત્તીમાં ઉપચાર થાય છે. તેને રાહત મળે છે. છુટકારો થાય છે. તેને અમોઘ, ચમત્કારીક શક્તી પ્રાપ્ત થાય છે.
મન્ત્ર, તન્ત્રનું ચલણ તમામ ધર્મોમાં જોવા મળે છે; પરન્તુ તેમાં હીન્દુ ધર્મમાં તો મન્ત્રોનો પ્રભાવ અને ચલણ અતી ઉંચી માત્રા/પ્રમાણમાં જોવા મળે છે. ભારતમાં હીન્દુ ધર્મ ઉપરાન્ત બૌદ્ધ, જૈન, શીખ ધર્મોમાં તેમ જ પરદેશમાં પ્રગટેલા ઈસ્લામ, ખ્રીસ્તી ધર્મમાં પણ મન્ત્ર, તન્ત્રનું ચલણ/ ઉપયોગ મોટા પ્રમાણમાં પ્રવર્તે છે. ભારતમાંથી બૌદ્ધ ધર્મ દ્વારા તીબેટમાં અને ત્યાંથી આગળ ચીનમાં મન્ત્રશાસ્ત્રનો પ્રચાર થયો છે. અલબત્ત, આ પ્રદેશોમાં મન્ત્ર–તન્ત્રનું સ્વરુપ ઘડતર સ્થાનીક પરીબળોના પ્રભાવથી આકાર પામ્યું છે.
મન્ત્ર(Mantra)ની ઉત્પત્તી વૈદીક કાળ, વેદ કાળના હીન્દુધર્મમાં થઈ છે. વેદનું લખાણ મન્ત્રોના સ્વરુપમાં જ છે. અને વેદોનું અધ્યયન–પઠન ચોક્કસ રીતના ઉચ્ચારો આરોહ, અવરોહના રુપમાં જ કરવાનો આગ્રહ રખાય છે. વેદ એ માત્ર વાંચન નહીં; પરન્તુ ‘ગાન’ કહેવાય છે. અમુક ચોક્કસ રીતે જ વેદ–મન્ત્રોચ્ચાર કે વેદગાન થાય તો જ તેની ધારી અસર, પ્રભાવ વાતાવરણમાં તેમ જ માનવો ઉપર પડે અને નીર્ધારીત ફળપ્રાપ્તી થાય. વેદના મન્ત્રોચ્ચારથી એક પ્રકારની જાદુઈ અલૌકીક શક્તી, પ્રભાવ ઉપજે છે એમ દૃઢપણે મનાય છે.
મન્ત્રની સાથે તેના લગભગ સમાનાર્થ ‘જાપ’નો ખ્યાલ સંકળાયેલો છે. જાપ એટલે પણ સતત રટણ એવો અર્થ થાય છે. કોઈ વ્યક્તી એકની એક વાત વારંવાર કહ્યા કરે ત્યારે, આપણે વક્રોક્તીમાં કહીએ છીએ કે, શેના જાપ જપે છે? જાપ, માળા ફેરવવી એ દેવ, દેવીની ભક્તી, પુજા કરવાનો એક પ્રકાર છે. દા.ત.; માળા એટલે મણકાની સેર. આ માળામાં 108 મણકા હોય છે. એક પછી એક મણકો બે આંગળીઓ વચ્ચે પકડી દરેક વખતે ઈષ્ટદેવનું નામ લેવું, પ્રાર્થના કરવી જેમ કે ‘શ્રી કૃષ્ણ શરણમ્ મમ’. અને આ રીતે 108 વાર કરવાથી માળાનો એક ફેરો પુરો થાય. માળા ફેરવવામાં પણ વ્યક્તીએ સતત એકચીત્ત બની તેમાં ધ્યાન આપવાનું હોય. આમ કરવાથી ચીત્તની એકાગ્રતા સાથે આધી–વ્યાધીમાંથી મુક્તી મળે, માનસીક શાન્તી મળે. ઘણા પોતાને ધાર્મીક માનતા સ્ત્રી, પુરુષો હાથમાં નાની થેલી લગાવી, તેમાં માળા રાખી સતત માળા ફેરવતા હોય છે. અલબત્ત, આમ લાંબો સમય કરવામાં વ્યક્તી યન્ત્રવત માળા ફેરવ્યા કરે અને તેનું ચીત્ત અન્ય વાતચીત કે કામમાં રોકાયેલું હોય એમ પણ બને છે.
હીન્દુ ધર્મમાં મન્ત્રશાસ્ત્ર :
હીન્દુ ધર્મમાં તો છેક વૈદીકકાળથી માંડીને તમામ ધાર્મીક ગ્રંથો, સાહીત્યની રજુઆત જાતજાતના મન્ત્રો, કાવ્યમય ભાષામાં થઈ છે. વેદ, ઉપનીષદો, ભગવદ્ ગીતા, પુરાણો, રામાયણ, મહાભારત જેવા ગ્રંથોનું પઠન તેમ જ પારાયણ મન્ત્રગાનના રુપમાં જ કરવામાં આવે છે. તેમાં વળી વેદમન્ત્રોનું પદ્ધતીસર ગાન કરનાર વ્યક્તી મહા વીદ્વાન પંડીત તરીકે માન આદર પામે છે. અત્રે આપણે હીન્દુ ધર્મમાં કેટલાક મન્ત્રો જે અત્યન્ત ઉમદા, પવીત્ર તેમ જ આદરપાત્ર મનાય છે. તેમના વીશે થોડીક ચર્ચા કરીશું જેમ કે ૐ(ઓમ), ગાયત્રી મન્ત્ર વગેરે….
–ડૉ. બી. એ. પરીખ
ડૉ. બી. એ. પરીખની મનોવીજ્ઞાનીક સુઝ ધરાવતી આ રોચક પુસ્તીકા ‘મન્ત્ર–યન્ત્ર–તન્ત્રનું અવીજ્ઞાન’ પ્રકાશીત થઈ છે. (પ્રકાશક : સાહીત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત – 395 001 ફોન નંબર : (0261) 259 7882/ 259 2563 પૃષ્ઠ : 48, મુલ્ય : રુપીયા 50/-)માંનો આ બીજો લેખ, પુસ્તકનાં પાન 08થી 11 ઉપરથી, લેખકના અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
લેખક સંપર્ક :
ડૉ. બી.એ. પરીખ, 154, સર્જન સોસાયટી, પાર્લે પોઈન્ટ, સુરત–395 007 સેલફોન : 99241 25201 ઈ–મેઈલ : bhanuprasadparikh@yahoo.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
પુસ્તક સૌજન્ય અને પ્રુફવાચન સૌજન્ય :
ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 28/05/2018
શ્રી પરીખ સાહેબ.,તથા શ્રી ગોવિંદ ભાઈ મારું, આપનો આ લેખ વાચીને મેં આપણે મોકલેલ ઈ. મેલ નો પ્રતિભાવ મળી ગયો છે. હું જૈન છું. નવકાર મહામંત્રના સ્મરણથી મારા આત્માને શાંતિ મળે છે. કોઈ લેભાગુ સાધુ સંતને માનતો નથી. આ લેખ વાંચીને હું આપની સાથે સંપૂર્ણ સહમત છું . આપશ્રીએ સરસ વીવરણ કરીનને અમારા જેવા વાચકોનું શંકા નીરસર્ણ કર્યું છે.તે બદ્દલા ખુબ ખુબ ધન્યવાદ. મેં આ લેખ મારા ફોલ્ડરમાં સેવ કર્યો છે.-ચીમનભાઈ નાં જય જીનેન્દ્ર
LikeLiked by 4 people
શ્રીમાન ડૉ. બી. એ. પરીખ લખે છે:
“માળા ફેરવવામાં પણ વ્યક્તીએ સતત એકચીત્ત બની તેમાં ધ્યાન આપવાનું હોય. આમ કરવાથી ચીત્તની એકાગ્રતા સાથે આધી–વ્યાધીમાંથી મુક્તી મળે, માનસીક શાન્તી મળે.”
આ વાત માં હું સહમત છુ. મારું માનવું છે કે આ રીતે આપણે આપણા સર્જનહાર (તે કોઈ પણ હોય શકે છે દા.ત. કુદરત, કોઈ ઔલોકિક હસ્તી કે Natural Froce) નું સ્મરણ કરીઍ છીઍ. આ કાર્યને સર્જનહાર પ્રત્યે આભાર વ્યકત કરવાનો ઍક નમ્ર પ્રયાસ પણ કહી શકાય.
મુસ્લિમો આ કાર્યને “ઝીક્ર” (સ્મરણ) કહે છે.
LikeLiked by 3 people
ધ્વનીને પોતાનો કોઈ અર્થ હોતો નથી. જ્યારે ધ્વનીને અર્થ આપવામાં આવે ત્યારે તે ‘ભાશા’ બને છે. આમ, ભાશા એટલે આપણી લાગણીઓને ધ્વની મારફત બીજા સુધી પહોંચાડવાની યોજના. સામેની વ્યક્તી જે ભાશા સમઝતી ન હોય તે ભાશા મારફત લાગણી પહોંચાડી શકાતી નથી.
‘રામ’ અને ‘રાવણ’ વચ્ચેનો ભેદ એ ભાશા મારફત વ્યક્ત થતી આપણી લાગણીનો પડઘો છે માટે હીન્દુ ઈશ્વરવાદીઓને રામનામ જપવાથી ન ગમતી પરીસ્થીતીને સહન કરવાની શક્તી કદાચ મળતી હશે પરન્તુ તેનાથી કાંઈ પરીસ્થીતીમાં પલટો આવે નહીં.
LikeLiked by 4 people
Right vikram bhai 💯 % agree tamari sathe je shanti ram nam ni mala japvathi male ke allah na nam thi ke ke koi pan dharma na devi devta na smaram thi male tej shanti ek thi sharu karine tame ichchho tya sudhi sankhya ganvathi pan shanti male chhe mukhya ashant man ne ek jagya thi bije valvu pachhi tame koi guru ke dev ke devi nu smaran karo ke mangamti pravutti karo badhu sarkhuj chhe.
LikeLiked by 2 people
તદ્દન નકામો અને બોઘસ લેખ.
રેશનાલીઝમથી વિરુદ્ધ લેખ.
અભીવ્યક્તીની ઇમેજ બગાડતો લેખ.
@રોહિત દરજી” કર્મ “,હિંમતનગર
મો.9426727698
LikeLiked by 2 people
Bhai Rohit, you have not read the instructions printed in the beginning of this article. Have patience before vomiting out your opinion. However you have every right to hold your opinion but do it after proper deliberations. And this article merely writes about the definitions and meaning of the Terms, which is absolutely necessary before writing in detail. Perhaps you are not much aware about how to write systematically and in a scientific manner.
LikeLiked by 2 people
Let me see your scientific manner for writing.
LikeLike
Yes this 2nd installment is giving basic idea of this trinity very nicely… slowly we will go deeply and as Govindbhai said wait till 9th chapter…wait and watch further articles– its rational views only as said it will prove that these all are non scientific- useless – and meaningless…vikrambhai said it nicely”હીન્દુ ઈશ્વરવાદીઓને રામનામ જપવાથી ન ગમતી પરીસ્થીતીને સહન કરવાની શક્તી કદાચ મળતી હશે પરન્તુ તેનાથી કાંઈ પરીસ્થીતીમાં પલટો આવે નહીં.”
However many of us rationalist will be hurd- so be prepared for truth to be unfolded slowly.
To me this is ultimate subject of trinity used by most religions and as mentioned more in hindu religion.
LikeLiked by 3 people
Very good analysis of these three words. Thank you for sharing. Looking forward to learn more. Thus in simple terms:
Mantra means; a phrase, verse or a line which is uttered many-a-times whilst concentrating on one’s mind
Yantra means; a tool, a special way or a symbol to focus on Mantra
Tantra means; a system, a ritual or a systematic way of uttering a Mantra whilst focusing on Yantra.
The above three practices are intertwined which Several Faith Groups use without realising it. A good example is Puja or Arti or even the Ritual of putting a foundation of a Place of Worship.
Hope I have understood it correctly!
Feeling a little enlightened!!
LikeLiked by 3 people
યુજ્યતે યેન ઇતિ યોગઃ
મન આત્મા સાથે જોડાય ત્યારે આનંદ મળે.
આ જોડાવાની ક્રિયા માટે માર્ગ. મન્ત્ર, તન્ત્ર અને યંત્ર.
આ વાત માં ડૉ. પરીખે સરસ, સુંદર , સહજ, સરળ રીતે સમજાવી છે.
‘ઈ હૈવ તૈર્જિતઃ સર્ગો યેષાં સામ્યે સ્થિતં મનઃ
નિર્દોષં હિ સમં બ્રહ્મ તસ્માદ્ બ્રહ્મણિ તે સ્થિતાઃ’ વિશ્વનો સળગતો પ્રશ્ન કામવાસના અને ક્રોધના વેગથી અંધ થતા મનુસ્યોનો…. ઋતંભરા પ્રજ્ઞાવાન મનુષ્યે કામવાસનાના વેગને ખંજવાળ જેવો ગણીને ધીરજપૂર્વક તેને જોયા જ કરવું. કોઈ પ્રતિક્રિયા ન કરવી. જે સતત અભ્યાસથી સિધ્ધ થાય…
દરેક ક્ષેત્રમા હોય તેમ આ માર્ગમા સાધુ વેષમા અનેક શઠો છે તેવાને ઓળખી રેશનાલીસ્ટો સમાજને બચાવે છે તેઓને વંદન.
LikeLiked by 2 people
મન્ત્ર, યન્ત્ર અને તન્ત્ર … અત્ર ,તત્ર અને સર્વત્ર !
LikeLiked by 2 people
મને લાગે છે કે ડૉ. પરીખનું કહેવું એમ છે કે આ શબ્દોનું અર્થઘટન આ મુજબ છે. એનો અર્થ ડૉ. પરીખ એ મુજબ માને છે એવો કરવો ન જોઈએ. અથવા એ બધું સાચું જ છે એમ પણ કદાચ એમનું કહેવું નથી.
LikeLiked by 2 people
Reblogged this on RKD-रंग कसुंबल डायरो.
LikeLiked by 2 people
‘મન્ત્ર–યન્ત્ર–તન્ત્રની વીભાવનાઓ’ લેખને ‘RKD-रंग कसुंबल डायरो’ બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
–ગો. મારુ
LikeLiked by 1 person
As far as I understood, Dr. Parikh does not believe in this nonsense of Mantra, yantra and tantrum or occult practice also known as hemastrology, he is only giving info about these practices in various traditions, so don,t be in a hurry to give your quick comments, either for or against such practices. He is merely preparing a back ground and I hope as mentioned by Govindbhai earlier wait till chapter 9 from there onward there will be point by point logical refutation of such practices. Let us wait and watch.
LikeLiked by 2 people
Very good article. Mantra, Tantra and Yantra are interrelated. Explained very well.
LikeLiked by 2 people