ભુત–પ્રેતમાં માન્યતા અને મન્ત્ર–તન્ત્રનું તરકટ

પ્રેતનું આહવાન કરવું

8

ભુત–પ્રેતમાં માન્યતા અને મન્ત્ર–તન્ત્રનું તરકટ

ડૉ. બી. એ. પરીખ

હીન્દુ, ઈસ્લામ, ખ્રીસ્તી દરેક ધર્મમાં મૃત્યુ પછી જીવાત્માનું પ્રેત–ભુત બનવાની જોરદાર માન્યતાઓ છે. વળી પીર, જીન, દેવી–દેવીઓ પણ માણસને કનડે, તેનાથી તમામને ડર લાગે છે. એવી સજ્જડ માન્યતા છે કે મુસલમાની કે હીન્દુ મન્ત્રોથી આ ભુત–પ્રેત, પીર–માતાની તકલીફ દુર કરી શકાય છે; પરન્તુ આ કાર્ય માટે મન્ત્રોની તાલીમ પામેલી વ્યક્તી જ ભુત–પ્રેત ઉપર નીયન્ત્રણ મેળવી શકે, આ મન્ત્રોમાં સીદ્ધી મેળવવા માટે ખાસ્સી મુશ્કેલ શરતો હોય છે. આથી બહુ ઓછા માણસો તે શીખવાની હીમ્મ્ત કરે છે. એટલે જેને ભુવા–ભગત–મન્ત્રશાસ્ત્ર–સીદ્ધ પુરુષ કહે છે તેમનાથી લોકો ડરે છે.

સીદ્ધ પુરુષો, મન્ત્રશાસ્ત્રીઓ તમામ પ્રકારનાં દુ:ખ–દર્દ, તેમની તાન્ત્રીક શક્તીઓથી દુર કરવાની ખાતરી આપે છે. જેમ કે પુત્રી–પુત્રવધુને સન્તાન ન થતાં હોય, તબીયત સતત નબળી રહેતી હોય, ધન્ધામાં બરકત ન હોય, કૉર્ટ–કચેરીમાં કેસ હોય વગેરે.. ત્યારે આ સીદ્ધ મન્ત્રશાસ્ત્રી પોતાના માનીતા શીષ્યને તેના માટે ખાસ તાન્ત્રીક વીધીથી તૈયાર કરાએલી વીંટી, માંદળીયું કે દોરો પહેરવા આપે છે. આને માટે તગડાં નાણાં પણ વસુલ કરે છે. કેટલાક વીષયી, હવસખોર, તાન્ત્રીકો સ્ત્રીભક્તોને પોતાની મોહજાળમાં આકર્ષે છે. તેમની સંતાન પ્રાપ્તી, પતીને વશ કરવાની લાલચ જેવી માંગણી માટે એકાંતમાં ખાસ વીધી કરવી પડશે એમ કહી સ્ત્રીભક્તોને/યુવતીઓને એકાંતમાં બોલાવે છે અને તેમનું જાતીય શોષણ કરે છે. આ બાબતોએ આપણા દેશમાં સીદ્ધસ્વામી, બાબાઓ પ્રખ્યાત છે. તેમની શોષણ પ્રવૃત્તીઓ સામે ફરીયાદો થઈ રહી છે. વર્તમાન સમયમાં લુધીયાણાના રામ–રહીમ, દીલ્હીના વીરેન્દ્રબાબા બહુ ચર્ચામાં છે.

ભુવા–ભગત દ્વારા મન્ત્ર–તન્ત્ર જાદુટોના તરકટ

ઘરમાં સતત એક યા બીજી રીતે તન્દુરસ્તીના નડતર ઉપાધી રહેતી હોય, ઘરમાં માંદગી હોય, ઘણી સારવાર અને ઉપાયો છતાં સારું ન થાય, દર્દ વધતું જાય ત્યારે એવી કલ્પના કરવામાં આવે છે કે નક્કી આ ઘરમાં કોઈ ભુત–પ્રેતનો વાસ છે. તે સતત કનડગત કરે છે, માટે નક્કી કોઈક બહારનું તત્ત્વ પેધું પડી ગયું છે.

વળી, ઘરમાં કોઈ વ્યક્તી સતત તાણ અને ત્રાસના પરીણામે, ખાસ કરીને ઘરની પુત્રવધુને હીસ્ટીરીયાની વાઈ આવે, બેભાન અવસ્થામાં એલફેલ બોલે, શરીરનું, વસ્ત્રોનું ભાન ન રહે, સતત ડીપ્રેશનમાં પડી રહે ત્યારે એવી કલ્પના થાય કે આને કોઈ ઘરમાંથી ભુત–પ્રેતની છાયાને દુર કરવા કે પુત્રવધુના વળગાડને દુર કરવા જન્તર–મન્તર જાદુ–ટોણા કરવાવાળા ભુવા, ભગતને ઉપચાર માટે બોલાવવામાં આવે છે.

હવે આ ભુવો તો લોકમાનસનો કુશળ જાણકાર હોય છે. પ્રથમ તે ઘરમાં ચારેબાજુ ફર્યા પછી, દર્દીની મુલાકાત લીધા પછી ઘરમાં પેધું પડી ગયેલું ભુત, અતી પ્રભાવ, શક્તીશાળી છે, એમ કહી બીવડાવે છે. ભુવાનો પહેરવેશ કાળું ધોતીયું, ઉપરનું કાળું પહેરણ, શરીરે ભસ્મ, વાળ ખુલ્લા, કપાળ પર કંકુના લપેડા, હાથમાં દંડ કે ત્રીશુળ. એટલે તેના આ દેખાવથી જ ઘરના માણસો ભયભીત, પ્રભાવીત થઈ જાય અને ભુવો કહે તે તમામ માંગણીઓ સ્વીકારવા તૈયાર થઈ જાય છે. હવે ભુવો પરીસ્થીતીનો કબજો લઈ ઘરમાં એક ઓરડામાં જગ્યા નક્કી કરી લાકડાંની કુંડીમાં ધુણી ધુપાવે, તેમાં એવી વસ્તુઓ નાખે જેથી ભડકા વધારે થાય, ધુણી વધારે નીકળે, લોબાન, મરચાં વગેરે સામાનનો ઉપયોગ કરે. સામે ત્રસ્ત વ્યક્તીને બેસાડે તેની ઉપર મન્ત્રો બોલી, ઝાડુ ફેરવી તેનામાં રહેલા પ્રેતાત્મા, ભુતને કાઢવા પ્રયાસ કરે, ત્રસ્ત વ્યક્તીને મારે. પણ, એમ કહીને કે શરીરની અન્દર રહેલા ભુતને આ માર પડે છે. અને ભુવાના ત્રાસથી દર્દી વ્યક્તી શાન્ત પડી જાય એટલે હવે ભુવો કહે છે કે દર્દીમાંથી, ઘરમાંથી ભુતે વીદાય લીધી છે.

કદાચ વીધી દરમીયાન ભુવાને લાગે કે સફળતા મળતી નથી, સમય વધારે થઈ ગયો છે. ત્યારે ભુવો કહેશે કે આ ભુત, ચુડેલ કે જીન બહુ જોરાવર છે. તેને કાઢવા માટે બીજી વધારે ઉગ્ર તાન્ત્રીક વીધી કરવી પડશે. અને બીજા દીવસે ફરી ધુણવાની વીધી કરે, તેણે જે શરાબ, મરધી કે અન્ય ચીજો મંગાવી હોય તે ખાય, પીએ વધારે જોરથી ધુણે, દર્દીને પણ ખવડાવવા, પીવડાવવાનું દબાણ કરે. દર્દી વીરોધ કરે વગેરે. અન્ય ખેંચતાણમાં દર્દી થાકી જાય અને શાન્ત પડી જાય. પછી ભુવો કહેશે કે હવે ખરેખર ભુત, ચુડેલ બહાર નીકળી ગયું છે.

ધારો કે થોડા દીવસ પછી દર્દીને સ્વસ્થતા પ્રાપ્ત ન થાય અને દર્દી સ્વસ્થ થવાનો તો નથી જ, ત્યારે આપણે તમામ ઉપાયો કર્યા પછી જેવું આપણા દર્દીનું નસીબ એમ કહી આશ્વાસન લેવાય છે. કોઈ પણ સંજોગોમાં પોતાની છેતરપીંડીની કળા દ્વારા ભુવાની તો નાણાં કમાઈને પ્રભાવ વધારીને જીત જ થાય છે.

હવે ભુત–પ્રેતનું કોઈ અસ્તીત્વ જ નથી. ત્યાં ભુત–પ્રેતના વળગણની માન્યતા એ માત્ર વાહીયાત પાયા વગરની હોવા ઉપરાંત વહેમ, અન્ધવીશ્વાસ તેમ જ પરમ્પરાગત ચાલી આવતી માનસીકતાનું પરીણામ છે. ભુત–પ્રેતનો વળગાડ મનાતા રોગીનો તો મનોરોગશાસ્ત્રી પાસે ઉપચાર કરાવવાનો હોય.

ભારતમાં એવી ઘણી દરગાહો, પીરનાં સ્થાનકો, બાપુનો તકીયો, સતી માતા, હનુમાનજી કે એવાં કોઈ દેવદેવીનાં મન્દીરો છે, જ્યાં પોતાની સમસ્યાઓના ઉપાયો માટે માથું ટેકવા લોકો જાય છે. આવી દરગાહો, સ્થાનકો ઉપરના મુજાવરો, પુજારીઓ મન્ત્રેલા દોરા, તાવીજ આપે છે જે હાથે –ગળે પહેરવાનાં હોય છે. મારા પ્રત્યક્ષ અનુભવમાં એવાં કેટલાંક સ્થાનકો છે. બાપુનો તકીયો, દરગાહ કે મન્દીર જ્યાં ગાંડપણના દર્દીની સારવાર, તેનામાં પ્રવેશેલા ભુતને કાઢવા માટે ઉપચાર કરવામાં આવે છે. આવો દર્દી તોફાની હોય તો સાંકળે બાંધી તેને મારવામાં પણ આવે છે. આવા કોઈ તાન્ત્રીક ઉપચાર કારગત નીવડતા જ નથી; છતાં આપણા વહેમી માનસ ધરાવતા લોકો પોતાના રોગી સગાંને આવા સ્થાનકો ઉપર માર ખાઈને, સાંકળેથી બન્ધાયેલા ત્રાસ અનુભવતા, રડતા, કકળતા જોતા હોય છતાં તેમને પોતાના સગાં માટે અનુકમ્પા જાગતી નથી. આ ઉપચાર બન્ધ કરાવતા નથી. કેટલી મોટી કરુણતા! મેં પ્રત્યક્ષ આવી રીતે સાંકળે બન્ધાઈને માર ખાતા માનસીક દર્દીઓ, વળગાડના દર્દીઓ જોયા છે. ત્યારે તો તે વયમાં મને પોતાને કંઈ સમજણ ન હતી; છતાં આ બધું વાહીયાત છે એમ લગાતું.

–ડૉ. બી. એ. પરીખ

ડૉ. બી. એ. પરીખની મનોવીજ્ઞાનીક સુઝ ધરાવતી આ રોચક પુસ્તીકા ‘મન્ત્રયન્ત્રતન્ત્રનું અવીજ્ઞાન’ પ્રકાશીત થઈ છે. (પ્રકાશક : સાહીત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત – 395 001 ફોન નંબર : (0261) 259 7882/ 259 2563  પૃષ્ઠ : 48, મુલ્ય : રુપીયા 50/-)માંનો આ આઠમો લેખ, પુસ્તકનાં પાન 35થી 37 ઉપરથી, લેખકના અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક :

ડૉ. બી.એ. પરીખ, 154, સર્જન સોસાયટી, પાર્લે પોઈન્ટ, સુરત–395 007 સેલફોન : 99241 25201 –મેઈલ : bhanuprasadparikh@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ :  govindmaru@gmail.com

પુસ્તક અને પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ :  11/06/2018

14 Comments

  1. કોઈ વ્યક્તી સતત તાણ અને ત્રાસના પરીણામે બેભાન અવસ્થામાં એલફેલ બોલે, સતત ડીપ્રેશનમાં પડી રહે વગેરે ના બનાવો માં કોઈ માનસશાસ્ત્રી ( Psychiatrist – મનોવિજ્ઞાની – માનસચિકિત્સક ) ને બતાવવાને બદલે પિર, બાબા, ભુવા, તાન્ત્રીક વગેરે નો સહારો લેવા માં આવે છે, આનું મુખ્ય કારણ ઍ છે કે આ માન્યતાઓ અન્ધ્હ્શ્રદ્ધાળુઑ માં સદીઓ થી ચાલી આવે રહી છે.

    આ બધા ધતીન્ગો વર્ષો થી ચાલી રહ્યા છે, અને જ્યાં સુધી અન્ધ્શ્ર્ધાળુઑ નું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી આ ધતીન્ગો ચાલ્યા કરશે, અને અન્ધ્શ્ર્ધાળુઑ ના પૈસે આ પાખન્ડીઑ નું ઘી કેળા ખાવાનું કાર્ય પણ ચાલતું રહેશે.

    ખાસ કરી ને ભારત અને પાકિસ્તાન માં આવા પાખન્ડીઑ નું અસ્તિતવ હજી સુધી કાયમ છે, અને અવારનવાર આવા પાખન્ડીઑનુ પૉલ ખૂલી જવાના સમાચારો આપણને વાંચવા મળે છે.

    Liked by 2 people

    1. મને યાદ છે કે પાકિસ્તાનના શહેર કરાચી માંના ઍક ગુજરાતી Psychiatrist
      ( માનસશાસ્ત્રી — મનોવિજ્ઞાની – માનસચિકિત્સક ) ડોકટરે ઉર્દૂ ભાષા માં ઍક પુસ્તક લખેલ હતું જેનું નામ હતું “રૂહ કે ઝખમ”, જેનુ બાદ માં ગુજરાતીમાં ભાષાંતર પણ થયેલ હતું, “આત્મા ના ઘા”.

      આ પુસ્તક માં તેમણે આ પ્રકાર ના રોગીઓ વિષે ના પોતાના અનુભવો લખેલ હતા કે આવા રોગીઓને તેમણે કેવી રીતે ઠીક કરેલ હતા.

      તે અનુસાર આવા રોગીઓને પિર, ભુવા, બાબા જેવા પાસે લઈ જવાને બદલે Psychiatrist ( માનસશાસ્ત્રી — મનોવિજ્ઞાની – માનસચિકિત્સક ) ડોકટર પાસે આવશ્ય લઈ જવું જોઈઍ.

      Liked by 2 people

    1. આપના બ્લોગ પર ‘ભુત–પ્રેતમાં માન્યતા અને મન્ત્ર–તન્ત્રનું તરકટ’ લેખને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Liked by 1 person

      1. શ્રી ગોવિંદભાઈ મારુ,
        પરંપરાગત માન્યતા અને રૂઢીને કોઈ માનવાનું નથીજ. વધારે મારે લખવું નથી.

        Liked by 1 person

  2. ભારતમાં મંત્ર તંત્ર એ વેદ અને ઉપનીષદની ઉપજ છે.

    આત્માના કલ્યાણ માટે જેમ મંત્ર તંત્ર છે એમ સામે વાળાને નુકશાન કરવા પણ મંત્ર તંત્ર છે
    જેમકે કૌરવોને હરાવવાના મંત્ર, રાવણ ઉપર વીજય મેળવવાના મંત્ર.

    રામ અને કૃષ્ણ મંત્ર તંત્ર સાધના કરતા હોય તો દરેક
    ગરીબ, અજ્ઞાની આશા રાખે કે આવી વીધી પોતે કરે
    અથવા ભુવા ડાકલીયા પુજારી ગુરુ કરી આપે.

    Liked by 2 people

  3. ગુજરાત સરકાર પણ વરસાદ આવે માટે યગ્ન કરાવવા માટે વીચાર કરતી હોય તો ગરીબ અને અભણ લોકોને કયા મોઢે સમઝણ આપવી? અમીતાભ બચ્ચન જેવી લોકપ્રીય વ્યક્તીઓ પણ માનતાઓ માનતા હોય તો સામાન્ય માણસોને સમઝણ આપવાનો પ્રયાસ નીશ્ફળ જ જવાનો છે. અધીક માસમાં એકવાર કરતી બહેનો વ્રત તુટી ન જાય માટે દાળ-શાક ચાખતી પણ નથી.
    આવા સચોટ લેખોથી પણ કોઈની અન્ધશ્રધ્ધા દુર થશે તેમ માનવું બરાબર નથી કારણ કે જેણે આ વાંચવા જોઈએ તે વાંચતા નથી અને જેને તેની જરુર નથી તે ચર્ચાઓ ચલાવે રાખે છે.
    અત્યંત લાચારી સાથે સ્વીકારુ છું કે હું મારા ઘરમાં અન્ય સભ્યો સાથે જોરદાર ચર્ચા કરીને અન્ધશ્રધ્ધા દુર કરી શકતો નથી કારણ કે મારે ઘરડાઘરમાં રહેવા જવું નથી.

    Liked by 1 person

  4. ડો. બી.અે. પરીખનો આ લેખ ગમ્યો.
    પ્રશ્ન શું છે તે આપણે સૌ જાણીઅે છીઅે. ખૂબ ડીસકસ કરેલો જ પ્રશ્ન છે. મૂળ અંઘશ્રઘ્ઘા છે.
    હવે તો આ પ્રશ્નને કેમ કરી હલ કરવો તે આપણું ઘ્યેય બની રહે છે.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 2 people

  5. શ્રી વિક્રમભાઈ દલાલ , આપે લખ્યું છે કે “અત્યંત લાચારી સાથે સ્વીકારુ છું કે હું મારા ઘરમાં અન્ય સભ્યો સાથે જોરદાર ચર્ચા કરીને અન્ધશ્રધ્ધા દુર કરી દુર કરી શકતો નથી કારણ કે મારે ઘરડાઘરમાં રહેવા જવું નથી.” જુની કહેવત છે કે” ઘરે ઘરે માટીના ચુલા” હવે નવી કહેવત” ઘરે ઘરે ગેસ ના ચુલા, ઘરડા ઘરમાં છાનામાના સારા” બાકી શ્રદ્ધા કે અંધશ્રદ્ધા આજના યુગમાં કોઈને સમજાવાની કોશિસ કરવી એ પત્થર પર પાણી નાખવા સમાન છે. આપણે આપના દીકરાઓને ભણાવી ગણાવીને અને ક્યારેક ખીજાઈને સમજાવવું એ આપણી ફરજ હતી. હવે દીકરાઓ લાઈને લાગ્યા પછી કમાતા થાય એટલે કોઈ પણ શિખામણ આપવી નહિ. આ પરમ સત્ય વાક્ય છે. હું ૮૩ વરસનો તંદુરસ્ત છું. જૈન છું એટલે ભક્તામર સ્તોત્ર નું કંઠસ્ત હોવાથી રોજ પઠન કરું છું. અમે બંન્ને સરોજબેન “હમ ભલે હમાર કામ ભલે.” ખોટું લગાડશો નહિ.
    ચીમનભાઈ નાં જય જીનેન્દ્ર

    Liked by 1 person

  6. We doctors are facing sufferings of patients as well as of families due to misbeliefs still.in spite of education young people are not able to oppose old customs or are afraid to accept new ideas! Yet we do find changes in people than before.

    Liked by 1 person

Leave a comment